Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai
Catalog link: https://jainqq.org/explore/008233/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates परमात्मने नमः। દ્રવ્યદષ્ટિ જિનેશ્વર [ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો, તત્ત્વચર્ચા તેમ જ વિવિધ પ્રસંગે નીકળેલા, અસ્તિની મસ્તી સભર સ્વાનુભૂતિમાર્ગ-પ્રકાશક વચનામૃત ] * * * સંકલનકા૨: નાગરદાસ બી. મોદી ઉમેદરાય બી. મોદી જિતેન્દ્ર ના. મોદી [ સંપાદક-પરિવાર, “આત્મધર્મ ' ગુજરાતી] * * * : પ્રકાશક : શારદાબેન શાંતિલાલ શાહ, મુંબઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિ: 2000 પ્રત કહાન સંવત-૧૫ વીર સં. ૨પર૧ વિક્રમ સં. ૨૦૫૧ ઈ. સ. ૧૯૯૫ ભાદરવા સુદ ૩, સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહની પ્રથમ પુણ્યતિથિ દ્વિતીય આવૃત્તિઃ ૨૦૦૦ પ્રત કહાન સંવત-૧૬ વીર સં. રપરર વિક્રમ સં. ૨૦૫ર ઈ. સ. ૧૯૯૬ દ્રવ્યદષ્ટિનો ઉપદેશ પ્રથમ કેમ? જૈસે જેલમે પડા હુઆ વ્યક્તિ બન્ધક કારણોંકો સુનકર ડર જાતા હૈ ઔર હતાશ હો જાતા હૈ પર યદિ મુક્તિકા ઉપાય બતાયા જાતા હૈ તો ઉસે આશ્વાસન મિલતા હૈ ઔર વહુ આશાન્વિત હો બંધનમુક્તિકા પ્રયાસ કરતા હૈ. ઉસી તરહુ અનાદિ કર્મબંધનબદ્ધ પ્રાણી પ્રથમ હી બંધક કારણકો સુનકર ડર ન જાય ઔર મોક્ષકે કારણોં કો સુનકર આશ્વાસનકો પ્રાપ્ત હો ઈસ ઉદ્દેશ્યસે મોક્ષમાર્ગકા નિર્દેશ સર્વ પ્રથમ કિયા હૈ. (આચાર્ય અકલંકદેવ, તત્ત્વાર્થવાર્તિક, ભાગ-૧, પાનું-ર૬૬) દરેક જીવો ભગવાન સ્વરૂપ છે આ સત્યને પ્રકાશમાં મૂક્તાં અસત્યના આગ્રહવાળાને દુઃખ થાય, પણ ભાઈ ! શું કરીએ? અમારો ઉદય એવો છે એથી સત્ય વાત બહાર મૂકવી પડે છે. એથી વિરુદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય તો મને માફ કરજો ભાઈ ! કોઈ જીવને દુઃખ થાય તે કેમ અનુમોદાય? મિથ્યા શ્રદ્ધાનાં ચાર ગતિના દુઃખ બહુ આકરાં છે, એ દુઃખની અનુમોદના કેમ થાય? અરે ! દરેક જીવો ભગવાન સ્વરૂપ છે ને તેઓ પૂર્ણાનંદરૂપે પરિણમીને ભગવાન થાઓ ! કોઈ દુઃખી ન રહો ! -કરુણાસાગર પૂજ્ય ગુરુદેવશ્રી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Hevika Foundation (haste Kamal, Vijen, Hemal Bhimji Shah and Family), London, UK who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Dravyadrashti Jineshwar Paryaydrashti Vineshvar is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Version Number 001 10 Dec 2002 Changes First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિમાર્ગપ્રકાશક સ્વાનુભવપ્રેરણામૂર્તિ કૃપાસિંધુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્પણ જેઓ વર્તમાનયુગમાં ક્રમબદ્ધપર્યાયનો શંખનાદ કરનાર તરીકે ખ્યાતિપ્રાપ્ત છે; જેઓ જૈનજગતમાં સમયસારના પ્રખર પ્રચારક તરીકે પ્રસિદ્ધ છે; જેઓ દ્રવ્યદષ્ટિપ્રધાન-અધ્યાત્મયુગના સર્જનહાર છે; જેઓ આ શાસ્ત્રોના શબ્દોમાં છૂપાયેલાં આચાર્યોના ભાવોને ખોલવાની ગજબ શક્તિ વડે ભવ્યજીવો પર પરમ ઉપકાર કર્યો છે; અમારા આત્મહિતચિંતક પૂજ્ય પિતાશ્રી સ્વ. શ્રી શાંતિભાઈ જેમના ચરણસેવક થવાનું પોતાનું પરમ સૌભાગ્ય સમજતા હતાં તે ઉપકારમૂર્તિ ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીને આ પુસ્તક અર્પણ કરતાં અને જીવનની ધન્યતા અનુભવીએ છીએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રુતની લબ્ધિવંત પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રોમાં ભરેલાં ગહન ભાવો ખોલવાની ગુરુદેવમાં અજબ શક્તિ હતી. તેમને શ્રુતની લબ્ધિ હતી. વ્યાખ્યાનમાં નીકલતા ગંભીર ભાવો સાંભળતાં ઘણી વાર એમ થતું કે “આ તે શું શ્રુતસાગર ઊછળ્યો છે? આવા ગંભીર ભાવો કયાંથી નીકળે છે?' ગુરુદેવના જેવી વાણી ક્યાંય સાંભળી નથી. તેમની અમૃતવાણીના રણકાર કેટલા મીઠા હતા? —જાણે કે સાંભળ્યા જ કરીએ. તેમના જેવું, આત્માને સ્પર્શીને નીકળતું એક વાક્ય પણ કોઈ બોલી શકતું નથી. અનુભવરસથી રસબસતી ગુરુદેવની જોરદાર વાણીના પડકાર કોઈ જુદા જ હતા:-પાત્ર જીવોના પુરુષાર્થને ઉપાડ અને મિથ્યાત્વના ભૂકા ઉડાડી દે એવી દૈવી વાણી હતી. આપણાં ભાગ્ય કે ગુરુદેવની એ મંગળમય કલ્યાણકારી વાણી ટેઈપમાં ઉતરીને જીવંત રહી. બહેનશ્રી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માર્થીની પાત્રતા નિશ્ચયના ઉપાસક-જીવની વ્યવહારશુદ્ધિ કેવી હોય તે બાબતમાં પૂજ્ય ગુરુદેવે એક વખત ખાસ ભારપૂર્વક સમજાવ્યું હતુંકે “જે જીવ નિશ્ચયની ઉપાસના કરવા કટિબદ્ધ થયો છે તેની પરિણતિમાં પહેલાં કરતાં વૈરાગ્યની ઘણી વૃદ્ધિ થતી જાય છે. તેને દોષોનો ભય હોય, અકષાયસ્વભાવને સાધવા તૈયાર થયો ત્યાં તેને કષાય શાંત થવા માંડે, તેની કોઈ પ્રવૃત્તિ કે આચરણ એવા ન હોય કે રાગાદિનું પોષણ કરે. પહેલાં રાગાદિની મંદતા હતી તેને બદલે હવે રાગાદિની તીવ્રતા થાય તો તે સ્વભાવને સાધવાની નજીક આવ્યો એમ કઈ રીતે કહેવાય? એકલું જ્ઞાન-શાન કર્યા કરે પણ જ્ઞાનની સાથે રાગની મંદતા હોવી જોઈએ, ધર્માત્મા પ્રત્યે વિનય-બહુમાન-ભક્તિનમ્રતા-નરમાશ હોવા જોઈએ, બીજા સાધર્મીઓ પ્રત્યે અંતરમાં વાત્સલ્ય હોવું જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ, શાસ્ત્રાભ્યાસ વગેરેનો પ્રયત્ન હોવો જોઈએ.. એમ ચારેકોરના બધાં પડખાથી પાત્રતા કેળવવી જોઈએ; તો જ યથાર્થ પરિણમે. ખરેખર, સાક્ષાત્ સમાગમની બલિહારી છે; સત્સંગમાં અને સંત-ધર્માત્માની છત્રછાયામાં રહીને તેમના પવિત્ર જીવનને નજર સમક્ષ ધ્યેયરૂપે રાખીને, ચારે પડખેથી સર્વ પ્રકારે ઉધમ કરીને પોતાની પાત્રતાને પુષ્ટ કરવી જોઈએ.” –ખરેખર, આપણા સદ્દભાગ્ય છે કે સર્વ પડખેથી પાત્રતા કેળવીને આત્માની ઉપાસના કઈ રીતે કરવી તે પૂજ્ય ગુરુદેવ જેવા સંતે સાક્ષાપણે હંમેશા સમજાવીને તેઓશ્રી આપણા જીવનનું ઘડતર કરી ગયા છે. ગુરુદેવશ્રીનાં અમાપ ઉપકાર સંબંધમાં કાંઈ પણ કહેવા જતાં વાણી અટકી જાય છે. [ તેઓશ્રીની ગેરહાજરીમાં તેઓશ્રીનાં ભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીએ, ગુરુકૃપાથી પ્રાપ્ત એ સંસ્કારોને દઢ કરાવીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. ] પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલા માર્ગે ચાલીને તેઓશ્રીનાં ઉપકારને અતિ શીઘ્રતાથી સાર્થક કરીએ એ જ ભાવના... * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates વિચા૨વાનને સંગથી વ્યતિરિક્તપણું ૫૨મ શ્રેયરૂપ છે. * પ્રત્યક્ષ સત્તમાગમમાં ભક્તિ-વૈરાગ્યાદિ દઢ સાધન સહિત મુમુક્ષુએ સદ્દગુરુ-આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. * અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. * સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગમાંથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. * અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે અગિયારમું આશ્ચર્ય છે. * જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત ચારિત્રદિવસ વિચારવા યોગ્ય છે. * ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને ૫૨માર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ-મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહિં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો! -શ્રીમદ્ રાજચંદ્ર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates કૃપાળુદેવ શ્રીમદ્દ રાજચંદ્રજી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી દિનિકી શિતી કરુનીરુ છુણિી @ી છે. અહો ! મારા આત્માનું શું થશે? આ જડ શરીરથી હું ભિન્ન છું, આ જડ શરીર તો અહીં રહેશે અને હું તો એકલો જઈશ; શરીર પણ મારી સાથે રહેવાનું નથી તો પછી સ્ત્રી-કુટુંબ-લક્ષ્મી વગેરેની શું વાત? વિકાર પણ મારું સ્વરૂપ નથી, મારો આત્મા કાયમી શુદ્ધ ચિદાનંદ છે, સિદ્ધ ભગવાન જેટલું પરિપૂર્ણ સામર્થ્ય મારામાં ભર્યું છે તેને હું ઓળખું-એમ ચોવીસે કલાક અંતરમાં રટણ ચાલે છે તેવા ધર્મની ચિંતાવાળા ભવ્યાત્માઓને દેવો પણ સેવે છે. આત્મસ્વભાવના લક્ષવાળું જીવન જ આદરણીય છે, એ સિવાય બીજા જીવનને આદરણીય ગણવામાં આવ્યું નથી. માટે ભવ્યાત્માઓએ વારંવાર શુદ્ધાત્માની ચિંતામાં ને તેના રટણમાં રહ્યા કરવું-એવો શ્રી આચાર્યદેવનો ઉપદેશ છે. શરીર-પૈસા-કુટુંબ કે દેશ વગેરેનું જે થવું હોય તે થાય, તેને સંયોગરૂપે રહેવું હોય તો રહે ને જવું હોય તો જાય, મારા આત્માથી તે બધા ભિન્ન છે, હું નિત્ય રહેનાર ચૈતન્યબિંબ છું, તેને ઓળખીને તેમાં જ કરું-એ જ મારું કર્તવ્ય છે. આવી જેને રુચિ અને ઝંખના પ્રગટી છે તેનું જીવન ધન્ય છે. કરવાયોગ્ય હોય તો આ જ છે. -અનંત-ઉપકારમૂર્તિ પૂજ્ય ગુરુદેવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મેં સ્વયં હી વર્તમાનમેં ભગવાન હું * પૂજ્ય ગુરુદેવશ્રી અપને લીએ તો અનંત તીર્થંકરસે અધિક હૈ, કયોંકિ કાર્ય હોનેમેં નિમિત્ત હુએ-ઈસલિયે. દૂસરા, ઉન્હોંને યહ બતાયા કિ, મૈયા! “તુમ સિદ્ધ તો ક્યા? . સિદ્ધસે ભી અધિક હો, અનંત સિદ્ધ-પર્યાયે જહોંસે સદૈવ નિકલતી રહું, ઐસે તુમ હો.” –ઐસા ઉત્કૃષ્ટ વાચ્ય પૂજ્ય ગુરુદેવશ્રીને બતલાયા! * “હે ગુરુદેવ! આપકી વાણીકા સ્પર્શ હોતે હી માનો વિશ્વકી ઉત્તમોત્તમ વસ્તુકી પ્રાપ્તિ હો ગઈ. કયા મેં મુક્ત હોનેવાલા હૂં! અરે! શાસ્ત્રોમેં જિસ મુક્તિકી ઈતની મહિમા બખાની હૈ, ઉસે આપકે શબ્દમાત્રને ઈતના સરલ કર દિયા !” દરિદ્રીકો ચક્રવર્તીપની કલ્પના નહિં હોતી. પામરદશાવાલકો “ભગવાન હૈં. ભગવાન હૂં' કી રટણ લગાના, હે પ્રભો! આપ જૈસે અસાધારણ નિમિત્તકા હી કાર્ય હૈ. પરિણતિકો આત્મા હી નિમિત્ત હોવે અથવા ભગવાન.... ભગવાનકી ગુંજાર કરતે આપ; અન્ય સંગ નહિં યહ હી ભાવના. નિવૃત્તિ લેકર એકાન્તમેં આચાર્યોકે શાસ્ત્ર પઢે તો ઉનમેસે બહુત (ઊંડી) બાતે નિકલતી હૈં ઉનમેં [ શાસ્ત્રમ્ ] તો બહુત ભરા હૈ!! આચાર્યોકે જો શબ્દ હૈ ન વે આનન્દકી બુંદ.. બૅદ... હેં; એક-એક શબ્દમેં આનન્દકી બુંદ બુંદ ભરી હૈંઆનન્દકી બુંદ બુંદ ટપકતી હૈ... તો હમેં રસ આતા હૈ. -પૂજ્ય સોગાનીજી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂજ્ય ન્યાલચંદભાઈ સોગાનીજી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન તીર્થંકરદેવનો જન્મ જગતના કલ્યાણ માટે થતો હોય છે. તેમ અનંત અનંત ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો જન્મ, આ નિકૃષ્ટકાળે અહીં જન્મેલા અને ભવિષ્યમાં પણ અહીં જન્મ લેનારા અલ્પસંસારી જીવોને ભાગ્યશાળી બનાવવા માટે, તેઓને સંસારસમુદ્રથી પાર ઉતારવા માટે થયો હતો. છેલ્લા સેંકડો વર્ષોનો જૈન ઇતિહાસ કહે છે કે ભવ્ય જીવોના તારણહાર આવા મહાન સંત જો કોઈ થયા હોયતો તેમાં કૃપાસિંધુ પૂજ્ય ગુરુદેવશ્રી જ પ્રધાન પુરુષ છે. તેઓશ્રીએ આ ભૌતિકયુગને અધ્યાત્મયુગમાં પરિવર્તીત કરીને પંચમ આરાના અંત સુધી ટકી રહે તેવો અધ્યાત્મયુગ સર્યો છે. આવા અધ્યાત્મયુગઋષ્ટા, અધ્યાત્મક્રાંતિવીર પૂજ્ય ગુરુદેવશ્રીની ૪૫-૪૫ વર્ષ વહેલી અધ્યાત્મગંગાનું અમૃતપાન કરનાર મહા ભાગ્યશાળી ભવ્ય મુમુક્ષુઓને તો તેઓશ્રી દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડ આજે પણ પૂજ્ય ગુરુદેવશ્રી સાક્ષારૂપે અનુભવાઈ રહ્યા છે, પરંતુ તેઓશ્રીના દર્શન-શ્રવણ કે સત્સંગનો જેઓને સાક્ષાત્ લાભ મળ્યો નથી તેવા ભવ્ય જીવોને, આ મહાપુરુષે જે દ્રવ્યદૃષ્ટિપ્રધાન દિવ્ય દેશનાનો ધોધ વહેવડાવેલો તેનો સાક્ષાવત્ લાભ મળે તે આ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર” પ્રકાશનનો પ્રધાનહેતુ છે. આ જીવ અનંતવાર નવમી રૈવેયક જઈ આત્યો, અનંતવાર નગ્ન દિગંબર દ્રવ્યલિંગ ધારણ કર્યા, અનંતવાર સમવસરણમાં જઈ આવ્યો છતાં કોરો રહી ગયો તેનું મુખ્ય કારણ જો કોઈ હોય તો આ એક જ કે દ્રવ્યદૃષ્ટિપ્રધાન દેશનાને આ જીવે કદી ગ્રહણ ન કરી. –એમ પૂજ્ય ગુરુદેવશ્રી કરુણાથી વારંવાર કહેતાં અને તેથી જ તે દ્રવ્યદૃષ્ટિપ્રધાન દેશનાનો તેઓશ્રીએ જીવનપર્યત ધોધ વહેવડાવ્યો છે. પૂજ્ય બહેનશ્રી પણ કહેતા કે “જાણે કોઈ મોટા આચાર્ય ઉપદેશ આપતા હોય તેમ દષ્ટિના વિષયનો અપૂર્વ ખૂલાસો થતો... “દષ્ટિનો વિષય આવે ત્યારે ઊછળી જતાં” જોકે તેઓશ્રીની સર્વાગી ઉપદેશગંગામાં ઓછી-વધતી યોગ્યતાવાળા સર્વ જીવોને આત્મલાભ થાય તેવો નિશ્ચય-વ્યવહારનો સઘળોય ઉપદેશધોધ વહ્યો છે. મુમુક્ષુની પાત્રતા કેવી હોય, સંસાર-ભોગથી વિરક્તી કેવી હોય, દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ કેવી હોય, અશુભથી બચવા શુભમાં જોડાણ કેવું હોય, ઈત્યાદિ ઉપદેશ આપવા છતાં કયાંય કોઈને મુખ્યતા ન થઈ જાય તેમ તેમાં જોર આપ્યા વિના તે વ્યવહારમાર્ગ પ્રકાશન સાથે મુખ્યપણે તો, દ્રવ્યદૃષ્ટિમાર્ગપ્રકાશક નિશ્ચયની જ ધોધમાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૦] વર્ષા વરસાવી છે જેથી ભદ્ર જીવો અનાદિના સંસ્કારવશ મંદકષાય આદિ વ્યવહારમાર્ગમાં અટકી ન જતાં નિશ્ચયમોક્ષમાર્ગને યથાર્થ સમજીને, તેનું જ ગ્રહણ કરીન, આ ભવ સફળ કરવા સ્વાનુભૂતિનો સત્ પુરુષાર્થ અપનાવે. પૂજ્ય ગુરુદેવશ્રીએ અધ્યાત્મયુગનું સર્જન કર્યું જ છે પણ વધુ સ્પષ્ટ કરીએ તો ખરેખર તો તેઓ દ્રવ્યદષ્ટિપ્રધાન-અધ્યાત્મયુગના સર્જક છે. કેમ કે જે દ્રવ્યદૃષ્ટિપ્રધાનનિશ્ચયના બોધથી જીવો નિશ્ચયાભાસના ડરથી ડરતાં હતા તેના બદલે તેઓશ્રીના પ્રતાપે ભવ્ય જીવો દિવસરાત એ નિશ્ચયનું ઘોલન-ચિંતન ને શ્રવણ કરવામાં જ જીવનની ધન્યતા અનુભવે છે. જોકે આ પુસ્તક વિશેષ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં વધુ રહેલાં અધ્યાત્મપિપાસુઓને માર્ગદર્શન પૂરું પાડે તેવા લક્ષપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. અલ્પ-પરિચિત મુમુક્ષુઓને જોકે આ પુસ્તકનો મર્મ સમજવામાં વિશેષ સત્સંગ માગી લશે, તેમ છતાં પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપલબ્ધ ૮૫00 ટેપપ્રવચનોના કારણે મર્મ સમજવો દુષ્કર પણ નહીં બને. અમારા પૂજ્ય પિતાશ્રીને કે જેઓએ અમને ભૌતિકતાથી બચાવીને અધ્યાત્મના સંસ્કારનું સીંચન કરીને અમારા ઉપર અપાર ઉપકાર કર્યો છે તેઓને પૂજ્ય ગુરુદેવશ્રીના દષ્ટિપ્રધાન ઉપદેશનું ખૂબ જ ઘોલન-મનન ને વાંચન-શ્રવણ રહ્યું હતું અને બધા ભવ્યાત્માઓ પણ આ પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાનનો ખૂબ લાભ લે તેવી તેઓની ભાવના રહેતી તેથી તેમની ભાવનાની સ્મૃતિરૂપે આ પુસ્તક પ્રકાશિત કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. અમારા પૂજ્ય પિતાશ્રીના આધ્યાત્મિક જીવનમાં પૂજ્ય ગુરુદેવશ્રી ઉપરાંત જે જ્ઞાની સતપુરુષોનો વિશેષ ઉપકાર વર્તતો હતો તે જ્ઞાની પુરુષો શ્રીમદ્ રાજચંદ્રજી, પૂજ્ય બહેનશ્રી ચંપાબેન તેમ જ પૂજ્ય ન્યાલચંદભાઈ સોગાનીજીને આ પ્રસંગ ઉપકૃતભાવે સ્મરીને તે સર્વેને શ્રદ્ધા-ભક્તિપૂર્વક વંદન કરીએ છીએ. અંતમાં, પૂજ્ય ગુરુદેવશ્રી ૯૧ વર્ષની ઉંમરે પણ દેશ-વિદેશમાં જે દ્રવ્યદૃષ્ટિની પ્રરૂપણા કરતાં અંદરથી ઉછળી પડતાં હતા તે દ્રવ્યદષ્ટિપ્રધાન ઉપદેશને ગ્રહણ કરીને આપણે સૌ અનંતકાળ પર્યત તેઓશ્રીનું સાન્નિધ્ય પામીએ એવી ભાવના સહુ -પ્રકાશક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check htîp://www.A+maDharma.com for updates ઉપોદ્ઘાત જૈનજગતના અધ્યાત્મગગનમાં તત્ત્વજ્ઞાનની પ્રરૂપણાનો સૂર્ય અસ્ત થયેલો હતો, ક્રિયાકાંડરૂપી અંધકારનું સામ્રાજ્ય છવાયેલું હતું ત્યારે, ભવ્યજીવોના મહાભાગ્યના પ્રબલ યોગવશ, આ ભરતક્ષેત્રમાં એક કહાનસૂર્યનો ઉઘોત થયો.. પૂજ્ય બહેનશ્રી કહેતાં કે “સત્ પુરુષની એક ક્ષણની સંગતિ ભવનો અભાવ કરનારી છે.” –એવા એક સત્ પુરુષે ભવોદધિતારણહારના રૂપમાં અહીં જન્મ ધારણ કરીને, જેમના પ્રતાપે અહીં ચોથો આરો પ્રવર્તતો હોય તેમ, ૪૫-૪૫ વર્ષો સુધી સ્વાનુભૂતિમૂલક દ્રવ્યદષ્ટિપ્રધાન નિશ્ચયમોક્ષમાર્ગની દિવ્યદેશનાની દેશ-વિદેશમાં વર્ષા વરસાવીને. વર્તમાન લાખો ભવ્યજીવોની જેમણે અધ્યાત્મતૃષા છીપાવી તથા આગામી પેઢી દર પેઢીને નિશ્ચયમોક્ષમાર્ગ સદાય દષ્ટિગોચર બની રહે એવો અધ્યાત્મવારસો જેઓ મૂકી ગયા એવા કૃપાસિંધુ પૂજ્ય ગુરુદેવશ્રીની છત્રછાયામાં નિવૃત્તિપૂર્વક સ્થાયી રહીને, તેઓશ્રીના ઉપદેશ-ઉદધિમાંથી અધ્યાત્મરત્નો વીણી લેવાનું જે ૫૨મ સૌભાગ્ય તેઓશ્રીના કૃપાભીના ઉપકારતળે પ્રાપ્ત થયું હતું તેમાંથી, સ્વાનુભૂતિ માટે વિશેષ પુરુષાર્થ કરી રહેલાં મુમુક્ષુઓને તેઓના દ્રવ્યદષ્ટિપ્રધાન ઘોલન-મનન-ચિંતનમાં વિશેષ ઉપયોગી થાય તેવા દ્રવ્યદૃષ્ટિપ્રેરક અધ્યાત્મરત્નોના સંકલનરૂપે આ “દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ” પુસ્તક તૈયાર કરતાં તેઓશ્રીના ઉપકાર પ્રતિ અહોભાવ વ્યક્ત કરવાનો યોગ બન્યો તેની પ્રસન્નતા અનુભવીએ છીએ. પુરુષાર્થપ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીએ સાક્ષાત સીમંધરસ્વામીની દિવ્યધ્વનિનું વર્ષો સુધી પ્રત્યક્ષ શ્રવણ કરીને તેમ જ સીમંધરસ્વામીના સમવસરણમાં પધારેલાં શ્રીમદ્દ ભગવત્ કુંદકુંદાચાર્યદેવના પ્રત્યક્ષ દર્શન કરીને અહીં ભારતમાં પધારીને ૪૫-૪૫ વર્ષો સુધી અધ્યાત્મની જે ગંગા વહેવડાવી તેમાં, ક્રિયાકાંડ અને વ્યવહારમાં ધર્મની માન્યતાનો નિષેધ કરીને પ્રધાનપણે તો, પ્રમાણના લોભમાં ભોળા જીવો નિશ્ચયનો પક્ષ અંગીકાર કરી શક્તા નથી તે વાત બરાબર પારખી લઈને, નિશ્ચયાભાસના ભયની પ્રમાણના લોભે વ્યવહારને જ વળગી રહેવાના અનાદિના સહજ અભ્યાસને ભવ્ય જીવો ત્વરાએ ખંડિત કરી શકે તે માટે, નિશ્ચયના ઉપદેશનો જ ધોધ વહેવડાવ્યો છે. કોઈ કહેતું કે સભા જોઈને તો ઉપદેશ આપો. તો કહેતાં કે અમે તો આત્મા જોઈને ઉપદેશ આપીએ છીએ. તેનો અર્થ કે તેઓશ્રીની દૃષ્ટિમાં એ જ આત્માઓ હતા કે જેઓ તેઓશ્રી દ્વારા પ્રરૂપિત દ્રવ્યદષ્ટિનો નિશ્ચયમોક્ષમાર્ગ અત્યંત પ્રસન્નતાથી ગ્રહણ કરી લેતાં હતાં. તેઓશ્રીના પરમ ભક્ત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન વારંવાર કહેતાં કે પૂજ્ય ગુરુદેવને શ્રુતની લબ્ધિ છે. શાસ્ત્રના ગહન ભાવો ખોલવાની ગજબ શક્તિ છે. વગેરે વિગેરે... તે વાત પ્રત્યક્ષ પરિચય પામનાર સર્વે સદ્ભાગી મુમુક્ષુઓને અનુભવગમ્ય પણ છે કે શાસ્ત્રના શબ્દોમાં ન જણાતાં હોય છતાં, આચાર્યદેવના હાર્દમાં ભાવ ભર્યાં હોય તે ગહન ભાવોને ચાર ચોપડી ભણેલો પણ સમજી જાય તેવી અત્યંત સરળ ભાષા દ્વારા, ભાષા અને ભાવના સમન્વયપૂર્વકની તેઓશ્રીની દેશનાનો ધોધ વહેતો રહેતો હતો. જેમ શ્રીમદ્દ ભગવત કુંદકુંદાચાર્યદેવે શ્રી સમયસાર શાસ્ત્રની રચના શરૂ કરતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૨] . પ્રથમ ગાથામાં મંગલાચરણરૂપે ‘વંવિસુ સવ્વ સિદ્ધ' પાઠ મૂક્યો પરંતુ તેમના પછી એક હજાર વર્ષે થઈ ગયેલાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તે પાઠમાંથી ગજબના ભાવો કાઢયા; તેમ પૂજ્ય ગુરુદેવશ્રીને પણ શ્રુતની લબ્ધિ હોવાથી, શાસ્ત્રોના શબ્દોમાં-પાઠમાં ન દેખાય તેવા ભાવોને, જેવા કે- ક્રમબદ્ધપર્યાયના સ્વીકારમાં અનંતો પુરુષાર્થ, પર્યાયના પારકો વડે પર્યાયનું સ્વતંત્ર પરિણમન, ઉત્પાદ-વ્યય રહિત પરમાર્થ આત્મા તે દષ્ટિનો વિષય, ઈત્યાદિ મૂળભૂત ગૂઢ રહસ્યો કે જે પાઠના શબ્દોમાં આપણને ન દેખાય પરંતુ આચાર્યદેવના હાર્દમાં ભરેલાં હોય તે બધા ભાવોને, કયાંય પણ ભાષા અને ભાવની ભૂલભૂલામણી ઊભી ન થાય તે રીતે ૪૫-૪૫ વર્ષ સુધી ડંકાની ચોટે જગત સમક્ષ જે રીતે તેઓશ્રીએ પ્રસિદ્ધ કર્યાં છે તે જો તેઓશ્રી મહાવિદેહથી અહીં ન પધાર્યા હોત તો મુમુક્ષુઓને દ્રવ્યદષ્ટિનો માર્ગ કોણ સમજાવત? દર્શનસારમાં જેમ કહ્યું છે કે “શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?” -તેમ પૂજ્ય ગુરુદેવશ્રી માટે મુમુક્ષુજીવોને અનુભવાઈ રહ્યું છે કે “જો પૂજ્ય ગુરુદેવશ્રી અહીં પધાર્યા ન હોત તો આપણને સ્વાનુભૂતિ માટે દ્રવ્યદષ્ટિનો માર્ગ કોણ સમજાવત?” પૂજ્ય ન્યાલભાઈ સોગાનીજી કહી ગયા છે તેમ, પંચમ આરાના અંત સુધી ભવ્ય જીવોને દ્રવ્યદષ્ટિપ્રધાન ઉપદેશનો સિંહનાદ સાંભળવા મળતો રહે તેવું અદ્ભુત કાર્ય, પૂજ્ય બહેનશ્રીની પ્રેરણા, પ્રસન્નતા અને પ્રબળ અનુમોદના-તળે, દીર્ઘદષ્ટા સ્વ. શ્રી નવનીતભાઈ ઝવેરીના પ્રમુખપણા નીચે શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, પૂજ્ય ગુરુદેવશ્રીના રોજેરોજ બે વખત થતાં પ્રવચનોને ટેઈપમાં સંગ્રહી લીધા છે તે ૮૫૦૦ પ્રવચનો સતત સચવાતા રહે તેવી ઉમદા ભાવના જેમને વર્તતી હતી તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ, (સાયન-મુંબઈ) ની સ્મૃતિ નિમિત્તે તેમના પરિવારે આ દિવ્યદેશનાને આધુનિક ટેકનોલોજી મુજબ કોમ્પષ્ટ કીસ્કમાં સંગ્રહિત કરવાનું ભવ્ય આયોજન હીંથ ધર્યું છે, તે ૮૫OO પ્રવચનો ઉપરાંત રાત્રિચર્ચામાં, નિવૃત્તિકાળે, હરતાં-ફરતાં કે કોઈ પ્રસંગોપાત્ત જ્યારે જ્યારે તેઓશ્રીની અધ્યાત્મની અસ્તિની મસ્તીની ખુમારીભર્યા સહજ ઉદ્ગારો સરી પડેલાં તે સહજ ઉદ્દગારો જિજ્ઞાસુ ભવ્ય જીવોને મુંઝવણમાંથી માર્ગ સૂઝાડ તેમ જ દ્રવ્યદૃષ્ટિનો પુરુષાર્થ સહજપણે ઉપડે તેવી ભાવનાથી આ “દ્રવ્યદષ્ટિ જિનેશ્વર” પુસ્તક સ્વ. શ્રી શાંતિભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. કુપાસિંધુ પૂજ્ય ગુરુદેવશ્રીના સાક્ષાત્ સમાગમમાં આવેલાં મુમુક્ષુઓને દષ્ટિના વિષયનો પુષાર્થ ઉગ્ર બની રહે તથા તેઓશ્રીની ઉપદેશની પ્રધાનશૈલી દષ્ટિના વિષયને હસ્ત-આંબળાવત્ સ્પષ્ટ પ્રકાશનારી હતી તેનો ખ્યાલ ભાવિ પેઢીને આવી શકે અને સૌ એ દ્રવ્યદૃષ્ટિના માર્ગને પામીને આત્મકલ્યાણ સાધી શકે તેવી ભાવનાથી તૈયાર કરવામાં આવેલા આ સંકલનમાં જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તે માત્ર અમારો જ દોષ ગણીને, સુધારીને, ગુરુદેવશ્રીનાં પ્રથમ બોલને-મંગલ આશીષને-સૌ સાર્થક કરીએ એવી ભાવના સહુ –સંકલનકાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સૌ આત્માને શાંતિ શાંતિ શાંતિ થાવ કોઈ જીવને દુ:ખ થાય એ હોય નહિ, બધા જીવો ૫૨માનંદસ્વરૂપ છે. જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છે. એના સ્વભાવમાં દુ:ખ કાં છે? ભાઈ! ઊંધી શ્રદ્ધા કરતાં પર્યાયમાં તને દુ:ખ થશે. સત્યની પ્રરૂપણા કરતાં એ ન રુચે ને તને દુ:ખ થાય એ અમે ઈચ્છીએ નહિ. માફ કરજે ભાઈ! આહાહા! આવો મારગ છે. કોઈ પણ જીવ એકેન્દ્રિયથી માંડીને તે જ ભવે સિદ્ધ થનાર બધા ય જીવો પરમાનંદસ્વરૂપ આત્મા છે પછી કોનો અનાદર હોય! મને દુઃખ થાય તો એ ન ગમે તેમ બીજાને દુ:ખ થાય એ પણ કેમ ઈચ્છીએ ! ઊંધી શ્રદ્ધા-પ્રરૂપણા કરીને દુ:ખી થાય એને કેમ અનુમોદાય ? સાધુપણાની ભગવાને કહેલી સત્ય પ્રરૂપણા થતાં, અઠ્ઠાવીસ મૂળગુણ ચોક્ખા ન હોય એને સાધુ કહેવાય નહિ, દ્રવ્યલિંગી પણ કહેવાય નહિ–એવી સત્ય પ્રરૂપણાથી કોઈને દુ:ખ થાય એમ ન હો! ભાઈ! બાપુ! ઘાસનું તણખલું જરા વાગે તોપણ દુ:ખ થાય તો મિથ્યાશ્રદ્ધાના કેટલા દુ:ખ તને થાય! એ કેમ અનુમોદાય ? સૌ આત્માને શાંતિ... શાંતિ... શાંતિ... થાવ. અમારે તો કોઈનો વિરોધ નથી. કોઈ અમારો વિરોધ કરતું નથી. બધા આત્મા દ્રવ્યસ્વભાવે તો સાધર્મી છે. વિરોધતાનો ભાવ પોતાને નુકશાન કરે છે, બીજાને નહિ. અને અવિરોધતાનો ભાવ પણ પોતાને લાભ કરે છે બીજાને નહિ. આહાહા! આત્મા તો સર્વથી ઉદાસ... ઉદાસ છે. *** - કરુણામૂર્તિ પૂજ્ય ગુરુદેવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદગુરુદેવ-સ્તુતિ | (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી) સદી દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. (ગ્નગ્ધરા). ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates परमात्मने नमः। * દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * | સર્વ જીવો સાધર્મી છે. સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જીવો અપૂર્ણ ન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના માર્ગે આવી જાવ ને સુખી થાવ! કોઈ જીવમાં વિષમતા ન રહો. બધા જીવો પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ. શ્રી સમયસાર ગાથા-૩૮ના શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સર્વ જીવો આત્મામાં મગ્ન થાવ! આહાહાહા! જુઓ જ્ઞાનીની ભાવના! પોતે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન થાય છે એટલે સર્વ જીવો પણ પૂર્ણાનંદ સ્વરૂપમાં મગ્ન થઈ સુખાનુભવ કરો એમ કહે છે. -પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલ આશીર્વચન * પ્રભુ! તારા દ્રવ્યની મોટપની તો શી વાત કરવી ! પણ અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપ્યા ત્યાં હવે તને રાગનો આદર રહેશે નહીં, હવે તું અલ્પજ્ઞપણે રહી શકશે નહીં, હવે સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ ને સર્વજ્ઞ થઈશ એમ તું નિઃસંદેહુ જાણ. અમે આ વાત કહીએ છીએ ત્યાં તું ભવિ-અભવિનો તો પ્રશ્ન જ રાખીશ નહીં પણ સિદ્ધ થતાં અનંતકાળ થશે એ પણ રાખીશ નહીં; જેમ સિદ્ધ થવાને સમકિત પછી અસંખ્ય સમય જ જોઈએ, અનંત સમય ન જોઈએ, તેમ અહીંયા તારામાં સિદ્ધોને સ્થાપીએ છીએ ત્યારે પ્રભુ! વિશ્વાસ કરજે. પ્રભુ ! અંદર વિશ્વાસ કરજે કે અમે આત્માની આવી વાત સાંભળવાને લાયક થયા ને પ્રભુએ અમારી યોગ્યતા દેખીને અનંતા સિદ્ધો સ્થાપ્યા છે. પ્રભુએ શ્રોતાઓને સાગમટે નોતરું આપ્યું છે. તમે બધા શ્રોતાઓ સિદ્ધ થવાને લાયક છો હો ! તેથી તમારામાં અમે સિદ્ધપણું સ્થાપીએ છીએ અને અમે એ વાત શરૂ કરીએ છીએ એટલે કે તમારે પણ ત્યાં સુધી સાંભળવા તૈયારી રાખવી પડશે. ૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * પંચમ આરાના મુનિ પંચમ આરાના અપ્રતિબદ્ધ શ્રોતાઓને સંબોધે છે કે નિત્યનિગોદના જીવને પણ અંતરમાં સ્વભાવપણે પરિણમવાની તાકાત છે, ભલે નિગોદમાં ન પરિણમી શકે પણ નિગોદને અનાદિ-સાંત કરીને, મનુષ્ય થઈને પંચમ પારિણામિકભાવનો અનુભવ કરીને સિદ્ધનો સાદિ-અનંત ભાવ પ્રગટ કરી શકે છે, તો હે જિજ્ઞાસુ! તું તો નિગોદમાંથી બહાર નીકળ્યો છે, મનુષ્યપણું પામીને પંચમ પરમભાવને બતાવનારી જિનવાણી સાંભળવા આવ્યો છે, સાંભળે છે તો તું પરમાત્મપણે પરિણમી શકે એવો જ છે. અમે તને કહીએ છીએ કે તું સ્વભાવપણે પરિણમવાને લાયક જ છો માટે સંદેહ ન કર, નિઃસંદેહ થા. અમે તને કહીએ છીએ કે તું સ્વભાવપણે પરિણમવાને લાયક છો, તો પછી તું નિઃસંદેહ કેમ થતો નથી? અમે તો ભગવાનને અનુસરીને તને આ કહીએ છીએ માટે તું નિઃસંદેહ થા, વિશ્વાસ લાવ, પંચમ આરો કે ઓછા પુણ્ય કે ઓછપને લક્ષમાં ન લે, તું પૂરણ પરમાત્મતત્ત્વ છો ને તેપણે પરિણમવાને લાયક જ છો. અભવ્ય જેમ પરિણમવાને લાયક નથી તેમ નિત્યનિગોદના જીવ પરિણમવાને લાયક નથી એમ નથી. તો પછી તું જિજ્ઞાસાથી આ સાંભળવા આવ્યો છો માટે તું પરિણમી શકે એવો છો-એમ નિઃસંદેહ થા, ભલે કોઈ રાગાદિ હોય પણ એ તને નડતર નથી, એ તો જ્ઞાનના શય તરીકે વિષય છે. માટે તું હીણપ ને ઓછપનો આશ્રય છોડ ને સ્વભાવપણે પરિણમવાને લાયક જ છો એમ નિઃસંદેહ થા ! ૨. * ધર્મધુરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે! આત્મા! તું પરમાત્મા જેવો છો છતાં તું જિનમાં ને તારામાં ફેર પાડે છો? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે? તેથી કહે છે કે હું રાગવાળો અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો ! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે? એ વાત રહેવા દે ભાઈ ! હું પૂરણ પરમાત્મા થવાને લાયક છું એમ નહિ પણ પૂરણ પરમાત્મા અત્યારે હું છું એમ મનન કર ! આહાહા !! ૩. * અહા! મહાવિદેહમાં પ્રભુ સમવસરણમાં બિરાજે છે. સો સો ઇન્દ્રો, ચક્રવર્તી આદિ તથા જંગલમાંથી સેંકડો વાઘ ને કેસરી સિંહનાં ટોળાં વાણી સાંભળવા આવે છે. અહા ! પરમાત્માની એ વાણી કેવી હશે! સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે આ જગતમાં જે પરમાત્મા કહેવાય છે તે કોણ ? કે એ તું પોતે. પર્યાયમાં જે પ્રગટ પરમાત્મા થયા; એ પદ આવ્યું કયાંથી? પોતે શક્તિ-અપેક્ષાએ પરમાત્મસ્વરૂપ છે એમાંથી પરમાત્મપર્યાય આવી છે. અહા ! જીવે પોતાને પામર તરીકે સ્વીકાર્યો છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ [૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] દયાનો પાળનાર તે હું, પણ અરે પ્રભુ! રાગની ક્રિયા કરનારો તે તું? જ્ઞાયકને રાગનું કર્તૃત્વ સોંપવું તે તો અજ્ઞાન ને મિથ્યા ભ્રમ છે. “સર્વોત્કૃષ્ટ જે પરમાત્મા કહેવાય છે પોતે છો ”-એમ શ્રી જિનેશ્વરદેવનો પોકાર, દિવ્યધ્વનિ દ્વારા, ગણધરો ને ઇન્દ્રોની સમક્ષ આવ્યો છે. ૪. * શ્રેણીબદ્ધ પર્યાય છે એટલે તું જાણનાર જ છો. જાણનાર.... પૂરણ જાણનાર એટલે વિકાર કે અપૂર્ણતા શું! એકરૂપ પરિપૂર્ણ જ છો.. પરિપૂર્ણ પરમાત્મા જ છો. ૫. * આહાહા ! આત્મા એટલે પોતે જ પરમેશ્વર છે. અનંત અનંત કેવળજ્ઞાન અને સિદ્ધ પર્યાયો આત્મામાં ભરી છે. પોતે જ પરમેશ્વર છે. બીજા પરમેશ્વર કયા હતા ! ... પોતે જ પોતાનો પરમેશ્વર છે. ૬. * માર ધડાક પહેલેથી ! તું પામર છો કે પ્રભુ છો ! તારે શું સ્વીકારવું છે ! પામરપણું સ્વીકાર્યો પામરપણું કદી નહિ જાય! પ્રભુપણે સ્વીકાર્યથી પામરપણું ઊભું નહિ રહે! ભગવાન આત્મા-હું પોતે-દ્રવ્ય પરમેશ્વરસ્વરૂપ જ છું એમ જ્યાં પરમેશ્વરસ્વરૂપનો વિશ્વાસ આવ્યો ત્યાં તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. ૭. * આત્માની પૂર્ણ વીતરાગ દશાને પ્રાપ્ત થયેલાં પરમાત્મા છે તે હું જ છું, કેમ કે હું જ પોતે પરમાત્મા થવાને લાયક છું. યોગીન્દ્રદેવ કહે છે તારે મુક્તિનું પ્રયોજન હોય તો પહેલાં આમ નક્કી કર! નિર્ણય કર ! કે-“હું જ પરમાત્મા છું.” ૮. * અહો! હું જ તીર્થકર છું, હું જ જિનવર છું, મારામાં જ જિનવર થવાના બીજડા પડ્યા છે, પરમાત્માનો એટલો ઉલ્લાસ. કે જાણે પરમાત્માને મળવા જતો હોય! પરમાત્મા બોલાવતાં હોય કે આવો... આવો. ચૈતન્યધામમાં આવો ! આહાહાહા! ચૈતન્યનો એટલો આફ્લાદ અને પ્રહલાદ હોય, ચૈતન્યમાં એકલો આહલાદ જ ભર્યો છે, એનો મહિમા, માહાભ્ય, ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશ આવવો જોઈએ. ૯. * અરે જીવ! એકવાર બીજું બધું ભૂલી જા તે તારી નિજ શક્તિને સંભાળ પર્યાયમાં સંસાર છે, વિકાર છે એ ભૂલી જા ને નિજશક્તિની સન્મુખ જો તો તેમાં સંસાર છે જ નહિ. ચૈતન્યશક્તિમાં સંસાર હતો જ નહિ, છે જ નહિ ને થશે પણ નહિ. લ્યો, આ મોક્ષ ! આવા સ્વભાવની દષ્ટિથી આત્મા મુક્ત જ છે. માટે એકવાર બીજું બધુંય લક્ષમાંથી છોડી દે ને આવા ચિદાનંદ સ્વભાવમાં લક્ષને એકાગ્ર કર તો તને મોક્ષની શંકા રહેશે નહિ, અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે. ૧૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * ધ્રુવના ધ્યેયની ધૂન તે ધર્મ. જાલભાઈને ધ્રુવનું જ રટણ હતું. તેમણે મૂળ તો પર્યાયની એકદમ ગૌણતા કરીને બધી વાત કરી છે, વાત ખોટી નથી. સાચી છે. “વ્યવહારો અભૂયત્નો” જે કહ્યું છે એ જ વાત છે. પર્યાયમાત્ર એમણે અભૂતાર્થમાં લઈ લીધી છે. કારણ કે ધ્રુવમાં પર્યાય નથી ને! –એટલે ભિન્ન છે. ભિન્ન છે..... એમ કહ્યું છે. મૂળ તો ગૌણતા કરાવી છે. ૧૧. (સં. ૨૦૨૪ના કા. સુદ ૧ના મંગલ સુપ્રભાતની બોણી ) * હું સિદ્ધ જેવો જ છું અને અરિહંત જેવો જ છું એવા વિશ્વાસમાં શુદ્ધ અસ્તિત્વનું જોર આપ્યું છે. જેવા અરિહંત-સિદ્ધ છે એવો જ હું છું એમ બેની સમાનતામાં શુદ્ધ-અસ્તિત્વના વિશ્વાસનું જોર છે. ૧૨. * હું જ્ઞાયક છું. જ્ઞાયક છું...જ્ઞાયક છું એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. આહાહા ! એ પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માગે છે. જ્ઞાયકતળમાં પર્યાય પહોંચી, આહાહા ! એની શી વાત! એવો પૂર્ણાનંદ નાથ પ્રભુ! એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાં ભરોંસામાં આવવો જોઈએ કે અહો ! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ! ૧૩. * વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે “તું પરમાત્મા છો એમ નક્કી કર! તું પરમાત્મા છો એમ નક્કી કર! ઓહોહો ! ! ભગવાન! પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા ઘો! –કે એ પરમાત્મા અમે છીએ એ નક્કી કયારે થશે? -કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે પછી આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહિ.” ૧૪. * સિદ્ધ ભગવાનમાં જેવી સર્વજ્ઞતા, જેવી પ્રભુતા, જેવો અતીન્દ્રિય આનંદ અને જેવું આત્મવીર્ય છે તેવી જ સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ અને વીર્યની તાકાત તારા આત્મામાં પણ ભરી જ છે. ભાઈ ! એકવાર હરખ તો લાવ કે અહો ! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. અરેરે! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો... હવે મારું શું થશે! એમ ડર નહિ, મુંઝાઈશ નહિ, હતાશ થા નહિ.. એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ.. સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. ૧૫. * જેવું સિદ્ધાલય છે એવું જ દેહાલય છે. દેહદેવળમાં અખંડ આનંદરસની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] કાતળી પૂર્ણાનંદથી ભરેલ ભગવાન બિરાજે છે. સિદ્ધદશા તો એક સમયની પર્યાય છે અને સિદ્ધસ્વભાવ તો એવી અનંતી પર્યાયનો પિંડ છે. એ દેહાલયમાં સ્થિત સિદ્ધસ્વભાવનું ધ્યાન કરવા યોગ્ય છે. વંદન-સ્તુતિ કરવાયોગ્ય જે ગણધરાદિ છે તે પણ જેમને વંદન-સ્તવનાદિ કરે છે એવા શુદ્ધાત્માનું હે પ્રભાકર ભટ્ટ ! તું ધ્યાન કર; સિદ્ધ પરમાત્મા અને દેહમાં સ્થિત પોતાના આત્મામાં ભેદ ન પાડ. ૧૬. * શ્રોતાઃ- આ આત્મા ભગવાનની જાતનો જ છે ને? પૂજ્ય ગુરુદેવ - ઈ ભગવાન જ છે, ભગવાનની જાતનો શું? ભગવાન જ છે. શ્રોતા:- સાહેબ ! આપે તો ભગવાન બનાવી દીધા! પૂજ્ય ગુરુદેવઃ- બનાવ્યો નથી, ઈ ભગવાન જ છે. ભગવાન છે એમ બતાવ્યો છે. ૧૭. * ભાઈ ! તું વિશ્વાસ લાવ! –કે મારા સ્વભાવના આનંદ આગળ બધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભૂલાઈ જાય એવી અદ્દભુત વસ્તુ હું છું. હું વર્તમાનમાં પરમાત્મા જ છું, મારે અને પરમાત્માને કાંઈ ફેર નથી-એમ વિશ્વાસ આવતાં ફેર છૂટી જશે ને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થઈ જશે. ૧૮. * બંધ-મોક્ષના પરિણામથી શૂન્ય ને તેના કારણથી પણ શૂન્ય એવી ત્રિકાળી વસ્તુ તે હું છું. આવો સ્વીકાર આવવો તે જ પુરુષાર્થ છે. પૂર્ણાનંદનો નાથ, રાગ ને વિકાર રહિત, મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાય રહિત, એક અખંડ જ્ઞાયકરસનો પિંડ ત્રિકાળી વસ્તુ તે જ હું છું એમ સ્વ-વસ્તુની મહિમા પૂર્વક તેનો સ્વીકાર આવવો તે જ સમ્યક–પુરુષાર્થ છે, સમ્યગ્દર્શન છે. ૧૯. * સિદ્ધ છે તે જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર દેખનાર જ છો. અધૂરા પુરાનો પ્રશ્ન જ નથી. જાણનાર–દેખનારથી જરીક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યાદષ્ટિ છે તે યથાર્થ વાત છે. ૨૦. * પહેલેથી જ સંસ્કાર નાખવા જોઈએ કે હું સિદ્ધ છું, શુદ્ધ છું, પરમાત્મા છું. ૨૧. * અરે આત્માઓ! તમે સાધારણ છો એમ ન માનો! જેને પૂર્ણ દશા પ્રગટી ગઈ છે એવા સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે અરે જીવો! તમે મારી નાતના ને જાતના પૂર્ણ પ્રભુ છો તેને તમે ઊણો કે હીણો ન માનો. અંતરમાં પૂરણ પ્રભુ છો એમ માનો ! ૨૨. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૬] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * વિકારીપણું તો આત્મામાં નથી પણ અલ્પજ્ઞપણું પણ ખરેખર આત્મામાં નથી. પહેલી ચોંટે સિદ્ધપણાનું સ્થાપન કરશે તેને જ સમ્યગ્દર્શન થાય છે. ૨૩. * ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ મા ૫રમાત્માના અંતર સ્વરૂપે ભરેલો એવો પ૨માત્મા જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હું તે ૫રમાત્મા ને પરમાત્મા તે હું–આહાહા! એ કબૂલાત કેવા પુરુષાર્થમાં આવે! ૨૪. * સિદ્ધનગરમાં અનંતા સિદ્ધો બિરાજે છે. તેઓએ પહેલાં બહારથી નજ૨ સંકેલીને અંદરનો વિસ્તાર કર્યો હતો. તું પણ બહારથી સંકેલો કરી નાખ. હું તો પૂરણ અભેદ પરમાત્મા જ છું, મારે ને પરમાત્માને કાંઈ ફેર નથી-એમ ફેર કાઢી નાખનારને ફેર છૂટી જશે. આહાહા! દિગંબર સંતોની કથન શૈલી અલૌકિક છે! ૨૫. * છએ દ્રવ્ય જ્ઞેય છે, તેનો સ્વભાવ એવો છે કે જે કાળે જે થાય તે તેનો જન્મક્ષણ છે. છએ દ્રવ્ય જ્ઞેય છે, તેની પર્યાય તેના સ્વકાળે-જન્મક્ષણે જે થાય છે તેને કરવી છે કયાં? તેને જાણે છે; તે જાણું છું એ હું, પણ કરું છું એ કરવું પણ કયાં છે? કરવું એ વસ્તુમાં જ નથી, થાય છે તેને કરું છું એ શું? ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કર્યો એટલે બસ ! બધું આવી ગયું, દ્રવ્યની દષ્ટિ થઈ એટલે બધું પતી ગયું! આ વસ્તુસ્વભાવ ઉપર દષ્ટિ ન જાય તો એણે જીવનમાં શું કર્યું? કાંઈ કર્યું નથી. ૨૬. * આબાળ-ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણના૨નું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર ૫૨માં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી. તેથી જાણનારને જ જાણે છે એ બેસતું નથી. ૨૭. * જેણે સર્વજ્ઞને પોતાની પર્યાયમાં પધરાવ્યા તેને હવે કાંઈ કરવાનું રહ્યું જ નહિ. જેમ સર્વજ્ઞ જાણનાર છે તેમ તેની સ્થાપના જેણે પોતામાં કરી છે તે પણ જે થાય તેનો માત્ર જાણનાર જ છે. ફેરફાર કરવાની વાત જ નથી. દ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી છે, એ સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ એ “જ્ઞ ” સ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. બીજું કાંઈ કરવાનું રહ્યું જ નહિ. ૨૮. * આજ આકિંચન ધર્મકા દિન હૈ ને! શરીર, ખાના-પીના, રાગ આદિ તો મેરા નહીં, લેકિન ઉત્પાદ-વ્યય પર્યાય ભી મેરી નહીં, ધ્રુવસ્વરૂપ હી મેરા હૈ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] નિશ્ચયમોક્ષમાર્ગ પર્યાય-અંશ હોનેસે વ્યવહાર હોનેસે પરદ્રવ્ય હૈ, પરભાવ હૈ, હેય હૈ, ગજબ વાત હૈ! ગજબ વાત હૈ! ! પ્રભુ તેરી લીલા કૈસી હૈ તેરે ખબર નહીં હૈ! ૨૯. * શરીર રાગ તો આત્મા નહિ પણ એક સમયની શુદ્ધ પર્યાય ક્ષાયિક પર્યાય પણ આત્મા નહિ, ખરેખર આત્મા તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ પરમપરિણામિક ભાવ જ આત્મા છે. સંવર-નિર્જરા-મોક્ષ પર્યાય પણ આત્મા નહિ, ઉપાદેય નહિ, ઉપાદેય તો કારણ પરમાત્મા જ છે. ૩૦. * અહો! આ મનુષ્યપણામાં આવા પરમાત્મસ્વરૂપનો માર્ગ સેવવો, આદર કરવો એ જીવનની કોઈ ધન્ય પળ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક જ છે, એ એને ભાસમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક છું... જ્ઞાયક છું એમ ભાસમાં આવે, શાયકનું લક્ષ રહે તો તે તરફ ઢળ્યા જ કરે. ૩૧. * શાસ્ત્રમાં તો એકલા તત્ત્વના સિદ્ધાંતો જ ભર્યા છે. ભ્રાંતિ છોડીને નિશ્ચંતપણે એમ ભાવના કર કે “જે જિનેન્દ્ર છે તે જ હું છું” અલ્પજ્ઞ અને રાગદ્વેષ અવસ્થામાં હોવા છતાં હું પૂર્ણ અખંડ વીતરાગ છું, ભગવાન જ છું-એવી નિર્ભત શ્રદ્ધા કરવી તેમાં ઘણો ઉગ્ર પુરુષાર્થ જોઈએ. કેટલું જોર હોય ત્યારે આવો નિર્ણય થઈ શકે! ૩ર. * ભાઈ ! તું પંચમ કાળે ભરતક્ષેત્રે ને ગરીબ ઘરે જન્મ્યો છો એથી અમારે આજીવિકા આદિનું શું કરવું એમ ન જો! તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો, જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. મુનિરાજને ખબર નહિ હોય કે બધા જીવો સંસારી છે? ભાઈ ! સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે, સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. ૩૩. * આ બાજુ પરમેશ્વર પદ પડયું છે તેનું અજ્ઞાનીને કાંઈ માહાભ્ય આવતું નથી, તેથી કાંઈ કિંમત દેખાતી નથી અને આ બાજુ એક વિકલ્પ ઊઠે છે ત્યાં તો તેને ઓહોહો ! થઈ જાય છે. વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ અને માહાભ્ય ભાસે છે એ જ મિથ્યાત્વ છે. ૩૪. પ્રભુ મેરે તું સબ બાતે પૂરા, પરકી આશ કહાં કરે પ્રીતમ! યે કણ બાતે અધૂરા? આહાહા! પ્રભુ તું પૂરો છો, તારા પ્રભુત્વ આદિ એક એક ગુણ પૂરણ છે. તારી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શક્તિની શું વાત કરવી? તું કોઈ ગુણે અધૂરો નથી, પૂરેપૂરો છો. તારે કોના આધારની જરૂર છે? આહાહા ! એને આવી ધૂન ચડવી જોઈએ. પહેલાં આવા સ્વભાવનો વિશ્વાસ આવવો જોઈએ. પછી દષ્ટિ ને અનુભવ થાય. ૩૫. * આચાર્યદેવ કહે છે કે અમારી પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરીએ છીએ અને જિજ્ઞાસુને કહે છે પ્રભુ! તું શ્રોતા તરીકે અમારી પાસે સાંભળવા આવ્યો છો એથી તારી એટલી લાયકાત જોઈને અમે તારી પર્યાયમાં પણ અનંતા સિદ્ધોની સ્થાપના કરીએ છીએ. અનંતા સિદ્ધોને સ્થાપી શકે એવી તારી પર્યાયની યોગ્યતા જોઈએ છીએ. અમે જેમ સિદ્ધપણાને પામીશું તેમ એ શ્રોતાની ટોળી પણ સિદ્ધપણાને પામશે. તારી પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે એટલે તારું લક્ષ અલ્પજ્ઞ પર્યાય ઉપર નહિ રહી શકે. સર્વજ્ઞને સ્વભાવમાં સ્થાપ્યા છે તેથી અવશ્ય તું સર્વજ્ઞ થઈશ. ૩૬. * જેને દુઃખનો નાશ કરવો છે તેણે પ્રથમ શું કરવું? –કે પર તરફના વિકલ્પો છોડી, રાગનો પ્રેમ તોડી, મતિને અંતરમાં જોડવી. વારંવાર બુદ્ધિપૂર્વક સ્વતરફ જોડાણ કરવું. પૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન આત્મામાં ફરી ફરીને મતિ-શ્રતને જોડવાં. તેથી ભ્રાંતિનો નાશ થશે, ભ્રાંતિગત અજ્ઞાનદશાનો નાશ થશે, મિથ્યાત્વનો નાશ થશે કે જે દુ:ખનું મૂળ છે. ૩૭. * ત્રણલોકના નાથ સર્વજ્ઞની પાસે પણ હિતની કામના રાખવી એ પણ ભ્રમ છે. બીજા દેવ-દેવલાની તો શું વાત! પણ સર્વજ્ઞની શ્રદ્ધા એ પણ શુભભાવ છે. આહા! ગજબ વાત છે ને! ત્રણલોકના નાથની ભક્તિ પણ ભવનું કારણ છે. ૩૮. * પરમાત્મપ્રકાશની ૬૮મી ગાથા તો માખણ છે, અમૃત ભર્યા છે, આનંદના વાજા વગાડયા છે. જીવની વ્યાખ્યા ગજબ કરી છે. જિનવરદેવે જીવની વ્યાખ્યા કરી કે ઉત્પાદ-વ્યય વિનાનો, બંધ-મોક્ષની પર્યાય અને બંધ-મોક્ષના કારણ વિનાનો તે જીવ છે, શુદ્ધ નિશ્ચયનયથી નિત્યાનંદ ધ્રુવ ભગવાન આત્મા છે તે જન્મતો નથી અર્થાત્ ઉત્પાદની પર્યાયમાં આવતો નથી, મરતો નથી અર્થાત વ્યયમાં આવતો નથી. એકેન્દ્રિયની પર્યાય હો કે સિદ્ધની પર્યાય હો ધ્રુવ ભગવાન તો સદાય ત્રિકાળી જ્ઞાનાનંદની મૂર્તિ સ્વરૂપ જ રહ્યો છે. ૩૯. * અહા! ત્રિકાળી સહજ જ્ઞાન ને આનંદાદિસ્વરૂપ પોતાના અસ્તિત્વની સ્થિતિ, ભગવાન આત્માનું હોવાપણું, કયે પ્રસંગે નથી? જે જે પ્રસંગો આવે ત્યાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] પોતાના હોવાપણાને યાદ કરે, વિચારે ને એમાં રહે, તો એને અંદરથી શાન્તિ મળે. શુભ ભાવનો પ્રસંગ હોય એટલું જ નહિ પણ અશુભ ભાવનો પ્રસંગ આવે તોપણ, તેનાથી ભિન્ન રહીને “હું તો જ્ઞાતા છું એ વાત અંતરથી ખસવી ન જોઈએ. તો જ એને શાન્તિ રહે. પરનું કાંઈક કરી દઉં તો મને શાન્તિ મળે, પરની કંઈક સગવડતા મળે તો મને ઠીક પડે-એવો અભિપ્રાય હોય ત્યાં સુધી તો અશાન્તિ ને દુ:ખ જ રહે. ૪). * આચાર્ય ભગવાન કહે છે કે તું સિદ્ધ છો, તારામાં તું તને સિદ્ધપણે સ્થાપીને સાંભળજે. સિદ્ધથી ઓછું અમારી પાસે માંગીશ નહિ. ૪૧. * એકવાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્યસ્વભાવ લક્ષગત થયો એટલે તે નિર્વાણનો જ પાત્ર છે. નિશ્ચયનો પક્ષ બંધાણો તે પુરુષને ભલે હજુ અનુભવ નથી તોપણ એનું જોર ચૈતન્યસ્વભાવ તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે. આ જ સ્વભાવ છે.... એમ સ્વભાવ-સન્મુખનું જ જોર હોવાથી અનુભવ અવશ્ય કરીને કેવળજ્ઞાન લેવાનો જ છે. ૪૨. * કાળે વર્ષો પડે, કાળે વૃક્ષો ખીલે, કાળે ચંદ્ર ખીલે, કાળે ઢોર ઘરે આવે, સ્વાતિ નક્ષત્રના કાળે છીપમાં પાણી પડતાં મોતી પાકે, તેમ ઉત્તમ દેવ-ગુરુના મહાન યોગકાળે તું આવ્યો ને પૂજ્ય પદાર્થ અનુભવમાં ન આવે એ અજબ તમાસા છે! ૪૩. * જેને ધર્મ કરવો હોય, જેને સમ્યગ્દર્શન જોઈતું હોય તેણે પાંચ ઈન્દ્રિયના વિષયની અભિલાષા તથા પૈસા કમાવાની અભિલાષારૂપી પાપભાવો તેમ જ દયાદાન-વ્રતરૂપ પુણ્યભાવને એકવાર દષ્ટિમાંથી છોડવા પડશે. રાગ હોવા છતાં તેની મમતા છોડ! તેઓ મારે માટે આકિંચન છે-મારા માટે કિંચિત્માત્ર નથી, હું તો પૂર્ણાનંદનો નાથ છું. રાગનો અંશમાત્ર મારો નથી એમ દષ્ટિમાંથી ધર્મઅર્થ-કામરૂપી ભાવની મમતા છોડી દે ને જ્ઞાનસ્વરૂપી ભગવાનને જ્ઞાન પરિણતિથી તું જાણ! એ સિવાય ત્રણકાળમાં આત્મા જાણવામાં આવશે નહીં. ૪૪. * અહા ! સહજ જ્ઞાયક નિજ તત્ત્વને સમજવાનો, નિર્ણય ને અનુભવ કરવાનો મોખ મનુષ્યપણામાં મળ્યો. જેમ ચિંતામણિની પ્રાપ્તિ દુર્લભ છે તેમ નિગોદમાંથી નીકળી ત્રસપર્યાયની પ્રાપ્તિ પણ અત્યંત દુર્લભ છે. એક શરીરમાં અનંત જીવ, તેમના જ્ઞાનનો ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગે, તેમના દુઃખો તે સ્વયં વેદે અને માત્ર કેવળી જાણે. એક શ્વાસપ્રમાણ કાળમાં અઢાર વાર જન્મમરણ કરેઆમ જીવો અનંત અનંત કાળ સુધી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦] [ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર નિગોદના ભવમાં જન્મમરણનાં દુઃખ ભોગવે છે. ત્યાંથી કોઈ જીવ બહાર નીકળી ચિંતામણિ તુલ્ય દુર્લભ ત્રસપર્યાય પામે છે. ભાઈ ! તને મનુષ્યપણું મળ્યું તેની તને કિંમત નથી ! મનુષ્યપણું વિષય ને ભોગ માટે નથી, વ્યાપાર ધંધા ને પાપ માટે નથી. ૪૫. * ભાઈ બાપુ! વ્યવહારનયના કથનો બધાં એવા છે કે એમાં તું છેતરાઈ જતો નહીં. નહીં તો અનંતકાળે મળેલો અવસર એળે ચાલ્યો જશે હો ! ૪૬. * આ અનાદિના અવિવેકના નાટકમાં એટલે કે આનંદનો નાથ ચૈતન્યપ્રભુ આત્મા તથા રાગના એકપણાના અવિવેકના નાટકમાં પુદ્ગલ જ નાચે છે, જ્ઞાયકપ્રભુ તો જ્ઞાયકપણે જ રહ્યો છે. વર્ણાદિમાં પુદ્ગલ નાચે છે, રાગમાં પુદ્ગલ નાચે છે, અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે. જીવ તો અભેદ એકાકાર છે. તેથી વર્ણાદિ-રાગાદિ પુદ્ગલ જ છે. ૪૭. * મકાન મંદિર આદિ પુદગલદ્રવ્યમાં વિસ્તરે છે–જાહેર કરે છે. ગલૂડિયું કૂતરીમાં વિસ્તરે છે-જાહેર કરે છે, આંગળી પકડીને ચાલતો છોકરો તે તેના બાપનો છે તેમ વિસ્તરે છે-જાહેર કરે છે, ધન-સંપત્તિ ધનવંતને જાહેર કરે છે. તેમ પુણ્યપાપના ભાવ, તીર્થકરગોત્રનો ભાવ પુદ્ગલની સાથે તાદાભ્ય જાહેર કરે છે વિસ્તરે છે, ભગવાન ચિદાનંદ આત્માને તે પ્રસિદ્ધ કરતા નથી. ૪૮. * પરમાર્થ ઘડાને તથા માટીને વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્દભાવ છે, તેથી ઘડો તે કર્મ-કાર્ય છે અને માટી તેનું કારણ-કર્તા છે; પણ કુંભાર તેનું કારણ નથી. તેમ વિકારી પરિણામ તે પુગલના પરિણામ હોવાથી વિકારી પરિણામને ને પુદ્ગલને વ્યાપ્ય-વ્યાપકપણે છે, માટે રાગના પરિણામનો કર્તા પુદ્ગલ છે, જીવ રાગનો કર્તા નથી. ૪૯. * પ્રથમ તો સાચા ગુરુ કોને કહેવાય? કે જેના ઉપદેશમાં એમ આવે કે હું જીવ ! તારી પરિણતિમાં આ રાગદ્વેષ ભલે હો, પણ તે વિકારી પરિણામ તું નથી, એ પરિણામ તું નથી ને તે પરિણામ તારા સ્વભાવમાં નથી, તેનો કર્તા-ભોક્તા પણ તું નથી. તું તો નિર્વિકલ્પ સહજ સમયસારરૂપ જ્ઞાયકભાવ છો, તેની દષ્ટિ કર, તેની દષ્ટિ કરવાથી મુક્તિ પ્રાપ્ત થશે, અન્ય કોઈ પણ પ્રકારે મુક્તિ થશે જ નહીં. આવો ઉપદેશ જેની દેશનામાં આવે તે સાચા ગુરુ કહેવાય ૫૦. * એક સમયનો વિકૃતભાવ છે, એનાથી રહિત આખી ચીજ પડી છે. વિકૃતભાવ વસ્તુમાં નથી એવો યર્થાથ નિર્ણય કર્યો એટલે બસ, એ છૂટી ગયો ! વિકૃતભાવથી ભેદ પાડવો; બસ એ કરવાનું છે, બીજું તો બધું જુદું જ છે. ૫૧. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૧ * શ્રી સમયસારની ગાથા ૧૦૯-૧૧રમાં કહે છે કે હું જ્ઞાનના ઈચ્છક પુરુષ! સાંભળ! જે મિથ્યાત્વાદિ ભાવકર્મ છે તેનો કર્તા એક પુદ્ગલદ્રવ્ય જ છે, જીવ તેનો કર્તા નથી. મિથ્યાત્વથી માંડીને સયોગી,વળી સુધીના તેર ગુણસ્થાનભેદો કે જેઓ પુગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે તેઓ જ વ્યાપ્યવ્યાપકભાવે મિથ્યાત્વાદિ ભાવકર્મને જો કરે તો ભલે કરે! જીવને તેમાં શું આવ્યું? જીવ તો એકલો શુદ્ધ જ્ઞાનાનંદમય છે. આહાહા! જે જીવને આત્માની જિજ્ઞાસા થઈ છે ને સાંભળવા આવ્યો છે તેને હજુ થોડો કાળ મિથ્યાત્વાદિ ભાવ ભલે હો, પણ તે શુદ્ધ જીવનું લક્ષ કરવાનો જ છે તેથી મિથ્યાત્વાદિ બધા ભાવો અલ્પકાળમાં ટળી જવાના છે તેથી તે મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા પુગલ છે, શુદ્ધ જીવ કર્તા નથી. આહાહા ! પર. * જેમ દીવો ઘટપટને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક છે તે ઘટપટાદિરૂપ થયો નથી પણ દીવારૂપ છે. દીવો સ્વને પ્રકાશવામાં પણ દીવો છે ને પર પ્રકાશવામાં પણ તે દીવો છે. તેમ જ્ઞાયકભાવ રાગને ને પરને પ્રકાશવાના કાળે જ્ઞાયક જ છે ને પોતાને પ્રકાશવાના કાળે પણ જ્ઞાયક જ છે. ચૈતન્યસ્વભાવનું જ્ઞાન થયું છે એવા સમકિતીને રાગનું જ્ઞાન થયું તે રાગનું જ્ઞાન નથી પણ જ્ઞાનનું જ્ઞાન છે, તેથી રાગ કર્તા ને જ્ઞાન કાર્ય છે તેમ નથી. સ્વ અને પરને પ્રકાશવાના કાળે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એવા જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્માને હે શિષ્ય! તું જાણ. પ૩. * હે યોગી! દેહમાં પરમાત્મા વસતા હોવા છતાં એ દેહમાં વસેલાં પરમાત્માને તું કેમ દેખતો નથી? એ પરમાત્માને દેખવાથી તારા પૂર્વ ઉપાર્જિત કર્મના ચૂરા થઈ જશે અને તે નિર્વાણને પામીશ. મોટા પુરુષ મળવા આવ્યા હોય અને સાધારણ બાળક આદિ સાથે વાતો કરવામાં રોકાઈ જા તો તે મોટા પુરુષનું અપમાન છે. તેમ ત્રણલોકનું ઉત્કૃષ્ટ તત્ત્વ એવા નિજ પરમાત્મા દેહમાં વસતાં હોવા છતાં તેને તું દેખતો નથી અને પર-પ્રપંચને જાણવામાં રોકાઈને નિજ પરમાત્માનું અપમાન કરી રહ્યો છો. ૫૪. * ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જૈનદર્શન અકર્તાવાદ છે. આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણ કર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે પકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે, પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે, ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધપર્યાયને જાણે છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થ પૂર્વક થાય છે, ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દૃષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. શ્રી સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે ને! કે જ્ઞાન બંધ-મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહાહા! મોક્ષને જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પોતાના થતાં ક્રમસર પરિણામને કરે છે એમ નહિ પણ જાણે છે એમ કહ્યું. ગજબ વાત છે. પ૫. * નિર્મળ પરિણામ હો કે મલિન પરિણામ હો તેના સ્વકાળે જ તે થાય છે, તે પરિણામનો તે જન્મક્ષણ છે. ખરેખર જે કાંઈ થાય છે તેનો તું જાણનાર છો, આમ કેમ થાય છે એ પ્રશ્ન જ નથી. જે કાળે જે પરિણામ થાય તેનો જાણનાર રહે. અહા પ્રભુ! તારી ગંભીરતાનો પાર નથી, દ્રવ્યસ્વભાવ-ગુણસ્વભાવ-પર્યાયસ્વભાવમહાગંભીરસ્વભાવ છે. પ૬. * પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા અને દ્રવ્યમાં જોવાનું છે પોતાનું ત્રિકાળી સામર્થ્ય. પરમાં તો એને જોવાનું છે જ નહિ. કર્મને આધીન થઈને રાગ કરે છે એ પરતંત્રતા પણ ભોગવવાની તેની પર્યાયમાં યોગ્યતા છે અને તે જ વખતે તે રાગથી ભિન્ન દ્રવ્યસ્વભાવની શુદ્ધતાનું સામર્થ્ય સદાય એવું ને એવું જ છે એમ દેખે છે. પ૭. * જીવ પ્રમાણજ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી–ત્યાં એમ કહેવું છે કે અજ્ઞાની પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન કરવા જાય છે ત્યાં અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહંપણાનું જોર રહેવાથી દ્રવ્યનું જ્ઞાન સાચું થતું નથી. અજ્ઞાનીને એમ થાય છે કે પર્યાય છે ને! પર્યાય છે તો ખરી ને! એમ પર્યાય ઉપર જોર આપવાથી દ્રવ્ય ઉપર જોર આપી શકતો નથી અને તેથી અંદરમાં ઢળી શકતો નથી. પર્યાય નહિ માનું તો એકાન્ત થઈ જશે એવો ભય રહે છે. આ રીતે પ્રમાણજ્ઞાનના લોભથી પર્યાયને ગૌણ કરી દ્રવ્યસન્મુખ ઢળી શકતો નથી. પ૮. * એક વિચાર આવ્યો કે તીર્થકર જેવાને માતાના પેટમાં આવવું પડે, સવા નવ માસ પેટમાં સંકોચાઈને રહેવું પડે, જન્મ લેવો પડે! આહાહા! ઇન્દ્રો જેની સેવા કરવા આવે એવા તીર્થકરોની પણ આ સ્થિતિ! અરેરે સંસાર! આ શું છે? ... વૈરાગ્ય... વૈરાગ્ય... સર્વોત્કૃષ્ટ પુણ્યના ધણી એવા તીર્થકરને પણ માતાના પેટમાં રહેવું પડે! આહાહા ! સંસારની છેલ્લી સ્થિતિની વાત છે. અરેરે પ્રભુ! આ સંસાર! સંસારની આવી સ્થિતિ વિચારતાં આંખમાંથી આંસુ હાલ્યા જાય ! જન્મ લેવા જેવો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ] [૧૩ નથી. તીર્થંકરગોત્ર કર્મને પણ ઝેરનું ઝાડ કહ્યું છે; અને જે ભાવે તીર્થંકગોત્ર બંધાય એ ભાવ પણ ઝેર છે, વિષકુંભ છે. તીર્થંકરના અવતારને ઝેરનું ફળ કહે એ તો તીર્થંકર કહી શકે. ઝેરના ફળમાંથી ઝેર ઝરે ને અમૃતના ફળમાંથી અમૃત ઝરે. આહાહા ! તીર્થંકરની તો જાત જુદી છે છતાં તીર્થંકર જેવાની પણ આ સ્થિતિ છે! આહાહા ! જન્મ લેવા જેવો નથી. ૫૯. * જુઓ એક વિચાર સવારે આવ્યો હતો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એની કેવળજ્ઞાન આદિ પાંચ પર્યાયો છે. કેવળજ્ઞાન પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, તેમ મતિજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, ૫૨ના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. તેમ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે અને પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. વ્યવસ્થિત જાણવું એ જ એનો સ્વભાવ છે. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે એટલે એની પર્યાય, ગુણ અને દ્રવ્ય બસ જાણનાર જ છે, ફેરફાર કરનાર નથી. પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી. જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે. આહાહા ! જુઓ તો ખરા! વસ્તુ જ આમ છે. અંદરમાં તો ખૂબ ગંભીરતાથી ચાલતું હતું પણ કહેવામાં તો... ૬૦. * અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો ? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝગડા મટી જાય. પોતે ૫દ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તા સ્વરૂપ છે. