________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૮૯
ત્યારે એક ભાઈ કહેતા હતા કે ગિરનાર ને સમ્મદશિખરજી જઈએ તો તો લાભ થાય ને? પૂજામાં આવે છે કે – “એક વાર વંદે જો કોઈ, તાકે નરક-પશુ ગતિ નહિ હોઈ.”
ઉત્તર- એક શું લાખ વાર વંદે તોય એનાથી શું? એ તો શુભભાવ છે. એનાથી પુણ્ય બંધાશે, પણ ધર્મ નહિ થાય.
ત્યારે કોઈ વળી કહે છે- શેત્રુંજયનું ક્ષેત્ર બહુ સારું, ત્યાં જાય એના ભાવ બહુ સારા-ઉજ્વળ થાય છે.
અરે ભાઈ ! શું એ ભાવ ક્ષેત્રને લઈને થતા હશે? એમ બિલકુલ નથી, કેમકે તારું ચૈતન્યક્ષેત્ર ને એને અત્યંત ભિન્નતા છે; તું એ પરક્ષેત્રથી અસત્ છો.
તો મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે નારકીને ક્ષેત્રગત વેદના છે. આ કેવી રીતે છે?
હા, કહ્યું છે. પણ એ તો વ્યવહારનયની કથની બાપુ! એનો અર્થ શો ? એ ક્ષેત્રની વેદના છે કે પોતાની વેદના છે? એ પોતાનું વેદન પોતાના ક્ષેત્રમાં છે કે નારકીના ક્ષેત્રને લઈને છે? ભાઈ ! ચૈતન્યના ક્ષેત્રમાં-સ્વક્ષેત્રમાં તો નરકના ક્ષેત્રનો અત્યંત અભાવ છે. માટે પરક્ષેત્રને-નરકના ક્ષેત્રને લઈને વેદના ન હોય. તે કાળે મોહજન્ય જે પોતાના રાગદ્વેષના ભાવ પોતાના ક્ષેત્રમાં છે એનું વદન છે. (પોતાની પર્યાયનું વેદન છે). શાસ્ત્રમાં જે ક્ષેત્રગત વેદનાનું કથન છે એ તો સંયોગથી-નિમિત્તથી કરેલું કથન છે. (નિમિત્તથી કથન કરવાની એવી પદ્ધતિ છે). બાકી આત્મા પરક્ષેત્રને અડે જ છે ક્યાં કે એના કારણે એને વેદના થાય? અરે ! લોકોને અનાદિથી એવો અધ્યાસ છે કે પરક્ષેત્રનેપરચીજને એ વેદે છે. બાપુ! આ અધ્યાસ-આ શલ્ય તારો નાશ કરે છે હોં. એ (એ શલ્ય) વડે તને તારું એકત્વ- વિભક્તપણું ભાસતું નથી. અહીં કહે છે-સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર વચ્ચે અંદરથી પ્રજ્ઞારૂપી કરવત મૂક. જો, જ્ઞાની અક્ષત્રમાં જ હું છું પરક્ષેત્રથી નથી એમ ભેદવિજ્ઞાનની કલા અંતરમાં વિકસાવીને સ્વક્ષેત્રમાં નિવાસ પામીને જીવન જીવી જાણે છે, સત્યાર્થ જીવનને પ્રાપ્ત થાય છે.
હવે આઠમો બોલઃ- “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષત્ર હોવાને (-રહેવાને, પરિણમવાને) માટે, પરક્ષેત્રગત યોના આકારોના ત્યાગ વડ (અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ શયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત યોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
જુઓ, અજ્ઞાની જીવો એમ માને છે કે જે જ્ઞાનમાં પરક્ષેત્રના શયાકારો જણાય છે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com