________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી અરિહંતાણં, ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સિદ્ધાણં, ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી આઇરિયાણં, ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી ઉવજ્ઝાયાણં, ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સાહૂણં.
મૂળ પાઠ આમ છે; પછી ટૂંકુ કરી નાખ્યું છે. બધા જ બોલમાં‘ત્રિકાલવર્તી’ શબ્દ પડયો છે. આમ ભૂત-વર્તમાન-ભાવિ તીર્થંકરોને નમસ્કાર હો એવો શુભભાવ મુનિને પણ આવે છે. પણ તે અજ્ઞાનનિત નથી, ચારિત્રદોષ છે. ૫૨થી મને રાગ થાય એમ માનવું તે અજ્ઞાન છે; મુનિરાજને. એવું અજ્ઞાન નથી. સ્વરૂપસ્થિરતા સંપૂર્ણ થઈ નથી તેથી અશુભથી બચવા એવો શુભભાવ આવે છે તે ચારિત્રનો દોષ છે. ૫૨ને લઈને મને રાગ થાય એમ માને તે મિથ્યાત્વનો દોષ છે. મુનિરાજને તો મિથ્યાત્વ સહિત ત્રણ કષાયનો અભાવ છે. અહો! મુનિરાજ તો જાણે ત્રણ કષાયના અભાવરૂપ વીતરાગી શાન્તિનો સમુદ્ર!
આચાર્યદેવને કરુણાનો ભાવ થયો છે તે રાગ છે, ચારિત્રનો દોષ છે; શ્રદ્ધામાં કાંઈ દોષ નથી, શ્રદ્ધા તો અચલ છે, અવિચલ છે. ગાથા ૩૮ની ટીકામાં આચાર્યદેવ સ્વયં કહે છે કે-અમને જે શ્રદ્ધાન પ્રગટ થયું છે તે અપ્રતિત છે, મોહને અમે ફરીથી અંકુર ન ઉપજે તેમ મૂળમાંથી જ ઉખાડી દીધો છે, તેથી હવે અમે પડવાના નથી. અમારું સમક્તિ અપ્રતિહત છે. અસ્થિરતાવશ કિંચિત્ રાગ આવ્યો છે, પણ શ્રદ્ધામાં ભૂલ નથી.
મુનિરાજને શોચ થયો છે તે રાગ છે, એટલું દુઃખ પણ છે, આનંદની દશામાં એટલી કચાશ છે. પણ જ્યાં સુધી અસ્થિરતાની દશા છે ત્યાં સુધી પ્રાણીઓને દુ:ખી દેખી આવી કરુણા થઈ આવે છે. મુનિરાજને જેટલો વીતરાગ-ભાવ પ્રગટયો છે તે મોક્ષમાર્ગ છે, અને જે પંચમહાવ્રતાદિનો રાગ આવે છે તે પરમાર્થે દોષ છે, જગપંથ છે, એટલો હજુ સંસાર છે.
અજ્ઞાનીને દુ:ખી દેખીને કરુણા ઉપજી છે એમ નહિ, પણ પોતાની ભૂમિકા અસ્થિરતાની છે, સરાગ છે એટલે પ૨ તરફ લક્ષ જતાં પોતાને કરુણાનો રાગ થઈ આવ્યો છે. આવી વાત છે.
*
હવે આગળના ક્શનની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
*