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જૈન દર્શન છે. આહાહા ! જૈનદર્શન આકરું બહુ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ એનું ફળ છે. ૫૨નો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. કેમ કે પર્યાય ષટકારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. આહાહા ! ભાઈ ! માર્ગ આકરો છે, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્યગુણ પણ એનો કર્તા નહિ–એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે. ૬૧. * અનંતા જિનવરો એમ કહે છે કે જીવ બંધ-મોક્ષને કરતો નથી તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જીવને અમે જીવ કહીએ છીએ. બીજી રીતે કહીએ તો બંધપર્યાય તો આશ્રય કરવા લાયક નથી પણ નિશ્ચય મોક્ષમાર્ગ પણ આશ્રય કરવા લાયક નથી. બંધ-મોક્ષથી રહિત વસ્તુ આશ્રય કરવા લાયક છે. મોક્ષમાર્ગની પર્યાય તે વ્યવહાર જીવ છે. પર્યાય તે વ્યવહાર હોવાથી પર્યાયવાળો જીવ તે વ્યવહાર જીવ છે અને દ્રવ્ય તે નિશ્ચય જીવ છે. ૬૨. * શ્રોતા:- ત્રિકાળી નિષ્ક્રિય ચૈતન્ય તે જ પરમાર્થ જીવ છે. બંધ-મોક્ષ પર્યાયને કરે તે તો વ્યવહા૨ જીવ છે. તો કેટલા પ્રકારના જીવ છે? પૂજ્ય ગુરુદેવઃ- બે પ્રકારના જીવ છે, એક ૫૨માર્થ જીવ છે ને બીજો વ્યવહાર જીવ છે. ૫૨માર્થ જીવ તો ત્રિકાળી નિષ્ક્રિય મોક્ષસ્વરૂપ જ છે અને બંધ-મોક્ષરૂપે પર્યાય પરિણમે છે તે વ્યવહા૨ જીવ છે. ૬૩. * શુદ્ધ નિશ્ચયનયથી મુક્તિમાં અને સંસારમાં તફાવત નથી. આહાહા! કાં પૂર્ણાનંદની પ્રગટતારૂપ મુક્ત દશા અને કયાં અનંત દુઃખમય સંસાર પર્યાય! છતાં તે મુક્તિમાં અને સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધતત્ત્વના રસિક પુરુષો કહે છે. કેમ કે સંસાર પણ પર્યાય છે અને મુક્તિ પણ પર્યાય છે. એ પર્યાય આશ્રય કરવા લાયક નથી એ અપેક્ષાએ મુક્તિમાં ને સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધતત્ત્વના રસિક પુરુષો એટલે શુદ્ધતત્ત્વના અનુભવી પુરુષો કહે છે. નિયમસાર ગાથા ૫૦મા કહે છે કે શુદ્ધ નિશ્ચયના બળે ઉદય ભાવો તો હૈય છે જ પણ ઉપશમ આદિ ભાવની નિર્મળ પર્યાય છે તે પણ હૈય છે. શુદ્ધ નિશ્ચયના બળે ચારે ભાવ હૈય છે તેમ કહ્યું છે. અહીં કહે છે કે મુક્તિમાં ને સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધતત્ત્વના રસિક એટલે અનુભવી પુરુષો કહે છે. ૬૪. * શ્રોતાઃ- એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ અને દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય એ ઉપર આપ બહુ ભાર આપો છો તો એ સમ્યગ્દર્શનનું કારણ છે? પૂજ્ય ગુરુદેવઃ- હા, એ તો મૂળ ચીજ છે. આ બે વાતનો નિર્ણય થતાં દષ્ટિ દ્રવ્ય તરફ વળે છે. ૬૫. * હે ભવ્ય! તું શરીરને ન જો! રાગને ન જો! એક સમયની પર્યાયને ન જો! તારી પાસે તારો પૂર્ણાનંદ પ્રભુ પડયો છે તેને જો! અરે ભગવાન! તું પૂર્ણાનંદ સ્વરૂપ સમીપમાં જ પડયો છે તે દૂર કેમ રહી શકે! એમ દિગમ્બર સંતોની વાણી મારફાડ કરતી-ઝબકારા કરતી આવે છે કે તારી સમીપ પૂર્ણાનંદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૫ પ્રભુ પડયો છે તેને તું આજે જ દેખ! આજે જ સ્વીકાર કર ને હા પાડ! હા પાડતાં હાલત થઈ જાય તેવો તું પૂર્ણાનંદનો નાથ છો. ૬૬. * ચૈતન્યમૂર્તિ આત્મા પરમાનંદસ્વરૂપ છે, તેના ધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. આહાહા ! આકરી વાત છે ભાઈ ! અશુભ રાગ તો ઘોર સંસારનું મૂળ છે જ પણ અહીં કહે છે કે આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે એટલે કે શુભભાવો અનેક પ્રકારના છે તે પણ ઘોર સંસારનું મૂળ છે. આત્મધ્યાન તે મોક્ષનું મૂળ છે તો તેની સામે આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. દયા-દાન-પૂજા-પઠન-પાઠન-વ્રત આદિ અનેક પ્રકારના શુભભાવો છે તે બધાય ઘોર સંસારનું મૂળ છે. ૬૭. * સવિકલ્પદશા વખતે જ હું દ્રવ્યસ્વભાવે નિર્વિકલ્પ સહજ પરમતત્ત્વ છું એમ જેને પર્યાયમાં સ્વીકાર આવ્યો ત્યાં તે જીવને ભાવકર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી ગયું ને તેનો માત્ર જ્ઞાતા રહી ગયો. એ રીતે ભાવકર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી જતાં તે જીવને દ્રવ્યકર્મનો પણ વિરોધ થઈ જાય છે ને દ્રવ્યકર્મ અટકી જતાં સંસારનો પણ નિરોધ થઈ જાય છે. એક અખંડ જ્ઞાયકભાવનો સ્વીકાર આવતાં સંસાર અટકી જાય છે. ૬૮. * મોક્ષમાર્ગની પર્યાય જેટલો તું નથી પણ પરમાત્માની પર્યાય-પૂર્ણ પર્યાય જેટલો પણ તું નથી. નિર્વિકલ્પ ત્રિકાળી ધ્રુવ વસ્તુ તે તું છો. પરમ પારિણામિક સ્વભાવભાવ ધ્રુવ વસ્તુ તે નિજ પરમાત્મા છે. આત્મા સ્વયં પરમાત્મા છે. નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય આત્માની છે તેમ ઉપચારથી કહેવાય છે. ૬૯. * ઉત્પાદ-વ્યય વિના કા ધ્રુવ આત્મા, ઓ હી વાસ્તવિક આત્મા હૈ. એક સમયકા ધ્રુવ ઓ હી સચ્ચા આત્મા હૈ, વાસ્તવિક આત્મા હૈ. એક સમયકી શુદ્ધ પર્યાય ઓ વાસ્તવિક આત્મા નહીં એટલે અવાસ્તવિક હુવા. અવાસ્તવિક ઓ હી પરદ્રવ્ય હુઆ, ઈસસે પરભાવ કહા, હય કહા. ૭). * વીતરાગદેવ ફરમાવે છે કે તું પરમાત્મસ્વરૂપ જ છો એમ દષ્ટિ કર. પ્રભુ! સર્વજ્ઞદેવ કહે છે કે મારા સ્વભાવમાં ને તારા સ્વભાવમાં આંતરો-તફાવત છે જે નહીં. વ્યક્તરૂપે અમને જે દશા પ્રગટ થઈ છે તેવો જ તું છો. પ્રભુ! મારા ને તારા સ્વભાવમાં કાંઈ ફેર નથી પણ તારા સામર્થ્યની તને ખબર નથી ભાઈ ! ૭૧. * વસ્તુ પરમાત્મસ્વરૂપ છે. આત્મા પોતે જ પરમાત્મસ્વરૂપ છે. પોતે જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬] દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર પરમાત્મપણે બિરાજમાન છે. એવા વીતરાગી પરમાત્માનો-છે તેનો આદર કર્યો, સ્વીકાર કર્યો ને આશ્રય કર્યો ત્યારે અનુભૂતિ થાય છે. તે એક જ કર્મથી છૂટવાનો ઉપાય છે. માટે હે જીવ! ટંકોત્કીર્ણ જ્ઞાયક એક શુદ્ધ સ્વભાવનો સ્વીકાર કર, એ જ કર્તવ્ય છે. ૭ર. * જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જ કર્તુત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. સર્વજ્ઞ ત્રિકાળી જાણનાર-દેખનાર છે એમ હું પણ ત્રિકાળીને જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૭૩. * શ્રોતા- જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે, પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે એમ ને? * પૂજ્ય ગુરુદેવઃ- બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકાય એમ નક્કી કરવા જાય ત્યાં દષ્ટિ સ્વભાવ ઉપર જાય છે ત્યાં પર્યાયની દિશા જ આખી ફરી જાય છે. જ્ઞાયકસ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું ને ન ફેરવવું શું? જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે અને રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાનસ્વભાવ છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઈ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે. ૭૪. * ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે. પણ ખરેખર તો ક્રમબદ્ધ માને તેની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એમાં જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ માનતા ફેરફારની દૃષ્ટિ છૂટી જાય ને સામાન્યદ્રવ્ય ઉપર દષ્ટિ જાય એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ નક્કી કરવા જાય ત્યાં હું પરનું કરી દઉં, વ્યવહારથી નિશ્ચય થાય એ બધું ઊડી જાય ને અંદર ઠરી જવાનો રસ્તો થાય. ૭૫. * અરે પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો ને! તારી સત્તા છે... છે. છે... ત્યાં નજર જતી નથી. નજરના પુરુષાર્થમાં આખો ભગવાન દેખાય છે. અહીં તો આચાર્યદવ કહે છે કે સંસારીમાં ને સિદ્ધમાં કઈ નયથી ભેદ પાડું? શુદ્ધનયને જ ગણવામાં-ગણતરીમાં લેવામાં આવી છે. વ્યવહારનો તો ઉપહાસ કરવામાં આવ્યો છે. સંસારીમાં ને સિદ્ધમાં કાંઈ પણ ભેદ નથી તો કઈ નયથી ભેદ જાણું? ૭૬. * સર્વજ્ઞ પરમાત્માનો આ પોકાર છે. સર્વજ્ઞ પરમાત્મા સૌને નિજ સત્તાએ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૭ શુદ્ધ દેખે છે અને સર્વજ્ઞની જેમ સૌ પોતાને નિજ સત્તાએ શુદ્ધ દેખે તો તેને તેવો જણાય. આ થોડા અક્ષરમાં ભગવાન આત્માનું આખું સ્વરૂપ આવી જાય છે. અહીં કહે છે કે આવો ભગવાન આત્મા સૌને સદાકાળ જણાય છે છતાં જણાતો કેમ નથી? જ્ઞાનની પર્યાયમાં એવી તાકાત છે કે આખા ભગવાન આત્માને જાણે. જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માને જાણે છે છતાં કેમ જણાતો નથી? –કે અંદર મહાપ્રભુ બિરાજે છે તે જ્ઞાનમાં જણાવા છતાં પોતે રાગને વશ થઈને રાગને જ જોવે છે તેથી પોતે જણાતો નથી. ૭૭. * ભગવાન સર્વજ્ઞના કેવળજ્ઞાનમાં ત્રણ કાળ ત્રણલોકના પર્યાયો પ્રત્યક્ષ જણાય છે. જેમ કેવળજ્ઞાનમાં ત્રણકાળના પર્યાયો જણાય છે તેમ જ પદાર્થોમાં ક્રમબદ્ધપર્યાયો થાય છે, કેવળજ્ઞાને જાણું માટે નહિ પણ પદાર્થોના પર્યાયો પોતાથી સ્વકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે. આહાહા ! પરદ્રવ્યને કરવાની તો વાત નથી પણ પોતાના અશુદ્ધ ને શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડી-અવળી કરવાનું જ રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થ દ્રવ્ય ઉપર દષ્ટિ જતાં થાય છે. આહાહા! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. ૭૮. * પરમાણુમાં રંગગુણ ત્રિકાળી છે. તેની પર્યાય પહેલાં સમયે કાળી હોય તે બદલીને બીજા સમયે લાલ, સફેદ, પીળી થઈ જાય તેનું કારણ કોણ? જો રંગગુણ કારણ હોય તો રંગગુણ તો કાયમ છે છતાં પરિણમનમાં આમ વિચિત્રતા કેમ? ખરેખર તો તે સમયની પર્યાય પોતાના પકારકથી સ્વતંત્ર પરિણમી છે. તેમ દરેક દ્રવ્યની પર્યાય તે તે કાળે સ્વતંત્ર પરિણમે છે. આહાહા ! સ્વતંત્રતાની વાતો બહુ સૂક્ષ્મ છે. ૭૯. * જેમ માળામાં મણકા જે સ્થાને છે તે સ્થાને જ છે, આગળ-પાછળ થઈ જાય તો માળા એકરૂપ અખંડ નથી રહેતી, તેમ જે સમયે જે જન્મક્ષણે જે ક્રમબદ્ધપર્યાય થવાની તે જ થવાની, બીજા સમયની પર્યાય પહેલાં થાય તે પહેલાં સમયની પર્યાય પછી થાય એમ છે જ નહીં. જે સમયે જે પયાર્ય થવાની છે તેને કાળલબ્ધિ કહેવામાં આવે છે. પ્રવચનસારમાં તેને જન્મક્ષણ કહે છે તથા પ્રવચનસારની ૯૯મી ગાથામાં પોતપોતાના અવસરે પર્યાય થાય છે એમ પાઠ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૮ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સર્વજ્ઞ ભગવાન પણ પોતાની ક્રમસર જે પર્યાય થવાની તેના કર્તા નથી, જાણનાર છે. ૮૦. * નિઃસંદેહપણે તું આમ જાણ કે દેહમાં બિરાજમાન દેહથી ભિન્ન પરમાત્મા પોતે છે. રાગ દ્વેષ તો ભિન્ન છે, શરીર ભિન્ન છે, તે તો કયાંય રહ્યાં પણ પરમાત્માને જાણવાવાળી જે દશા છે તે નાશવાન છે, તેમાં અવિનાશી પ્રભુ વસ્યો નથી. આવો મહિમાવંત ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ તને મળવા આવ્યો–પર્યાયમાં ભેટો કરવા આવ્યો છે ત્યારે તેં રાગની સાથે ભેટો કરીને તેનો અનાદર કર્યો છે. ૮૧. * જેને પર્યાયની હયાતીનો જ સ્વીકાર છે એને ત્રિકાળી સ્વભાવની હયાતીનો અસ્વીકાર થઈ જાય છે. અનાદિથી પર્યાયને જ સતરૂપે-હયાતીરૂપે દેખી હતી એને ભૂલી જા! ને ત્રિકાળી સ્વભાવને ભૂલી ગયો હતો તેને જો! સ્મરણ કર! પર્યાયની રુચિમાં, આખો શાયભાવ છે એ દૃષ્ટિમાં આવતો નથી જ્ઞાયકભાવની રુચિ થતાં જ્ઞાનમાં સંવ૨-નિર્જરા-મોક્ષપર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે, પણ એ પર્યાયની દૃષ્ટિ હોતી નથી. ૮૨. * શ્રોતાઃ- ક્રમબદ્ધમાં ક્રમબદ્ધની વિશેષતા છે કે દ્રવ્યની ? પૂજ્ય ગુરુદેવઃ- ક્રમબદ્ધમાં જ્ઞાયકદ્રવ્યની વિશેષતા છે. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરીને જ્ઞાયકપણું બતાવવું છે. ૮૩. * સાધ્ય એવો જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને સિદ્ધભગવંતો છે. દ્રવ્યસ્તુતિ દ્વારા ‘હૈ સિદ્ધ પરમાત્મા!' એમ કહે છે ત્યાં ભાવસ્તુતિ દ્વારા પોતાના આત્મામાં પડઘો પડે છે કે ‘હું સિદ્ધ પરમાત્મા !' આ રીતે સાધ્ય તો માત્ર પોતાનો આત્મા જ છે પણ સિદ્ધભગવંતો સાધ્યના પ્રતિચ્છંદના સ્થાને છે. એવા તે સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, સિદ્ધ સમાન મારું દ્રવ્ય છે, સિદ્ધરૂપે જ મારું સ્વરૂપ છે, એવા સિદ્ધસ્વરૂપ નિજ આત્માને ધ્યાઈને, સંસારી જીવો તેમના જેવા થઈ જાય છે. ૮૪. * સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પહેલાં જિજ્ઞાસુની ભૂમિકામાં પણ ત્રિકાળી ધ્રુવ આત્માને જ અધિક રાખવાનો પુરુષાર્થ કરવો. અધિક એટલે ૫૨થી ભિન્ન. સમયસારની ૩૧મી ગાથામાં આવે છે: ‘ગાળસહાવાધિઅં મુળવિ આવું' જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્માને. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયોથી વિષયોમાં દેવ-શાસ્ત્ર-ગુરુ પણ આવી ગયા-ભિન્ન પોતાના પૂર્ણજ્ઞાનસ્વભાવી આત્માની નિર્મળ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને સાથેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. ૮૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com ... Page #39 -------------------------------------------------------------------------- ________________ [૧૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] * ગમે તે પ્રસંગમાં પ્રત્યેક પળે જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન નિજ આત્માને જ અગ્ર રાખવો. પ્રતિક્ષણ પૂર્ણાનંદના નાથને-જ્ઞાયક પ્રભુને મુખ્ય રાખ. અનાદિ અજ્ઞાનથી જીવને પર્યાયની, શુભાશુભ રાગની ને વ્યવહારની પ્રમુખતા રહી છે; હવે તે છોડી, આનંદકંદ શુદ્ધ શાયકને ઓળખી તેને જ દષ્ટિમાં ઊર્ધ્વ રાખ. દષ્ટિમાં ધ્રુવ જ્ઞાયકની પ્રમુખતા છૂટી જાય તો સમ્યગ્દર્શન રહે નહિ. ૮૬. * ચક્ષની માફક આત્મા માત્ર જાણે-દેખે જ છે; પરને તો કરતો નથી, રાગાદિને તો કરતો નથી, પણ સંવર-નિર્જરા ને મોક્ષના પરિણામને પણ કરતો નથી. આહાહા! જે થાય તેનો માત્ર જાણનાર... જાણનાર ને જાણનાર જ આત્મા છે. ૮૭. * જે સમયે જે પર્યાય થવાની છે તે થવાની જ છે એ નિશ્ચય છે-એમાં અજ્ઞાનીને શંકા થાય છે કે એમ માનતા તો નિયત થઈ ગયું? અરે ! નિયત એટલે નિશ્ચય છે અને પર્યાયના નિશ્ચયથી પર્યાયની ને પરની કર્તબુદ્ધિ છૂટી જાય છે એટલે જ્ઞાતાદષ્ટિ થાય છે અને જ્ઞાતાપણું થવું તે ક્રમબદ્ધનું પ્રયોજન છે. ૮૮. * કરવા-ફરવાનું છે જ કયાં? કરું કરુંની દષ્ટિ જ છોડવાની છે. રાગને કરવાનું તો છે જ નહિ પણ આત્મામાં અનંતા ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ જ રહ્યું છે તેને પણ કરે શું? ફક્ત તેના ઉપરથી દષ્ટિ છોડીને અંદરમાં જવાનું છે. ૮૯. * સંસારી જીવમાં સાંસારિક ગુણો એટલે કે વિકારી પર્યાય હોય છે ને સિદ્ધને સદા નિર્વિકારી પર્યાય હોય છે. વિકાર કે અવિકાર અવસ્થા પર્યાયમાં અસ્તિત્વ ધરાવે છે. વર્તમાન વર્તતી પરિણતિમાં તે તે પર્યાયની અસ્તિ છે ખરી. તોપણ તેઓ વસ્તુસ્વભાવમાં નથી, ત્રિકાળી ધ્રુવસામાન્ય એકરૂપ દ્રવ્યમાં તેમની અસ્તિ છે જ નહીં. ૯૦. * એકલો પુરુષાર્થ કરું.. પુરુષાર્થ કરું. કરું. કરું.. કરું. એવી એકાંત પુરુષાર્થની બુદ્ધિ રહે–એકાંત પુરુષાર્થબુદ્ધિ રહે તે પણ મિથ્યાત્વ છે. પાંચ સમવાયનું ભેગું આવવું જોઈએ. તે પાંચ સમવાયનું સાથે આવે ત્યારે તે સહજરૂપ પુરુષાર્થથી સમ્યગ્દર્શનને પામે. ૯૧. * ચૈતન્યગોળો જ્ઞાનસૂર્ય એકલો જાણનાર જ છે, એને રાગાદિનો કોઈ વળગાડ જ નથી. એ પરિપૂર્ણતાથી ખસ્યો જ નથી, એ રાગ સ્વરૂપે થયો જ નથી, એ રાગને છોડ છે એમ જે કહેવાય છે તે પણ નામમાત્ર કથન છે. ૯૨. * અહો પ્રભુ! તારામાં પ્રભુતા પડી છે, તે પોતે જ પ્રભુ છો. તારા પેટમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૨૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પરમાત્મપણું પડયું છે, તેમાંથી સંસાર પ્રસવે એવી તારામાં શક્તિ જ નથી કેવળી થવાની તારામાં ખાણ પડી છે. ૯૩. * ભાઈ ! અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે ! મા-બાપ ભાઈબહેન સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને ક્યાં ગયા હશે ? એની કાંઈ ખબર છે! અરે ! મારે મારા આત્માનું હિત કરી લેવું છે–એમ એને અંદરથી લાગવું જોઈએ. આહાહા! સગા સંબંધી બધા ચાલ્યા ગયા, તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું ફરી ગયું. શરીરના અનંતા રજકણો ક્યારે ક્યાં કેમ થશે એની છે ખબર? માટે જે જાગતો રહેશે તે બચશે. ૯૪. * ભાઈ! તું શાયક જ છો એમ નિર્ણય લાવ! જ્ઞાયક જ છો પણ એ જ્ઞાયકનો નિર્ણય કરવાનો છે. પુરુષાર્થ કરું... કરું પણ એ પુરુષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉ૫૨ લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરું... કરું... કરીને કાંઈક નવીન કાર્ય કરવું છે. પણ જ્યારે દ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ જાણે છે. ૫૨નું તો કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય કરતાં દિશા જ પલટી જાય છે. ખરેખર તો પરોક્ષ જ્ઞાન છે તે પણ જાણનાર જ છે. શ્રોતા:- પરોક્ષ જ્ઞાન તો હીણું ને ઊણું છે ને? પૂજ્ય ગુરુદેવઃ- પરોક્ષ જ્ઞાન-મતિશ્રુત પણ જાણનાર જ છે. જાણે જ છે. વિકલ્પને જાણે છે, હીણપને જાણે છે, ઊણપને જાણે છે. શ્રોતા:- કોણ જાણે છે? ઊણું જ્ઞાન ને? પૂજ્ય ગુરુદેવઃ- જ્ઞાન ઊભું છે એમ પણ એ જ્ઞાન જાણે છે. જે છે તેને તે જ જ્ઞાન તેમ જાણે છે. ‘ જાણેલો પ્રયોજનવાન છે' એ સમયસારની ૧૨ મી ગાથાનો શબ્દ છે તે ગજબ વાત છે. ૯૫. કાંઈ છે તેને * દ્રવ્યમાં વિકાર નથી, ગુણમાં નથી, નિમિત્તમાં નથી પણ માળો જોર કરીને જબરજસ્તીથી અદ્વરથી લટકતો, સમય પૂરતો ઊભો કરે છે. ૯૬. * જ્ઞાનની પર્યાયમાં જાણનાર જણાય છે છતાં તેને જાણતો નથી ને ૫૨શેયો જણાય છે તેને પોતાના માને છે કે રાગ તે હું છું, –એવી એકત્વબુદ્ધિ કરે છે તે ભૂલ છે, તે મહા-અપરાધ છે. અનંત જ્ઞાન આનંદ આદિનો દરબાર છે તેને જાણતો નથી ને પુણ્ય-પાપના રાગાદિને પોતાના જાણે છે તે મહા-અપરાધ છે, તે નાનો ગુન્હેગાર નથી પણ મહા-ગુન્હેગાર છે. ૯૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ] [૨૧ * દ્રવ્યદૃષ્ટિમાં આત્મા જ્ઞાયક જ છે, તે શુભાશુભ ભાવરૂપે થયો જ નથી, અચેતનરૂપે થયો જ નથી. જ્ઞાયકભાવ શુભાશુભરૂપે પરિણમે તો અચેતન થઈ જાય તેથી તે પ્રમત્ત-અપ્રમત્તપણે થયો નથી. અસંખ્ય પ્રદેશે જ્ઞાનનો પૂંજ જ્ઞાયક છે તે શુભાશુભ ભાવે કેમ પરિણમે ? તેથી શુભાશુભ ભાવવાળો જીવ એમ કહેવું તે “ઘીના ઘડા” ની જેમ વ્યવહાર છે. ૯૮. * ભૂત ને ભવિષ્યની બધી પર્યાયો અવિદ્યમાન છે છતાં જ્ઞાનમાં વિદ્યમાન જ છે. જ્ઞાનમાં તો તેઓ વિધમાન જ છે એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. પ્રભુ ! તારો સ્વભાવ સર્વજ્ઞસ્વરૂપી છે. એ સર્વજ્ઞસ્વરૂપી પર્યાય પ્રગટે તેમાં ત્રણકાળના પર્યાયો સ્થિરબિંબ પડ્યા છે. આહાહા! આ વાત જેને જ્ઞાનમાં યથાર્થ બેઠી તેને ભવનો અંત આવી ગયો! એને કેવળજ્ઞાન થયે જ છૂટકો, એના ક્રમમાં કેવળજ્ઞાન આવશે જ અને એ કેવળજ્ઞાન અત્યારે બીજાના કેવળજ્ઞાનમાં અકંપપણે અÍઈ જ ગયું છે. ૯૯. * ત્રિકાળી જ્ઞાયકભાવની દૃષ્ટિ કરતાં પરિણતિના પકારકની ક્રિયાનું લક્ષ છૂટી જાય છે. પર્યાયના પકારકની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે ત્રિકાળી નિર્મળ અનુભૂતિ તે હું છું એમ લક્ષ કરતાં સમ્યગ્દર્શન થાય છે. વિકારના પકારક તો દૂર રહ્યાં પણ જ્ઞાનની પર્યાયના પકારકનાં પરિણમનનું લક્ષ પણ છોડીને તેનાથી ભિન્ન છું એવી દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. ૧OO. | * શુદ્ધાત્માની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધોપયોગથી મોક્ષને કરે છે અને શુદ્ધાત્માની અનુભૂતિના અભાવમાં શુભાશુભ ઉપયોગથી બંધને કરે છે; તોપણ શુદ્ધ પરમ પરિણામિકભાવ બંધ-મોક્ષને કરતો નથી, શુભાશુભ ભાવને કરતો નથી ને અનુભૂતિને પણ કરતો નથી. પરમભાવની દૃષ્ટિથી અનુભૂતિનો તથા શુભાશુભ ભાવનો અકર્તા છે. ૧૦૧. * આ દ્રવ્ય-સ્વભાવના ઊંડા સંસ્કાર નાખે તેને કાર્ય થવાનું જ છે. જેમ અપ્રતિતપણે સમ્યગ્દર્શન થાય છે તેને ક્ષાયિક સમ્યક થવાનું જ છે, તેમ અંતરની સાક્ષીમાં હું જ્ઞાયક.. જ્ઞાયક.. છું, રાગાદિ તે હું નહીં-એમ સંસ્કાર નાખે તેને કાર્ય (સમ્યગ્દર્શન) થવાનું જ છે. ૧૦૨. * નિર્વિકલ્પ થવાવાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલાં આવો નિર્ણય કરે છે કે રાગાદિભાવે સદાય હું પરિણમનારો નથી પણ જ્ઞાન-દર્શનરૂપ પરિણમનારો છું. હજુ રાગાદિભાવો થશે એમ જાણે છે, છતાં તેના સ્વામીપણે હું થનાર નથી, મને ભવિષ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન છે છતાં તે વખતે રાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨]. [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર હશે, પરંતુ તે-રૂપે હું પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરે છેપર્યાયમાં, પછી અનુભવ થશે પર્યાયમાં, પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિન્માત્ર અખંડ જ્યોતિસ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. ૧૦૩. * જેને નિજ આત્મજ્ઞાન વિના પરલક્ષી જ્ઞાનનો વિશેષ ક્ષયોપશમ હોય તેને વિકારરૂપ પરિણમવું જ ભાસે છે. પરસત્તાવલંબી જ્ઞાનના પ્રેમમાં સ્વભાવ પ્રત્યે દ્વેષ છે. ત્રિકાળીનાથનો આદર કર્યા વિના વિકારપણે પરિણમે છે તેને શુભાશુભભાવે પરિણમવું ભાસે છે પણ ચૈતન્યપણે પરિણમવું ભાસતું નથી. ૧૦૪. * બાળકથી માંડીને વૃદ્ધને સર્વને એટલે કે અજ્ઞાનીને સદા સ્વયં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે. વર્તમાન જ્ઞાનની જે વર્તમાન અવસ્થા છે, અજ્ઞાનીને પણ વિકાસરૂપ જે ભાવેન્દ્રિયની ખંડખંડ જ્ઞાનરૂપ પર્યાય છે તેમાં આત્મા જ અનુભવમાં આવે છે, કેમ કે તે પર્યાયમાં સ્વપરપ્રકાશક તાકાત છે, તેથી તેમાં સ્વય જ જાણવામાં આવે છે. બાળકથી માંડીને વૃદ્ધને સર્વને, જ્ઞાનની વર્તમાન પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી, અજ્ઞાનીને પણ તેની જ્ઞાનની પર્યાયમાં આત્મા જ અનુભવમાં આવે છે. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સર્વને સદાકાળ સ્વયં અનુભવમાં આવે છે. પર્યાયમાં આત્મા જ ખ્યાલમાં આવે છે. પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. ૧૦૫. * નમ્રપણું-દ્રવ્યલિંગ તો સર્વથા આત્માના નથી પણ જે મોક્ષમાર્ગ છે, જે જિનશાસન છે તે ભાવલિંગદશા કે જે શુદ્ધ પૂર્ણાનંદની પ્રાપ્તિમાં સાધક છે તેને પણ ઉપચારથી આત્માનું સ્વરૂપ કહેવાય છે. એમ કહીને નિમિત્તનું લક્ષ છોડાવ્યું છે, રાગનું લક્ષ છોડાવ્યું છે, અરે ! નિર્વિકલ્પ મોક્ષમાર્ગની પર્યાયનું પણ લક્ષ છોડાવ્યું છે. ૧OS. * આત્મા જ્ઞાયક ને પર શેય એવો ય-જ્ઞાયક સંબંધ હોવા છતાં શેય તે આત્માનું વ્યાપ્ય નથી. શેય સંબંધીના જ્ઞાનમાં જ્ઞય નિમિત્ત હોવા છતાં શેય આત્માનું વ્યાપ્ય અર્થાત્ કાર્ય નથી. એ રીતે જ્ઞાન તે જ જ્ઞાતાનું કર્મ છે-આમ વિકારાદિ પુદ્ગલપરિણામનો માત્ર જ્ઞાતા જ રહે છે તે જ્ઞાની છે. ૧૦૭. * મારી પ્રભુતા એવી છે કે હું રાગના સ્વામીપણે કદી પરિણમતો નથી. રાગનું સ્વામીપણું તો રોકાઈ છે-ભીખારાપણું છે. ગણધરદેવ પણ રાગપણે પરિણમે છે પણ રાગના સ્વામીપણે પરિણમતા નથી. તુરત વીતરાગતા આવશે નહીં ત્યાં સુધી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૨૩ રાગ આવશે ખરો, પણ રાગના સ્વામીપણે હું પરિણમતો નથી. કેમકે સ્વ-સ્વામી નામનો મારો ગુણ હોવાથી દ્રવ્ય-ગુણ તે મારા સ્વ ને હું તેનો સ્વામી છું. મારામાંથી જે નીકળી જાય છે અને પુદ્દગલદ્રવ્ય જેનો સ્વામી છે એવા રાગનો સ્વામી હું સદાય નહીં થતો હોવાથી મમત્વહીન છું. રાગના સ્વામીપણે નહીં થવું એ મિથ્યાત્વના ત્યાગની વિધિ છે. ૧૦૮. * અનાદિથી આ જીવે અજ્ઞાનદશાને કા૨ણે મોહના અનુભવના પ્રભાવને લીધે હું પોતે જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છું એવી દષ્ટિ કરી નથી. પોતાની પ્રભુતાનો તેણે કદી વિશ્વાસ કર્યો નથી. વર્તમાન વર્તતી પામર દશા વખતે જ હું શક્તિપણે પરિપૂર્ણ પરમાત્મતત્ત્વ છું એમ તેને ભાણ્યું નથી. તેથી પૌદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે એવા મોહના અનુભવની જ અનાદિની પર્યાયમાં તેને પ્રબળતા રહી છે. ૧૦૯. * શ્રોત્રની ભાવેન્દ્રિય શબ્દને જાણે, તે રીતે એક એક ઇન્દ્રિયો પોતપોતાના વિષયો દ્વારા જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે તે ભાવેન્દ્રિય છે. જ્ઞાનને ખંડખંડ જણાવનારી ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પજ્ઞેય હોવા છતાં તે ભાવેન્દ્રિયને જ્ઞાયકની સાથે એકતા માનવી તે મિથ્યાત્વ છે. ખંડખંડપણે પરને જાણવાની યોગ્યતાવાળો ભાવ એ પણ ખરેખર પરજ્ઞેય છે, તેની સાથે જ્ઞાયકની એકતા કરવી-માનવી તે પણ સંસાર છે. અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ તે પણ ઇન્દ્રિયજ્ઞાન છે, તે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. ૧૧૦. * દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે. દરેક જીવ કે જડની પર્યાયનો જે જન્મક્ષણ છે તે જ સમયે તે પર્યાય ક્રમબદ્ધ થાય છે, તેને ઇન્દ્ર, નરેન્દ્ર, કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. આહાહા! જીવ એકલો જ્ઞાતા છે. અહીં અકર્તાપણાની ઉત્કૃષ્ટતા બતાવે છે કે ઇશ્વર જગતનો કર્તા છે એ વાત તો જૂઠી છે જ અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એ પણ જુઠું છે અને તે તે દ્રવ્ય તેની પોતાની પર્યાયને કે જે તેના જન્મક્ષણે-સ્વકાળે ક્રમબદ્ધ થવાની છે તેને આડી-અવળી કે આઘી-પાછી કરી શકે એમ પણ નથી. જે સમયે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તેને અન્ય નિમિત્તની અપેક્ષા તો નથી જ પણ એના દ્રવ્યની પણ અપેક્ષા નથી. આવી વસ્તુની સ્થિતિ છે. ૧૧૧. * શ્રોતાઃ- સાહેબ! અનુભવ થતો નથી તો અમારો શું દોષ છે? પૂજ્ય ગુરુદેવઃ- એ... આ ૫૨નો ઉત્સાહ આવે છે એ જ દોષ છે, અને પોતાનો ઉત્સાહ નથી આવતો એ જ દોષ છે. પરમાં જ સાવધાની રાખે છે અને પોતામાં સાવધાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર થતો નથી એ જ દોષ છે. પરનું માહામ્સ આવે છે અને પોતાના સ્વભાવનું માહાભ્ય આવતું નથી એ જ દોષ છે. લ્યો! સંક્ષેપમાં આ દોષ છે. ૧૧૨. * તું ચૈતન્યમૂર્તિ જાણનાર દેખનાર આનંદકંદમૂર્તિ છો-એમ ભગવાને જોયું છે. તું રાગવાળો છો એમ ભગવાને તને જોયો નથી પરંતુ હું જાણનાર-દેખનાર છું એમ તે તને ન જતાં, પરને જાણતાં તારામાં જે રાગાદિ થાય છે તે સ્વભાવને લઈને થયા નથી કે પરને જાણવાથી થયા નથી તોપણ પર ચીજને જાણવા ઉપરાંત આ ચીજ મને ઠીક પડે છે ને અઠીક પડે છે એવી મિથ્યાભ્રાંતિ તેં પોતે ઊભી કરી છે. ૧૧૩. * પરદ્રવ્યને અને આત્માને અત્યંત અભાવ છે એ તો વ્યવહારની નીતિના વચનથી આવે છે, પરંતુ અધ્યાત્મદ્રષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત અભાવ છે. ચૈતન્યગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો જ પડ્યો છે એને દેખ ! જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી, તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, ચૈતન્યદળમાં પેસતો નથી. ૧૧૪. * રાગ એ મારામાં છે અને એને મારે ઘટાડવો છે-એ દષ્ટિ જ મિથ્યા છે રાગનો હું કર્તા નથી. રાગ મારાથી ભિન્ન છે. રાગનો હું જ્ઞાતા છું. એવી દષ્ટિ કરતાં રાગ ઘટી જાય છે. ૧૧૫. * જે ગુણની જે કાળે જે પર્યાય વિપરીત થવાની તે થવાની છે પણ વિપરીત પર્યાયને હેયરૂપ જાણવી જોઈએ. છોડવા મૂકવાની વાત નથી પણ માન્યતામાં છોડવાની વાત છે. ૧૧૬. * ભાઈ ! તારે પુણ્ય-પાપના દુઃખરૂપ ભાવથી નિવર્તવું હોય તો પહેલાં નિર્ણય કર કે એ પુણ્ય-પાપના ભાવનો સ્વામી પુદ્ગલ છે અને પુણ્ય-પાપના ભાવ થશે તેના સ્વામીપણે નહીં પરિણમનારો તે હું છું. તું વિકલ્પ દ્વારા પણ એવો નિર્ણય કર કે પુણ્ય-પાપનો સ્વામી પુગલદ્રવ્ય છે ને ભવિષ્યમાં જે પુણ્ય-પાપના ભાવ થશે એના સ્વામીપણે નહીં પરિણમનારો હોવાથી હું મમતારહિત છું. આત્મામાં અનંતા અનંતા ગુણો હોવા છતાં વિકારને કરે એવો કોઈ ગુણ નહીં હોવાથી પુણ્ય-પાપનો સ્વામી પુદગલદ્રવ્ય છે, એ પરિણામના સ્વામીપણે નહીં પરિણમનારો હું છું-એમ વિકલ્પ દ્વારા પ્રથમ ભૂમિકામાં રાગમિશ્રિત વિચારદશામાં આ નિર્ણય કર. વર્તમાનમાં તો પુણ્ય-પાપનો સ્વામી પુદગલ છે, પણ ભવિષ્યમાં જે પુણ્ય-પાપ થશે તેના સ્વામીપણે નહીં પરિણમનારો હોવાથી હું મમતારહિત છે. ૧૧૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૨૫ * હે યોગી ! વાસ્તવિક તત્ત્વની દૃષ્ટિથી વિચારવામાં આવે-જોવામાં આવે અર્થાત્ અનાદિ અનંત વસ્તુસ્વભાવથી પરિપૂર્ણ ત્રિકાળી ધ્રુવની દષ્ટિથી જોવામાં આવે તો પરિપૂર્ણ ધ્રુવ વસ્તુ પર્યાયને કરતી જ નથી. ૧૧૮. * ભૂતકાળની અનંતી પર્યાયો અને ભવિષ્યકાળની અનંતી પર્યાયો કે જે થઈ ગઈ છે અને જે હજુ થઈ નથી તે પર્યાયો ખરેખર પ્રગટ નથી, વિધમાન નથી, અવિદ્યમાન છે, છતાં કેવળજ્ઞાન તેને પ્રત્યક્ષ જાણતું હોવાથી તે પર્યાયો વિદ્યમાન છે, ભૂતાર્થ છે એમ જાણે છે. આહાહા! ભૂત-ભાવિ પર્યાયો અવિદ્યમાન હોવા છતાં જ્ઞાનમાં સીધી જણાતી હોવાથી જ્ઞાનમાં વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે એમ જાણે છે એ જ્ઞાનની દિવ્યતા છે! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે! જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિદ્યમાનપણે જાણે છે તો ચૈતન્ય મહાપ્રભુ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે, તેને જ્ઞાન વિદ્યમાનરૂપે કેમ ન જાણે? વસ્તુ સત્ છે ને! વિદ્યમાન છે ને! તો એ મહાપ્રભુને તું વિદ્યમાનરૂપે જાણ ને! આહાહા! જેની હયાતી નથી તેની હયાતી જાણે તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે, હયાત જ છે તેને જાણ ને! ભાઈ ! તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન જ છે તેને જાણ ! ૧૧૯. * જ્ઞાતાપણું જ આત્માનું સ્વરૂપ હોવાથી, તેમાં રાગનું કર્તુત્વ આવતું નથી. કેમ કે તેને પોતાના અનંત ગુણોમાં “રાગને કરવું” એવો કોઈ ગુણ નથી. રાગના એક કણનું પણ કર્તુત્વ જે માને છે તે આખા લોકનો કર્તા થાય છે. વ્રતાદિ શુભભાવનો પણ જે કર્તા થાય છે તે આખા વિશ્વનો કર્તા થાય છે, કેમ કે જેમ જાણનાર એકને જાણે તે બધાને જાણે એવો તેનો સ્વભાવ છે, તેમ અકર્તાસ્વભાવથીજ્ઞાતાસ્વભાવથી-ભ્રષ્ટ જીવ પોતાને એક અણુમાત્ર રાગનો પણ કર્તા માને-રાગ મારું કાર્ય છે એમ માને તો તેમાં આખા લોકનું કર્તુત્વ આવી જાય છે. ૧૨૦. * મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો છે તે પરમભાવ આગળ ઇન્દ્ર ને ચક્રવર્તીના વૈભવની તો શું વાત ! પણ ત્રણલોકનો વૈભવ તુચ્છ લાગે છે. બીજું તો શું પણ મારી સ્વાભાવિક નિર્મળ પર્યાય તે પણ, હું દ્રવ્યદૃષ્ટિના બળે કહું છું કે મારી નથી. પરદ્રવ્યો તો મારા નથી જ, અંદર રાગાદિ ભાવ થાય તે પણ મારા નથી જ, પણ દ્રવ્યદૃષ્ટિના જોરથી જે મને નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તેની પણ મને કાંઈ વિશેષતા નથી. મારી દ્રવ્યસ્વભાવ તો અગાધ, અગાધ છે, તેની પાસે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર નિર્મળ પર્યાયની વિશેષતા શું? દયા-દાન-ભક્તિ આદિના શુભ રાગની તો શું વાત ! પણ અનંત શક્તિમય અગાધ ચૈતન્યસ્વભાવ પાસે પ્રગટ થયેલ નિર્મળ પર્યાયની પણ વિશેષતા નથી. આવી દ્રવ્યદષ્ટિ કયારે પ્રગટ થાય? -કે ચૈતન્યનો અપાર અપાર મહિમા લાવી, નિમિત્તથી, રાગથી, પર્યાયથી બધાથી પાછો વળીને પોતાના સ્વભાવ તરફ, વળે ત્યારે પ્રગટ થાય આહાહા ! ૧૨૧. * વસ્તુ અબંધસ્વરૂપ છે, તેને દષ્ટિમાં લેવો તે મહાન પુરુષાર્થ છે. નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ દ્વારા વસ્તુ દષ્ટિમાં આવે છે. પર્યાયમાં બંધ-મોક્ષ છે પણ દ્રવ્યમાં બંધમોક્ષ છે જ નહીં. પર્યાયમાં બંધભાવ છે અને તેના અભાવથી મોક્ષ થાય છે, પણ બંધ છે તે ત્રિકાળી વસ્તુમાં છે જ નહીં. વસ્તુસ્વભાવમાં બંધ કેમ હોય? વસ્તુમાં બંધ હોય તો વસ્તુનો અભાવ થઈ જાય. શુદ્ધનિશ્ચયનયથી વસ્તુમાં બંધ નથી તેથી બંધના અભાવથી થતો મોક્ષ તે પણ વસ્તુમાં નથી. આવી વસ્તુની દષ્ટિ કરવી તે મહા પુરુષાર્થ છે. જ્ઞાયક ભાવમાં બંધ-મોક્ષ કયાંથી આવે? પર્યાયનો બંધ-મોક્ષ વસ્તુમાં નથી. નિર્મળ પરિણતિ પણ દ્રવ્યની નથી. આચાર્યદવ દ્રવ્યનું સ્વરૂપ બતાવવા, તેની દષ્ટિ કરાવવા અને પર્યાયદષ્ટિ છોડાવવા કહે છે કે પર્યાયને દ્રવ્ય કરતું જ નથી. ૧૨૨. * ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી તેથી બન્નેના પ્રદેશ ભિન્ન છે. આત્મવસ્તુથી શરીરાદિ પરદ્રવ્યો તો ભિન્ન છે જ પણ અહીં તો મિથ્યાત્વ રાગ-દ્વેષના જે પરિણામ છે તે નિર્મળાનંદ પ્રભુ એવા આત્માથી ભાવે ભિન્ન સ્વરૂપે છે. પુણ્યપાપભાવ તે આત્માથી ભાવે ભિન્ન છે, ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશ પણ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે તેનાથી આમ્રવના પ્રદેશ ભિન્ન છે, એ છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં જ, પણ નિર્મળાનંદ પ્રભુ અસંખ્ય પ્રદેશી ધ્રુવ છે તેનાથી આસ્રવભાવના પ્રદેશ ભિન્ન છે. આત્મા અને આસ્રવની ભાવે ભિન્નતા છે તેથી તેના પ્રદેશ ભિન્ન કહ્યા છે અને આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય છે તેને પણ આગ્નવવસ્તુથી ભિન્ન કહી છે. ભાવે ભિન્ન હોવાથી તેનો પ્રદેશને પણ ભિન્ન કહીને આગ્નવવસ્તુ જ ભિન્ન છે તેમ કહ્યું. ૧૨૩. * ભગવાન કહે છે કે ભાઈ ! તું પરમ પારિણામિક વસ્તુ છો, તું પૂર્ણ છો. તું તને પામર ન માન. તું વિકારી પર્યાયનો કર્તા નથી, અરે ! તું અવિકારી પર્યાયનો પણ કર્તા નથી એમ તને તું માન. જેમ પરદ્રવ્યો તારા સ્વદ્રવ્યમાં અભાવ છે, પદ્રવ્યનો અંશ તારા સ્વદ્રવ્યમાં આવતો નથી માટે તું પરદ્રવ્યનો અકર્તા છે, તેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] પર્યાયની સત્તા ધ્રુવમાં એકરૂપ થતી નથી, પર્યાયની સત્તા ધ્રુવની સત્તાથી ભિન્ન છે માટે નિર્મળ પર્યાયનો કર્તા સ્વ-દ્રવ્ય-શુદ્ધ પારિણામિકભાવ નથી. ૧૨૪. * રાગ જીવની જ પર્યાયમાં થાય છે અને તેથી પ્રમાણ-અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય એક વસ્તુ હોવા છતાં, દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ અને ધ્રુવ જ્ઞાયકરૂપ છે અને રાગાદિ પર્યાય તો જીવવસ્તુનો ક્ષણિક વિભાવભાવ છે. માટે ધ્રુવ દ્રવ્ય અને ક્ષણિક વિભાવ પર્યાય વચ્ચે તદ્અભાવસ્વરૂપ અન્યત્વ છે. બન્ને ભિન્ન છે. રાગાદિ વિભાવ તો ભિન્ન છે જ, પણ સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય પણ ત્રિકાળી ધ્રુવથી અતભાવસ્વરૂપે ભિન્ન છે, કેમ કે એક સમયની નિર્મળ પર્યાયમાં આખું ધ્રુવ તત્ત્વ આવી જતું નથી, વર્તમાન પર્યાય જેવડું થઈ જતું નથી. ધ્રુવમાં જેટલું ભાવસામર્થ્ય છે તેટલું શ્રદ્ધાનમાં આવે, પણ મૂળ ધ્રુવ ચીજ ક્ષણિક પર્યાયરૂપ થાય નહિ. વસ્તુનો ધ્રુવ અંશ અને પલટતો અંશ સંજ્ઞા-લક્ષણ-પ્રયોજન અપેક્ષાએ ભિન્ન છે. આહાહા ! આવી વાત કોઈ દી સાંભળી ન હોય. ૧૨૫. * ધ્રુવ છું ને શુદ્ધ છું ને પરિપૂર્ણ છું ઈ બધા વિકલ્પો છે; ભોગીના ભોગનું મૂળ છે. પહેલાં અશુભને ચોંટયો હુતો પછી શુભને ચોંટયો, પણ ઈ તો ઈ ને ઈ દશા છે! દષ્ટિને ધ્રુવ ઉપર લઈ જવાની વાત છે. ૧૨૬. * રે દુરાત્મન્ ! હે દુષ્ટ આત્મા! ! અરે તું શું માને છે! રાગથી ભિન્ન ચૈતન્ય ચમત્કાર તારી ચીજ છે તેને તો તું જાણતો ને માનતો નથી ને રાગાદિને તારી ચીજ માને છો ! તારી દષ્ટિ મૂઢ છે. રાગમાં સુખબુદ્ધિ છે તેથી આનંદકંદ પ્રભુ ઢંકાઈ ગયો છે. રાગના વિકલ્પમાં સુખ છે, મજા છે એમ માનનારને સ્વભાવભાવ ઢંકાઈ ગયો છે. બીજી રીતે રાગ છે તે અજીવ છે, એ અજીવભાવમાં રોકાવાથી તેને જીવભાવ ઢંકાઈ ગયો છે રાગને જે દેખે છે તે અજીવને દેખે છે, અચેતનને દેખે છે. રાગ છે તે ચૈતન્યરૂપી સૂર્યનું કિરણ નથી એ કારણે રાગને અચેતન કહીને પુદગલ કહ્યું છે. સાંભળવાનો જે રાગ છે એ રાગ પણ પુદગલ છે. એ ચૈતન્યસ્વભાવથી વિપરીત સ્વભાવ છે. હે દુરાત્મન્ ! તું એ પુદ્ગલને તારો કેમ માને છે? ૧૨૭. * વસ્તુ તો અજીવ અને આસ્રવ વગરની છે. હવે એની નજર પર્યાય ઉપર છે, એ દ્રવ્ય ઉપર કરવાની છે, એટલી જ વાત છે. વસ્તુમાં તો અજીવ અને આસ્રવ છે જ નહીં. પર્યાય ઉપર એની નજર છે. એ નજર દ્રવ્ય ઉપર કરવાની છે. પર્યાય તે હું નહીં-એમ નહિ, પરંતુ પર્યાય જ અંદર ધ્રુવ ઉપર જાય ત્યારે દષ્ટિ કરે. પર્યાય ધ્રુવ ઉપર ગઈ તેની તેને પોતાને ખાતરી કયારે થાય કે પર્યાય ધ્રુવ ઉપર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જતાં આનંદ આવે-અર્થાત્ એનું ફળ આવે તો ધ્રુવ ઉપર એની પર્યાય ગઈ છે તેની ખાતરી પોતાને થાય છે. પર્યાય ઉપર તો એની દષ્ટિ અનાદિની છે જ, હવે દ્રવ્ય ઉપર દષ્ટિ કરે ઈ કરવાનું છે. લાખ વાતની આ વાત છે. ૧૨૮. * સંતો એમ કહે છે કે જિનવરદેવ ગણધરોની સભામાં આમ કહેતા હતા કે ધ્રુવ ભગવાન, ઉત્પાદ-વ્યયની પર્યાયને કે બંધ-મોક્ષની પર્યાયને કરતો નથી; તેને જિનવરદેવ જીવ કહે છે. બંધ-મોક્ષની પર્યાયને જે કરતો નથી તેને અમે જીવ કહીએ છીએ-એમ જિનવરદેવ કહે છે. ૧૨૯. * આ (-શ્રી સમયસાર ગાથા ૩૦૮) બહુ સરસ ગાથા છે. આ ગાથા મોક્ષ અધિકારની ચૂલિકા છે. અહીં આચાર્યદવ આત્માનું અકર્તાપણું બતાવે છે. અકર્તાપણું એટલે કે જ્ઞાયકસ્વભાવની સિદ્ધિ ક્રમબદ્ધ દ્વારા કરી છે. એક પછી એક થાય ને જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય તેનું નામ ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે એટલે કે તેને અન્ય દ્રવ્ય તો કરતું નથી પણ તે પર્યાયને તે દ્રવ્ય પણ આઘી-પાછી કરી શકે-ફેરફાર કરી શકે એમ પણ નથી. ક્રમબદ્ધ તો મહાસિદ્ધાંત છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર જાય છે, અને ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. કમબદ્ધપર્યાયના આશ્રમે ક્રમબદ્ધનો નિર્ણય નહિ થાય. અકર્તાસ્વભાવની દષ્ટિ કરવાથી ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. માટે ક્રમબદ્ધના નિર્ણયમાં પુરુષાર્થનો નિષેધ થઈ જતો નથી પણ ક્રમબદ્ધના નિર્ણયમાં દ્રવ્યસ્વભાવનો અનંતો પુરુષાર્થ છે. અકર્તાપણું એ નાસ્તિનું કથન છે. ક્રમબદ્ધ દ્વારા જ્ઞાયકસ્વભાવની અહીં સિદ્ધિ કરવામાં આવી છે. ૧૩). * ત્રણ કાળે અને ત્રણે લોકમાં શુદ્ધ નિશ્ચયનયે એકલો જ્ઞાનરસ ને આનંદકંદ પ્રભુ હું છું. આવો હું છું એવી દષ્ટિ તે આત્મભાવના છે. હું આવો છું તથા બંધાય જીવો ભગવત્ સ્વરૂપ છે. બધા જીવો પરમાત્મસ્વરૂપ છે. વસ્તુ તરીકે બધા જીવો આવા છે. આવા આત્માને અનુભવવો તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન ને તેમાં ઠરવું તે ચારિત્ર છે. એ રીતે મન-વચન-કાયાથી ને કૃત-કારિત-અનુમોદનાથી બધાય જીવો આવા છે એમ નિરંતર એટલે કે અંતર પાડ્યા વિના આ ભાવના કરવા લાયક કર્તવ્ય છે. એ સિવાય કાંઈ કરવા લાયક માને તે આત્માનો અનાદર છે. ૧૩૧. * શાસ્ત્ર વાંચીને કરવાનું તો આ છે, આત્મભાવના કરવી. શું? –કે ત્રિકાળી જ્ઞાનાનંદ સહજ સ્વભાવી તે હું છું. શ્રીમદ્ રાજચંદ્રમાં પણ આવે છે કે “આત્મ-ભાવના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૨૯ ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' –તે આ આત્મભાવના. સ્વાભાવિક જ્ઞાન ને આનંદ જેનો એક સ્વભાવ તે હું છું પણ ભેદ તે હું નહીં. રાગ તો હું નહીં પણ ભેદ પણ હું નહીં, હું તો સ્વાભાવિક સહજ શુદ્ધ જ્ઞાન ને આનંદ જેનો સ્વભાવ છે એવો એક છું. શાસ્ત્ર વાંચીને કરવાનું તો આ છે. ચારે અનુયોગનો સાર આ છે. કેવો છે જ્ઞાનાનંદ? –કે સ્વાભાવિક સહજ શુદ્ધ જ્ઞાનાનંદ છે, કુત્રિમ નથી. ૫૨નો કરવાવાળો તો નથી પણ રાગવાળો છું તેમ પણ નથી, અરે! પર્યાયવાળો છું તેમ પણ નથી. શ્રી સમયસારની ૩૦ ગાથાની શ્રી જયસેનાચાર્યકૃત ટીકામાં આવે છે કે ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે ‘ જે સકનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વ૨શુદ્ધ-પારિણામિકપરમભાવલક્ષણ નિજપ૨માત્મદ્રવ્ય તે હું છું, પરંતુ એમ નથી ધ્યાવતા કે ‘ખંડજ્ઞાનરૂપ હું છું’ ૧૩૨. * શ્રોતા:- પરની પર્યાયને પરદ્રવ્ય કહો પણ સ્વની નિર્મળ પર્યાયને પણ ૫૨દ્રવ્ય કેમ કહો છો ? પૂજ્ય ગુરુદેવઃ- ૫દ્રવ્યના લક્ષે થતાં રાગની જેમ નિર્મળ પર્યાયના લક્ષે પણ રાગ ઉઠતો હોવાથી એ પણ ખરેખર પદ્રવ્ય છે. તેને દ્રવ્યથી સર્વથા ભિન્ન છે-એમ જોર દીધા વિના દૃષ્ટિનું જોર દ્રવ્ય ઉપર જતું નથી. તેથી નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય, પરભાવ ને હૈય કહી છે. પર્યાય ઉપર પ્રેમ છે તેનું લક્ષ ૫૨દ્રવ્ય ઉપ૨ જાય છે, તેથી તેને પરદ્રવ્યનો જ પ્રેમ છે. પરમસત્સ્વભાવ એવા દ્રવ્યસામાન્યની ઉપ૨ લક્ષ જવું તે અલૌકિક વાત છે. ૧૩૩. * વર્ણાદિ પુદ્દગલ જીવમાં નથી એ તો ઠીક, અને રાગાદિ વિકાર પણ જીવમાં નથી એ પણ ઠીક, પરંતુ સંયમલબ્ધિસ્થાન અને ગુણસ્થાનના જે ભેદો પડે છે તે પણ જીવમાં નથી કેમ કે અનુભૂતિમાં ભેદ ભાસતો નથી તેથી તે ભેદો જીવમાં નથી પણ પુદ્દગલના પરિણામ છે તેમ કહ્યું છે. ૧૩૪. * જેણે આત્મામાંથી રાગ-દ્વેષનો નાશ કર્યો, અલ્પજ્ઞતાનો નાશ કર્યો અને વીતરાગ સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે તેવા પરમાત્મા જેવો જ હું છું. મારી અને પરમાત્માની જાતમાં કાંઈ ફેર નથી. ભગવાન સર્વજ્ઞે જે દશાને પ્રાપ્ત કરી છે તેવી દશાને ધ૨ના૨ો શક્તિવાન હું પોતે જ જિનેન્દ્ર છું. ૧૩૫. * ખરેખર તો વિકારી પર્યાય પર્યાયને કારણે થાય છે. જ્ઞાયક પ્રભુ એનો પણ જાણનાર દેખનાર છે, અને સંવ૨-નિર્જરાની પર્યાય પણ પર્યાયને કારણે થાય છે અને મોક્ષની પર્યાય પણ પર્યાયને કારણે થાય છે. મોક્ષમાર્ગને કારણે મોક્ષ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર થાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય પર્યાયની લાયકાતના કારણે થાય છે. ૧૩૬. * પરમાત્મદશા એ પણ દ્રવ્યમાં નથી, એનાથી રહિત છે. આહાહા ! દ્રવ્ય ઉપર લક્ષ ગયા વિના એને પ્રતીતિમાં જોર આવી શકતું નથી, જોર આવતું જ નથી. પર્યાયનું લક્ષ છોડીને હું તો આ જ વર્તમાનમાં છું-એમ દ્રવ્યમાં ભળી જાય છે ત્યારે જ પ્રતીતિમાં જોર આવી શકે છે. ૧૩૭. * જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે, જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વશની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે, એવા સ્વછંદી જીવની અહીં વાત નથી. જે જીવ ક્રમબદ્ધપર્યાયને યથાર્થરૂપથી સમજે છે તેને સ્વચ્છંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વ ઊછાળ શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. ૧૩૮. * ક્રમબદ્ધપર્યાયથી ખરેખર જેને અકર્તાપણું ખ્યાલમાં આવ્યું હોય તે એટલે કે જે કરવાપણાના દુઃખથી થાકેલો છે તેને ક્રમબદ્ધ ખ્યાલમાં આવતાં પરના કરવાપણાથી ખસીને આત્મા તરફ આવે છે. જે સમયે જે પર્યાય થવાની તે જ થાય છે, તીર્થકરને પણ જે પર્યાય થવાની તે જ થાય છે, તેને આઘીપાછી કરી શકે નહિ એમ ક્રમબદ્ધ ખ્યાલમાં આવતાં જે કર્તાપણાની બુદ્ધિથી થાકેલો છે એ પરના કર્તાપણાના અભિમાનથી થાકીને આત્મા તરફ વળે છે તેને સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યગ્દર્શન થાય છે. એને એમ થાય છે કે મારે કાંઈ જોઈતું નથી એટલે હું કાંઈક કરું અને એનાથી મને બીજું કાંઈક મળે એવી સ્પૃહા નથી. ક્રમબદ્ધની દષ્ટિવાળાને દરેક દ્રવ્યની પર્યાય સ્વયં ક્રમબદ્ધ થાય છે એમ એને બેસી ગયું છે. ૧૩૯. * દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે એટલે પરદ્રવ્યની પર્યાયને ફેરવવાનું તો રહ્યું નહિ, પરદ્રવ્યની પર્યાયને તો ફેરવી શકતો જ નથી પણ પોતાની પર્યાય જે ક્રમસર થવાની તે જ થાય છે તેથી તેને પણ ફેરવવાનું રહ્યું નહિ. જે પર્યાય ક્રમસર થાય તેનો જાણનાર જ છે. આહાહા ! આ વીતરાગતા છે. ભગવાન સર્વજ્ઞ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] . [૩૧ દેખ્યા પ્રમાણે દરેક દ્રવ્યના ત્રણકાળના પર્યાયો જે કાળે જે થવાના તે જ થવાના છે. ભગવાને દેખ્યું છે માટે થવાના છે એમ નહિ પણ દરેક દ્રવ્યના પર્યાયો પોતાથી જ ક્રમબદ્ધ જે થવાના તે જ થાય છે. તેને બીજો તો ફેરવી શકે નહિ પણ પોતે પણ પોતામાં થતાં ક્રમસર પરિણામને ફેરવી શકે નહિ, માત્ર જાણી શકે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વજ્ઞ દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૧૪). * આહાહા! આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમાત્મતત્ત્વ છે. અરેરે ! ત્રણલોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો રાગમાં તો દુ:ખની જ્વાળા સળગે છે, ત્યાંથી દષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા! તારા પરમાત્મતત્ત્વને પર્યાય સ્વીકારે છે પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય શા? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગ ને દેહની વાત કયાં રહી? આહાહા ! એકવાર તો મડદા ઊભા થઈ જાય એવી વાત છે એટલે કે સાંભળતાં જ ઉછળીને અંતરમાં જાય એવી વાત છે. ૧૪૧. * અહો ! આનંદનો દરિયો પોતાના અંતરમાં ઉછળે છે તેને તો જીવ દેખતો નથી ને તરણાં જેવા તુચ્છ વિકારને જ દેખે છે! અરે જીવો ! આમ અંતરમાં નજર કરીને દરિયાને દેખો! ... ચૈતન્યસમુદ્રમાં ડૂબકી મારો ! ૧૪૨. * સમ્યક-સન્મુખ જીવને ચૈતન્યનું લક્ષ બંધાણું છે એટલે એનું જોર ચૈતન્ય તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે. આ જ સ્વભાવ છે-એમ સ્વભાવમાં જ જોર હોવાથી અમે તેને ઓછી ઋદ્ધિવાળો કેમ દેખીએ? મિથ્યાદષ્ટિ હોવા છતાં તે સમ્યક સન્મુખ થઈ ગયો છે, તે સમ્યક લેવાનો જ છે. ૧૪૩. * આ આત્મા હૈ વહી જિનવર હૈ, તીર્થકર હૈ: અનાદિકાળસે હી જિનવર હૈ! આહાહા! અનંતા કેવળજ્ઞાનકી વેલડી હૈ, પર જિનવરકી સ્તુતિ કરનેસે તો પુણ્યબંધન હોતા હૈ, ઉસમેં ધર્મ નહિ હોતા. અપના આત્માની સ્તુતિ કરનેસે હી ધર્મ હોતા હૈ. ૧૪૪. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જીવોને હજુ પોતાના સ્વભાવનું માહામ્ય જ આવ્યું નથી. ભાષામાં આત્માની મહિમા કરે પણ અંતરથી આત્માની મહિમા આવતી નથી. પણ ભાઈ ! જ્યાં સુધી તું હૃદયમાં આત્માને સ્થાપીશ નહિ ત્યાં સુધી આત્મા હાથ નહિ આવે. અનુભવ-પ્રકાશમાં કહ્યું છે કે જ્યાં સુધી તું સંયોગમાં, રાગમાં, પુષ્યમાં, પાપમાં નિમિત્તમાં કે વ્યવહારમાં કયાંય પણ પ્રભુતા સ્થાપીશ-મોટપ માનીશ ત્યાં સુધી આત્મા હાથ નહિ આવે માટે અંતરમાં તારી પ્રભુતાનો સ્વીકાર કર! હું જ પરમેશ્વર છું એમ પહેલાં નક્કી કર ! વિશ્વાસ લાવ! ૧૪૫. * જે વસ્તુ છે તેના સ્વભાવની હદ ન હોય, મર્યાદા ન હોય, તેને પરાશ્રય ન હોય? જે સ્વભાવભાવ છે તેને પરાશ્રયતા કેમ હોય? અચિંત્ય સ્વભાવમાં અપૂર્ણતા કેમ હોય? સાક્ષાત્ પરમેશ્વરનું રૂપ જ આ ભગવાન આત્મા છે. પરમેશ્વરમાં અને દરેકના ભગવાન આત્મામાં કાંઈ ફેર નથી. આવા પોતાના આત્માને દૃષ્ટિમાં ન લે ત્યાં સુધી સ્વસંવેદન પ્રમાણ સિદ્ધ થઈ ન શકે. પોતાના સ્વભાવની મહિમા ચૂકીને પદ્રવ્ય કે પરભાવમાં કયાંય પણ જરાય માહાભ્ય આવશે ત્યાં સુધી માહામ્યવાળો નિજ આત્મા હાથ નહિ આવે. જે પર્યાય દ્રવ્યને દૃષ્ટિમાં લે છે તે પર્યાયની મહિમાનો પણ પાર નથી તો દ્રવ્યની મહિમાની શું વાત? આવી મહિમા જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી વીર્ય સ્વસંવેદન તરફ ન વળે. ૧૪૬. * વિકલ્પ સહિત પહેલાં પાકો નિર્ણય તો કરે કે રાગથી નહીં, નિમિત્તથી નહીં, ખંડખંડ જ્ઞાનથી નહીં, ગુણ-ગુણીના ભેદથી પણ આત્મા જણાય નહીં-એમ પહેલાં નિર્ણયનો પાકો ઘંભ તો નાંખે ! એટલે પર તરફનું વીર્ય તો ત્યાં જ અટકી જાય છે, ભલે સ્વસમ્મુખ વળવું હજી બાકી છે.... વિકલ્પવાળા નિર્ણયમાં પણ હું વિકલ્પવાળો નહીં એમ તો પહેલાં દઢ કરે ! નિર્ણય પાકો થતાં રાગ લંગડો થઈ જાય છે, રાગનું જોર તૂટી જાય છે. વિકલ્પ સહિતના નિર્ણયમાં સ્થૂળ કર્તાપણું છૂટી જાય છે અને પછી અંદર સ્વાનુભવમાં જતાં નિર્ણય સમ્યકરૂપે થાય છે. ૧૪૭. * જુઓ, આ ઇષ્ટ ઉપદેશ! પોતે જ જ્ઞય અને પોતે જ જ્ઞાતા થઈને અનુભવ કરી શકે એવી શક્તિનું સત્ત્વ છે. જ્ઞય થવા માટે કે જ્ઞાતા થવા માટે બીજાની જરૂર પડે એવું પરાધીન વસ્તુનું સ્વરૂપ જ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મા જોયો-જાણ્યો તેવો જ કહ્યો છે. ભગવાન આ હરખજમણ જમાડ છે ભાઈ ! તું હુરખ લાવીને તારા સ્વભાવનો વિશ્વાસ કરી જ્ઞાનનો દોર તેમાં બાંધ. પરમાં કયાંય હરખ લાવવા જેવું નથી. પોતે પોતાનું સ્વરૂપ સમજી, મહિમા લાવી, તેમાં ઠરી જવા જેવું છે. ૧૪૮. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૩૩ * સ્વ-પરને જાણવાની યોગ્યતા પર્યાયની પોતાની છે તેથી તેને જાણે ત્યારે જ્ઞય તેમાં જણાયા એમ નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે તેમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય સ્વયનેભગવાન આત્માને જાણે ત્યાં અનંતા પરયો તેમાં જણાય જાય એવી તે પર્યાયની શક્તિ છે. ૧૪૯. * આત્મા સ્વભાવે પરમાત્મસ્વરૂપ છે, રાગાદિ તો તેના નથી પણ અલ્પજ્ઞતા પણ તેની નથી, એ તો સર્વજ્ઞ પરમાત્મપ્રભુ પોતે છે. તેને બદલે એમ માને કે શુભાશુભ ભાવ મારા છે, રાગ તથા દયા-દાનની ક્રિયાવાળો હું છું, તો તેણે પરમાત્માને જડ માન્યો છે. પરમાણુમાં થતી ક્રિયાઓ જડ છે એ તો ઠીક, પણ પુગલના સંગે થતી પુણ્ય-પાપની ક્રિયાનો ભાવ તે પણ અચેતન છે. તેમને આત્માના માનનાર આત્માને અજીવ માની રહ્યા છે. ૧૫૦. * આ જીવને બાદર કહ્યો, સૂક્ષ્મ કહ્યો, એકન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત કહ્યો તથા પર્યાય અપર્યાપ્ત કહ્યો, દેહની સંજ્ઞાને જીવસંજ્ઞા કહી, તે સર્વે પરની પ્રસિદ્ધિને લીધે “ઘીના ઘડા” ની જેમ વ્યવહાર અપ્રયોજનાર્થે છે, પ્રયોજનભૂત નથી. ઘીનો ઘડો ” એવો વ્યવહાર છે તેમ જીવસ્થાનવાળો જીવ વ્યવહારથી કહેવાય છે, પરંતુ દ્રવ્યસ્વરૂપ જોતાં તે જૂઠો છે. ૧૫૧. * સંસાર-અવસ્થા છે ત્યાં સુધી જીવને રાગ સાથે તન્મયપણું છે એમ જ્યાં સુધી જીવ માને છે ત્યાં સુધી તે મિથ્યાદષ્ટિ છે. જો સંસાર-અવસ્થામાં પણ જીવ રાગાદિ સાથે તન્મય થઈ જાય તો જીવ રૂપી થઈ જાય. કેમ કે રાગાદિ અચેતન છે તેને પોતાના માને તો તેણે આત્માને અચેતન માન્યા છે. ૧૫ર. * અરે! અશુદ્ધ પરિણતિની વાત તો કયાંય રહી, પણ અહીં તો એમ કહે છે કે ચોથા ગુણસ્થાનથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધીની જે નિર્મળ દશા છે તે પણ જીવને નથી, જીવમાં નથી, પણ તેઓ પુગલદ્રવ્યના પરિણામમય છે. આચાર્યદવે ગજબ વાત કરી છે ને! ત્રિકાળી શુદ્ધ નિર્વિકલ્પ પરમ તત્ત્વની દષ્ટિ પૂર્વક જે અયોગી કેવળીનું ગુણસ્થાન પર્યાયમાં પ્રગટ થયું તે પણ પુદ્ગલના પરિણામમય કહ્યાં છે! કેમ કે આ સઘળાય ગુણાસ્થાનો જીવની પર્યાયસ્થિતિને જણાવે છે, ત્રિકાળી વસ્તુસ્વભાવને બતાવનારા તેઓ નથી. તેમના લક્ષે તો વિકલ્પ ઊઠે છે, તેમના લક્ષે વસ્તુસ્વભાવનું લક્ષ ચૂકી જવાય છે. માટે તેઓ જીવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વરી નથી. વળી વસ્તુસ્વભાવની દૃષ્ટિ કરતાં જે આત્માનુભવ થાય છે તેમાં પરિપૂર્ણ ત્રિકાળી શુદ્ધ પરમ તત્ત્વ તે જ હું છું એમ પર્યાયમાં અનુભવ થાય છે, પરંતુ નિર્વિકલ્પ વીતરાગી પરિણતિ તે હું છું એવો અનુભવ થતો નથી; એ રીતે ચૌદ ગુણસ્થાન પર્વતની સઘળીય અવસ્થાઓ-ભેદો સ્વાત્માનુભૂતિથી ભિન્ન રહી જતાં હોવાથી, સ્વભાવમાં તેનો અભાવ હોવાથી તથા તેના લક્ષે વિકલ્પ ઊઠતો હોવાથી તે સઘળાય, જીવના નથી, પરંતુ પુગલદ્રવ્યના પરિણામમય કહ્યાં છે. ૧૫૩. * જ્ઞાન-આનંદ આદિ અનંત વૈભવથી ભરપૂર હું જ્ઞાયકતત્ત્વ છું એમ અંદરથી ભેદજ્ઞાન કરે, વ્યવહારના જે વિકલ્પો આવે તેનાથી પોતાને જુદો જાણે, ઘઉં અને કાંકરા જુદા પાડે એમ ભગવાન આત્માને રાગથી જુદો પાડે, તો તેના બળથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થાય છે, વિકલ્પો છૂટે છે ને નિર્વિકલ્પતા થાય છે. શુભાશુભ રાગની વૃત્તિઓ ઊઠે તે હું નથી, હું તો અનંત જ્ઞાનાનંદસ્વરૂપ જ્ઞાયકપરમાત્મા છું-એવું ભેદજ્ઞાન કરે તો વિકલ્પ છૂટે અને અતીન્દ્રિય આત્માનંદ પ્રાપ્ત થાય. ૧૫૪. * તારી મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય જે પર તરફ ઝૂકેલી છે તેને, પ્રથમ શ્રુતજ્ઞાનના બળ વડે જ્ઞાનસ્વભાવી આત્માનો દઢ નિર્ણય કરીને, અંદર જ્યાં પરમાત્મસ્વરૂપ પ્રભુ બિરાજે છે ત્યાં વાળ, તેની સન્મુખ કર. એમ કરવાથી તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થશે. ભાઈ ! પહેલાં તો ભવનો ડર હોવો જોઈએ. ભવભીરું જીવને જ્ઞાની ગુરુ કહે છેઃ ભાઈ ! તારી ચીજ પુણ્ય-પાપના વિકલ્પોથી રહિત એવી ને એવી અંદર પડી છે. એકવાર પ્રસન્ન થઈને જ કે-અહા! આવી ચીજ મેં કયારેય નજરમાં લીધી નહોતી. પર્યાયની સમીપ અંદર પ્રભુ બિરાજે છે ત્યાં નજરને-મતિ-શ્રતની પર્યાયને-લઈ જા, ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવી દે, તો તને આત્માનાં દર્શન થશે; અને તને વિસ્મય થશે કે- “ઓહો ! આ હું? આવા આત્માના દર્શન માટે મેં કદી ખરું કુતૂહલ જ કર્યું નથી.” ૧૫૫. * આ ભગવાન આત્મા ઊંડ-ઊંડ ધ્રુવ તળમાં કેટલી શક્તિ ધરાવે છે? –કે અપરિમિત અનંત જ્ઞાન, આનંદ આદિ અનંત-અનંત ગુણોનો ભંડાર ભર્યો છે. એવા એ નિજ જ્ઞાયક ભગવાનનો સાચો મહિમા પર્યાયમાં જેને બરાબર ખ્યાલમાં આવે છે તે રાગાદિ વિભાવથી એટલો બધો થાકી જાય છે કે “મારે પૂર્ણાનંદસ્વરૂપ મારા નાથ સિવાય બીજું કાંઈ જોઈતું નથી' એમ અંદરમાં પાકી દઢતા કરી “માત્ર જ્ઞાયક દ્રવ્ય તે જ હું” એવા ભાવે પરિણમી જાય છે. અરે ! દુનિયા પ્રશંસા કરે કે નિંદા કરે, –એ તો જગતની ચીજ છે. તેની સાથે મારે શો સંબંધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] છે? આત્મસ્વભાવનો અદ્દભૂત મહિમા બરાબર સમજાતાં મુમુક્ષુ જીવ અંતરમાં સંસારથી એટલો બધો થાકી જાય છે કે “મારે એક મારું આત્મદ્રવ્ય જ જોઈએ છે, બીજું કાંઈ જ જોઈતું નથી–પૂર્ણાનંદસ્વરૂપ જે ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તે એક જ જોઈએ છે” એવી અંદર દઢતા કરીને બસ, જ્ઞાયક દ્રવ્યસ્વભાવ તે જ હું છું, શરીરાદિ પરવસ્તુ કે રાગાદિ પરભાવ તે હું નથી. દયા, દાન, વ્રત તપનો વિકલ્પ કે એક સમયની અધૂરી-પૂરી પર્યાય મારું ત્રિકાળી સ્વરૂપ નથી, અરે! જ્ઞાનાદિ ગુણભેદરૂપ પણ હું નથી, અનંત ગુણોનો સાગર એક શુદ્ધ અભેદ ભગવાન તે જ હું છું' એવા ભાવરૂપે તે પરિણમી જાય છે-સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નિર્મળ ભાવે પરિણમી જાય છે. એક શુદ્ધ દ્રવ્યસ્વભાવ તે જ હું છું, તે જ મારે જોઈએ છે-એવી દઢતા કરીને તે ભાવરૂપ પોતે પરિણમી જાય છે અને બાકી બીજું બધું કાઢી નાખે છે. ચાહે તો શુભ રાગ હો કે ક્ષાયોપથમિક જ્ઞાન હો, તે બધું ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને કાઢી નાખે છે. જીવ જ્યારે પર્યાયનો આશ્રય છોડી દે છે અને એકલા ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરે છે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ૧૫૬. * શ્રોતાઃ- આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ? પૂજ્ય ગુરુદેવઃ- અરે ભાઈ ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ નક્કી કરતાં જ પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું કયાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે કયાંથી? દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (-શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું ) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું-એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી ને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૩૬ ] સ્વ કે ૫૨ કોઈ દ્રવ્યને, કોઈ ગુણ ને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું, એકલો વીતરાગી જ્ઞાતાભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ! જ્ઞાનમાં જ્ઞાતાદ્રષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને કયાંક ૫૨માં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે; જ્ઞાતાભાવને ચૂકીને કયાંક પણ ફરેફાર કરવાની બુદ્ધિ તે મિથ્યા બુદ્ધિ છે. ૧૫૭. * સર્વજ્ઞના અસ્તિત્વને સિદ્ધ કરીને તારી પ્રગટ પર્યાયમાં સિદ્ધપણું નથી તેમાં સિદ્ધોને સ્થાપીએ છીએ તેથી તું સિદ્ધનું લક્ષ કરીને અમને સાંભળજે, તું જરૂર સિદ્ધ થઈશ. વર્તમાન પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તું શ્રોતા તરીકે સાંભળવા આવ્યો છો તો તારી પર્યાયની એટલી તાકાત હું જોઉં છું-મારા જ્ઞાનમાં એમ આવ્યું છે કે તું અનંતા સિદ્ધોને સ્થાપી શકે તમે છો! અને તું પણ તેમ જોઈ શકે છો! આહાહા! ‘વંવિત્તુ સસિદ્ધે' નો આ ભાવ તો જુઓ! અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપીએ છીએ, તું નહીં રાખી શકે એ પ્રશ્ન જ નથી. અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપીએ છીએ તેથી તારું લક્ષ અલ્પજ્ઞપણે નહીં રહી શકે, તારું લક્ષ સર્વજ્ઞ ઉ૫૨ ૨હેશે. માટે સર્વજ્ઞ ઉપર લક્ષ રાખીને અમને સાંભળજે. ૧૫૮. * કોઈ વ્યક્તિ હાથીનું કે અશ્વનું રૂપ લઈને આવે, વેશપલટો કરે તોપણ જોનારને કુતૂહલ ઊપજે; પરંતુ જીવે પોતાના ત્રિકાળી જ્ઞાયક ભગવાનનાં દર્શન માટે કયારેય સાચું કુતૂહલ જ કર્યું નથી. કુતૂહલ એટલે કૌતુક, જિજ્ઞાસા, આશ્ચર્ય, મહિમા અહા! રાગના પડદા પાછળ અંદર આ ત્રિલોકીનાથ જ્ઞાયક બાદશાહ શી ચીજ છે તેને પ્રેમપૂર્વક જોવાનું સાચું કુતૂહલ જ જીવે કદી કર્યું નથી-વર્તમાન પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ પ્રભુની વિસ્મયતા આવી નથી. ૧૫૯. * જગતની જે ચીજ જે કાળે જેમ પરિણમવાની છે તે તેમ જ પરિણમશે, તેનો તો જીવ કર્તા નથી પરંતુ જે પર્યાય થાય-નિર્મળ પર્યાય થાય તેનો પણ કર્તા નથી. તે પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે. ચૈતન્યને જાણતું જે જ્ઞાન પ્રગટ થાય છે તે પણ ક્રમબદ્ધ થાય છે, તેનો કર્તા પણ ધ્રુવતત્ત્વ નથી. પોતે જ્ઞાનસ્વરૂપ છે એવી દૃષ્ટિ થતાં તે કાળે બાહ્યમાં જગતના જે પરિણામ થાય છે તે ક્રમબદ્ધ થાય છે તેમ તે જાણે છે ને તે જાણવાની પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે, તેનો પણ ત્રિકાળી જીવ કર્તા નથી. જગતના પરિણામ-ક્રિયા તો ક્રમબદ્ધ છે જ પણ સ્વરૂપની દષ્ટિ કરતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ _[ ૩૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] જગતના પરિણામને ક્રમબદ્ધ જાણનાર જ્ઞાનની જે પર્યાય થાય તે પણ ક્રમસર છે તેમ સમ્યજ્ઞાની જાણે છે. ૧૬O. * કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધનું પ્રયોજન છે. ક્રમબદ્ધમાં કર્તુત્વબુદ્ધિ છૂટી જાય છે. પરમાં તો કાંઈ કરી શક્તો જ નથી અને પોતામાં પણ જે થવાનું છે તે થાય છે એટલે પોતામાં પણ રાગ થવાનો છે તે થાય છે એને કરવો શું? રાગમાંથી પણ કર્તુત્વબુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય ઉપરથી પણ દષ્ટિ છૂટી ગઈ ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતાદ્રષ્ટા થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી ગઈ. રાગને કરું એ વાત તો કયાં રહી? પણ જ્ઞાન કરું એ બુદ્ધિ પણ છૂટી જાય છે. કર્તુત્વબુદ્ધિ છૂટી જાય અને એકલું જ્ઞાન રહી જાય છે. જેને રાગને કરવો છે, રાગને અટકાવવો છે, તેને એ કમબદ્ધની વાત બેઠી જ નથી. રાગને કરવો અને રાગને છોડવો એ પણ આત્મામાં નથી. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે. ૧૬૧. * શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન શુદ્ધ દશામાં થયું તે વખતનું જ્ઞાન જ્ઞાયકને પણ જાણે છે ને રાગાદિને પણ જાણે છે છતાં તે જ્ઞાન પરનું નથી, તે જ્ઞાન તો જ્ઞાનનું જ છે. ચૈતન્યસ્વરૂપની દષ્ટિ થતાં પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન પ્રગટયું ત્યારે પરનું જાણવું થયું તે સ્વ જ છે એટલે કે રાગ સંબંધીનું જ્ઞાન થયું તે રાગના લઈને થયું છે કે તે રાગનું જ્ઞાન છે તેમ નથી પણ જ્ઞાનનું જ જ્ઞાન છે. ૧૬૨. * પરની પર્યાય તો જે થવાવાળી છે તે થાય જ છે, તેને હું શું કરું? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? અને મારામાં જે શુદ્ધ પર્યાય આવવાની તેને કરું-લાવું એવા વિકલ્પથી પણ શું? પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુદ્ધ પર્યાયના કર્તુત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. ૧૬૩. * શરીર તો એકબાજુ રહી ગયું પણ ખંડખંડ જ્ઞાન જે પર્યાયમાં હોય છે એ પણ જ્ઞાયકનું પરશેય છે. તે ભાવેન્દ્રિયને કેવી રીતે જીતવામાં આવી કહેવાય? કે પ્રતીતિમાં આવતી અખંડ એક ચૈતન્યશક્તિ, ત્રિકાળી જ્ઞાયકશક્તિ, ધ્રુવશક્તિ તેના વડે, જે ભિન્ન છે તેને, સર્વથા પોતાથી ભિન્ન કરવાથી ભાવેન્દ્રિયનું જીતવું થાય છે. રાગ ને પુણ્ય-પાપના વિકલ્પની વાત તો કયાંય રહી ગઈ પણ જ્ઞાનની વર્તમાન પર્યાયમાં ક્ષયોપશમનો અંશ પ્રગટ છે એ ભાવેન્દ્રિયને પ્રતીતિમાં આવતાં અખંડ એક જ્ઞાયકપણા વડે સર્વથા ભિન્ન જાણો-એનું નામ ભેદવિજ્ઞાન છે. ૧૬૪. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૮] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જાણવાલાયક પણ હું, જાણનાર પણ હું ને અનંત શક્તિરૂપ જ્ઞાતા પણ હું છું, ત્રણે થઈને વસ્તુ તો એક છે. પરનો કર્તા તો કયાંય રહ્યો, પણ પરનો જાણનાર પણ નથી. પોતે જ શેય છે, પોતે જ જ્ઞાન છે ને પોતે જ જ્ઞાતા છે. વિષય-કષાયના પરિણામ તે પરય છે ને આત્મા તેનો જ્ઞાતા છે એમ પણ નથી. ૧૬૫. * ચક્ષુના દષ્ટાંતની જેમ જ્ઞાન એટલે કે આત્મા શરીરને, વાણીને કે શુભાશુભ ભાવને દેખે છે પણ પુણ્ય-પાપના જે ભાવ થાય તેને જ્ઞાન કરતું નથી કે વેદતું નથી. ગણધરો ને ઇન્દ્રોની સભામાં પ્રભુ આમ કહેતા હતા. ત્રિલોકનાથ પરમેશ્વરદેવની આ વાણી છે, મહાવિદેહથી આવેલી આ વાણી છે. શ્રી કુંદકુંદાચાર્યદવ ત્યાં ગયા હતા ને ત્યાંથી આવીને આ શાસ્ત્રની રચના કરી છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તેની ટીકા કરી છે. ભગવાન કહે છે કે ભગવાન તું તો જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ! તું તો રાગને દેખનારો છો પણ કર્તા-ભોક્તા નથી. જો જ્ઞાન રાગને કરે તો તે આત્મા રહેતો નથી, તે મિથ્યાદષ્ટિ થઈ જાય છે. ૧૬૬. * અહીં તો પરથી પોતાને સંકેલી લેવાની વાત છે. છ દ્રવ્યો છે તે જ્ઞય છે એમ નથી, કેમ કે છ દ્રવ્યોને લઈને તેને જાણવાની પર્યાય થઈ નથી પણ પોતાના જ્ઞાનથી જ્ઞાનની પર્યાય થઈ છે માટે જ્ઞાનની પર્યાય ય છે પરંતુ છ દ્રવ્યો જ્ઞય નથી. ૧૬૭. * આહાહા! ચૈતન્ય બાદશાહનો સ્વભાવ તો જુઓ! કેવો અગમ્ય છે! કેવળજ્ઞાનની પર્યાય હોય કે મિથ્યાત્વની પર્યાય હોય કે સમ્યગ્દર્શનની પર્યાય હોય પણ શાકભાવ એકપણું છોડતો નથી, જ્ઞાયકભાવ તો જ્ઞાયકરૂપ જ રહ્યો છે. નિગોદની પર્યાય અક્ષરના અનંતમાં ભાગે રહી ગઈ છે ને કેવળજ્ઞાનની પર્યાય અનંત અવિભાગ-પ્રતિચ્છેદ સહિત પૂરણ પ્રગટ થઈ છતાં જ્ઞાયક-ચૈતન્યજ્યોતિ એકપણું છોડતી નથી. સ્વર્ગ, નરક, નિગોદ આદિ અનેક પર્યાયમાં રહ્યો છતાં ચૈતન્યજ્યોતિ એકપણું છોડતી નથી. નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપે દેખાય, અનેક સ્વાંગો ધારણ કરે છતાં ચૈતન્યજ્યોતિ એકપણું છોડતી નથી, આર્તરૌદ્રધ્યાનના અનેકરૂપ વિચિત્ર શુભાશુભ ભાવના બંધનમાં આવવા છતાં ચૈતન્યજ્યોતિ એકપણું કદી છોડતી નથી. આહાહા ! જ્ઞાનજ્યોતિ નવતત્ત્વની સંતતિમાં આવવા છતાં, અનેક સ્વાંગો ધારવા છતાં, પોતાનું એકપણું છોડતી નથી. અહો ! જેનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં જેના કાળનો અંત નથી, જેના ગુણોનો અંત નથીએવી અનંત સ્વભાવી ચૈતન્યજ્યોતિ સદાય એકરૂપ ચૈતન્યસ્વરૂપે જ રહી છે. આત્મવસ્તુ જ ગંભીરસ્વભાવી છે, એની ગંભીરતા ભાસે નહિ ત્યાં સુધી ખરો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૯ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] મહિમા આવે નહીં, એની ગંભીરતા ભાસતાં આત્માનો એવો મહિમા આવે કે એ મહિમા આવતાં આવતાં એ મહિમા વિકલ્પને ઓળંગી જાય છે, વિકલ્પને તોડવો પડતો નથી પણ તૂટી જાય છે ને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. ૧૬૮. * ભાઈ ! આ વીતરાગે કહેલાં તત્ત્વની વાતો બહુ ઝીણી ને અપૂર્વ છે. જે પુણ્ય-પાપના ભાવો છે, રાગ-દ્વેષ છે, દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધ આદિના ભાવો છે-એ બધાં પુદ્ગલના પરિણામ છે. આહાહા! પ્રભુ ! તારી દશામાં થતાં દયા, દાન, કામ, ક્રોધાદિના શુભાશુભ ભાવો તે તારા નહિ, પણ પુદ્ગલના પરિણામ છે. તું તો આનંદસ્વરૂપ શાંતિનો સાગર છો. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપે છે તે દયા, દાન, કામ, ક્રોધરૂપે કેમ પરિણમે? ભાઈ ! તારું ઘર તો જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેમાં ઠરવું એ તારી ચીજ છે. તું રાગ-દ્વેષ સુખ-દુ:ખરૂપે કેમ પરિણમે ? એ તો પુદ્ગલકર્મનો સ્વાદ છે, એ તારો સ્વાદ નથી. જેમ જળ અને અગ્નિની શીત-ઉષ્ણ પર્યાય છે તે પુદ્ગલની છે, પુદ્ગલથી અભિન્ન છે ને તેનો અનુભવ-જ્ઞાન તે આત્માની પર્યાય છે, તેમ રાગ-દ્વેષ સુખ-દુઃખના પરિણામ થાય છે તે પુદ્ગલની પર્યાય છે, પુલથી અભિન્ન છે ને તેનો અનુભવ-જ્ઞાન તે આત્માની પર્યાય છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થારૂપે આત્માને પરિણમવું અશકય છે તેમ રાગ-દ્વેષ, સુખ-દુઃખરૂપે આત્માને પરિણમવું અશકય છે. જેણે શુભ-અશુભની કલ્પનાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને અનુભવ્યો છે તે જ્ઞાનીને શુભાશુભરૂપે થવું અશકય છે. ભલે હજુ અધુરી દશામાં રાગ આવશે પણ તેનો જાણનાર રહે છે. આહાહા! અહીં રાગદિ પરિણામને આત્માથી ભિન્ન પુદ્ગલ-પરિણામ કહે છે ને જગત એ શુભરાગથી ધર્મ થવાનું માને છે! વીતરાગ સર્વશે કહેલું તત્ત્વ જગતને કઠણ પડે એવું છે. આવી વાતો તો જેના ભાગ્ય હોય તેને સાંભળવા મળે છે. અબજો રૂપિયા મળે તેને અહીં ભાગ્યશાળી કહેતા નથી અલૌકિક વાતો છે. ૧૬૯. * સંતો કહે છે કે ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરી દે! દેવ-ગુરુ પંચપરમેષ્ઠી આદિને જોવાનું તો બંધ કરી દે પણ ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરીને તારા દ્રવ્યને જોવાની આંખને ખુલ્લી કરીને જો ! ભાઈ ! આ તો પ્રવચનસાર એટલે સંતોના હૃદયના કાળજા છે, એ સંતો એમ કહે છે કે ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરી દે. નરકાદિ પર્યાયને જોવાની આંખ તો બંધ કરી દે પણ સિદ્ધ પર્યાયને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦]. [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જોવાનું પણ બંધ કરી દે, તો તને દ્રવ્ય-ભગવાનને જોવાના-દેખવાના ચક્ષુ ખુલી જશે. ભાઈ ! એક વાર જો તો ખરો! પ્રભુ! તું કોણ છો ! જ્યાં પર્યાયને જોવાની આંખ બંધ કરી ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઊઘડી ગયું. પર્યાયને જોવાની આંખ બંધ કરી ત્યાં દ્રવ્યને દેખવાની આંખ ઊઘડી ગઈ. હવે એ ભગવાન છાનો નહિ રહી શકે! ૧૭૦. * દરેક પર્યાય સત છે, સ્વતંત્ર છે, એને પરની અપેક્ષા નથી. રાગનો કર્તા તો આત્મા નહિ પણ રાગનું જ્ઞાન કહેવું એ વ્યવહાર છે અને જ્ઞાન-પરિણામને આત્મા કરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો તે સમયની જ્ઞાનપર્યાય પકારકથી સ્વતંત્ર થઈ છે. ૧૭૧. * ખરેખર તો એક પોતે જ છે ને બીજી વસ્તુ છે જ નહિ. હું જ એક છું, મારે હિસાબે બીજી વસ્તુ જ નથી. કેવળી હો, સિદ્ધ હો, તે તેને હિસાબે ભલે હો, પણ મારા હિસાબે તે નથી-એમ સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. દેહધન-સ્ત્રી-પુત્ર આદિ તો એના છે જ નહિ પણ રાગ પણ તેનો નથી. જ્ઞાનસ્વરૂપ એકલો હું જ છું-એમ જોર આવવું જોઈએ. શ્રોતા – હું જાણનાર જ છું એવું જોર આવતું નથી તે કેમ આવે? પૂજ્ય ગુરુદેવ - જોર પોતે કરતો નથી તેથી આવતું નથી. બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોંશ ને ઉત્સાહ આવે છે! એમ અંદરમાં પોતાના સ્વભાવની હોંશ ને ઉત્સાહ આવવો જોઈએ. ૧૭ર. * જેમ સર્વજ્ઞને લોકાલોક શેય છે, લોકાલોકને સર્વજ્ઞ જાણે છે, તેમ સર્વજ્ઞ સ્વભાવીને દૃષ્ટિમાં લીધો છે એવો સમ્યગ્દષ્ટિ સર્વજ્ઞની જેમ રાગને જાણે જ છે. સર્વશને જાણવામાં લોકાલોક નિમિત્ત છે, તેમ સમ્યગ્દષ્ટિને જાણવામાં રાગ નિમિત્ત છે. સમ્યગ્દષ્ટિ રાગને કરતો જ નથી પણ લોકાલોકને જાણનાર સર્વજ્ઞની જેમ સમ્યગ્દષ્ટિ રાગને જાણે જ છે. આમ વસ્તુસ્થિતિ છે અને આમ જ અંદરથી બેસે છે, આમ જ અંદરથી આવે છે અને આમ જ વસ્તુની સ્થિતિ છે. આ વાત ત્રણ કાળ ત્રણલોકમાં ફરે તેમ નથી. બીજી રીતે બેસારવા જાય તો કોઈ રીતે વસ્તુ સિદ્ધ થઈ શકે તેમ નથી. આ તો અંદરથી જ આવેલી વસ્તુસ્થિતિ છે. શાસ્ત્ર ભલે અનેક રીતે કહે પણ વસ્તુ આમ જ છે ને આમ જ અંદરથી આવી છે. આ તો અનુભવથી નીવેડો છે. ! ૧૭૩. * સ્વભાવથી જ હું જ્ઞાયક હોવાને લીધે સમસ્ત વિશ્વ સાથે મારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ] [૪૧ શેયજ્ઞાયકલક્ષણ સંબંધ છે, પરંતુ આ જ્ઞેય ઇષ્ટ-અનિષ્ટ કે જ્ઞેયના લઈને જ્ઞાન થાય છે કે આ જ્ઞેય મારું ને હું તેનો સ્વામી એવો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જ્ઞાયકનો સર્વ જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી લોકાલોક જાણે કે જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય એમ એક ક્ષણમાં જ જાણી લે છે. આવા Âયજ્ઞાયકલક્ષણ સંબંધને લીધે એકીસાથે અનંતા જ્ઞેયોને અનંતપણે જાણવા છતાં જ્ઞાયક તો સદાય જ્ઞાયકપણે જ-એકરૂપપણે જ રહ્યો છે. અનાદિથી જ્ઞાયક તો જ્ઞાયકભાવે જ રહ્યો છે, પણ મિથ્યાત્વને લઈને અન્યથા મનાય રહ્યો છે, તેથી એ મિથ્યાત્વને મૂળથી ઉખેડીને સ્વભાવથી જ જ્ઞાયક એવા આત્મતત્ત્વના જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મામાં પ્રવર્તવા સિવાય અન્ય કાંઈ કરવાયોગ્ય નથી. ૧૭૪. * પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય એવું વ્યાખલક્ષણવાળું પુદ્દગલદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે ભક્તિ, પૂજા, દયા, દાન આદિના શુભ પરિણામો તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્દગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને પરિણમે છે, ગ્રહણ કરે છે ને ઊપજે છે. આહાહા! રાગાદિ પરિણામમાં પુદ્દગલદ્રવ્ય પોતે અંતર્ધ્યાપક થઈને રાગરૂપે પરિણમે છે, રાગને ગ્રહણ કરે છે, રાગરૂપે ઊપજે છે. જીવ એ રાગની આદિ-મધ્યઅંતમાં વ્યાપક થઈને પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી કે રાગરૂપે ઊપજતો નથી. કેમ કે જીવ તો એકલો જ્ઞાયકભાવ સ્વરૂપ છે, એ જ્ઞાયકભાવ દયા-દાન-ભક્તિ આદિ રાગરૂપ એવા પુદ્દગલકર્મને કેમ કરે ? ભક્તિ-વિનય-વૈયાવ્રત આદિના ભાવની આદિ-મધ્ય-અંતમાં પુદ્દગલદ્રવ્ય વ્યાપક થઈને રાગને કરે છે. આહાહા! ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વભાવ એ રાગાદિ પરિણામને કરતો નથી. જ્ઞાયક પ્રભુ એ રાગાદિ પરિણામમાં વ્યાપતો નથી. ચારિત્રમોહની નબળાઈથી પણ જીવ રાગાદિભાવને કરતો નથી-એમ અહીં એકલા દ્રવ્યસ્વભાવને સિદ્ધ કરવો છે. અરે પ્રભુ! કયાં તારી મહાનતા ને કયાં વિભાવની તુચ્છતા ? તુચ્છ એવા વિભાવભાવ તારાથી કેમ થાય? તું તો જાણનસ્વભાવી છો. તારાથી વિકાર કેમ થાય ? આહાહા ! દ્રવ્યદૃષ્ટિ સમયસારના કથનો અલૌકિક છે. ૧૭૫. * મેરેમેં રાગાદિ હૈ હી નહીં, વિકલ્પોંકો મૈં લા સકતા હી નહીં, છોડ સક્તા હી નહીં ઐસે અંતરસે નિર્ણય કરના ચાહિયે. ઐસે ઐસે ઉ૫૨ ઉપ૨સે ન ચલે. ૧૭૬. * એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે તો નહિ પણ અડે પણ નહિ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ થાય છે. આત્મા માત્ર જ્ઞાયક પરમાનંદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સ્વરૂપ છે. આ ભગવાન સર્વજ્ઞદેવનો દિવ્ય ધ્વનિનો પોકાર છે. આવી અધ્યાત્મની સૂક્ષ્મ વસ્તુ આ કાળે જેને અંદરમાં સચિને પરિણમી જાય છે એવા જીવોને એક-બેચાર ભવ જ હોય, વધુ હોય નહિ એમ શાસ્ત્રમાં આવે છે. કેમ કે આ કાળે કેવળી નથી, અવધિજ્ઞાની કે મન:પર્યયજ્ઞાની નથી, આશ્ચર્યના કારણો ઇન્દ્ર આદિ દેવનું આવવું થતું નથી, ચક્રવર્તી આદિ ચમત્કારિક કોઈ ચીજ નથી, છતાં આ અધ્યાત્મનું સૂક્ષ્મ તત્ત્વ અંદરમાં રુચિ જાય છે એના ભાવ વિશેષ છે. એથી એને ભવ વધુ હોય નહિ. ૧૭૭. * ભૂલ તો અનાદિકી હૈ, ઉસકી નવાઈ નહીં હૈ, ફિરજાના ઉસકી નવાઈ હૈ. તીર્થકરકે આત્માને પૂર્વે કેવલીકી નિંદા કી થી. ઉસમેં કોઈ નવીનતા નહીં હૈ. વો ભૂલજાના ઔર બદલજાના ઉસકી વિશેષતા હૈ. ૧૭૮. * જેમાંથી કેવળજ્ઞાનની અનંતી પર્યાયો વહે એવડો ઇ છે. એક સિદ્ધ પર્યાય જેટલો ય નહીં. મારામાં તો અનંતા ભગવાનની અનંતી પર્યાયો પડી છે એવડો હું છું. ૧૭૯. * પહેલેમેં પહેલે મેરેમેં શરીર-સંસાર-વિકલ્પ હૈ હી નહીં ઐસા નિર્ણય કરકે અનુભવ કર લેના ચાહિયે. ૧૮૦. * શ્રોતા:- દ્રવ્યને સાવ નકામુ કરી દીધું, પર્યાયને પણ દ્રવ્ય કરે નહિ? પૂજ્ય ગુરુદેવ - અરે ભાઈ ! આ તો અંતર પેટની મૂળની વાતો છે. આમાં દ્રવ્ય નકામું નથી થઈ જતું, પણ અલૌકિક દ્રવ્ય સિદ્ધ થાય છે. ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો સાર છે. આ વાત અહીંથી (પૂજ્ય ગુરુદેવથી) બહાર આવી છે. એ પહેલાં આ વાત હિન્દુસ્તાનમાં કયાંય ન હતી. કમબદ્ધ એ પરમ સત્ય છે. જે કાળે જે થવાનું છે તે જ થશે. તેને ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરે છે. આના સંસ્કાર પાડયા હશે તે સ્વર્ગમાં જશે તે ત્યાંથી સમકિત પામશે. ૧૮૧. * સર્વજ્ઞ આ આત્માને જ્ઞાયકસ્વભાવી જીવતત્ત્વ જાણે છે, પુણ્ય-પાપના ભાવ થાય તેને આસ્રવતત્ત્વ જાણે છે અને શરીરાદિને અજીવતત્ત્વ જાણે છે-એમ જ્યારે પોતાનું જ્ઞાન પણ ભિન્ન-ભિન્નપણે જાણે ત્યારે ભેદજ્ઞાન થાય છે. ૧૮૨. * પ્રવચનસારમાં કહે છે કે શુભ-અશુભ બન્ને ભાવ દુઃખરૂપ છે. અશુભના ફળમાં નરક અને શુભના ફળમાં સ્વર્ગના ભોગ મળે પણ એ ભોગમાં લક્ષ જાય એ ભાવ પણ અશુભ હોવાથી દુ:ખ છે. તેથી અશુભનું ફળ નરક ને શુભનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૩ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] ફળ સ્વર્ગ ત્યાં પણ દુઃખ જ છે તો શુભ-અશુભના ફળમાં ફેર કયાં રહ્યો? એ બન્ને દુઃખના કારણ છે તો એ શુભને ઠીક કેમ કહેવાય? પ્રભુ! જેના ફળમાં દુઃખ છે એવો શુભ તને રુચે છે કેમ? ૧૮૩. * દેવ-શાસ્ત્ર–ગુરુ કહે છે કે અમે તારી જ્ઞાનની પર્યાયમાં શેય છીએ માટે તું શેયનિષ્ટતાથી હટી જા. અમારી વાણી પણ જ્ઞય છે અને શેયની તત્પરતા એ સંસાર છે, જ્ઞાયક ઉપર તત્પર થા અને અમારા ઉપરથી તત્પરતા હટાવી દે. ૧૮૪. * કરુણાથી કહ્યું છે કે અરે મૂઢમતિ! અમે જે પુણ્ય-પાપભાવને અચેતન કહીએ છીએ, જડ કહીએ છીએ, પુદ્ગલ કહીએ છીએ તેને તું આત્મા માને છો તો મોટો અપરાધી છો; જા નરક-નિગોદમાં! જા પુદ્ગલની ખાણમાં! ચૈતન્યની ખાણમાં નહીં જવાય. ૧૮૫. * શ્રોતા:- પર્યાય તે સમયની સત્ છે, નિશ્ચિત છે, ધ્રુવ છે, તેમ કહેવાનું શું પ્રયોજન છે? પૂજ્ય ગુરુદેવ - પર્યાય ઉપરથી લક્ષ છોડી ધ્રુવ દ્રવ્ય તરફ ઢળવાનું પ્રયોજન છે. પર્યાય તે સમયની સત્ છે, નિશ્ચિત છે, ધ્રુવ છે, તેમ બતાવીને તેના ઉપરનું લક્ષ છોડાવી ધ્રુવ દ્રવ્ય ઉપર લક્ષ કરાવવાનું પ્રયોજન છે. પર્યાય નિશ્ચિત છે, ધ્રુવ છે એટલે પર્યાય તે સમયની સત્ હોવાથી આઘી-પાછી થઈ શકે તેમ નથી એમ જાણે તો દષ્ટિ દ્રવ્ય ઉપર જાય; દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યારે વીતરાગતા થાય. વીતરાગતા એ તાત્પર્ય છે. અરે! આવી વાતો કરોડો રૂપિયા દેતાં પણ મળે તેમ નથી. આહાહા! જે જાણતા વીતરાગતા થાય એની કિંમત શું? ૧૮૬. * હું સ્વભાવથી જ જ્ઞાયક હોવાથી વિશ્વની સાથે મારે કેવળ શેય-જ્ઞાયક સંબંધ છે, પરંતુ કર્તા-કર્મ, સ્વ-સ્વામી આદિ સંબંધો જ નથી. કર્મ જ્ઞય છે ને હું જ્ઞાયક છે. શરીરની રોગ-નિરોગ ગમે તેવી અવસ્થા થાય તે મને ઠીક-અઠીકરૂપ નથી પણ તે યરૂપ છે અને હું જ્ઞાયક છું. અરે! વિકાર થાય તે પણ જ્ઞય છે ને હું જ્ઞાયક છે. ત્રણલોકના નાથ તે વિનય કરવાયોગ્ય છે અને હું વિનય કરનાર છું એમ નથી. ત્રણલોકના નાથ પણ વિશ્વમાં-શયમાં આવે છે ને હું જ્ઞાયક છે. આખું વિશ્વ તે શેય છે ને હું જ્ઞાયક છું. એ સિવાય વિશ્વ તે મારું સ્વ અને હું તેનો સ્વામી એવો સ્વ-સ્વામી સંબંધ નથી. હું કર્તા ને તે મારા કર્મ એવો કર્તા-કર્મ સંબંધ પણ વિશ્વની સાથે નથી. મારે વિશ્વની સાથે કેવળ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૪૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એક જ્ઞેય-જ્ઞાયક સંબંધ જ છે અને તે પણ વ્યવહા૨ છે. પરમાર્થે તો હું જ જ્ઞાતાજ્ઞાન ને જ્ઞેય છું તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી. ૧૮૭. * નર-નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ અને સંવર, નિર્જરા, મોક્ષ-એ નવ તત્ત્વોથી એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ વડે અત્યંત જુદો હોવાથી હું શુદ્ધ છું. આહાહા ! સાધક-બાધકની પર્યાયથી આત્માને અત્યંત જુદો કહ્યો. શરીર આદિથી તો અત્યંત જુદો છે જ, પુણ્ય-પાપ આદિથી પણ અત્યંત જુદો છે જ, પણ સંવર નિર્જરા-મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારીક ભાવોથી પણ હું એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ વડે અત્યંત જુદો હોવાથી શુદ્ધ છું. આહાહા! અહીં સમયસારની ગાથા ૩૮મા તો સંવર, નિર્જરા, મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારીક ભાવોથી પણ આત્માને અત્યંત જુદો કહીને દિગમ્બર સંતોએ અંતરના પેટની વાતો ખુલ્લી કરી છે. આવી વાતો બીજે કયાંય નથી. આહાહા! જગતના ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ છે. ૧૮૮. * જે અંદર શાયભાવ પ્રભુ છે તેમાં દયા-દાન-વ્રતના પરિણામ નથી, એ તો નથી પણ જેમાં અપ્રમત કે પ્રમત્ત દશા પણ નથી એવો જ્ઞાયકભાવ છે. જાણક જાણક જાણક ચૈતન્ય ચૈતન્ય સ્વભાવ જ્ઞાયકભાવ છે. સમ્યગ્દર્શનનો વિષય જ્ઞાયકભાવ છે, એ જ્ઞાયકભાવ અપ્રમત્ત કે પ્રમત્ત પણ નથી. જ્ઞાયકભાવમાં ૧૩મું કે ૧૪મું ગુણસ્થાન પણ નથી. જેમ તેલનું ટીપું પાણીના દળમાં પ્રવેશ કરતું નથી તેમ જ્ઞાયકદળમાં પ્રમત્ત-અપ્રમત્ત દશા નથી, કેમ કે જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત-અપ્રમત્ત થતો નથી. ૧૮૯. * ભગવાન કહે છે અરે પ્રભુ! તારા આત્માની જાત અને અમારા આત્માની જાતમાં કાંઈ ફેર નથી. તેં તારું સ્વરૂપ પ્રગટ કર્યું નથી એટલો જ ફેર છે માટે ૫૨માત્મા જેવા જ તારા આત્માની નિર્ભ્રાત-ભ્રાંતિરહિત નિઃશંકપણે ભાવના કર ! શક્તિએ બધા આત્મા ભગવાન છે. તું તારી ચૈતન્યસત્તાનો સ્વીકાર કર! જાણવું... જાણવું... જાણવું. આ જાણવાની જ્ઞાનશક્તિની બેદતા, અચિંત્યતા, અમાપતા છે તે હું જ છું, જ્ઞાનની સાથે રહેલો આનંદ એ પણ હું જ છું. અતીન્દ્રિય, બેહદ અને પૂર્ણ આનંદ મારું જ સ્વરૂપ છે. આવા જ્ઞાન-આનંદ સ્વરૂપ આત્માની દષ્ટિ કરતાંસત્યસ્વરૂપનો સ્વીકાર કરતાં પર્યાયમાં જે સત્યદશા પ્રગટ થાય છે તે જ ખરેખર આત્માનો નિજધર્મ છે. ૧૯૦. *હું મુક્ત જ છું, રાગ અને તેના સંબંધે બંધપણું મારામાં છે જ નહિ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૪૫ સમયસારની ૧૪મી ગાથામાં કહ્યું છેઃ જે આત્માને અબદ્ધસૃષ્ટાદિ ભાવોરૂપ એટલે કે મુક્તસ્વરૂપ દેખે છે-અનુભવે છે તેને શુદ્ઘનય જાણજે. કર્મ તો ૫૨ ચીજ છે, તેની સાથે તો જીવને ૫૨માર્થે સંબંધ છે જ નહિ, પણ રાગાદિ વિભાવો સાથે પણ ખરેખર સંબંધ નથી. આત્મા તો રાગાદિના સંબંધ વિનાની અબંધ ચીજ છે. અબંધ કહો કે મુક્ત હો. અહા! દૃષ્ટિએ જ્યારે દ્રવ્યને લક્ષમાં લીધું ત્યારે ‘હું મુક્ત જ છું' એવો અનુભવ થયો. ૧૯૧. * ભાઈ ! તું તારા સ્વભાવમાં એકાગ્ર થા ને! આખા લોકમાં તારાથી અધિક બીજું શું છે? તું જ પૂર્ણ શુદ્ધ ૫૨મેશ્વ૨ છો. સર્વમાં અધિક છો. તારા હિતના માર્ગે તું એકલો જઈ શકે છો. તારો માર્ગ તારાથી અજાણ્યો નથી. મુક્તિમાં તું એકલો જઈ શકે છો. અત્યાર સુધીમાં જે જીવો મોક્ષમાં ગયા તે બધાં પોતાના સ્વસંવેદનથી આત્માને જાણીને એકલા જ મોક્ષમાં ગયા છે. ૧૯૨. * શ્રી નિયમસાર કળશ-૧૭૬મા કહે છે કે આત્મા નિરંતર સુલભ છે. આહાહા ! આત્મા નિરંતર વર્તમાન સુલભ છે. વર્તમાન સુલભ છે એનું તાત્પર્ય એ છે કે આત્મા વર્તમાનમાં જ છે, તેનો વર્તમાનમાં જ આશ્રય લે! ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં રહેશે એમ ત્રિકાળ લેતા તેમાં કાળની અપેક્ષા આવે છે. તેથી વર્તમાનમાં જ ત્રિકાળી પૂર્ણાનંદનો નાથ પડયો છે તો વર્તમાનમાં જ આશ્રય લે તેમ કહે છે. ૧૯૩. * વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. અંદરથી કયાં રુચે છે? અંદરથી રુચે તો વીર્ય ઉછળે; એ કયાં ઉછળે છે? સાધારણ ધારણા અને માહાત્મ્ય તો અનંતી વાર આવ્યા, પણ ખરેખર માહાત્મ્ય આવવું જોઈએ. બાકી જ રહી ગયું છે ને! પહેલાં સ્વભાવનું માહાત્મ્ય આવે છે અને પછી માહાત્મ્યની ઉગ્રતા થતાં એકાગ્રતા થાય છે. ૧૯૪. * જાણન... જાણન... ચૈતન્યના પ્રકાશનું પૂર... હું તો શાયક છું-એમ પહેલાં ઉપલકભાવે તો નિર્ણય કર. પછી ઊંડાણથી નિર્ણય કર. વિકલ્પથી અંદર વિચારમાં એ લે કે દેહ તો માટી છે ને પુણ્ય-પાપના ભાવ તો વિકાર છે, હું તો જ્ઞાયક છું. પછી ઊંડાણથી એનો નિર્ણય કર. ગમે તેમ કરીને એ માર્ગે જા. શુભાશુભ ભાવથી ભિન્ન જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કર. જાણનનો જાણનપણે અભ્યાસ કર. જ્ઞાયકનો બીજી રીતે નહીં પણ જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કર–આ એક કરી લીધું તો બધું થઈ ગયું-બધું આવી ગયું. ૧૯૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬] [ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર * પરકી તો કયા બાત, અધિકાર તો યહાં રાગકા ભી નહીં. જો રાગકા અધિકારી હોતા હૈ વો દ્રવ્યા અધિકારી નહીં, શુભાશુભ ભાવોંકા સ્વામી હૈ વો આત્માકા અધિકારી નહીં. ૧૯૬. * એકવાર વાલભાઈએ (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં ) કહ્યું છે કે વિવેકકો એકબાજુ રખો ને બીજી વખત કહ્યું છે કે વિવેક જોઈએપર્યાયને જુદી રાખવી જોઈએ, પર્યાય ઉપર જોર ન હોવું જોઈએ. એનો અર્થ એવો કે આવો રાગ હોવો જોઈએ ને આવો ન હોય. પણ રાગ જેવો થવો હશે તેવો થશે. સમ્યગ્દષ્ટિને સ્વચ્છંદી રાગ ન થાય, એને યોગ્ય એની લાયકાત પ્રમાણે થશે, પણ એનું જોર જોવું જોઈએ કે આ ખાણ છે; એ ખાણ ઉપર નજર રાખવી જોઈએ કે આ ખાણ છે, જોર ત્યાં હોવું જોઈએ, પર્યાયનો વિવેક હોય છે પણ જોર ખાણ ઉપર હોવું જોઈએ, પર્યાય ઉપર ના હોવું જોઈએ. ૧૯૭. * સમયસારની ૧૪૨મી ગાથાની ટીકામાં આવેલા ૭૦મા કળશના ભાવાર્થમાં કહ્યું છે. આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. “હું બદ્ધ છું.” વગેરે વ્યવહારનયનો તો નિષેધ કરતા જ આવ્યા છીએ, પણ “હું અબદ્ધ છું, શુદ્ધ છું, અખંડ છું,’ એવા જે નિશ્ચયનયના વિકલ્પ ઊઠે છે તેનો પણ અમે નિષેધ કરીએ છીએ; કેમ કે સ્વરૂપમાં પેસવા માટે તે વિકલ્પો કાર્યકારી થતા નથી. આવા વિકલ્પો સુધી આવ્યો પણ “તેથી શું?” તેમાં તારા આત્માને શો લાભ થયો? જ્યારે અંદર સ્વરૂપમાં પ્રવેશ કરે છે, આનંદના નાથનો અનુભવ કરે છે, ત્યારે તે બધા વિકલ્પો છૂટી જાય છે. ૧૯૮. * હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી જુદો હું તો જ્ઞાયક પ્રભુ છું, અનંત વિભૂતિથી ભરપૂર હું જ્ઞાયક ભગવાન આત્મા છું-એમ અંતરમાં સાચું આત્મભાન કરે તો તે અંતર્મુખતાના બળથી નિર્વિકલ્પતા થાય, વિકલ્પો છૂટે અને અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વરૂપ સ્વાત્માનુભૂતિ પ્રાપ્ત થાય. ધર્મી જીવને સ્વાનુભૂતિ પ્રાપ્ત થયા પછી પણ રાગ તો આવે છે, પણ તે તેનો કેવળ જ્ઞાતા છે, સ્વામી નથી, તેને પોતાનું કર્તવ્ય માનતો નથી. વાત જરા સૂક્ષ્મ છે. અનંતવાર જીવ જૈનનો શ્રાવક ને દ્રવ્યલિંગી સાધુ થયો, પણ રાગ રહિત, પૂર્ણાનંદથી ભરપુર પોતાનું જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તેના પર કદી દષ્ટિ કરી નથી, તેનો અંતર્મુખ થઈને અનુભવ કર્યો નથી. ૧૯૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૪૭ * બંધ-મોક્ષ ને તેના માર્ગની પર્યાય છે તે નાશવાન છે તેથી ત્રિકાળીને નિશ્ચય આત્મા કહ્યો છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે તેને દ્રવ્ય કરતું નથી કે તે પર્યાય દ્રવ્યમાં નથી. અહીં પણ બેનનાં (બહેનશ્રીનાં વચનામૃતનાં) બોલમાં છે કે મુનિપણું, કેવળજ્ઞાન કે સિદ્ધપદ એ તો પર્યાય છે, એ તો ક્ષણિક છે ને ધ્રુવજ્ઞાયક છે તે ત્રિકાળી છે; એવું જે એકરૂપ સદશ ધ્રુવ છે કે જેમાં દ્રવ્યલિંગ, ભાવલિંગ કેવળજ્ઞાન કે સિદ્ધપણું નથી તેને નિશ્ચય આત્મા કહે છે. ૨OO. * સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, તેમનામાં ભેદ કઈ નયથી જાણું? -એમ કહીને નિયમસારમાં વ્યવહારનયની તુચ્છતા બતાવી છે, વ્યવહારનયની કાંઈ ગણતરી જ કરી નથી. અરે પ્રભુ! તારામાં ને સિદ્ધમાં કઈ નયથી ફેર ગણું? -વ્યવહારનયથી પણ વ્યવહાર કાંઈ ગણતરીમાં નથી. આ સંસારી ને આ સિદ્ધ એ કઈ રીતે ભેદ પાડું? કઈ નયથી ફેર પાડું? વ્યવહારનયની તો ગણતરી જ નથી. ૨૦૧. * ન્યાલભાઈમાં છે (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં છે) કે કોઈએ પૂછ્યું કે ન્યાયથી વાત બેસે છે પણ ધ્રુવસ્વભાવ તરફ લક્ષ જતું નથી ! .. જે પર્યાયમાં તને ન્યાયથી બેસે છે તે પર્યાય કયાં છે? કોના આધારે છે? એ પર્યાય જેના આધારે છે એ ધ્રુવ છે, એના આધારમાં જા ! એને આ કરવાનું છે, બાકી તો બધી વાતો છે. ૨૦૨. * નય શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. પ્રમાણજ્ઞાનને પ્રમાણપણું ત્યારે અને તો જ પ્રાપ્ત થાય છે કે અંદર દષ્ટિમાં વિભાવ તેમ જ પર્યાયના ભેદોથી રહિત શુદ્ધાત્મદ્રવ્યરૂપ ધ્રુવની શ્રદ્ધાનું-અવલંબનનું-જોર સતત વર્તતું હોય. ધ્રુવસ્વભાવના આલંબનનું બળ જ્ઞાનીને સદૈવ વર્તતું હોવાથી તેનું જ્ઞાન સમ્યફપ્રમાણ છે અને તેને જ ક્રિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય અને નિશ્ચયનય વગેરે નયો દ્વારા વર્ણવાયેલા ધર્મોનું સાચું જ્ઞાન હોય છે, અજ્ઞાની મિથ્યાષ્ટિને નહીં, કેમ કે તેને શુદ્ધાત્મદ્રવ્યરૂપ ધ્રુવસ્વભાવનું ભાન નહિ હોવાથી તેનું જ્ઞાન અપ્રમાણ છે-મિથ્યા છે. ૨૦૩. * પ્રભુ તને ભગવાન તરીકે જોવે છે અને તું પણ તને ભગવાન તરીકે જો તો ભગવાન થઈશ. નિર્મળ પર્યાયથી પણ ભિન્ન જે ભૂતાર્થ વસ્તુ છે તેને શુદ્ધ કહેવામાં આવે છે, તેના પર દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શનનો ઉત્પાદ થશે ને મિથ્યાત્વનો વ્યય થશે. માટે શુદ્ધ વસ્તુમાં જા–તેની દષ્ટિ કર. સંયોગથી તો ભિન્ન, દયા-દાનના વિકલ્પથી ભિન્ન અને એક સમયની પર્યાયથી પણ ભિન્ન વસ્તુ શુદ્ધ છે, તેની દષ્ટિ કરતાં ધર્મની શરૂઆત થાય છે. આ એક જ ધર્મની રીત છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ધર્મની વિધિ છે, ધર્મની કળા છે. બીજા લાખ ઉપાય પણ ધર્મ થશે નહીં. ૨૦૪. * પરમપરિણામિકભાવલક્ષણ જે પરમાત્મા તે હું છું, તેની દષ્ટિ કરવાથી જન્મ-મરણનો અંત આવશે. શું કરવું? –કે નિજપરમાત્મા છે ત્યાં દષ્ટિ કરવી. પરવસ્તુ, રાગ અને પર્યાયની દૃષ્ટિ છે તે બહિર્મુખ દૃષ્ટિ છે. જે ત્રિકાળી વસ્તુમાં નથી તેને પોતાની માનવી તે બહિર્દષ્ટિ છે. પ્રભુ! તું કોણ છો એ તને ખબર નથી. તેથી અહીં કહે છે કે જેને ધર્મ કરવો હોય, કલ્યાણના પંથે આવવું હોય, તેણે પહેલાંમાં પહેલો આત્માને જાણવો. મંદિર, પ્રતિષ્ઠામહોત્સવ આદિ શુભભાવ હોય, પણ તે સાધન નથી. પ્રજ્ઞાછીણી એ સાધન છે. કેમ કે સકલ નિરાવરણ આત્મવસ્તુ અને રાગ એ બે વચ્ચે સંધિ છે, નિ:સંધિ થયા નથી, તેથી ત્યાં સાવધાનીપૂર્વક પ્રજ્ઞાછીણી પટકવાથી બે ભિન્ન થઈ જાય છે. ૨૦૫. * આહાહા ! પોતાની જ્ઞાનની પર્યાય પણ જ્ઞાયકને પરજ્ઞય છે. ભાવેન્દ્રિય છે એમ સિદ્ધ કરે છે, વ્યવહારનયનો વિષય છે એમ સિદ્ધ કરે છે, પણ વિશ્વાસમાં આવનાર, ભરોસામાં આવનાર જ્ઞાયકથી તે ભિન્ન છે. વ્રત તપ આદિના વિકલ્પ આત્મા નહીં ને આત્મામાં તે નહીં પણ અહીં તો કહે છે કે ખંડખંડ જ્ઞાનની પર્યાય કે જે પોતાની છે તે પણ જ્ઞાયકથી સર્વથા ભિન્ન છે. ક્ષયોપશમનો અંશ જે ખંડખંડ જ્ઞાન પ્રભુ! એ તારી ચીજ નહીં, ત્યારે તું કોણ છો? –કે અખંડ એકરૂપ ચૈતન્યસ્વભાવ તું છો. એના દ્વારા ભાવેન્દ્રિયને તું સર્વથા ભિન્ન જાણ. ત્રણલોકનો નાથ પ્રભુ તું છો, એના અવલંબન દ્વારા ભાવેન્દ્રિયને પોતાથી સર્વથા ભિન્ન જાણ. ૨૦૬. * નવતત્ત્વરૂપ પરિણમનને દેખે છે તે દેખવું છોડી દે અને વસ્તુને દેખ! આ તારે કરવાનું છે. નવતત્ત્વરૂપ પરિણમનને દેખે હો ઈ તને રોગ છે. ૨૦૭. * પરદ્રવ્ય તો આત્માનું સ્વરૂપ નથી, રાગ તો તારો નથી પણ નિર્વિકલ્પ મોક્ષમાર્ગની દશા પણ તારું વાસ્તવિક સ્વરૂપ નથી, તે પણ ઉપચારથી આત્માનું સ્વરૂપ છે. અહીં તો દષ્ટિનો વિષય બતાવવો છે, તેથી દષ્ટિના વિષયમાં પર્યાય નથી તે અહીં બતાવ્યું છે. સમ્યગ્દષ્ટિનો વિષય સમ્યગ્દષ્ટિ નથી, દષ્ટિનો વિષય દૃષ્ટિ વિનાનું-પર્યાય વિનાનું દ્રવ્ય છે તોપણ નિશ્ચય-મોક્ષમાર્ગ સાધક હોવાથી તેને સદભૂત ઉપચારનયથી જીવનું સ્વરૂપ કહ્યું છે. ૨૦૮. * સ્વભાવથી એકત્વ અને રાગાદિ વિભાવથી વિભક્ત એવા આ જ્ઞાયક ભગવાનને હું શુદ્ધાત્મસ્પર્શી નિજ વૈભવ વડ દેખાડું છું; જો હું દેખાડું તો તમે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૪૯ તમારા પોતાના સ્વાનુભવપ્રત્યક્ષ વડે પરીક્ષા કરીને તેનો સ્વીકાર કરજો. અહા ! પાંચમા આરાના સંત પાંચમા આરાના શ્રોતાઓને કહે છે: પ્રભુ જ્ઞાનાનંદના રસકસથી ભરપૂર જ્ઞાયકચીજ અંદર મૌજૂદ પડી છે ને! જાગતો જીવ અંદર ઊભો છે તે કયાં જાય? એ તો તને સહજ જ છે, સુગમ જ છે. તે સહજ તેમ જ સુગમ સ્વરૂપને મારા અંતરના વૈભવથી દર્શાવું છું, તેને તું તારા અનુભવપ્રત્યક્ષથી પ્રમાણ કરજે. ૨૦૯. * એક ત્રિકાળી ધ્રુવને જાણ્યા વિના જે જીવ જ્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી જીવને રખડવું મટતું નથી. જે ત્રિકાળી ચીજ છે તેમાં તો એક સમયની પર્યાય પણ નથી. જે ભેદમાં ને વિકલ્પમાં રોકાશે તે જીવને ત્યાં સુધી આત્મા હાથમાં-જ્ઞાનમાં નહીં આવે. પ્રભુ! એક વાર સાંભળ, બધું મૂકીને એકવાર નિર્વિકલ્પતત્ત્વ જો ! અવસર ચાલ્યા જશે તો ફરી કયારે મળશે નાથ ! માટે ચાલતી ધારા જે પર્યાય છે તેની નજર છોડીને તેની પાછળ જે ત્રિકાળી નાથ મૌજૂદ બિરાજમાન છે તેની નજર કર બાપુ! ૨૧૦. * તાત્પર્ય એ છે કે પર્યાય વિનાનો ભગવાન આત્મા તે ઉપાદેય છે. સિદ્ધ સમાન એટલે કે ત્રિકાળી શુદ્ધ એવો નિજ આત્મા ઉપાદેય છે. પણ કોને ઉપાદેય છે કે જેણે અનુભૂતિ દ્વારા ઉપાદેય બનાવ્યો છે ત્યારે તેને આત્મા ઉપાદેય થયો છે. શુદ્ધાત્માની સન્મુખની અનુભૂતિરૂપ પરિણમન થાય ત્યારે તેને આત્મા ઉપાદેય થયો છે. એમ ને એમ ઉપાદેય-ઉપાદેય કરે-ધારણામાં રાખે તેને આત્મા ઉપાદેય નથી. ૨૧૧. * નિજ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યધન વસ્તુ પોતે જ પોતાને ઉપાદેય છે. નિશ્ચયથી તો મોક્ષની પર્યાય પણ આશ્રય-આલંબન માટે હેય છે, સંવર-નિર્જરાની (સ્વાનુભૂતિની) પર્યાય પણ હેય છે. નિશ્ચયથી તો નિજ ભગવાન શુદ્ધાત્મા પોતે જ ઉપાદેય છે. દ્રવ્ય, દ્રવ્યથી પ્રકાશતું નથી કારણ કે તે ધ્રુવ છે, સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે; પણ તે ધ્રુવનો આશ્રય લે છે ત્યારે પર્યાયમાં વસ્તુ પ્રકાશ છે–પ્રગટે છે. ૨૧૨. * પરની અપેક્ષાએ પર્યાય વિનાનું દ્રવ્ય નથી, પરંતુ સ્વની અપેક્ષાએ પર્યાય વિનાનું દ્રવ્ય છે. પર્યાય ને દ્રવ્ય બે ભિન્ન સત્તા છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, વ્યક્તને અવ્યક્ત સ્પર્શતું નથી. આવા ભગવાનને લક્ષમાં લેનારી પર્યાય પણ વસ્તુમાં આવતી નથી. ૨૧૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * સાક્ષાત્ ભગવાન, તેમની વાણી અને સાંભળવાથી થતો વિકાસ એ બધા યો છે, તેમાં અજ્ઞાની આસક્ત થયો છે. શ્રોતા – વાણી સાંભળીને વિચાર કરે તો અંતરમાં આવી શકે ને? પૂજ્યશ્રી – ઈ વિચારમાં રોકાણો છે ઈ પરયમાં આસક્ત થયો છે. પરમાં આસક્તિથી સ્વમાં આવી શકે? શ્રોતા - એને ગુનો બોધ નહીં લાગતો હોય? પૂજ્યશ્રી:- અંતરમાં લાગતો નથી. ભગવાનનો હુકમ છે કે તું તારા આત્મામાં જા. એ હુકમને તે માનતો નથી. શ્રોતા – ઈ તત્ત્વની વિરાધના કરે છે? પૂજ્યશ્રી:- હા, તત્ત્વની વિરાધના કરે છે ને અતત્ત્વની આરાધના કરે છે. ભાઈ ! આકરી વાત છે. આ ૧૧ અંગવાળો શુકલેશ્યાવાળો ભગવાન પાસે ગયો પણ પોતાના ભગવાન પાસે ન ગયો, તેથી જ્ઞયોમાં આસક્ત છે. ૨૧૪. * શ્રોતા:- રાગાદિકનું ને જ્ઞાનનું ઉપજવું એક જ ક્ષેત્રમાં ને એક જ સમયે થતું હોવાથી તે બન્નેની ભિન્નતા કેવી રીતે છે? પૂજ્ય ગુરુદેવઃ- જે સમયે અને જે ક્ષેત્રે રાગાદિકનું ઊપજવું થાય છે તે જ સમયે અને તે જ ક્ષેત્રે જ્ઞાનનું ઊપજવું થતું હોવાથી અજ્ઞાનીને ભ્રમથી તે બન્ને એક હોય તેમ લાગે છે પણ તે બન્નેના સ્વભાવો જુદા જુદા છે, એક નથી. બંધનું લક્ષણ રાગાદિ છે અને ચૈતન્યનું લક્ષણ જાણવું છે. એમ બન્નેના લક્ષણો ભિન્ન છે. રાગાદિનું ચૈતન્યની સાથે એક જ સમયે ને એક જ ક્ષેત્રે ઊપજવું થાય છે તે ચૈત્ય-ચેતકજ્ઞય-જ્ઞાયક ભાવની અતિ નિકટતાથી થાય છે પણ એક દ્રવ્યપણાના લીધે નથી થતું. જેમ પ્રકાશવામાં આવતાં ઘટપટાદિ પદાર્થો દીપકના પ્રકાશપણાને જાહેર કરે છે, ઘટપટાદિને નહિ. તેમ જાણવામાં આવતાં રાગાદિક ભાવો આત્માના જ્ઞાયકપણાને જ પ્રસિદ્ધ કરે છે, રાગાદિકને નહિ. કેમ કે દીવાનો પ્રકાશ દીપકથી તન્મય છે. તેથી પ્રકાશ દીપકની પ્રસિદ્ધિ કરે છે, તેમ જ્ઞાન આત્માથી તન્મય હોવાથી જ્ઞાન આત્માને પ્રકાશે છે–પ્રસિદ્ધ કરે છે, રાગાદિને નહિ. કામ-ક્રોધાદિ કષાયભાવો જ્ઞાનમાં જણાય છે તે ખરેખર રાગાદિકને પ્રકાશતા નથી કેમ કે રાગાદિ જ્ઞાનમાં તન્મય થયા નથી પણ રાગાદિ સંબંધીનું જ્ઞાન પોતાના જ્ઞાનને પ્રકાશે છે. ચૈતન્ય સ્વયં પ્રકાશસ્વભાવી હોવાથી પર સંબંધીના પોતાના જ્ઞાનને પ્રકાશે છે, પરને પ્રકાશતો નથી. પહેલાં કહ્યું કે આત્મા પરને પ્રકાશે છે; Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ | [ ૫૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] પણ તે વ્યવહારથી વાત કરી. ખરેખર તો પર સંબંધીના પોતાના જ્ઞાનને જ પ્રકાશ છે. આ બધી જગતની ચીજો છે તે જ્ઞાનપ્રકાશમાં આવતી નથી અને જ્ઞાનપ્રકાશ જગતની ચીજોમાં જતો નથી. જગતની ચીજો છે તે સંબંધીની પોતાની પરપ્રકાશકતા જ્ઞાનપ્રકાશને જ પ્રકાશે છે. આથી સિદ્ધ થયું કે બંધસ્વરૂપ રાગાદિના અને પ્રકાશસ્વરૂપ જ્ઞાનના લક્ષણો જુદા હોવાથી તેમને એકપણું નથી. તે બન્નેના સ્વલક્ષણો જુદા જુદા જાણીને ભગવતી પ્રજ્ઞાછીણીને તે બન્નેની અંતરંગ સાંધમાં પટકવાથી એટલે કે જ્ઞાનને આત્માની સન્મુખ વાળવાથી રાગથી ભિન્ન ચૈતન્યના અતીન્દ્રિય આનંદને અનુભવાય છે. ૨૧૫. * સમ્યગ્દર્શન હુઆ વહુ તો ભગવાન હો ગયા. રાગકા મેં કર્તા નહીં, પરકા મેં કર્તા નહીં. મેં તો સર્વજ્ઞ હું, તો શ્રદ્ધામેં સર્વજ્ઞ હો ગયા. બોલનેકી બાત નહીં હૈ. અકર્તાપણા પ્રગટ હુઆ હૈ. ૨૧૬, * વ્યવહારરત્નત્રયનો સ્વામી પુદ્ગલ છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવનો સ્વામી પુદ્ગલ છે, હું નથી. દયા-દાન-પૂજા-ભક્તિ, શાસ્ત્ર-વાંચવા, સાંભળવા આદિના શુભભાવો અને ધંધા સ્ત્રી-પુત્ર ખાવા-પીવા આદિના અશુભભાવો તે બધા ભાવોથી આત્મા ત્રણે કાળે રહિત હોવા છતાં તેનાથી સહિત માનવો એ જ સંસારમાં રખડવાનું નરકનિગોદનું મહાબીજ છે. ૨૧૭. * તારો મહિમા કર, બીજો બધો મહિમા છોડ-એમ કહેવામાં આવે, પરંતુ હું શુદ્ધ છું ને પરિપૂર્ણ છું એવો મહિમા આવે છે ઈ પણ વિકલ્પાત્મક મહિમા છે. ખરેખર તો સ્વસમ્મુખ થતાં અંતરમાં ઢળે છે ત્યારે જ સાચો મહિમા આવ્યો છે. ૨૧૮. * (વિકલ્પાત્મક નિર્ણયની વાત ચાલતાં). આવા નિર્ણયમાં વિકલ્પ સહિત હોવા છતાં, મિથ્યાત્વનો રસ મંદ પડે છે, અભાવ તો પછી થાય છે. વિકલ્પ રહિત થઈને વસ્તુનો અનુભવ થતાં મિથ્યાત્વનો અભાવ થાય છે. જેને રાગ સહિત આવો નિર્ણય કે જે રાગાદિ ક્રિયાથી જુદી જાતનો છે તેની પણ જેને ખબર નથી, તે વિકલ્પ રહિત વસ્તુનો અનુભવ કરી શક્તો નથી. ૨૧૯. * જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી. તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, ચૈતન્યના દળમાં પેસેતો નથી. ર૨૦. * આત્મપ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે. કળશટીકામાં યત્નસાધ્ય નથી, કાળલબ્ધિથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર] . [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર થાય એમ કહ્યું છે એ તો અર્ધપુદ્ગલપરાવર્તન કાળ બાકી રહ્યો હોય ત્યારે જ આત્મપ્રાપ્તિ થાય એવો સિદ્ધાંત છે એ વાત ત્યાં સિદ્ધ કરવી છે. એને વિશ્વાસ આવી જવો જોઈએ કે મારો સ્વકાળ આવી જ ગયો છે. સબ અવસર આવી ગયો છે એમ વિશ્વાસ આવી જવો જોઈએ. સંસારમાં તો તેને રુચતી વાત તરત જ કરીશ એમ કહે છે. જે વસ્તુ તેનાથી થઈ શકતી નથી અને તરત જ કરવા કહે છે તો જે વસ્તુ પોતાની જ છે પોતાથી જ થઈ શકે છે એ તરત જ કેમ ન થાય? એને વિશ્વાસ આવી જવો જોઈએ કે હું તો તરવાને પંથે જ જઈ રહ્યો છું, મારે એકાદ ભવ છે. જેમાં ભવ નથી એની દષ્ટિમાં ભવ હોય જ નહિ. ૨૨૧. * તત્ત્વાનુશાસનમાં ૧૬ર શ્લોકમાં લખ્યું છે કે “સ્વ-પર પ્રતિભાસસ્વરૂપ તારો સ્વભાવ છે.' સ્વ અને પરને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પોતાને આવો અચિંત્ય સ્વભાવવાળો ન માનતાં હું રોગી, હું કાળો, હું રૂપાળો, હું પૈસાવાળો એમ પરપદાર્થમાં અને વિભાવમાં પોતાની અતિ માનવી તે આત્માને કલંક છે. ૨૨૨. * શ્રદ્ધાનમાં વિપરીતતા હોવાથી સમ્યક અટકે છે-થતું નથી અને પુરુષાર્થની નબળાઈથી ચારિત્ર અટકે છે–પ્રગટતું નથી. છતાં સમ્યક નહિ થવામાં શ્રદ્ધાનની વિપરીતતાને બદલે પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાન દોષને રાય સમાન અલ્પ જાણે છે; તે ડુંગર જેવડા મહાન દોષને છેદી શકે નહિ. ર૨૩. * બુધ પુરુષોને એટલે કે સમ્યગ્દષ્ટિ જીવોને એવો નિર્ણય વર્તે છે કે સિદ્ધદશા કે સંસારદશા અમારા ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં છે જ નહીં. ધ્રુવસ્વરૂપ, સામાન્યસ્વરૂપ એકસ્વરૂપ વસ્તુ કે જે સમ્યગ્દર્શનનો વિષય છે તેમાં મોક્ષની દશા કે સંસારની દશા છે જ નહીં. અંત:તત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવું જે પરમપરિણામિક તત્ત્વ, તેમાં કેવળજ્ઞાનની પર્યાય કે સંસારની વિકારી પર્યાય છે જ નહીં. ૨૨૪. * સ્વ-પરને જાણવાની યોગ્યતા પર્યાયની પોતાની છે તેથી તેને જાણે ત્યારે શેય તેમાં જણાયા એમ નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે તેમ કહેવું તે પણ વ્યવહાર છે, ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય સ્વય નિજ આત્માને જાણે ત્યાં અનંતા પરયો તેમાં જણાય જાય એવી તે પર્યાયની શક્તિ છે. ૨૨૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] * પ્રભુ! તું કોણ છો એની તને ખબર નથી. તારી પૂરી વાત સર્વજ્ઞ પણ વાણીમાં કહી શકયા નથી એવો તું મહાન છો, પણ તે અનુભવ કરે તો તને જાણે એવો છો. જ્ઞાયકભાવ શુભાશુભરૂપે થયો નથી તેથી તું ત્યાં દષ્ટિ કરે તો તને મળે એવો તું છો. જાગતો જીવ ઊભો છે તે કયાં જાય? ત્યાં નજર કર તો તને જરૂર પ્રાપ્ત થશે જ. રર૬. * કોઈ પણ પર્યાય હો, ચાહે તો કેવળજ્ઞાન કે મોક્ષની પર્યાય હો પણ તેની મુદત એક સમયની હોવાથી તે નષ્ટ થવા યોગ્ય છે. સમસ્ત પર્યાયો નષ્ટ થવા યોગ્ય છે. સંવરની પર્યાય હો પણ તે નષ્ટ થયા યોગ્ય છે. કેમ કે એક સમયની છે ને! તે અપેક્ષાએ નષ્ટ થયા યોગ્ય છે અને ત્રિકાળી તત્ત્વ તો છે એમ ને એમ સદાય છે. તેથી સમસ્ત નાશવાન ભાવોથી ધ્રુવ સામાન્યવહુ દૂર છે, ભિન્ન છે. દૂર એટલે સહ્યાંચળ ને વિંધ્યાચળ પર્વતની જેમ ભિન્ન ભિન્ન ક્ષેત્ર છે એમ નહીં, પણ પર્યાયમાં ધ્રુવ નથી ને ધ્રુવમાં પર્યાય નથી. તેથી નાશવાન ભાવોથી ધ્રુવ સામાન્યવહુ દૂર છે. ર૨૭. * કારણુપરમાત્મા એ જ ખરેખર આત્મા છે. નિર્ણય કરે છે. પર્યાય, નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણ પરમાત્મા, તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને વ્યવહાર કહીને અણાત્મા કહ્યો છે. કારણપરમાત્મા પ્રભુ ઉપાદેય છે, અતિ આસન્નભવ્ય જીવોને એવા નિજ કારણપરમાત્મા સિવાય અન્ય કોઈ ઉપાય નથી. પર્યાય કે રાગ કે નિમિત્ત કોઈ ઉપાદેય નથી. નિજ પરમાત્માને જે પર્યાયે ઉપાદેય કર્યો, તે પર્યાયને આત્મા કરતો નથી. અમિતગતિ આચાર્યદેવના યોગસારમાં આવે છે કે પર્યાયનો દાતા દ્રવ્ય નથી, કેમ કે પર્યાય સત્ છે ને સને કોઈનો હેતું નથી. તેથી સમ્યગ્દર્શનની પર્યાય નો આશ્રય લ્ય છે તે પર્યાયના પોતાના સામર્થ્યથી છે. આત્માનું જેવું સામર્થ્ય છે તેવું શ્રદ્ધા-જ્ઞાનમાં આવે છે પણ તે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયના પોતાના સામર્થ્યથી છે, પરંતુ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે નિજ પરમાત્મા સિવાય અન્ય કોઈ ઉપાદેય નથી. ૨૨૮. * જિનવચનમાં શુદ્ધ દ્રવ્ય અર્થાત્ ત્રિકાળી ધ્રુવવસ્તુ તે જ મુખ્ય છે, તેથી તે જ ઉપાદેય છે. આવા ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યને મુખ્ય કરીને તેમાં જે પુરુષો રમે છે, પ્રચુર પ્રીતિ સહિત વારંવાર અભ્યાસ કરે છે, તે પુરુષો શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માનો તુરત જ સ્વાનુભવ કરે છે, પરમ શુદ્ધ ચૈતન્યજ્યોતિને દેખે છે, અનુભવે છે અર્થાત્ તેમાં ક્રિડા કરે છે, રમે છે. ર૨૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૪] . [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * શ્રોતા- જ્ઞાનીને શરીર જેમ ભિન્ન દેખાય છે તેમ રાગાદિ ભિન્ન દેખાય છે ? પૂજ્ય ગુરુદેવ - જ્ઞાનીને શરીરની જેમ જ રાગાદિ ભિન્ન દેખાય છે, અત્યંત ભિન્ન દેખાય છે. ર૩૦. * જેમ દર્પણની સ્વચ્છતા દર્પણને બતાવે છે અને અગ્નિની જ્વાળા આદિને પણ દર્શાવે છે. તોપણ દર્પણમાં દેખાતો સ્વ-પરના આકારનો પ્રતિભાસ-પ્રતિબિંબ તે દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે. તે કાંઈ અગ્નિની અવસ્થા નથી, પ્રતિબિંબિત વસ્તુની અવસ્થા નથી. વળી જેવા પદાર્થો દર્પણની સામે હોય તેવું પ્રતિબિંબ દેખાડવું તે દર્પણની સ્વચ્છતાનો સ્વભાવ હોવાથી પ્રતિબિંબિત પદાર્થના લીધે પ્રતિબિંબ પડતું નથી પણ દર્પણની સ્વચ્છતાને લીધે જ પ્રતિબિંબ પડે છે. તેવી રીતે જ્ઞાતૃતા તે આત્માની જ છે અર્થાત્ સ્વ-પરને જાણનાર જ્ઞાનસ્વરૂપ આત્મા છે અને ભાવકર્મ દ્રવ્યકર્મ ને નોકર્મ પુદ્ગલના પરિણામ છે. જ્ઞાનસ્વરૂપી જ્ઞાયકને જ્ઞાનની પર્યાયમાં જ્ઞય બનાવીને તેનું જ્ઞાન કરવું તથા પરણેયોને જ્ઞાનની પર્યાયમાં જ્ઞય બનાવીને તે સંબંધીનું જ્ઞાન થયું તે જ્ઞાનનો સ્વત:સિદ્ધ સ્વભાવ જ છે. પરદ્રવ્યો છે માટે તેનું જ્ઞાન થયું એવો પરતંત્ર સ્વભાવ જ નથી. ૨૩૧. * પરભાવ હોવા છતાં એટલે કે દયા, દાન, પૂજા, ભક્તિ, તથા કામ, ક્રોધાદિ પરભાવો હોવા છતાં જે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી સહજ ગુણમણિની ખાણરૂપ શુદ્ધ આત્માને એકને જ ભજે છે તે મુક્તિસુંદરીનો વલ્લભ થાય છે. હવે મુક્તિસુંદરી તેનાથી દૂર નહિ રહી શકે. પર્યાયમાં વિકારભાવો તો છે, એ પરભાવો હોવા છતાં તેની દષ્ટિ છોડીને, સ્વામિત્વ છોડીને સહજ ગુણમણિની ખાણરૂપ શુદ્ધ આત્માને ભજે છે તે શુદ્ધ દષ્ટિવાળો છે. ૨૩ર. * અહો ! આ આત્મતત્ત્વ તો ગહન છે. એને આંખો મીંચીને, બહારના પાંચે ઇન્દ્રિયનો વેપાર બંધ કરીને, મનના સંબંધથી વિચાર કરે કે અહો ! આ આત્મવસ્તુ અચિંત્ય છે, જ્ઞાયક જ્ઞાયક.. જ્ઞાયક જ છે-એવો વિકલ્પથી નિર્ણય કરે છે તે હજુ પરોક્ષ નિર્ણય છે. પરોક્ષ એટલે પ્રત્યક્ષ સ્વાનુભવ નથી થયો માટે તેને પરોક્ષ કહ્યો. મનની બહારનો બોજો ઘણો ઘટાડી નાખે ત્યારે મનથી અંદરના વિચારમાં રોકાય અને ત્યાંથી પણ પછી ખસીને અંદર સ્વભાવના મહિનામાં રોકાય અને આનંદનો અનુભવ થાય તેને સમ્યગ્દર્શન કહે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે ને તેને પામવાનો આ ઉપાય છે. આમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. સ્વભાવનો આશ્રય તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ] [૫૫ મૂંઝવણને ટાળી નાખે છે. અત્યારે લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા છે તેને તો મનથી પણ સાચો નિર્ણય કરવાનો વખત નથી. ૨૩૩. * અહા ! ચૈતન્યપ્રભુ સમીપ બિરાજે છે એની ઉપ૨ નજ૨ નહિ અને પર્યાય ઉપ૨ નજ૨-દૃષ્ટિ રાખવાથી ચૈતન્યપ્રભુ પ્રગટ થાય નહિ. ભલે પર્યાયમાં જાણપણું ઘણું ખીલ્યું છે અને વ્યવહારશ્રદ્ધા આદિ પર્યાયમાં થયું છે પણ એ પર્યાય ઉ૫૨ની દષ્ટિ રાખ્યું ચૈતન્યપ્રભુના દર્શન નહિ થાય. આ તો પર્યાય ઉપરની દૃષ્ટિથી મરી જાય ત્યારે દષ્ટિ થાય એવી વાત છે! જ્ઞાનની પર્યાયમાં શાસ્ત્રજ્ઞાનનો વિકાસ થયો છે તેનું પણ લક્ષ છોડી દે! એ જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. પરસત્તાવલંબી જ્ઞાનમાં જેને હોંશ આવે છે એ જ્ઞેયનિમગ્ન છે, તેને જ્ઞાનસ્વરૂપમાં મગ્નતા નહિ આવે. જેને આવડતના અભિમાન છે તે બધાં શેયનિમગ્ન છે, જ્ઞાનનિમગ્ન નથી. આ તો ભવથી છૂટકારાની અપૂર્વ વાતો છે. પ્રભુ! શાયકભાવમાં દૃષ્ટિને થંભાવ! દ્રવ્યમાં અનંતુ સામર્થ્ય ભર્યું છે ત્યાં દૃષ્ટિને થંભાવ! નિગોદથી માંડીને કેવળજ્ઞાન ને સિદ્ધદશા સુધીની કોઈ પર્યાય શુદ્ધદષ્ટિનો વિષય નથી. શુદ્ઘદષ્ટિનો વિષય અખંડ દ્રવ્યસામાન્ય છે. ત્યાં તારી દષ્ટિને થંભાવ-ઝુકાવ! દષ્ટિને દ્રવ્યમાં જ થંભાવવાથી આગળ વધાય છે. ૨૩૪. * પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે! એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે અને અંદર કામ કરવાના ઘણા છે એમ એને લાગવું જોઈએ. ૨૩૫. * શુભાશુભ પરિણામ તેના સ્વકાળે જે થવા યોગ્ય છે તે જ થાય છે. નહોતો થવાનો ને એને કરે કે થવાનો હતો ને ફેરવે એ દિષ્ટ જ ખોટી છે. રાગ એના સ્વકાળે કાળક્રમમાં થવા યોગ્ય જ થાય છે-એ દૃષ્ટિમાં જ જ્ઞાયકનો અનંતો પુરુષાર્થ છે. ૨૩૬. * શ્રોતા:- પર્યાય તો વ્યવસ્થિત જ થવાની છે એટલે પુરુષાર્થની પર્યાય તો જ્યારે તેનો પ્રગટવાનો કાળ આવશે ત્યારે જ પ્રગટશે એટલે હવે કરવાનું શું રહે છે? પૂજ્ય ગુરુદેવઃ- વ્યવસ્થિત પર્યાય છે એમ જાણ્યું કયાંથી? વ્યવસ્થિત પર્યાય દ્રવ્યમાં છે તો તેને દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાની છે. પર્યાયના ક્રમ ઉપર દૃષ્ટિ રાખવાની નથી પણ ક્રમસર પર્યાય જેમાંથી પ્રગટે છે એવા દ્રવ્યસામાન્ય ઉપર જ એને દૃષ્ટિ કરવાની છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સામાન્ય ઉપરની દષ્ટિમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધના સિદ્ધાંતથી અકર્તાપણું સિદ્ધ થાય છે. ક્રમ સામે જોવાનું નથી. ર૩૭. * હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયકના લક્ષ જીવ સાંભળે છે, તેને સાંભળતાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યક્રસમ્મુખતા રહે છે; મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિતભાવ કહ્યો છે તેમ સમ્યક સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. જેમ સમયસાર ગાથા ૪માં કહ્યું છે કે મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય ચાલે છે તેમ જ્ઞાયકનું એકછત્ર લક્ષ આવવું જોઈએ. ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન ટકે તો દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિચારમાં ફેરવે. ઉપયોગને બારીક કરે, ઉપયોગને સૂક્ષ્મ કરતો કરતો જ્ઞાયકના જોરથી આગળ વધે તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ૨૩૮. * સર્વશનો નિર્ણય કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રુચિ કરવા જાય ત્યાં જ પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. એ જ પુરુષાર્થ આવ્યો. ૨૩૯. * પ્રવચનસારની ગાથા ૮૦મા અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે આત્માને જાણે છે તેમ કહ્યું ને સમયસાર ગાથા ૧માં કહ્યું કે જે અનંત સિદ્ધોનેસર્વજ્ઞોને પોતામાં સ્થાપે છે તે પોતાના આત્માને જાણે છે અને તે શ્રુતકેવળી થશે એટલે કે સમ્યગ્દષ્ટિ થશે ને પછી કેવળી થશે એમ કહ્યું. આહાહા! ગજબ વાત કરી છે. જેણે એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધોને- સર્વજ્ઞોને સ્થાપ્યા છે, જાણ્યા છે, આદર કર્યો છે, એનું લક્ષ રાગમાંથી ખસીને જ્ઞાનસ્વભાવની સન્મુખ જ જાય છે એવા શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોને સ્થાપું એમ કહ્યું છે. જે શ્રોતા પોતે અનંતા સિદ્ધોને પોતામાં સ્થાપે છે અને ગુરુ સ્થાપે છે તેમ કહેવાય છે. આહાહા ! જેણે એક સમયની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેણે પોતાને રાગથી ને સંસારથી ઉપાડી લીધો છે. જે પર્યાય અનંતા સિદ્ધોને પી ગઈ–જાણી લીધા એ પર્યાય દ્રવ્યને જાણવાનું કામ કેમ ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] કરે? જે પર્યાય અનંતા સિદ્ધોને સ્થાપે છે જાણે છે તે પર્યાય દ્રવ્યમાં ઢળી જ જાય છે ને પોતાના દ્રવ્યને જાણે જ છે ને સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય જ છે. આહાહા ! જેણે પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે, જાણ્યા છે એ તે કાંઈ સાધારણ વાત છે! જેણે અનંતા સિદ્ધોની સ્થાપના કરી એના શ્રદ્ધા-જ્ઞાન દ્રવ્યસ્વભાવ ઉપર જ જાય છે ને તે સિદ્ધ થયા વિના રહે નહિ એવા શ્રોતાને શ્રોતા તરીકે લીધા છે. ભાઈ ! તારો આત્મા તારી પર્યાયની સમીપમાં જ છે, તેને તું જો ! તારી પર્યાયમાં અનંત સિદ્ધોની સ્થાપના કર તો તને તારી પર્યાયની તાકાત કેટલી છે તે ખબર પડે! જે શ્રોતા સિદ્ધોનું પર્યાયમાં સ્થાપન કરીને સાંભળે છે, વાંચે છે, વિચારે છે, એમાં એનું જ પોષણ ને પુષ્ટિ કરતાં કરતાં અલ્પ કાળમાં સિદ્ધ થઈ જવાના જ છે. ૨૪). * શ્રોતા - આત્માના સંસ્કારોને દઢ કરવા શું કરવું? પૂજ્ય ગુરુદેવ - વસ્તુસ્વરૂપનો નિર્ણય દઢ કરવો. શુદ્ધ છું, એક છું, જ્ઞાયક છું, એનો ચારે પડખાથી વારંવાર નિર્ણય પાકો કરીને દઢ કરવો. ૨૪૧. * અપને આતમદેવકી મહત્તા છોડકર પુણ્ય-પાપકી મહત્તા કરતે હૈં ઓ કુદેવકી મહત્તા કરતે હૈં. પુણ્ય-પાપમેં કુછ શક્તિ નહીં, ઉસમેં માનના ઓ કુદેવપણા હૈ. ૨૪૨. * શ્રોતાઃ- જ્ઞાની દ્રવ્યદૃષ્ટિના જોરથી રાગને પુદ્ગલનો માને પણ જિજ્ઞાસુ રાગને પુગલનો માને તે બરાબર છે? પૂજ્ય ગુરુદેવ - જિજ્ઞાસુ પણ વસ્તુસ્વરૂપના ચિંતવન આદિમાં માને કે રાગ તે આત્માનો નથી, રાગ તે ઉપાધિભાવ છે, પરના આશ્રયે ઉત્પન્ન થતો હોવાથી મારો નથી, પુદ્ગલનો છે એમ માને. શ્રોતા:- રાગ તે પુદ્ગલ-પરિણામ.. પુદ્ગલ-પરિણામ એમ કરીને રાગનો ડર રહે નહિ તો? પૂજ્ય ગુરુદેવ - એમ હોય નહિ; રાગની રુચિ હોય નહિ, રાગની રુચિ છોડવા માટે રાગ તે પુદ્ગલ-પરિણામ છે તેમ જાણે. શાસ્ત્રમાં સ્વચ્છંદતા કરવા કોઈ વાત કરી નથી, વીતરાગતા કરવા કહ્યું છે. ૨૪૩. * પુણ્ય-પાપ-આસવ-બંધ ને સંવર-નિર્જરા-મોક્ષ તત્ત્વ છે, નથી એમ નથી, પણ તેમાં સારરૂપ તો એક ત્રિકાળી તત્ત્વ જ છે. દ્રવ્ય અને પર્યાય એમ બન્નેને ના માને તેને તો તત્ત્વની ખબર જ નથી. આસ્રવ આદિ, સંવર આદિ અને ત્રિકાળી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એમ સર્વ તત્ત્વો છે ખરા, પણ તેમાં સારરૂપ એક જ તત્ત્વ-ત્રિકાળી તત્ત્વ છે. શ્રી સમયસારની ૧૧મી ગાથામાં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી છે, પર્યાયનો અભાવ છે એમ નથી. નિયમસાર શ્લોક ૫૪મા પણ સર્વ તત્ત્વો” એમ શબ્દ વાપર્યો છે, પર્યાય છે એમ સિદ્ધ કરીને કહ્યું કે તેમાં સાર એક ત્રિકાળી તત્ત્વ જ છે. અલિંગગ્રહણના ૨૦માં બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન થતું નથી. તેથી વેદનમાં આવ્યો તે હું એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. અહીં સમ્યગ્દર્શનની વાત છે, સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી ધ્રુવસામાન્ય તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. આત્મવસ્તુ પોતે ધ્રુવ છે અને તેના ઉપર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય છે. ૨૪૪. * શુભરાગ અસંખ્ય પ્રકારનો છે તથા અશુભના પણ અસંખ્ય પ્રકાર છે, તે બધોય જીવને નથી. આમ તો દસમા ગુણસ્થાન સુધી રાગ છે ને અહીં રાગ જીવને નથી તેમ કહ્યું છે કેમ કે જીવના સ્વરૂપમાં તો રાગ છે જ નહીં પણ સ્વરૂપની દષ્ટિ કરતાં જે અનુભૂતિ થાય છે તેમાં પણ રાગનો અભાવ છે. દસમા ગુણસ્થાને રાગ છે તેમ કહીને પર્યાયની સ્થિતિનું જ્ઞાન કરાવ્યું છે. પરંતુ અહીં તો વસ્તુની સ્થિતિની વાત છે, વસ્તુસ્વરૂપ કેવું છે તે કહીને વસ્તુની દષ્ટિ કરાવી છે તેથી રાગ જડમાં છે, પુદ્ગલના પરિણામ છે, અચેતન છે, તેમાં ચેતનપણું નથી તેથી તે જીવમાં નથી, જીવના નથી. જીવના આશ્રયે અનુભૂતિ થાય છે તે રાગથી ભિન્ન પડીને થાય છે, જો રાગ જીવનો હોય તો તે ભિન્ન પડે નહીં. ૨૪૫. * દરેક પદાર્થની ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યકાળની પર્યાયો વર્તમાનમાં અવિદ્યમાન-અપ્રગટ હોવા છતાં સર્વજ્ઞભગવાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. અનંતકાળ પહેલાં થઈ ગયેલ ભૂતકાળની પર્યાયો અને અનંતકાળ પછી થનારી ભવિષ્યની પર્યાયો અવિદ્યમાન હોવા છતાં કેવળજ્ઞાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. આહાહા! જે પર્યાયા થઈ ગઈ છે અને જે થઈ નથી એવી ભૂત-ભવિષ્યની પર્યાયોને સર્વજ્ઞ દ્રવ્યમાં યોગ્યતારૂપ જાણે છે એમ નહિ પણ તે તે પર્યાયો વર્તમાનવત્ પ્રત્યક્ષ હોય તેમ જાણે છે. એ સર્વજ્ઞના જ્ઞાનની દિવ્યતા છે. ભૂતભવિષ્યની અવિદ્યમાન પર્યાયો કેવળજ્ઞાનમાં વિદ્યમાન છે. આહાહા ! એક સમયની કેવળજ્ઞાનની પર્યાયની આવી વિસ્મયતા અને આશ્ચર્યતા છે. આખા દ્રવ્યના સામર્થ્યની વિસ્મયતા અને આશ્ચર્યતાનું કહેવું શું? ૨૪૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [પ૯, * જેને કેવળજ્ઞાનની પર્યાયનો મહિમા આવે, જગતના સર્વદ્રવ્યોની (જે પર્યાયો) થઈ, થાય છે, થશે એ સર્વ પર્યાયોને એક સમયમાં જાણી લે, બધા દ્રવ્યોની પર્યાયોને વર્તમાનવત્ જાણી લે, એવી જ્ઞાનપર્યાયોનું માહાભ્ય આવે તેને તેની ધૂન લાગે, અને એવી પર્યાયના ધરનાર દ્રવ્યની ધૂન લાગે, એ ધૂનમાંથી ધ્યાન થઈ જાય છે. જ્ઞાનની આવડી મોટી પર્યાય! એમ જ્ઞાનની પર્યાયની તાકાતનો ભરોંસો કરવા જાય ત્યાં તેને ધ્યાન થયા વિના રહે નહિ, –એની ધૂન પર્યાય ઉપર ન રહેતાં ગુણ ઉપર ધૂન જાય અને એમાં કેવળજ્ઞાનની પ્રત્યક્ષતા થઈ જાય. જેના જ્ઞાનની વર્તમાન એક દશામાં ત્રણકાળની પર્યાયને જાણે અહો ! આ જ્ઞાનની પર્યાયનું આટલું જોર! આટલી જોરદાર! એ જ્ઞાનગુણની ધૂન વિના એને જોર આવે જ નહીં! ૨૪૭. * જ્ઞય-જ્ઞાન ને જ્ઞાતા એવા નામભેદ છે પણ વસ્તુમાં ભેદ નથી. અહીં સ્વતંત્રતાની–પરિપૂર્ણતાની પરાકાષ્ઠા બતાવી છે. જીવ પોતે જ્ઞય, પોતે જ જ્ઞાન ને પોતે જ્ઞાતા એવો વચનભેદ છે, કથનમાં ભેદ છે પણ વસ્તુમાં તો આવા ત્રણ ભેદ પણ નથી. પર મારું ને હું તેનો એ તો નથી, પર જ્ઞય ને હું જ્ઞાયક એમ પણ નથી પરંતુ હું શેય ને હું જ્ઞાયક એવો ભેદ પણ નથી. વસ્તુમાં શેય-જ્ઞાયક ને જ્ઞાતા એવા ત્રણ ભેદ છે જ નહીં, દષ્ટિમાં ત્રણ ભેદ જ નથી. ૨૪૮ * મુદ્દાની વાત એ છે કે ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ હોવા છતાં તેમાં જે પર્યાય થાય છે તે ક્રમસર થાય છે. રાગની અવસ્થા હો કે સમકિતની અવસ્થા હો, પણ તે ક્રમસર થાય છે. જેમ ત્રિકાળી વસ્તુ એકરૂપ છે તેમ પર્યાયનું રૂપ ક્રમસર છે, જે સમયે જે પર્યાય થવાની તે ક્રમસર થવાની એવું તેનું રૂપ છે. જડમાં પણ જે સમયે જે પર્યાય થવાની તે થવાની અને તે કમસર જ થવાની. આત્મામાં અજ્ઞાનપણે જે પર્યાય કમસર થાય તેનો અજ્ઞાની કર્તા થાય છે, ધર્મીને જે કમસર રાગાદિ આવે છે તેનો તે કર્તા ન થતાં જ્ઞાતા જ રહે છે. ૨૪૯. * જ્ઞાનના અચિંત્ય મહિમાનું ચિંતન સંસારના સર્વ કલેશને ભૂલાવી દે છે. અહો! આ વાત સમજીને પોતે પોતાના અંતરમાં ઉતરવા જેવું છે. પોતે પોતાનું હિત કરવા માટે આ વાત છે. ૨૫૦. * શ્રોતાઃ- પર્યાયને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન કહી છે ને? પૂજ્ય ગુરુદેવ - આખા દ્રવ્યને પ્રમાણજ્ઞાનથી જોતાં પર્યાય કથંચિત્ ભિન્ન છે ને કથંચિત્ અભિન્ન છે એમ કહેવાય, પણ શુદ્ધનયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવની અપેક્ષાથી જોતાં ખરેખર દ્રવ્યથી પર્યાય ભિન્ન જ છે. પર્યાયાર્થિકનયથી જોતાં પર્યાય દ્રવ્યથી અભિન્ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર છે. પ્રયોજનની સિદ્ધિ માટે તો પર્યાયને ગૌણ કરી, અવિદ્યમાન જ ગણી, ત્રિકાળી ધ્રુવસ્વભાવને મુખ્ય કરી ભૂતાર્થનો આશ્રય કરાવ્યો છે. ૨૫૧. * ક્રમબદ્ધના છંછેડાટમાં કમબદ્ધનો છંછેડાટ નથી પણ અકર્તાપણાનો છંછેડાટ છે. જ્ઞાનસ્વભાવ અકર્તા સિદ્ધ કરીને પુરુષાર્થ કરાવવો છે. ૨૫૨. * ભગવાન જિનેન્દ્ર સર્વજ્ઞની દિવ્યધ્વનિ આવી તેમાં સિંહનાદ આવ્યો ! શું આવ્યો! કે હે જીવ! તું સચ્ચિદાનંદ પરમાત્મસ્વરૂપ છો. પ્રભુ! તું પોતે પરમાત્મસ્વરૂપ મારી જાતનો જ છો. બકરાંના ટોળામાં સિંહ ભળી ગયો હોય તેમ શુભાશુભ ભાવમાં ભગવાન ભળી ગયો છે તેને ભગવાનનો સિંહનાદ આવ્યો કે તું મારી જાતનો ભગવાન સ્વરૂપ છો તેમ જાણ ! ૨૫૩. * વસ્તુ મુક્ત સ્વરૂપ છે તો તેને બંધ સાથે સંબંધ કેમ થાય છે? –કે મુક્ત સ્વરૂપ વસ્તુ છે એવો તેને સ્વીકાર નથી, તેથી વસ્તુને જે બંધ સાથે સંબંધ છે તે અજ્ઞાનીના અજ્ઞાનનું માહાભ્ય છે. શેય-જ્ઞાયક સંબંધ પણ પર્યાય સાથે છે, દ્રવ્યધ્રુવને તો શેય-જ્ઞાયક સંબંધ પણ નથી. ૨૫૪. * આત્મા પરદ્રવ્યની પર્યાય તો આઘીપાછી કરી શકતો નથી પણ પોતામાં ક્રમસર થતી પર્યાયને પણ આઘી-પાછી કરી શકતો નથી, માત્ર જાણનાર જ્ઞાતા જ છે. દયા-દાન-પૂજા-ભક્તિનો રાગ થાય તેને પરણેય તરીકે જાણે છે. આંખ દેખવા સિવાય શું કરી શકે ? તેમ જ્ઞાન જાણવા સિવાય શું કરી શકે? ૨૫૫. * હું લાયક નથી. લાયક નથી એમ એના નકારે વાત અટકી છે. પણ એને અંદરથી એમ આવવું જોઈએ કે હું આ ક્ષણે જ પરમાત્મા થવાને લાયક છું એવો અંદરથી વિશ્વાસ આવવો જોઈએ. આ વાતની જે હા પાડે છે, અંદરથી હુકાર આવે છે, તે જીવને રાગથી છૂટો પડવાની શરૂઆત થઈ ગઈ છે, છૂટો પડતો જાય છે એટલે નૈગમનયે છૂટો પડી ગયો તેમ શાસ્ત્રમાં કહ્યું છે. ૨૫૬. * રોગના કાળે રોગ થયા વિના રહેશે જ નહિ. ઇન્દ્ર ઉપરથી ઉતરે તોપણ રોગ થયા વિના રહેશે નહિ લે! અને રાગને કાળે રાગ પણ થયા વિના રહેશે નહિ લે! હવે તારે નજર કયાં કરવી છે? સ્વભાવ ઉપર નજર નાખવી એ જ સંતોષ અને શાંતિનો ઉપાય છે. ૨૫૭. * પરમાત્માના ઘરમાં પેસવું છે અને હું તો પામર.. પામર... પામર.. એ બે વાતમાં મેળ નથી. પહેલી ચોટમાં હું સિદ્ધ છું, એવું લક્ષમાં લેતો નથી તેને જિજ્ઞાસુ જ કહેતાં નથી. ૨૫૮. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર ] [૬૧ * જે આત્મા છે તેમાં પરના કર્તા-કર્મ આદિ ષટ્કારકો નથી, રાગના ષટ્કારકો તેમાં નથી ને એની નિર્મળ પર્યાય છે તેના ષટ્કારકોથી પણ પાર એવો આત્મા તે હું છું. નિર્મળ પર્યાયના ષટ્કારકોથી મારી ચીજ ભિન્ન છે. ૫૨ના કર્તાપણાની કે રાગના કર્તાપણાની વાત તો કયાંય રહી પણ નિર્મળ પર્યાયના ષટ્કારકોની પ્રક્રિયાથી ભિન્ન મારી ચીજ છે. જ્ઞાયકસ્વરૂપ અબદ્ધસ્વરૂપ આત્મા પર્યાયના ષટ્કા૨કોથી ભિન્ન છે. મોક્ષમાર્ગના ષટ્કારકો છે તે દ્રવ્યસ્વભાવમાં નથી. મોક્ષમાર્ગની પર્યાયના એક સમયના ષટ્કારકોની પ્રક્રિયાથી પા૨-ભિન્ન નિર્મળ અનુભૂતિ-ત્રિકાળી અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે હું શુદ્ધ છું. ૨૫૯. * શ્રોતા:- પરની પર્યાયને તો કરે નહિ પણ પોતાની પર્યાયને પણ કરે નહિ? પૂજ્ય ગુરુદેવઃ- પોતાની પર્યાય પણ સ્વકાળે થાય જ છે તેને કરે શું? ખરેખર તો એ જ્ઞાતાદષ્ટા જ છે. પ્રયત્નપૂર્વક મોક્ષને કર એમ કથન આવે, કમર કસીને મોહને જીતવો એમ ભાષામાં આવે પણ ખરેખર તો એની દૃષ્ટિમાં દ્રવ્ય આવ્યું એટલે એ જ્ઞાતાદષ્ટા જ છે. જ્ઞાતાદષ્ટામાં અનંતો પુરુષાર્થ છે. ૨૬૦. *વિકલ્પનો ભાગ પણ ક્રમસર થાય છે, પણ જ્યાં તેના કાળક્રમે નીકળે છે ત્યાં મેં કર્યો એમ એને ભ્રમ પડી જાય છે. ૨૬૧. * રાગમિશ્રિત નિર્ણયથી નિર્વિકલ્પ થતો નથી પરંતુ નિર્વિકલ્પ થતાં પહેલાં વિકલ્પથી કેવો નિર્ણય કરે છે તે કહે છે. પ્રથમ શું કરે? -કે પ્રથમ રાગમિશ્રિત વિચારથી નિર્ણય કરે કે જ્ઞાનસ્વરૂપ આત્મા છું. સર્વજ્ઞદેવે કહેલાં ૫૨માગમથી નિર્ણય કરે છે કે જ્ઞાન તે હું છું, ગુરુ પાસેથી સાંભળીને નિર્ણય કરે છે કે જ્ઞાન તે હું છું. હજી સમ્યગ્દર્શન થયું નથી પણ સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તેવી ધગશવાળો આંગણે ઊભેલો જીવ પ્રથમ એમ નિર્ણય કરે છે કે દયા-દાનના ભાવ વિકાર છે, તે મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાનસ્વભાવ આત્મા છું. જાણવાના સ્વભાવવાળો અનાદિ-અનંત છું, -આવો વિકલ્પ તે પણ હું નથી. હું જ્ઞાનસ્વભાવ આત્મા છું. પહેલાં વિકલ્પ દ્વારા આવો નિર્ણય કરે છે. ૨૬૨. * જ્ઞાનનું ને રાગાદિનું એક સાથે ઊપજવું થાય છે તે ચૈત્યચેતક ભાવની એટલે કે શૈયજ્ઞાયકભાવની અતિ નિકટતાને લીધે જ થાય છે, પરંતુ તેઓ એકદ્રવ્યપણે છે માટે થાય છે એમ નથી. દીપક દ્વારા પ્રકાશવામાં આવતાં ઘટ-પાદિ દીપકને જ પ્રકાશે છે એટલે કે ઘટ-પટાદિ દીવાના પ્રકાશને જ જાહેર કરે છે. દીવો પોતાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પર્યાયને પ્રકાશે છે અને ઘટ-પટાદિને પ્રકાશે છે પણ ઘટ-પટાદિરૂપ થતો નથી એટલે કે દીવો પોતાની દ્વિરૂપતાના પ્રકાશને પ્રગટ કરે છે, તે પોતાની સ્વ અને પારને પ્રકાશવાની શક્તિને પ્રકાશે છે પણ ઘટ-પટાદિરૂપ થતો નથી કે ઘટ-પટાદિ તેમાં આવતા નથી. તેમ આત્મા વડે જાણવામાં આવતાં રાગાદિ ભાવો ચેતકપણાને જ પ્રકાશે છે, રાગાદિને પ્રકાશતા નથી. જ્ઞાનમાં જણાતા રાગાદિ ભાવો જ્ઞાનની સ્વ-પર પ્રકાશકરૂપ દ્વિરૂપતાને જાહેર કરે છે પણ રાગાદિ આત્મામાં આવતા નથી કે આત્મા રાગાદિરૂપ થતો નથી. ર૬૩. * પુદ્ગલ-પરિણામનું જ્ઞાન એટલે કે રાગ-દ્વેષના જે પરિણામ થયા તે કાળે, સ્વને જાણતાં સ્વ-પરપ્રકાશકશાન વડે રાગ-દ્વેષને જાણે છે, તે રાગ-દ્વેષ સંબંધીનું જ્ઞાન જીવનું કર્મ છે અને જ્ઞાનના પરિણામનો આત્મા કર્તા છે. ખરેખર તો પુદ્ગલપરિણામનું જ્ઞાન નથી પણ જે પ્રકારના પરિણામ છે તે પ્રકારનું તે સંબંધીનું પોતાનું જ્ઞાન છે, તેને કર્તાપણે જીવ કરે છે અને તે જ્ઞાન જીવનું કાર્યરૂપ કર્મ છે, પણ રાગના પરિણામનો જીવ કર્તા નથી. ર૬૪. * મહા આનંદનો લાભ-પ્રાપ્તિ તે મોક્ષ છે. જીવને સાધ્ય તરીકે જે સાધવાનો છે તે મોક્ષ છે. તે મોક્ષનું કારણ કોણ ? કેવી રીતે મોક્ષ સાધવો? –કે પાંચભાવમાં જે શુદ્ધ પારિણામિક પરમભાવ તે મોક્ષસ્વરૂપ જ છે. તે તો પ્રથમથી જ મુક્તસ્વરૂપે વિદ્યમાન છે. એવું મુક્તસ્વરૂપ નિષ્ક્રિય વિદ્યમાન ધ્રુવતત્ત્વ તે જ હું છું એમ દષ્ટિમાં સ્વીકાર આવતાં ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક પર્યાય પ્રગટે છે તે મોક્ષનું કારણ છે. ૨૬૫. * ભૂત-ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી માટે એ પર્યાયની અપેક્ષાએ તો અવિધમાન જ છે, પણ જ્ઞાને તેને વર્તમાનવત્ પ્રત્યક્ષ કરી માટે ભૂતાર્થ કહ્યું છે, તો આ ભગવાન આત્મા તો વર્તમાન ભૂતાર્થ છે, સકળ નિરાવરણ અખંડ એકરૂપ પ્રત્યક્ષ-પ્રતિભાસમય વર્તમાનમાં ભૂતાર્થ છે, તો એ ભગવાન આત્મા વર્તમાનમાં પ્રત્યક્ષ કેમ ન થાય? વર્તમાનમાં છે અને તેનો સ્વભાવ પ્રત્યક્ષ થવાનો છે તો એ વર્તમાનમાં જ્ઞાનમાં પ્રત્યક્ષ કેમ ન થાય? જરૂર થાય. પણ એની મહિમા લાવતો નથી, તેને દષ્ટિમાં લેતો નથી, તેની આવડી મોટી યાતને સ્વીકારતો નથી. ર૬૬. * જે પરમાણુની પર્યાય જે કાળે જે ક્ષેત્રે તેના જન્મક્ષણે પકારકથી પરિણમે છે તેને કોણ કરે ને કોણ ફેરવે? આ રીતે જ દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે. ખરેખર તો સ્વદ્રવ્ય પરદ્રવ્યને અડતું જ નથી. આત્મા શરીરને અડતો જ નથી કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] હાથ-પગને હલાવતો નથી. શરીર જમીનને અડતું જ નથી. આવી વસ્તુની સ્વતંત્રતા છે. આવી સ્વતંત્રતાની હા પાડતાં, લત પડતાં હાલત થાય છે. ર૬૭. * નિમિત્ત તારામાં છે નહીં, વિકાર તારામાં છે નહીં પણ નિર્મળ પર્યાય પણ તારી ધ્રુવ ચીજમાં છે નહીં એમ દષ્ટિને અવ્યક્ત ઉપર લઈ જવી છે. વાત સૂક્ષ્મ છે પણ આ સમયે છૂટકો છે, બાકી બધું થોથા છે. બાહ્ય ચીજ તો તારામાં છે જ નહીં, સ્ત્રી-પુત્ર આદિ તો તેના કારણે આવ્યા છે, તે તારામાં નથી ને તારા કારણે આવ્યા નથી પણ દયા-દાન આદિ કે હિંસા-જૂઠું આદિ એ પણ તારી ચીજમાં નથી. પરંતુ અહીં તો એમ કહે છે કે જે નિર્મળ પર્યાય છે તે ક્ષણિક છે, તે પણ તારામાં નથી, તેની ક્ષણિક પર્યાય ઉપર નજર ન કર, પણ જ્યાં ધ્રુવતત્ત્વ બિરાજે છે ત્યાં નજર કરને! સુખી થવાનો આ એક જ માર્ગ છે. ર૬૮. * જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી તેટલો કાળ જીવ રાગાદિ સાથે વ્યાયવ્યાપકપણે પરિણમે છે એટલે કે ત્યાં સુધી અજ્ઞાનીજીવ કર્તા ને રાગાદિ કાર્ય એમ પરિણમે છે. જ્ઞાની રાગનો બિલકુલ કર્તા નથી પણ જ્યાં સુધી અજ્ઞાનીને આત્માનું ભાન નથી ને વિકારનો કર્તા પુદ્ગલકર્મ છે એમ માને છે તેની સામે આ વાત છે કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી વિકારનો કર્તા જીવદ્રવ્ય છે. જીવદ્રવ્ય એટલે? ત્રિકાળ દ્રવ્ય તો શુદ્ધ ચિઘન આનંદકંદ જ છે, તે વિકારી કે અવિકારી પર્યાયનો કર્તા નથી તેથી અહીં જીવદ્રવ્યનો અર્થ તે સમયની જીવની પર્યાય કર્તા છે, કેમ કે પર્યાયના પટ્ટરકોથી પર્યાય કર્તા છે ને પર્યાય કર્મ છે. ર૬૯. * એક સમયની પર્યાય સત્ છે, સ્વતંત્ર છે, જે કાળે જે પર્યાય થવાની તે પર્યાય પોતાના પકારકની ક્રિયાથી સ્વતંત્ર થવાની, પણ એનો નિર્ણય કઈ રીતે થાય? એ નિર્ણયનું તાત્પર્ય શું? વીતરાગતા તાત્પર્ય છે. એ વીતરાગતા કયારે થાય? –કે એનું લક્ષ ને દૃષ્ટિ પર્યાયના કર્તાપણાની બુદ્ધિથી, પર્યાયના ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ઉપર જાય ત્યારે નિઃસંદેહ નિર્ણય થતાં પરિણામમાં અંશે નિર્મળતા ને વીતરાગતા થાય. એ સાચા નિર્ણયનું ફળ ને તાત્પર્ય છે. આહાહા ! શું વીતરાગની વાણી ! ચારેકોરથી એક સત્ જ ઊભું થાય છે. ૨૭). * પર્યાયબુદ્ધિ છોડકર જ્ઞાયકકી પ્રતીત કરના વહુ ક્રમબદ્ધકા ફલ હૈ. ૨૭૧. * શ્રોતા – આત્માનો મહિમા કેવી રીતે આવે ? પૂજ્ય ગુરુદેવ - આત્મા વડુ જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક છે તે અનંતગુણનો પિંડ છે, એ આખું પૂર્ણતત્ત્વ ત્રિકાળી અતિરૂપ છે, એનું સ્વરૂપ એનું સામર્થ્ય અગાધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪] [ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર ને આશ્ચર્યકારી છે, તેને સમજે તો આત્માનો મહિમા-માહાભ્ય આવે અને રાગનું માહાભ્ય છૂટી જાય. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી છે, કેવા કેવા સામર્થ્યવાળી છે, એનું સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં ત્યે તો એનું માહાભ્ય આવે ને રાગનું ને અલ્પજ્ઞતાનું માહાભ્ય છૂટી જાય. એક સમયની કેવળજ્ઞાનની પર્યાય ત્રણકાળ ત્રણલોકને જાણવાના સામર્થ્યવાળી છે તે પણ ક્ષણે ક્ષણે નવી નવી થાય છે તો તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું? એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર તો આત્માનો મહિમા આવે. ૨૭ર. * આહાહા! પોતે જ સર્વજ્ઞ સ્વરૂપ છે, પરિપૂર્ણ સ્વરૂપથી ભરેલો પોતે જ સર્વજ્ઞ સ્વભાવી છે. જ્ઞાન, આનંદ આદિ અનંત રત્નોથી ભરેલો રત્નાકર ભગવાન પોતે જ છે, એને અપૂર્ણ અલ્પજ્ઞ પર્યાયવાળો માનવો એ પણ મિથ્યાભ્રમ છે તો રાગને પોતાનો માને એ તો મિથ્યાદષ્ટિ છે જ. ૨૭૩. * પ્રભુ! સાંભળ તો ખરો ! તારી પ્રભુતા તો જો! વ્યવહારના શુભ રાગની પર્યાય તો કયાંય રહી ગઈ, પણ વીતરાગ નિર્મળ દશારૂપ મુનિપર્યાયનો પણ જેમાં અભાવ છે એવી તારી ધ્રુવ જ્ઞાયક પ્રભુતા છે. નિર્મળ પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે અને સમસ્ત પર્યાયથી રહિત એવું ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. આહાહા ! આત્મા મુનિ છે અથવા કેવળજ્ઞાની છે-એવો પર્યાયનો ભેખ પણ ધ્રુવ જ્ઞાયકમાં નથી. કેવળજ્ઞાન પણ પૂર્ણ નિર્મળ પર્યાય છે, જ્ઞાનની પૂર્ણ પર્યાયવાળો પણ આત્મા નથી. એ પર્યાય ધ્રુવ દ્રવ્યનો વેશ નથી. આત્મા તો ધ્રુવ ગુણસ્વરૂપ સહજ જ્ઞાનની મૂર્તિ છે. ગજબની વાત છે નાથ! આ જૈનદર્શન-વસ્તુદર્શન છે. ૨૭૪. * વ્યવહારરત્નત્રયનો રાગ આવ્યો તેને જ્ઞાને જાણ્યું, ત્યાં જ્ઞાન પોતાની પર્યાયને જાણે છે, રાગને નહીં. જાણનાર સ્વને જાણતા પરને જાણવાપણે પરિણમે છે તોપણ તેને શેયકૃત જ્ઞાન થયું છે તેમ નથી પણ તેને જ્ઞાનકૃત જ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીને રાગનું જ્ઞાન થયું તે રાગના લઈને થયું નથી પણ સ્વપરપ્રકાશક શક્તિને લઈને જ્ઞાન જ્ઞાનને જાણે છે, શેયને જાણે છે તેમ કહેવું એ તો વ્યવહાર છે. રાગને જાણતાં જે યાકારે જણાયો તે આત્મા જણાયો છે, રાગ જણાયો નથી, કેમ કે તેને યકૃત અશુદ્ધતા નથી. ર૭૫. * ભાઈ તારે સુખ કરના હૈ ન! તો સુખ કહાં હૈ ? નિમિત્તમે, રાગમેં કિ એક સમયકી વિકાસ પર્યાય હૈ ઉસમેં સુખ હૈ? ઉસમેં દષ્ટિ દેનેસે તો દુઃખ ઉત્પન્ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૬૫ હોતા હૈ. ઔર મોક્ષ પર્યાયમેં આનંદ તો હૈ લેકિન ઉસમેં આનંદ ભા નહીં હૈ, આનંદકી ખાન નહીં હૈ. ત્રિકાળ આત્મા અતીન્દ્રિય આનંદકી ખાન હૈ, ઇસલિયે સર્વતત્ત્વમેં વહ સાર હૈ. ૨૭૬. * વસ્તુને પકડે તેનું નામ આત્મા ઉપાદેય છે. ધારણામાં આ હૈય છે, આ ઉપાદેય છે–એમ કર્યાં કરે તેનું નામ હૈય-ઉપાદેય નથી. લક્ષ છોડી દેવું તેનું નામ હૈય છે અને વસ્તુને પકડવી તેનું નામ ઉપાદેય છે. આત્મામાં એકાકાર થાય ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય. રાગાદિનું લક્ષ છૂટી જવું તેનું નામ તેને હૈય કર્યો કહેવાય. ૨૭૭. * જીવે પોતાના સહજ સુખસ્વરૂપ માટે એક ક્ષણ પણ ધીરો થઈને વિચાર કર્યો નથી. જો વિચાર કરે તો વસ્તુ બહુ જ સોંધી ને સહેલી છે; પણ તીવ્ર જિજ્ઞાસા, ધગશ અને તાલાવેલી જોઈએ. આ સંસારનો ૨સ છૂટી જાય તો આત્મસ્વરૂપ જરૂર પ્રગટે. ૨૭૮. * એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી એ મૂળ સિદ્ધાંતમાંથી કેટલું સિદ્ધ થાય છે! ! આમાં બાર અંગનું સ્પષ્ટીકરણ નીકળે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી એનો અર્થ એ થયો કે એની પર્યાય પોતાથી જ થાય છે અને તે ક્રમબદ્ધ થાય છે. એક સિદ્ધાંત બરાબર પકડે તો બધું આવી જાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી એટલે પગ જમીન ઉપર પડે છે એ પગ જમીનને અડતો નથી. જો જમીનને અડે તો બે દ્રવ્ય એક થઈ જાય. આ તો મિથ્યાત્વને તોડવાની ચાવી છે. દરેક દ્રવ્ય પોતાના નિશ્ચયમાં જ પ્રાપ્ત છે. આત્મા શરીરને અડતો નથી. કર્મથી આત્મા દુઃખી થાય એ વાત ખોટી છે. કર્મને આત્મા અડતો નથી તો એનાથી દુ:ખી કેમ થાય? પદાર્થ જુદે જુદા છે તે એક બીજાને કરે શું? પણ આટલી સમજવાની ગરજ કોને પડી છે? દવાના રજકણ રોગને અડયા નથી. પાણી ગરમ થાય તે અગ્નિથી તો નહિ જ પણ એના ધ્રુવ દ્રવ્યથી પણ નહિ. એ પાણીની ઉષ્ણ પર્યાય એના કાળે ષટ્કારથી સ્વતંત્ર થઈ છે. નરકના સંયોગનું જીવને દુ:ખ નથી, સંયોગ જીવને અડતાં નથી પણ પોતાના દ્વેષથી દુ:ખ થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ– એમાં તો ત્રણલોકના નાથ તીર્થંકર અને તેમની વાણી પણ તારા ઉત્પાદનું કારણ નહીં એમ આવ્યું. જગતને પાગલ લાગે તેવું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એમાં તો બાર અંગના તાળા ખોલી નાખ્યા છે! ! ૨૭૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૬૬ ] * ભગવાન આત્મા અણેન્દ્રિય હોવાથી તેની અપેક્ષાએ ભગવાન, ભગવાનની દિવ્યવાણી કે મુનિઓનાં વૃંદ બધું જ ઇન્દ્રિય છે. કેમકે તેઓ ઇન્દ્રિયનો વિષય છે. વીતરાગી દેવ એમ ફરમાવે છે કે અમે તો તારી ઇન્દ્રિયનો વિષય છીએ અને તું તારી અણેન્દ્રિયનો વિષય છે, તું તને વિષય બનાવીને જાણ તે જ અમારી સ્તુતિ છે. ૨૮૦. * આહાહા ! શું કથન છે! વ્યવહારથી નિશ્ચય થાય છે, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, પૂર્વપર્યાય કા૨ણ ને ઉત્તરપર્યાય કાર્ય-એ બધાં વ્યવહારના વચન છે, એક એક સમયની પર્યાય-ચાહે તો કેવળજ્ઞાન હો, ચાહે તો નિગોદના જીવની અક્ષરના અનંતમાં ભાગની જ્ઞાનની પર્યાય હો, ચાહે તો મિથ્યાત્વ હો કે ચાહે તો રાગનો કણ હો-એ બધી પર્યાયનું અસ્તિત્વ જગતમાં, છ દ્રવ્યમાં છે પણ તે અસ્તિત્વ એવું છે કે જેમ છ દ્રવ્યસ્વરૂપ લોક છે તેમ પર્યાય પણ પોતામાં, પોતાથી, પોતાના કારણથી છે, જેમ દ્રવ્ય ને ગુણ પોતામાં, પોતાથી છે તેમ પર્યાય પણ પોતામાં, પોતાથી, પોતાના કારણથી છે. ૨૮૧. * જીવ વિભાવ-પરિણામથી શૂન્ય છે, કયારે? -કે ત્રણેકાળ ને ત્રણેલોકમાં. અરે ! જે અનંત કાળમાં ત્રસપણું પણ પામ્યો નથી ને ભવિષ્યમાં પણ ત્રસપણું પામશે નહીં એવા નિગોદનો જીવ પણ વિભાવના પરિણામથી શૂન્ય સ્વભાવે છે. પર્યાયમાં ભલે ગમે તે પ્રકાર હો પણ જે શુદ્ધ જીવ છે એ તો આવો જ છે. ત્રણેકાળ ને ત્રણેલોકમાં જે જીવ છે તે આવો જ છે, એટલે કે વિભાવ-પરિણામથી શૂન્ય શુદ્ધ જીવ છે. વર્તમાનકાળે શુદ્ધ કે ભવિષ્યમાં થશે ત્યારે શુદ્ધ છે એમ નહીં પણ ત્રણે કાળે ભગવાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા છે. ભલે પછી પાંચમો કે છઠ્ઠો આરો હો ને ભલે પછી કસાઈ થઈને ગાયોને કાપતો હોય પણ અંદર જે આત્મા છે તે આવો ભગવત્ સ્વરૂપ શુદ્ધ છે. પર્યાયમાં ગમે તેવા પરિણામ થયા પણ ભગવાન છે તે તેમાં આવતો જ નથી. કઈ દષ્ટિએ ? -પર્યાયદષ્ટિએ નહીં હો! શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ ત્રિકાળ આનંદકંદ પ્રભુ શુદ્ધ છે અને તે જ ભૂતાર્થ છે. ૨૮૨. * મુખ્ય વાત તો એ છે કે ભગવાન આત્મા ત્રિકાળી વસ્તુ તરીકે તો પર્યાયથી રહિત છે છતાં પર્યાયાર્થિકનયથી તેનું જે પરિણમન છે તે ક્રમસર થાય છે, આઘી-પાછી થતી નથી; તો પછી પુરુષાર્થ કયાં રહ્યો! -કે ક્રમસર થશે એવો નિર્ણય કયારે થાય ? -પર્યાયમાં રહીને પર્યાયનો નિર્ણય ન થાય, જ્ઞાયકસ્વભાવના લક્ષે ક્રમબદ્ધનો નિર્ણય થાય અને તે જ પુરુષાર્થ છે. જે પર્યાય થવાની હશે તે થશે તેનો નિર્ણય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૬૭ કોણે કર્યો? –કે ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો જેણે નિર્ણય કર્યો છે તેને ‘જે થવાનું હશે તે થશે ’ એવો સાચો નિર્ણય આવે છે. ૨૮૩. * શરીરના નામથી પણ એવો રંગાઈ ગયો છે કે ઘોર નિંદ્રામાં પણ એનું નામ લ્યો ત્યાં બેઠો થઈ જાય! તેમ આત્મામાં એવો રંગાઈ જાય કે ચૈતન્ય જ્ઞાયકજ્યોત છું એમ સ્વપ્નમાં પણ એ જ વાત આવે. જેને જેની લગની લાગી હોય તેને સ્વપ્ના પણ એ જ આવે. અમે આનંદ ને શુદ્ધ ચૈતન્ય છીએ, પુણ્ય ને પાપ તે અમે નહીં, અમે વ્યવહારે તેને જાણનારા છીએ, ખરેખર તેના જાણનારા પણ નથી. ૨૮૪. * (સમ્યક્ માટેનો અભ્યાસ કયાં સુધી કરવાનો ? ) કયાં સુધી કરવાનું શું? આનું આ જ કરવાનું છે, બીજું કરવાનું જ શું છે? આ જ કરવાનું છે. રાતના વખત મળે, સવારના વખત મળે તેમાં ધારણામાં દઢતા થઈ હોય એટલે ઘોલન ચાલ્યા જ કરે. આખો દિવસ આનું આ જ કરવાનું છે. નિવૃત્તિ જ છે ને! બીજું શું કરવાનું છે? ૨૮૫. ... * શ્રોતા:- પ્રભુ! અંતરમેં કૈસે જાના વો દિખાઓ ? પૂજ્ય ગુરુદેવઃ- અંદરમેં ઉતરે તબ અપને આત્માકી પ્રાપ્તિ હોતી હૈ. કહીં પરમેં મહિમા રહુ જાતી હૈ-મિઠાસ રહ જાતી હૈ તો અંદરમેં જા સકતે નહીં. પહલે પરકા માહાત્મ્ય ઘટના ચાહિયે તબ હી અંદરમેં જા સકતે હૈ. લેકિન અટકનેકા સ્થાન બહુત હૈ તો કહીં ન કહીં જીવ અટક જાતા હૈ. કોઈ સંયોગકી, રાગકી, ક્ષયોપશમકી, ઐસે ઐસે કોઈ વિષયકી અધિકતા રહ જાતી હૈ તો અંદરમેં જા સકતે નહીં હૈ. ૨૮૬. * અરે ભાઈ! તારા જેવું કોઈ ધનાઢય નથી ! તારી અંદરમાં પરમાત્મા બિરાજે છે એથી વિશેષ ધનાઢયપણું શું હોઈ શકે ? આવું ૫૨માત્મપણું સાંભળતાં એને અંદરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ. એની લગની લાગવી જોઈએ. એને માટે ગાંડા થવું જોઈએ. આવા પરમાત્મસ્વરૂપની ધૂન લાગવી જોઈએ. સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે? જરૂર પ્રગટ થાય જ. ૨૮૭. * પર્યાય આડી-અવળી થાય એટલે એની વ્યાખ્યા શું? મૂળ એને પુરુષાર્થ સૂઝતો નથી એટલે વાંધા આવે છે. ખરેખર તો પૂર્ણ પર્યાયે જાણ્યું છે એમ જ અહીં થાય છે–એમ નક્કી કરવા જાય ત્યાં પૂર્ણ પર્યાય જ્યાંથી નીકળી એવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શક્તિસ્વભાવ તરફ લક્ષ જાય છે ત્યાં હું પણ એવો જ સર્વજ્ઞ છું એમ પ્રતીત આવતાં જ આ વાત તેને બેઠી છે. ૨૮૮. * પર્યાયમાં અકાળે જ મોક્ષ થાય છે, વહેલો કે મોડો થઈ શકે નહિ એમ નક્કી કરવા જાય ત્યાં એની દષ્ટિ ધ્રુવ ઉપર જ જાય છે અને એમાં સ્વભાવ સન્મુખનો અનંત પુરુષાર્થ આવે છે અને ત્યારે જ પર્યાયના અકાળનું સાચું જ્ઞાન થાય છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન સમ્યક થયા અને કાર્ય થઈ જ રહ્યું છે, પછી વહેલાં મોડાનો પ્રશ્ન જ ક્યાં છે? ૨૮૯. * અહો ! આ આત્મા સર્વજ્ઞસ્વભાવી જ છે. જાણવું... જાણવું... જાણવું... જ જેના અંતરતળમાં ભર્યું છે, જેના અસ્તિત્વની સત્તામાં આ દેહ-વાણી-મન-વિકલ્પો આદિ બધું જણાય છે એ જાણનારો તું છો તેમ જાણ-વિશ્વાસ કરી ને કર્તાબુદ્ધિ છોડી દે! ૨૯૦. * આત્માર્થી:- આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો ? પૂજ્ય ગુરુદેવ - પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના જ અદ્ધરથી જ ચાલે કે હું આવો છું... ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ છું. વિગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું.. આ હું.. એમ ઘોલન ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટી જાય, પછી તો સહજ થઈ જાય.. સ્વાધ્યાય વખતે પણ આનું આ જ લક્ષ ચાલ્યા કરતું હોય, આ દ્રવ્ય આ ગુણ, આ પર્યાય... આ વિચારો ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છૂટી ગયા હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા-ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહીં. અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અદ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે. વિશ્વાસ આવવો જોઈએ. બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે? .. આનો અભ્યાસ વારંવાર જોઈએ. ર૯૧. * પહેલી આ શરત છે કે મારે બીજી કોઈ ચીજ જોઈએ નહીં, મારે એક આત્મા જ જોઈએ. એવો દઢ નિશ્ચય હોવો જોઈએ. દુનિયાની કોઈ ચીજ, પૈસા આબરૂ આદિ કાંઈ નહીં પણ એક આત્મા જ મારે જોઈએ. એવો દઢ નિશ્ચય થવો જોઈએ. આવો જેને દઢ નિશ્ચય હોય તેણે ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ ઉપાડયે જ છૂટકો છે. પુરુષાર્થ વિના પ્રાપ્તિ નથી. ક્રમબદ્ધ પ્રમાણે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૬૯ જ આત્મા પ્રાપ્ત થશે. પરંતુ ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દષ્ટિ જ્ઞાયક તરફ જ જાય ને ત્યારે ક્રમબદ્ધની સાચી શ્રદ્ધા થાય છે. અને બીજી વાત એ કે એક દ્રવ્યની પર્યાયને પરની સાથે કોઈ સંબંધ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. કર્મ આત્માને સ્પર્શતા નથી. આત્મા શરીરને સ્પર્શતો નથી. આહાહા ! આવો નિર્ણય થાય ત્યારે જ તેની દષ્ટિ સારી થાય છે. ૨૯૨. * ગમે તે પ્રસંગ હો, આત્માનું જ્ઞાતાદ્રષ્ટાપણે રહેવું તે જ શાન્તિ છે. સંયોગો પ્રતિકૂળ હો કે અનુકૂળ, એ દરેક પ્રસંગમાં હું એક શુદ્ધ ચૈતન્ય આનંદઘન છું' એ દષ્ટિ ખસવી ન જોઈએ. મારું અસ્તિત્વ સહજ એક જ્ઞાયકભાવ છે, તેમાં શરીરાદિ પરનો કે રાગાદિ વિભાવનો પ્રવેશ નથી અને મારો જે સ્વભાવ છે તે પરમાં જતો નથી-આવી દષ્ટિ રહેવાથી પરના ગમે તે પ્રસંગમાં જીવને શાન્તિ જ રહે, ખેદનો ખદબદાટ ન થાય. અહા ! આવી વાત છે ! ૨૯૩. * તારી દશામાં, વર્તમાન જ્ઞાનમાં આ પરમાત્મા પૂર્ણ છે એમ નિઃસંદેહુ જાણ. દેહદેવાલયમાં ભગવાન પરમાત્મા બિરાજમાન છે. પર્યાયમાં અપૂર્ણતા છે પણ વસ્તુ પરિપૂર્ણ છે તેમ જાણ! એમ જાણનારી પર્યાય પણ કેવડી? -કે આવા ત્રિકાળી પરિપૂર્ણ પરમાત્માને જાણી લ્ય. વસ્તુ પર્યાયમાં ન આવે પણ વસ્તુ જેવી ને જેવડી છે તેનું પૂર્ણ જ્ઞાન પર્યાયમાં થાય. તું પૂર્ણ સ્વરૂપ છો, કેવળજ્ઞાન-સ્વભાવી પ્રગટરૂપ આત્મા છો, તેને નિઃસંદેહપણે પરમાત્મા જાણ. અંદરમાં પરિપૂર્ણની દૃષ્ટિ થવી તેને સમ્યગ્દર્શન કહે છે વસ્તુ જેવી છે તેવી યથાર્થ પ્રતીતિ થવી તેને સમ્યગ્દર્શન કહે છે. ૨૯૪. * આચાર્ય મહારાજ કહે છે કે ભગવાન! તારી મૂડીમાં-પૂંજીમાં-સ્વરૂપમાં રાગ-દ્વેષ બિલકુલ નથી અને બીજી ચીજ તને રાગ-દ્વેષ કરાવે એવી એનામાં તાકાત નથી પણ તારા સ્વભાવના જ્ઞાતાપણાને છોડીને અજ્ઞાનના કારણે લાંબી દોરી ચલાવે છે. આ ઠીક છે, આ અઠીક છે એવું અનંતકાળથી રાગ-દ્વેષનું મંથન કર્યું છે. પોતાના જ્ઞાતાદષ્ટા સ્વભાવમાં ડૂબવું જોઈએ, જ્ઞાનાનંદમાં આવવું જોઈએ એને છોડીને અજ્ઞાની રાગ-દ્વેષમાં ડૂબી ગયો છે. એનાથી તરવું મુશ્કેલ થઈ ગયું છે. જ્ઞાનાનંદ સ્વભાવમાં વિકલ્પનું ઉત્થાન છે જ નહીં, તેમાં પર પદાર્થનો તો ત્રિકાળ અભાવ છે તથા એમાં શુભાશુભ પરિણામ ઊઠે છે એનો પણ અભાવ છે-એમ જ્ઞાનમાં એકાગ્ર થઈને વિકલ્પને પૃથક કરવો તે જ આત્માના હિતનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. ૨૯૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦] . [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર * અરે પ્રભુનિમિત્તથી ઉપાદાનમાં કોઈ કાર્ય થતું જ નથી. જ્ઞાન થવાની યોગ્યતા અનુસાર સમયસાર આદિ નિમિત્ત તો સહજ હોય છે. દરેક દ્રવ્યની પર્યાય તે તે સમયની યોગ્યતાથી જ સ્વતંત્ર કાર્યરૂપે પરિણમે છે. તેમાં નિમિત્તભૂત અન્યદ્રવ્ય અકિંચિત્કર છે. “યોગ્યતા જ સર્વત્ર શરણારૂપ છે.” કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યને લાવી શકે કે અન્ય દ્રવ્યમાં ફેરફાર કરી શકે કે ક્ષેત્રાંતર કરી શકે છે તેમ માનનાર સર્વજ્ઞની આજ્ઞા બહાર છે, મિથ્યાષ્ટિ છે. દર્શનમોહથી મિથ્યાત્વ થયું, જ્ઞાનાવરણીથી જ્ઞાન હીણું થયું આદિ કથનો શાસ્ત્રમાં આવે છે તે તો ઉપાદાનથી થતાં કાર્યકાળ નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કથન કરવામાં આવે છે. ૨૯૬. * જોકે કર્મ તથા ભાવકર્મ આત્મા સાથે આકાશના એક ક્ષેત્રાવગાહરૂપ છે, જે આકાશના પ્રદેશમાં શુદ્ધ ચેતના છે તે જ પ્રદેશમાં વિકાર છે પણ પોતાના પ્રદેશની અપેક્ષાએ જોઈએ તો એક ક્ષેત્રાવગાહરૂપ નથી. નિત્યતાદાભ્યપણે તો નથી પણ અનિત્ય-નાદાભ્યપણે પણ નથી. વિકાર ને આત્માની વચ્ચે સંધિ છે, કેમ કે બે કહેતાં બે એક થયા જ નથી, બે વચ્ચે સંધિ છે. ચેતનામાત્ર દ્રવ્ય, જાણન-દેખન સ્વરૂપ આત્મા શુદ્ધ સ્વરૂપ એક વસ્તુ ને વિકાર બીજી વસ્તુ છે, કેમ કે શુભાશુભ ભાવ આસ્રવતત્ત્વ છે ને આત્મા જીવતત્ત્વ છે. વિકાર ભલે પર્યાયરૂપ છે પણ તે તત્ત્વરૂપ છે, તેમાં સપ્તભંગી ઊઠે છે. ૨૯૭. * સમયસાર ગાથા પાંચમા આચાર્યદેવ કહે છે કે ગુરુના અનુગ્રહથી-કૃપાથી મને અંદરમાં આનંદનું જે પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું છે એ મારા નિજવૈભવથી એકત્વ-વિભક્ત આત્માને દેખાડું છું તેને તારા અનુભવથી પ્રમાણ કરજે. તારા ભગવાનમાં અનંતી કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ થાય એવી શક્તિ ભરી છે તેને યાદ કર ને અનુભવથી પ્રમાણ કર. પંચમકાળ છે ને આવો અનુભવ ન થાય એમ ના પાડીશ નહિ. પ્રભુ! તું રાગાદિ બધું ભૂલી જા! ને તારા ભગવાનને ભૂલી ગયો છો તેને યાદ કર. ભાઈ ! તું અમારી પાસે સાંભળવા આવ્યો છો ને તને અમારું બહુમાન ને ભક્તિનો રાગ છે એનાથી પણ તારો ભગવાન ભિન્ન છે તેને યાદ કરી ને અનુભવથી પ્રમાણ કર. ભગવાન કેવળીને અત્યારે વિરહ્યું છે, કેવળજ્ઞાનનો વિરહ્યું છે એને તું ભૂલી જા ને અનંતી કેવળજ્ઞાન-પર્યાયની શક્તિ જેમાં ભરી છે એવા તારા ભગવાનને યાદ કર ને અનુભવથી પ્રમાણ કર. ૨૯૮. * વીતરાગભાવસ્વરૂપ આત્મા છે તે વીતરાગભાવથી પ્રાપ્ત થાય છે; સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યેના પ્રેમનો પણ તેમાં અવકાશ નથી. બહારનું બધું ભૂલી જા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] શરીર-વાણી-મનને ભૂલી જા, રાગને ભૂલી જા, એક સમયની પર્યાયને પણ ભૂલી જા. આકાશના અનંતા પ્રદેશ કરતાં પણ અનંતગુણા ગુણો આત્મામાં છે અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, અને એક એક ગુણની પર્યાયમાં પદ્ગારકો છેઆવો ભગવાન આત્મા છે, ત્રણલોકનો નાથ છે, પણ કોડી કોડી માટે ભીખારો થઈને ફરે છે! ૨૯૯. * જેને દ્રવ્યદૃષ્ટિ યથાર્થ પ્રગટ થઈ છે તેને દષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક ભાસે છે, શરીરાદિ કાંઈ ભાસતું જ નથી. ભેદજ્ઞાનની પરિણતિ એવી દઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી ભિન્ન ભાસે છે. દિવસે તો ભિન્ન ભાસે છે પણ રાત્રિમાં ઊંઘમાં પણ આત્મા નિરાળો જ ભાસે છે. સમ્યગ્દષ્ટિને ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન હોય છે. પરંતુ બાહ્ય વર્તનમાં પણ કોઈ પણ સંયોગોમાં એની જ્ઞાનવૈરાગ્ય-શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. બાહ્યથી ગમે તે પ્રસંગમાં સંયોગમાં જોડાયેલો દેખાય તોપણ જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ભાસે છે. વિભાવથી ભિન્ન જ્ઞાયકપણે નિઃશંક ભાસે છે. આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ સ્વરૂપ-અનુભવમાં નિઃશંક વર્તે છે. જ્ઞાયક ઉપર ચડીને ઊર્ધ્વરૂપે બિરાજે છે, બીજા બધા નીચે રહે છે. ગમે તેવા શુભભાવો આવે, તીર્થકરગોત્રનો શુભભાવ આવે તો પણ તે નીચે જ રહે છે. દ્રવ્યદષ્ટિવંતને આવું અદ્દભુત જોર વર્તે છે. ૩OO. * નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે, જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય, એ બધું તો પર્યાયમાં છે, વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા! કેટલી વિશાળ દષ્ટિ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા મિથ્યા-માન્યતારૂપી ગઢના પાર ન મળે! અહીં કહે છે ૧ર અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે. ૩૦૧. * અગિયારમી ગાથામાં એમ કહ્યું કે ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ સ્વરૂપ તે જ સત્યાર્થ છે ત્યાં પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહી. ત્યારે હવે એ પર્યાય છે કે નહિ? –તેની વાત બારમી ગાથામાં કહી છે કે સાધક જીવને આત્માનો અનુભવ થઈ ગયો છે પણ પૂર્ણતાને પ્રાપ્ત થયો નથી એટલે કે અનુભવનો પહેલો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨] [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર સમય એવો જે જઘન્યભાવ તેને વટાવી ગયો છે અને ઉત્કૃષ્ટભાવને પ્રાપ્ત થયો નથી તેથી મધ્યમભાવને અનુભવે છે તેવા સાધક જીવને પર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતાના અંશો છે તે વ્યવહાર છે તેથી તે જાણેલો પ્રયોજનવાન છે; પ્રયોજનવાન છે ખરો, પણ હેયરૂપ-છોડવા લાયક જાણેલો પ્રયોજનવાન છે, આદરણીય તરીકે જાણેલો પ્રયોજનવાન નથી. સાધકને પર્યાયમાં અશુદ્ધતા વર્તે છે તે વ્યવહારનયનો વિષય છે તેથી તે-તે સમયે વ્યવહારને હેયરૂપે જાણેલો તે કાળે પ્રયોજનવાન હોવાથી તેઓને વ્યવહારનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ૩ ૨. * બાહ્યવસ્તુ બંધનું કારણ નથી કેમ કે બાહ્યવસ્તુ પોતાની પર્યાયમાં અતભાવરૂપ છે તેથી તે બંધનું કારણ થતું નથી. કર્મ શરીરાદિ બાહ્યવસ્તુ પરદ્રવ્યો હોવાથી બંધનું કારણ નથી તેમ કહ્યું અને પહેલી ગાથામાં કહ્યું કે અનંત સિદ્ધોની તારી પર્યાયમાં સ્થાપના કરું છું. પણ અનંતા સિદ્ધો તો પરદ્રવ્ય છે ને? તારી પર્યાયમાં અતદ્દભાવરૂપ છે ને? તેનું સ્થાપન શી રીતે થશે? તો કહે છે કે તે અનંતા સિદ્ધો પર્યાયમાં ભલે અતભાવરૂપ હો પણ તે અનંતા સિદ્ધોની પ્રતીત પર્યાયમાં આવી જાય છે, તેથી અનંતા સિદ્ધોનું સ્થાપન કરવાનું કહ્યું છે. જેમ અધ્યવસાનનો ત્યાગ કરાવવા બાહ્યવસ્તુનો ત્યાગ કરાવવામાં આવે છે તેમ પોતાના સિદ્ધસ્વભાવનું પર્યાયમાં સ્થાપન કરાવવા માટે અનંતા સિદ્ધોનું સ્થાપન કરાવવામાં આવ્યું છે. જેમ બાહ્યવસ્તુ અધ્યવસાનનું નિમિત્ત છે તેમ પોતાના સિદ્ધસ્વરૂપનું લક્ષ કરવામાં અનંતા સિદ્ધ નિમિત્ત છે. ૩૦૩. * શ્રોતા:- દ્રવ્યસ્વભાવમાં વિકાર છે જ નહિ ને કારણપરમાત્માને પાપરૂપ બહાદુર શત્રુસેનાને લૂંટનારો કેમ કહ્યો? પૂજ્ય ગુરુદેવઃ- એ તો પર્યાયની વાત કરી છે. પર્યાયમાં રાગાદિ ભાવો છે તે સ્વભાવસભુખ ઢળતા ઉત્પન્ન જ થતા નથી, તેને નાશ કર્યો એમ કથનમાત્ર કહેવાય છે. દ્રવ્યસ્વભાવમાં તો રાગાદિ ભાવો કે સમ્યગ્દર્શન-ચારિત્ર, કેવળજ્ઞાન કે સિદ્ધપર્યાય એ કોઈ પર્યાય દ્રવ્યસ્વભાવમાં છે જ નહિ. સંસાર-મોક્ષ એ બધી પર્યાયોની રમતું છે. દ્રવ્યસ્વભાવમાં એ પર્યાયો છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ એકરૂપ છે, એને નથી કાંઈ ગ્રહવું કે નથી કાંઈ છોડવું. જ્ઞાયકભાવ તો શાશ્વત છે જ. ત્રણ કષાયનો અભાવ કરી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેનાર દિગમ્બર સંતોએ અંતરની વાત અજબ-ગજબની કરી છે. આવી વાત દિગમ્બર સંતો સિવાય ભરતક્ષેત્રમાં બીજે કયાંય નથી. એ દિગમ્બર સંતો કહે છે કે બધા જીવો સુખી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] થાવ, કોઈ જીવ દુઃખી ન થાવ, બધાય જીવો મુક્ત દશાને પામો! દરેક આત્માઓ મુક્તસ્વભાવી જ છે. જેમ ચોખા અને કળથી ઉત્પન્ન થવાની જમીન જુદી હોય છે તેમ ચોખા એટલે મુક્તિ તે ઉત્પન્ન થવાનું ચોકખું સ્થાન એટલે મુક્તસ્વરૂપ તેના આશ્રયથી મુક્તિ ઉત્પન્ન થાય છે. ૩૦૪. * દ્રવ્યલિંગ તો સર્વથા જીવનું સ્વરૂપ નથી અને ભાવલિંગ જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની શુદ્ધ નિર્મળ પર્યાય, જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે, પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. આહાહા ! સાધક પર્યાયને દ્રવ્યની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. દેહાદિ કે રાગાદિ તો જીવના નથી જ પણ અહીં તો ભાવલિંગની નિર્મળ પર્યાય જે મોક્ષની સાધક છે તે પણ જીવની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. પર્યાયનું લક્ષ છોડાવવા, ભેદજ્ઞાનની પરાકાષ્ટાની આ ગાથા (પરમાત્મપ્રકાશ-૮૮) છે. ધ્રુવસ્વભાવની સન્મુખ જે ધ્યાનની અકષાય સાધક પર્યાય પ્રગટ થાય છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે, પરમાર્થથી તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ જ જીવનું સ્વરૂપ છે. આવી વાત તો ભાગ્યશાળી હોય તેને કાને પડે છે. ૩૫. * આચાર્યદેવ કહે છે કે ભાઈ ! તારો આત્મા શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપ છે, એવો ને એવો જ છે, એન કાંઈ ખોડ-ખાપણ આવી જ નથી. ભલે એ નરક-નિગોદમાં રખડયો. પણ જરીય ખોડ આવી જ નથી. માટે તું ખુશી થા, ખુશી થા. ૩૦૬. * જેમ લાકડાની અગ્નિમાં ઉપર છારી વળી જાય છે ને અંદર સળગતું હોય છે; અગ્નિ ઉપરની છારીરૂપ રાખ અગ્નિથી જુદી જ છે. તેમ રાગ પણ ચૈતન્યની છારી સમાન હોવાથી ચૈતન્યથી જુદે જુદો જ છે. ઉષ્ણતા અને અગ્નિ એકરૂપ છે તેમ જ્ઞાન ને આત્મા એકરૂપ છે. ૩૦૭. * વગર વચ્ચે પણ અંદરમાં કાંઈક ચાલતાં ચાલતાં વિચારધારા વિકલ્પનો અભાવ થવાનું કારણ થશે, પણ વસ્તુનું જેને ભાન જ નથી અને વિચાર ચાલતા નથી અને વિકલ્પોને તોડવા માગે છે એ વિકલ્પ ક્યાંથી તોડી શકશે? ૩૦૮. * જ્ઞાનમાં ખરેખર તો રાગ જણાય છે. ત્યાં અજ્ઞાની માની બેસે છે કે મેં રાગ કર્યો એ રાગનું કર્તુત્વ જ મિથ્યાદર્શન છે. ૩O. * વ્યવહારરત્નત્રયનો ભાવ તે પણ વિપાકની હદે પહોંચેલું કર્મનું ફળ છે, જેમ કળથી અને કુલફાના ચોખાનું ક્ષેત્ર જ જુદું છે તેમ રાગ અને આનંદનું ક્ષેત્ર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૭૪ ] જ જુદું જુદું... આનંદનું સ્ફૂરણ આવે તે તારી જાત છે, વિકલ્પ ઊઠે તે તારી જાત નથી. ૩૧૦. * અંદરમાં ગુણ-ગુણી ભેદનો વિકલ્પ ઊઠે ઈ પણ કોલાહલ અને કકળાટ છે. બીજાને સમજાવી દઉં એ કકળાટ છે. પ્રભાવનાનો વિકલ્પ ઊઠયો ઇ પણ કોલાહલ છે. આવો વિકલ્પ હોય તો ઠીક ઇ રહેવા દે! હઠ ન કર! ધીરો થઈને ચૈતન્ય જ્ઞાયક છે એને જો. જેટલા વિકલ્પો ઊઠે છે-શુભ-અશુભ તે મને લાભદાયક છે તે મિથ્યાત્વભાવ છે. ૩૧૧. * વસ્તુ શુદ્ધ હૈ, અભેદ હૈ, એક હૈ, લેકિન કિસકો ? કિ જિસકો જ્ઞાનમેં ઔર પ્રતીતમેં આયા હૈ ઉસકો શુદ્ધ હૈ. વૈસે હી શુદ્ધ-શુદ્ધ ઐસે નહીં. અપની તરફ ઝૂકે બિના તુજે શુદ્ધ નહીં. બોલનેમેં આયા ઉસકો નહીં, લેકિન અપના સેવનમેં આયા તો ઉસ સેવનકે દ્વારા આત્મા શુદ્ધ હૈ ઐસા જાનને મેં આયા. ૩૧૨. * આ તો અનાદિથી નહીં કરેલું કાર્ય છે. આ તો બહુ જ શાંતિ અને ધીરજનું કાર્ય છે. એક બાજુનો પક્ષઘાત થઈ જવો જોઈએ કે શરીર-વાણી-મન-વિકલ્પ એ મારું જીવન જ નથી. ૩૧૩. * અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતાનો નિર્ણય સર્વજ્ઞસ્વભાવને સામે રાખીને જ થઈ શકે છે. પર્યાયમાં તો સર્વજ્ઞતા છે નહિ અને બીજા સર્વજ્ઞ તો પર છે. તેથી તેને સામે રાખીને નિર્ણય થઈ શકે નહિ પણ પોતાના સર્વજ્ઞસ્વભાવને સામે રાખીને અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે. ૩૧૪. * સ્વચ્છત્વ શક્તિના લઈને જ્ઞાનમાં રૌદ્રધ્યાનના પરિણામ જણાયા ત્યાં સ્વચ્છત્વ શક્તિમાં કાંઈ અશુદ્ધતા આવી જતી નથી. અરીસામાં અગ્નિ જણાવાથી અરીસામાં ઉષ્ણતા આવી જતી નથી. અશુદ્ધતા જણાતાં જ્ઞાન પણ અશુદ્ધ થઈ જતું નથી, તે જ્ઞાનને જે છોડવા માગે તે સ્વચ્છત્વ શક્તિને સમજ્યો નથી. ૩૧પ. * પરલક્ષી વૃત્તિઓ જે ઉત્પન્ન થાય છે તે જીવને લૂંટીને ઉત્પન્ન થાય છે. શુભાશુભ પરિણતિ એ ચૂડેલ છે, એને અડીશ નહિ. ૩૧૬. * ભગવાન તીર્થંકર કહે છે કે મને તો તું ભૂલી જા, મારા પ્રત્યેના રાગને તો તું ભૂલી જા, પણ તારામાં જે ગુણભેદ પડે છે તેને પણ તું ભૂલી જા. અભેદ વસ્તુના અનુભવમાં જા. ભેદષ્ટિમાં તો આકુળતાનો સ્વાદ આવશે. તારા ગુણભેદને લક્ષમાં રાખીશ ત્યાં સુધી આકુળતાનો અનુભવ થશે. આનંદનો અનુભવ નહીં થાય. ૩૧૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર ] [ ૭૫ * ચાર શરણમાં આત્મા જ શરણરૂપ છે. ચિચૈતન્યચંદ્રમાં સત્ સ્વરૂપ છે, શાશ્વત છે, ઇ ૨ચે કોને ? જ્ઞાનની સૃષ્ટિને ઇ કરે છે અને રચે છે. ઇ જ્ઞાનની સૃષ્ટિને રચતાં રચતાં કેવળજ્ઞાન થઈ જાય છે. ૩૧૮. * શાસ્ત્ર સાંભળવામાં, વાંચવામાં પણ એણે લક્ષ એમ કાઢવાનું છે કે આનાથી આત્મામાં નહીં જવાય. એમ એણે નિર્ણય કરવાનો છે. શુભ આવે ખરો, હોય ખરો, પણ એનું લક્ષ શુભ ઉપર હોતું નથી, શુદ્ધ દ્રવ્ય ઉ૫૨ એનું લક્ષ હોય છે. સાંભળવાનો હેતું પણ સાંભળવાનું લક્ષ છોડવા માટે સાંભળે છે. ૩૧૯. * ધર્મનું ઉદ્ધતજ્ઞાન નથી ગણતું નિમિત્તને, નથી ગણતું રાગને, નથી ગણતું દેવ-શાસ્ત્ર-ગુરુને કે નથી ગણતું તેમના તરફની વૃત્તિને. ત્રણલોકના નાથે એમ કહ્યું છે કે અમારી સામે જોવું છોડી દે... મારે કોઈનું આલંબન લેવું પડે એવો હું નથી. એક સમયની પર્યાયને પણ ધર્મીનું ઉદ્ઘતજ્ઞાન આદર કરતું નથી, પોતાના અખંડ સ્વભાવ સિવાય કોઈને એ ઉદ્ધતજ્ઞાન ગણતું નથી. ૩૨૦. * જ્ઞેયનો સ્વભાવ જ્ઞાનને લલચાવવાનો નથી. જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયમાં લલચાવાનો નથી. છતાં અહ્વરથી લલચાય જવાનો ભાવ ઊભો કરે છે તે અજ્ઞાન છે. જ્ઞાનનું શેય છે તેને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, તેને બદલે ઠીક-અઠીકની માન્યતા ઊભી કરે છે, તેણે જ્ઞેયને જ્ઞેયપણે માન્યું નથી. ૩૨૧. * સમયસાર ગાથા ૧૧ના ભૂતાર્થ અભૂતાર્થ બાબત સ્પષ્ટતા કરતાં પૂજ્યશ્રીએ કહ્યું કે દ્રવ્યમાં પર્યાય નથી તે વાત અહીં નથી પણ અહીં તો પર્યાય છતી સતરૂપે છે, તેને દ્રવ્યની દૃષ્ટિ કરાવવાના પ્રયોજનની મુખ્યતાથી પર્યાય અસ્તિરૂપ છે તેને ગૌણ કરીને પર્યાય છે જ નહીં તેમ કહી દીધું છે. પર્યાય તે વિશેષરૂપ છે અને વિશેષનો આશ્રય (-દષ્ટિ) કરવાથી વિષમતારૂપ મિથ્યાત્વ થાય છે. તેથી તેને ગૌણ કરાવીને પર્યાય છે જ નહીં તેમ કહીને દ્રવ્યની મુખ્યતા કરીને દૃષ્ટિમાં દ્રવ્યને લેવાની મુખ્યતાનું પ્રયોજન સિદ્ધ કર્યું છે. ૩૨૨. * દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો શુભરાગ જ્ઞાનીને આવે છે તે “ અશુભ વંચનાર્થે ” એટલે કે અશુભથી બચવા માટે આવે છે. પણ જેને સ્વભાવ ઉપર દૃષ્ટિ નથી તેને તો મિથ્યાત્વ પડયું છે તેથી તે અશુભથી બચશે શું? પણ ધર્મી જીવને દૃષ્ટિ સ્વભાવ ઉપર પડી છે તેને અશુભથી બચવા શુભ રાગ આવે છે તેમ કહેવાય છે. ૩૨૩. * દેવ-શાસ્ત્ર-ગુરુની સાથે એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે અને તેની તરફના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૭૬ ] દ્રવ્યદષ્ટિ જિનેશ્વર રાગમાં અને શ્રદ્ધામાં એકત્વબુદ્ધિ તે પણ મિથ્યાત્વ છે અને એથી આગળ લઈએ તો દેવ-શાસ્ત્ર-ગુરુના નિમિત્તે પોતાના ઉપાદાનથી જે પરલક્ષી જ્ઞાન થયું ઈ જ્ઞાનમાં એકત્વબુદ્ધિ એ પણ મિથ્યાત્વ છે. ૩૨૪. * લગ્ન આદિમાં જવું હોય તો એની કેટલી તૈયારી હોય! એની પાસે ઊંચામાં ઊંચું હોય તે પહેરે-આઢે; તેમ અંદરમાં જવાની ઘણી તૈયારી જોઈએ. પુરુષાર્થને ઘણો શણગાર જોઈએ. ૩૨૫. * આ મારગ મોઘોં છે એમ એણે માની લીધું છે. પોતાની વસ્તુ મોંઘી કેમ હોય ? પણ મોંઘી માની લીધી છે, તેથી સમજાય નહિ એમ એને રહ્યા કરે છે. મા૨ગ તો સહેલો છે. પરંતુ રોકાવાના સ્થાનો એટલા છે કે કયાંક ને કયાંક રોકાઈ રહે છે. જો રોકાય નહિ તો સહેલું જ છે. પણ ઈ લપ કાંઈક ને કાંઈક ઊભી કરે છે. તેથી એને આ સમજાતું નથી. ૩૨૬. * પ૨માં કાંઈ પણ સુખબુદ્ધિ હોવી તેમાં અતીન્દ્રિય મહા પદાર્થનો અનાદર થાય છે. અતીન્દ્રિય મહા પદાર્થ જ આનંદથી ભરેલો છે. પોતાના ત્રિકાળી અપરિમિત આનંદનો અનાદર કરવો એ જ આત્માની હિંસા છે. ૩૨૭. * સત્ જેવું છે એવું જ્ઞાનમાં ન આવે તો તે જવાબ નહીં આપે, સમ્યક્ જ્ઞાન નહીં થાય, દષ્ટિ નહીં થાય, અનુભવ નહીં થાય. શ્રીમંતને કોઈ ભીખારી કહે તો તે જવાબ નહીં આપે, તેમ સત્ જેવું છે તેવું કબૂલશે નહીં તો સત્ જવાબ નહીં આપે. ૩૨૮. * જે રીતે પર્યાય દ્રવ્ય તરફ ઢળે એ રીતે વાંચન, વિચાર, મનન, શ્રવણ બધું કરવું જોઈએ. મૂળ પ્રયોજન તો દ્રવ્ય તરફ ઢળવું એ જ છે. ૩૨૯. * ભગવાન સર્વજ્ઞ એમ કહે છે કે તું પહેલી ચોટે અમારી સામે જોવાનું છોડી દે ને ભિન્ન વસ્તુભૂત શુદ્ધ જ્ઞાનમય આત્માને સીધો પ્રાપ્ત કર. સીધો એની સામે જોઈને પ્રાપ્ત કર... આહાહા ! ૩૩૦. * હું બીજા જીવને મારી શકું છું, જીવાડી શકું છું, બીજા જીવોને ખાવાની સગવડતા આપી સુખી કરી શકું છું અથવા બીજા જીવોને અગવડતા આપીને દુ:ખી કરી શકું છું એ માન્યતા મહા પાપષ્ટિની છે. એક તણખલાના બે કટકા કરી શકું છું, હાથની આંગળી હલાવી શકું છું, વાણી બોલી શકું છું, રોટલીનો ટુકડો કરી શકું છું-એમ ૫૨દ્રવ્યની ક્રિયાનો કર્તા હું છું એવી માન્યતા મિથ્યાદષ્ટિની છે. એવા જીવો, ત્રૈલોકયમાં કાંઈ બાકી રાખ્યા વગર બધા પદાર્થોને હું કરી શકું છું તેવી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] ૭૭ માન્યતાથી મિથ્યાત્વરૂપ મોટા પાપને બાંધે છે. કેમ કે અજ્ઞાનમાં જગતની કોઈપણ વસ્તુને તે પોતાની માન્યા વિના રહેતો નથી. ૩૩૧. * પ્રભુ! તું સર્વને જાણનાર દેખનાર સ્વરૂપે પૂરો છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહિ જાણતાં એકલા જ્ઞયને જાણવા-દેખવા રોકાઈ ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપના ભાવને કરવા અને જાણવા દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપ એ જ અને એટલું જ મારું ય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો ને પોતાના પૂરણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કર્મના કારણે તારા પૂરણ સ્વભાવને જાણતો નથી એમ નથી, પણ એ તારો પોતાનો જ અપરાધ છે. ૩૩ર. * એક સમયની નિર્મળ પર્યાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે તેને રત્નત્રય કહ્યું છે તો તેનું ફળ જે કેવળજ્ઞાનપર્યાય તે મહારત્ન છે અને જ્ઞાનગુણની એક સમયની તે પર્યાય તે મહારત્ન છે તો તેવી અનંત અનંત પર્યાયનો ધરનાર જ્ઞાનગુણ તે મહા મહારત્ન છે. એવા જ્ઞાન-આનંદ આદિ અનંતા ગુણોરૂપ મહા મહારત્નોનું ધરનાર આત્મદ્રવ્ય એ તો મહારત્નોથી ભરેલો સાગર છે, એના મહિમાનું શું કહેવું? અહો ! એનો મહિમા વચનાતીત છે. એ અપાર અપાર મહિમા અનુભવગમ્ય જ છે. આવા સ્વભાવનો વિશ્વાસ ને દૃષ્ટિ કરે તો ખબર પડે. ૩૩૩. * આત્મા એટલે જ સમજણનો પિંડ.. જ્ઞાનનો પિંડ.... બસ આમાં તો સમજવું. સમજવું. સમજવું જ એક આવે છે, બીજું કાંઈ કરવાનું આવતું નથી ! – પણ સમજવું એ કરવું નથી? –સમજવાનું જ એક કરવાનું છે. પરંતુ સમજવાનું કરવું, જ્ઞાન કરવું એનું એને માહાત્મ આવતું નથી. ૩૩૪. * તારો મહિમા કર, બીજો બધો મહિમા છોડ-એમ કહેવામાં આવે, પરંતુ હું શુદ્ધ છું ને પરિપૂર્ણ છું એવો મહિમા આવે છે ઈ પણ વિકલ્પાત્મક મહિમા છે. ખરેખર તો સ્વસમ્મુખ થતાં અંતરમાં ઢળે છે. શ્રોતા:- સ્વસમ્મુખ થવું એટલે મહિમા કરવો ને? પૂજ્ય ગુરુદેવઃ- મહિમા પણ હજુ વિકલ્પ છે, અંદરમાં સહજ ઢળી જવું.. કહેવામાં તો શું આવે? વસ્તુ તો વતનાતીત છે. જેટલું કહેવામાં આવે તે બધું તો ભેદરૂપ છે, ઢળી જાવ ઈ પણ હજુ ભેદ છે. ૩૩૫. * વર્તમાન વર્તમાન વર્તતી ચાલુ કાળની જ્ઞાનપર્યાય તે ત્રિકાળી જ્ઞાયકનો જ એક અંશ છે. તેને અંતરમાં વાળતા “ચૈતન્ય હીરો” જ્ઞાનમાં આવે છે. અવયવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર દ્વારા અવયવી ખ્યાલમાં આવે છે. જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને જ તો તારો ચૈતન્યસૂર્ય તને ખ્યાલમાં આવશે, તેનો પ્રકાશ તને દેખાશે. ૩૩૬. * આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે. પરમાત્મા તારી પાસે જ છે. અરે! તું જ પરમાત્મા છો. એની સામું તો જોતો નથી ને ધૂળમાં ફાંફા મારે છો? સંતોએ મારગ સહેલો કરી દીધો છે, તું છો ત્યાં જા ! તું નથી ત્યાંથી ખસી જા! ૩૩૭. * પહેલાં વિશ્વાસ લાવ કે મારા જેવો કોઈ સુખી નથી, કેમ કે હું પરમ સ્વાધીન છું. મારે મારા કાર્ય માટે અન્ય સાધનોનું અવલંબન લેવું પડતું નથી. માટે હું પરમ સુખી છું એમ પહેલાં વિશ્વાસ લાવ! અસ્તિપણે સત્તાપણે બિરાજમાન ભગવાન આત્મા સ્વસત્તાના વિશ્વાસ વડે જ પ્રાપ્ત થાય તેમ છે. અમાપ. અમાપ આનંદ, જ્ઞાન આદિ અનંત ભાવોથી ભરેલો સ્વભાવ, પોતાના સ્વભાવના સાધનથી જ પ્રગટ થાય છે. પરના સાધનથી પોતાનો સ્વભાવ પ્રગટે એવું આત્માનું સ્વરૂપ જ નથી. ૩૩૮. * આહાહા! તે તે દ્રવ્યની તે તે કાળની પર્યાય યોગ્યતા અનુસાર જ થાય છે, તે તેનો સ્વકાળ છે ત્યારે થાય છે. તે થવા કાળે બાહ્ય ચીજને નિમિત્તપણાનો આરોપ આવે છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તો બીજું દ્રવ્ય કયાં રહ્યું? અનંત દ્રવ્યો અતિરૂપ છે તે દરેકને ભિન્ન ભિન્ન અતિરૂપે માને ત્યારે શ્રદ્ધા-જ્ઞાન સાચા થશે. ૩૩૯. * જેમ છોકરો રોતો હોય તેને તેનો બાપ કહે ભાઈ ! તું રો નહિ, જો તારો પંડો આખો એવો ને એવો જ છે, જો ખુશી થા! તેમ આચાર્યદેવ ભવ્યને કહે છે કે હે આત્મા! તું પ્રસન્ન થા! ખુશી થા! જો તારો આત્મા ત્રણે કાળે એવો ને એવો શુદ્ધ જ છે. દેહાદિ કે રાગાદિ આત્માને અડ્યા જ નથી, સ્પર્યા જ નથી. રાગાદિ તો ઉપર ઉપર લોટે છે. માટે ભાઈ ! તું ખુશી થા! ને પ્રસન્ન થઈને જો ! તારો આત્મા શુદ્ધ ચૈતન્યઘન જ છે. ૩૪). | * પરિણામને પરિણામ વડે દેખ એમ નહીં પણ પરિણામ વડે ધ્રુવને દેખ. પર્યાયથી પર તો ન દેખ, પર્યાયને પણ ન દેખ પણ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેને પર્યાયથી દેખ. તેને તું જો. તારી દષ્ટિ ત્યાં લગાવ. છ મહિના આવો અભ્યાસ કર. અંતર્મુખતત્ત્વને અંતર્મુખના પરિણામ વડ દેખ. અંતરમાં પ્રભુ પરમેશ્વર પોતે બિરાજે છે તેને એકવાર છ માસ તો તપાસ કે આ શું છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૭૯ બીજી ચપળાઈ ને ચંચળાઈ છોડી દઈ અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ સિદ્ધસદેશ પ્રભુ છે તેને છ માસ તપાસ. ૩૪૧. * બહારથી છૂટી અંદરમાં બેઠો ને આ દર્શન-જ્ઞાન તે આત્મા. આત્મા એમ ભેદ ઊઠે છે તે પણ રાગની વૃત્તિ આઠ કર્મોથી ઉત્પન્ન થયેલ ભાવ છે, એ આત્મા નથી. આત્મા તો અંતરમાં અભેદદષ્ટિ કરીને આનંદ અનુભવે તે આત્મા છે. ૩૪૨. * હુઠવું છે ક્યાં? પુણ્ય-પાપરૂપ હું થઈ ગયો છું એમ એણે માન્યું છે પણ એ હું નહીં, બસ એટલી વાત છે, માન્યતા જ ફેરવવાની છે. તારી દષ્ટિફેરે સંસાર છે અને હું પુણ્ય-પાપરૂપ થયો જ નથી-એવી દષ્ટિ ને અનુભવ કરવો એ જ મુક્તિ છે. એવો અંતરસ્વીકાર કરવો એ જ મુક્તિ કહો કે મુક્તિના પંથ કહો. ૩૪૩. * હું તો જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છું, જાણવું-દેખવું એ મારું કાર્ય છે. વિકારના પરિણામને અડયા વિના સ્પર્યા વિના મારા જ્ઞાનની હયાતીને લીધે હું તેને જાણું છું. કોઈપણ રીતે રાગાદિ એ મારું કાર્ય નથી, એ રીતે બધી તરફથી કર્તાકર્મની પ્રવૃત્તિ શમાવતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે, સ્કુરાયમાન થાય છે. કર્તાકર્મમાં અજ્ઞાનીને વિકાર સ્કુરાયમાન હતા, ચૈતન્યજ્યોતિની અંતરદૃષ્ટિ થતાં જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય છે, એ મારું કાર્ય છે. ૩૪૪. * ત્રિકાળી શુદ્ધ જીવ ચૈતન્યપ્રભુ કે જેની પર્યાયમાં વિકાર હોવા છતાં શુદ્ધ જીવ પ્રગટ થાય છે; પોતાનો જે અબંધસ્વભાવ જ્ઞાયકભાવ પ્રમત્ત-અપ્રમત્ત દશાથી રહિત છે તે શુદ્ધ જ્ઞાયકભાવનો સમ્યગ્દર્શનમાં સ્વીકાર કરીને શુદ્ધ જીવ પ્રગટ થાય છે, તે સુખી છે અને જે વિકાર અને તેના ફળ તે હું એમ માને છે તે મિથ્યાદષ્ટિ છે, દુઃખી છે, દુઃખનું ભોજન કરે છે. ૩૪૫. * જીવ જિનવર છે ને જિનવર જીવ છે એવી દષ્ટિ થાય તેને પર્યાયબુદ્ધિ છૂટી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય, સંસારભાવો જરાય ચે નહિ, આત્મા... આત્મા ની ધૂન લાગે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ૩૪૬. * ભાઈ ! એકવાર બહારની મોહની મીઠાશ છોડી દે. જેમ ગોળનો રવો-ભેલી મીઠાશથી ભરચક છે તેમ ભગવાન અમૃતનો રવો-ભેલી છે, ત્યાં એકવાર મહિને લગાવ મોટા ઘર ને ફર્નિચર ને સગવડતાના સાધનોમાં મતિ એટલી બધી એકાકાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦] [ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર થઈ ગઈ છે કે બાપુ! મરતાં તને તે બધું છોડવું આકરું પડશે. માટે ત્યાંથી મતિ હટાવી લે. ૩૪૭. * હે જીવ! તું જ તારું તીર્થ છો ત્યાં આરુઢ થા, બીજા તીર્થે ન જા! .. ન જા! વ્યવહાર નિષેધ્ય છે ને! તેથી અહીં યોગીન્દ્રદેવ સ્પષ્ટ કરે છે કે અમેદશિખર આદિ તીર્થો છે તે પરતીર્થ છે, ત્યાં ન જા! તેના લક્ષે તને શુભરાગ થશે. તું તારા પરમ તીર્થસ્વરૂપ આત્મામાં આરૂઢ થા. તેનાથી તને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થશે. બીજા ગુરુની સેવા ન કર. તેના લક્ષે રાગ થશે. તું તારા પરમાર્થગુરુની સેવા કર તેનાથી તને આનંદની પ્રાપ્તિ થશે. દેવની સેવા ન કર, બીજા દેવ, અરિહંત, સિદ્ધનું ધ્યાન ન કર. ભાઈ ! તેના લક્ષે શુભ વિકલ્પ થશે ને પુણ્ય-બંધન થશે. તું તારા આત્મદેવનું ધ્યાન કરે જેથી તને આનંદના નાથનો ભેટો થશે. તું તારા પરમ દેવ-ગુરુ ને તીર્થની સમીપ જા. આમ કહીને રાગના કારણભૂત વ્યવહાર દેવ-ગુરુ-તીર્થનું લક્ષ છોડાવી આનંદના કારણભૂત પરમાર્થ દેવ-ગુરુ-તીર્થનું લક્ષ કરાવ્યું છે. ૩૪૮. * દરેક દ્રવ્યના પરિણામ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી જ થાય છે. બીજા દ્રવ્યનું બિલકુલ કાર્ય નથી. ધજા સ્થિર હતી ને એકદમ હલવા માંડી તે પવન આવ્યો માટે હુલવા માંડી એમ નથી. પાણી ઠંડું હતું તેમાંથી એકદમ ગરમ થયું તે અગ્નિ આવી માટે ગરમ થયું છે એમ નથી, ચોખા કઠણ હતા અને તેમાંથી પોચા થયા તે પાણી આવ્યું માટે થયા છે એમ નથી. બાહ્યદૃષ્ટિથી જોનાર અજ્ઞાનીને નિમિત્ત દેખીને ભ્રમ પડે છે કે પાણી ઠંડું હતું ને ગરમ થયું તે નિમિત્ત આવ્યું માટે થયું છે, પણ એમ નથી. ઘેર બેઠો હતો ત્યારે અશુભ પરિણામ હતા ને મંદિરે ભગવાનના દર્શન કરવા આવ્યો ત્યાં શુભ પરિણામ થયા, આમ એકદમ અશુભમાંથી શુભ પરિણામ થયા તે નિમિત્તથી થયા એમ છે જ નહિ, પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી અર્થાત્ પોતાથી જ થયા છે. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય બિલકુલ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું કે સ્પર્શ કરતું જ નથી તો એક દ્રવ્યને બીજું દ્રવ્ય કરે શું? આહાહા! આવી વસ્તુની સ્વતંત્રતા બેસી જાય તો એની દષ્ટિ બહારથી ખસીને અંદરમાં વળે. ૩૪૯. * અહંતના દ્રવ્યને, ગુણોને ને પ્રગટ પર્યાયોને ખરેખર જાણે, શું કામે જાણે ? -કે પોતાના આત્માને જાણવા માટે જાણે તે ખરેખર આત્માને જાણે છે. જેણે ખરેખર પરમાત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણ્યા-પોતાના આત્માને જાણવાના હેતુથી જાણ્યાતે ખરેખર આત્માને જાણે છે. “ખરેખર અતને જાણ ” એમ કહેતાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ૮૧ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] આત્માને જાણવાના લક્ષ જાણ એમ કહેવું છે. ‘ખરેખર ’ શબ્દમાં ઘણું વજન છે. આમ તો અગિયાર અંગ ને નવ પૂર્વને અનંતવાર કંઠસ્થ કર્યાં છે પણ એ કોઈ વસ્તુ નથી. તેથી કહે છે કે પોતાનું સ્વરૂપ કેવડું છે એ જાણવા માટે જેણે ખરેખર અર્હતને જાણ્યા છે–લોકોને સંભળાવવા માટે કે વાતો કરવા માટે નહીં પણ પોતાના આત્માને જાણવા માટે જે ખરેખર અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે, તે આત્માને જાણે છે. કારણ કે બન્નેમાં ખરેખર તફાવત નથી. તફાવત નથી એટલે? –કે ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ સર્વજ્ઞમાં ને પોતાના આત્મામાં તફાવત નથી. સર્વજ્ઞ જેવડી પર્યાય પ્રગટ કરે એવડી તાકાતવાળું મારું દ્રવ્ય છે માટે બન્નેમાં ખરેખર તફાવત નથી. ૩૫૦. * આહાહા! સર્વજ્ઞ એટલે પૂરણ પૂરણ એકલું જ્ઞાન, દ્રવ્યમાં પૂરું, ગુણમાં પૂરું, પર્યાયમાં પૂરણ પ્રગટ જ્ઞાન; જ્ઞાન એટલે અપૂર્ણતા નહીં, રાગ નહીં, એકલો જ્ઞાનનો જ પૂરણપ્રકાશ-આમ શ્રદ્ધા કરવા જાય ત્યાં અંતરમાં એકલા જ્ઞાનની અનુભવમાં પ્રતીત થઈ જાય છે. આમાં બીજું કાંઈ કરવાનું નથી. બસ, એકલો જ્ઞાન-આનંદનો રસ જ છે, જ્ઞાનનું ચોસલું છે, એમાં ઇન્દ્રિય, રાગ કે અલ્પજ્ઞતા છે જ નહીં. ૩૫૧. * પ્રભુ! એક સમયની પર્યાયથી પણ ઉદાસ થઈને તારા ત્રિકાળી આનંદકંદ જ્ઞાયકને પકડ. ભાવેન્દ્રિય-ક્ષયોપશમિક જ્ઞાન-તો ખંડખંડરૂપ જ્ઞાનપર્યાય છે અને આત્મા તો પૂર્ણ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ સ્વરૂપ પરમ પદાર્થ છે તે ભાવેન્દ્રિયના લક્ષથી પણ પકડમાં આવતો નથી; પકડનારી પર્યાય પોતે ક્ષાયોપમિક ભાવે છે, પણ તેના લક્ષે પ્રભુ આત્મા પકડવામાં આવતો નથી. વસ્તુ પોતે પોતાની ક્ષાયોપમિક જ્ઞાનની પર્યાય વડે પોતાના જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરે તો દ્રવ્ય પકડમાં આવે. અહા! આવો મારગ છે પરમાત્માનો. મહાવિદેહમાં ભગવાન પાસે તો આ ધોખમાર્ગ ચાલે છે. સત્યને કાંઈ સંખ્યાની જરૂર નથી કે ઘણા માણસો માને તો જ સત્ય કહેવાય. ચીજ જે રીતે સત્ય છે તેને તે રીતે માને તો સત્ય કહેવાય છે. ૩૫૨. * બીજાનું કાંઈ કરવું કે લેવું-દેવું તો છે જ નહીં પણ પોતામાં પોતાના વિચાર, મંથન ચાલે તે પણ વિકલ્પ તોડી દઉં એ પણ વિકલ્પ છે. કેમ કે વિકલ્પ તોડું–એ તો પર્યાય ઉપર દષ્ટિ ગઈ. પર્યાયમાં પર્યાયથી ધ્રુવનો નિર્ણય કરવાનો છે. વિકલ્પને તોડું એવા વિકલ્પની પણ પેલે પાર જુદો જ ચૈતન્યપદાર્થ છે. તેનું અસ્તિપણું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૮૨] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ખ્યાલમાં લેવું કે રાગથી ને પર્યાયથી પણ ભિન્ન હું આ જ્ઞાયક છું-એવું નિરંતર ઘૂંટણ રહેવું જોઈએ. ૩૫૩. * ભગવાન આત્મા જ્ઞાતાનો ભંડાર, તેનાથી ભિન્ન જેટલો ભાવ-જે ભાવે તીર્થંકગોત્ર બાંધે તે ભાવ પણ-પરભાવ પરભાવ પરભાવ છે. જો તને ચારગતિના દુઃખનો ભય લાગ્યો હોય તો ઇ પરભાવ છોડ. રાગ મને લાભદાયક છે એમ જે માને છે તે શ૨ી૨ને જીવ માને છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે ને શ૨ી૨, કર્મ, રાગ, શુભાશુભભાવ તે બધું શરીર છે. રાગના કણને પોતાનો માને છે તે બહિરાત્મા શરીરને જ આત્મા માને છે. ૩૫૪. * આહાહા! ભગવાન! તારામાં દેહ-મન-વાણી તો નથી જ અને રાગ પણ તારામાં નથી પણ અહીં તો એથી ઊંડી વાત કરે છે કે તારામાં શુદ્ધપર્યાય પ્રગટે છે, શુદ્ધપર્યાય વધે છે, પૂર્ણ શુદ્ધપર્યાય થાય છે-એવી ધ્યાનાવલી તારામાં હોવાનું શુદ્ધનય કહેતો નથી. એ પર્યાયો તારામાં નથી. તું તો ત્રિકાળીતત્ત્વ સદાય કલ્યાણ સ્વરૂપ શુદ્ધ જ છો. અરે પણ આ પંચમઆરો છે ને સભાને જોઈને વાત કરો ! અરે ભાઈ સાંભળ.... સાંભળ! અમે તો આત્માને જોઈને વાત કરીએ છીએ. ભગવાન આત્મા સદાય આનંદમય, સદાય વીર્યમય, સદાય શિવમય એવું પરમાત્મતત્ત્વ તેના વિષે દયા-દાન આદિ કરવાનું કહેતાં તો લજ્જા આવે છે. અરે! તું એવડો મોટો ૫રમાત્મસ્વરૂપ સદાય કલ્યાણમય છો કે તારામાં ધ્યાન કરવાનું કહેતાં પણ લજ્જા આવે છે. ૩૫૫. * જે અનંત અનંત ગુણનું મહાન અસ્તિત્વ પડયું છે તેની દષ્ટિ કરતાં વિકલ્પ તૂટી જાય છે. પરંતુ વિકલ્પને તોડવા જતાં તો મિથ્યાત્વ થાય છે. ૩૫૬. * પ્રભુ એમ કહે છે કે પ્રભુ! તું એકસ્વરૂપે અંદર બિરાજે છે અને તારી જે પર્યાય છે તે પ્રમાણનો વિષય છે. દ્રવ્ય ને પર્યાય બેનું જ્ઞાન છે તે પ્રમાણ છે પણ નિશ્ચયનો વિષય તો પર્યાય વિનાનું એકલું દ્રવ્ય છે. કોઈ પ્રશ્ન કરે કે દિગંબરો એમ માને છે કે દ્રવ્ય પર્યાયને ન કરે? તો કહે છે કે સત્ય તો એમ જ છે કે દ્રવ્ય પર્યાયને ન કરે. દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી-અડતું નથી તો કરે કયાંથી? સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર જે ધર્મદશા એને પણ દ્રવ્ય અડતું નથી તો કરે કયાંથી? ૩૫૭. * પોતાની ભૂમિકાને યોગ્ય થતાં વિકારી ભાવોને જે છોડવા માગે છે તે પોતાની વર્તમાન ભૂમિકા સમજી શકયો નથી, માટે તેનું જ્ઞાન મિથ્યા છે અને જેને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૮૩ વર્તતા વિકારી ભાવોનો નિષેધ આવતો નથી પરંતુ મીઠાશ વેદાય છે તો એ પણ વસ્તુસ્વરૂપ સમજ્યો નથી તેથી તેનું જ્ઞાન મિથ્યા છે. જ્ઞાનીને તો રાગને રાખવાની ભાવના હોતી નથી અને રાગને ટાળવાની આકુળતા હોતી નથી. ૩૫૮. * રાગકા નાશ કરનેકા આત્માકા સ્વભાવ હૈ ઐસા કહનેમેં આતા હૈ લેકિન ૫૨માર્થસે ખરેખર તો આત્માકા રાગકો નાશ કરનેકા સ્વભાવ હૈ હી નહિ. ઉત્પન્ન કરનેકા હી સ્વભાવ નહિ તો રાગ કો નાશ કરનેકા ભી સ્વભાવ હૈ હી નહીં. સ્વભાવમાં વિભાવ હૈ હી નહી, તો નાશ કૈસે કરે? વ્યવહા૨સે કહનેમેં આતા હૈ લેકિન ખરેખર તો નાશ કરનેકા સ્વભાવ હી નહીં. સ્વભાવમેં વ્યવહાર હૈ હી નહીં, તો નાશ કૈસે કરે? સમયસાર ગાથા ૩૪મેં કહા હૈ કી રાગકા ત્યાગ નામમાત્ર હૈ, સ્વભાવ નહીં. ૩૫૯. * પાણી પીવાથી તૃષા મટે છે, ખોરાક ખાવાથી ભૂખ મટે છે, દવા પીવાથી રોગ મટે છે-એમ સંસારમાં બધી ચીજોનો વિશ્વાસ કરે છે. એ વિશ્વાસના બળે તે તે ચીજો મેળવવા લક્ષ જાય છે. તેમ આત્માનો વિશ્વાસ આવવો જોઈએ કે હું પોતે જ જ્ઞાનાનંદ સ્વરૂપ છું, હું પોતે જ પરમાત્મસ્વરૂપ છું ને રાગાદિ સ્વરૂપે નથી-એવું અંતરથી વિશ્વાસનું બળ આવવું જોઈએ. પોતાની પરમેશ્વરતાનો વિશ્વાસ... વિશ્વાસ.... એ વિશ્વાસનું જોર એને અંતર્મુખ લઈ જાય છે. ૩૬૦. * ખરેખર તો, એકાકાર અખંડ જ્ઞાયકભાવનું સેવન કરે ત્યારે જ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટે છે. તે પહેલાં મોક્ષમાર્ગની પર્યાય જ પ્રગટતી નથી, તો તેનું સેવન શી રીતે કરે? અભેદ આત્માના સેવનથી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટે છે તેથી વ્યવહારથી એમ ઉપદેશ કરવામાં આવે છે કે મોક્ષમાર્ગનું સેવન કરો. પરમાર્થદષ્ટિથી જોતાં મોક્ષમાર્ગરૂપ પર્યાય પણ આશ્રય કરવા લાયક નથી. એક માત્ર અખંડ, અભેદ, એકસ્વભાવી આત્મા જ ૫૨માર્થે સેવવા યોગ્ય છે. ૩૬૧. * શ્રોતાઃ- સમ્યગ્દર્શન થતાં બધું વ્યવસ્થિત છે? પૂજ્ય ગુરુદેવઃ- અમસ્તું પણ બધું વ્યવસ્થિત જ છે, પણ સમ્યગ્દર્શન થતાં એનાં નિર્ણયમાં આવી જાય છે કે બધું વ્યવસ્થિત જ છે. સમયસાર ગાથા ૩૦૮૩૧૧માં જીવ અજીવનો કર્તા નથી એમ સિદ્ધ કર્યું છે, પણ ખરેખર તો જીવદ્રવ્ય એ એની પર્યાયનો પણ કર્તા નથી, કેમકે દ્રવ્યસ્વભાવ જ્યારે દૃષ્ટિમાં બેઠો એટલે બસ ! બધું આવી ગયું. દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ નામની શક્તિ છે તેના કારણે પર્યાય ઉત્પન્ન થશે; થાય છે તેને કરવું છે કયાં ? અને જ્ઞાનગુણની પર્યાય પણ ક્રમબદ્ધમાં જે જાતનો રાગાદિ થશે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તેને તે પ્રકારે જાણતી તે જ પ્રકારે ક્રમબદ્ધમાં આવશે. તે પર્યાય છે તેનો પણ કર્તા દ્રવ્ય નથી. પર્યાય તે સમયે થશે જ, પર્યાય તે સમયે આવશે જ, તેનો જ્ઞાની કર્તા નથી, પર્યાય જે કાળે થવાની છે તે થાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય છે. જે પરિણમે છે તે કર્તા છે, દ્રવ્ય કાંઈ પરિણમતું નથી માટે કર્તા નથી. ભાવશક્તિના કારણે દરેક ગુણની પર્યાય ભવનરૂપ થશે જ, પર્યાય હોય જ છે; હોય છે તેને કરવું છે કયાં? ખરેખર તો દ્રવ્ય ઉપર દષ્ટિ ગઈ-દ્રવ્યનો સ્વીકાર થયો એટલે બસ! પર્યાય પ્રાપ્ત થઈ અને તે પણ તેનો પ્રાપ્ત થવાનો કાળ હતો. તે પર્યાયનો કાળ હતો, તેનો પણ કર્તા નથી કેમકે ભાવશક્તિના કારણે ભવન તો છે; તો છે એને કરવું શું? આહાહા! દ્રવ્યની સન્મુખ દષ્ટિ થઈ પછી જે થવાનું છે તે થાય છે, તેને જાણે છે, એ જાણવાનું કામ સ્વતંત્ર થાય છે. આને જાણવું એવું પણ નથી, ભાવશક્તિ છે તે પર્યાય વિના હોય નહિ. ગુણીને પકડયો છે તેણે જે ભવન-પર્યાય હોય છે તેને કરવું છે કયાં? થોડી ઝીણી વાત આવી ગઈ છે, આ તો અંદરથી આવે છે. નવું નવું થાય છે તે થવાનું છે તે જ થાય છે, તેને કરવું છે કયાં? થાય છે-હોય છે તેને જાણે છે, એ જાણવાની પર્યાય પણ તે કાળે થવાની છે તે થાય છે, કેમકે દરેક ગુણની વર્તમાન પર્યાય ભાવશક્તિના કારણે તે કાળે થાય જ છે. થાય છે તેને કરવું શું? વસ્તુનું સ્વરૂપ એમ જ છે. ૩૬૨. * એકવાર પરને માટે તો મરી જવું જોઈએ. પરમાં મારો કોઈ અધિકાર જ નથી. અરે ભાઈ ! તું રાગને ને રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતા-દષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતા-દષ્ટા સ્વભાવની દષ્ટિ કર, ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ૩૬૩. * ખરે ટાણે સમાધાન રાખવા જેવું છે, ક્ય ક્ષણે દેહ છૂટશે! –એનો ભરોસો કરવા જેવો નથી. દેહ ક્ષણભંગુર છે, નાશવાન છે. ચામડાંથી વીટેલો હાડકાનો માળો ક્ષણમાં રાખ થઈને ઊડી જશે. અરે! આખું ઘર એકસાથે નાશ થઈ જાય છે તેવા દાખલા સાંભળ્યા છે. એ ક્યાં અવિનાશી ચીજ છે! સહજાત્મસ્વરૂપ આત્મા એ જ અવિનાશી છે, જગત આખું અનાદિથી અશરણરૂપ છે, ભગવાન આત્મા એ જ શરણરૂપ છે. ૩૬૪. * ચૈતન્ય ભગવાન જ્ઞાન ને આનંદરૂપ છે, તેની સાથે દયા-દાન આદિના પરિણામને વ્યાપ્ય-વ્યાપકપણું છે તોપણ એ બે વચ્ચે સંધિ છે એટલે કે ખરેખર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૮૫ આત્મા રાગપણે પરિણમતો નથી, ભલે સ્થૂળપણે એમ દેખાય કે અશુદ્ધપણે આત્મા પરિણમ્યો છે. વર્તમાનમાં રાગ સાથે જીવને અજ્ઞાનપણે વ્યાપ્ય-વ્યાપકપણું થયું છે તોપણ જ્ઞાનને સૂક્ષ્મ ઉપયોગ વડે રાગથી ભિન્ન કરીને ભેદ પાડતાં ભિન્નપણાની પ્રતીતિ થાય છે. ૩૬૫. * એક સક્ઝાયમાં આવે છે- “સહજાનંદી આતમાં, તું સૂતો કાંઈ નિચિંત રે! ...' પ્રભુ ! તું આનંદનો નાથ સહુજાત્મસ્વરૂપ પરમાત્મા છો ને! તું આ અજ્ઞાનઅંધારામાં કેમ સૂતો છો? તારી ચીજ અંદર રાગ રહિત નિર્વિકલ્પ આનંદસ્વરૂપ છે તેને ભૂલી કેમ નિશ્ચિત્ત સૂઈ રહ્યો છો? જેમાં વિકલ્પનો પણ સહારો નથી એવો અતીન્દ્રિય સુખકંદ પ્રભુ આત્મા અંદર સહજ જ અને સુગમ જ છે. પરંતુ તેનો અભ્યાસ નહિ હોવાથી તે દુર્ગમ લાગે છે. અરે! એક પરમાણુને પણ પોતાનો કરવા માગે તો તે પોતાનો થઈ શકે નહિ; પરંતુ જે પોતાની ચીજ છે તે તો પોતાને સહજ ને સુગમ જ હોય ને? એમ છતાં અણ-અભ્યાસે દુર્ગમ લાગે છે. સહજસ્વરૂપનો અભ્યાસ નથી, તે તરફ સચિનું વલણ નથી, પરદ્રવ્યનો ને રાગાદિ વિકલ્પોનો મહિમા છે, તેમાં તને વિસ્મયતા લાગી, પણ તારી ચીજની વિસ્મયતા તે છોડી દીધી; તેથી સહજાત્મસ્વરૂપ અતિ દુર્ગમ લાગે છે. ૩૬૬. * શ્રોતા - આપની વાણી પણ એવી છે કે તત્કાળ મોક્ષ થાય. પૂજ્ય ગુરુદેવ - મોક્ષ જ છે. દષ્ટિ અંદરમાં કરી એટલે મોક્ષ જ છે. અંદરમાં મોક્ષ પડ્યો છે ને દષ્ટિ કરી એટલે મોક્ષ જ છે. પછી થોડી વાર લાગે એનું કાંઈ નહીં.. ૩૬૭. * વિષ્ટાના ટોપલામાં રતન પડ્યું હોય તોપણ તે રતન જ છે. તેમ શરીર ગમે તેવું ઢોરનું હોય, વ્યંતરી દેવીનું હોય પણ અંદરમાં ચૈતન્ય રતનનું ભાન થયું છે એને એમ ઉલ્લાસ આવી જાય છે કે અહો ! આવો ભગવાન મારી પાસે છે અને હું કયાં જોવા જાવ! એમ ઉલ્લાસમાં અંદર ડોલી જાય છે. ૩૬૮. * દ્રવ્યકર્મથી, નોકર્મથી તથા પંચમહાવ્રતાદિના ભાવકર્મથી તારી મતિ હટાવી દે. જો ત્યાં મતિ રહી જશે તો મરીને તેના ફળમાં અનંતકાળ કાઢવો પડશે. માટે ભગવાન! તું રાગ અને દેહના સંગમાં પ્રીતિ ન કર. પ્રભુ! ભવિષ્યમાં દુઃખના ડુંગરમાં અનંતકાળ કાઢવો પડશે, માટે ત્યાંથી તારી મતિ છોડી દે. દેહાદિમાં તારી મતિને ન બગાડ... ન લગાડ, અને પરમબ્રહ્મ સ્વરૂપમાં કે જે અમૃતથી તૃપ્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૮૬ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તૃપ્ત ભરેલો આનંદનો ૨વો છે તેમાં મતિ લગાવ તો પર્યાયમાં આનંદનો પ્રવાહ વહેશે. ૩૬૯. * શ્રોતા:- કેવી રીતે સાંભળવું? પૂજ્ય ગુરુદેવઃ- એ... આત્માને રાગથી જરા મોકળો કરીને સાંભળવું. હું સિદ્ધ છું-એવું લક્ષ પ્રથમ કરીને સાંભળવું. આ તો ભાઈ! પરમેશ્વરની વાતો છે. પરમેશ્વર કેમ થવાય એની વાતો છે. ૩૭૦. * ભગવાન પૂર્ણાનંદનો નાથ છે કે જેને કહેવા માટે યોગીન્દ્રદેવને શબ્દો થોડા પડે છે. તારી મોટાઈ તો જો! તારું જે સ્વરૂપ ભગવાને જોયું તેને ભગવાન પણ કહી શક્યા નથી. જડ વાણી દ્વારા આત્માને કઈ રીતે વર્ણવી શકાય? દુશ્મન દ્વારા કેટલા વખાણ કરાવી શકાય ? ‘જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો !' –આવું પરમબ્રહ્મ તારું સ્વરૂપ છે, આવા પરમબ્રહ્મ સ્વરૂપમાં પ્રભુ! તારી મિત લગાડ. એકવાર તેની રુચિ કર. નિર્વિકલ્પ આનંદનો નાથ, અતીન્દ્રિય સુખનો સાગર, ગુણનું ગોદામ તું છો, એમ એકવાર મહિમા લાવ. મહિમા વિના તારી મતિ ત્યાં લાગશે નહીં. બહારનો મહિમા છોડ, ત્યાં શું છે! માટે ૫૨નો મહિમા અને આકર્ષણ છોડીને એકવાર ૫૨મબ્રહ્મ પ્રભુનો મહિમા લાવીને ત્યાં મતિ જોડ તો તારી ચાર ગતિ મટી જશે. ૩૭૧. * ભગવાન પૂરણ શુદ્ધ નિર્મળાનંદ છે અને એ સિવાયના દયા-દાન-વ્રતભક્તિના પરિણામ ને દેહની ક્રિયા તેને પોતાની માનનારો, તેને ભિન્ન નહીં માની શકનારો આત્મા બહિરાત્મા છે. રાગાદિના પરિણામ જે આસ્રવતત્ત્વ છે તે બહિરતત્ત્વ છે, તેને આત્માના તિરૂપ માનનારો બહિરાત્મા છે. કર્મજન્ય ઉપાધિના સંસર્ગમાં આવીને કયાંય પણ ઉલ્લસિત વીર્યથી હોંશ કરવી એ બહિરાત્મા છે. ભગવાન આત્માનો ઉલ્લસિત વીર્યથી આદર છોડીને બહારના કોઈ પણ ઉપાધિ ભાવ કે કર્મજન્ય સંયોગના સંસર્ગમાં આવતાં તેમાં વીર્ય ઉલ્લસિત થઈ જાય કે “આહાહા ! આહાહા !” –એમ પરમાં વિસ્મયતા થઈ જાય તેને બહિરાત્મા કહે છે. અંતરના આનંદથી રાજી ન થયો ને બહારના શુભાશુભભાવ ને એના ફળ કે જે આત્માના સ્વભાવથી બાહ્ય વર્તે છે તેમાં ખુશી થયો, તેમાં આત્માપણું માન્યું એને બહિરાત્મા મિથ્યાદષ્ટિ કહે છે. ૩૭૨. * જેણે અંદરમાં આરાધના કરી એને ભગવાનના વિરહ નથી. અરે! અમારો ભગવાન અમારી પાસે છે. અમને ભગવાનના ભેટા થયા છે, અમે ભગવાન જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૮૭ છીએ. આહાહા! પંચમકાળનાં મુનિઓએ અપૂર્વ કામ કર્યા છે. અહીંથી સ્વર્ગમાં ગયા છે ને ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જવાના. પંચમકાળમાં ભરતક્ષેત્રમાં અવતર્યા એટલે એકાદ ભવ બાકી રહી ગયો, મહાવિદેહમાંથી તો એ જ ભવે મોક્ષ જાય છે. છ માસ ને આઠ સમયમાં છસો ને આઠ જીવ મોક્ષે જાય અને એટલા જ જીવો નિગોદમાંથી નીકળે, બાકી તો એમ ને એમ નિગોદમાં પડયા રહે છે. જ્યારે જુઓ ત્યારે નિગોદમાં એક શરીરમાં રહેલ જીવોના અનંતમાં ભાગ્યે જ મોક્ષે જાય. આહાહા ! એ નિગોદમાંથી નીકળીને આવા મનુષ્યના ભવ મળ્યા ને વીતરાગની વાણી મળી એ તો ધન્ય ભાગ્ય! મહા પુણ્યના થોક હોય... મેરુ જેટલા પુણ્યના થોક હોય ત્યારે આવો યોગ મળે છે. હવે કામ કરવું એ એના હાથની વાત છે. ભાઈ ! આવા કાળે તું તારું કામ કરી લે. ૩૭૩. * સુવર્ણને વાન-ભેદથી જોતાં વાન-ભેદરૂપ પણ છે અને સુવર્ણમાત્રથી જોતાં સુવર્ણમાત્ર છે, વાન-ભેદ જૂઠા છે. તેમ જીવવસ્તુને નવતત્ત્વના ભેદરૂપ, ઉત્પાદવ્યય-ધ્રુવરૂપ, ગુણ-ગુણીભેદરૂપ જોતાં તે ભેદ સત્યાર્થ છે. વસ્તુ ભેદરૂપ પણ છે અને જીવને વસ્તુમાત્રપણે જોતાં તે બધાય ભેદ જૂઠા છે. વસ્તુ અભેદ-ભેદરૂપ છે પણ સરાગીને ભેદ દેખતાં વિકલ્પ ઊઠે છે ને અભેદરૂપ દેખતાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. કેવળીને ભેદ દેખવા છતાં વીતરાગ હોવાથી રાગ ઊઠતો નથી, સરાગીને ભેદ ઉપર લક્ષ જતાં રાગ થાય છે. ભેદને દેખવું તે રાગનું કારણ નથી પણ સરાગીને ભેદ દેખતાં રાગ ઉત્પન્ન થાય છે તેથી સરાગીને નિર્વિકલ્પતાનું પ્રયોજન હોવાના કારણે ભેદનું લક્ષ ગૌણ કરી અભેદનું લક્ષ કરવા કહ્યું છે. ૩૭૪. * જ્યાં સુધી શેયમાં બે ભાગલા પાડે છે ત્યાં સુધી મિથ્યાત્વભાવ ઊભો થાય છે. બાયડી, છોકરાં મારા નહિ અને દેવ-શાસ્ત્ર-ગુરુ મારા એવા પણ શેયમાં બે ભાગલા પાડે છે, ત્યાં સુધી મિથ્યાત્વભાવ ઊભો થાય છે. ૩૭૫. * અનંત દ્રવ્યનો હું કર્તા નહિ એમ જ્યાં જ્ઞાનમાં નક્કી કરે, ત્યાં હું તેનો જાણનાર અનંત છું એમ પોતાના જ્ઞાનની અનંતતા બેસતાં રાગનો અંત આવી જાય છે. અનંત યોને જાણી લેતાં, યોનો અંત આવી જતો નથી, પરંતુ પોતાના જ્ઞાનની અનંતતા જેને બેઠી તેને રાગની એકતા તૂટીને રાગનો અંત આવી જાય છે. ૩૭૬. * વસ્તુમાં ક્ષણે ક્ષણે નવી અવસ્થાનું ઊપજવું પૂર્વની અવસ્થાનું વિનશવું થયા જ કરે છે તે કયાં જતું રહે? ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યની એકતાસ્વરૂપ વૃત્તિ તે પરિણામનું લક્ષણ છે. પોતાની મૂળ જાતિને છોડયા વિના પર્યાયમાં બદલતા રહેવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૮૮ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તે તો વસ્તુનો પરિણમનસ્વભાવ છે; સ્વભાવ કયાં ચાલ્યો જાય ? આત્મા પણ, વસ્તુ હોવાથી, પર્યાયસ્વભાવને લીધે, દ્રવ્યસ્વભાવે કાયમ ટકીને અવસ્થાઓ બદલ્યા જ કરે છે. નિજ આત્મવસ્તુ દ્રવ્ય તેમ જ પર્યાયસ્વરૂપ હોવા છતાં દષ્ટિ તો માત્ર તેના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનો જ સ્વીકાર કરે છે. પરિણામ હોવા છતાં, કલ્યાણ માટે આશ્રય કરવા યોગ્ય તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ જ છે. દૃષ્ટિના વિષયની પ્રમુખતામાં વર્તમાન શુભાશુભ પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણમન કયાંય ચાલ્યું જતું નથી. સિદ્ધમાં પણ પરિપૂર્ણ શુદ્ધ પરિણમન તો નિરંતર થયા જ કરે છે. સિદ્ધપણું પોતે પણ આત્માની પૂર્ણ શુદ્ધ પર્યાય છે. ૩૭૭. * ભગવાન આત્માએ તો જ્ઞાનસ્વરૂપ જ પોતાનામાં ધારણ કરી રાખ્યું છે. ત્રિકાળી જ્ઞાનાત્મક હું એમ પર્યાયમાં ભાન થયું, પર્યાય સહિત જ્ઞાનાત્મકને આત્મા ધારણ કરે છે. ત્રિકાળી જ્ઞાન ધારણ કરનાર આત્મા તે હું–એમ પર્યાયમાં ભાન થયું છે, તેથી તે પર્યાય સહિતના જ્ઞાનાત્મકને આત્માએ ધારણ કર્યો છે. હું જ્ઞાનાત્મક છું એમ જાણ્યું કોણે ? એમ સ્વીકાર કર્યો કોણે ? જ્ઞાનની પર્યાય... જ્ઞાનાત્મક ત્રિકાળી છું, એક છું, પરથી ભિન્ન છું, એકત્વના કારણે શુદ્ધ છું ને શુદ્ધના કારણે ધ્રુવ છું, –એમ જે જ્ઞાનની પર્યાયે સ્વીકાર કર્યો છે તે પર્યાય સહિત અભિન્ન છું; એમ ને એમ ધ્રુવ છું, ધ્રુવ છું-એમ નહીં; પણ પર્યાયમાં આવો સ્વીકાર આવ્યો તેને ધ્રુવ છે.... ૩૭૮. * (દિનપ્રતિદિન બનતાં દેહવિલયના ક્ષણભંગુર પ્રસંગો સાંભળીને વૈરાગ્યભર્યાં શબ્દોમાં પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે) હૈ ભાઈ ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે. દેહનો સંયોગ તો વિયોગજનિત જ છે. જે સમયે આયુષ્યની સ્થિતિ પૂર્ણ થવાની છે તે સમયે તારા કોટિ ઉપાયો પણ તને બચાવવા સમર્થ નથી. તું લાખ રૂપિયા ખર્ચ કે કરોડ ખર્ચ, ગમે તો વિલાયતનો ડોક્ટર લાવ, પણ આ બધું છોડીને તારે જવું પડશે. દેહવિલયની આવી નિયત સ્થિતિને જાણીને, તે સ્થિતિ આવી પડે તે પહેલાં જ તું ચેતી જા. તારા આત્માને ૮૪ના ફેરામાંથી બચાવી લે. આંખ મીંચાયા પહેલાં જાગૃત થા. આંખ મીંચાયા પછી કયાં જઈશ તેની તને ખબર છે? ત્યાં કોણ તારો ભાવ પૂછનાર હશે? –તો અહીં, લોકો આમ કહેશે ને સમાજ તેમ કહેશે-એવી મોહની ભ્રમજાળમાં ગુંચવાઈને તારા આત્માને શા માટે ગુંગળાવી રહ્યો છે? ૩૭૯. * જીવ કયારેય ત્રિકાળી સ્વભાવની સન્મુખ થયો નથી, તેણે કયારેય ભૂતાર્થ સ્વભાવની દૃષ્ટિ કરી નથી. ખરેખર તો અજ્ઞાનીને પણ એક સમયની અજ્ઞાનની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૮૯ પર્યાયમાં પણ જ્ઞાયક જણાય છે પણ જ્ઞાયકની દૃષ્ટિ નહીં હોવાથી, પર્યાયદષ્ટિ હોવાથી માત્ર પર્યાયને-રાગને જાણવાવાળો રહે છે તેથી તે મિથ્યાદષ્ટિ છે. પર્યાયમાં આખી વસ્તુ જાણવામાં આવે છે, કેમ કે સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે; છતાં અજ્ઞાનીની દષ્ટિ સ્વ તરફ નહીં હોવાથી તેની દૃષ્ટિમાં એકલી પર્યાય જ આવે છે. દષ્ટિ ત્રિકાળી તરફ ઝૂકેલી નથી ને પર્યાય તરફ ઝૂકેલી છે, પણ જ્યાં દષ્ટિ અંતર્મુખ વળે છે ત્યાં દ્રવ્યની શ્રદ્ધા આવી. જોકે શ્રદ્ધાને ખબર નથી કે “આ દ્રવ્ય છે પરંતુ શ્રદ્ધાની સાથે જે અનુભૂતિ છે-જ્ઞાન છે તેમાં ખ્યાલ આવે છે કે “આ દ્રવ્ય છે.” ૩૮૦. * ત્રિકાળી વસ્તુસ્વભાવની સન્મુખ થઈને જે નિર્વિકલ્પ શાંતિની દશા પ્રગટી તે ઉપચારથી આત્માનું સ્વરૂપ છે. પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! આ મનુષ્યપણું મળ્યું છે તો મનુષ્યપણામાં શું કરવું? –કે ચિદાનંદપ્રભુના ધ્યાનથી જે વીતરાગી સમાધિ પ્રગટી તે સાધકદશા પણ ઉપચારથી આત્માનું સ્વરૂપ કહેવાય છે એવો જે પરમોત્કૃષ્ટ પરમાત્મા તે હું છું એમ નિર્ણય કરવો. અરે ! આ તો ભાગ્યશાળીને કાને પડે તેવી દુર્લભ વાત છે. જિંદગી ચાલી જાય છે, દેહની સ્થિતિ પૂરી થવાનો કાળ નિશ્ચિત છે, કરવાનું આ છે, દેહમાં સુખ નથી, અનુકૂળ સંયોગોમાં સુખ નથી, દયાદાન-વ્રત-ભક્તિમાં કે વ્યવહારરત્નત્રયમાં સુખ નથી; આનંદનો નાથ નિજ પરમાત્મતત્ત્વ તેની દષ્ટિ કરવી, તેનો મહિમા લાવીને સ્વીકાર કરવો તે કરવાનું છે. જ્ઞાનમાં-લક્ષમાં તો લે કે વસ્તુ આવી છે, પછી પ્રયોગ કર. ૩૮૧. * કોઈ કહે છે કે કેવળી પહેલે સમયે વાણી ગ્રહે છે ને બીજે સમયે છોડે છે. અરે પ્રભુ! કેવળી તો વાણીને છોડે ને ગ્રહે તો નહીં જ, પણ સમ્યગ્દષ્ટિ પણ વાણીને ગ્રહે કે છોડે તો નહીં, પણ સમ્યગ્દષ્ટિ રાગને ગ્રહે અને છોડે નહીં. વસ્તુ સ્વરૂપ જ એમ નથી-રાગને ગ્રહો છોડવો એવું વસ્તુના સ્વરૂપનો ગુણ જ નથી. આ દિગંબર સંતોની લ્હેરૂં છે. આત્મા તો શુદ્ધનો સાગર છે ને! એમાં ક્યાં રાગ હતો જ! ૩૮૨. * જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો વિશેષ કાર્યનો હેતું (નિમિત્તકારણ) અજીવ છે. પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ જીવનાં વિશેષ કાર્ય છે અને તેમનાં નિમિત્તકારણ જે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ કેવળ અજીવ છે. જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર એટલે કે જીવ અને પુદગલ જેમના કારણે છે-કર્તા છે એવા આ નવ તત્ત્વોને એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવતાં તેઓ ભૂતાર્થ છે. પરંતુ અખંડ, ધ્રુવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૦] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એકરૂપ જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને એટલે કે તેને દષ્ટિમાં લઈને એકપણાનો અનુભવ કરતાં આ નવ ભેદો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ૩૮૩. * જેને પર્યાયબુદ્ધિ છૂટી ગઈ છે. તે બીજા જીવોને પણ પર્યાયબુદ્ધિથી જોતા નથી. બીજા જીવોને પણ તે પૂર્ણ પ્રભુપણે જ દેખે છે. ચૌદ બ્રહ્માંડ આખો ભગવાનથી જ ભરેલો છે, એક સમયનું લક્ષ છોડી દે તો બધા જીવો ભગવાન સમાન છે. ૩૮૪. * ખરેખર તો ખંડખંડ જ્ઞાન ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ સંયોગરૂપ છે. જેમ ઇન્દ્રિયો સંયોગરૂપ છે તેમ આ ખંડખંડ જ્ઞાન પણ સંયોગરૂપ છે, સ્વભાવરૂપ નથી. ૩૮૫. * ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગ સ્વરૂપ આત્મા છે તેના આશ્રયથી વીતરાગતા પ્રગટે એ ધર્મ છે. કર્તા, કર્મ, કરણ આદિ છએ કારકો વીતરાગી ગુણ છે. પકારકથી સ્વતંત્ર પરિણમવું એવો આત્માનો ગુણ છે અને અનંતા ગુણોમાં તેનું રૂપ છે. વીતરાગપણે પરિણમવું એવો એનામાં ગુણ છે, રાગરૂપે થવું એવો એનામાં ગુણ નથી. અકર્તા થવું એ આત્માનો ગુણ છે. રાગનું ન કરવું, રાગને ન ભોગવવું એવા ગુણો આત્મામાં છે. આહાહા ! વસ્તુની આવી જ મર્યાદા છે. વસ્તુ એની મર્યાદામાં જ રહે છે. મર્યાદા બહાર વસ્તુ જતી નથી. બધા આત્મા વીતરાગ સ્વરૂપ છે. રાગ એ તો પુણ્ય-પાપ તત્ત્વમાં જાય છે. આત્મા તો એકલો વીતરાગ જ્ઞાયકસ્વરૂપ છે અને જ્ઞાનપ્રધાનથી કહો તો જ્ઞાનસ્વરૂપ છે, દર્શનપ્રધાનથી કહો તો દર્શનસ્વરૂપ છે, ચારિત્રપ્રધાનથી કહો તો ચારિત્ર સ્વરૂપ છે, વીર્યપ્રધાનથી કહો તો વીર્યસ્વરૂપ છે, સ્વચ્છત્ત્વ, વિભુત્વ આદિની પ્રધાનતાથી કહો તો પ્રભુત્વ આદિ સ્વરૂપ જ છે. આહાહા! આત્મા એકલો વીતરાગ સ્વભાવનો દરિયો છે. વીતરાગ કહો કે અકષાય સ્વભાવ કહો. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સર્વજ્ઞસ્વરૂપની દૃષ્ટિ થઈ એટલે પર્યાયમાં જિન થયો, અમૃતનો સાગર ઊછળ્યો. ૩૮૬. * વારંવાર... આ નિર્વિકલ્પ આત્મા... નિર્વિકલ્પ આત્મા–એમ વારંવાર સાંભળે છે એનો અર્થ જ એ કે ઇ એને રુચે છે. અંદરમાં વિપરીત માન્યતા ઉપર ઘણ પડે છે સંસ્કારના, ઇ નિર્વિકલ્પ થશે જ. શાસ્ત્રમાં કહ્યું છે ને! –કે સમ્યગ્દર્શનના ધ્યાનથી સમ્યગ્દર્શન થાય છે. ૩૮૭. * દ્રવ્ય કેવું છે તેની પ્રતીતિ પર્યાયમાં આવી છે પણ દ્રવ્ય પોતે પર્યાયમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૯૧ આવ્યું નથી. દ્રવ્ય કેટલી શક્તિવાળું છે તેનું જ્ઞાન પર્યાયમાં આવ્યું પણ દ્રવ્ય પર્યાયમાં આવ્યું નથી. એ રીતે પર્યાયમાત્રમાં દ્રવ્ય આવતું નથી તેથી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર ઉપચારથી આત્માનું સ્વરૂપ કહેવાય છે તોપણ ૫૨મ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી તે આત્માનું સ્વરૂપ નથી. નિશ્ચય-મોક્ષમાર્ગની પર્યાય તે પણ વ્યવહા૨થી આત્મા છે. ત્રિકાળી ધ્રુવ ૫૨માત્મા તે જ નિશ્ચય આત્મા હોવાથી તેને દૃષ્ટિમાં લેવાનો છે. ૩૮૮. * સાધકને પૂર્ણ શુદ્ધિરૂપ પરિણતિ નથી, આંશિક શુદ્ધિરૂપ પરિણત છે. તે શુદ્ધ પરિણતિ શુદ્ધ પારિણામિકભાવના લક્ષે-આશ્રયે જ પ્રગટે છે. આવી પરિણતિ જેને પ્રગટી છે એવો ધર્મી જીવ અર્થાત્ ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે ‘ જે સકનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ-પારિણામિકપ૨મભાવલક્ષણ-નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું.' આવો નિર્ણય જે પર્યાયમાં વર્તે છે તે પર્યાય ‘હું ખંડજ્ઞાનરૂપ છું' કે ‘હું નિર્મળ પર્યાયરૂપ છું' –તેમ નથી માનતી, પણ શુદ્ધપારિણામિકભાવ તે જ હું છું એમ માને છે–ભાવે છે. ૩૮૯. * ભાઈ ! આ મનુષ્યભવ અમૂલ્ય છે. તેનો એક સમય પણ કૌસ્તુભમણિ કરતાં પણ મહા મૂલ્યવાન છે. પોતાનું હિત કરવા આ અવતાર છે. આ ભવ, ભવનો અભાવ કરવા માટે છે. શરીરમાં રોગ આવે, ઇન્દ્રિયો હીણી પડી જાય, માંડ માંડ અક્ષરો દેખાય, બહુ ધ્યાન રાખે તો કાને માંડ સંભળાય-એ પહેલાં તું તારા આત્માનું કામ કરી લે ને પ્રભુ! ભાવપ્રાભૂતમાં કહ્યું છે કે રે! આમે ન જરા, ગદાગ્નિ હે ન તનકુટિ જ્યાં લગી, બળ ઇન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજતિ ત્યાં લગી. જ્યાં સુધી ઘડપણ ઘેરી ન વળે, રોગરૂપી અગ્નિ કાયારૂપી ઝૂંપડીને બાળે નહિ, ઇન્દ્રિયો નબળી પડે નહિ, તે પહેલાં પ્રભુ! તું તારું હિત કરી લે. ગમે તેવા વિકટ પ્રસંગમાં તું તારું કામ કરી લે. વાયદા કરીશ તો પછી નહિ થાય. માટે ગમે તેમ કરીને તારા જ્ઞાન-ધ્યાનનો સમય કાઢી લે. સમજાણું કાંઈ? બહારના સંયોગમાં મોટા ફેરફા૨ થઈ જાય–ચારે બાજુએ આફતથી દુઃખથી ઘેરાઈ ગયો હોય; અરે પ્રભુ! તું ક્યાં અટકી ગયો ? એવા સમયમાં પણ તું તારા જ્ઞાન-ધ્યાનનો સમય કાઢી લેજે. આવો મનુષ્યભવ ફરી ફરી નહિ મળે. ૩૯૦. * હૈ ભાઈ! તું કોઈપણ રીતે એકવાર કુતૂહલ કરીને પણ જાણનારને જાણવા પ્રયત્ન કર. ચૈતન્યનું નૂર આત્માને જાણવાનો કૌતૂહલી થા. મરણ સુધીના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પ્રસંગો બને તોપણ આત્માનો અનુભવ કર. ભગવાન! એકવાર તું કોણ છો એ જાણવાનો કૌતુહલી તો થા! ૩૯૧. * આત્માના ગૂઢરહસ્યભૂત ૫૨માત્મસ્વરૂપને બતાવતાં સંતો ભવ્યને ઉત્સાહ આપે છે: હે જીવ! એક સમયના વિકલ્પને દેખીને તું ડર નહિ... મુંઝા નહિ, ઉલ્લસિત વીર્યથી મહિમા લાવીને તારી અંતરની તાકાતને ઉછાળ! ૩૯૨. * શ૨ી૨-વાણી-મન તથા દયા-દાન, વ્યવહા૨૨ત્નત્રયના પરિણામ એટલે કે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ પંચ-મહાવ્રતના પરિણામ અને પરલક્ષી જ્ઞાન એ બધા પુદ્ગલના પરિણામ છે ને પુદ્ગલનું કાર્ય છે ને પુદ્ગલ એનો કર્તા છે, આત્મા તેનો કર્તા નથી. ૩૯૩. * આંખ છે તે પાણીને ગરમ કરે? રેતીને ઉપાડીને લાવે? ના, બસ માત્ર એ બધાને થાય તેમ જાણે જ છે. તેમ આત્મા પણ ઉદયને, નિર્જરાને, બંધને, મોક્ષને થાય તેમ જાણે જ છે. આહાહા! અકર્તાપણું સિદ્ધ કરવા આંખના દષ્ટાંતથી કેવો ન્યાય સિદ્ધ કર્યો છે! ૩૯૪. * શુદ્ધ નિશ્ચયનયના બળથી વ્યવહારનયને હેય કહ્યો છે, તે તૈયરૂપ વ્યવહારનયના વિષયમાં ઉદય આદિ ચાર ભાવો આવી જાય છે. ચૌદ જીવસ્થાનો અને ચૌદ માર્ગણાસ્થાનો અને ચૌદ ગુણસ્થાનો પણ આવી જાય છે. એ બધાને શુદ્ધ નિશ્ચયનયના બળથી હૈય ગણવામાં આવે છે. અરે! સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુમાં તેનો અભાવ હોવાથી તેને વ્યવહા૨ જીવ ગણીને હૈય કહ્યા છે. આહાહા! ગજબ વાત કરી છે. નિમિત્તને તો પ૨સ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હૈય કહેવામાં આવે છે અને રાગને પણ પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હ્રય કહેવામાં આવે છે પણ અહીં નિયમસાર ગાથા ૫૦મા તો નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહીને પરદ્રવ્ય કહીને હૈય કહી છે. આહાહા! આચાર્યદેવે અંતરના મૂળ માખણની વાત ખૂલ્લી કરી દીધી છે. નિર્મળ પર્યાય ઉપર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે, તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પરસ્વભાવ ને પરદ્રવ્ય કહીને હૈય કહી છે. ૩૯૫. * અમે તો સૌને ભગવાન દેખીએ છીએ. અંદર નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી ચૈતન્ય ભગવાન બિરાજે છે, તેના આશ્રયથી સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે. વિકલ્પનું અને ૫૨નું લક્ષ છોડીને અંદરમાં ભૃતાર્થસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરવો તે એક જ કરવાયોગ્ય મૂળ વસ્તુ છે. ૩૯૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૯૩ * પરમ સત્ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન દ્રવ્ય અન્ય દ્રવ્યોથી તો પૃથક છે પણ પર્યાયના ભેદોથી પણ અભેદ વસ્તુ પૃથક છે એમ પહેલાં નિર્ણય તો કર ! અરેરે ! ૮૪ના અવતારમાં અનંત અનંત ભવો કર્યો ને તે દેખનારને રુદન આવે એવા દુ:ખો તે સહન કર્યા, તે દુઃખોને મટાડવા હોય તો આ કરવા જેવું છે કે જેનામાં જનમમરણ તો નથી, તેના દુઃખો તો નથી પણ પર્યાયના ભેદો પણ નથી એવા નિર્વિકલ્પ રાનઘન સ્વદ્રવ્યને શ્રદ્ધવું, દેખવું. ૩૯૭. * પ્રત્યેક પદાર્થની થવાવાળી ક્રિયા પોતાની કાળલબ્ધિથી થઈ છે, નિમિત્તથી થઈ નથી. પ્રત્યેક પરિણામ પોતાની ઉત્પત્તિના જન્મક્ષણથી ઉત્પન્ન થયા છે, નિમિત્તથી થયા નથી. અક્ષર લખાય છે તે કલમથી લખી શકાતા નથી. અક્ષરના પરમાણુની ક્રિયાનો કર્તા અક્ષરના પરમાણુ છે. સારી કલમથી સારા અક્ષર થાય કે લખનારની આવડતથી સારા મરોડદાર અક્ષર થાય તેમ નથી. અજ્ઞાની જગતને આવી વાત પાગલ જેવી લાગશે. પણ બાપુ! તારે જગતથી-સંસારથી છૂટવું છે ને? -તો વસ્તુસ્થિતિની મર્યાદાનો સ્વીકાર કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. દુનિયા ભલે પાગલ માને, “લોક મૂકે પોક,” તારે દુનિયાનું શું કામ છે? દુનિયા દુનિયાનું જાણે તું તારા આત્માનું હિત થાય તેમ કરી લે ને! આ તો આત્મહિત કરી લેવાની મોસમ પાકી છે. આવા ટાણાં ચૂક્યું ફરી હાથ નહીં આવે. ભાઈ ! બહારનું બધું તો એક-બે ચાર નહીં પણ અનંત-અનંતવાર કરી ચૂક્યો છો, તેમાં શું નવું છે? –ને કોઈ શું માનશે કે શું કહેશે એનું તારે શું કામ છે? બીજાને રાજી રાખવામાં કે રાજી કરવામાં તારો આત્મા દાઝી રહ્યો છે. પણ એની તે કદી દરકાર ક્યાં કરી છે? –હવે તો જાગ ! ભેદજ્ઞાનનો માર્ગ આચાર્યદેવે તારી સામે ખૂલ્લો કર્યો છે. અરે ! તેં ભોગવેલાં દુઃખોનું પૂરું વર્ણન ભગવાનની વાણીથી પણ થઈ શકતું નથી એટલા તો તે દુઃખ ભોગવ્યા છે, હવે એકવાર તો તારા આત્માની સામે જો! હવે તો પરથી ખસ, સ્વમાં વશ-આટલું બસ. ૩૯૮. * પરદ્રવ્યની પંચાતમાં ફસાઈ ગયો છે! પણ એક વીતરાગી નિશ્ચયરત્નત્રય જ ઇષ્ટ છે, બાકી સર્વે અનિષ્ટ છે. માટે તારું લક્ષણ ફેરવી નાખ. પર તરફનું વલણ છોડી સ્વ-તરફનું વલણ કર. જ્યાં સુધી પર, નિમિત્ત કે વિકલ્પનો પ્રેમ છે ત્યાં સુધી આત્માનો દ્વેષ છે. અરે જીવ! ભાગ્ય વિના આ વાત સાંભળવા પણ કયાંથી મળે? ભગવાન તને કહે છે કે પ્રભુ! તું તારી સામે જ ને! ત્યાં સુખ ભર્યું પડ્યું છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય તેમ ભાઈ ! આ વાત સાંભળવા મળી, સાંભળવાના ટાણાં આવ્યા ત્યારે પહેલાં સંસારના આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કાર્ય કરી લઉં ને પહેલાં તે કાર્ય કરી લઉં-એમ ન હોય; નહીં તો ટાણાં ચાલ્યા જશે તે ફરી પાછા નહીં આવે, માટે પહેલાં આ કરી લે. ૩૯૯. * જીવ-પુગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને જોઈએ તો, એટલે કે જીવ-અજીવના બંધાર્યાયની સાથે એકપણું અનુભવ કરતાં, રાગ સાથે એકપણું અનુભવ કરતાં, આ નવ તત્ત્વો ભૂતાર્થ છે. જીવ-પુદ્ગલના બંધાર્યાયને વિષય કરનાર વ્યવહારનયથી જોતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પરંતુ જે એકરૂપ જ્ઞાયકભાવ છે એવા એક જીવદ્રવ્યના સ્વભાવને એકપણે અનુભવતાં નવ તત્ત્વો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા એક જીવદ્રવ્યની સમીપ જઈને એટલે કે તેની સાથે એકપણું કરીને અનુભવતાં, એકરૂપ જ્ઞાયકભાવને દેખતાં આ નવ તત્ત્વો અભૂતાર્થ છે. ૪00. * યોગીન્દ્રદેવ કહે છે કે અરે જીવ! હવે તારે ક્યાં સુધી સંસારમાં ભટકવું છે? હજુ તું થાકયો નથી! હવે તો આત્મામાં આવીને આત્મિક આનંદને ભોગવ! આહાહા! જેમ પાણીના ધોરીયા વહેતાં હોય તેમ આ ધર્મના ધોરીયા વહે છે. પીતાં આવડે તો પી. ભાઈ ! સારા કાળે તો કાલનો કઠીયારો હોય તે આજે કેવળજ્ઞાન પામે એવો તે કાળ હતો. જેમ પુણ્યશાળીને પગલે પગલે નિધાન નીકળે તેમ આત્મપિપાસુને પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદના નિધાન મળે છે. ૪૦૧. * વીતરાગદેવ એમ કહે છે કે મારી વાણી વડે જણાય એવો તું નથી. તું તારા વડે જ જણાય એવો છો. આહા! આવું સત્ય વીતરાગ વિના કોણ કહે ? તને જાણવામાં વાણી કે શાસ્ત્રની અપેક્ષા નથી. તું તારાથી જ જણાય એવો છો. દિવ્યધ્વનિથી કે શાસ્ત્રથી જણાય એવો આત્મા નથી, આત્મા આત્માથી જ જણાય છે. આહાહા! જેમાં કોઈ પરની અપેક્ષા આવે નહિ એ માર્ગે જવામાં કેટલી ધીરજ જોઈએ. ભાઈ ! તું તારાથી જ જણાય એવો મહાપ્રભુ છો-એમ શ્રદ્ધાને તો દઢ કર! પહેલાં વિકલ્પ સહિત તો આવો નિર્ણય કર! એ નિર્ણય એવો પાકો થવો જોઈએ કે ઉપરથી ઇન્દ્ર ઊતરે તોપણ ફરે નહિ એવો દઢ નિર્ણય કર. પછી અંદર જતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થશે. ૪૦૨. * જે કાળે જે ગુણની વિકારી કે અવિકારી જે પર્યાય થવાની તે જ થવાની, એ તો વસ્તુસ્થિતિ જ છે. શુભરાગ કે અશુભરાગ જે આવવાનો તે જ આવવાનો, પણ ઉપદેશ એમ ન હોય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૯૫ શ્રોતા:- પુરુષાર્થ કામ ન લાગે-ફેરવી ન શકે? પૂજ્ય ગુરુદેવ – ફેરવી શું શકે? રાગની રુચિ ફેરવી નાખવી એ જીવના પોતાના અધિકારની વાત છે, પછી રાગ તો જે આવવાનો તે જ આવવાનો પુરુષાર્થ આનીકોર (સ્વભાવની દિશામાં ) વાળવાનો છે. પુરુષાર્થ સ્વભાવની દિશામાં વળ્યો પછી પણ રાગ મંદ કે તીવ્ર જે આવવાનો તે જ આવવાનો. પણ તેનોય જ્ઞાતાપણે જાણનાર છે. અજ્ઞાનીને પણ રાગ જે આવવાનો તે જ આવવાનો પણ ઈ જે રાગ થાય છે તેનો કર્તા બને છે. ૪૦૩. * મુમુક્ષુને સત્સમાગમ વગેરેનો શુભભાવ આવે, પણ સાથે સાથે અંદર શુદ્ધતાનું ધ્યેય-શોધકવૃત્તિ-ચાલુ રહે છે. જે શુદ્ધતાને ધ્યેયરૂપે કરતો નથી અને પર્યાયમાં ગમે તેટલી અશુદ્ધતા હોય તેથી મારે શું? -એમ સ્વચ્છંદપણે વર્તે છે તે શુષ્કજ્ઞાની છે. મુમુક્ષુજીવ શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે: “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ '. કોઈ જીવો રાગની ક્રિયામાં જડ જેવા થઈ રહ્યા છે અને કોઈ જીવો જ્ઞાનના એકલા ઉઘાડની વાતો કરે તે અંદર પરિણામમાં સ્વચ્છંદ સેવનાર નિશ્ચયાભાસી છે. ગમે તેવા પાપના ભાવ આવે તેની દરકાર નહિ તે સ્વચ્છંદી છે, સ્વતંત્ર નહિ. જેને પાપનો ભય નથી, પરથી ને રાગથી ઉદાસીનતા આવી નથી તે જીવ લુખો છે-શુષ્કજ્ઞાની છે. ભાઈ ! પાપનું સેવન કરીને નરક જઈશ, તિર્યંચમાં અવતાર થશે. કુદરતના નિયમથી વિરુદ્ધ કરીશ તો કુદરત તને છોડશે નહિ. માટે હૃદયને ભિંજાયેલું રાખવું, શુષ્કજ્ઞાની ન થઈ જવું. અહીં ! બહુ આકરું કામ ભાઈ ! ૪૦૪. * નવ તત્ત્વોનો અનુભવ એ તો મિથ્યાત્વ છે, સમ્યગ્દર્શનથી ઉલ્ટા એ પરિણામ છે. શ્રદ્ધા નામનો ત્રિકાળી ગુણ આત્મામાં છે, એ ગુણનું વિપરીતપણે પરિણમવું તેને મિથ્યાદર્શન કહે છે અને તે ભવભ્રમણનું કારણ છે. એ કારણના નાશને અર્થે ભગવાને આત્માને અનેરા દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો. ભલે રાગાદિ હો પણ રાગથી ને પરથી ભિન્ન એવો વિદ્યમાન આ આત્મા છે તેને શ્રદ્ધવો, એ જ મિથ્યાત્વના નાશનું કારણ ને મોક્ષનું કારણ છે. ૪૦૫. * આનંદમાં ઝૂલતાં સંતો કહે છે કે અમે સેંકડો શાસ્ત્ર જોઈને નિર્ણય કર્યો છે કે ચૈતન્યસ્વરૂપમાં તો એકલો જ્ઞાન ને આનંદ જ ભર્યો છે, બીજું કાંઈ એમાં નથી. ૪૦૬. * આકુળતામય શુભાશુભ ભાવથી ભિન્ન તારો નિરાકુળ જ્ઞાયકસ્વભાવ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તેને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ નહીં, પદાર્થની દરેક સમયની પર્યાય ક્રમબદ્ધ થાય-એ વાત સમજવામાં મહા પુરુષાર્થ છે. પ્રભુ ! ક્રમબદ્ધ થતી પર્યાયને પરની તો અપેક્ષા નથી પણ પોતાના દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી-એવા તત્ત્વને સમજમાં લે તો તારા ભવભ્રમણનો અંત આવશે. આ એક જ કરવા જેવું છે. ૪૦૭. * શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડ, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતા વધવી તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. ૪૦૮. * સમયસારની પહેલી ગાથામાં જ કહ્યું કે અનંતા સિદ્ધોને મારા જ્ઞાનમાં સ્થાપું છું. ઉપર સિદ્ધલોકમાં અનંતા સિદ્ધો તો છે જ પણ એથી પોતાને શું? તેથી કહ્યું કે મારા જ્ઞાનમાં અનંતા સિદ્ધોને સ્થાપું છું–પધરાવું છું. આહાહા! પહેલી ગાથામાં જ આ વાત નાખી છે, રાગ છે ને અલ્પજ્ઞતા છે તેને યાદ ન કર્યો પણ પૂર્ણતાનું સ્થાપન કર્યું.! ૪૦૯. * જ્યારે સ્ત્રીનો ધણી મરી જાય ને રાંડે છે ત્યારે દુનિયા તે સ્ત્રીને દુ:ખાણી કહે છે પણ ખરેખર તે સ્ત્રી દુઃખાણી નથી પણ તેને આત્માનું હિત કરવા નિવૃત્તિ મળી છે. અહીં દુ:ખાણી એટલે દુઃખીયા એને કહે છે કે જે રાગમાં અને પુણ્ય-પાપના ભાવમાં એકતા માની આનંદકંદ સ્વભાવ છે તેને ભૂલી ગયો છે તે ખરેખર દુઃખાણો એટલે દુઃખીયો છે; જગતથી ભગવાનનો માર્ગ જુદો છે. ૪૧૦. * ભગવાન આત્મા જ્ઞાયકભાવરૂપ છે તે શુભાશુભભાવરૂપે પરિણમતો નથી તેથી પ્રમત્ત-અપ્રમત્તરૂપે નથી. કેમ કે શુભાશુભરૂપે થાય તો પ્રમત્ત થાય અને પ્રમત્તનો અભાવ થાય તો અપ્રમત્ત થાય પણ જ્ઞાયકભાવ શુભાશુભરૂપે પરિણમતો નથી તેથી પ્રમત્ત-અપ્રમત્તરૂપ નથી. શુભાશુભ ભાવ તે પર્યાયમાં છે ખરા પણ તે જડ છે. જડ એટલે રૂપી પુદ્ગલ નહીં પણ અજાગૃત હોવાથી જડ છે. ચૈતન્ય ઝળહળ જ્યોતિરૂપ જે જ્ઞાયકભાવ છે તે કદી પુણ્ય-પાપરૂપે થયો નથી તેથી આત્માનો અનુભવ કરતા તે ટળી જશે. પુણ્ય-પાપ ભાવનું લક્ષ છોડી અમે શુદ્ધાત્માનો અનુભવ કરીએ છીએ એમ તું પણ પુણ્ય-પાપભાવનું લક્ષ છોડી દે તો તું પણ જ્ઞાયકભાવનો અનુભવ કરી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૯૭ શકીશ, તને પણ પર્યાયમાં આનંદનું વેદન આવશે. પુણ્ય-પાપભાવ ચૈતન્યની સત્તામાં અભાવરૂપ છે. તેથી જ્ઞાયકભાવ જડભાવરૂપ કદી થયો નથી. શુભાશુભભાવે જ્ઞાયકભાવ કદી પરિણમતો નથી. શુભાશુભરૂપે તું કદી થયો નથી, તેથી તેનું લક્ષ છોડતાં શુદ્ધાત્માનો અનુભવ કરી કરીશ. ૪૧૧. * ગુરુ કહે છે કે ભાઈ ! ધીરો પડ. દ્રવ્યદૃષ્ટિનો વિષય એવું જે આત્મદ્રવ્ય તેને સમ્યકપણે સમજવા માટે જ આચાર્યદવે નયનો અધિકાર લખ્યો છે. પ્રમાણજ્ઞાનનો વિષય એવો જે દ્રવ્ય-ગુણ-પર્યાય સહિતનો આત્મા, તેના યથાર્થ જ્ઞાન વિના શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યસામાન્યનું અવલંબન શી રીતે લઈશ? દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે, પરંતુ યોગ્યતારૂપ અનંત ધર્મો છે એ જાણીને ત્રિકાળી વસ્તુસ્વભાવને મુખ્ય કરી તેનું અવલંબન લેવું તે નયોના કથનનું પ્રયોજન છે. ૪૧૨. * મોટાને ઉત્સગ બેઠાને શી ચિંતા, સેવક થયા નિશ્ચિતા; અરે ! મા-બાપના ખોળે બાળક બેઠું હોય એને પણ ચિંતા ન થાય તો ભગવાનને ખોળે બેઠો એને ભવ હોય? ઈ બને જ નહીં. જેને ભગવાન બેઠા અને હું પણ ભગવાન છું એમ પ્રતીતિ આવી તેને ભવ હોય જ નહિ. ૪૧૩. * સિદ્ધાંત તો એમ કહે છે કે છએ દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ હોય છે, જે સમયે પર્યાય થવાનો કાળ છે તે જ સમયે પર્યાય થાય છે. એ પર્યાય પરદ્રવ્યથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ન થાય, પણ પર્યાયની યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે એમ ભગવાનનો પોકાર છે ને અનંત દ્રવ્યોનો આવો જ સ્વભાવ છે. ૪૧૪. * અંદર ભગવાન આત્મા કે જે અનંત અનંત અતીન્દ્રિય શાંતિ અને આનંદનો સાગર છે, તેનો મહિમા અને રાગાદિ વિકલ્પરૂપ સંસારનો મહિમા-એ બન્ને એકસાથે રહી શકે નહિ. જેને શુભાશુભ રાગનો ને તેના કર્તાપણાનો મહિમા છે તેને આનંદનો નાથ અને વિશ્વનો ઉદાસીન સાક્ષી એવા નિજ ચૈતન્ય પ્રભુનો મહિમા નથી. જેમાં પરનું કરવું-ભોગવવું કાંઈ છે નહિ, માત્ર અંદર સ્વરૂપમાં સ્થિત રહેવાનું છે એવા ચારિત્રવંત શાંત શાંત અકષાયસ્વભાવી નિજ ચૈતન્યનો મહિમા ને રાગાદિ સંસારનો મહિમા એકસાથે રહી શકે નહિ. ૪૧૫. | * ભરત ચક્રવર્તી ને બાહુબલીજી કે જેઓ તદ્દભવ મોક્ષગામી હોવા છતાં યુદ્ધ ચઢયા અને જ્યારે ત્રણે યુદ્ધમાં ભરતજી હાર પામ્યા ત્યારે ક્રોધાવેશમાં ભાઈને મારવા ચક્ર ફેંકયું! જુઓ તો ખરા ! ભાઈને મારી નાખવાનો ક્રોધ ધર્માત્માને આવ્યો ! અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તે છતાં જેમ દરિયો ઉપરની સપાટીએ કદાચિત્ ઉછળતો હોય તોપણ નીચેની અંદરની સપાટીએ તો શાંત ગંભીરપણે રહ્યો છે તેમ જ્ઞાનીને અસ્થિરતાના કારણે કદાચિત્ આવો ક્રોધ આવી જાય તોપણ અંતરમાં જ્ઞાતાદૃષ્ટાનો ગંભીર પ્રવાહ વહે છે. તેથી ક્રોધના સમયે પણ ભરતજી ચક્ર ફેંકવાની ક્રિયાના તથા ક્રોધના પરિણામના માત્ર જ્ઞાતા જ છે, કર્તા નથી. અરે! બાહુબલીજી પણ એમ જાણે છે કે ચક્ર ફેંકવાની ક્રિયાના કે મારા પ્રત્યેના ક્રોધના કર્તા ભરતજી છે જ નહીં, ભરતજી તો જ્ઞાતાદરા જ છે. જુઓ તો ખરા ધર્મીની લીલા! બહારમાં ચક્ર ફેંકાતા લોકોમાં હાહાકાર મચી જાય છે અને અંતરમાં બન્ને ધર્માત્મા માત્ર જ્ઞાતાદષ્ટપણે વર્તી રહ્યા છે. અહીં તો કહે છે કે લડાઈની તે ક્રિયા અને તે વખતના ક્રોધનો, વૈષનો વિકલ્પ તેનો કર્તા તો જ્ઞાની નથી, તેમાં નિમિત્ત પણ જ્ઞાની નથી, પણ તે ક્રોધાદિ તેઓ જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. ૪૧૬. * આ જ્ઞાયક આત્માને વિભાવભાવરૂપ અશુદ્ધપણું તો દૂર રહો અર્થાત છે જ નહીં પણ તેને દર્શન-જ્ઞાન-ચારિત્ર એવા ભેદ પણ નથી. અભેદ જ્ઞાયકભાવમાં ભેદની હયાતી જ નથી. સમ્યગ્દર્શનનો વિષય જે એકરૂપ અભેદ જ્ઞાયકભાવ તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર એવા ભેદો વિદ્યમાન નથી. ૪૧૭. * સમ્યગ્દર્શનની પર્યાયમાં આખું દ્રવ્ય આવતું નથી પણ આખા દ્રવ્યની પ્રતીતિ આવે છે. જેને એક સમયની કેવળજ્ઞાનની પર્યાયમાં આખું દ્રવ્ય શું છે તે જાણવામાં આવ્યું છે તથા લોકાલોક શું છે તે જાણવામાં આવ્યું છે એવા ત્રિલોકી પરમાત્માએ દિવ્યધ્વનિમાં એમ કહ્યું કે ભગવાન આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી, રાગનો તો કર્તા નથી પણ નિર્મળ પરિણતિનો પણ કર્તા નથી. શુદ્ધનિશ્ચયનયથી ભગવાન આત્મા બંધ-મોક્ષથી રહિત છે એમ જિનેન્દ્રદેવ કહે છે. ૪૧૮. * અપૂર્ણતા ને અલ્પજ્ઞતાની માન્યતા હતી તેને હવે પૂર્ણ છું, શુદ્ધ છું એમ નિર્વિકલ્પપણે સ્વીકાર! જ્ઞાન-દર્શન આદિ અનંત શક્તિઓનો સમૂહું તું છો. ક્ષેત્ર ભલે થોડું હોય પણ સંખ્યામાં અને સ્વભાવે અપરિમિત ને અનંત છે. અનંત બેહદ જ્ઞાન ને પરમ આનંદ સ્વભાવી તું છો માટે બહારના ભભકાને તું ભૂલી જા ! વ્રતતપ આદિના વિકલ્પને તું ભૂલી જા અને અલ્પજ્ઞતાને પણ તું ભૂલી જા. અરે! ચાર જ્ઞાન પ્રગટ થયા હોય તો પણ તેને ભૂલી જા ને દષ્ટિ ત્રિકાળી ઉપર રાખ. ૪૧૯. * જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય જણાય છે પણ તેના તરફ તે દષ્ટિ કરી નથી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ | [ ૯૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] ત્યાં દષ્ટિ કરીને તને જાણ તો તને સુખ થશે. પર તરફના વલણવાળા જ્ઞાનથી દુઃખ થશે કેમ કે તે પરના લક્ષે થાય છે. સ્વપ્રકાશક જ્ઞાન થયા પછી જ્ઞાન પરને જાણે તો તે દુ:ખરૂપ નથી, કેમ કે એ તો પોતાની પર્યાય છે તે પરના લીધે પરપ્રકાશક નથી. જેને સ્વસત્તાનું અવલંબન આવ્યું છે તેને પરપ્રકાશકશાન એ પોતાના જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે એમ જાણે છે તેથી તેને તે દુઃખરૂપ નથી. ૪૨૦. * ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે પોતાને જાણે છે ને રાગાદિને સ્પર્યા વિના રાગાદિના જ્ઞાનને પ્રકાશે છે-એમ પોતાની સ્વ-પરપ્રકાશકરૂપ દ્વિરૂપતાને પ્રકાશે છે, રાગાદિને પ્રકાશતા નથી. તોપણ આત્મા અને રાગની એકસાથે ઊપજવારૂપ અત્યંત નિકટતાને લીધે અનાદિથી અજ્ઞાનીને તેઓ વચ્ચે ભેદ નહીં દેખાવાથી આત્મા અને રાગમાં એકપણાનો ભ્રમ થઈ રહ્યો છે પરંતુ તે ભ્રમ આત્મા અને બંધના નિયત સ્વલક્ષણો જાણીને પ્રજ્ઞા વડે જરૂર છેદી શકાય છે. ૪૨૧. * બિહારમાં એક લગ્ન મંડપમાં વર-વધુ લગ્ન-વિધિમાં મંત્ર જપતા હતા ને એકદમ વરને હાર્ટફેઈલ થતાં દેહ છૂટી ગયો. આહાહા ! એ કુટુંબ ભેગું થયું હશે ને લગ્નનો કેટલો હરખ.. હરખ... ચાલતો હશે ! ને ક્ષણમાં વરનો દેહ છૂટતાં હાહાકાર થઈ ગયો ! આહાહા ! ક્ષણભંગુર દેહનો શો ભરોસો? શ્રોતા:- હજારો વરરાજાના લગ્ન થાય છે તેમાં આવો પ્રસંગ તો કોઈકને જ બને ને ? પૂજ્ય ગુરુદેવ – અરે! આવા મરણપ્રસંગ અનંતવાર કર્યા છે. આવું મરણ બીજાને થયું છે તેમ ન સમજવું પણ આવા કુમરણો અનંતકાળમાં અનંતવાર પોતાને પણ થઈ ગયા છે એમ જાણીને ક્ષણભંગુર દેહનું શરણ છોડી પોતાનું શરણ લઈ મરણ આવ્યા પહેલાં પોતાનું હિત કરી લે. ભાઈ ! આવા ટાણા ફરી કયારે મળશે? માટે તું તારું હિત કરી લે. ૪૨૨. * એક વર્તમાન સમયનું લક્ષ છોડી ધો તો વસ્તુ તો એકલી શુદ્ધ જ છે. વસ્તુ છે તે બીજી રીતે હોઈ શકે નહીં. વર્તમાન સમયનું લક્ષ છોડતાં એકલા આનંદની મોજનો અનુભવ થાય છે. ૪૨૩. * અહો ! સંતો કેટલી કણાપૂર્વક આવા ગહન વિષયને સમજાવી રહ્યા છે. જ્ઞાનથી મુક્તિ થાય એ વાત સાચી છે પરંતુ તે પણ પર્યાય છે, માટે તે માત્ર જાણવાયોગ્ય છે, પર્યાયનો આશ્રય લેવા યોગ્ય નથી. ધ્યાનનો વિષય તો અખંડ ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. મોક્ષમાર્ગની નિર્મળ પર્યાયનો પણ જેમાં અભાવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦] | [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર છે એવું શુદ્ધ ચૈતન્યદ્રવ્ય જ સાધકનું ધ્યેય છે. તેના આશ્રયે જ મોક્ષમાર્ગની શુદ્ધ પર્યાય પ્રગટે છે અને તેનાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. ૪૨૪. * જ્ઞાયકભાવ તો જ્ઞાયક છે. દ્રવ્યસ્વભાવ તો કાયમ જ્ઞાયક જ છે, તે કદી શુભાશુભ ભાવરૂપે થયો નથી. પર્યાયમાં અશુદ્ધતા છે પણ દ્રવ્યદૃષ્ટિથી જોતાં અશુદ્ધતા ગૌણ છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવથી જોતાં અશુદ્ધતા તેનામાં નથી; તેથી પર્યાયની અશુદ્ધતા ગૌણ થઈ જાય છે. દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ છે જ, પણ દ્રવ્યદૃષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. અહીં અશુદ્ધ પર્યાયની વાત છે. શુદ્ધ પર્યાય દ્રવ્યમાં નથી તેમ અહીં નથી કહેવું, કારણ કે દ્રવ્યનો આશ્રય કરનાર શુદ્ધ પર્યાય છે. દ્રવ્યદૃષ્ટિ તે પણ શુદ્ધ પર્યાય છે. ૪૨૫. | * ભગવાન કહે છે કે પ્રભુ! તું જ્ઞાનસ્વરૂપ છો ને! તો તું પરની કોઈ ક્રિયા કરે કે પરની કોઈ ક્રિયા ભોગવે એવું તારું સ્વરૂપ જ નથી; તું તો યોનો જ્ઞાતાદટા જ્ઞાનસ્વરૂપ જ છો. પરની, દેહની, કુટુંબની ક્રિયાને પોતે કરે છે એમ જે માને છે, દયા-દાનાદિ ભાવોને પોતે કરે છે તેમ જે માને છે તથા સ્ત્રી-પુત્રાદિને કે રાગને પોતે વેદે છે એમ જે માને છે, તેણે આત્માના જ્ઞાનસ્વભાવને જાણ્યો નથી, માન્યો નથી. જે જીવ પરની દયા પાળુ છું એમ માને છે તે મિથ્યાદષ્ટિ મૂઢ છે, કારણ કે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા શેયને પર તરીકે જાણવાવાળો છે તેના બદલે જ્ઞયોનો પોતે કર્તા-ભોક્તા બને છે તેમ માને છે, તે મિથ્યાત્વ છે. ૪૨૬. * સમયસારની ૪૯મી ગાથાની ટીકામાં “અવ્યક્ત” ના પાંચમા બોલમાં કહ્યું છે: વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે (આત્મા) અવ્યક્ત છે. વ્યક્તિ નામ પર્યાય, અવ્યક્ત નામ દ્રવ્ય, બને ભેળાં મિશ્રિતરૂપે જાણવામાં આવે છે તોપણ અવ્યક્ત ધ્રુવ ટંકોત્કીર્ણ જીવ વ્યક્તપણાને-પર્યાયને સ્પર્શતો નથી, ત્રિકાળી ધ્રુવ અંશ વર્તમાન ક્ષણિક પર્યાયાંશરૂપ થઈ જતો નથી. માટે ધ્રુવ દ્રવ્ય અને પલટતી પર્યાય બન્ને ભિન્ન છે. જ્યાં પર્યાયમાત્ર ધ્રુવ તત્ત્વથી ભિન્ન છે ત્યાં રાગાદિ વિભાવની વાત તો ક્યાંય રહી ગઈ. તે તો જુદો છે જ. માટે અહીં કહે છે કે વ્યવહાર-શ્રદ્ધાના કે મંદ-કષાયના પરિણામથી નિશ્ચય ધ્રુવ તત્ત્વની પ્રાપ્તિ થશે એ દષ્ટિ જ વિપરીત છે. બાપુ! શું થાય? ભાઈ ! તને એ માન્યતામાં નુકસાન છે. તું હોંશ કરીને જગતને બતાવે છે કેઅમે નિશ્ચય અને વ્યવહાર બન્નેને માનીએ છીએ, બન્નેથી લાભ થાય તે અનેકાંત છે. ભાઈ ! તે સાચું અનેકાંત નથી, અનેકાંતાભાસ છે, એકાંત છે. સ્વભાવના આશ્રયે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૦૧ સદા લાભ થાય અને પર્યાયના, રાગના કે નિમિત્તના આશ્રયે દી પણ લાભ ન થાય-તે જ સાચું અનેકાંત છે. ૪૨૭. * ભાઈ! તારા માહાત્મ્યની શી વાત! જેનું સ્મરણ થતાં જ આનંદ આવે એના અનુભવના આનંદની શી વાત ! અહો! મારી તાકાત તે કેટલી? જેમાં નજરું નાખતાં નિધાન ખુલી જાય એ તે વસ્તુ કેવી? રાગને રાખવાનો તો મારો સ્વભાવ નહિ, પણ અલ્પજ્ઞતાને પણ હું રાખી શકું નહિ-એમ એને પ્રતીતિ આવતાં, હું સર્વજ્ઞ થઈશ ને અલ્પજ્ઞ નહિ રહી શકું એમ એને ભરોંસો આવી જાય છે. ૪૨૮. * ક્રમબદ્ધ સિદ્ધ કરવાનો હેતું અકર્તાપણું બતાવવું છે. એક તત્ત્વના પરિણામ બીજું તત્ત્વ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. જે સમયે જે દ્રવ્યની જે ક્રમબદ્ધપર્યાય થાય છે તેનો કર્તા અન્ય દ્રવ્ય નથી એમ કહીને સિદ્ધ એમ કરવું છે કે જીવ છે તે રાગનો કર્તા નથી, જીવ તો જ્ઞાન-શ્રદ્ધા-આનંદનું કાર્ય કરે છે. ૪૨૯. *વિકારનું સ્વામીપણું તે બંધનું કારણ છે અને સ્વદ્રવ્યનો આશ્રય તે મુક્તિનું કારણ છે. પરદ્રવ્ય તરફ જેટલું લક્ષ જાય છે તેટલો બંધ થાય છે. શરીર-મન-વાણી અજીવ તત્ત્વથી અને પુણ્ય-પાપથી ભિન્ન નિજ આત્માનો આશ્રય કરતાં જે દશા થાય તે ધર્મ અને મોક્ષનું કારણ થાય છે તથા તેને છોડી જેટલો પરદ્રવ્યનો આશ્રય થાય છે તે અધર્મ દશા છે અને તે બંધનું કારણ છે. ૪૩૦. * એક કહે છે કે ક્રમબદ્ધપર્યાય હોય તો તો નિયત થઈ જાય છે, બીજો કહે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. તે બન્ને ભૂલ્યા છે, મિથ્યાદષ્ટિ છે. મિથ્યાત્વને ઊલટું પુષ્ટ કરીને નિગોદનો માર્ગ બન્નેએ લીધો છે. જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દૃષ્ટિ પર્યાય ઉ૫૨થી ખસીને આનંદમય આત્મા ઉપર છે, તેને ક્રમબદ્ધમાં રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાનાનંદ સ્વભાવની દૃષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે, તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આનંદની સાથે દુ:ખને મેળવે છે, મીંઢવે છે કે અરે! આ રાગ દુઃખરૂપ છે-એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, તેને રાગની મીઠાસ ઊડી ગઈ છે. જેને રાગમાં મીઠાસ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ... ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. મિથ્યાત્વને તીવ્ર કર્યું છે. રાગ મારો નથી એમ કહે અને આનંદસ્વરૂપની દૃષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ ! આ તો કાચા પારા જેવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગતાની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. ૪૩૧. * વ્યવહારરત્નત્રય એ સુખ નથી, દુઃખ છે, તેમાં તું કેમ રહીશ? જેને સુખના સાગરની દષ્ટિ થઈ છે તે દુઃખમાં કેમ રહેશે? જેને પ્રભુની દષ્ટિ થઈ છે તે રાગની પામરતા સાથે કેમ વસે? પ્રભુ પામરતામાં કેમ રહે? પ્રભુત્વ નામની જેનામાં શક્તિ છે એવો પ્રભુ રાગની પામરતામાં કેમ રહે? પ્રભુ, તું પ્રભુ છો ને! તેની જ્યાં દષ્ટિ થઈ ત્યાં પર્યાયમાં પ્રભુતા પ્રગટી, તે હુવે રાગની પામરતામાં કેમ રહે? -ના રહે. ૪૩ર. * દેવ-શાસ્ત્ર-ગુરુ એમ કહે છે કે અમારા પ્રત્યેની ભક્તિના પ્રેમમાં, રુચિમાં જે રોકાય છે તેને આત્મા હોય છે. દેવ-શાસ્ત્ર–ગુરુ પરદ્રવ્ય છે. તેના પ્રત્યેનો પ્રેમ છે તે રાગ છે. રાગના પ્રેમીઓને આત્મા હોય છે. સ્વદ્રવ્યથી વિપરીત પ્રશસ્ત શુભરાગનો તથા પ્રશસ્ત રાગના નિમિત્તો જે દેવ-શાસ્ત્ર-ગુરુ તેનો જેને આદર વર્તે છે-રુચિ વર્તે છે તેને આત્મા હેય છે. એટલે કે વ્યવહારરત્નત્રયનો રાગ અને વ્યવહારરત્નત્રયના નિમિત્ત જે દેવ-શાસ્ત્ર-ગુરુ તેનો જેને પ્રેમ છે-રુચિ છે તેને આત્મા ય છે. ૪૩૩. * આ સમયસાર! ઓહોહો ! જગતના ભાગ્ય કે આવું શાસ્ત્ર રહી ગયું! જેણે જગતને ભગવાન ભેટ આપ્યો છે એ સમયસારની ૪૯મી ગાથામાં પાંચમા બોલમાં કહે છે કે અવ્યક્ત છે તે વ્યક્તને સ્પર્શતો નથી. આનંદની પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. જેને અક્ષય અમેય કહેવાય છે એવી પર્યાયને અવ્યક્ત સ્પર્શતું નથી તેને હું શિષ્ય! તું જાણ. જાણ કહેતાં પર્યાય સિદ્ધ થઈ પણ જાણે કોને? –કે જે પર્યાયને સ્પર્શતું નથી એવા અવ્યક્તને જાણે. ૪૩૪. * દ્રવ્યદૃષ્ટિમાં તો એકલો ત્રિકાળી સામાન્ય ભૂતાર્થ સ્વભાવ જ આશ્રયરૂપ છે, તેમાં તો શુદ્ધ પર્યાય પણ ભિન્ન પડી જાય છે ને તે વ્યવહારનયના વિષયમાં જાય છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો આશ્રય કર્યો તે દ્રવ્ય “સ્વ” છે. આશ્રય તો એક સ્વનોસામાન્ય ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો જ હોય છે. સ્વભાવનો આશ્રય કરનારી પર્યાય તે પણ દ્રવ્યદષ્ટિના વિષયમાં પર છે-ભિન્ન છે. ૪૩પ. * સમયસાર ગાથા ૧૩માં નવતત્ત્વરૂપ પર્યાયોમાં અન્વયપણે રહેલું ભૂતાર્થ એકરૂપ સામાન્યધ્રુવ તે સમ્યગ્દર્શનનો વિષય છે એમ કહ્યું છે. પંચાધ્યાયી (અધ્યાય૨) માં પણ કહ્યું છે કે ભેદરૂપ નવતત્ત્વમાં સામાન્યરૂપે રહેલો એટલે કે ધૃવરૂપે રહેલો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૦૩ શુદ્ધજીવ ભૂતાર્થસ્વરૂપ છે. આ રીતે ભેદરૂપ નવ તત્ત્વોથી ભિન્ન શુદ્ધજીવને બતાવી તેને સમ્યગ્દર્શનનો વિષય એટલે કે ધ્યેયરૂપ બતાવેલ છે. ૪૩૬. * એક સમયની રાગની પર્યાય પાછળ અદ્વિતીય અતીન્દ્રિય સુખસ્વરૂપ પ્રભુ બિરાજે છે. તેના બદલે જ્યાં તારી ચીજ નથી ત્યાં તે મતિ જોડી દીધી છે. સ્ત્રી, પુત્ર, પૈસા, મકાન, શરીરાદિમાં તે તારી મતિ જોડી દીધી છે, પણ તે ક્ષેત્ર તો ભિન્ન છે. પાંચ-પચાસ વર્ષે તો તે ક્ષેત્ર છૂટી જશે. એકવાર તું અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પરમબ્રહ્મ ભગવાનમાં મતિ લગાવ, તને આનંદની તૃપ્તિ થશે. તું અમૃતરસથી તૃપ્ત તૃપ્ત ભર્યો પડ્યો છે. ૪૩૭. * જીવને જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય અને જે પર્યાય થાય તેનો તે ઉત્પત્તિનો કાળ છે, તે જન્મક્ષણ છે, તે કાળલબ્ધિ છે. જે પર્યાય થાય તેને વ્યયની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી ને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી, પર્યાયના પકારકો વડે તે પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. તેથી તારી જે સમયે જે પર્યાય થાય, બાપુ! તેનો તું કર્તા કેમ થાય છે? એક પછી એક ક્રમે અને નિશ્ચયથી જે પર્યાય થવાની હોય તે જ થાય, બીજે સમયે જે પર્યાય થવાની હોય તે થાય, એમ અનાદિ અનંત ક્રમસર નિશ્ચિતપણે પર્યાયો થાય છે. ૪૩૮. * શ્રદ્ધા જ્ઞાનમાં હા તો પાડ કે આ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય તે જ હું છું. જેની ચિ આત્મામાં જામી છે, જ્ઞાનસ્વરૂપ જ છું તેમ રુચિમાં બેઠું છે, તે કામ કરીને આગળ વધી જશે અને જેને આ પરમ સત્ય નહિ બેસે તે પાછળ પડ્યા રહેશે. આત્મા સમજવા માટે તો એને રાગની કેટલીક મંદતા હોવી જોઈએ, રાગની તીવ્રતામાં તો આત્મા સમજવામાં આવતો નથી. એથી રાગની મંદતાને વ્યવહાર કહેવામાં આવે છે. ૪૩૯. * સર્વજ્ઞો, સંતો, શાસ્ત્રો, પોકાર કરીને એમ કહે છે કે પહેલાંમાં પહેલાં આત્માને જાણવો, આત્માને અનુભવવો, એના વિના એક ડગલું પણ આગળ નહિ ચાલે. આત્માનું પરમાર્થસ્વરૂપ બતાવવા સીધી વાત કરી છે કે પહેલાંમાં પહેલાં આત્માને જાણીને અનુભવ કર. સમયસારની ગાથા પાંચમા પણ કહ્યું કે હું કહું છું તેનો અનુભવ કરીને પ્રમાણ કરજે. ૪૪૦. * નિગોદના જીવને એક શ્વાસમાં ૧૮ ભવ થાય. એક અંતર્મુહૂર્ત અંદર એટલે અડતાલીશ મિનિટ અંદર ૬૬૩૩૬ ભવ નિગોદના જીવ કરે છે-એમ ભગવાન સર્વજ્ઞ જોયું છે. આહાહા ! એક અંતર્મુહૂર્ત અંદર ૬૬૩૩૬ ભવ કરે એ દુઃખ કેટલું? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૦૪ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એ સાંભળતાં એને અંદરથી ઘા લાગવો જોઈએ. એવા દુઃખો તો અનંતકાળ ભોગવ્યા. અરે! નરકના દુઃખો પણ એટલા છે કે કરોડો જીભો વડે કરોડો વર્ષે પણ કહી શકાય નહિ એટલા દુઃખો તેં અનંતવાર ભોગવ્યા છે. ભાઈ! હવે મનુષ્યપણું મળ્યું છે તો એ દુઃખોથી છૂટવા, એવા દુઃખોથી રહિત એટલે કે તેના કારણભૂત શુભાશુભ ભાવથી રહિત, ૫૨માનંદસ્વરૂપ આત્મા છે તેની ઓળખાણ ને દષ્ટિ કર તો ભવના દુઃખોથી છૂટકારો થાય. ૪૪૧. * શુભાશુભ વિભાવ તેમ જ અધૂરી પર્યાયને ગૌણ કરીને ત્રિકાળી અભેદ જ્ઞાયક સ્વભાવ ૫૨ જે દષ્ટિ થવી, અપરિણામી અભેદ જ્ઞાયકસ્વભાવનો દૃષ્ટિમાં આશ્રય થવો, તે જ સમ્યગ્દર્શન છે. માટે ‘આ મારી જ્ઞાનની પર્યાય’ ‘આ મારી શ્રદ્ધાની પર્યાય ’, ‘આ મારી ચારિત્રની પર્યાય' –એમ પર્યાય ઉપર એટલું જોર શા માટે આપે છે? ‘ આ મારી ગુણની પર્યાય છે', આ મારી દ્રવ્યની પર્યાય છે' –એમ પર્યાય ઉપર તારી રુચિનું વજન કેમ જાય છે? અહીં તો કહે છે કે જેટલા વ્યવહાર અને વિકલ્પો છે તે બધા છે ખરા, પણ તેના ૫૨ લક્ષ કરવાથી, તેના ૫૨ રુચિનું જોર આપવાથી સમ્યગ્દર્શન થતું નથી. ૪૪૨. * ભાઈ ! તું શરીર-વાણી-મન ને રાગને ભૂલી જા, તે તારામાં નથી. અરે! તારી નિર્મળ પર્યાયને પ્રગટ થવામાં દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી, પૂર્વની પર્યાયના વ્યયની અપેક્ષા નથી ત્યાં વ્યવહારથી થાય એ વાત કયાં રહી? પર્યાયનું આવું સ્વતંત્ર સામર્થ્ય છે. પર્યાય સ્વતંત્ર જ થાય છે એમ નક્કી કરતાં તેનું લક્ષ કયાં જાય ? –કે દ્રવ્ય તરફ જ લક્ષ જાય અને તેનું નામ જ પુરુષાર્થ છે. દ્રવ્ય તરફ લક્ષ જતાં જ્ઞાનમાં દ્રવ્યનું જ્ઞાન આવે પણ દ્રવ્ય આવતું નથી. સત્નો જેને નિર્ણય થાય તેની દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨ જ જાય. આ જ કરવાનું છે, બાકી બધું તો ધૂળ-ધાણી છે. ૪૪૩. * આનંદનો નાથ એવા શુદ્ધાત્માની પ્રેમથી વાત સાંભળે છે તેને ભાવી નિર્વાણનું ભાજન કહ્યું છે. એને સાંભળતા દેહથી ભિન્ન છું, કર્મથી ભિન્ન છું, રાગથી ભિન્ન છું ને પોતાથી પરિપૂર્ણ છું એ વાત એને બેસવી જોઈએ, હુકાર આવવો જોઈએ. આમાં કાંઈ મુંઝાવા જેવું નથી, સાંભળીને હા પાડતાં, હકાર આવતાં, અંદર સંસ્કાર પડતા જાય છે. ૪૪૪. * સઘન વૃક્ષોના વનમાં છાયા માંગવી નથી પડતી, સ્વયં મળી જાય છે. તેમ આત્મદ્રવ્ય પાસે યાચના કરવી નથી પડતી, પરંતુ પૂર્ણાનંદની સમીપ દષ્ટિ પડતાં જ છાયા સ્વયં મળી જાય છે, માગવી નથી પડતી. હૈ જિનેન્દ્ર! તું તો વીતરાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૦૫ છો તેથી કોઈને કાંઈ આપતો નથી, કોઈથી કાંઈ લેતો નથી પરંતુ વૃક્ષની છાયાની જેમ તારું શરણ જે લે છે તેને સ્વયં શરણ મળી જાય છે. આત્મદ્રવ્યની દૃષ્ટિ કરતાં નિઃશંક છે કે આત્મા કૃપા કરે જ. ૪૪૫. * શ્રોતા:- બધા ગુણોનું કાર્ય વ્યવસ્થિત જ છે તો પછી તેને પુરુષાર્થ કરવાનો રહેતો નથી? પૂજ્ય ગુરુદેવ - જેને ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં પુરુષાર્થ ભાસતો નથી તેને વ્યવસ્થિત બેઠું છે જ કયાં? શ્રોતા:- તેને વ્યવસ્થિત બેઠું નથી એવું તેનું પરિણમન પણ વ્યવસ્થિત જ છે. એ વ્યવસ્થિતનો નિર્ણય ન કરી શકે તેવું તેનું પરિણમન વ્યવસ્થિત જ છે તો પછી તેને નિર્ણય કર તેમ કેમ કહેવામાં આવે છે? પૂજ્ય ગુરુદેવ - એનું પરિણમન વ્યવસ્થિત જ છે એમ તેને ક્યાં ખબર છે? વ્યવસ્થિત પરિણમન છે તેમ સર્વશે કહ્યું પણ સર્વજ્ઞનો તેને કયાં નિર્ણય છે? પહેલાં એ સર્વજ્ઞનો તો નિર્ણય કરે? પછી વ્યવસ્થિતની ખબર પડે. શ્રોતા:- વ્યવસ્થિત પરિણમનશીલ વસ્તુ છે એમ ભગવાને કહેલું તેને બેઠું છે. પૂજ્ય ગુરુદેવઃ- ના, સર્વજ્ઞ ભગવાનનો પણ ખરો નિર્ણય તેને ક્યાં છે? પહેલાં સર્વજ્ઞનો નિશ્ચય આવ્યા વિના વ્યવસ્થિતનો નિર્ણય કયાંથી આવ્યો? એમ ને એમ જ્ઞાનીની વાતો ધારી ધારીને કરે તે ન ચાલે, પહેલાં સર્વજ્ઞનો નિર્ણય લાવ. દ્રવ્યનો નિર્ણય કર્યા વિના સર્વજ્ઞનો નિર્ણય પણ ખરેખર થાય નહિ. ૪૪૬. * અરે ! આવી સત્યની વાત હતી જ કયાં? જેને આ સત્ય વાત સાંભળવા મળી છે તે ભાગ્યશાળી છે. સાંભળતાં સાંભળતાં સત્યના સંસ્કાર નાખે છે તેને સંસ્કાર નાખતાં અંદરથી માર્ગ થઈ જશે. દરરોજ ચાર પાંચ કલાક આનું આ સાંભળવું-વાંચવું હોય તેને શુભભાવ એવો થાય કે મરીને સ્વર્ગમાં જાય, કોઈ જગલિયા થાય. કોઈ મહાવિદેહમાં જાય. બાકી જેને સત્યનું સાંભળવાનું પણ નથી એવા ઘણા જીવો તો મરીને ઢોરમાં જવાના. અરે ! આવા મનુષ્યના માંડ મોંઘા અવતાર મળે અને પોતાનું હિત નહિ કરે તો કયારે કરશે? ખરેખર તો સત્યનું ચાર પાંચ કલાક દરરોજ વાંચન-શ્રવણ આદિ હોવું જોઈએ. ભલેને વેપાર ધંધા કરતા હોય પણ આટલો તો વખત પોતાના માટે કાઢવો જોઈએ. અહીંના સાંભળનારા ઘણા તો રુચિથી આ સંસ્કાર ઊંડા નાખે છે. આવા સત્યના સંસ્કાર લાગી જાય અને ઊંડાણમાં એ સંસ્કાર પડી જાય એને ભવ ઝાઝા હોય નહિ. ધારણા જ્ઞાન થવું તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જુદી ચીજ છે અને અંદરમાં અવ્યક્ત રુચિ થવી તે જુદી વાત છે. ભેદજ્ઞાનના સંસ્કાર ઊંડાણથી નાખવા જોઈએ. એને આ વાતનો ઊંડાણથી મહિમા આવવો જોઈએ કે અહો! આ વાત કોઈ અપૂર્વ છે. એમ પોતાથી અંદરમાં મહિમા આવવો જોઈએ. સાચી રુચિવાળો આગળ વધતો જાય છે. ૪૪૭. * સમ્યગ્દષ્ટિ પંચપરમેષ્ઠી દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે પ્રેમ ને એનાથી વિરુદ્ધ કુદેવકુશાસ્ત્ર-કુગુરુ પ્રત્યે દ્વેષનો અંશ છે, પણ એ રાગ અને દ્વેષ પોતાના જ્ઞાતાનું શૈય છે. તેને પોતાના માનતો નથી, પોતાથી થયા માનતો નથી ને તેનાથી લાભ માનતો નથી. વ્યવહા૨-સમકિત છે પણ તે જ્ઞાનનું જ્ઞેય છે. રાગ છે તો મને લાભ છે, રાગ કર્યો તો ઠીક કર્યું એમ માને તે મિથ્યાદષ્ટિ છે. ધર્મીને જ્યાં સુધી અસ્થિરતા છે ત્યાં સુધી રાગ રહે છે અને દ્વેષનો અંશ પણ રહે છે પણ સ્વરૂપમાં એકત્વ નથી કરતાં અને અજ્ઞાની તો એમાં જ પડયો રહે છે કે રાગ કર્યો તે ઠીક કર્યું. ૪૪૮. * દ્રવ્યનું એવું લક્ષ થવું જોઈએ કે એને એનો પક્ષ છૂટે જ નહિ. હજુ અનુભવ થયો નથી. પણ નિશ્ચયનયનો એવો પક્ષ આવ્યો છે કે અનંતકાળમાં એવો પક્ષ આવ્યો જ ન હતો. પૂર્વે સમ્યક્ત્વ કદી થયું નથી એમ ન કહેતાં ત્યાં (ગાથા ૧૧ના ભાવાર્થમાં ) નિશ્ચયનયનો પક્ષ કદી આવ્યો નથી એમ કહ્યું છે ને! દ્રવ્યલિંગી પૂર્વે થયેલો ત્યારે પણ એને દ્રવ્યનું એવું લક્ષ નહોતું થયું. આમ ધારણામાં તો દ્રવ્ય આવું છે એમ તો આવ્યું હતું. પરંતુ એની વાત નથી. આ તો દ્રવ્યનું એવું અપૂર્વ લક્ષ થઈ જાય કે એનો એને પોતાને જ ખ્યાલ આવી જાય છે. ૪૪૯. * શ્રોતાઃ- આત્માની દૃષ્ટિ કરવા ધારે ત્યારે થાય કે જ્યારે થવાની હોય ત્યારે થાય? પૂજ્ય ગુરુદેવઃ- જ્યારે આત્માની દૃષ્ટિ કરવા ધારે ત્યારે થાય પણ એ થવાની હોય ત્યારે જ થાય છે. જ્યારે કરવા ધારે ત્યારે થાય એટલે સ્વભાવસન્મુખનો પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ આદિ પાંચે સમવાય સાથે જ હોય, કાળલબ્ધિનો નિર્ણય કરનારો પુરુષાર્થ જાગે ત્યારે નિર્ણય થાય. ૪૫૦. * પ્રત્યેક આત્મા પરમાત્મસ્વરૂપ જ છે એમ કહીને દ્રવ્યબુદ્ધિ કરાવીને પર્યાયબુદ્ધિ છોડાવી છે. દરેક આત્મા એટલે કે અનંત કાળે પણ સિદ્ધ નહીં થનાર અભવ્ય અને ભવ્ય બધા આત્મા પરમાત્મસ્વરૂપ જ છે. વસ્તુસ્વભાવ જ એવો છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૦૭ કેવળજ્ઞાન જ નિજ સ્વભાવ છે. એમ કહીને કહે છે કે આખી દુનિયાને એક બાજુ રાખીને, રાગને પણ એક બાજુ રાખીને તથા જેની અસ્તિ છે એવી એક સમયની પ્રગટ અવસ્થાની પણ રુચિ છોડી દે, એ બધું છે પણ એને ઓળંગી જઈને ત્રિકાળી જ્ઞાન સ્વભાવની રુચિ કર. ૪૫૧. * ભગવાન આત્મા પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે અર્થાત્ પર્યાયમાં પર્યાયનો તથા ત્રિકાળીનો સ્પષ્ટપણે અનુભવ છે તોપણ, એક સમયના આનંદના અનુભવથી ઉદાસીન વર્તે છે ને ત્રિકાળી તરફ ઝુકી જાય છે, માટે અવ્યક્ત છે. વિકલ્પ, નિમિત્ત કે સંયોગની અપેક્ષા વિના પોતે પોતાથી જ પોતાને બાહ્ય-અભ્યતર અનુભવે છે. બાહ્ય એટલે એક સમયની આનંદની પર્યાયને અનુભવે છે અને અત્યંતર એટલે ત્રિકાળી ધ્રુવતત્ત્વ તેને પણ સ્પષ્ટ અનુભવે છે. ત્રિકાળી પોતે વેદનમાં આવતો નથી પણ ત્રિકાળીનું જ્ઞાન અનુભવમાં આવે છે. એ રીતે બાહ્ય-અભ્યતર પ્રત્યક્ષ અનુભવાતો હોવા છતાં એક સમયના આનંદની પર્યાયમાં રોકાતો નથી, પણ તેનાથી ઉદાસીનપણે વર્તતો થકો ત્રિકાળી તરફ ઝુકે છે. પ્રગટ આનંદની વ્યક્તદશાથી ઉદાસીન વર્તતો હોવાથી ભગવાન આત્મા અવ્યક્ત છે. ૪૫ર. * આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે કયાંય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફીક્કો લાગે, સંસારના રાગનો રસ ઊડી જાય. અહો! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશના લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય જ. ૪પ૩. * કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે! તેમ સંસારના દુઃખથી જેને ત્રાસ ત્રાસ થઈ ગયો હોય એને માટે આ વાત છે. ૪૫૪. * જ્ઞાનીને જે શુભભાવ આવે છે તે અશુભથી બચવા માટે આવે છે એમ જે કહેવામાં આવે છે તે તો લોકોને જરા સંતોષ થાય તે માટે કહેવામાં આવે છે. ખરેખર તો શુભરાગ તેના આવવાના કાળે જ આવે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ થાપા Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ ] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શ્રોતા:- તો પછી પ્રાયશ્ચિત કેમ કરવામાં આવે છે? પૂજ્ય ગુરુદેવ - તે બધી કહેવાની વાતો છે, કથનની પદ્ધતિ છે. ખરેખર તો એવો વિકલ્પ આવવાનો કાળ હતો એ જ આવ્યો છે અને વાણી પણ એવી જ નીકળવાની હતી એ જ નીકળી છે. બહુ સૂક્ષ્મમાં જઈએ તો ખરેખર તો શુભ વિકલ્પ અને પ્રાયશ્ચિતની વાણી નીકળવી અને ગુસ્વાણી નીકળવી તે બધું પુદ્ગલનું સ્વાભાવિક કાર્ય છે, આત્માનું કાર્ય નથી. આત્મા તો એકલો જ્ઞાનસ્વભાવી છે. ૪૫૫. * ભગવાન પૂર્ણાનંદનો નાથ કે જેનું લક્ષ કરતાં, રાગની અપેક્ષા વિના નિરપેક્ષપણે સ્વતંત્રપણે પકારકથી પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અરે! રાગાદિ વિકાર કે મિથ્યાત્વના પરિણામ થાય છે એ પણ પકારકના પરિણામથી સ્વતંત્રપણે થાય છે. મિથ્યાત્વભાવ થાય છે તેમાં કર્મના કારકોની અપેક્ષા નથી. મિથ્યાત્વનું પરિણમન પકારકના પરિણમન વડે સ્વતંત્રપણે થાય છે. મિથ્યાત્વભાવ છે તે વિકારીભાવ છે, તે પણ પોતાના પકારકોથી થાય છે, તેને કર્મની કે નિમિત્તની અપેક્ષા નથી. જ્યારે વિકારની પર્યાય પણ-કે જે આત્માનો સ્વભાવ નથી, તેમ જ કોઈ એવી શક્તિ નથી કે વિકારને કરે છતાં પણ સ્વતંત્રપણે પોતાના એક સમયના પકારકથી થાય છે, તો પછી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય છે તે પોતે એક સમયના પટ્ટારકથી પરિણમન થઈને જ ઉત્પન્ન થાય. જે નિશ્ચય મોક્ષમાર્ગને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પણ અપેક્ષા નથી તે વ્યવહાર રત્નત્રયના રાગથી થાય એમ કેમ બને? ૪૫૬. * અહા ! અતીન્દ્રિય અમૃતસ્વરૂપ જ્ઞાયકનું જ્યાં ભાન થયું, ત્યાં કપાયભાવ જે આવે તે પરમ તરીકે આવે, સ્વય તરીકે તો જ્ઞાયકભાવ આવે; કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર-પ્રકાશક હોવાથી તે સ્વને પણ જાણે અને પરને તથા પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા આવે તેને પણ જાણે. જાણનારસ્વભાવ છે તે જાણ્યા વિના કરે શું? વસ્તુ છે તે જ્ઞાયકભાવ તરીકે મોજૂદ ચીજ છે, નિર્લેપ છે. તેનું જેને જ્ઞાન થયું તેને પણ, હજુ પૂર્ણ વીતરાગ થયો નથી તેથી, વ્રતાદિ રાગનો વિકલ્પ આવે, તે તેને જાણે, પણ તેનાથી લાભ થાય એમ માને નહિ. કષાય આવે તેને જાણવો એ તારી પ્રભુતા છે, કષાયને કરવો ને “કષાય મારા છે' એમ માનવું-એ તારી પ્રભુતા નથી, પામરતા છે. અરેરે! જીવે પોતાના આત્માનું હિત ઇચ્છયું નહિ, પરની જંજાળમાં ગૂંચાઈને મરી ગયો. કષાયો તો વિભાવરૂપ પરયો છે, સ્વભાવરૂપ સ્વય તરીકે તો જ્ઞાયકભાવ છે. ૪૫૭. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૦૯ * ભગવાન આત્મા શક્તિરૂપે પરમાત્મા હુતો, તેનું ધ્યાન કરીને વર્તમાન પર્યાયમાં સિદ્ધ ભગવાન પરમાત્મપદને પામી ગયા. વસ્તુ તો શુદ્ધ હતી જ પણ તેનું ધ્યાન કરતાં તેની દશામાં પરમાત્માદશા એ આત્માએ પ્રાપ્ત કરી. એવા પરમાત્માને ઓળખીને મારા લક્ષમાં લઈને એવા સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું. શ્રી સમયસારમાં લીધું છે કે ભાઈ ! સિદ્ધપરમાત્માને નમસ્કાર કોણ કરી શકે? –કે જે હૃદયમાં-જ્ઞાનની દશામાં સિદ્ધપદને સ્થાપી શકે અને વિકાર આદિ મારામાં નથી, હું પૂર્ણાનંદ સિદ્ધ સમાન શક્તિએ છું-એમ જે શ્રદ્ધા જ્ઞાનમાં સિદ્ધને સ્થાપે એ સિદ્ધને ખરો નમસ્કાર કરી શકે. ઊર્ધ્વ રહ્યાં છતાં સિદ્ધોને હેઠે ઉતારું છું કે પ્રભુ! પધારો પધારો! મારે આંગણે પધારો! સિદ્ધને આદર દેનારના આંગણા કેટલા ઉજળા હોય ! રાજા આવે તોય આંગણું કેટલું સાફ કરે છે! અનંત અનંત સિદ્ધોને હું વંદન કરું છું એટલે કે એ સિવાય રાગનો, અલ્પજ્ઞતાનો, નિમિત્તનો આદર દષ્ટિમાંથી હું છોડી દઉં છું. અમારા આંગણાં ઉજળા કર્યા છે પ્રભુ! આપ પધારોને! પોતાની જ્ઞાનકળાની પ્રગટ દશામાં અનંત સિદ્ધોને સ્થાપે છે કે આવો પ્રભુ! નિર્વિકલ્પ પર્યાયમાં પ્રગટ થાઓ, આવો.-એવી જેની દષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયના આંગણે પધરાવે છે અને તેણે ભગવાનને નમસ્કાર કર્યા કહેવામાં આવે છે. ૪૫૮. * એક ગામથી બીજે ગામ જાય તોય ભાતું સાથે લઈને જાય છે તો બીજા ભવમાં જવા માટે કાંઈ ભાતું હોય કે નહિ? શ્રદ્ધા-જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ, બાયડી સામે જોવે તો પાપ, છોકરી સામું જોવે તો પાપ, પૈસા સામું જોવે તો પાપ, પર સામું જોતાં બધે પાપ... પાપ.... ને... પાપ છે. અરે! કયાં એને જવું છે? રાગ અને હું એક છું એવું મિથ્યાત્વનું ભાતું લઈને જવું છે? રાગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું એવું ભાતું સાથે લઈ જાય તો આગળ વધવામાં અને કામ આવશે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડે તળીયે ધ્રુવમાં પર્યાયને લઈ જવાની છે. એ તો ધીરાના વીરાના કામ છે. ૪૫૯. * અનંત અનંત જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવોથી ભરપૂર એવા નિજ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ કરાવવા માટે દ્રવ્યસ્વભાવનું માહાભ્ય બતાવ્યું છે કે પ્રભુ! તારું ધ્રુવ દ્રવ્ય આવું છે, તું ભગવાનસ્વરૂપ જ છો. ભાઈ ! ભગવાનમાં ને તારા દ્રવ્યસ્વભાવમાં જરીયે હીનાધિકતા નથી. ભગવાન પર્યાયમાં પૂર્ણ થયા છે ને તું સ્વભાવમાં પૂર્ણ છો. તે પૂર્ણ સ્વભાવનો આશ્રય કરીને અંતર સ્વ-સન્મુખતાનો પુરુષાર્થ કર તો તું પણ પર્યાયમાં પૂર્ણ ભગવાન થઈ જઈશ. ૪૬૦. * ખરેખર તો મોક્ષની પર્યાય પોતાના પકારકથી ઉત્પન્ન થઈ છે. વિકારી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પર્યાય પણ પોતાના પત્કારકથી ઉત્પન્ન થાય છે, કેમ કે દ્રવ્ય-ગુણમાં વિકાર નથી છતાં પર્યાયમાં વિકાર થાય છે તે પર્યાય પોતાની સ્વતંત્રતા જાહેર કરે છે અને તે સ્વતંત્રતાની જાહેરાતનું તાત્પર્ય વીતરાગતા છે, અને તે વીતરાગતા, દ્રવ્ય ઉપર દષ્ટિ જાય છે ત્યારે થાય છે. સમ્યગ્દર્શનની પર્યાયનો તે કાળે જન્મક્ષણ છે, તે પોતાના પકારકથી થાય છે, તેને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. આજે ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા ત્યારે મોક્ષ પર્યાયનો ઉત્પત્તિનો કાળ હતો, તેને મોક્ષમાર્ગને લઈને થઈ તેમ કહેવું તે વ્યવહાર છે. કેમ કે મોક્ષમાર્ગનો વ્યય થાય છે, વ્યય તે કારણ કમ હોય? ઉત્પાનું કારણ ઉત્પાદું પોતે છે. ૪૬૧. * આચાર્ય મહારાજ તો ભગવાન કહીને બોલાવે છે. કહે છે કે અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવવા છતાં પણ તે તેને દેખતો નથી. કેમ? -કે પર્યાયબુદ્ધિને વશ થઈ જવાથી પરદ્રવ્યોની સાથે એકત્વબુદ્ધિથી સ્વદ્રવ્યને દેખી શકતો નથી. પ્રભુ! અંદર આનંદરસની શેરડીની કાતળી છે અને પુણ્ય-પાપના ભાવ તે શેરડીના કૂચા છે, તોપણ પુણ્ય-પાપના ભાવને વશ થઈને પુણ્ય-પાપના કૂચામાં એકત્વબુદ્ધિથી રાગાદિ જણાય છે તે હું છું એમ અજ્ઞાની માને છે તે બહિરાત્મા મૂઢ છે. મૂઢ અજ્ઞાની જીવ જ્ઞાનની જાણવાની દશામાં “આ આત્મા છું' એમ નહીં માનતા રાગાદિ હું છું એમ માને છે. ૪૬ર. * સાચા ભાવલિંગી મુનિને છઠ્ઠા ગુણસ્થાને જેટલા શુભ પરિણામ આવે છે તેને પણ નાટક સમયસારમાં જગપંથ કહ્યો છે. જેમને પ્રચુર આનંદનું વેદન છે, એવા ભાવલિંગી સંતના શુભ રાગને પણ જગપંથ કહ્યો છે કેમકે તે બંધનું કારણ છે અને તેમાં ધર્મ માને છે તે તો મિથ્યાષ્ટિ જ છે. સમયસાર કળશ ૧૦૮ માં પણ કહ્યું છે કે વ્યવહાર-ચારિત્ર હોતું થયું જીવના શુદ્ધ પરિણમનનું ઘાતક છે, દુષ્ટ છે, અનિષ્ટ છે, તેથી વિષય-કષાયની માફક નિષેધ્ય છે; ઉપાદેય નથી. તેથી શુભ ક્રિયારૂપ યતિપણાનો ભરોસો છોડી શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવવા યોગ્ય છે. ૪૬૩. * આહાહા ! ક્ષણમાં અનેક પ્રકારના વિચિત્ર રોગો થઈ જાય એવું શરીર છે, કયાં શરીર ને કયાં આત્મા! એને શેઢે કે સીમાડે મેળ નથી. આહાહા! આવો દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે ને આવો વીતરાગનો માર્ગ મહાભાગ્ય મળ્યો છે તેણે મનનો ઘણો ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. પાંચ ઇન્દ્રિયના વલણવાળો બોજો ઘટાડીને આત્માને ઓળખવાના વિચારમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૧૧ રોકાવું જોઈએ. અંદર અનંત આનંદ આદિ સ્વભાવો ભર્યા છે, એવા સ્વભાવનો મહિમા આવે એને અંદર પુરુષાર્થ ઉપડયા વિના રહે જ નહિ. ૪૬૪. * હે જીવો! પરદ્રવ્યમાં ફેરફાર કરવાની અને અને સ્વકાર્યમાં અન્ય સાધન શોધવાની ચિંતા છોડી, સ્વસંવેદનથી નિજાત્માનો અનુભવ કરો ! આત્માનું જ્ઞાન કિરણ જે પ્રગટ છે તે પ્રગટ પર્યાય દ્વારા આત્મા જાણો. ૪૬૫ * સર્વજ્ઞ પરમાત્માએ ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ફરમાવ્યું કે ભાઈ! અમે તને સિદ્ધ સમાન જોઈએ છીએ, તું પણ એમ જતા શીખને! ત્રણલોકનો નાથ અતીન્દ્રિય આનંદની મૂર્તિ, દર્શન, જ્ઞાન ને ચારિત્રથી પૂર્ણાનંદને પામે એવો આ આત્મા એને હાડ-માંસમાં શરીરમાં રહેવું પડે, જનમ-મરણ કરવા પડે એ કલંક છે, કલંક છે. ૪૬૬. * આત્મા પરદ્રવ્યને તો સ્પર્શતો નથી, રાગને પણ સ્પર્શતો નથી પણ અહીં અલિંગગ્રહણના ૧૯મા બોલમાં તો કહે છે કે આત્મદ્રવ્ય પોતાની નિર્મળ પર્યાયને પણ સ્પર્શ કરતો નથી. નિર્મળ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. દ્રવ્યસામાન્ય છે તે વિશેષરૂપ પર્યાયમાં આવતું નથી–સ્પર્શતું નથી. દ્રવ્ય વસ્તુ છે તે પર્યાયને કરતી નથી, પર્યાયને અડતી નથી અને પર્યાય છે તે દ્રવ્યમાં નથી, દ્રવ્યને સ્પર્શતી નથી. પર્યાયનું લક્ષ કરવા જતાં રાગ ઉત્પન્ન થશે ને દ્રવ્યનું લક્ષ કરતાં રાગ તૂટી નિર્વિકલ્પતા થશે, અતીન્દ્રિય આનંદ અનુભવાશે. ભાઈ ! તારી નિર્મળ પર્યાય થાય તેને પણ દ્રવ્ય અડતું નથી. આહા.... હા...! દ્રવ્ય ને પર્યાય બન્નેની આવી સ્વતંત્રતા બતાવે છે. પર્યાય ક્ષણિક છે તે ધ્રુવ દ્રવ્યને અડતી નથી. આહાહા ! અલૌકિક વાતો છે. દ્રવ્ય છે તે પર્યાયને દ્રવે છે-ઉત્પન્ન કરે છે એ પણ અપેક્ષાથી કથન છે, બીજા દ્રવ્યથી પર્યાય થતી નથી તેમ બતાવવા કહ્યું છે. પણ અહીં તો અધ્યાત્મની એકદમ સૂક્ષ્મ વાત કહે છે કે દ્રવ્ય છે તે પર્યાયનો દાતા નથી. ધ્રુવ અસ્તિત્વ ને ક્ષણિક અસ્તિત્વ બેને ભિન્ન બતાવે છે. ૪૬૭. * મોક્ષનો માર્ગ પ્રગટયો તે પર્યાયને દ્રવ્યની પણ અપેક્ષા નથી અને વ્યવહારના કારકોની પણ અપેક્ષા નથી, એ તો પકારકના પરિણમનથી સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ છે. સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા પર્યાય, સમ્યગ્દર્શનની પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું કારણ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય-એવી જે સમ્યગ્દર્શનની પર્યાય છે તે પણ ત્રિકાળી પરમ સ્વભાવભાવથી ભિન્ન છે. કેમ કે જે મોક્ષમાર્ગની પર્યાય છે તે જ્યારે મોક્ષ થાય છે ત્યારે નાશ પામે છે અને એ પર્યાય તથા ત્રિકાળી દ્રવ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨] . [ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર જો અભિન્ન હોય તો પર્યાયનો નાશ થતાં પારિણામિક દ્રવ્યનો પણ નાશ થાય, પણ ધ્રુવનો કદી નાશ થતો નથી. ૪૬૮. * અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી રાગાદિ વિભાવપર્યાય આત્માની છે. પ્રવચનસારમાં કહ્યું છે કે શુદ્ધ દ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનયથી પુણ્ય-પાપના ભાવ આત્માના છે. પણ એ તો શેયની-પર્યાયની સિદ્ધિ સિદ્ધ કરી. પરંતુ જ્યારે ત્રિકાળી જ્ઞાયક પર દષ્ટિ પડે છે, ત્યારે તો તે રાગ, પુણ્ય-પાપના તથા દયા-દાનના ભાવ પરય તરીકે જ્ઞાનમાં જણાય છે એવો જ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. સ્વનું જ્ઞાન થયું, ત્યાં એ જ્ઞાનની પર્યાયમાં સ્વપર-પ્રકાશક સામર્થ્ય હોવાથી અને જાણતાં રાગ વચ્ચે આવ્યો તેને પરય તરીકે જાણે. જાણનાર પ્રભુ બીજું શું કરે? તે તો ઉદયને તેમ જ બંધને તથા નિર્જરા તેમ જ મોક્ષને જાણે-તેનો જ્ઞાતા રહે. એ વાત સમયસારની ૩૨૦મી ગાથામાં કહી છે. ૪૬૯. * મુનિને પણ પંચમહાવ્રત આદિનો ભાવ આવે છે, દૃષ્ટિમાં તે હેય છે પણ અસ્થિરતાના કારણે શુભરાગ આવ્યા વિના રહેતો નથી. છતાં તેઓ તેને આદરણીય માનતા નથી. હેયદષ્ટિ પૂર્વક વ્યવહારનો વિકલ્પ આવે છે, પણ તે જગપંથ છે, મોક્ષપંથ નથી તેમ સાધક જાણે છે. મુનિને પણ શુભભાવ આવે છે પણ જેટલો શુભભાવ છે તેટલો જગપંથ છે. શિવપંથથી તેટલા દૂર છે. છતાં અસ્થિરતાના કારણે આવ્યા વિના રહેતો નથી. તેથી આચાર્યદવ કહે છે કે પ્રભુ! તારા શુદ્ધાત્માને છોડી બહારમાં દેવ-ગુરુ-તીર્થ તરફ ન જા, ન જા. તેના લક્ષે શુભરાગ થશે એમ કહીને વ્યવહારથી ધર્મ થશે તેનો નિષેધ કર્યો છે. ૪૭). * કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એટલે સમ્યગ્દર્શન, સમ્યકચારિત્ર, કેવળજ્ઞાન આદિ જે સમયે થવાના છે તે જ સમયે થાય છે. જે કાળે જે થવાનું તે જ કાળે તે થાય પણ એનો અર્થ એમ નથી કે પુરુષાર્થ વિના થઈ જાય ! કાળનયને દેખનાર સાધકની દષ્ટિ કાળ ઉપર નથી પણ સ્વભાવ ઉપર હોય છે. તેથી કાળનયથી જાણે છે કે જે સમયે ચારિત્ર પ્રગટ થવાનું છે તે સમયે જ પ્રગટ થશે. જે કાળે કેવળજ્ઞાન થવાનું છે તે જ કાળે થશે. કોઈ મુનિ લાખો વર્ષ ચારિત્ર પાળે ને કેવળજ્ઞાન થતાં વાર લાગે. કોઈ મુનિને અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈ જાય, તેથી લાંબો કાળ ચારિત્ર પાલન કરનાર મુનિને અધીરજ થતી નથી. તે જાણે છે કે કેવળજ્ઞાન થવાનું જ છે તે સ્વકાળે થશે. ૪૭૧. * આત્મા તો એકલો મૌનસ્વરૂપ જ છે. એ કયાં વાણીને કરે છે ને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] | [ ૧૧૩ વિકલ્પનેય કરે છે! આત્મા વિકલ્પને કરે છે એ તો જૂઠીનયનું કથન છે. આસ્રવતત્ત્વ આત્મામાં છે જ નહિ. આમ બોલ્યો ને આમ કહેવું ને આમ સમાધાન કરવું... આહાહા ! વાણીને શું કરી શકાય છે? –કે તે આમ બોલે ને કહે! ૪૭ર. * અહા! અત્યાર સુધીમાં જે સિદ્ધ થયા એથી અનંતગુણા જીવો નિગોદના એક એક શરીરમાં છે. એ જીવોમાંથી કેટલાંક તો સદાય એમાં જ રહેવાના છે. નિગોદમાંથી સંજ્ઞી–પંચેન્દ્રિય મનુષ્યપર્યાય મળવી અનંત અનંત દુર્લભ છે. તેમાં સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનો યોગ મળવો મહા દુર્લભ છે. એટલે સુધી આવીને હવે એણે કરવા જેવું આ એક જ છે કે પોતાના ભગવાન આત્માને ઓળખી લેવો. બીજે કય ય રોકાવા જેવું નથી. આ ટાણા ચૂકયો તો ફરી આ અવસર નહિ મળે. અત્યારે તો “સબ અવસર આ ચુકા હૈ.” ૪૭૩. * કોઈ કહે કે અધ્યાત્મમાં આમ કહ્યું છે ને આગમમાં આમ કહ્યું છે ને ન્યાયશાસ્ત્રોમાં આમ કહ્યું છે, તો કહે છે કે બાપુ! એ બધા કથન છે, પહેલાં તો છે દ્રવ્યસ્વરૂપ લોક છે; એમ “છે' કહેતાં અનંતદ્રવ્યની પર્યાય પણ છે એમ એમાં આવી ગયું. પર્યાય કોઈને કારણે છે-એમ નથી, પર્યાય સત્ છે, તેનો કોઈ હેતુ નથી. “છ દ્રવ્યસ્વરૂપ લોક જે ય છે અને વ્યક્તિ છે” -તેમાં “છે” તે સત્ છે. દ્રવ્ય સત્ છે, ગુણ સત્ છે, પર્યાય પણ સત્ય છે. જેમ દ્રવ્યનું કોઈ બીજું કારણ નથી, ગુણનું કોઈ બીજું કારણ નથી તેમ વિકારી કે અવિકારી પર્યાયનું પણ કોઈ બીજું કારણ નથી, એ પર્યાય પણ પોતાના કારણથી તે સમયમાં નિરાલંબપણે-દ્રવ્ય-ગુણના આલંબના વિના, નિમિત્તના આલંબન-અપેક્ષા વિના પોતાના પકારકથી–ઉત્પન્ન થાય છે એ લોકનું સ્વરૂપ છે. ૪૭૪. * શ્રોતાઃ- પર્યાય પર્યાયથી પોતાથી સ્વતંત્ર થાય છે તો દ્રવ્યને કારણ કેમ કહેવાય છે? પૂજ્ય ગુરુદેવઃ- પર્યાય પર્યાયથી સ્વતંત્ર જ થાય છે પણ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે તેથી દ્રવ્યને કારણ કહેવાય છે. કારણપરમાત્માથી કાર્યપરમાત્મા થાય છે, ત્યાં પર્યાય દ્રવ્ય ઉપર લક્ષ કરે છે તેથી દ્રવ્યને કારણ-નિમિત્ત કહેવાય છે. દ્રવ્યનું લક્ષ કરે છે તેથી દ્રવ્યનો આશ્રય પણ કહેવાય. કારણવસ્તુ તો ત્રિકાળ છે પણ એને કારણ કયારે કહેવાય? –કે જ્યારે પર્યાય દ્રવ્યનું લક્ષ કરે ત્યારે ત્રિકાળી દ્રવ્યને કારણ કહેવાય છે. આવી વસ્તુસ્થિતિ છે તેને સમજતાં ખોટું પાણી ઉતરી જાય ને સાચું પાણી ચડી જાય એવી વાત છે. ખરેખર તો દ્રવ્ય પર્યાયને કરતું નથી, પર્યાય પર્યાયથી થાય છે, પણ એ વાત જગતને આકરી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪] [ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર પડે તેવી સૂક્ષ્મ છે. પર્યાય પર્યાયથી થાય છે-એ જાણવાનું તાત્પર્ય દ્રવ્યસ્વભાવ ઉપર લક્ષ ને દષ્ટિ કરવી તે છે. બધાનો સાર તો પર્યાયને અંતરમાં વાળવી તે છે. સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા દ્રવ્યના આશ્રયે પ્રગટે છે. ૪૭૫. * “સલ્વાનો સુર પરવાનો હુર્રે' (મોક્ષપાહુડ, ગાથા-૧૬) ભગવાન ત્રણલોકના નાથની ભક્તિનો રાગ ઊઠવો તેને પણ દુર્ગતિ કહે છે. શુભરાગથી સ્વર્ગ, શેઠાઈ મળે છે, એ પણ પરમાર્થે દુર્ગતિ છે; સુગતિ તો એક મોક્ષ જ છે. પરદ્રવ્ય ઉપર લક્ષ જાય એ દુર્ગતિ છે, એમાં ચૈતન્યની સુગતિ નથી. નિજ ભગવાન આત્મા ઉપર લક્ષ જાય એ એક જ સુગતિ છે. પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે ભવોભવ સમવસરણમાં ભગવાનની પૂજા-ભક્તિ કરી, પણ એ તો પરદ્રવ્યનું લક્ષ છે તેથી દુર્ગતિ છે. ગૃહસ્થને પાપથી બચવા માટે શુભભાવ હોય છે, આવે છે, તેને વ્યવહારથી ઉપાદેય પણ કહેવાય છે, પણ તેમાં પરદ્રવ્યનું લક્ષ હોવાથી તે ચૈતન્યની સુગતિ નથી. સુગતિ તો એક જ નિજ કારણપરમાત્માના લક્ષથી જ થાય છે. હવે તો અહીં ૪૧-૪૧ વર્ષ થયા છે; સૂક્ષ્મ વાતો ઘણી સ્પષ્ટતાથી કહેવાય છે; પોતાના હિત માટે સમજીને અંદરમાં પચાવવાની આ વાતો છે, કાને પડવી એ પણ મહાભાગ્ય છે. ૪૭૬. * જેને આત્માની ખરેખર રુચિ જાગે તેને ચોવીસે કલાક એનું એ ચિંતન, ઘોલન ને ખટક રહ્યા જ કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. અરે! નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય અને પૂર્વ સત્ સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી ફડાક દઈને અંદરમાં ઉતરી જાય છે, એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! અને સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તોપણ અનુકૂળતાનું લક્ષ છોડી અંદરમાં ઉતરી જાય છે, અને અહીં જરાક પ્રતિકૂળતા હોય તો અરે મારે આમ છે ને તેમ છે તેમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો! હવે એનું લક્ષ છોડીને અંદરમાં ઉતરી જા ને! ભાઈ ! આના વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ૪૭૭. * આચાર્યદવ કહે છે કે અમે અલ્પકાળમાં સિદ્ધ થવાના છીએ હો ! અમે અનંતા સિદ્ધોનું પસ્તાનું પર્યાયમાં મૂકયું છે તો અમે પણ ભવિષ્યમાં અલ્પકાળમાં સિદ્ધ થવાના છીએ. અનંતા અનંતા સિદ્ધોને નિર્વિકલ્પ દશા દ્વારા મારી અલ્પજ્ઞ પર્યાયમાં ને રાગમાં સ્થાપું છું. જ્ઞાનમાં તો જાણીને સ્થાપું છું ને રાગમાં વિકલ્પમાં બહુમાન લાવીને સ્થાપું છું કેમ કે વિકલ્પ કાંઈ જાણતું નથી. એ રીતે ભાવ ને દ્રવ્યસ્તુતિથી પોતાનામાં અનંત સિદ્ધોને સ્થાપે છે અને શ્રોતાની પર્યાયમાં પણ સ્થાપે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૧૫ છે. હજુ તો શ્રોતા તરીકે સાંભળવા આવ્યો છે, ભલે અજ્ઞાની છે છતાં કહે છે કે તું શ્રોતા તરીકે સાંભળવા આવ્યો તો તારી પર્યાયની પણ અમને એટલી લાયકાત લાગે છે કે તારી પર્યાયમાં અને અનંતા સિદ્ધોને સ્થાપીએ છીએ, અને તારા વિકલ્પ દ્વારા પણ અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપીએ છીએ કેમ કે સ્વ અને પરમાં ભાવ અને દ્રવ્ય બન્નેથી સ્થાપે છે ને! ૪૭૮. * સમયસાર ગાથા પ૦ થી પ૫ મા અનુભૂતિને આત્મા કહ્યો છે ત્યાં જેટલા વિકલ્પો ઉઠે છે તેનાથી ભિન્ન અને સ્વથી અભિન્ન કહેવું છે, તેથી અનુભૂતિની નિર્મળ પર્યાયને આત્મા કહ્યો છે પણ જ્યારે એ અનુભૂતિ કેમ પ્રગટે છે તે બતાવવું હોય ત્યારે તો ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તે સ્વ છે ને તેનો આશ્રય કરનાર પર્યાય તે પર છે, ભિન્ન છે-તેમ નિયમસાર ગાથા ૫૦ માં કહ્યું છે. એ અનુભૂતિની નિર્મળ પર્યાય ધ્રુવદ્રવ્યને સ્પર્શતી નથી ને ધ્રુવદ્રવ્ય અનુભૂતિને સ્પર્શતું નથી. અહો ! આ તો પરમ અધ્યાત્મના અંદરના ગંભીર સૂક્ષ્મ ભાવો છે. જાણનક્રિયા અને ત્રિકાળી ધ્રુવદ્રવ્ય એ એક બીજાને સ્પર્શતા નથી, છતાં જાણનક્રિયાનો આધાર આત્મદ્રવ્ય છે. ૪૭૯. * અંદર જ્ઞાયકદેવનો મહિમા આવે ત્યારે આખા સંસારનો રસ છૂટી જાય છે, અને ત્યારે જ ભગવાન આત્મા સમીપ આવે છે. ભાઈ ! આ તો ભાગવત્ કથા છે, ભાગવત્ કથા ! નિજ જ્ઞાયક ભગવાનને બતાવનારી છે અને વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલી છે માટે આ ભાગવત્ કથા છે. અનંત અગાધ શક્તિઓના ધારક એવા નિજ અભેદ ચૈતન્યસ્વરૂપનો અંદર રસ લાગે તેને સંસારનો રસ છૂટી જાય છે–વિષયની વાસનામાંથી સુખબુદ્ધિ ઊડી જાય છે. અંતરમાં જ્યાં અતીન્દ્રિય આનંદના નાથનો-આનંદસ્વરૂપ નિજ જ્ઞાયક પ્રભુનો-મહિમા આવ્યો, દષ્ટિમાં તેનો સ્વીકાર ને સત્કાર થયો ત્યાં શુભ ભાવનો પણ મહિમા ઊડી જાય છે-જ્ઞાનીને વ્રતાદિના શુભ પરિણામમાં પણ રાગ અને દુઃખ લાગે છે, તેમાંથી સુખની બુદ્ધિ ઊડી જાય છે. ૪૮૦. * પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના ૧૮માં બોલમાં કહ્યું છે કે આત્મામાં અનંતગુણો હોવા છતાં તે ગુણોના ભેદને આત્મા સ્પર્શતો નથી, કારણ કે ગુણના ભેદને લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. શુદ્ધ નિશ્ચયનયથી એકરૂપ અભેદ સામાન્ય ધ્રુવ દ્રવ્યને લક્ષમાં લેતાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પતા થાય છે. તેથી આત્મા ગુણોના ભેદને સ્પર્શતો નથી એમ કહ્યું છે; Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર અને ૧૯મા બોલમાં આત્મા પર્યાયના ભેદને સ્પર્શતો નથી એટલે જેમ ગુણો ધ્રુવમાં છે છતાં તેના ભેદને સ્પર્શતો નથી તેમ ધ્રુવમાં પર્યાયો છે અને સ્પર્શતો નથી એમ કહેવું નથી પણ ધ્રુવસામાન્યથી પર્યાય ભિન્ન જ છે. એવા પર્યાયના ભેદને આત્મા સ્પર્શતો નથી એમ કહીને નિશ્ચયનયના વિષયમાં એકલું સામાન્ય દ્રવ્ય જ આવે છે એમ બતાવ્યું છે. ૪૮૧. * શ્રોતા:- ધ્રુવ આત્મા જ ઉપાદેય હોવાથી તેનું જ મનન અને મંથન કરીએ છીએ. છતાં અનુભવ થતો નથી તો પુરુષાર્થની ખામી ગણવી કે નિર્ણયની ખામી સમજવી? પૂજ્ય ગુરુદેવ - પુરુષાર્થની ખામી કહો કે નિર્ણયની ખામી કહો એ એક જ છે, માટે નિર્ણય બરાબર કરવો જોઈએ. વિકલ્પાત્મક નિર્ણય બરાબર કરવો જોઈએ. એ પણ ખરેખર કારણ નથી, વ્યવહારથી કારણ છે. ખરેખર તો અનુભવ થતાં જ સાચો નિર્ણય થાય છે, એ પહેલાં વ્યવહાર પણ ખરેખર ન હોય. પરંતુ અનુભવ પહેલાં શું હોય છે એની અપેક્ષાએ વાત છે. ૪૮૨. * શ્રી પદ્મનંદિ આચાર્ય બ્રહ્મચર્યનો મહિમા કરીને કહે છે કે અરે યુવાનો ! તમને મારી વાત ન રુચે તો હું મુનિ છું તેમ જાણીને માફ કરજો. એમ આ તત્ત્વની પરમ સત્ય વાત અમે કહીએ છીએ, બંધનથી છૂટવાના કારણભૂત પરમ અધ્યાત્મતત્ત્વની વાત કહીએ છીએ, છતાં કોઈને અનાદિના આગ્રહવશ ન રુચે તો અમને માફ કરજો. ભાઈ ! અમે તો મોક્ષના માર્ગ છીએ એથી અમે બીજું શું કહીએ ! તમને ન રુચે ને દુઃખ થાય તો માફ કરજો ભાઈ ! ૪૮૩. * જે શ્રમણ ત્રિલોકની કલગી સમાન નિર્મળ વિવેકરૂપી દીપકના પ્રકાશ વડે, યથાસ્થિત પદાર્થના નિશ્ચય વડે, ઉત્સુકતા ટાળીને સ્વરૂપમાં જામી ગયા છે, આનંદની ધારામાં મસ્ત થઈ ગયા છે, ઉપશમરસના ઢાળામાં ઢળી ગયા છે ને તેમાંથી બહાર આવવા આળસુ થઈ ગયા છે, વનમાં વાઘ, સિંહ ને વરું ત્રાડું નાખતાં હોય છતાં નિર્ભય થઈને સ્વરૂપના શાંતરસને-અતીન્દ્રિય આનંદને ચૂસે છે, સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે વર્તે છે તે શ્રમણને સાક્ષાત્ મોક્ષતત્ત્વ કર્યું છે. હુજી છે તો સાધકદશા, છતાં સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે વર્તતા શ્રમણને સાક્ષાત્ મોક્ષતત્ત્વ કહે છે. આહાહા ! પંચમ-આરાના સાધુને મોક્ષતત્ત્વ કહ્યું ! પંચમ-આરામાં મુક્તિ નથી ને ? અરે ! પંચમ-આરાના સંત મુનિ પંચમ-આરાના શ્રોતાને આ કહે છે. સ્વરૂપમાં વર્તતા સંતને સાક્ષાત્ મોક્ષતત્ત્વ કહ્યું છે કેમ કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૧૭ અલ્પકાળમાં મોક્ષ થવાનો છે માટે એ અલ્પકાળને ગૌણ કરીને સાક્ષાત્ મોક્ષ છે તેમ કહે છે. ૪૮૪. * અહો ! જ્ઞાનસ્વભાવનું માહાત્મ્ય કેટલું છે! સામર્થ્ય કેવું છે! એનું જગતને ભાન નથી. આકાશના અનંતા પ્રદેશો છે તેમાં અહીંથી ( કોઈ જગ્યાએથી ) તેની ગણતરી કરતાં આકાશનો છેલ્લો પ્રદેશ કયો? તેનો અંત છે જ નહિ. કાળના અનંત સમયો છે તેમાં વર્તમાન સમયથી ગણતાં કાળનો છેલ્લો સમય કયો? તેનો અંત છે જ નહિ. તેમ દ્રવ્યો અનંતા છે તેની ગણતરી કરતાં છેલ્લું દ્રવ્ય કયું? તેનો અંત છે જ નહિ. તેમ એક જીવ દ્રવ્યના જ્ઞાન-દર્શન આદિ ગુણ આકાશના પ્રદેશ કરતાં પણ અનંતગુણા છે, તેમાં છેલ્લો ગુણ કર્યો? તેનો અંત છે જ નહિ. આહાહા! ગજબ વાત છે, જ્ઞાનનો પર્યાય જ્ઞેયપ્રમાણ છે ને જ્ઞેય લોકાલોક છે, જેનો પાર નથી એવા અપાર અનંતાનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જ્ઞેય બનાવનારી એક સમયની જ્ઞાનપર્યાયનું સામર્થ્ય કેટલું? તાકાત કેટલી ? એ એક સમયની પર્યાયમાં અનંતાનંત શેય-પ્રમાણ જ્ઞાનની પર્યાયના અવિભાગપ્રતિછેદ કેટલા ? એનો છેલ્લો પ્રતિછેદ કર્યો ? આહાહા! ગજબ વાત છે. સિદ્ધ થાય તેની આદિ ગણાય પણ અંત નથી. સિદ્ધ થયા તેના ભવનો અંત-છેડો તો આવી ગયો પણ તેનો પહેલો ભવ કયો? અનાદિ છે, તેની શરૂઆત છે જ ક્યાં? અંત વિનાના દ્રવ્યો છે તેનો અંત આવે કેમ ? અંત વિનાનું ક્ષેત્ર છે તેનો અંત આવે કેમ ? અંત વિનાનો કાળ છે તેનો અંત આવે કેમ ? અંત વિનાના ભાવ છે તેનો અંત આવે કેમ? આહાહા! આટલા આટલા અનંતા શૈયો છે એને જાણનાર જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે. આવા અનંત પદાર્થોને શ્રુતજ્ઞાનમાં શૈય બનાવ્યા એની પર્યાયમાં વિષયોનો રસ રહી શકે નહિ. રાગ રહે પણ રાગનો રસ રહી શકે નહિ. આહાહા! આત્મવસ્તુ જ કોઈ એવી અદ્ભુત ચમત્કારિક છે કે એનું શું કહેવું ભાઈ ! ૪૮૫. * જિજ્ઞાસુને પહેલાં એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું. શંકાને સ્થાન ન હોય. આયુષ્ય બંધાઈ ગયું હશે તો! એવી શંકાને સ્થાન ન હોય. મોળી-પાતળી વાત આત્માને માટે ન કરવી. અનંત ગુણોથી સમૃદ્ધ પોતે છે તેને જોવો, તું જ દેવાધિ દેવ છો તેમ લેવું. ૪૮૬. * ભવિષ્યની પર્યાયની અપેક્ષાએ ભૂતકાળની પર્યાય અનંતમાં ભાગે છે અને ભૂતકાળની અપેક્ષાએ વર્તમાન એક સમયની પર્યાય અનંતમાં ભાગે છે અને ગુણ તો ત્રણેકાળની પર્યાયનો પિંડ છે. આમ વસ્તુ કાળે અને ભાવે એક સમયના પર્યાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કરતાં અનંતગુણી મોટી છે. પર્યાય તો કાળ અને ભાવે વસ્તુથી અનંતમાં અનંતમાં ભાગે છે. વસ્તુના આવા મહાન અસ્તિત્વની દૃષ્ટિમાં એક સમયની પર્યાય તે ભલે પર્યાયપણે સત હો, પણ આવા મહાન દ્રવ્યની દષ્ટિમાં એક સમયની પર્યાય પણ અભૂતાર્થ છે. ૪૮૭. * શ્રોતાઃ- આ સ્વરૂપ લક્ષમાં આવવા છતાં પ્રગટ કેમ નહીં થતું હોય? પૂજ્ય ગુરુદેવઃ- પુરુષાર્થ જોઈએ, પુરુષાર્થ જોઈએ. અંદરમાં શક્તિ પડી છે તેનું માહાભ્ય આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ જ છે. પર્યાયની અપેક્ષાએ વસ્તુ અપ્રગટ કહેવાય છે. આમ તો વસ્તુ પણ પ્રગટ જ છે કાંઈ આડું ઢાંકણું નથી. પ્રથમ વસ્તુનું માહાસ્ય આવવું જોઈએ, ભાન થાય તો મહાભ્ય આવે-એમ નહીં. કેટલાક એમ લઈ લે છે, પણ પહેલાં માહાભ્ય આવે તો માહાભ્ય આવતાં આવતાં ભાન થાય. ૪૮૮. * પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં દ્રવ્યસ્વભાવ તો ત્રણે કાળે શુદ્ધ જ છે. આર્ત ને રૌદ્રધ્યાનના કૂર પરિણામો એ બધા પર્યાયમાં છે, તે જ ક્ષણે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે. નિગોદના જીવને મહા રૌદ્રધ્યાનના તીવ્ર મલિન પરિણામ છે પણ તે પર્યાયમાં છે, તેનું દ્રવ્ય તો તે સમયે પણ શુદ્ધ જ છે. સંસારના પરિણામ તે પર્યાયમાં છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન છે તે પર્યાયમાં કદી આવતો જ નથી. એવા ત્રિકાળી ભગવાન ઉપર દષ્ટિ કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. ૪૮૯. * અનંત કાળ પછી જે પર્યાય થશે તેનું જ્ઞાન કેવળજ્ઞાનમાં સીધું થાય છે. આહાહા ! વિચારકોને વિચાર ને મંથન કરવાની આ વાત છે. એમ ને એમ માની લે એ કાંઈ ચીજ નથી. જ્ઞાનનો એવો જ કોઈ અચિંત્ય સ્વભાવ છે કે જે પર્યાય થઈ ગઈ ને જે થશે તેને સીધું જાણી લે છે. આ વર્તમાન છે માટે ભવિષ્ય હશે ને વર્તમાન છે માટે ભૂત હતું એમ નહિ, પણ તેને સીધું જાણી લે છે. આહાહા! ધન્ય ભાગ્ય કે વીતરાગની આવી વાણી મળી ! ૪૯). * જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનું હસ્તાવલંબ-નિમિત્ત જાણીને ઘણો કર્યો છે પણ તેનું ફળ સંસાર જ છે. જિનવાણીમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું ત્યાં નિમિત્તને વળગ્યો, પણ તેનું ફળ સંસાર છે. વસ્તુ પૂર્ણાનંદપ્રભુ છે તેની દષ્ટિ કરાવવા તે સત્ય છે ને રાગના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી તેથી તે છોડાવવા તેને ગૌણ કરીને વ્યવહાર કહીને નથી તેમ કહ્યું છે, ત્રિકાળી જ્ઞાયકભાવની દૃષ્ટિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૧૯ કરાવવા તે જ સત્ય છે ને પર્યાય હોવા છતાં તેની દૃષ્ટિ છોડાવવા તેને ગૌણ કરીને નથી તેમ કહ્યું છે. એમ કેમ કહ્યું? -કે વ્યવહારનો પક્ષ તો અજ્ઞાનીઓને અનાદિથી છે તથા પરસ્પર વ્યવહારનો ઉપદેશ પણ કરે છે અને જિનવાણીમાં પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારનો ઉપદેશ બહુ કર્યો છે, પણ એ ત્રણેનું ફળ તો સંસાર છે. જૈન શાસ્ત્રોમાં વ્યવહારનો ઉપદેશ આવ્યો તેનો આશ્રય લઈને વ્યવહાર સ્થાપેવ્યવહા૨નો પક્ષ કરે પણ તેનું ફળ સંસાર છે. ૪૯૧. * શુદ્ધનય એક ભૂતાર્થ છે, ભૂત અર્થાત્ છે... છે... છે, શુદ્ઘનય અથવા તો શુદ્ધનયનો વિષય એક જ ભૃતાર્થ છે, સત્યાર્થ છે. ત્રિકાળી ૫૨માનંદની મૂર્તિ પારિણામિકભાવલક્ષણ નિજપ૨માત્મદ્રવ્ય તે જ શુદ્ઘનય છે, તે જ ભૂતાર્થ છે. જેમાં પર્યાયનો પણ અભાવ છે એવી ચીજને શુદ્ઘનય પ્રગટ કરે છે. વ્યવહાર અસને એટલે કે ત્રિકાળીમાં નથી તેને બતાવે છે માટે અભૂતાર્થ છે અને શુદ્ઘનય પ૨મ વિધમાન સત્ ત્રિકાળીને બતાવે છે માટે ભૃતાર્થ છે. જે સકલ નિરાવરણ પ્રત્યક્ષપ્રતિભાસમય વસ્તુ છે તેને શુદ્ઘનય પ્રગટ કરે છે માટે તે ભૂતાર્થ છે. વ્યવહારનય છે તે પર્યાયને બતાવે છે, પર્યાય છે ખરી, નથી એમ નથી, પણ તે નાશવાન હોવાથી, ત્રિકાળીમાં ન હોવાથી તેને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્ય કહી છે. ૪૯૨. * રાગનો અને સંયોગનો નિષેધ થાય છે તે શ્રદ્ધા-જ્ઞાનનો પર્યાય છે કે નહિ? અને કલાક-બે કલાક-ચાર કલાક આની આ વાત જ ઘૂંટાય છે, રગડાય છે, વાંચનમાં, શ્રવણમાં, વિચારમાં, મનનમાં આ ને આ વાત આવ્યા કરે, ચોવીશે ક્લાક આ દેહના કામ તે મારા નહિ, રાગના કામ તે મારા નહિ એમ ઘૂંટાયા કરે છે, એ શ્રદ્ધા-જ્ઞાનમાં કાંઈ આંતરો જ નથી પડયો ? એ શું ક્રિયા નથી ? પણ લોકોને એનું કાંઈ માહાત્મ્ય આવતું નથી પરંતુ આ શ્રદ્ધા-જ્ઞાનનું કાર્ય સમ્યક્ થતું જાય છે તે ક્રમે કરીને ફડાક વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થઈ જશે. ૪૯૩. * સંસારમાં સ્ત્રી-પુત્ર-ધંધા આદિનું લક્ષ કરતાં તો પાપ જ થશે અને દેવશાસ્ત્ર-ગુરુનું લક્ષ કરવાથી પુણ્ય થશે. એ તો ઠીક પણ એકરૂપ દ્રવ્યસામાન્ય ધ્રુવ છે તેમાં ગુણભેદનું લક્ષ કરવા જઈશ તોપણ તેના લક્ષે વિકલ્પ થશે, રાગ થશે. પ્રભુ એ રાગનું તને દુઃખ થશે અને ધ્રુવવસ્તુ સામાન્ય એકરૂપ ચૈતન્યસ્વભાવ છે તેનું લક્ષ કરતાં ભેદનું લક્ષ છૂટી જશે ને તને અતીન્દ્રિય આનંદ અનુભવાશે. આહાહા ! ધ્રુવસ્વભાવના માહાત્મ્યનું શું કહેવું! સંતોએ ગજબ કામ કર્યાં છે. ૪૯૪. * હે ભવ્યો ! તમે એવું કામ કરો કે જેથી આત્મા પોતાની જ્ઞાનભૂમિકામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૨૦ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર આવી જાય. દેહ છૂટયાં પહેલાં આ પ્રયત્ન કરી લે. ઘર બળે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. માટે મરતાં પહેલાં આત્માનો યત્ન કરી લે. માનવદેહથી જ શિવપદ મળી શકે છે. દેવ, નાક, પશુગતિમાંથી શિવપદ નહિ મળે, માટે આ અમૂલ્ય અવસર ખોવા જેવો નથી. ૪૯૫. * જ્ઞાનીને ‘હું તો અખંડ જ્ઞાનાનંદમય એક પરિપૂર્ણ વસ્તુ છું' એમ અભેદ ત્રિકાળી નિજ જ્ઞાયકતત્ત્વમાં જ દૃષ્ટિ પડી છે; પર્યાયમાં ભલે રાગમય ભાવ આવે, તોપણ અંદર શ્રદ્ધાનું જોર ધ્રુવ જ્ઞાયક ૫૨ જ હોય છે; ધ્રુવ ધ્યેય પરથી ષ્ટિ જરા પણ ખસતી નથી, હઠતી નથી. ‘હું તો અભેદ જ્ઞાનાનંદમય છું' –ત્યાં ‘જ્ઞાન ને આનંદવાળો છું' એમ પણ નહિ; એ તો ભેદ થઈ ગયો. ધર્મીની દૃષ્ટિ તો અંદર અતીન્દ્રિય જ્ઞાનાનંદમય અભેદ જ્ઞાયક ઉ૫૨ જ સદા હોય છે. ૪૯૬. * ભાઈ! તારું કર્તવ્ય તો આ છે. જો તારે હિત કરવું હોય તો, જો તારે રખડવું બંધ કરવું હોય તો છ માસ અભ્યાસ કર અને તું દેખ કે તારા હૃદયસરોવરમાં જેનો પ્રકાશ પુદ્દગલથી ભિન્ન છે એવો આત્મા તને પ્રાપ્ત થાય છે કે નહીં ? જરૂર પ્રાપ્ત થશે. કેમ કે પોતાની અપ્રાપ્તિ કાંઈ શોભે ? પૂર્ણાનંદ ચૈતન્ય વસ્તુને દેખ, છ માસ તેનો અભ્યાસ કર ને જો કે તને એ આત્મા પ્રાપ્ત થાય છે કે નહીં? પ્રાપ્ત થાય જ. જેને જોવા માટે નજ૨ની નજર છોડીને નિધાનને જોવા છ માસ અભ્યાસ કર્યો તો તેની પ્રાપ્તિ થશે જ, કેમ કે ન પ્રાપ્ત થાય એ એની શોભા નથી, પ્રાપ્ત થાય એ જ એની શોભા છે. ૪૯૭. * ભગવાન સૂત્રકર્તા આચાર્યદેવ કહે છે કે અનેક પ્રકારના શુભ વિકલ્પો કરવાથી કાર્યસિદ્ધિ તો કાંઈ થતી નથી. કાર્યસિદ્ધિ તો અનંત અનંત આનંદના સાગર આત્મા તરફ જવાથી જ થાય છે. ત્યાં કેમ જતો નથી? અનેક પ્રકારના શુભ વિકલ્પોની ક્રિયામાં આગળ વધતો જાય છે તેમ સ્વાનુભવની કાર્યસિદ્ધિ કરવામાં ભ્રષ્ટ થાય છે. પહેલાં આત્માનો નિર્ણય કરીને સ્વાનુભવનો પ્રયત્ન કરવો જોઈએ, એ ન કરતાં શુભ વિકલ્પમાં ને વિકલ્પમાં આગળ વધતો જાય છે તે સ્વાનુભવથી ભ્રષ્ટ થાય છે. અશુભમાં જવાની તો વાત છે જ નહિ. શ્રીમદ્દ પણ કહે છે કે એકલું વાંચન કર્યા કરવાથી મનન શક્તિ ઘટે છે. તેમ એકલા શુભ વિકલ્પો ને ક્રિયાકાંડમાં વધતો જાય છે તેમ સ્વાનુભવથી ભ્રષ્ટ થતો જાય છે. સર્વ શાસ્ત્ર જાણવાનો સાર તો આત્માનો અનુભવ કરવો તે છે. બાર અંગમાં પણ આત્માનુભૂતિ કરવાનું કહ્યું છે. ૪૯૮. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૨૧ * સમ્યગ્દર્શનમાં અનંત પુરુષાર્થ છે. પાંચ સમવાય સાથે હોય છે. ક્રમબદ્ધના નિર્ણયમાં પણ અનંત પુરુષાર્થ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એવા નિર્ણયમાં પણ અનંત પુરુષાર્થ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એ વાત બહુ ઝીણી આવી ગઈ છે. ૪૯૯. * વ્રત, નિયમ અને તપના-શુભ રાગના-અભ્યાસથી આત્મા જાણવામાં આવતો નથી. હું તો માત્ર દ્રષ્ટા-જ્ઞાતા છું—એવો વારંવાર અભ્યાસ કરવાથી, જ્ઞાયક તરફનો ઝુકાવ કરવાથી, અંતરમાં જ્ઞાતાપણું પ્રગટ થતાં આત્મા જાણવામાં આવે છે અને પર ને રાગનું કર્તાપણું છૂટે છે. સમ્યગ્દર્શન કરવાની આ વિધિ છે. હું કેવળ જાણનાર-દેખનાર છું-એવો અંતર્મુખ અભ્યાસ વારંવાર કરવાથી પર્યાયમાં જ્ઞાતાપણું પ્રગટ થાય છે, અને ત્યારે પરનું કર્તાપણું છૂટે છે; રાગનો વિકલ્પ છે તેનું પણ કર્તાપણું ત્યારે છૂટે છે. અજ્ઞાની પોતાના જ્ઞાતાસ્વભાવનો અજાણ છે. તે શરીર આદિ પરની ક્રિયા તો કરી શકતો નથી, પરંતુ તે જ્ઞાતાપણાના અભ્યાસથી રહિત છે તેથી વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ બહારની ક્રિયાઓનો તથા પુણ્ય-પાપના વિકારી ભાવ જે પોતાનો સ્વભાવ નથી તેનો, તે કર્તા થાય છે. એકલા શાસ્ત્રજ્ઞાનના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતું નથી, અને વ્રત, નિયમ, ભક્તિ ને પૂજાના ઢગલા કરે તો ય તેને આત્માનું જ્ઞાતાદ્રષ્ટાપણું પ્રગટ થતું નથી. અહા ! આવી વાત છે પ્રભુ! પOO. * શ્રોતા- આત્મા માત્ર જાણનાર જ છે તો આમાં કાંઈ કરવાનું જ નહિ? પૂજ્ય ગુરુદેવ - અરે ભાઈ ! આમાં તો પાર વિનાનું કરવાનું છે. દેહ આદિ પદ્રવ્યો તરફ જે લક્ષ જાય છે તે લક્ષને જાણનાર એવા આત્માને જાણવામાં વાળવાનું છે. આત્માને જાણવામાં તો અનંત પુરુષાર્થ આવે છે. ૫૦૧. * અંદર ચૈતન્ય જ્ઞાયકદેવનો અભિપ્રાયમાં આશ્રય જેને થયો છે એવા જ્ઞાનીને અથવા તો સ્વભાવનો આશ્રય જેને પ્રાપ્ત કરવો છે એવા સાચા આત્માર્થીને સ્વભાવ સમજવામાં નિમિત્ત એવા વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુના મહિમાનો શુભરાગ આવે; પૂજા-ભક્તિ તથા વ્રતાદિ વ્યવહારનયનો વિષય છે તો ખરો, નથી જ એમ નથી, પણ તે ભાવ રાગ છે, સંસાર છે, તેનો આશ્રય કરવા લાયક નથી, તે ઉપાદેય નથી, હિતકર નથી, હય છે. અરેરે! ક્યારે આ તત્ત્વ સાંભળવા મળે ? મનુષ્યભવ તો ચાલ્યો જાય છે, આયુષ્ય કયારે પૂરું થઈ જશે તેની કોને ખબર છે? પ૦૨. * પાણી અગ્નિને અડયું છે ને? –ના; તો પાણી અગ્નિના સંગમાં ઉષ્ણ તો થયું છે ને? પાણી ઉષ્ણ થયું છે તે પોતાની પર્યાયની યોગ્યતાથી પોતાથી જ ઉષ્ણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર થયું છે, અગ્નિના લઈને થયું નથી. પગ જમીન ઉપર રહેલો દેખાય છે ને? પણ તે પગ જમીનને અડ્યો નથી, જમીનના આધારે પગ રહ્યો નથી. પગ પગના પોતાના આધારે રહ્યો છે. આહાહા! ગજબ છે ને! દેખાય જમીનને આધારે ને છતાં જમીનને અડતો નથી. જો પગ જમીનને અડે તો જમીન ને પગ બે એકરૂપ થવા જોઈએ. પણ તે બન્ને વસ્તુ ભિન્ન ભિન્ન છે. વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા ચમત્કારિક છે. એક વસ્તુ બીજી વસ્તુને અડે કે કરે તો બે વસ્તુ જ રહે નહીં. પ૦૩. * યોગ્યતા, કાળલબ્ધિ, ક્રમબદ્ધ આદિ બધાનું જ્ઞાન દ્રવ્યદૃષ્ટિ કરતાં સારું થાય છે. રુચિ રાખે પરમાં અને ક્રમબદ્ધ ને કાળલબ્ધિ ઉપર નાખે ઈ ન ચાલે. પોપાબાઈનું રાજ નથી. પ૦૪. * સમયસારનું દ્રવ્યદૃષ્ટિનું વાંચે ને નિમિત્ત અને પર્યાયનો વિવેક ન રાખે તો મૂઢ થઈ જાય. ૫૦૫. * શ્રોતા - વાંચન-વિચાર આદિ શુભભાવો છઠ્ઠા ગુણસ્થાનવાળાને તો ય છે પણ ચોથા-પાંચમાવાળાને તો નિર્વિકલ્પતા બહુ કાળે આવે છે તેથી તેને શ્રદ્ધામાં હોય છે પણ ચારિત્રમાં તો ઉપાદેય છે ને? પૂજ્ય ગુરુદેવ - ચોથા-પાંચમાવાળાને પણ શ્રદ્ધાન અને ચારિત્ર અપેક્ષાએ પણ હેય જ છે. એ પરિણામો આવે છે, હોય છે, પણ છે તો હુંય જ. ૫૦૬. * પ૩ ભાવોમાં શુદ્ધજીવનો પારિણામિકભાવ એક જ ઉપાદેય છે. બાકીના બાવન ભાવો હેય છે. ત્રેપન ભાવમાં એક ધ્રુવ ભાવ છે અને બાવન પર્યાયો છે. એક ધ્રુવ ભાવમાં બાવન પર્યાયરૂપ ભાવોનો અભાવ છે. તેથી પરભાવરૂપ છે, પદ્રવ્યરૂપ છે. તેથી તે બાવન ભાવો હેય છે. ૫૦૭. * રાગાદિકો અપના માનના ઓ અપના ત્રિકાળી જીવનકી હિંસા હૈ. આત્મા જૈસા હૈ ઐસા ઉસકો કબૂલના ઓ આત્માકી દયા હૈ. ૫૦૮. * ભાઈ તું શાંત થા ! ધીરો થા ! તારી પ્રભુતા પ્રભુ! તારી પાસે જ છે અને તારી પ્રભુતાનો ઉપયોગ તું કરી શકે છો. તારી પ્રભુતાથી તું સ્વભાવનું સાધન કર, તેમાં તારે બીજાની પાસે દીનતા કરવાની જરાય જરૂર નથી. ત્રણ ભુવનના નાથ તીર્થંકરદેવ સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં આ વાત ફરમાવતાં હતાં. તેની જ માર્ગ પરંપરામાં આ વાત મુનિરાજ ફરમાવે છે. તેનો તું વિશ્વાસ કર! પ્રતીતિ લાવ! ૫૦૯. * ભગવાન આત્મા દ્રવ્ય-અપેક્ષાએ વર્તમાનમાં અત્યારે જ મુક્તસ્વરૂપ છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૨૩ કર્મથી ને વિભાવથી ભિન્ન નિર્લેપ ચીજ છે. એમ ન હોય તો પર્યાયમાં નિર્લેપતા આવશે કયાંથી ? જેમ સ્ફટિકમાં રંગની ઝાંય દેખાવા છતાં સ્ફટિક તે જ વખતે સ્વભાવે નિર્મળ છે, તેમ જીવની પર્યાયમાં વિભાવો જણાવા છતાં જીવ તે જ વખતે સ્વભાવે નિર્મળ છે, નિર્લેપ છે. આ બધા જે શુભાશુભ વિભાવો જણાય છે તે જ્ઞયો છે. હું તો તદ્દ્ગ છૂટો જ્ઞાયક છું' એમ ઓળખે-પરિણમન કરે તો પર્યાયમાં પ્રગટ નિર્લેપતા થાય છે. જ્ઞાની જાણે છે કે- “મારો આત્મા કર્મ અને વિભાવના લેપ વગરનો, શુદ્ધ ચૈતન્યદેવ છે.” તે તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ગમે તેવા ઉદયમાં સદા નિર્લેપ-અલિપ્ત જ છે. મૂળ તત્ત્વમાં તો અન્ય કોઈ પ્રવેશી શકતું જ નથી. પછી ચિન્તા શાની? ૫૧૦. * જ્ઞાયકભાવ છે તે શુભાશુભ ભાવરૂપે થયો જ નથી. શુભાશુભ ભાવ એ તો અચેતન છે, જડ છે, તે રૂપે થાય તો જ્ઞાયકભાવ જડ થઈ જાય. આત્મા ચૈતન્ય જ્ઞાયકભાવરૂપે હોવાથી શુભાશુભ ભાવરૂપે થતો નથી, તેથી અપ્રમત્ત-પ્રમત્તના ભેદો તે જ્ઞાયકભાવમાં નથી. જ્ઞાયકભાવ તો એક ચૈતન્યરસરૂપે જ રહ્યો છે, શુભાશુભ ભાવના અચેતનરસરૂપે થયો જ નથી. જ્ઞાયકભાવ ચૈતન્યના પૂરનો ધ્રુવ પ્રવાહ છે, એ જ દષ્ટિનો વિષય છે. તેમાં પુણ્ય-પાપના ભાવ છે જ નહિ, અપ્રમત્ત-પ્રમત્ત ગુણસ્થાનના ભેદ કે પર્યાયભેદ તેમાં નથી. પણ એ તને જણાય કયારે? –કે તું પદ્રવ્યના ભાવથી ભિન્ન પડી જ્ઞાયકભાવ સન્મુખ થા ત્યારે શુદ્ધતાનો અનુભવ થાય ત્યારે આ આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે એમ ખરેખર જાણું છે. તારી પર્યાયમાં ચૈતન્ય જ્ઞાયકભાવનો આદર થાય, સેવા થાય, સન્માન થાય, ચમત્કારીતા લાગે, અધિકતા આવે ત્યારે પરદ્રવ્યનો સત્કાર, સન્માન, આદર, ચમત્કારીતા છૂટી જાય અને ત્યારે આ આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે તેમ જાણવામાં આવે છે. પ૧૧. * અહા! પ્રભુ! એક વાર સાંભળ તો ખરો તારી પ્રભુતાની વાતો ! આચાર્યદવ તને “ભગવાન” તરીકે સંબોધન કરીને ઉપદેશ આપે છે. સમયસારની પહેલી ગાથાની ટીકામાં કહ્યું છે. મારી પર્યાયમાં તો મેં અનંત સિદ્ધોને સ્થાપ્યા છે ને હે શ્રોતાઓ! તમારી પર્યાયમાં, અલ્પજ્ઞતા હોવા છતાં, “દ્રવ્ય-અપેક્ષાએ સિદ્ધ સમાન શુદ્ધ છું' –એમ અનંત સિદ્ધોને સ્થાપો; રાગને નહિ, રાગ તો સ્વભાવથી ભિન્ન છે. વાત જરા ઝીણી છે, પ્રભુ! ચાલતા પંથથી સર્વજ્ઞ ભગવાનનો માર્ગ કોઈ જુદી જાતનો છે. અહા ! જૈનધર્મ એટલે શું? જૈનધર્મ પૂર્ણતઃ આત્માનુભૂતિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૧૨૪] ૫૨ આધારિત છે. જેમાં ગુરુનો ઉપદેશ વગેરે બાહ્ય નિમિત્તો ૫રમાર્થે અકિંચિત્કર છે. નિમિત્તના લક્ષથી જે જ્ઞાન થયું તેનાથી પણ આત્માનું ભાન થતું નથી. પરલક્ષી જ્ઞાન પણ વાસ્તવિક જ્ઞાન નથી, તેનાથી ધર્મ થતો નથી. ૫૧૨. * સઘળોય વ્યવહા૨ હૈય છે, પણ હેય કહેતાં ‘છે ખરો’ એમ સિદ્ધ થાય છે. જો વ્યવહાર સર્વથા ન જ હોય તો તે હેય કેમ બને? માટે વ્યવહાર છે ખરો પણ તે આશ્રય કરવા લાયક નથી. પર્યાય પોતે વ્યવહાર છે અને દ્રવ્ય નિષ્ક્રિય છે તે નિશ્ચય છે. દ્રવ્યની અપેક્ષાએ નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય પણ વ્યવહાર છે, સાચો મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. જો વ્યવહાર ન હોય તો પર્યાય જ સિદ્ધ નહીં થાય, પણ તેનો અર્થ એવો નથી કે વ્યવહારના આશ્રયે ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય. ૫૧૩. * નિર્મળ પર્યાય ઉઘડી છે ઈ વ્યવહાર આત્મા છે, કેવળજ્ઞાનની પર્યાય ઉઘડી છે ઈ પણ વ્યવહાર આત્મા છે અને આસ્રવ ઈ અણાત્મા છે, જડ છે, વિપરીત છે. ૫૧૪. * સમ્યગ્દષ્ટિ જીવ, અજીવ, આસવ, બંધ આદિના સ્વાંગોને જોનારા છે. રાગાદિ આસવ-બંધના પરિણામ આવે પણ સમ્યગ્દષ્ટિ તે સ્વાંગોના જોનારા જ્ઞાતાદષ્ટા છે, તે સ્વાંગોના કર્તા નથી. સમ્યગ્દષ્ટિ એ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં જ મગ્ન રહે છે. શુભાશુભ ભાવો આવે છે પણ સમ્યગ્દષ્ટિ તેને કર્મકૃત સ્વાંગો જાણી તેમાં મગ્ન થતાં નથી. મિથ્યાદષ્ટિ જીવો જીવ–અજીવનો ભેદ જાણતા નથી, તેથી તે કર્મકૃત સ્વાંગોને જ સાચા જાણીને તેમાં મગ્ન થઈ જાય છે. રાગાદિ ભાવો કર્મકૃત ભાવો હોવા છતાં તેને પોતાના ભાવો જાણી તેમાં લીન થઈ જાય છે. તેવા અજ્ઞાની જીવોને ધર્મીજીવો આત્માનું યથાર્થ સ્વરૂપ બતાવી, તેનો ભ્રમ મટાડી, ભેદજ્ઞાન કરાવીને શાંતરસમાં લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. ૫૧૫. * જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું છે તેણે ૫૨દ્રવ્યથી પોતાની ભિન્નતાનો નિર્ણય કરીને પોતાના ધ્રુવસ્વભાવનો મહિમા લાવીને સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ દુષ્કાળ પડયો હોય ત્યારે ગરીબ માણસો મોટા પુરુષના આશ્રયથી જીવન ગાળે છે તેમ અજ્ઞાનથી પર્યાયમાં દુષ્કાળ પડયો છે તે મોટા પુરુષ જ્ઞાયક ભગવાનના આશ્રય વિના કોના બળે સમ્યગ્નાનનો સુકાળ પ્રગટ કરશે ? ધ્રુવસ્વરૂપ જ્ઞાયક ભગવાન એ મોટા પુરુષ છે. તેમના આશ્રયથી પર્યાયમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] | [ ૧૨૫ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રનો સુકાળ પ્રગટ થાય છે. ધ્રુવસ્વભાવના બળ વિના સાધકપણું કોના બળે પ્રગટ થશે? પ૧૬. * શુદ્ધ પર્યાય રૂદ્રવ્યની સન્મુખ થાય છે તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહેવાય છે, પણ અભિન્નતાનો અર્થ એ છે કે દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે-શક્તિ છે એ જ્ઞાનપર્યાયમાં આવી જાય છે, પ્રતીતિમાં આવી જાય છે, તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહી છે. પણ એનો અર્થ એ નથી કે અનિત્ય પર્યાય નિત્ય દ્રવ્યની સાથે એકમેક થઈ જાય છે. દ્રવ્ય-પર્યાય બન્નેનું સ્વરૂપ જ ભિન્ન હોવાથી બન્ને ભિન્ન છે. પર્યાય દ્રવ્યનો આશ્રય કરે છે-લક્ષ કરે છે તેથી પર્યાય શુદ્ધ થાય છે, પણ તેથી દ્રવ્ય-પર્યાય એક થઈ જાય છે તેમ નથી, બન્નેના સ્વરૂપ ભિન્ન હોવાથી પર્યાય દ્રવ્યરૂપ થતી નથી અને દ્રવ્ય પર્યાયરૂપ થતું નથી. પ૧૭. * જે સમયે જડના પરિણામ થાય છે તે જ સમયે જ્ઞાતાના પરિણામ જાણવાના થાય છે એ જ જ્ઞાતાનું વ્યાપ્ય છે, એ જ જ્ઞાનનો પુરુષાર્થ છે. ફેરફાર કરવું તે તો ઊંધો પુરુષાર્થ છે. જ્ઞાતા છે તે, તે જ સમયના પરિણામને જાણે, તે જ જ્ઞાતાનું કાર્ય છે. પ૧૮. * ભગવાન તું અકારણકાર્ય શક્તિવાળો છો, તે અકારણકાર્ય શક્તિ ઉપર દષ્ટિ પડતાં અકારણકાર્યપણું પર્યાયમાં પ્રગટ થયું એટલે પર્યાયમાં પણ અકર્તા થયો. આહાહા ! જ્ઞાતાદષ્ટા પ્રભુ તું છો, થાય તેને જાણનાર છો, થાય એનો જાણનાર છો. રાગ થાય તે કાળે જ્ઞાન તેને જાણતું પરિણમે છે. જાણનાર... જાણનાર... જાણનાર જ છો. પ૧૯. * આત્મા વિશ્વનો પ્રકાશક છે. જાણનાર છે. રાગ આવે છે તેનો પણ જાણનાર છે. શું એની શૈલી છે! આહાહા ! શરીર-મન-વાણીને આત્મા કરે નહિ, કરાવે નહિ, કરતાને અનુમોદે નહિ. શુભરાગને પણ આત્મા કરે નહિ, કરાવે નહિ, અનુમોદે નહિ. આહાહા ! આવી વસ્તુસ્થિતિ છે. પ૨૦. * ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરીને ભૂતાર્થ કહ્યો અને પર્યાયને અભૂતાર્થ કહી એટલે કે પર્યાય નથી એમ કહ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, તેથી પર્યાય સર્વથા નથી જ એમ નથી. પર્યાયમાં જેટલો રાગ છે એટલું દુ:ખ પણ છે. સમ્યગ્દષ્ટિને રાગ કે દુઃખ નથી એમ કહ્યું છે એ તો દષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે અને જેટલો રાગ છે એટલું દુઃખ પણ સાધકને છે તેમ જાણે છે. પર્યાયમાં રાગ છે, દુઃખ છે, તેને જો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર૬] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જાણે નહિ તો ધારણાજ્ઞાનમાં પણ ભૂલ છે. સમ્યગ્દષ્ટિને દૃષ્ટિનું જોર બતાવવા આસ્રવ નથી તેમ કહ્યું છે પણ જો આસ્રવ સર્વથા ન હોય તો મુક્તિ હોવી જોઈએ ! કર્તાકર્મ-અધિકારમાં સમ્યગ્દષ્ટિને રાગ થાય છે તેનો કર્તા પુદ્ગલકર્મ છે, આત્મા કર્તા નથી તેમ કહ્યું છે અને પ્રવચનસારમાં જ્ઞાનીને રાગ થાય છે તેનો કર્તા આત્મા છે, રાગનો અધિષ્ઠાતા આત્મા છે તેમ કહ્યું, છતાં એકાન્ત માને કે જ્ઞાની રાગનો કે દુ:ખનો કર્તા કે ભોક્તા નથી તે નવવિવક્ષાને સમજતો નથી. પર૧. * એક દ્રવ્યની અંદર કોઈપણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. જ્ઞાન શેયને જાણે છે એ તો જ્ઞાનની જાણવાની સ્વચ્છતાનું સામર્થ્ય છે, તોપણ જ્ઞાનને અન્ય દ્રવ્યની સાથે સ્પર્શ હોવાની માન્યતાથી જગત આકુલિત થાય છે. જ્ઞાનમાં વીંછીના ડંખ-કરડ ભાસે ત્યાં વીંછી મને કરડ્યો તેમ માની દુઃખી થાય છે. જ્ઞાન રાગને જાણતા રાગમયપણે પોતાને માની આકુલિત થાય છે. જ્ઞાન રાગને કે અન્ય દ્રવ્યોને અડતું-સ્પર્શતું નથી. જ્ઞાન શેયને જાણે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સામર્થ્ય છે. પર૨. * બહારના ભગવાનના દર્શનની વાત તો કયાંય રહી ગઈ પરંતુ અહીંના (અંદરના) ભગવાનમાં ય પર્યાયના દર્શન-નવતત્ત્વરૂપ ભેદના દર્શન એ પણ હજુ મિથ્યાદષ્ટિપણું છે. પર૩. * છ દ્રવ્યસ્વરૂપ લોક તે જ્ઞય અને બાહ્ય છે, તેનાથી ભિન્ન આત્મા જ્ઞાયક અવ્યક્ત છે, તે જ્ઞયના લીધે જ્ઞાયક નથી, પોતાથી જ જ્ઞાયક છે. છતાંયે જરી પણ શેય સાથે સંબંધ કરવા જાય તો તે અજીવ ઠરે છે. પર૪. * પરની મમતાના ભાવ પણ હજુ જેને પડ્યા છે અને નિર્વિકલ્પ થવા જાય ઈ નિર્વિકલ્પ નહીં થઈ શકે. હજી તો નીતિ આદિના પરિણામ પણ નથી અને નિર્વિકલ્પ થવા જાય તો ઈ નિર્વિકલ્પ નહીં થઈ શકે. આ વાત મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પણ કહી છે. લૌકિક પ્રમાણિકતાના પણ જેને ઠેકાણા ન હોય અને એને ધર્મ થઈ જાય ઈ ત્રણકાળમાં ન બને. અનીતિથી જેને એક પાઈ પણ લેવાના ભાવ છે તેને અનુકૂળતા હોય તો આખી દુનિયાનું રાજ પચાવવાના ભાવ છે. એક દીવાન રાજના કામ માટે રાતના રાજની મીણબત્તી બાળી કામ કરતો હતો અને જ્યાં પોતાનું કામ કરવાનો વારો આવે ત્યાં તે રાજની મીણબત્તી ઠારી પોતાના ઘરની મીણબત્તી કરે, પોતાના ઘરના માટે રાજની મીણબત્તી ન વપરાય. (આવું તો પહેલાં નીતિમય જીવન હોય.) પ૨૫. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ] [૧૨૭ * શ્રોતાઃ- વાણીના કર્તા નથી તો મુનિઓ ઉપદેશ કેમ આપે છે? પૂજ્ય ગુરુદેવઃ- મુનિઓ ઉપદેશ દેતાં જ નથી. મુનિઓ ઉપદેશને જાણે છે. ભગવાન કહે છે, જિનવર કહે છે એમ શાસ્ત્રોમાં કથનો આવે પણ ભગવાન કહેતાં જ નથી. ભગવાન વાણીને જાણે જ છે. ખરેખર તો સ્વને જ જાણે છે. સ્વપ૨ જાણવું સહજ છે. ૫૨ની અપેક્ષા જ નથી. જાણવાનો સ્વભાવ જ છે. ભગવાન કુંદકુંદાચાર્ય કહે કે હું મારા નિજ વૈભવથી કહીશ તમે પ્રમાણ કરજો. અરે ભગવાન! વાણી તમારી નથી ને? વાણીથી જ્ઞાન થતું નથી ને ? આહાહા! ગજબ વાત છે! અદ્દભુત વાત છે! વસ્તુનું સ્વરૂપ જ અદ્દભુત છે! નિમિત્ત-નૈમિત્તિકના આવા કથનો પણ એક સર્વજ્ઞ સિવાય બીજે કયાંય ન હોય. ૫૨૬. * તારી સમીપમાં પડયો (એવો તારો આત્મા) તેની ભાવના કરને! દૂર પડયાની ભાવના શું કરે છે? ૫૨૭. * આત્મામાં પરમેશ્વર થવાનો જ ગુણ છે, પામર થવાનો અને પામર રહેવાનો ગુણ જ નથી. ૫૨૮. * જે જે થવાનું હશે એ થશે એટલે એનો અર્થ એ થયો કે એનું ધ્યાન રાખવાનું નથી પણ “તારું તું ધ્યાન રાખ.” જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતા કર. ૫૨૯. * વસ્તુનું સ્વરૂપ જ કોઈ એવું અચિંત્ય છે! તેની દ્રવ્યશક્તિ, ગુણશક્તિ, પર્યાયશક્તિ અચિંત્ય છે! વિકાર કેમ થયો એ પ્રશ્ન જ નથી. એવી જ કોઈ અચિંત્ય વસ્તુની પર્યાયગત યોગ્યતા છે. ૫૩૦. * એકલું દુ:ખનું વેદન ઈ આત્મા જ નથી, અણાત્મા છે. આહાહા ! સ્ત્રી-પુત્ર આત્મા નહીં, શરીર આત્મા નહીં, પણ પુણ્ય-પાપનું એકલા દુઃખનું વેદન ઈ આત્મા જ નથી, અણાત્મા છે. ૫૩૧. * રાગની વાત તો કયાંય રહી... પણ પર્યાય તરફનું લક્ષ હટાવે છે ત્યારે અંતરમાં વળાય છે. ૫૩૨. * શ્રી સમયસાર ગાથા ૭૨માં આસવોનું અશુચિપણું વગેરે જાણીને આસ્રવોથી નિવર્તે છે-એમ જે કહ્યું છે તે નાસ્તિથી થન આવ્યું છે. ખરેખર આસવોને જાણતાં આસ્રવોથી નિવૃત્ત થાય જ નહિ; એ તો પર્યાયનું જ્ઞાન થયું. પર્યાયના જ્ઞાનથી આસ્રવથી નિવૃત્ત થાય જ નહિ. વસ્તુ ચૈતન્યધામ છે તેવી દૃષ્ટિ કરતાં જ આસ્રવથી નિવૃત્ત થાય છે. ૫૩૩. * અરે ! બહારના સંગમાં કોની સાથે સંબંધ અને કોના ખોટા લગાડવા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૧૨૮ ] અને કેટલું રહેવું ! વિકારનો સંગ પણ કયાં વસ્તુને છે! અસંગ ચૈતન્યને ૫૨નો સંગ નથી અને વિકલ્પનો ય સંગ નથી. ૫૩૪. * અહો ! સત્ય વાત બાળક કહે તોપણ સ્વીકારવા જેવું છે. સત્ય સ્વીકારવામાં પોતાનું હિત છે ને ! એવું હિત કોણ ન સ્વીકારે? પ૩૫. * નાના બાળકને ચુંબન કરતો હોય ઈ એને પાપ છે તેમ લાગે છે, પરંતુ ઈ રાગને ચુંબન કરીને રાગને પોતાનો માનીને વર્તે છે ઈ મિથ્યાત્વભાવ જે નરક અને નિગોદના કારણરૂપ મહાન અપરાધ છે ઈ એને પાપરૂપ ભાસતો નથી! ૫૩૬. * પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિનો જ છે અને તેઓ પરસ્પર વ્યવહા૨નો ઉપદેશ પણ કરે છે, અને જિનવાણીમાં પણ વ્યવહારને શુદ્ઘનયનો હસ્તાવલંબરૂપ જાણી તેનો ઉપદેશ બહુ કર્યો છે; પણ તેનું ફળ સંસાર જ છે. જેમ કે જ્ઞાનથી મોક્ષ થાય છે, ત્યાં નીચલી દશામાં સાથે રાગની મંદતાનો વિકલ્પરૂપ વ્યવહા૨ હોય છે તેથી ક્રિયાથી મોક્ષ થાય છે એમ વ્યવહારથી શાસ્ત્રમાં કહ્યું છે. મુનિને શ્રાવક આહાર આપે છે, આહાર શરીર ટકવામાં નિમિત્ત અને શરીર સંયમમાં નિમિત્ત છે; સંયમથી મુનિ મોક્ષ સાધે છે, તેથી મુનિને આહારદાન દેવાથી શ્રાવકે મુનિને મોક્ષ આપ્યો-એમ ઉપચાર-પરંપરાથી કહેવામાં આવે છે. પૂજા, ભક્તિ, વાત્સલ્ય, પ્રભાવના આદિ શુભરાગ શ્રાવકને પરંપરાએ મોક્ષનું કારણ શાસ્ત્રમાં કહ્યું છે; વ્યવહાર સાધન છે અને નિશ્ચય સાધ્ય છે, એવું કથન શાસ્ત્રમાં આવે છે; કેવળી–શ્રુતકેવળીના પાદમૂલે જ ક્ષાયિક સમ્યગ્દર્શન થવાનું કહ્યું છે. સત્સંગથી જિનવાણીથી, ગુરુથી, જિનપ્રતિમાથી, દેવઋદ્ધિદર્શનથી, નારકીને વેદનાથી સમ્યગ્દર્શન થવાનું શાસ્ત્રમાં કથન આવે છે. વ્યવહારથી નિશ્ચય ધર્મ પ્રગટે છે એમ વ્યવહારને શુદ્ધનયનો હસ્તાવલંબ-સહાયક જાણીને અનેક પ્રકારના વ્યવહારનાં કથનો શાસ્ત્રમાં આવે છે, પણ જો તેને પરમાર્થ માની લે તો તેનું ફળ સંસાર જ છે. કેમ કે જે કોઈ વ્યવહાર છે તે બધો શુભરાગરૂપ હોવાથી તેના આશ્રયથી સંસાર જ ફળે છે. શુદ્ધનયનો પક્ષ તો પ્રાણીઓને કદી આવ્યો નથી ને તેનો ઉપદેશ પણ વિરલ છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ કર્યો છે કે “ હું જીવો ! શુદ્ધનય એક જ ભૂતાર્થ, સત્યાર્થ છે અને તેના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. માટે તમે શુદ્ઘનયને જ અંગીકાર કરો.” ૫૩૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૨૯ * શ્રોતા:- દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને ગૌણ કરાવવામાં કેમ આવે છે? પૂજ્ય ગુરુદેવઃ- દ્રવ્યમાં પર્યાય નથી પણ વર્તમાન પ્રગટ પર્યાય છે તે પર્યાય પર્યાયમાં છે. સર્વથા પર્યાય નથી જ તેમ નથી. પર્યાય છે તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, નથી તેમ કહીને, પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યની દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને મુખ્ય કરી, ભૂતાર્થ છે તેનું લક્ષ ને દષ્ટિ કરાવવી છે ને પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણ કરી, પર્યાય નથી, અસત્યાર્થ છે તેમ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. પણ પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ કયાં રહે છે? દ્રવ્ય ને પર્યાય બે થઈને આખું દ્રવ્ય તે પ્રમાણ-જ્ઞાનનો વિષય છે. ૫૩૮. * અરે પ્રભુ! તારું કદી મરણ જ થતું નથી ને કેમ ડરે છે? અતીન્દ્રિય આનંદમાં જા! પ્રભુ! તારે શરીર જ નથી ને રોગથી કેમ ડરે છે? જન્મ જરા ને રાગ રહિત ભગવાન આત્મા છે ત્યાં જા! –એમ જિનવર, જિનવાણી અને ગુરુ કહે છે. તું જન્મ, જરા, મરણ રહિત પ્રભુ છો ત્યાં દષ્ટિ દે! તારે જન્મ, જરા, મરણ રહિત થવું હોય તો જન્મ, જરા, મરણ રહિત ભગવાન અંદર બિરાજે છે ત્યાં જા! ત્યાં દૃષ્ટિ દઈને ઠર! ૫૩૯. * સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે શુદ્ધ નિશ્ચયનયથી હું મોહ–રાગ-દ્વેષ રહિત શુદ્ધ છું. એથી સમ્યગ્દષ્ટિને એમ હોતું નથી કે શુભ ને અશુભ બન્ને સરખા છે માટે અશુભ ભલે આવે ? સમ્યગ્દષ્ટિ અશુભથી છૂટવા વાંચન, શ્રવણ, વિચાર ભક્તિ આદિ કરે છે. પ્રયત્નથી પણ અશુભ છોડી શુભ કરો એમ શાસ્ત્રમાં ઉપદેશ આવે છે. શુભ ને અશુભ પરમાર્થ સરખા છે તોપણ પોતાની ભૂમિકા પ્રમાણે અશુભ કરતાં શુભમાં રહેવાનો વિવેક હોય છે અને તેવો વિકલ્પ પણ આવે છે. ૫૪૦. * અહો ! અનંતકાળમાં આ વાત અમે સાંભળી નથી-એમ પ્રસન્ન ચિત્તથી જ્ઞાનસ્વભાવની વાત અંદરથી સાંભળે, રુચિની ગુલાંટ મારીને સાંભળે તેને ભવિષ્યમાં મુક્તિ થવાની જ છે. અહો ! એને પક્ષ પાકો થઈ ગયો એ ફરશે જ નહિ. તે જરૂર મોક્ષમાં જાય છે. એને તો આ કાળ ને આ યોગ જ વિશેષ ભાસે છે. ૫૪૧. * શ્રોતાઃ- ધર્મ કરવામાં આટલી બધી મહેનત કરવી પડતી હશે ? પૂજ્ય ગુરુદેવઃ- આમાં મહેનત કર્યાં છે? આ તો સમજણને ફેરવવાની વાત છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શ્રતા:- પણ આમાં વિચારની મહેનત કરવી પડે ને? પૂજ્ય ગુરુદેવઃ- ઈ મહેનત કયાં છે? ઈ તો જ્ઞાનની પર્યાય છે, એમાં મહેનત નથી. ૫૪૨. * શ્રોતા – બે નયોને જાણવાનું કહ્યું છે ને? પૂજ્ય ગુરુદેવ - જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જાણવા માટે તો બધા નયો કહ્યા છે, પણ ધર્મરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે તો એકરૂપ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્ય સામાન્યદ્રવ્ય છે તે જ આશ્રય કરવાયોગ્ય છે. જાણવાના વિષયમાં આદરવાપણું માની લેતાં દૃષ્ટિની વિપરીતતા થાય છે. ૫૪૩. * શ્રોતા - આત્માને ઓળખ્યો ન હોય ને શુભરાગને ઝેર કહેવાથી સ્વછંદી ન થઈ જાય ? પૂજ્ય ગુરુદેવ - અજ્ઞાની સ્વચ્છંદી જ છે, મિથ્યાત્વ છે તે જ મોટું પાપ ને સ્વચ્છેદ છે. શુભરાગને ઝેર કહીને શુભરાગની રુચિ છોડાવવી છે. શુભરાગ પહેલાં છૂટતો નથી, શુભની રુચિ પહેલાં છૂટે છે. શુભરાગને ઝેર કહીને તેની રુચિ છોડાવવી છે. પ૪૪. * કેવળજ્ઞાન પૂરું જાણે છે, દ્રવ્યને જાણે છે, પૂર્ણ શુદ્ધ પર્યાય છે તેને પણ જાણે છે છતાં પર્યાય ઉપાદેય નથી, ત્રિકાળી દ્રવ્ય જ એક ઉપાદેય છે. કેવળજ્ઞાન સાધકને તો છે નહિ અને તેનું લક્ષ કરવા જતાં રાગ થાય છે. ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરતાં રાગ તૂટી નિર્વિકલ્પતા થાય છે. તેથી તે જ એક ઉપાદેય છે. આમ છતાં મોક્ષપર્યાય પરમ હિતકર છે, સંવર-નિર્જરા પર્યાય ઉપાદેય છે-તેમ કહ્યું છે તે પ્રગટ કરવા લાયક છે એ અપેક્ષાથી કહ્યું છે. આશ્રય તરીકે આદર કરવા માટે તો ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય એક જ ઉપાદેય છે ને બીજું બધું હેય છે. ૫૪૫. * શ્રોતા - પર્યાયને નહિ માનવાથી તો એકાન્ત થઈ જાય છે? પૂજ્ય ગુરુદેવઃ- “પર્યાય નથી જ' એમ નથી. શ્રદ્ધા કરે છે, જાણે છે, સ્થિરતા કરે છે એ પર્યાય જ છે, પણ પર્યાયનો આશ્રય કરવો તે વિપરીતતા છે. ચૈતન્યસામાન્યનો આશ્રય કરવા માટે પર્યાયને ગૌણ કરીને નિષેધ કરવામાં આવે છે પણ તેથી પર્યાય પર્યાયરૂપે સર્વથા છે જ નહીં એમ નથી. ૫૪૬. * એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે? એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે એનો તને ઘા લાગે છે કાંઈ ? ૫૪૭. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૩૧ * આત્મા તો મહાપરમેશ્વર પદાર્થ છે. અનંતા કેવળીને પોતાના પેટમાં ગળી જાય એવો મહાન છે. પ્રગટમાં ભલે થોડું હોય પણ અપ્રગટમાં મહાન શક્તિ પડી છે. પ્રગટ નથી એટલે એને આટલી મહાન શક્તિ છે એમ બેસતું નથી. ૫૪૮. * ભગવાન આત્મા એક-એક રજકણના લેબાસ વિનાનો અને રાગના લેબાસ વગરનો છે, એવી દષ્ટિ વિના ખરેખર (સાદું જીવન હોય તોપણ) સાદું જીવન નથી. ૫૪૯. * શ્રોતા - અકર્તા છું ત્યાં (એવો વિકલ્પ છે ત્યાં) એણે થોડું તો આલંબન લીધું છે ને? જોઈએ તેટલું નથી લીધું... પૂજ્ય ગુરુદેવ - આલંબન લીધું જ નથી. જરીએ આલંબન લીધું નથી. ઈ તો ધારણાથી પર્યાયમાં બેઠો વાતો કરે છે. અકર્તા સ્વભાવને અવલંખ્યા વિના પર્યાયમાં ઊભા રહીને આલંબન થતું નથી. શ્રોતા - એને કાંઈક તો લક્ષમાં આવ્યું છે ને? પૂજ્ય ગુરુદેવઃ- ના, ઈ તો ધારણામાં ઊભો ઊભો વાતો કરે છે. એમ તો ૧૧ અંગવાળા દ્રવ્યલિંગીએ પણ એવી ધારણા કરી હતી. પ૫૦. * પૃથક વસ્તુને પૃથક કરવાની તારી તાકાત નથી તો તું નપુંસક છો. પૃથક તો છે જ પરંતુ પૃથક માન્યું નથી. માટે પૃથક માનવામાં વીર્ય જોઈએ છે. પ૫૧. * તારા ભાવ સિવાય, ભાઈ ! બીજે કયાંય તને મીઠાશ રહી ગઈ તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહિ આવવા દે. ચૈતન્યની મીઠાશમાં પરની મીઠાસ તને વિના કરશે. પપર. * ભગવાન ઐસા કહતે હૈં કિ ભીખ માંગનેકી તેરી તાકાત નહીં, તેરા સ્વભાવ નહીં. ભગવાન ઐસા કહેવે ઔર તુઝે ઓ જચે ભી નહીં તો તુને ભગવાનકો માના નહીં. પપ૩. * પોતાના ભગવાન સાથે જીવે તકરાર માંડી છે અને સુખને માટે બીજે બીજે ભટકયા કરે છે. ૫૫૪. *ઈ નજર કરે કે પરના કાર્ય મારા નહીં, ત્યાં દુઃખ હળવું થઈ જાય છે. પ૫૫. * આટલું આમ કરું ને આમ કરું ને આટલું વાંચુ ને! કરું ને! એમ જેની દષ્ટિ પડી છે તેને પરમાત્મા હુય વર્તે છે. પપ૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨]. [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર * જ્ઞાનનો સ્વભાવ જગતના પદાર્થોને જાણવાનો છે તેને બદલે તેને કરવામૂકવાનું માને તો અનંતા કષાયખાના માંડવા જેવું મહાન પાપ છે. શેયો છે તેને રચવા જાય તો મોટો ખૂની મહા પાપી કષાયી છે. પપ૭. * એને રાગનું ને નિમિત્તનું માહાત્મ આવ્યું છે ને કાં તો એક સમયની પ્રગટ પર્યાયનું માહાભ્ય આવ્યું છે પણ વસ્તુ આખી અંદર પડી છે એનું માહાભ્ય આવતું નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને! કે જગતને સૃષ્ટિનો ગુપ્ત ચમત્કાર ભાસતો નથી એટલે કે અંદરમાં આખી શક્તિ પડી છે તે ભાસતી નથી. ૫૫૮. * શરીરને બાદ કરો, પુણ્ય-પાપને બાદ કરો, અલ્પજ્ઞતાને બાદ કરો, તો બાદ કરતાં કરતાં જે બાકી રહી જાય તે આખો આત્મા છે પ૫૯. * સૌના પરિણામની જવાબદારી સૌના માથે છે. પ૬). * ગુરુ કહે છે કે તારામાં તું સમા, ગુરુની પ્રથમ આ આજ્ઞા છે. પ્રથમ દૃષ્ટિ વીતરાગ, જ્ઞાન વીતરાગ, સ્થિરતા વીતરાગ. ત્રણકાળના તીર્થકરોનો આ હુકમ છે. પ૬૧. * નયપક્ષનો અર્થ જ વિકલ્પની મમતા છે, અભિનિવેષ છે, ત્યાં પકડાઈ ગયો છે, પર્યાયના લક્ષમાં ઉભો છે ઈ રાગમાં પકડાઈ ગયો છે. પ૬ર. * આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ જ વસ્તુ છે તેમાં રાગ જે અજ્ઞાનસ્વરૂપ છે તે કરવાનું આવતું જ નથી, પણ જ્ઞાનસ્વરૂપમાં કરવાનું જ આવે છે. જ્ઞાનસ્વરૂપમાં ઠરવું એ જ પ્રત્યાખ્યાન છે. આ જ્ઞાનસ્વરૂપમાં ઠરવાની જેને ખબર નથી તેને કઈ ભૂમિકામાં કેટલો રાગ આવે છે તેની ખબર જ હોતી નથી. પ૬૩. * પ્રભુ! આપ એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણને ત્રણલોક સંબંધી જાણો છો એ આપની સર્વજ્ઞતાનું ચિહ્ન છે. નાનામાં નાનો કાળ એક સમય અને તેમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણ સ્વરૂપ એવા અનંતા પદાર્થો તેને આપ એક સમયમાં જાણો એ જ આપની સર્વજ્ઞતાનું ચિહ્ન છે. અનંતા પદાર્થોના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રણ ભાગ છે એવી આપની વાણી સર્વજ્ઞતાનું ચિહ્ન છે. એક સમયના બે ભાગ ન થાય પણ એક સમયમાં ત્રણલોકના અનંત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રણ ભાગ તેને સર્વજ્ઞ એક સમયમાં જાણી લે. કાળ નાની વસ્તુ મોટી ! ને તે એક એક સમયમાં ત્રણ ત્રણ ભાગવાળી ને એવા અનંતા પદાર્થો તેને એક સમયમાં જાણી લે અને એ સહિત ભૂતકાળના ને ભવિષ્યકાળના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળા અનંતા પદાર્થો તેને સર્વજ્ઞ એક સમયમાં જાણી લે આહાહા ! પ૬૪. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૩૩ * ગ્રાહક એવી જ્ઞાનની પર્યાય પરશેય તરફથી છૂટીને સ્વય એવા નિજ ચૈતન્યતત્ત્વને ગ્રાહ્ય બનાવે છે ત્યારે પોતાની ચૈતન્યશક્તિનું અસંગપણું અનુભવવામાં આવતાં ઇન્દ્રિયના વિષયોથી સર્વથા ભિન્નપણું પ્રગટ થાય છે, તે જ ઇન્દ્રિયના વિષયનું જીતવું છે. પ૬૫. * માત્ર સંસાર અશરણ ને અનિત્ય છે તેમ માને પણ અંદર ચૈતન્ય ભગવાન અતીન્દ્રિય આનંદ ને પૂરણ શાંતિથી ભરેલો છે તેમ દષ્ટિ કરતો નથી તેને ચૈતન્યની સમીપતા થતી નથી. ખરેખર તો ચૈતન્યની મહિમા પૂર્વક વિભાવોનો મહિમા છૂટી જાય છે. અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ શુભાશુભ રાગથી વિરક્ત થઈ જાય છે. ચૈતન્યની સમીપતા ને શુભાશુભ રાગની વિરક્તી બન્ને એક સાથે થાય છે. પ૬૬. * જડ-ઇન્દ્રિય, ભાવ-ઇન્દ્રિય તથા તેના વિષયોથી ભિન્ન એક અખંડ જ્ઞાયકને અનુભવવો તેનું નામ પરમાત્માની નિશ્ચયસ્તુતિ છે. અરિહંત પરમાત્માના શરીર દિવ્યવાણી આદિ પુણ્યપ્રકૃતિનું ચિંતવન કે ગુણગાન કરવાથી અરિહંતદેવની નિશ્ચયસ્તુતિ થતી નથી. પરંતુ જેવો નિજ પરમાત્મા છે તેનો તેવો વાસ્તવિક સ્વીકાર કરવો તેનું નામ ઇન્દ્રિયોનું જીતવું છે, તે જ પરમાત્માની સાચી સ્તુતિ છે. પ૬૭. * રાગ હોવા છતાં જ્ઞાનની પર્યાય રાગની સન્મુખતાથી ખસીને અંદર જ્ઞાયક સન્મુખ ઢળે એટલે બસ! પર્યાયે ત્રિકાળીનો સ્વીકાર કર્યો. પહેલાં પર્યાય પર્યાયનો સ્વીકાર કરતી હતી ત્યાં સુધી મિથ્યાદષ્ટિ હતો ને પર્યાયે દ્રવ્યનો સ્વીકાર કર્યો એટલે સમ્યગ્દષ્ટિ થયો. આ તો અંદરથી આવેલી વસ્તુ છે. દુનિયા ગમે તેમ કહે પણ વસ્તુ છે તે ફરે તેમ નથી. વસ્તુ તો વસ્તુરૂપે જ રહેશે. પ૬૮. * આત્મ-જિજ્ઞાસુ જીવ પ્રશ્ન કરે છે કે હે પ્રભો! આપે જે અબદ્ધ-અસ્કૃષ્ટ આદિ ભાવવાળો આત્મા કહ્યો તેનો અનુભવ કેમ થઈ શકે? કારણ કે અમને તો બદ્ધ-સ્પષ્ટત, અન્યત્વ, અનિયત્વ, વિશેષત્વ તથા સંયુક્તત્વ એવા ભાવરૂપે જ આત્મા દેખાય છે. ત્યારે આચાર્યદવ કહે છે કે બદ્ધસ્કૃષ્ટાદિ ભાવો ઉપર ઉપર તરતા ભાવો છે, સ્વભાવમાં પ્રવેશ પામતા નથી, વિનાશી છે, તેથી અભૂતાર્થ છે, તે ભાવો પર્યાયમાં જ છે, ત્રિકાળીમાં તેઓ નથી, તેઓ કાયમી નથી, તેથી અસત્યાર્થ હોવાથી ભૂતાર્થ સ્વભાવના આશ્રયે અબદ્ધ-અસ્પષ્ટતાદિ ભાવસ્વરૂપ આત્માની અનુભૂતિ જરૂર થઈ શકે છે. પ૬૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જેમ આંખ ૫૨માં કરવા-વૈદવાની કોઈપણ ક્રિયા કરતું નથી, માત્ર પરમાં જે કોઈ ક્રિયા થાય છે તેને જાણે છે; તેમ જ્ઞાન પણ ૫૨ ચીજનું કાંઈ કરતું નથી કે ભોગવતું નથી, જ્ઞાતા-દષ્ટાપણે જગતને શૈયપણે જાણે જ છે. જડને કા૨ણે જડની અવસ્થા થાય છે અને તે અવસ્થાનું વેદન જડમાં થાય છે, આત્મા જડની તે અવસ્થાને કરતો નથી કે જડની તે અવસ્થાને ભોગવતો નથી. ૫૭૦. * ભગવાન ને ભગવાનની વાણી, શાસ્ત્ર આદિ ભાવેન્દ્રિય દ્વારા ગ્રહવામાં આવતા ઇન્દ્રિયના વિષયો છે, જણાવાયોગ્ય પજ્ઞેયો છે. ભગવાનની વાણીથી કે શાસ્ત્રથી અર્થાત્ ઇન્દ્રિયના વિષયોથી મને લાભ થશે એવી માન્યતા જ મિથ્યા છે. ઇન્દ્રિયના વિષયથી લાભ થશે એમ માનનાર ૫૨જ્ઞેયને તથા જ્ઞાયકને એકરૂપ માને છે. ગ્રાહ્ય-ગ્રાહકલક્ષણ-સંબંધની નિકટતાને લીધે જાણે તેઓ પરસ્પર એકમેક થઈ ગયેલાં હોય એમ દેખાવાથી, ૫૨શેયોનું તથા રાગનું જ્ઞાન થતાં તેના લીધે જ્ઞાન થયું એવી એકતાબુદ્ધિ અજ્ઞાનીને વર્તે છે. જે કોઈ ઇન્દ્રિયના વિષયો છે તથા રાગાદિ છે તે સઘળાય જણાવા લાયક પરશેયો છે-ગ્રાહ્ય છે ને તેને જાણતી જ્ઞાનની પર્યાય તે ગ્રાહક છે, તે બન્ને સર્વથા ભિન્ન છે. પરંતુ જ્યાં સુધી ગ્રાહક એવી જ્ઞાનની પર્યાય ૫૨જ્ઞેયોને જ ગ્રાહ્ય બનાવે છે ત્યાં સુધી અજ્ઞાનીને તે બે વચ્ચે પરસ્પર એકપણું અનુભવાય છે. ૫૭૧. * પ્રવચનસારમાં ૪૬ તથા ૪૭મી નયમાં એમ કહ્યું છે કે માટીને ઘડો આદિ વાસણની અવસ્થાથી જોવી તે અશુદ્ધનય છે; અને માટીને માટીરૂપ જોવી તે શુદ્ધનય છે. તેમ દ્રવ્યને બંધ-મોક્ષથી જોવું તે અશુદ્ધનય છે અને બંધ-મોક્ષ રહિત એકલા દ્રવ્યને જોવું તે શુદ્ધનય છે. કેમ કે વસ્તુમાં બંધ-મોક્ષ છે જ નહીં, અને તે જ સમ્યગ્દર્શનનો વિષય છે અને તે જ ભૃતાર્થ છે. ૫૭૨. * ભગવાન નિજ જ્ઞાયક પ્રભુ જે સ્વતઃસિદ્ધ છે તે તો સુગમ જ હોય ને? તેને પ્રાપ્ત કરવામાં ફક્ત દૃષ્ટિનો પલટો થવો જોઈએ. જેને રાગની રુચિ છે તેને આખા સંસારની રુચિ છે. રાગનો કર્તા થયો તેણે ‘આખી દુનિયાનો કર્તા છું' –એમ માન્યું. અહા! તે માન્યતા પરસંગનો આશ્રય કરવાથી થઈ છે. પરસંગનો આશ્રય છોડી પોતે પોતાના અસંગ સ્વરૂપે સ્વતંત્રપણે છૂટો રહી શકે છે. આત્મા અસંગ ચીજ છે તેનો સંગ કરવો; રાગાદિ તો પોતાની મૂળ ચીજમાં છે જ નહિ, માટે તેનો આશ્રય છોડવો. પોતાના અસંગ સ્વભાવને પામવો તેમાં દુષ્કરતા શી? તે તો સુગમ જ હોય ને? ૫૭૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] * હમણાં તો મોટર-ટ્રેઈન-પ્લેન આદિના અકસ્માતથી કેટલાય માણસો મરી ગયાનું સંભળાય છે. આંખ ખૂલે ને સ્વપ્ન ચાલ્યું જાય તેમ દેહ અને ભવ ક્ષણમાં ચાલ્યો જાય છે. હાર્ટફેઈલ થતાં ક્ષણમાં નાની-નાની ઉંમરમાં ચાલ્યા જાય છે. અરે! આ સં. સા. ૨! નરકમાં અનાજનો દાણો ન મળે, પાણીનો બિંદુ ન મળે ને પ્રતિકૂળતાનો પાર નહિ એવી સ્થિતિમાં અનંતવાર ગયો પણ ત્યાંથી નીકળ્યો ત્યાં બધું ભૂલી ગયો. એનો જરા વિચાર કરે તો એ બધા દુઃખથી છૂટવાનો રસ્તો શોધે. અહા ! આવો માનવભવ મળ્યો છે અને આવું સત્ય સમજવાનો જોગ મળ્યો છે એમાં પોતાના આત્માનું હિત કરી લેવા જેવું છે. પ૭૪. * કર્મથી તો વિકાર થાય નહીં પણ વિકાર પોતાની યોગ્યતાથી થાય એ યોગ્યતામાં પણ આત્મા વ્યાપતો નથી. જે કારણરૂપ ભગવાન, જેમાંથી કેવળજ્ઞાન આદિ પર્યાયો થાય છે, તેનું વિકારમાં વ્યાપવું અશકય જ છે. પ૭૫. * આત્માને માટે કાંઈક એની પાછળ પડવું જોઈએ. આનું રટણ કરવું જોઈએ. જાગતાં, ઊંઘતા એનો પ્રયત્ન જોઈએ. એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ. અંદરમાં પરમેશ્વર કેટલો મહાન છે! એને જોવાનું કુતૂહલ જાગે તો જોયા વિના ચેન ન પડે. પ૭૬. * આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય (આત્મા) અન્ય દ્રવ્યનિમિત્તે થતા વિકારપણે વ્યાપ્ત ન થાય એવો તેનો સ્વભાવ છે, આત્મદ્રવ્યનો સ્વભાવ જ જ્ઞાતા હોવાથી વિભાવના વિકલ્પથી વ્યાપ્ત થતો નથી. પ૭૭. * ત્રિકાળી ધૃવસ્વભાવ સાર છે, તેના આશ્રયે ધર્મ થાય છે, તેની દૃષ્ટિ કરવાથી ધર્મ થાય છે. એ સિવાય બધું થોથા-વ્યર્થ છે. ન્યાયના ગ્રંથમાં ધર્મી ને ધર્મ બે ભિન્ન છે એમ કહ્યું છે, બન્ને નિરપેક્ષ છે, સત્ છે. અહીં કહે છે કે સમસ્ત નાશવાન ભાવોથી ધર્મી દૂર છે. સંવર અધિકારમાં કહ્યું છે કે વિકારના પ્રદેશ ભિન્ન છે. ચિવિલાસમાં કહ્યું છે કે પર્યાયનું ક્ષેત્ર ને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. પ૭૮. * જિનસ્વરૂપી ભગવાન આત્મા વીતરાગમૂર્તિ અંદર છે. બધા જીવો જિનસ્વરૂપે અંદર છે, પર્યાયમાં ફેર છે પણ વસ્તુમાં ફેર નથી. રાગની એકતા તોડીને જિનસ્વરૂપને જે દૃષ્ટિમાં લ્ય ને અનુભવે તે અંતરના જૈન છે, વેશમાં જૈનપણું નથી. બહારમાં કપડાં કાઢીને નગ્ન થઈને બેઠા માટે તે જૈનપણું છે કે પંચમહાવ્રત પાળે છે માટે તે જૈનપણું છે એમ નથી. જૈનપણું તો પરમાત્મા એને કહે છે કે વસ્તુ પોતે જિનસ્વરૂપે છે, વીતરાગમૂર્તિ અખંડાનંદનો નાથ પ્રભુ છે એની જેને દષ્ટિ થઈ અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] દ્રવ્યદષ્ટિ જિનેશ્વર રાગની-વિકલ્પની દષ્ટિ છૂટી ગઈ એને જૈન કહે છે. જિનને જાણે તે જૈન છે, જિન એટલે પોતે આત્મા. ૫૭૯. * અહા! સ્વને ભૂલીને જ્યાં પરમાં નિજ-પરનો ભેદ પડયો, મારા ને તારાનો ભાગ પડયો ત્યાં મિથ્યાત્વનો રાગ-દ્વેષ થાય છે. અને તેવી રીતે હું ભલો ને બીજા બધા ખરાબ એમ માનતા પણ મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. ભાઈ! તને ભ્રમણા થઈ છે. હું જ્ઞાન ને તે જ્ઞેય-એમ માનને ભાઈ! ૫૨૫દાર્થ ચાહે તો દેવશાસ્ત્ર-ગુરુ હો, પંચપરમેષ્ઠિ હો, નિગોદ હો કે શત્રુ હો-બધા આત્માના જ્ઞાનના શૈય છે. પણ આ ઠીક કે આ અઠીક એવું વસ્તુમાં નથી. તેમ જ અહીં સમ્યગ્નાનમાં પણ નથી. છતાં તેં પરિણામમાં ઠીક-અઠીક માની રાગ-દ્વેષ ઊભા કર્યાં છે. ૫૮૦. * (ગુરુદેવ ૫૨મ વાત્સલ્યભરી પ્રેરણાથી કહે છે કે) હૈ ભાઈ! અત્યારે આત્મજ્ઞાન માટેનો આ અવસર છે. તું આ વાત લક્ષમાં તો લે. માંડ આવા ટાણાં મળ્યા છે તેમાં કરવાનું તો આ એક જ છે. અંદરમાં જરા ધીરો થઈ, બહારના કાર્યોનો રસ છોડી, વિચાર કર તો તને જણાશે કે આત્માનો સ્વભાવ અને રાગ બન્ને એક થઈને રહેવા યોગ્ય નથી પણ જુદા પડવા યોગ્ય છે. ભાઈ ! સમય સમય કરતાં કાળ તો ચાલ્યો જ જાય છે, તેમાં જો તું સ્વભાવ સન્મુખ ન થયો તો તેં શું કર્યું? ગમે તેટલા પ્રયત્ન વડે પણ વિકારથી ભિન્ન ચૈતન્યનો અનુભવ કરવો-તે જ કરવાનું છે. ૫૮૧. * તીર્થંકર ૫૨માત્મા કહે છે કે અમારી સામે જોતાં-અમારું લક્ષ કરતાં તને રાગ થશે, તે રાગ દુઃખરૂપ છે, તેનું ફળ પણ દુઃખરૂપ છે, એક માત્ર અનાકુળ આનંદનો પિંડ નિજ ચૈતન્યસ્વભાવ છે, તેની દષ્ટિ કરતાં તેનો અનુભવ કરતાં તને આનંદ થશે. માટે તેનો જ અનુભવ કરો. ૫૮૨. * પરિણામદષ્ટિથી દેખો તો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અનેકાકાર આત્મા છે ખરો. ખરેખર મોક્ષમાર્ગરૂપ પરિણતિ તે આત્માની જ છે, અન્ય નથી, તોપણ વસ્તુસ્વભાવથી દેખતાં આત્મા એકસ્વરૂપ હોવાથી તેને ત્રણરૂપે પરિણમતો કહેવો તે વ્યવહાર છે. ૫૮૩. * ભાઈ ! તું સતની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, તારી મતિ સવળી થઈને આત્મામાં પરિણમી જશે. સત્તા સંસ્કાર ઊંડા નાખ્યા હશે ને આ ભવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં સત્ પ્રગટશે. સાતમી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૩૭ નરકના નારકીને વેદનાનો પાર નથી પણ અંદરમાંથી પૂર્વસંસ્કાર જાગૃત થતાં સમ્યગ્દર્શન પામી જાય છે. માટે સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ, ભાઈ ઊંડાણથી સના સંસ્કાર નાખ! ઉપર ઉપરથી તો સંસ્કાર અનેકવાર નાખ્યા પણ ઊંડાણથી એકવાર યથાર્થ સંસ્કાર નાખ તો બીજી ગતિમાં પણ સમ્યગ્દર્શન પ્રગટ થશે. પ૮૪. * દયા, દાન આદિ ભાવોમાં જે રાગ મંદ કર્યો છે તે પુણ્ય છે, દુઃખ છે. તે ભાવમાં સમ્યગ્દષ્ટિને, તેનું સ્વામિત્વ નહીં હોવાથી, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને મિથ્યાદષ્ટિને, રાગનું સ્વામિત્વ હોવાથી, પાપનુબંધી પુણ્ય બંધાય છે. જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે શુભ રાગ પણ દુઃખ છે, સુખસ્વરૂપ તથા સુખનું કારણ તો ભગવાન જ્ઞાયક આત્મા છે, અંદર ભગવાન આત્માની જે આનંદદશા છે તે રાગનું કાર્ય પણ નથી. “આત્મખ્યાતિ” ટીકાના પરિશિષ્ટમાં એક “અકાર્યકારણત્વશક્તિ” કહી છે. તે શક્તિનો ધ્વનિ ૭રમી ગાથાની ટીકામાં રહેલો છે. રાગની દિશા, ભલે તીર્થકરનામકર્મનો શુભ રાગ હો પણ, પર તરફ છે અને વીતરાગભાવની દિશા સ્વ તરફ છે. મોક્ષપાહુડની ૧૬મી ગાથામાં કહ્યું છે કે- “પરવાનો ટુ' પરાશ્રય ભાવથી, ભલે તે શુભભાવ હો, દુર્ગતિ થાય છે. પરમાર્થદષ્ટિએ તો દેવાદિ ચારે ય દુર્ગતિ છે, માત્ર જ્ઞાયકભાવરૂપ પરિણમન તે એક જ સુગતિ છે. અહા! ગજબ વાત છે ને! શ્રી કુંદકુંદાચાર્ય અને ભગવાન પણ એમ કહે છે કે અમે તમારી અપેક્ષાએ પદ્રવ્ય છીએ. અમારા તરફ પણ તમારું લક્ષ જશે, અભિપ્રાયનું વજન જશે તો તમારા ચૈતન્યની દુર્ગતિ-વિભાવ પરિણમન થશે. અરેરે! લોકોને મૂળ તત્ત્વની તો ખબર જ નથી. “સલ્વાસો સુપડું' – પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ નિજ ભગવાન આત્માનું યથાર્થ લક્ષ કરીને જે અનુભૂતિ થઈ તે ચૈતન્યની સુગતિ છે, તેનું ફળ સુગતિ એટલે કે સિદ્ધદશા છે. સિદ્ધદશા સુગતિ છે ને ચાર ગતિ છે તે દુર્ગતિ છે. ૫૮૫. * મિથ્યાદષ્ટિ જીવ, વિકારનો કર્તા પુદગલકર્મ આદિ નિમિત્ત છે તેમ માને છે. તેને કહે છે કે વિકારનો કર્તા પુદ્ગલકર્મ નથી પણ અજ્ઞાની જીવ પોતે જ વિકારનો કર્તા છે. બીજી બાજુ કહે કે સમ્યગ્દષ્ટિ જીવ વિકારનો કર્તા નથી પણ પુદ્ગલકર્મ તેનો કર્તા છે. ત્યાં સમ્યગ્દષ્ટિ વિકારનો સ્વામી ન હોવાથી અને વિકાર યુગલના લક્ષે થતો હોવાથી પુલકર્મને તેનો કર્તા કહ્યું છે. વળી એમ પણ કહે છે કે સમ્યગ્દષ્ટિ વિકારનો કર્તા પણ છે ત્યાં વિકારનું પરિણમન છે તે પોતાનું છે એથી પર્યાયના દોષનું જ્ઞાન કરાવવા કહ્યું છે. વળી કોઈ શાસ્ત્રમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એમ પણ આવે છે કે વિકાર તે જીવનું એકલાનું કાર્ય નથી પણ જીવ અને કર્મ બન્ને ભેગા મળીને વિકાર થયો છે, જેમ પુત્રની ઉત્પત્તિ એ માતા-પિતા બન્નેનું કાર્ય છે. ત્યાં એમ કહેવું છે કે વિકાર જીવનો છે પણ કર્મના લક્ષે થયો છે-એમ ઉપાદાનનિમિત્તનું પ્રમાણજ્ઞાન કરાવવાનું કથન છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તેમ સમજવું જોઈએ. પ૮૬. * ધૂળને જોવી હવે રહેવા દ્યો! જોનારને જુઓ! જોનારને જોવો એ વસ્તુસ્વરૂપ છે માટે જોનારને જોવો. ૫૮૭. * અરે ! દષ્ટિના પંથને નિર્મળ ન કરે અને આવો આત્મા ન તારવે ત્યાં સુધી એનું કલ્યાણ થાય તેમ નથી. ૫૮૮. * પહેલું સ્વજ્ઞાન ચૈતન્યમૂર્તિને શેય કરીને કરો, બીજું બધું જ્ઞાન તેમાં આવી જાય છે. પ૮૯. * ..... આ તો કેવળી પાસેથી આવેલા સંસ્કારો છે. અમે તો પૂર્વભવના જૂના દિગંબર છીએ. ૫૯૦. * સૂર્યનો પ્રકાશ ને અંધારું એ બે વસ્તુ તદ્દન જુદા છે તેમ સહજાત્મસ્વરૂપ એકલો જ્ઞાનસ્વભાવ છે, સૂર્ય સમાન છે ને દયા-દાન આદિ વિકલ્પો તે અંધકાર સમાન છે, તેને જ્ઞાનસૂર્યથી તદ્ન જુદાઈ છે. સહુજાત્મસ્વરૂપ એટલે જે સ્વાભાવિક છે, અણકરાયેલ છે, અકૃત્રિમ છે એવા સ્વભાવને અને રાગને એકતા ત્રણકાળમાં નથી. શું થાય! કેવળીઓના વિરવું પડયા, અવધિજ્ઞાની પણ કોઈ રહ્યા નહિ, જગતને ચમત્કાર લાગે તેવું કાંઈ રહ્યું નહિ. સત્યને સ્વીકારવું જગતને કઠણ પડે છે, આવું પરમ સત્ય સ્વીકારનાર પણ મહાભાગ્યશાળી છે. ૫૯૧. * ચોમાસામાં આ લીલફૂગના ગોદડાં (–થર) દેખીએ છીએ ત્યાં એમ થાય છે કે અરે! આ લીલફૂગની એક ઝીણી કટકીમાં અસંખ્ય શરીરો છે અને એક શરીરમાં અનંતા જીવો છે, એના અનંતમાં ભાગે જીવ બહાર નીકળી મોક્ષ જાય છે. બે ઇન્દ્રિય, ત્રે ઇન્દ્રિય ચૌ ઇન્દ્રિય અને પંચેન્દ્રિય મનુષ્ય, ઢોર, નારકી ને દેવ એ ચાર ગતિના જીવો તો માત્ર અસંખ્યાતા જ છે. તેના કરતાં અનંતા જીવો નિગોદની એક કટકીમાં છે. અરેરે ! એ જીવો કયારે નિગોદમાંથી બહાર નીકળે ? અને કયારે મનુષ્ય થાય? અને ક્યારે આ સનું શ્રવણ કરે ! ભાઈ ! આ મનુષ્યભવ ને દુર્લભ સસમાગમ મળ્યો છે તો તારા આત્માને ચારગતિના દુઃખથી છોડાવી લે. પ૯૨. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૩૯ * બાળકો! જુઓ ભાઈ ! હું તમને બાળક માનતો નથી, ભગવાન સ્વરૂપ માનું છું. આત્મા તો ભગવાન સ્વરૂપ છે, બાળક આદિ તો શરીરની અવસ્થા છે ને રાગ થાય છે તે ક્ષણિક વિકારી અવસ્થા છે, તેની પાછળ શક્તિમાં ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપે બિરાજે છે. અંદરમાં પૂર્ણાનંદનો નાથ ભગવાન સ્વરૂપે બિરાજે છે. તેનું ધ્યાન કરતાં પર્યાયમાં ભગવાન પ્રગટ થાય છે. પ્રાપ્યની પ્રાપ્તિ હોય છે. આવા ચૈતન્ય ભગવાનનું સ્વરૂપ સાંભળતાં સાંભળતાં એની રુચિમાં સના સંસ્કાર પડતા જાય છે ને પછી તે સંસ્કાર વધતાં વધતાં બહાર આવશે. જેમ માટીના કોરા ઘડામાં પાણીના ટીપાં પડે છે તે પહેલાં દેખાય નહિ પણ વધુ પડતાં પડતાં ઘડામાં પાણી બહાર દેખાય છે તેમ. ૫૯૩. (બાળકો પ્રતિ પૂજ્ય ગુરુદેવશ્રીનાં ઉગારો ) * આહાહા! પર્યાયદષ્ટિવાળો કયાં જશે? સંયોગમાંથી તેને છૂટવું ગમતું નથી તેથી કીડી, કાગડા, કંથવા, નરકાદિ ગતિઓના સંયોગમાં ચાલ્યો જશે. સ્વભાવદષ્ટિવાળાને સંયોગ રચતો નથી તેથી સર્વ સંગથી છૂટીને મુક્ત થઈ જશે. ૫૯૪. * આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિન કરવા સમર્થ નથી. ગમે તેવા આકરાં પ્રસંગો આવી પડે, દીકરો મરી જાય, દીકરી રોડ, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, ક્ષુધા-તૃષાની આકરી વેદના હોય કે સિંહ વાઘે ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરા પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટી જીભથી કોટી વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહિ એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી ધે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે. પ૯૫. * એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય. પદ્રવ્યની સામે જોતાં રાગ જ થાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦] [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વરી પોતાના દ્રવ્યમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ પાડીને જોતાં કે ગુણ-ગુણીના ભેદ પાડીને જોતાં રાગ જ થાય, વીતરાગતા ન થાય. પંચમ પરમપારિણામિકભાવનો આશ્રય કરવાથી જ ધર્મ-વીતરાગતા થાય-એ ઉપરના ચાર બોલનો સાર છે; આ જૈનદર્શનનો મૂળ સિદ્ધાંત છે. આહાહા! આ વાત ભગવાનના ઘરની ને ભગવાન થવાની છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એ વાત બેસે નહિ ત્યાં સુધી કર્તાબુદ્ધિ છૂટે નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ ને સ્પર્શ નહિ, એ બીજા દ્રવ્યનું કરે શું? આ વાતો દાંડી પીટીને સિંહનાદથી કહેવાય છે. વીતરાગ સર્વજ્ઞના ઘરની આ વાત દિવ્યધ્વનિમાં આવેલી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું કે સ્પર્શતું નથી. આ મહા સિદ્ધાંત સમયસારની ગાથા ૩માં કહ્યો છે. દ્રવ્યની સ્વતંત્રતાનો આ ઓછો પોકાર છે? કુંભાર માટીને અડતો કે સ્પર્શતો જ નથી તો ઘડાને કરે શું? માટી જ સ્વયં કર્તા થઈને ઘડાને કરે છે. આ તો ભગવાને કહેલી, અંતરમાંથી આવેલી વાત છે. પ૯૬. * કાં તો ઈ થાય એના ભગવાનનો ને કાં થાય રાગનો! ત્રીજી કોઈ ચીજ એની નથી, કાં થાય રાગનો, કાં થાય વીતરાગસ્વભાવનો, ત્રીજાનો ઈ થતો જ નથી. આમ વાત છે. પ૯૭. * અપના પરમેશ્વરકા જીવકો માહાભ્ય આતા નહીં. થોડા મંદ કષાય હો જાય ઉસકા માહાભ્ય આતા હૈ, થોડા શાસ્ત્રકા જ્ઞાન હો જાય તો ઉસકો લગતા હૈ મેં બહોત જાનતા હું. થોડી ભેજવાળી શ્રદ્ધા હો જાય તો ઉસકો લગતા હૈ મેરી શ્રદ્ધા પક્કી હો ગઈ હૈ. અરે ભાઈ ! યે પરલક્ષી જ્ઞાનાદિકી કુછ મહિમા નહિ હૈ. ઉસકી મહિમા સ્વભાવકી મહિમાથી દષ્ટિકો રોકતી હૈ. પ૯૮. * આ પૈસાવાળો અને આ સારા નિરોગ શરીરવાળો એમ ન જો, પણ આ કેવળી થઈ ગયા, આ પૂરણ થઈ ગયા અને મારે પર્યાયમાં હજુ અધૂરું છે એમ જો ને! ૫૯૯. * આહા! જાતિસ્મરણજ્ઞાનમાં સામાનો પૂર્વદ જણાતો નથી, આત્મા જણાતો નથી, છતાં, નિર્ણય કરી લે કે આ આત્મા જ સંબંધમાં હતો! આટલી તો જાતિસ્મરણની તાકાત ! તો કેવળજ્ઞાનની કેટલી તાકાત હોય ! ! મતિજ્ઞાનની પર્યાય પણ આટલું નિરાલંબનપણે કામ કરે તો કેવળજ્ઞાનના નિરાલંબનપણાની શું વાત! ૬OO. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૪૧ * પરમાણુ શુદ્ધ થયા પછી પાછો અશુદ્ધ થઈ જાય છે ને જીવ શુદ્ધ થયા પછી શુદ્ધ જ રહે છે. એટલે પરમાણુ બંધ સ્વભાવી જ છે અને જીવ મોક્ષ સ્વભાવી જ છે. પરમાણુમાં શુદ્ધ થવાની યોગ્યતા છે કે જીવમાં બંધ થવાની યોગ્યતા છે. ૬૦૧. * ભાઈ ! તારા ખીસ્સામાં બધું ભર્યું છે, કાઢીને ખા એટલી જ વાર છે! તારી શક્તિમાં અનંત જ્ઞાનાદિ ભર્યા પડયા છે, કુતૂહલ કર! ૬૦૨. * અહો ! ૮૦ વર્ષની આયુવાળો ૨૦ વર્ષથી માંડી ૬0 વર્ષ સુધી તે ભવની ચિંતા કરે છે, પરંતુ ૮૦ વર્ષ પછીનો જે સમય તેની જરીયે ચિંતા ન કરે એ તે કેવી ધીઠાઈ ! ૮૦ વર્ષ પછીનો જે પહેલો સમય તે આખોય ભવ પણ એ જ આત્માનો છે. કાંઈ બીજા આત્માનો એ ભવ નથી. તડકા-છાયા વચ્ચે આંતરું નથી. તેમ બે ભવ વચ્ચે આંતરું નથી માટે બીજા ભવની તો ચિંતા કર! ૬૦૩. * જેમ અનાદિથી ઈ આત્મા વિના ચલાવે છે તેમ રાગ વિના ચલાવતાં શીખ. ૬૦૪. * માટીમય ઘડાને ઘીનો ઘડો કહેવું તે વ્યવહારકથન છે એટલે તે વ્યવહાર જૂઠો છે. કેમ કે ઘડો ઘીમય નથી પણ માટીમય છે. તેમ દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર અને એ વ્યવહાર ઘીના ઘડાના વ્યવહારની જેમ જૂઠો છે તેમ નથી. કેમ કે ઘડો ઘીમય નથી તેમ પર્યાય છે જ નહિ તેમ નથી. પર્યાય અતિરૂપ છે, પર્યાયને વ્યવહાર કહી પણ તે નથી તેમ નથી. રાગ છે તે અસદ્ભુત વ્યવહારનયનો વિષય છે અને નિર્મળ પર્યાય છે તે સદ્દભૂત વ્યવહારનયનો વિષય છે એ પર્યાયોને અભૂતાર્થ કહી છે તેથી તે પર્યાયો છે જ નહિ-ઘીના ઘડાની જેમ જૂઠી છે તેમ નથી. ક્ષાયિક આદિ ચાર ભાવોને પરદ્રવ્ય અને પરભાવ કહ્યા છે એથી એ પર્યાયો છે જ નહીં ને જૂઠી છે તેમ નથી. ઘડો કુંભારે કર્યો તેમ કહેવું તે જૂઠું છે, તેમ શુદ્ધ-અશુદ્ધ પર્યાયોને વ્યવહાર કહ્યો તેથી તે પર્યાયો જૂઠી છે તેમ નથી. જીવ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ પર્યાયો તે પર્યાયનયનો વિષય છે, તે વ્યવહારનયે ભૂતાર્થ છે, પર્યાય નથી તેમ નથી. ઘીનો ઘડો નથી તેમ વ્યવહારનયનો વિષય-પર્યાય નથી જ તેમ નથી. દ્રવ્યાર્થિકનયથી પર્યાયને અભૂતાર્થ કહી તેથી પર્યાય છે જ નહિ તેમ નથી પણ નિશ્ચયની મુખ્યતાથી પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને ત્યાંથી દષ્ટિ છોડાવવાના પ્રયોજનથી તેમ કહ્યું છે, પણ તેથી પર્યાય સર્વથા છે જ નહિ તેમ નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૪૨ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ઘીનો ઘડો કહેવું તે જૂઠું છે તેમ બધોય વ્યવહાર ઘીના ઘડાની જેમ સર્વથા જૂઠો છે તેમ નથી. નયોના કથનને જ્યાં જેમ હોય ત્યાં તેમ સમજવું જોઈએ. જો બરાબર ન સમજે તો વિપરીતતા થઈ જાય. ૬૦૫. * કોઈ જીવને મારે નહિ, દયા પાળે, પણ ખંડખંડજ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાન તો ઝેરરૂપ જ્ઞાન છે, દુઃખરૂપ જ્ઞાન છે. એ ખંડખંડજ્ઞાનરૂપ ઇન્દ્રિયજ્ઞાનથી પાછો વળી અતીન્દ્રિય જ્ઞાનરૂપ થઈને આત્માનો અનુભવ કરે એ જ્ઞાન છે, એ જૈનશાસનની અનુભૂતિ છે જેમાં રાગમિશ્રિત જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. ૬૦૬. * અનુભવથી જ ગમ્યતા થાય એ જ આત્માનો મહિમા છે. તેને બદલે થોડી કષાયની મંદતા અને જ્ઞાનનો ઉઘાડ થાય અને એનો મહિમા આવી જાય ત્યાં આત્માના મહિમાનું ખૂન કરે છે, આત્માનો મહિમા રહેતો નથી. ૬૦૭. * શાસ્ત્રથી જ્ઞાન નથી તેમ કહ્યું, તેથી કોઈ શાસ્ત્ર-અભ્યાસ છોડી દે તો ઊલટો અશુભમાં જશે. આ તો શ્રદ્ધા કરાવવા કહેવાય છે કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી. પરંતુ જેને ચોપડા જોવાનો વિકલ્પ આવે છે ને ચોપડા જોવે છે તેમ શાસ્ત્રઅભ્યાસનો શુભ વિકલ્પ આવે છે. છે તો શુભરાગ, વિકલ્પવાળું જ્ઞાન, પરંતુ આવ્યા વિના રહેતું નથી. ૬૦૮. * સુનનેસે જ્ઞાન નહીં હોતા, સુનતા ઓ તો ઉપાધિ હૈ ઔર ઉસમેં રાગ હોતા હૈ ઓ ઉપાધિ હૈ. ભાવશ્રુત ઉપયોય સુનને સે નહિ હોતા. ભાવશ્રુતજ્ઞાન જ્ઞાયક આત્મામેં અંતરમેં નિર્વિકલ્પ હોતા હૈ તબ અંદરમેંસે ઉત્પન્ન હોતા હૈ. યહાં તો થોડા જાનપના હો જાય તો હમકો જ્ઞાન હુઆ ઐસા હો જાતા હૈ. લેકિન ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન હી નહીં હૈ. નવપૂર્વ ૧૧ અંગ ભી ઇન્દ્રયજ્ઞાન હૈ. યોગીન્દ્રદેવ કહતે હૈં કિ આત્માકો જાનનેવાલા જ્ઞાન ઔર શરીરકો જાનનેવાલા જ્ઞાન ભિન્ન ભિન્ન હૈ. દોનોં જ્ઞાન હી ભિન્ન હૈ. ભગવાન આત્મા ઇન્દ્રિયસે જાનનેમેં આતા હી નહીં. ૬૦૯. * શ્રોતા:- શુદ્ધાત્માના વિચાર કરે તો આત્માની નજીક આવ્યો ને? પૂજ્ય ગુરુદેવઃ- આત્મામાં એકાગ્ર થયો ત્યારે નજીક આવ્યો છે. શુદ્ધાત્માના વિચાર ઈ તો વિકલ્પ છે, રાગથી જુદો પડે ત્યારે આત્માની નજીક આવે. રાગ સાથે એકતા વર્તે છે તે તો આત્માથી દૂર છે. ૬૧૦. * પરાવલંબી ભાવોમાં કયાંક કયાંક મહિમા રહી જાય છે એટલે આત્માની મહિમાનું ખૂન થઈ જાય છે. ૬૧૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૪૩ * હજારો-લાખો વર્ષો સુધી શાસ્ત્રાભ્યાસ કરવા છતાં, બાહ્ય નિમિત્તથી મને લાભ થશે, રાગની મંદતાથી મને કાંઈક પણ લાભ થશે, અંદર જવામાં કાંઈક મદદ કરશે, એવો અભિપ્રાય રહે છે. ભગવાનનું નિમિત્ત સામે બેઠું હોય તો કાંઈક આપણને લાભ થશે, એમ માને છે, તે લાભની બુદ્ધિમાં રંગાઈ ગયો છે. ૬૧ર. * વર્તમાન અંશના માહાભ્યનાં ત્રિકાળી અંશનું માહાભ્ય ચાલ્યું ગયું છે. ૬૧૩. * શ્રોતાઃ- આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી તો શુભ વ્યવહાર કરવો ને? પૂજ્ય ગુરુદેવ - અનુભવ ન થાય તો અનુભવ કરવાનો અભ્યાસ કરવો. છોકરો સાતમા ધોરણમાં પાસ ન થાય તો પાસ થવાનો અભ્યાસ કરે પણ વેપાર કરવાથી કાંઈ પાસ થાય? ૬૧૪. * શ્રોતા:- ભગવાનની વાણીથી તો ઘણા જીવોને લાભ થયો છે. પૂજ્ય ગુરુદેવ - અરે પ્રભુ ! ઈ પોતાની મોટપ એને ભાસી નથી એટલે પરથી લાભ માને છે. ૬૧૫. * એને મનુષ્યપણું તો અનંતવાર પૂર્વે મળ્યું છે. સત્ પુરુષના યોગમાં પણ ઈ પૂર્વે અનંતવાર ગયો છે પણ ઈ પોતાના સ્વભાવના યોગમાં પૂર્વે એક ક્ષણ પણ ગયો નથી. કોઈ દિવસ સ્વભાવમાં બળ કર્યું નથી. ૬૧૬. * શ્રોતા – અનુભવ પહેલાં રાગ રહિત નિર્ણય લેવાય? પૂજ્ય ગુરુદેવ - વિકલ્પ રહિત નિર્ણય એ જ ખરો નિર્ણય છે, પરંતુ પહેલાં પણ જરી ઈ વાત લેવાય. બાકી તો વ્યવહારની વાતો બધી એમ જ આવે. હા પાડ એમ જ કહેવાય. સમયસારની પહેલી જ ગાથામાં સિદ્ધની સ્થાપના કર એમ કહ્યું છે ને! વળી સાંભળો, સાંભળો, એમ પણ ઉપદેશ આવે છે ને! પણ શું સાંભળવાથી જ્ઞાન થાય છે? પણ વ્યવહારના કથનો બધા એમ જ આવે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે ને-શ્રદ્ધા તે સાધન અને અનુભવ થવો તે સાધ્ય. શ્રોતા – ઈ વિકલ્પવાળી શ્રદ્ધાની વાત છે ને? પૂજ્ય ગુરુદેવ - હા, પહેલાં વિકલ્પવાળી શ્રદ્ધા હોય છે, પરંતુ એનાથી કાર્ય થતું નથી. પરંતુ કાર્ય થતાં પહેલાં હોય છે તેથી વ્યવહારથી એમ જ બધી વાતો આવે. ૬૧૭. * સમ્યગ્દર્શન પહેલાંની ભૂમિકામાં તો વ્યવહાર આદરવારૂપ પ્રયોજનવાન છે ને? –ના, સમ્યગ્દર્શન પહેલાંની ભૂમિકામાં વ્યવહાર કેવો હોય છે તે જાણવા પૂરતો પ્રયોજનવાન છે. સમ્યગ્દર્શન પહેલાં કેવા નિમિત્ત હોય છે તેટલું જાણવા પૂરતો વ્યવહારનો ઉપદેશ કાર્યકારી છે. જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એટલે કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જેમના ઉપદેશમાં એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવનું લક્ષ કરાવવામાં આવે, વીતરાગતાની પુષ્ટિ કરાવવામાં આવે એવા જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા તેવા ઉપદેશના પ્રણેતા પ્રતિ ભક્તિ-વંદન આદિ વ્યવહારમાર્ગમાં પ્રવર્તવું પ્રયોજનવાન છે. એટલે કે સમ્યગ્દર્શન પહેલાંની જિજ્ઞાસુની ભૂમિકામાં યથાર્થ ઉપદેશનું ગ્રહણ, મનન, ચિંતવન તથા દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિ-પૂજા, વિનય-વંદન આદિનો વ્યવહાર હોય છે, તેની ભૂમિકામાં આવું પ્રવર્તન હોય છે તેમ દર્શાવવા તેને વ્યવહાર કહ્યો છે. ખરેખર તો નિશ્ચય સમ્યગ્દર્શન પહેલાં વ્યવહાર કહેવાય પણ નહીં. સમ્યગ્દર્શન પહેલાં કેવા ભાવો હોય છે તેની વાત છે, પરંતુ તેનાથી સમ્યગ્દર્શન થાય છે એમ નથી. ૬૧૮. * મારા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પરનો અભાવ છે-એમ નિર્ણય કરો અને પછી મારા સ્વભાવમાં વિભાવનો પણ અભાવ છે. -એમ નિર્ણય કરો. ૬૧૯. * પરલક્ષી એક સમયકી જ્ઞાનપર્યાય છ દ્રવ્ય, અનંતા પદાર્થોકો સ્વતંત્રપણે સ્વીકાર કરતી હૈ. ભિન્ન ભિન્ન સ્વીકારતી હૈ ફિર ભી અગ્રહિત મિથ્યાત્વ છૂટા નહીં હૈ, કયોંકી રાગમેં સ્વામિત્વપના પડા હૈ, મેં સારા વિકારી હું ઐસે માનતે હૈ, ઇસલિએ મિથ્યાત્વ હૈ. ૬૨૦. * પર જીવને મારવામાં હિંસા કેમ થાય છે? –કે તેનું કારણ એ છે કે બીજાને મારતાં તેને દુ:ખ થશે તેવા પોતાના જ્ઞાનનો જ ખરેખર તો તે અનાદર કરી રહ્યો છે. તેને દુઃખ થાય છે ઈ મારે જાણવું નથી એટલે કે મારા જ્ઞાનને આવરણ થઈ જાવ. બસ, આ પોતાના જ્ઞાનનો અનાદર થયો, એ જ આત્માની હિંસા છે. ૬૨૧. * રાગ તો ઠીક પરંતુ એને જેટલો ક્ષયોપશમનો અંશ છે એટલો હું છું એમ એની સાથે એકતા વર્તે છે એ પણ મિથ્યાત્વ છે. ૬૨૨. * શ્રોતા:- આમાં અમારી શું ભૂલ છે પ્રભુ કહોને? પૂજ્ય ગુરુદેવ - સ્વસમ્મુખની રુચિ જ કરી નથી. પરસમ્મુખમાંથી લાભ થશે એવું શલ્ય ઊંડે રહી જાય છે. સમવસરણમાં ગયો પણ ભાઈ ! તેં તારી સેવા ન કરી. મહાજન મા-બાપ સાચા, પણ મારી ખીલી નહિ ખસે... એ દાંતની જેમ. ૬ર૩. * આત્મામાં વિકાર થવાનો કોઈ ગુણ નથી, પુદગલમાં કર્મરૂપ થવાનો કોઈ ગુણ નથી. પુદ્ગલ સ્કંધ થઈને અદ્ધરથી જ કર્મરૂપે પરિણમે છે અને આત્મામાં વિકારરૂપ પરિણમન અદ્ધરથી જ ઉત્પન્ન થાય છે. ૬ર૪. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૪૫ * જ્ઞાની કહે છે કે જેણે પછી કરીશું, પછી કરીશું એવો અભ્યાસ (–વાયદો) જેણે કરી રાખ્યો છે તેને મરણ વખતે પણ પછી જ રહેવાનું છે; કારણ કે જેણે પછી. પછીનો સિદ્ધાંત કરી નાખ્યો છે તેને પછી પછીમાં “હમણાં કરું' એવું નહિ આવે. અને જ્ઞાનીને તો એમ થાય છે કે આ શરીર છૂટવાના સમયે ઘણું જોર પડશે; તો તેમાં જેટલું જોર પડશે તેટલું જોર આત્માનું પણ તેની સામે જોઈશે. માટે જ્ઞાનીને એમ થાય છે કે મારા ભાવને આ ક્ષણે તૈયાર કરું. “આ પળે તૈયાર કરું' એવો અભ્યાસ જેણે પાડી રાખ્યો છે તેને મરણ વખતે આ પળ જ આવી જશે. ૬૨૫. * ભાઈ ! બહારમાં સંયોગોનો ત્યાગ થયો તેમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો? બહારમાં ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય અને કષાય મંદ હોય એનું પણ લક્ષ છૂટી જાય અને તારો પર્યાય ચૈતન્યને પકડીને પરિણમે એ મિથ્યાત્વનો ત્યાગ એ ખરો ત્યાગ છે. ૬ર૬. * અહોહો! આ સર્વજ્ઞ, આ કેવળી, આ મોક્ષ એમ જેને બેસી જાય તો એને બંધનની રુચિ છૂટી જાય. ૬ર૭. * વાંચવું સાંભળવું આદિ બહારથી બધું કરે પણ એનાથી શું? એને પોતાથી અંદરથી હા આવવી જોઈએ કે રાગ તે હું નહિ અને જ્ઞાયકસ્વરૂપ ધ્રુવવસ્તુ તે જ હું એમ એના અસ્તિત્વની અંદરથી હા આવે. હા એટલે સ્વભાવની પ્રતીત કરીને હું આવે ત્યારે એના કલ્યાણની શરૂઆત થાય. ૬૨૮. * દરિયાની મધ્યમાં વડવાગ્નિ હોય છે પણ દરિયો એને ભિન્નપણે રાખે છે, દરિયો પોતાને ચૂસવા ન ઘે. તેમ ચૈતન્યદરિયો રાગાદિને ભિન્ન રાખે છે, એકરૂપ થવા દેતો નથી. ૬૨૯. * ખરેખર તો રાગથી વિરક્તિ (ભિન્નતા) એને શીલ કહેવાય છે. આવું શીલ નરકમાં પણ વેદનાને ગણતું નથી. આ તો બહુ ધીરજથી સમજવા જેવું છે, જેમાં દરિયાના પાણી સળી વડે ઉલેચવા હોય તો કેટલી ધીરજ જોઈએ! ૬૩). * દેવ-શાસ્ત્ર-ગુરુ પણ તારા માટે પર છે તેના આશ્રયે-લક્ષે પણ આત્મા પ્રાપ્ત થતો નથી, માટે તેનું લક્ષ છોડી દે. અંતરમાં જ્ઞાનાનંદનો પિંડ પ્રભુ આત્મા બિરાજે છે તેનું લક્ષ કર, તે એકને જ ગ્રહણ કર. તારા પરિણામને ત્યાં અંદર લઈ જા, તેથી તને પર્યાયમાં જ્ઞાનાનંદની પ્રાપ્તિ થશે. ૬૩૧. * અંતરમાં શુભાશુભ ભાવ તેમ જ અન્ય પર્યાય ઉપરથી પરિણામ હુઠાવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તેને અંદર સ્વભાવના મહેલમાં જ્યાં ભગવાન આત્મા બિરાજે છે ત્યાં લગાડ. રાગ તો આંધળો છે, એમાં ભગવાન નથી, પણ પર્યાય જે નિજ વસ્તુનો જ એક અંશ છે તેમાં પણ આખો ભગવાન નથી. ત્રિકાળી જ્ઞાયકમાં જાગૃત સ્વભાવમાં-ભગવાન આત્મા છે, તેમાં નિવાસ કરે; ત્યાં જા. ૬૩ર. * અહો ! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે! ચારે તરફ ગુણો જ ભરેલા છે. અવગુણ એક પણ નથી. ઓહો ! આ હું! આવા આત્માના દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. ૬૩૩. * કુંદકુંદાચાર્ય તો ભગવાન પાસે ગયા હતા પણ એના ટીકાકાર પોકાર કરે છે, ટીકાકાર કહે છે કે અરે! અમે જેને કીધું એ શ્રોતા આ પોકાર કરે છે કે અમે મોહને મૂળથી ઉખેડી નાખ્યો હોવાથી મોહનો અંકુર પણ હવે ફરીથી ઉત્પન્ન થવાનો નથી. આહાહા! શ્રોતા ક્યાં ભગવાન પાસે ગયો છે? –કે એ નિજ ભગવાન પાસે ગયો છે ને! તેથી પડવાની વાત મારે માટે નથી. શાસ્ત્રમાં પડવાની વાત આવે છે પણ એ તો જાણવા માટે છે, મારા માટે એ વાત નથી. આહાહા ! જેણે શુદ્ધ દ્રવ્યનો આશ્રય લીધો ને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયા તેને પડવાની વાત હવે નથી ! ૬૩૪. * જ્ઞાનીને જે રાગદ્વેષ થતાં દેખાય છે તેને જ્ઞાની કરતો નથી પણ પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક થઈને પુણ્ય-પાપના પરિણામને કરે છે. જેમ માટી ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને કરે છે તેમ જ્ઞાની ધર્માત્માને દેખાતા-થતા ભક્તિ, પૂજા, વ્રત, તપ આદિ રાગના પરિણામમાં પુદ્ગલદ્રવ્ય અંતર્થાપક થઈને રાગાદિ પરિણામને કરે છે. રાગાદિ પરિણામને અને આત્માને, ઘડો અને કુંભારની જેમ, વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી રાગાદિમાં ધર્મી જીવ વ્યાપક થઈને કર્તા થતો નથી. આહાહા ! જ્ઞાનીની અંતરદશા અદ્ભુત છે. ૬૩પ. * રાગાદિથી ભિન્ન સહજ જ્ઞાન, સહજ આનંદ આદિ અનંત ગુણમય નિજ આત્માના ત્રિકાળી અખંડ ધ્રુવ સ્વરૂપનો ગુરુગમ અંતરમાં બરાબર નિર્ણય કરી, સૂક્ષ્મ ઉપયોગવાળો થઈ, જ્ઞાયક સ્વભાવમાં ઊંડું અવગાહન કર, દ્રવ્યસ્વભાવના પાતાળમાં પહોંચી જા. ત્યાં તને કોઈ અદ્ભૂત અતીન્દ્રિય આત્માનુભૂતિ થશે. જ્યાં સુધી આત્મા યથાર્થપણે ખ્યાલમાં ન આવે ત્યાં સુધી ઉપયોગ સ્થૂલ છે; આત્મા ખ્યાલમાં આવે તે ઉપયોગ સૂક્ષ્મ છે. અગિયાર અંગનો પાઠી હોય પણ અંદર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વ૨] [૧૪૭ આત્માનું યથાર્થ સ્વરૂપ સાનુભવપૂર્વક ખ્યાલમાં ન આવે તો તેનો પણ સ્થૂલ ઉપયોગ છે. સ્થૂલ એવા વ્રતાદિના મંદ કષાયમાં તે અટકી ગયો છે, સૂક્ષ્મ એવા જ્ઞાનસ્વભાવની તેને પ્રતીતિ થઈ નથી. ૬૩૬. * જીવની હાજરીમાં હાથ, પગ, મોઢું આંખ હલે, ખવાય-પીવાય-બોલાય, ત્યાં એને એમ થઈ જાય છે કે આ બધું મારાથી થાય છે ને હું એને કરું છું-એવો ભ્રમ થાય છે, પણ આત્મા તો એનાથી ભિન્ન એકલો ચૈતન્ય જ્ઞાયક જ છે તે એને બેસતું નથી. ૬૩૭. * શ્રોતાઃ- આત્માનું ભાન ન થયું હોય ત્યાં સુધી તો ભવ-ભ્રમણ નહીં ટળેને? પૂજ્ય ગુરુદેવઃ- ભાન હજુ ભલે ન હો, પણ મુંઝાવું નહીં. જેને સ્વની રુચિ-સ્વ-સન્મુખની રુચિનો રસ થયો છે તેને ૫૨ તરફની રુચિનો ૨સ ઘટી ગયો છે. ૬૩૮. * ગુણ-પર્યાયની સ્વતંત્રતા અને દ્રવ્યની મહાનતા લક્ષમાં લેવાની છે. આટલી જ વાત મૂળ છે. દરેક પર્યાયની સ્વકાળલબ્ધિ જોતાં નિમિત્તાધીન દષ્ટિ છૂટી જાય છે અને દ્રવ્યસ્વભાવની મહાનતા જોતાં પર્યાયદષ્ટિ-પર્યાયનું લક્ષ છૂટી જાય છે ને વસ્તુની દૃષ્ટિ થઈ જાય છે. ૬૩૯. * આની આ વાત બબ્બે ચચ્ચાર કલાક સુધી સાંભળે છે અને હકાર આવે છે, રાગનો નિષેધ આવે છે, આનું આ જ ઘૂંટણ ચાલે છે એ શું કોઈ ક્રિયા નથી? જડની અને રાગની ક્રિયા એ જ ક્રિયા હશે ? એનું (જ્ઞાનનું) માહાત્મ્ય આવતું નથી. આ સત્યનો જ હકાર આવે છે અને રાગનો નિષેધ-નકાર આવે છે. આ જ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ છે. ૬૪૦. * ભાઈ! આ દેહના ચોસલા છૂટા પડશે, કોઈ શરણ નહિ આપે-એમ શરણભૂત વસ્તુ નહિ પકડાય. પહેલાં પદાર્થની સ્વતંત્રતા જેમ છે તેમ કબૂલ કરે અને પછી પણ ગુંલાટ મારીને અંતરમાં જાય ત્યારે ચૈતન્યસ્વભાવ પકડમાં આવે છે. ૬૪૧. * આહાહા ! ત્રણલોકના નાથ જાણે સામે ઊભા હોય ને કહેતાં હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ જ કરે નહિ-એમ ફાટ... ફાટ... પ્યાલાની જેમ બે દ્રવ્યોની ભિન્નતા બતાવે છે. અરે! આવી વીતરાગની વાતો સાંભળનાર લોકો ભાગ્યશાળી છે. સાક્ષાત્ ભગવાન કહેતાં હોય તેમ સંતો શાસ્ત્ર દ્વારા કહે છે. ૬૪૨. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૪૮ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * અહો! પોતે ચેતન, જડની પાસે ભીખ માંગે છે, મને સુખ ઘો. જેમ બાદશાહ વાઘરીને ઘેર ભીખ માગે કે મને ખાવાનું બટકું રોટલો આપો તેમ. આત્મા રાગરૂપે તો કોઈ દી થયો નથી. ભેદરૂપે થયો નથી, અનેકરૂપે થયો નથી, એકરૂપતા કદી છોડી નથી, એનામાં ગુણના ને પર્યાયના ભેદ (વિકલ્પ) જેને ખટકે છે એને રાગથી થાય એ વાત જ કયાં છે? વીતરાગી ભગવાન કહે છે કે મારું સાંભળવા બેઠો છો પણ છે તો એ વિકલ્પ, ધ્યાન રાખજે એમાં ફસાઈ જતો નહીં. ૬૪૩. * અરે પ્રભુ! તું સ્વભાવે પરમેશ્વર છો. તારી વિરુદ્ધની વાતો કરતા શરમ આવે છે! અનાદર નથી આવતો; કયાં તારી શુદ્ધતા અને કયાં આ વિકારી ભાવમિથ્યાત્વ-સંસાર! અરે! કયાં લીંબડાનાં અવતાર ! નિગોદમાં અવતા૨! અરે! તું ભગવાન સ્વરૂપ ! ભગવાન તું કયાં ગયો! તારો વિરોધ નથી પ્રભુ! તારાથી વિરુદ્ધભાવનો વિરોધ છે. જેની મા ખાનદાનની દીકરી, જેની આંખ ઊંચી ન થાય એનો દીકરો વેશ્યામાં જાય-એમ આ પરિણતિ પ્રભુની જે પોતાના સ્વરૂપને છોડી વિકારમાં જાય. પ્રભુ! શરમ આવે છે. ૬૪૪. * આત્મામાં અનંતા ગુણો છે તે વીતરાગભાવે છે. અનંતા ગુણોમાં વીતરાગતા ભરી છે, રાગ ભર્યો નથી. તેથી આત્મા રાગનું કારણ નથી કે રાગનું કાર્ય પણ નથી. અનંત અનંત અનંત અનંત ગુણો છે એ બધા વીતરાગ સ્વભાવે છે. એ વીતરાગ ગુણોનો ધ૨ના૨ વીતરાગી ભગવાન આત્મા વીતરાગી પર્યાયનું કારણ છે પણ રાગની પર્યાયનું કારણ નથી, તેમ એ રાગની પર્યાય વીતરાગી પર્યાયનું કારણ નથી. જે રાગ ઉત્પન્ન થાય છે એ અદ્ધરથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાની અજ્ઞાનને લીધે પર્યાયબુદ્ધિથી રાગને કરે છે, પણ રાગનું કારણ થાય એવો એક પણ ગુણ તેનામાં નથી. જેમ ભગવાન આત્મા રાગનું કારણ નથી તેમ એ રાગનું કાર્ય પણ નથી. પર્યાયબુદ્ધિમાં નિમિત્તને આધીન થઈને અદ્ધરથી જે રાગાદિ ઉત્પન્ન કરે છે તેનું કારણ દ્રવ્યસ્વભાવ નથી. ૬૪૫. * ભગવાનની વાણીને ૩૧મી ગાથામાં ઇન્દ્રિય કહી છે. ઇન્દ્રિય દ્વારા અણઇન્દ્રિય જણાય નહીં, કેમ કે પાંચ ઇન્દ્રિયોના વિષયના વ્યાપારથી પ્રભુ રહિત છે. આવી વાત છે પણ નવરાશ ન મળે, સાંભળવા ને વિચારવા વખત પણ ન મળે! અરેરે! ભગવાન તું પરિપૂર્ણ છો તેવી પ્રતીતિ લાવ ભાઈ ! દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા એ તો રાગ છે, તેનાથી પાર, શુદ્ધ અતીન્દ્રિય આનંદનો પિંડ ભગવાન છે. તે મનવચન-કાયાથી તો મળે તેવો નથી, દ્રવ્યકર્મ-નોકર્મથી મળે તેવો નથી પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૪૯ પુણ્યના ભાવથી પણ મળે તેવી નથી. કેમ કે ભાવકર્મથી રહિત આત્મા છે. ભાવકર્મ એટલે વિકલ્પની વૃત્તિ, ભલેને ભગવાનના સ્મરણની કે વાંચન આદિની વૃતિ હોય પણ તે ભાવકર્મ છે, વિકાર છે, તેનાથી પ્રભુ ભિન્ન છે. વસ્તુ છે, જેની અતિ છે, હયાતી ધરાવતું જે આત્મતત્ત્વ છે, તે દ્રવ્યકર્મથી ભિન્ન છે અને બાહ્ય નિમિત્તો જે નોકર્મ તે બધાથી ભિન્ન છે. ૬૪૬. * નિમિત્ત અને રાગ તો કયાંય રહ્યા પણ એક સમયની શુદ્ધ પર્યાય પણ અવિધમાન-અસત્યાર્થ-અભૂતાર્થ હોવાથી જૂઠી છે. એકરૂપ ધ્રુવસ્વભાવ જ વિદ્યમાન છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એકરૂપ સ્વભાવમાં ગુણભેદ પર્યાયભેદ છે જ નહિ. તેથી તે જૂઠા છે. ૬૪૭. * ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ છે તેની મૌજુદગી નહીં સ્વીકારીને જે પુણ્ય-પાપનો વિકૃતભાવ છે તેને સ્વીકારે છે તેને રાગાદિ ઉપાદેય ને આત્મા હેય થયો છે, બીજી રીતે કહીયે તો તે મરણતુલ્ય થઈ રહ્યો છે. બહારના પ્રેમમાં અંતરની ચીજ ઢંકાઈ ગઈ છે. પ્રભુ! તું અંતરમાં તો સકલ નિરાવરણ પરમાત્મા છો. દ્રવ્યથી તો અંશે પણ તને આવરણ નથી છતાં રાગાદિના પ્રેમથી ભગવાન આત્મા ઢંકાઈ જવાથી મરણતુલ્ય થઈ રહ્યો છે. ૬૪૮. * એક દ્રવ્ય અન્ય દ્રવ્યથી ભિન્ન હોવાથી બહાર લોટે છે. શરીરને આત્મા અડતો નથી, વીંછીના ડંખ શરીરને અડતો નથી ને વીંછી કરડે ત્યાં રાડ નાખે ! આહાહા! શરીર આત્માથી બહાર લોટે છે તે આત્માને શું કરી શકે! પગ છે તે જમીનને અડતો નથી ને તડકો હોય ત્યાં પગ ગરમ થઈ જાય! પાણીને અગ્નિ અડતી નથી ને અગ્નિ હોય ત્યાં પાણી ગરમ થાય! જીવને કર્મ અડતા નથી ને કર્મ હોય ત્યાં જીવને વિકાર થાય! આહાહા ! એ દ્રવ્યનો પોતાનો ચમત્કારિક સ્વભાવ છે પણ ઉપાદાનને દેખતો નથી ને નિમિત્ત ઉપર દૃષ્ટિ પડી છે તેથી નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થવાનો ભ્રમ થઈ ગયો છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં પ્રવેશ પામી શકતું નથી, બહાર જ લોટે છે, તે અન્ય દ્રવ્યનું કરે શું? એ સિદ્ધાંત અંદરમાં બેસે તો ભ્રમણા ભાંગી જાય ને દષ્ટિ સ્વસમ્મુખ વળી જાય. ૬૪૯. * પ્રભુ! તું કયાં છો તેની તને ખબર નથી. બહારમાં ખોવાઈ ગયો. જ્યાં છો ત્યાં આવ્યો નહીં ને જ્યાં તું નથી ત્યાં આકર્ષાઈ ગયો. પૈસાદિ બાહ્યચીજમાં વિસ્મય પામ્યો પણ જેનું વર્ણન કેવળી પરમાત્મા પણ પૂરું ન કરી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૧૫૦ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શકયા એવા ભગવત્ સ્વરૂપ નિજ પરમાત્માની તને વિસ્મયતા ન આવી, મહિમા ન આવી અને પૈસા-પુત્ર આબરું આદિમાં આકર્ષાઈ ગયો. બાપુ! તને આ ભૂતાવળ કયાંથી લાગી? તેથી કરુણાથી સંતો કહે છે કે ભાઈ! તારે કલ્યાણ કરવું હોય તો પ્રથમમાં પ્રથમ આત્માને જાણ. એક સમયની શુભાશુભ ભાવની પર્યાય એ તો વિકૃત ભાવ છે ને ભગવાન આત્મા અવિકૃતસ્વરૂપ છે. દૃષ્ટિને અંદરમાં લઈ જવી, જ્યાં ભગવાન આત્મા છે ત્યાં જવું, જેમ રાત્રે સૂતી વખતે જોવે કે એક દિકરીની પથારી હજી ખાલી છે તો કેમ નથી આવી? ૦।। -૧ કલાક દિકરી મોડી આવે ત્યાં તો તેને શોધવા ગોતાગોત કરવા લાગી જાય; તો ભાઈ! આ તારા આત્માને શોધવા કેમ પ્રયત્ન કરતો નથી ? ૬૫૦. * આ સાંભળવામાં પહેલી પાત્રતા જોઈએ. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાયની ગાથા ૭૪મા કહ્યું છે કે જિનવાણી સાંભળવાની પાત્રતામાં ત્રસનો ખોરાક ન હોય. મધ, મિંદરા, બે ઘડી પછીનું માખણ, માંસ તથા પાંચ ઉદંબર ફળનો ખોરાક ન હોય. એવો ખોરાક હોય તે તો આ વાત સાંભળવાને પણ પાત્ર નથી. ખરેખર તો રાત્રિ ભોજનમાં પણ ત્રસ હોય છે. ત્રસનો ખોરાક આ સાંભળનારને ન હોય ભાઈ ! રાત્રિનો ખોરાક પણ હોય નહીં ભાઈ! જેમાં ત્રસ મરે એવો માંસ જેવો ખોરાક આવું સાંભળનારને ન હોય ભાઈ! આ તત્ત્વને સાંભળવાને તું લાયક હોય તો ભાઈ! જેમાં ત્રસની ઉત્પત્તિ હોય તે ખોરાક ન હોય. ત્રસ ઉત્પન્ન થાય એવા અથાણા આદિ પણ ન હોય. જેને ઇન્દ્રો સાંભળે એવી પ૨માત્માની આવી ઉત્કૃષ્ટ વાણી સાંભળનારને ત્રસની ઉત્પત્તિનો ખોરાક ન હોય. વાતો મોટી મોટી કરે ને ત્રસનો ખોરાક હોય અરેરે! ભલે તે ધર્મ નથી, તે તૈય છે, પણ આ સાંભળનારને ત્રસનો ખોરાક ન હોય; એ પહેલાંમાં પડેલી પાત્રતા છે તેમ પુરુષાર્થસિદ્ધિ-ઉપાયની ગાથા ૬૧ તથા ૭૪મા કહ્યું છે. ૬૫૧. * રાજકુમારો-ચક્રવર્તીના પુત્રો-પૂર્ણ સુખસાહેબીમાં ઊછરેલા હોય, તે પણ જ્યારે સમ્યગ્દર્શન સહિત આત્માનો વિશેષ અનુભવ કરવા માટે વનમાં ચાલી નીકળે છે ત્યારે કહે છે: ‘માતા! મને કયાંય ગોઠતું નથી, મને જ્યાં ગોઠે છે ત્યાં-મારા સ્વરૂપમાં–હું જવા માગું છું. મારો નાથ-ભગવાન આત્મા-અતીન્દ્રિય આનંદથી ભરેલો છે, તેમાં આવ૨ણ, અશુદ્ધિ કે અધૂરાપણું નથી. મારો જ્ઞાયકપ્રભુ પૂર્ણાનંદનો નાથ છે, તેના આનંદને લૂંટવા માટે-અનુભવવા માટે હું તો જાઉં છું' આહાહા ! મુનિપણું તો આવું છે બાપુ ! ૬૫૨. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૫૧ * અહીં આચાર્યદવ કણાપૂર્વક સંબોધે છે કે રે અંધ જીવ ! શુદ્ધ પરમાનંદ ચૈતન્યમૂર્તિ તું પોતે છો તેને તો તું દેખાતો નથી અને દયા-દાન-વ્રત-તપ આદિ પુણ્ય ભાવ કે હિંસા-જૂઠું આદિ પાપ ભાવ અને તેના ફળરૂપ અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રીમાં મૂર્વાઇને કેમ પડયો છે? અમૃતસ્વરૂપ ભગવાન એવો તું આ મૃતકલેવરમાં મૂછઈ ગયો છે. રે આંધળા! જે જાણવા લાયક છે એવા જાણનારને તું જતો નથી કે જે તારું સ્વપદ છે અને જે અપદ છે, જે તારું સ્વરૂપ સર્વથા નથી એવા ચાર ગતિરૂપ મનુષ્ય આદિ પર્યાય, રાગાદિ અશુદ્ધ ભાવ તથા ઇન્દ્રિય વિષયજનિત સુખ-દુઃખની કલ્પનાને મારા માનીને તું તારા ચૈતન્યસ્વરૂપને ઘાયલ કરી રહ્યો છે, પણ એ તારું રક્ષણ નથી, તારું લક્ષણ નથી, તારું એ સ્થાન નથી, એ તારી માર્ગ નથી માટે તે પથે ન જા, ન જા બાપુ! એ પંથે ન જા ભાઈ ! એ તને ઘાયલ કરી નાખશે, માટે ત્યાંથી પાછો વળ ને આ માર્ગે આવ. જ્યાં રાગાદિ ભાવો નથી એવા શુદ્ધ સ્વરૂપ ચૈતન્યસ્વભાવમાં આવ, આવ. અનિત્યમાંથી ખસી જા, ખસી જા ને નિત્યાનંદ પ્રભુ છે ત્યાં આવ, આવ, તને શાંતિ થશે ભાઈ ! ૬૫૩. * સંતો, શાસ્ત્રો ને સર્વજ્ઞો એમ કહે છે કે પહેલાંમાં પહેલો આત્માને જાણવો અનુભવવો એ વાત જ જેને રુચતી નથી ને બીજું કાંઈક કરવું.. કરવું એમ માને છે તે દેવ-શાસ્ત્ર-ગુરુનો અનાદર કરે છે. ૬૫૪. * શ્રોતા - આત્માની કેવી લગની લાગે તો છ માસમાં સમ્યગ્દર્શન થાય? પૂજ્ય ગુરુદેવ - જ્ઞાયક... જ્ઞાયક.. જ્ઞાયકની લગની લાગવી જોઈએ. જ્ઞાયકની ધૂન લાગે તો છ માસમાં કાર્ય થઈ જાય અને ઉત્કૃષ્ટ લગની લાગે તો અંતર્મુહૂર્તમાં થઈ જાય. ૬૫૫. * જેમ માટીના કોરા વાસણમાં પાણીનાં ટીપાં પડતાં પાણી ચૂસાઈ જાય છે, પાણી દેખાતું નથી, પણ વધુ પાણી પડતાં પાણી બહાર દેખાય છે. તેમ આ પરમાત્મતત્ત્વની વાત સાંભળતાં સાંભળતાં હું જ્ઞાયક છું... જ્ઞાયક છું.... એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે તો મિથ્યાત્વભાવનો રસ મંદ પડતો જાય છે. હજુ ભૂમિકા મિથ્યાત્વની છે, પણ મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડતાં જાય છે. શુભભાવથી મિથ્યાત્વનો રસ ભવી-અભવીને અનંતી વાર મંદ પડયો છે. પણ આ જ્ઞાયકના સંસ્કારથી મિથ્યાત્વભાવનો અભાવ થવાના સંસ્કાર પડે પછી એકદમ સ્વભાવનો આશ્રય લેતાં, સ્વાનુભવ થતાં, મિથ્યાત્વનો અભાવ થાય છે. ૬૫૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૧૫૨ ] * શ્રોતા:- ઘણા વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી? પૂજ્ય ગુરુદેવઃ- આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે કયાંય મીઠાશ લાગે નહિ, બીજે કય ય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફીક્કો લાગે, સંસારના રાગનો રસ ઊડી જાય, અહો! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશના લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય જ. ૬૫૭. * એક સમયની જ્ઞાનપર્યાય અનંતા દ્રવ્યોને જાણે, અંત રહિત અનંત ક્ષેત્રને જાણે, અંત રહિત અનંત કાળને જાણે, અંત રહિત અનંત અનંત ગુણોને જાણે એ પર્યાયની તાકાત કેટલી ? એ પર્યાયનું સામર્થ્ય કેટલું ? એની વિસ્મયતા લાગે તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થાય જ. આહાહા! દ્રવ્યનો સ્વભાવ અલૌકિક, ક્ષેત્રનો સ્વભાવ અલૌકિક, કાળસ્વભાવ અલૌકિક, ભાવસ્વભાવ અલૌકિક. વસ્તુ આવા અલૌકિક સ્વભાવવાળી જ છે. વસ્તુનો સ્વભાવ વિસ્મયકારી છે. તે એક સમયની સર્વજ્ઞ પર્યાયમાં આવી જાય છે તે વિસ્મયતા છે. જાણ્યું એવું વાણીમાં આવ્યું એ વિસ્મયતા છે. આવી પોતાની પ્રભુતાનો સ્વીકાર થાય તેને અજ્ઞાન ને રાગ-દ્વેષ રહે તેમ બને જ નહિ. ૬૫૮. * આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટ ઝટ મારું કામ કરવું છે. સ્વભાવમાં ઠ કામ ન આવે. માર્ગ સહજ છે. હઠથી, ઉતાવળથી, અધીરજથી માર્ગ હાથ આવતો નથી. સહજ માર્ગને પહોંચવા માટે ધીરજ ને વિવેક જોઈએ. ઋષભદેવ ભગવાન જેવાને ૮૩ લાખ પૂર્વ સુધી ચારિત્રદશા ન હતી અને ભરત ચક્રી જેવાને પણ ૭૭ લાખ પૂર્વ રાજ્યપદ ને ૬ લાખ પૂર્વ ચક્રીપદ હતા. એ જાણતા હતા કે અંદર સ્વરૂપમાં ડુબકીરૂપ એકાગ્રતાના ચારિત્રનો પુરુષાર્થ નથી તેથી હઠ કરતા ન હતા. કેટલાકને એમ થાય કે સમ્યગ્દર્શન થયું પણ ચારિત્ર લે નહિ તો શું કામનું? પણ ભાઈ ! અંદર સ્વભાવમાં હઠ કામ ન આવે, સહજ પુરુષાર્થથી અંદર જવાય છે. આ વાત સમજવા જેવી છે. ૬૫૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૫૩ * જેમ કૂતરાને કાનમાં કીડા પડ ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ ગયા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ ગયા કરે. આત્માની ધૂન ચાલ્યા કરે. બીજી ધૂન તો અનંતકાળથી ચડી ગઈ છે તો એકવાર આત્માની ધૂન તો જગાડ! અને છ માસ તો પ્રયત્ન કર! વારંવાર અંતર્મુખનો પ્રયત્ન કરે તો જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે. ૬૬O. * ભાઈ ! ચૈતન્યતત્ત્વ જ્ઞાન આનંદ આદિ અનંત ગુણરત્નોનો અદ્દભૂત ખજાનો છે. તેની તો શી વાત થાય ! વાણી કેટલું કામ કરે બાપુ! વાણી તો જડ છે, તેને ખબર નથી કે આ મહિમાવંત પદાર્થ કોણ છે. શું ભગવાનની વાણીને ખબર છે કે આ આત્મા કેવો છે? વાણીથી પાર એવા નિજ ચૈતન્યપ્રભુની અંદરથી અપૂર્વ મહિમા લાવીને ઓળખાણ કરવી જોઈએ. જન્મમરણ રહિત થવા માટે કરવાનું તો આ છે. અંદર ઓળખાણ કરીને ચૈતન્યનો મહિમા લાવે તો સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય અને જન્મમરણનો અંત આવે એમ ભગવાન કહે છે તે જ આ વાણી છે. ૬૬૧. * રાગાદિ પરપરિણતિ પરઘર છે, દુઃખનું સ્થાન છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ એમ એક-એક ગુણ પૂર્ણ, એવા અનંત ગુણોનું પૂર્ણરૂપ-નિજ ચૈતન્યઘર એ જ વિશ્રાંતિનું સ્થાન છે. વિશ્રાંતિગૃહું ભગવાન આનંદકંદમાં પડયું છે. એ તો અતીન્દ્રિય આનંદનું દળ છે. પ્રભુ! ઇન્દ્રિયોના વિષયોમાં જે કાંઈ આનંદ લાગે છે, ઠીક લાગે છે-એ કલ્પના તો ભ્રમ ને દુ:ખ છે. આહાહા ! પોતે આનંદનું ઘર છે ને! દુઃખના થાક ઉતારવા વિશ્રાંતિગૃહ તો નિજ આત્મા જ છે ને! અહા ! આવો ઉપદેશ! ૬૬૨. * જાણવું અને દેખવું જેનો ત્રિકાળી સહજ સ્વભાવ છે એવો આત્મા પોતે તો સ્વયં જાણનાર, જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક, તરતો ભિન્ન પદાર્થ છે. સમયસારની ૩૧મી ગાથાની ટીકામાં ધ્રુવ આત્માને રાગ ને પર્યાયથી ભિન્ન, અધિક, જુદો, તરતો ને તરતો કહ્યો છે. તેને રાગ સાથે ક્યાંય મેળ નથી. તે તો શુભાશુભના ડાઘ રહિત, અનંત ગુણોના પાસાથી ભરેલો ચૈતન્યહીરલો છે. અહા ! આ તો જેને કલ્યાણની ભાવના હોય તેની વાત છે. બાપુ! જીવ એમ ને એમ ૮૪ લાખ યોનીના અવતારોમાં રખડ છે. કરોડપતિઓ માને કે અમે સુખી છીએ; તેઓ સુખી નથી પણ આત્માના ભાન વિના મહાદુઃખી છે. તેઓ ધંધાની મમતાના પરિણામમાં મરીને નરકમાં કે ઢોરમાં ઊપજવાના; કેમ કે શુભ કે અશુભ ભાવનું ફળ ચાર ગતિ છે. શુદ્ધ ભાવનું ફળ મોક્ષ છે. શુભાશુભ રાગથી ભિન્ન, તરતો ને તરતો, અંદર જાણનાર જ્ઞાયકભાવ છે તેનો ઉપયોગ કરવો તે શુદ્ધોપયોગ છે. ૬૬૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૧૫૪] * દ્રવ્યદષ્ટિ-દ્રવ્ય નામ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય વસ્તુ, ભગવાન શાયકપદાર્થ; દૃષ્ટિ નામ ધ્રુવ જ્ઞાયકપ્રભુનો આશ્રય કરનાર પોતાના શ્રદ્વગુણની વર્તમાન નિર્મળ પર્યાય;–સર્વ પ્રકારની પર્યાયને, વિભાવપર્યાય તેમ જ સ્વભાવપર્યાયને, દૂર રાખી એક નિરપેક્ષ સામાન્ય ધ્રુવ જ્ઞાયકસ્વભાવને ગ્રહણ કરે છે. અહા! આ તો મંત્રો છે પ્રભુ! આ કોઈ કથાવાર્તા નથી. જીવ અનાદિ કાળથી દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. કોઈને ફાંસીએ ચડાવે અને જ્યાં સુધી જીવ ન જાય ત્યાં સુધી કેવી પીડા હશે ? ભાઈ ! અનાદિ કાળથી જીવ રાગ સાથેની એકતાબુદ્ધિરૂપ ફાંસીથી દુ:ખી થઈ રહ્યો છે, તેની તેને ખબર નથી. દયા-દાન આદિનો રાગ પણ મલિનતા છે. રાગરૂપ મલિનતાને અજ્ઞાની જીવ પોતાનો સ્વભાવ માને છે. પણ ભાઈ! મલિનતા ટકતી નથી અને ગમતી નથી, માટે તે ભગવાન આત્માનો સ્વભાવ નથી. મલિનતાનો જેને પ્રેમ છે તેણે નિજ અખંડાનંદ પ્રભુને ફાંસી આપી –મિથ્યા શ્રદ્ધારૂપ ભયંકર ભાવમરણ કર્યું. તેનાથી છૂટવું હોય, વિભાવથી છૂટી શાશ્વત પરમાનંદસ્વરૂપ મુક્તદશા પ્રાપ્ત કરવી હોય તો ચૈતન્યના અભેદ ધ્રુવ સ્વભાવનો આશ્રય કર. ૬૬૪. * ઉપશમરસનો દરિયો આત્મા છે, અકષાય સ્વભાવની મૂર્તિ છે, વીતરાગ સ્વભાવની મૂર્તિ છે. એ કોઈ કાળે દયા-દાન આદિ રાગરૂપે થઈ શકે નહીં. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા કે મા આનંદનો નાથ હું પોતે જ છું. અનાદિની એવી ને એવી જ્ઞાનપ્રકાશની મૂર્તિ તું છો. તું રાગરૂપે કદી થયો જ નથી. તું સદાય જ્ઞાન ઉપયોગરૂપે જ રહ્યો છે. ચૈતન્યપ્રકાશરૂપે જ તું સદાય રહ્યો છે. ચૈતન્યપ્રકાશની ઝળહળ જ્યોતિરૂપે રહ્યો થકો તું કદી પણ રાગ અંધકારરૂપ થયો જ નથી. માટે સર્વ પ્રકારે એકવાર પ્રસન્ન થા, પ્રસન્ન થા. રાગના અનુભવમાં પડયો છે તે છોડીને ચૈતન્ય આનંદના અનુભવમાં આવી જા. તારા આત્મસ્વભાવને અવલોકવા માટે એકવાર સર્વ પ્રકારે પ્રસન્નતા પૂર્વક તારા વીર્યને ઉછાળ, તને આનંદનો લાભ થશે. ૬૬૫. * ભગવાન આત્માને શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિથી જોવે તો તારું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે, જેમાં રાગ અને એક સમયની પર્યાય પણ નથી, જે ઘડયા વિનાનો ઘાટ છે અર્થાત્ રાગ અને વિકલ્પથી રહિત ટૂંકોત્કીર્ણ ભગવાન આત્મા છે. અનંતગુણોનો અમૂર્તિક પદાર્થ છે, જ્ઞાયકસ્વભાવ છે, જાણન... જાણન... જાણન જેનો સ્વભાવ છે, ત્યાં મતિ લગાડવી. વીતરાગી જ્ઞાયકસ્વભાવ કે જેમાં દેવ-શાસ્ત્ર-ગુરુનો રાગ પણ નથી, દેહ-વાણી-મન પણ જેમાં નથી, એવો સદા આનંદકંદ પ્રભુ છે. મતિ ત્યાં લગાવ, તો તારું કલ્યાણ થશે. એ સિવાય કલ્યાણ થશે નહીં. ૬૬૬. * જેવી રીતે હાથી આદિ પશુઓ મોદક આદિ સુંદર આહા૨ ને ઘાસ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૫૫ બન્ને સાથે ખાતા થકા તે બેની ભિન્નતાને નહીં જાણતાં થકા ઘાસનો સ્વાદ અનુભવે છે, તેમ તું સુંદર ચૈતન્યસ્વભાવને રાગ સહિત માનતો થકો તે બેની ભિન્નતાના અભાવને લીધે રાગાદિ અસુંદર ભાવને જ અનુભવી રહ્યો છે! તેથી તું પશુ સમાન છો ને તેના ફળમાં તું પશું થવાનો છો. માટે હે દુરાત્મન ! તું રાગનો આસ્વાદ છોડ... છોડ. ૬૬૭. * અહો ! ક્ષણમાં મરી જવું અને મમતાનો પાર નહિ! ૬૬૮. * પરથી એકત્વ એ જ અનાદિનો એક જ રોગ છે અને એનું જ એને દુઃખ છે. પરથી વિભક્ત-ભેદવિજ્ઞાન એ એક જ ઉપાય છે. બસ, આખા સમયસારમાં પહેલેથી ઠેઠ સુધી આ એક જ વાત છે. ૬૬૯. * વિદ્યમાન નથી છતાં ભૂત-ભવિષ્યની પર્યાયો જ્ઞાનમાં સીધી જણાય છે, છે” –એમ સીધી જ્ઞાનમાં જણાય છે. પ્રભુ! તારા ચૈતન્યસ્વભાવની પર્યાયનો સ્વભાવ તો જો ! વર્તમાનમાં જે પર્યાય થાય તેને જાણે છે એમ નહિ પણ ભવિષ્યની પર્યાયને વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે ! આહાહા ! આવા કેવળજ્ઞાનની પર્યાયનો નિર્ણય કરવા જાય તેનું લક્ષ દ્રવ્યસ્વભાવ તરફ જ જાય, ત્યારે જ તેનો નિર્ણય થાય. ૬૭). * સમયસાર ગાથા ૬મા જ્ઞાયક કહ્યો, ૧૧મી ગાથામાં ભૂતાર્થ કહ્યો તેને જ નિયમસારમાં શુદ્ધભાવ કહ્યો છે, પર્યાયમાત્રને બહિર્તત્વ કહીને પરદ્રવ્ય કહીને હેય કહી છે. મુનિરાજ પરદ્રવ્યથી પરાભુખ છે તથા સ્વદ્રવ્યની સન્મુખ છે. તેમણે પર્યાયમાત્રને પરદ્રવ્ય કહીને તેનાથી પરાભુખ છે તેમ કહ્યું. પરમ સ્વભાવી જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ભૂતાર્થભાવ, પરમ પારિણામિકભાવ કે જે પર્યાયને સ્પર્શતો નથી, ક્ષાયિકભાવ હો પણ તે વ્યક્ત છે તેને અવ્યક્ત-દ્રવ્ય સ્પર્શતું નથી, તે કારણે પર્યાયમાત્ર દ્રવ્યમાં છે નહિ. સમ્યગ્દષ્ટિ ધ્યેય જે ધ્રુવ-દ્રવ્યસ્વભાવ, તેમાં ઉદય આદિ ચારેય ભાવો છે નહીં. એક અપેક્ષાએ જયધવલમાં રાગાદિને પારિણામિકભાવ કહ્યો છે, પણ પરમ પારિણામિકભાવ તો તેનાથી રહિત છે. ૬૭૧. * આત્માને પુણ્ય-પાપ આદિ અનુભવમાં આવવાથી અનેકરૂપ પર્યાયની સાથે મિશ્રિતપણે આત્મા અનુભવમાં આવી રહ્યો છે. રાગની વિકલ્પવૃત્તિ અને ભગવાન આત્મા એ બે અનાદિથી મિશ્રિતપણે અનુભવાઈ રહ્યા છે. તેથી હવે શું કરવું? –કે રાગ બંધલક્ષણ છે ને આત્મા અબંધસ્વરૂપ છે એમ ભિન્ન ભિન્ન લક્ષણ વડે સર્વપ્રકારે ભેદજ્ઞાનથી “આ આત્મા તે જ હું છું” એમ અનુભવ કરવાથી મોક્ષમાર્ગની પ્રથમ શરૂઆત થાય છે. ૬૭૨. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૧૫૬ ] * ભેદને અસત્યાર્થ જ કહેવો જોઈએ, શી રીતે? -કે અભેદની દૃષ્ટિમાં ભેદ દેખાય નહીં તેથી અસત્યાર્થ કહેવો જોઈએ. પરંતુ તેથી પર્યાય છે જ નહીં તેમ નથી. મોક્ષ અને મોક્ષમાર્ગ તો પર્યાય છે. નિત્ય એકરૂપ દ્રવ્યની દષ્ટિ કરતાં દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે દૃષ્ટિમાં ભેદ અવિધમાન હોવાથી જૂઠો છે. પરંતુ ભેદ નથી એમ ન સમજવું. ત્રિકાળીને અભેદ દષ્ટિથી દેખતાં તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે ભેદ ને પર્યાય જૂઠા છે. પરંતુ પર્યાય ને ભેદ છે જ નહીં એમ ન સમજવું. કેમ કે ત્રિકાળી તો ફૂટસ્થ છે, કાર્ય પર્યાયમાં છે, નિર્ણય કરનારી તો વર્તમાન પર્યાય છે. ૬૭૩. * આ આત્મા કેવો છે? -કે પરમાત્મસ્વરૂપ ભગવાન છે કે જે સમસ્ત જગતનો–સ્વ ને ૫૨નો પ્રકાશક છે, જાણનારો છે, જાણવાનો પુંજ છે. વસ્તુ એવી ચીજ જ છે કે જે ત્રણકાળ, ત્રણલોક, અનંત આત્મા ને અનંત પરમાણુઓ, અનંત સિદ્ધ ને અનંત નિગોદના જીવને જાણનારો છે, પ્રકાશક છે. અંદરમાં જે રાગ આવે છે-થાય છે તેનો પ્રકાશક છે. સમસ્ત વિશ્વનો પ્રકાશક છે. તેથી આત્મા વિશ્વસમય છે. બધા પદાર્થને-વિશ્વને પ્રકાશનારો વિશ્વસમય ભગવાન આત્મા છે. ૬૭૪ * જ્ઞેય તે હું છું એમ જ્ઞેય-જ્ઞાયકનો સંકર-ખીચડો બનાવ્યો છે. જ્ઞેય ને જ્ઞાયકની એકતાપણાની બુદ્ધિ, સંયોગબુદ્ધિ, સંકરબુદ્ધિ એ મિથ્યાત્વ છે. ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપ છે ને એ સિવાય દ્રવ્ય-ઇન્દ્રિય ભાવ-ઇન્દ્રિય અને ભગવાન ને ભગવાનની વાણી આદિ ઇન્દ્રિયવિષયો પરશેય છે. પોતાના જ્ઞાયક અણ-ઇન્દ્રિય સ્વભાવ સિવાયના ૫૨ને ઇન્દ્રિય કહેવામાં આવ્યા છે. બીજી રીતે ભગવાન આત્મા સિવાય પર સર્વે અજીવ છે. આ જ્ઞાયક જીવની અપેક્ષાએ તે અજીવ છે. આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે. એ બેની એકતાના દોષનું નિરાકરણ કરીને ભગવાન આત્માની સન્મુખ થઈને તેમાં એકાગ્રતા કરવી એ તીર્થંકર કેવળીની નિશ્ચયસ્તુતિ છે. તીર્થંકર કેવળીની અર્થાત્ આત્માની નિશ્ચયસ્તુતિ છે. ૬૭૫. * શ્રોતાઃ- સમ્યગ્દર્શન માટે ખાસ પ્રકારની પાત્રતાનું લક્ષણ શું? પૂજ્ય ગુરુદેવઃ- એને પોતાના આત્માનું હિત કરવા માટે અંદરથી ખરી ધગશ હોય, આત્માને પામવાની તાલાવેલી હોય, દરકાર હોય, ખરેખરી દરકાર હોય તે કય ાંય અટકયા વિના પોતાનું કામ કરે જ. ૬૭૬. * ગ્રાહ્ય-ગ્રાહક સંબંધની નિકટતાને લીધે અજ્ઞાનીને પરજ્ઞેય સાથે એકતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૫૭ ભાસે છે કે શાસ્ત્ર વાંચ્યું માટે જ્ઞાન થયું, શાસ્ત્ર સાંભળવાથી મને જ્ઞાન થયું. તેથી કહે છે કે શેયથી મને જ્ઞાન થયું એવી ભ્રમણા છોડી દે. વાણીથી મને જ્ઞાન થાય એ ભ્રમણા છોડી દે. જ્ઞાનના ક્ષયોપશમ દ્વારા-ભાવેન્દ્રિય દ્વારા ગ્રાહ્યમાં આવતાં ઇન્દ્રિયોના વિષયોને, ભાલેન્દ્રિય કે નિમિત્તની અપેક્ષા વિના પોતાના ચૈતન્યસ્વભાવનું સ્વયમેવ અનુભવમાં આવતું, શૈયોના સંબંધ વિનાનું જે અસંગપણું, તેના વડે સર્વથા જુદા કરીને ઇન્દ્રિયના વિષયોનું જીતવું થાય છે. ૬૭૭. * શ્રોતા:- જીવનો પર્યાય સ્વકાળે જ થાય તો તેમાં પુરુષાર્થ કયાં રહ્યો ? પૂજ્ય ગુરુદેવઃ- જીવનો પર્યાય સ્વકાળે સ્વતંત્ર પરિણમે છે અને એ ક્રમબદ્ધ જ છે એવો નિર્ણય કરે તે અકર્તા થાય અને અકર્તા થયો તે જ પુરુષાર્થ છે. અકર્તાપણું જ્ઞાતા-દષ્ટા સ્વભાવના આશ્રયે થાય છે તેમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત પુરુષાર્થ પૂર્વક જ થાય છે. ૬૭૮. * ભાઈ! તું પ૨થી તો નવરો જ છો, તો ૫૨થી નવરો જ છું એવી દષ્ટિ કરીને તારામાં તું બેસ. ચૌદ બ્રહ્માંડમાં જ્યાં બેઠો હો ત્યાં નવરો જ છો, તારે ને પરને કાંઈ જ સંબંધ નથી. શૈય-જ્ઞાયક સંબંધ પણ વ્યવહારથી છે, ખરેખર એ પણ નથી. ચૈતન્ય તો આખા જગતને ન ગણે એવો એ પ્રભુ છે તેને દૃષ્ટિમાં લે. આ કરવાનું છે. ૬૭૯. * સમયસાર-સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારનું માંગલિક કરતાં આચાર્યદેવ કહે છે કે આત્માનો વ્યસ્વભાવ શુદ્ધ શુદ્ધ છે એટલે કે ઘણો જ શુદ્ધ છે. કારણ કે ૫૨દ્રવ્યથી ભિન્ન હોવાથી શુદ્ધ છે અને રાગથી પણ ભિન્ન હોવાથી શુદ્ધ છે. બંધ ને મોક્ષના વિકલ્પોથી દૂરીભૂત છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પર્યાયોથી આત્મસ્વભાવ અત્યંત દૂર છે, ઘણો જ દૂર છે, તેથી આત્મસ્વભાવ શુદ્ધ શુદ્ધ છે. ૬૮૦. * આ તત્ત્વની વાત ઉપર ટપકે સાંભળી લેવાથી બેસે તેવી નથી, એને માટે અભ્યાસ જોઈએ. શ્રોતાઃ- અભ્યાસ એટલે શું કરવું? પૂજ્ય ગુરુદેવઃ- શાસ્ત્ર-વાંચન, શ્રવણ, સસમાગમ કરવો જોઈએ. શ્રોતાઃ- એ બધો અભ્યાસ સમ્યગ્દર્શન પામવા માટે તો અકિંચિત્કર છે ને ? પૂજ્ય ગુરુદેવઃ- ભલે સમ્યગ્દર્શન આત્માના લક્ષે જ થાય છે, તોપણ સ્વાધ્યાય, શ્રવણ, સત્સમાગમ આદિનો વિકલ્પ આવે જ, ભલે તેમાં પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે આવે છે કે આગમનો અભ્યાસ કરવો, સ્વના લક્ષે આગમનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧૫૮ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર અભ્યાસ કરવો. જેને આત્મા જોઈતો હોય તેને આત્મા બતાવનાર એવા દેવ-શાસ્ત્રગુરુના સમાગમનો વિકલ્પ આવે જ. ૬૮૧. * અરેરે ! બહારની હોંશ કરે છે તે આત્માની શાંતિનો ઘાત કરે છે. આત્માને ઘાયલ કરે છે. પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! અનંત તીર્થંકરો ને અનંત કેવળીઓ જે કહેતાં આવ્યા છે તે આ વાત છે. ભાઈ! તું કોણ છો? કેવડો છો? –અનંત શક્તિનો નાથ જ્ઞાયકપ્રભુ છો, તેને અનુભવમાં લઈને અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે નિર્જરા છે. પૂર્ણાનંદના નાથને ધ્યેય બનાવીને આનંદનો અનુભવ કર, એ જ કરવાનું છે, એ કરવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. શ્રીમદ્દ રાજચંદ્ર તો કહે છે કે મુમુક્ષુને આજીવિકા મળતી હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી. કરવા જેવું તો આ જ છે. અરે! ૮૪ લાખ યોનિના ભવાબ્ધિમાં કયાંય પત્તો નહિ ખાય. એ દુઃખથી છૂટવાનો આ જ માર્ગ છે, આ જ કરવા જેવું છે. અરે! આ ભવ હાલ્યો જાય છે! આ અમૂલ્ય વખત એમ ને એમ વેડફાઈ જાય છે. ભાઈ! આયુષ્ય પૂરું થતાં શું થશે ? –માટે આ કરી લેવા જેવું છે, તે આજે જ કરી લે. ૬૮૨. * પ્રભુ! તું રાગમાં વિમોહિત થઈને પર્યાયમાં અનેકપણારૂપ ભાવો પ્રગટ છે તે-રૂપ તને અનુભવી રહ્યો છે ને જેમાં અનંત અનંત શક્તિઓ અનંત સામર્થ્યવાળી છે એવા પ્રભુની સામે જોતો નથી. જ્ઞાયકસ્વરૂપ ધ્રુવ તો એકરૂપ છે પણ તેને ભૂલીને, પ્રગટ પર્યાયમાં જે શુભાશુભ ભાવ છે તેને તું અનુભવી રહ્યો છે માટે રખડવું મટતું નથી. ૬૮૩. * દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપ્ત હોવા છતાં શુદ્ધનયે એકલા ત્રિકાળી શુદ્ધને જ બતાવ્યો છે. ગુણ-પર્યાયની અનેકતા હોવા છતાં શુદ્ઘનયથી એકપણાનો નિર્ણય કરાવ્યો છે. એકપણાનો નિર્ણય કર તો તને સમ્યગ્દર્શન થાય. શુદ્ધનયે જે એકપણાનો નિશ્ચય કરાવ્યો એ ચીજ શું છે? -કે પૂર્ણજ્ઞાનઘન ચીજ છે. અનંતગુણનો પુંજ-ઘન એકરૂપ છે તે શુદ્ધનયનો વિષય છે ને તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. ૬૮૪. * તું પરમાત્માસ્વરૂપ છો માટે જાણવા-દેખવાનું જ તારું સ્વરૂપ છે. સર્વજ્ઞસર્વદર્શી સ્વભાવવાળો છો, પણ તેને ન જોતાં રાગને જાણવામાં અટકયો છો તેથી સર્વને જાણનાર એવા તને જાણતો નથી. રાગમાં રોકાયો છો-બંધમાં અટકયો છો, માટે સર્વને સર્વપ્રકારે જાણનાર એવા પોતાને જાણતો નથી. સર્વને જાણતો નથી એમ નથી કહ્યું પરંતુ સર્વને જાણનાર એવા પોતાને જાણતો નથી તેમ કહ્યું છે. ૬૮૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૫૯ * આત્માધીન સુખ કેમ પ્રગટે? કે આત્માને જાણવાથી પ્રગટે. પોતાને જાણવાનું છોડીને બહારના જાણપણામાં જાય છે ત્યાં દાણું થાય છે. પ્રભુ! તને જાણવાથી સુખ થશે, પરને જાણવાથી દુઃખ થશે. જેનું જ્ઞાન છે તેને જાણવાથી સુખ થશે. તારા જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તેથી તારી પર્યાયમાં આત્મા ત્રિકાળી ભગવાન વસ્તુ જણાય છે, પણ ત્યાં જોતો નથી ને પરશેય જણાય છે એમ જોવે છે માટે પર્યાયના ધર્મથી વિપરીત તે જાણ્યું એટલે તને આત્મા જણાતો નથી. ૬૮૬ * સ્વભાવનું સામર્થ્ય તને નજરમાં આવ્યું નથી ને દરિદ્રપણું તને નજરમાં આવ્યું છે. શાસ્ત્રનું ગમે તેટલું જાણપણું કરવાથી પણ આત્માનું સુખ નહીં થાય. આત્મા કોણ છે તે જાણવાથી તને સુખ થશે, કારણ કે તેમાં સુખ છે. પરમાં સુખ નથી તેથી પરને જાણવાથી દુઃખ થશે, રાગથી તો દુઃખ થશે પણ પરના જાણવાથી પણ દુ:ખ થશે. કેમ કે પરપ્રકાશક જ્ઞાન કયારે સારું થયું કહેવાય? -કે સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટે ત્યારે. સ્વપ્રકાશક વિનાના એકલા પરપ્રકાશક જ્ઞાનથી દુ:ખ થશે. રાગ તો બંધનું કારણ છે પણ ધર્મી પરપ્રકાશક જ્ઞાનને પણ મોક્ષમાર્ગ માનતા નથી. ૬૮૭. * જેમ સિદ્ધલોકમાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે તેમ આ દેહદેવાલયમાં નિજ પરમાત્મા બિરાજમાન છે અને તે જ ઉપાદેય છે. “પરનું હું કરું–એ આડે દેહદેવાલયમાં બિરાજમાન પરમાત્મા પોતે પોતાને ભાસતો નથી, દેખાતો નથી. વાસ્તવિક રીતે દેખે તો અશુચિમય દેહદેવાલયમાં બિરાજમાન દેહથી ભિન્ન મહીં પવિત્ર પ્રભુ પોતે છે. દેહુ તો વેદનાની મૂર્તિ છે, ભગવાન આત્મા દેહની પેઠે અશુચિ નથી. દેહ તો હાડકાં, માંસ, લોહી, વીર્યની કોથળી છે. ૬૮૮. * શુભરાગ છે તે મારી ચીજ છે એવો અનાદિથી અભ્યાસ થઈ ગયો છે. આત્મા કરનારો ને શુભરાગ તેનું કર્મ એવી અજ્ઞાનથી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. પોતાના સ્વરૂપને જાણતા નથી એવા અજ્ઞાનીજીવો રાગ સાથે એકતાબુદ્ધિ કરીને રાગ મારું કર્તવ્ય છે' –એવી અજ્ઞાનપણે કર્તાકર્મની પ્રવૃત્તિ કરી રહ્યાં છે. રાગ સાથે એકત્વપણું માન્યું છે પણ જ્ઞાયક પ્રભુ એકરૂપ થયો નથી. રાગની એકતાબુદ્ધિ એ અજ્ઞાનનો અભ્યાસ છે ને રાગથી ભિન્ન પડીને જ્ઞાયકનો અભ્યાસ તે ધર્મનો અભ્યાસ છે-જ્ઞાનનો અભ્યાસ છે. ૬૮૯. * વસ્તુ અતીન્દ્રિય છે તેથી અતીન્દ્રિય સુખના સ્વાદથી જણાય તેવી છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પરમાનંદ પરિણતિ દ્વારા અમૂર્ત જ્ઞાનમય વસ્તુને જાણ. રાગ તો વિષનો સ્વાદ છે, તેનાથી અતીન્દ્રિય સ્વરૂપ કેમ જણાય? ભગવાન ઇન્દ્રિયથી જણાય તેવો નથી, અતીન્દ્રિય છે એટલે કે અતીન્દ્રિય પરિણતિથી જણાય તેવો છે. આબાળ-ગોપાળ સૌને જણાય તેવો છે. પર્યાયનું લક્ષ છોડી દે. સૌ આત્માઓ આત્માપણે સાધર્મી જ છે, કોઈ વિરોધી નથી એવો સ્વભાવ જાણે તેને વેર-વિરોધ કેમ હોય? દ્રવ્યનો સ્વભાવ જ વીતરાગભાવ છે. ૬૯૦. * હું અભેદ છું, નિર્વિકલ્પ છું એમ સમ્યગ્દષ્ટિ પોતાના આત્માને જાણે છે અને એ રીતે બધા જીવોને જાણે છે. નિગોદના જીવો પણ ભગવાન આત્મા છે એમ સમ્યગ્દષ્ટિ જોવે છે. મન-વચન-કાયાથી કરવું, કરાવવું ને એમ અનુમોદવું કે હું જેવો છું તેવા જ બધા જીવો પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છે. સમ્યગ્દષ્ટિ જીવ બધા જીવને એવી રીતે જોવે છે. સૂક્ષ્મ નિગોદનાં જીવનું જે દ્રવ્ય છે તે શુદ્ધ ચિઘન આનંદકંદ છે એમ સમ્યગ્દષ્ટિ જોવે છે. ૬૯૧. * શ્રી જયસેનાચાર્ય કહે છે કે ઘવલાદિ સિદ્ધાંતમાં કયાંક કહ્યું છે કે ત્રિકાળી ધ્રુવવસ્તુ ઉત્પાદ્-વ્યય વિનાની નિષ્ક્રિય છે, તેમાં મોક્ષના માર્ગની કે બંધમાર્ગની ક્રિયાઓ નથી. દ્રવ્ય છે તે અક્રિય છે, ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્તમ્ સત્ વસ્તુમાં ઉત્પાદવ્યય વિનાની જે ધ્રુવવસ્તુ છે તે અક્રિય છે, તેથી કોઈ પરિણમન, બદલવું કે મોક્ષમાર્ગની ક્રિયા તેમાં નથી. જે વસ્તુ છે તે નિષ્ક્રિય છે, અક્રિય છે અને જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે ક્રિયા છે. જે ધ્રુવ વસ્તુ છે તેના ઉપર દષ્ટિ નાખતાં સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન ને સમ્યક્ઝારિત્રરૂપ વીતરાગી પરિણમન છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને એ નિશ્ચય મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. ૬૯૨. * પૂર્ણ સ્વભાવ, આત્મસ્વભાવ કેવો છે? –કે જેવો સર્વાને વ્યક્ત થયો છે તેવો જ છે. એવા સત્ સ્વભાવને દષ્ટિમાં લે ત્યારે ધર્મની શરૂઆત થાય છે. સંસાર અવસ્થામાં પણ શક્તિરૂપે પરમાત્મા બિરાજમાન છે. તારે જે પરમ સની દૃષ્ટિ કરવી છે તે તારા અંતરમાં બિરાજમાન છે. ભાઈ ! તારે સમ્યક દેખવું હોય તો ભગવાન સ્વરૂપ તું છો તેનો સ્વીકાર કર. મિથ્યાત્વ-રાગ-દ્વેષના કાળે પણ જેવું એનું વાસ્તવિક સ્વરૂપ છે તે રીતે જોઈએ તો શક્તિરૂપે પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે. જેમ લીંડીપીપરની વર્તમાન દશામાં તીખાશ થોડી છે ને રંગે કાળી છે છતાં શક્તિ અપેક્ષાએ તો પૂર્ણ તીખાશ ને લીલાશ ભરી પડી છે તેમ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે પણ તેને અછતો કરીને એક સમયની રાગાદિ પર્યાયને છતી માની રહ્યો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૬૧ બહારમાં અજ્ઞાનાદિ છે પણ અંદરમાં શક્તિરૂપે તો પરમાત્મપણે બિરાજી રહ્યો છે. આ તો દશા પલટવાની વાત છે, જે દશા દયા-દાન આદિમાં પડી છે તે દશાને અંતરમાં પલટવાની વાત છે. હું પંડિત છું, હું મનુષ્ય છું ઇત્યાદિ માન્યતાએ એને રોકી રાખ્યો છે, તે માન્યતા તેને અંદર જવા દેતી નથી. અરેરે! એને-અજ્ઞાનીને પુણ્યના ફળની કિંમત છે પણ પોતાના પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપની કિંમત નથી. ૬૯૩. * બાપુ! તું ભગવાન છો ને! તારા ભગવાનની આ વાત થાય છે. તારા હિતની આ વાત છે. આત્મામાં રાગને લાવવો તે તને નુકશાન છે, તું ભગવાન સ્વરૂપ આત્મા છો, તને રાગથી લાભ થાય તેમ માનવું-કહેવું તે નુકશાન છે. પ્રભુ! જ્ઞાની તો રાગને ઉપયોગભૂમિમાં લાવતો નથી. નિશ્ચય અને વ્યવહાર સાથે હોવા છતાં જ્ઞાની વ્યવહારને ઉપયોગભૂમિમાં લાવતો નથી. ધર્માત્મા ધ્યાનમાં જાય અને તે કાળે જે રાગ બાકી છે તેને તે ઉપયોગભૂમિમાં લાવતો નથી; કરતો તો નથી પણ લાવતો ય નથી. ધર્માત્માને અને વ્યવહારને સંબંધ નથી. આ તો વીતરાગી વાણીના અમૃત ઝરણાં છે. ૬૯૪. * ભગવાન આત્મા પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ જણાય એવી ચીજ છે પણ જે ચીજ જણાય છે તે જાણનારી પર્યાયથી કથંચિત્ ભિન્ન છે. કેમ કે જો અભિન્ન હોય તો તે પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. મોક્ષના કારણરૂપ મોક્ષમાર્ગની પર્યાય એમ અહીં કહ્યું છે પણ ખરેખર તો મોક્ષની પર્યાય છે તે મોક્ષના કારણભૂત મોક્ષમાર્ગથી પ્રગટતી નથી, કારણ કે તે સમયની મોક્ષની પર્યાય પારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયની બળજોરીથી ઉત્પન્ન થાય છે તેમ નથી. પરંતુ અહીં તો (શ્રી જયસેનાચાર્ય, સમયસાર-ટીકા ગાથા ૩૨૦માં) પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે તે વાત સમજાવવી છે તેથી મોક્ષનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી પણ મોક્ષમાર્ગની પર્યાય છે તેમ કહ્યું છે. મોક્ષમાર્ગની પર્યાય અને વસ્તુ અભિન્ન હોય તો વસ્તુ જ ન રહે, શુદ્ધ પારિણામિકભાવનો પણ નાશ થાય, પણ એમ તો બનતું નથી. કેમ કે સત્પણું છે તે કયાં જાય? અર્થાત્ શુદ્ધપારિણામિકભાવ તો અવિનશ્વર હોવાથી તેનો નાશ થતો નથી અને પર્યાય નાશ થઈ જાય છે તેથી શુદ્ધ પર્યાયથી દ્રવ્ય કથંચિત્ ભિન્ન છે. ૬૯૫. | * ભાઈ ! શરીરના સંસર્ગ અને પરથી ઉત્પન્ન થતો વિકલ્પ એને તું ભૂલી જા, અનંત જ્ઞાન આદિ અનંત શક્તિઓ રાગને અડતી નથી પણ એક સમયની પર્યાયને પણ અડતી નથી એવો અનંત જ્ઞાનમય અને પરમ આનંદ સ્વભાવી તું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૧૬૨ ] છો, તેનો દૃષ્ટિમાં સ્વીકાર કર. પાંચ-ઇન્દ્રિય તરફનો પ્રેમ છે તે આનંદને ગાળી નાખે છે ને શાન્તિને દઝાડે છે. ૬૯૬. * આત્મા જાણનસ્વરૂપનો પિંડ છે, જ્ઞાનસ્વરૂપનો પિંડ છે, એ જ્ઞાન શરીરને તો ન કરે, વાણીને તો ન કરે, પણ અંદરમાં હિંસા-અહિંસા આદિના જે વિકારી ભાવ થાય તેને પણ જ્ઞાન કરે કે વેઠે નહીં. જ્ઞાનસ્વરૂપ ભગવાન દયા-દાન આદિના પરિણામને કરે નહીં, કેમ કે વિકાર છે તે દુઃખરૂપ છે ને ભગવાન આનંદસ્વરૂપ છે; આનંદસ્વરૂપી ભગવાન દુઃખને કેમ રચે ? બાપુ! તારો સ્વભાવ જાણવા-દેખવાનો છે તેથી તે રાગ થાય તેને જાણે-દેખે પણ કરે નહીં, કરે તે આત્મા નહીં. ૬૯૭. * ભગવાનની વાણીમાં-જિનવચનમાં આત્મા જ ઉપાદેય કહ્યો છે એટલે શું-કે જિનવચનમાં વીતરાગતાનું પ્રયોજન છે ને વીતરાગતા આત્માના લક્ષે જ પ્રગટે છે માટે આત્મા જ ઉપાદેય છે તેમ કહ્યું છે. જિનવચનમાં આત્મા ઉપાદેય કેમ કહ્યો ? કે નિશ્ચય છે તે સ્વનો આશ્રય લે છે ને વ્યવહાર છે તે પરનો આશ્રય લે છે અને ૫૨નો આશ્રય છે તે હૈય છે, તો ઉપાદેય કોણ ? કે સ્વનો આશ્રય તે ઉપાદેય. માટે જિનવચનમાં આત્મા ઉપાદેય કહ્યો છે. ૫૨ તરફના લક્ષવાળો વ્યવહાર ભાવ છે તે હૈય છે અને બે નયમાં વિરોધ છે તેથી નિશ્ચય-શુદ્ધ આત્મા ઉપાદેય છે તેમ જિનવચનમાં કહ્યું છે. ૬૯૮. * જ્ઞાન શેયને જાણે કે આ શરીર છે ઇત્યાદિ, છતાં તે શૈયો આત્માને જ્ઞાન કરાવે છે તેમ નથી. જ્ઞાનમાં ઘડો જણાયો ત્યાં ખરેખર ઘડો નથી જણાયો પણ ઘડાસંબંધી પોતાના જ્ઞાનને જાણે છે, છતાં તે જ્ઞાનને ઘડાએ કર્યું નથી. જ્ઞાનની પર્યાયનો કર્તા જ્ઞાન એટલે કે આત્મા છે, પદ્રવ્યોનું-શૈયોનું તે કાર્ય નથી. ભગવાનની દિવ્યધ્વનિ કાને પડી તેથી તે શબ્દોથી તેવું જ્ઞાન થયું એમ નથી. ખરેખર તો ભગવાનની વાણીમાં દિવ્યધ્વનિ છૂટે છે છતાં પૂછનારે જે પૂછ્યું તેનું જ તેને જ્ઞાન થયું પણ તે જ્ઞાન વાણીના કારણે થયું નથી. દિવ્યધ્વનિની ઉપસ્થિતિ હતી, નિમિત્ત હતું, નિમિત્ત નથી તેમ નથી, પણ નિમિત્ત છે તે ૫૨માં કાંઈ કરતું નથી. વાણી નિમિત્ત હોવા છતાં વાણીથી જ્ઞાન થયું છે તેમ નથી. ભગવાનના દર્શન થતાં આ ભગવાન છે એમ જ્ઞાન થવા છતાં ભગવાનને લઈને આ ભગવાન છે એમ જ્ઞાન થયું છે એમ નથી. ૬૯૯. * ભગવાન! એક ક્ષણે પણ તને તારો વિચાર નથી! તું એક ક્ષણમાત્ર પણ તારું સ્મરણ કરતો નથી ને ધંધાદિમાં કાળ ગુમાવી રહ્યો છે. મહા દુર્લભ એવો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૬૩ આ માનવ ભવ મળ્યો છે છતાં જો અત્યારે આર્ત ને રૌદ્રધ્યાનમાં લીન રહ્યો થકો તારા આત્માની દરકાર કરતો નથી તો કયા ભવે તારા આત્માને સંસાર સમુદ્રમાંથી ઉગારીશ? અનંત ભવ ટાળવા માટેનો આ ભવ છે, ભવના અભાવ માટેનો આ ભવ છે-એમ જાણીને હે જીવ! તું તારા આત્માનું ચિંતવન કર. ૭OO. * આત્મા વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે, નવી નવી પર્યાય થવી તે તેનું સ્વરૂપ છે, પણ તે નિમિત્તથી થઈ છે એમ નથી. હું ત્રિકાળી આનંદસ્વરૂપ છુંએવું જ્ઞાન ન હતું ને એવો શબ્દ સાંભળીને જ્ઞાન થયું, તો કહે છે કે તે પર્યાયનો તે કાળ હોવાથી તે પ્રકારે તે જ્ઞાન થયું છે. વસ્તુસ્થિતિ ખરેખર એ જ રીતે છે. એક પરમાણુ બીજા પરમાણુને પલટાવી ન શકે. એક પરમાણુ જીવની પર્યાયને પલટાવી ન શકે. કુંભાર છે તે ઘડાને કરે છે એમ નથી, કેમ કે કુંભાર છે તે ઘડાની બહાર લોટે છે, ઘડાને સ્પર્યો જ નથી તો કરે શી રીતે? ખરેખર તો રાગને કરવાની પણ જીવમાં શક્તિ નથી કેમ કે રાગને કરે એવી કોઈ શક્તિ તેમાં નથી. જો એક વસ્તુ બીજી વસ્તુને પરિણમાવી શકે તેમ હોત તો વસ્તુનું વસ્તુપણું જ ન રહે. ૭૦૧. * દરિયામાં ઊંડે જાય એને મોતી મળે તેમ આત્માની પર્યાય ઊંડ પોતાના દ્રવ્ય ઉપર જાય એને પોતાનો ભગવાન મળે છે. ભાઈ ! તારી ચીજ છે તે મુક્ત સ્વરૂપ જ છે, અબદ્ધ-પૃષ્ણસ્વરૂપ છે. જે જીવ આવા અબદ્ધરૂપ પોતાના આત્માને દેખે છે તેણે સમસ્ત જિનશાસનને દેખી લીધું છે, જાણી લીધું છે. રાગ તે જિનશાસન નથી. વીતરાગ ભાવ તે જિનશાસન છે. વીતરાગ ભાવ વડ જેણે આત્માને જોયો તેણે સમસ્ત જિનશાસનને જાણી લીધું. આ રીતે સર્વત્ર રાગથી ભિન્નતાની જ વાત સિદ્ધ થાય છે. ૭૦૨. * ભગવાન આત્મા પોતે રાગથી ભિન્ન થઈને પોતાને અનુભવવા સમર્થ થયો તેથી પોતાને જાણતાં સમસ્ત પરદ્રવ્યનો જાણનાર થઈને શોભી રહ્યો છે. પરદ્રવ્યની સત્તાનો જાણનશીલ છે, પરદ્રવ્યની સત્તા તે કરી નથી, તેમાં ફેરફાર થાય તેના કર્તા તું નથી પણ જાણનાર તું છે. અવધિજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન પણ જેમ છે તેમ જાણે છે, કોઈને કરતું નથી. બીજાના સુખ-દુ:ખને જાણવાના સ્વભાવવાળો છે, નિગોદના અનંત જીવોને પણ જાણવાના સ્વભાવવાળો છે, પણ તેની દયા પાળવાના સ્વભાવવાળો નથી-એવું જ તેનું સ્વરૂપ છે. ૭૦૩. * હું ચેતન સર્વસ્વ છું એમાં પરનું શયપણું આવતું નથી. શાસ્ત્ર શેય છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ને તેનાથી જ્ઞાન થયું એમ તો નથી પણ શાસ્ત્ર જ્ઞેય છે ને હું તેનો જાણનાર છું એમ પણ નથી. ૫૨ના જ્ઞાનમાત્ર એ જ્ઞેય હું નથી. છ દ્રવ્યનું જ્ઞાન થયું એ છ દ્રવ્યના કા૨ણે થયું નથી, પોતાના જ જ્ઞાનથી જ્ઞાનની પર્યાય થઈ છે. સ્વ-પરપ્રકાશક પર્યાય ઉત્પન્ન થઈ તે પર્યાય જ જ્ઞેય છે. ૭૦૪. * એકરૂપ જ્ઞાયકભાવ છે તેને આત્મા કહીએ. જ્ઞાની એક જ્ઞાયકસ્વભાવ હોવાથી અનેક દ્રવ્યો જેનો સ્વભાવ છે એવા કર્તા-ભોક્તાપણાના રાગનો જ્ઞાનીને નિષેધ છે. સંસારસંબંધી કે શરીરસંબંધી એટલે કે કર્તા-ભોક્તાપણાના રાગાદિકનો જ્ઞાનીને પ્રેમ નથી. જેને આત્મા ચ્યો છે તેને તે ભાવ રુચતો નથી. બીજી રીતે કહીયે તો જ્ઞાયકભાવમાં રાગાદિનો અભાવ છે, નહીં તો જ્ઞાયકભાવ જડ થઈ જાય, કેમ કે રાગાદિ અચેતન છે. રાગાદિના અભાવસ્વરૂપ જ્ઞાયકભાવને જ્ઞાનીએ દૃષ્ટિમાં લીધો હોવાથી જ્ઞાયકભાવમાં જેનો અભાવ છે એવા રાગાદિનો જ્ઞાનીને રાગ હોતો નથી. જ્ઞાયકભાવને જેણે દૃષ્ટિમાં લીધો છે એવા જ્ઞાનીને રાગાદિનો નિષેધ છે. ૭૦૫. * હું બીજાને સુખી-દુઃખી કરી શકું, મારી શકું, જિવાડી શકું ઇત્યાદિ પરવસ્તુ પ્રત્યેની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વ તેને ભગવાને છોડાવ્યો છે. પોતાના આત્મા સિવાય જગતમાં જેટલી અન્ય વસ્તુ છે તેનાથી મને લાભ થશે કે હું તેનું કરી શકું કે તેઓ મારું કરી શકે-એવો એકત્વબુદ્ધિનો જે મિથ્યાત્વભાવ તે સંસારનું મહાબીજ છે, તેથી તેને જિનેશ્વરદેવે ત્યાગવા યોગ્ય કહ્યો છે. ૭૦૬. * પોતે આત્મા સિવાય જેટલી વસ્તુઓ છે તેમાં જે એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે તેને છોડ. જગતના બધા રજકણો, આત્માઓ અને રાગમાં એકત્વબુદ્ધિ છે તે અધ્યવસાન છે, તેને જિનવરદેવે છોડાવ્યો છે. ત્રણલોકના નાથ જિનવરદેવ એમ કહે છે કે તારા આત્મા સિવાય જે કોઈ ભિન્ન ચીજ છે તે સર્વની એકત્વબુદ્ધિનો અધ્યવસાય છોડ. ૭૦૭. * હું રાગમય છું તેમ માને છે તેથી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ છું એમ તે માને છે. બીજાને પોતાનું માનતાં જીવની પરિણિત બગડે છે. દયા-દાન-ભક્તિ-પૂજાનો શુભ રાગ ભલે હો, પણ તેમાં એકતા બુદ્ધિ છે તે આસ્રવનું કારણ છે અને તેનાથી ભેદ પાડવો તે સંવરનું કારણ છે. ૭૦૮. * મોક્ષમાર્ગની પર્યાય શા માટે ભિન્ન છે? કથંચિત ભિન્ન કહો છો તેનું કારણ શું? -કે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ તે ભાવરૂપ છે ને મોક્ષમાર્ગની પર્યાય છે તે ભાવનારૂપ છે. મોક્ષમાર્ગની પર્યાય ત્રિકાળી ભાવરૂપ નથી. મોક્ષમાર્ગની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૬૫ પર્યાય છે તે દ્રવ્યથી કથંચિત્ ભિન્ન કેમ છે? –કે તે ભાવનારૂપ છે, તે વર્તમાન ભાવનારૂપ છે પણ ત્રિકાળી ભાવરૂપ નથી. ત્રિકાળી પરિણામિકને ભાવ કહીએ, પારિણામિક કહીએ, ધ્રુવ કહીએ, સદેશ કહીએ અને આ પર્યાય છે તે વિસદેશ છે, કેમ કે ઉત્પન્ન-વ્યયયુક્ત દ્વન્દ્ર છે, મોક્ષનો માર્ગ પણ ઉત્પન્ન-વ્યયયુક્ત છે, એક સમયે ઉત્પન્ન થાય ને બીજા સમયે વ્યય થાય છે. ભાવરૂપ જે ત્રિકાળી ભગવાન, તેની સન્મુખ થઈને પ્રગટેલી દશા છે તે ભાવનારૂપ છે, ત્રિકાળી ભાવરૂપ નથી અને શુદ્ધ પારિણામિકભાવ છે તે ભાવનારૂપ નથી માટે કથંચિત્ ભિન્ન છે. ૭૦૯. * શુદ્ધોપયોગ-આનંદની દશાનું વદન તે પણ કોઈ અપેક્ષાએ એટલે કે તે ત્રિકાળ ટકતું નથી એ અપેક્ષાએ શુદ્ધ પારિણામિકભાવથી ભિન્ન છે. સંવર અધિકારમાં કહ્યું છે કે પુણ્ય-પાપના ભાવ એટલે કે વ્યવહારરત્નત્રયનો જેટલો ભાવ છે તે આત્મામાં ક્ષેત્રથી ભિન્ન છે, ભાવ તો ભિન્ન છે પણ એના પ્રદેશો પણ ભિન્ન છે, કેમ કે પ્રભુ આનંદનું દળ છે, તેમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી તેથી તેનું ક્ષેત્ર ત્રિકાળીના ક્ષેત્રથી ભિન્ન છે. અસંખ્ય પ્રદેશ પ્રભુમાં જે દયા-દાનના વિકલ્પ ઊઠે છે તે સ્વભાવથી તો ભિન્ન છે, પણ તે ક્ષેત્રથી ય ભિન્ન છે. ચિવિલાસમાં તો એમ કહ્યું છે કે પર્યાય પર્યાયને લઈને છે, દ્રવ્યને લઈને નહીં. મોક્ષનો માર્ગ છે તે પર્યાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું દાન દીધું તે પર્યાય, પર્યાયમાંથી પર્યાય થઈને પર્યાયના આધારે પર્યાય થઈ, દ્રવ્યના કારણે પર્યાય થઈ નથી. ૭૧૦. * આનંદનો નાથ પ્રભુ નિજ પરમાત્મદ્રવ્યની નિશ્ચય-મોક્ષમાર્ગની પર્યાય કથંચિત્ ભિન્ન છે, કેમ કે ત્રિકાળી તત્ત્વ કાયમી ટકતું તત્ત્વ છે કે આ એક સમયની પર્યાય ક્ષણિક છે. મોક્ષમાર્ગની પર્યાય છે તે ક્ષણિક સંપદા છે પણ જ્યાં પૂરી સંપદા પડી છે એવા નિત્યાનંદ પ્રભુ શુદ્ધાત્મદ્રવ્યથી મોક્ષની પર્યાય-આનંદના લાભની પર્યાય કથંચિત્ ભિન્ન છે. મોક્ષમાર્ગની પર્યાયથી મોક્ષ-પર્યાય મળે તેમ કહેવું તે વ્યવહાર છે. મોક્ષની પર્યાય સ્વતંત્રપણે પોતે પોતાથી પોતાને પ્રાપ્ત કરે છે, મોક્ષમાર્ગના કારણે મોક્ષની પર્યાય થાય તેમ કહેવું તે વ્યવહાર છે. મોક્ષમાર્ગની તે પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. ૭૧૧. * જો તારે આત્મા જ પ્રાપ્ત કરવો હોય તો હે જીવ! હવે વિરક્ત થા, હુઠ ના કર, નકામા બીજા વિકલ્પોથી તને શું લાભ? ભગવંત તું દુ:ખથી મુક્ત થવા મિથ્યાત્વ રાગાદિ અકાર્યથી-નકામાં કાર્યથી વિરક્ત થા, એ કોલાહલ છોડી દે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, તેને પામવા માટે રાગાદિથી વિરક્ત થા, કેમ કે એ નકામા કાર્ય છે, એ તારું કાર્ય નથી. તેથી જૂઠા વિકલ્પો કે જે ભગવાન આત્માને પામવામાં વિરોધ કરનારા છે એવા જૂઠા વિકલ્પોની જાળથી બસ થા! કેમ કે એવા જૂઠા વિકલ્પોથી તને શું? નકામા વિકલ્પો એટલે? –કે એ તારું કાર્ય નથી, એ તો પુદ્ગલનું કાર્ય છે, પુદ્ગલથી થયેલાં એ ભાવો પુદ્ગલ છે, ભગવાનના એ ભાવો નથી, કેમ કે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપે બિરાજમાન છે, એ રાગાદિ ભાવો તેનું સ્વરૂપ નથી. પર્યાયમાં એ ભાવો છે પણ ત્યાં તેને રાખવો નથી તેથી તારા નથી એમ કહીને તને સ્વરૂપમાં લઈ જવાનું પ્રયોજન છે, માટે તેને પુદ્ગલનાં કહ્યાં છે. ૭૧૨. * અનાદિકાળથી તું તારી દુખની દશામાં રમી રહ્યો છે. આ આત્માની વર્તમાન દશામાં ભલે વિકાર હો પણ જેમ લીંડીપીપર રંગે કાળી ને કદ નાની હોવા છતાં સ્વભાવે પૂર્ણ તીખી ને પૂર્ણ લીલી છે, તેમ શરીર પ્રમાણે કદ ને પર્યાયમાં મલિનતા હોવા છતાં સ્વભાવે પરિપૂર્ણ છે, ભગવાન છે. પ્રભુ! તારામાં પરમાત્મશક્તિ પૂરી પડી છે, અંદર અતીન્દ્રિય આનંદનો ડુંગરો પડ્યો છે. પોતે સમયસારભૂત ભગવાન પરમાત્મા છે. અનંત જ્ઞાન અનંત આનંદસ્વરૂપ પૂર્ણ પરમાત્મા છે. ૭૧૩. * રાજાએ પ્રસન્ન થઈને કોઈ માણસને કહ્યું: મારા નિધાનમાં કરોડો-અબજ સોનામહોરો છે તેમાંથી, સાંજ પડ્યા પહેલાં જેટલાં પોટલાં બાંધી શકે તેટલાં લઈ જા; તે માણસ લેવા નીકળ્યો, પણ રસ્તામાં વેશ્યાના નાચ વગેરે જોવા રોકાઈ ગયો ને એમ કરતાં રાત પડી ગઈ, પહોંચે તે પહેલાં રાજાનો ભંડાર બંધ થઈ ગયો; એ પ્રમાણે અહીં અજ્ઞાની જીવ “મારી જ્ઞાનની પર્યાય ખીલી છે” , “રાગ મંદ થઈ ગયો છે” –એમ પર્યાયમાં લક્ષ કરીને અટી ગયો છે, દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ કરતો નથી. ૧૪. * આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે, ત્યાં જ્ઞાનનું અસ્તિત્વ પોતાને લઈને છે, અસ્તિત્વને લઈને નથી. એક ગુણમાં અનંતાગુણનું રૂપ છે. એક ગુણમાં બીજો ગુણ નથી, એક ગુણ બીજા ગુણને લીધે નથી, પણ એક ગુણમાં અનંતાગુણનું રૂપ છે. એક એક ગુણમાં અનંતાગુણનું રૂપ છે ને એવા અનંતા ગુણવાળો આત્મા છે. ૭૧૫. * વીતરાગસ્વરૂપ ભગવાન છે. તેની પ્રતીતિ તે નિશ્ચય સમકિત છે. તે પ્રતીતિને પણ પરમાત્માની અપેક્ષા નથી. પર્યાયમાત્ર સ્વતંત્ર છે. એક એક પર્યાય સત્ છે તેને પરનો હેતું હોય નહીં, સત્ અહેતુક હોય. તેથી નિર્મળ પર્યાયને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૬૭ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી. આવું નક્કી કરનારની દષ્ટિ જશે કયાં? –કે ભૂતાર્થ દ્રવ્ય ઉપર જ દષ્ટિ જશે, તેથી ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. ૭૧૬. * સર્વને જાણવું-દેખવું એવો જેનો સ્વભાવ છે એવા પોતાના આત્માને જ તે દેખતો નથી. કેમ કે બંધ-અવસ્થામાં પોતાના અપરાધથી રાગમાં રોકાઈ ગયો છે. સર્વને જાણનાર એવા પોતાને તું જાણતો નથી ને બીજાને જાણવામાં તું રોકાઈ ગયો તે તારો પોતાનો જ અપરાધ છે. ૭૧૭. * આત્મા ને રાગની ભિન્નતામાં પોતાનો પુરુષાર્થ છે. રાગનો પુરુષાર્થ કે પુણ્યનો પુરુષાર્થ નથી પણ પોતાના વીર્યનો પુરુષાર્થ છે. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય છે તેમ નથી. પોતાના પુરુષાર્થ દ્વારા જ્ઞાયકભાવ આવિર્ભત કરવામાં આવે છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે પણ તેની પ્રતીતિમાં ન હતો તે હવે પ્રતીતિમાં આવ્યો તેથી આવિર્ભત કરવામાં આવ્યો તેમ કહ્યું છે. જ્ઞાયકપણે પ્રભુ જણાતો ન હતો ને રાગપણે જણાતો હતો તે હવે પુરુષાર્થ દ્વારા જ્ઞાયકપણે જણાયો તેથી જ્ઞાયકભાવ આવિર્ભત થયો કે જે સહજ એક છે. પર્યાયમાં જ્ઞાયકભાવ આવતો નથી પણ પર્યાયમાં જ્ઞાયકભાવ જણાય છે. ૭૧૮. * આ વાત તો મહાભાગ્યશાળી પુણવંત કે જેને અલ્પકાળમાં અનંત અનંત સુખના ધણી થવું છે તેને માટે છે. ૭૧૯. * ભેંસ આદિ ઢોર ઘાસ આદિ ખાઈને પછી નિરાંતે ઓગાળે છે, તેમ તત્ત્વની વાત સાંભળવામાં આવે તેનું મંથન કરીને, ગોઠવણી કરી કરીને, જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી એને ઓગાળવું જોઈએ. પર્યાય.. નો ભરોસો અને પછી ત્રિકાળ સનો ભરોસો આવવો જોઈએ. ૭૨૦. * ૧૨ અંગ અને ૧૪ પૂર્વનો આ સાર છે કે “વિભાવ અને નિમિત્તની ઉપેક્ષા અને પૂર્ણ સ્વભાવની અપેક્ષા” આ આખો સાર છે. એક વાકયમાં સાર છે. ૭ર૧. * પર્યાય જો દેશ્ય હૈ ઉસકો અદશ્ય કરકે ઔર ગુણ-ભેદ જો દેશ્ય હૈ ઉસકો અદશ્ય કરકે, ઔર દ્રવ્યકો દેશ્ય કરકે પૂર્વે અનંતા તીર્થકરોને સમ્યગ્દર્શન પાયા હૈ, યહ એક હી માર્ગ હૈ. ૭રર. * તારી પર્યાયમાં એટલી પ્રભુતા છે કે જેને “જાણવા માટે પરના આલંબનની, અરે ! ઇન્દ્રિય ને મનના આલંબનની પણ જરૂર નથી; ઇન્દ્રિયો ને મન છે માટે જ્ઞાનની વર્તમાન પર્યાય જાણે છે-એમ નથી. શાસ્ત્રથી જાણ્યું કે મન ને ઇન્દ્રિયો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૧૬૮ ] છે. તે ‘છે’ એમ જ્ઞાનમાં જણાય છે પણ જ્ઞાનને તેનાં આલંબન ને અપેક્ષાની જરૂર નથી. તે નિરાલંબન જ્ઞાન જેનો અંશ છે તે ત્રિકાળી જ્ઞાયક ચીજમાં કોઈની અપેક્ષા છે જ નહિ. એ ત્રિકાળી તત્ત્વના હોવાપણા ૫૨ જીવે કદી નજર આપી નથી અને માત્ર તેની ‘વર્તમાન અસ્તિ' માને છે! ૭૨૩. * સિંહ શું કોઈ હરણિયાં ને શિયાળિયાંનો પરિચય કરતો હશે ? જંગલમાં સિંહ જેમ નિર્ભયપણે વિચરે છે, તેમ તું પણ તારા સ્વરૂપમાં, લોકથી સાવ અળગો થઈને, વિચરજે. અંદર ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ સ્વભાવ સમસ્ત લૌકિક ભાવથી ભિન્ન જ છે. શરીરનો, કર્મનો, ઉદયનો કે રાગનો પણ જેને પરિચય નથી એવી વીતરાગી ચીજ અંદર પડી છે. અહા! સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની વાણી વીતરાગતા ઉત્પન્ન કરવાની શીખ આપે છે. ભગવાન શું કહે છે? તારી ચીજ વીતરાગસ્વરૂપ છે; તેનો પરિચય કર તો તને અંદરમાં વીતરાગ પર્યાય ઉત્પન્ન થશે. ૭૨૪. * પોતે આત્મા જેવો છે એવી દષ્ટિ કરીને એમાં રહેવું તે પ્રયોજનભૂત છે, બાકી બધું થોથાં છે. પ્રયોજન તો એક આત્માનું જ રાખવું, પરનું-પુણ્ય-પાપના ભાવનું પણ-નહિ. અહા! આવી વાત છે! ભગવાન આત્મા અંદર અનંત જ્ઞાન ને આનંદ આદિ શક્તિઓથી ભરેલી પરિપૂર્ણ વસ્તુ છે; સમીપમાં પ્રભુ હોવા છતાં, વર્તમાન પર્યાય ઉપર લક્ષ હોવાથી, એની તરફ નજર કરતો નથી. ચૈતન્ય ભગવાન આ જ ને આટલો છે, એના સ્વભાવમાં રાગ-દ્વેષ આદિ વિભાવનો પ્રવેશ નથી-એમ આત્માની ‘અસ્તિ ' સંભાળીને રાખવી-એ એક જ પ્રયોજન રાખવું. અશુભથી બચવા શુભરાગ આવે પણ એનું કાંઈ પ્રયોજન નથી. ૭૨૫. * વિભાવ કે પર્યાયમાં રોકાવું તે રસ્તો જ નથી. ભાઈ ! પર્યાયમાં કેમ રોકાઈ ગયો છે? પર્યાય રહિત નિષ્ક્રિય તત્ત્વ-ધ્રુવ તત્ત્વ-ઉ૫૨ દૃષ્ટિ દે ને! પર્યાય તો ઉપર ઉપર તરે છે, અંદર દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતી નથી. ચાહે તો કેવળજ્ઞાનની પર્યાય હો તોપણ તે ધ્રુવ સ્વભાવમાં પ્રવેશ કરતી નથી. પર્યાય ઉપર નહિ પણ દ્રવ્યસ્વભાવ ઉપર જોર આપવું. પાંચ ભાવમાં એકમાત્ર પરમપારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે અને ઔપમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ને ઔયિક-એ ચાર ભાવ પર્યાયરૂપ છે. પર્યાયની મુદત તો એક સમયની છે; તેમાં તું શા માટે રોકાય છે? અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા પડયો છે તેને જો ને! તારી રુચિને તેમાં જોડ ને! ભાઈ! મારગ તો આવો છે. ૭૨૬. * પહેલાંમાં પહેલાં તું તને ઓળખ. પહેલાં દેવ-શાસ્ત્ર-ગુરુને ઓળખ ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૬૯ પછી આત્માને ઓળખ એમ નથી કહ્યું. તું કોણ છો ? કેવડો છો? કેવો છો? કયાં છો ? તારી હયાતીમાં આ બધું જણાય છે એનો જાણનાર તે કેવો ને કેવડો છો? એ પહેલાં ઓળખીને ભેદવિજ્ઞાન પ્રગટ કર. પરની અપેક્ષા વિના રાગથી ભિન્ન ભેદજ્ઞાન કરવાની તારી શક્તિ છે. એ શક્તિને લક્ષમાં લઈને રાગથી ભેદજ્ઞાન કર એમ કહ્યું છે, પણ એમ નથી કહ્યું કે પહેલાં તું દેવ-ગુરુની ભક્તિ બહુમાન કર. પહેલાં તું તારું બહુમાન કર તો તને દેવ-ગુરુ નિમિત્ત છે તેનું બહુમાન સાચું આવશે. ૭ર૭. * કુંભારનો હાથ અડતો જાય અને માટીનો આકાર ઘડારૂપે થતો જાય ને કહે કે કુંભાર ઘડાનો કર્તા નથી, અજ્ઞાનીને એ બેસે કેમ? પણ ભાઈ ! કુંભાર અને માટી તે બે તત્ત્વો જુદે જુદા છે, એક તત્ત્વ બીજા તત્ત્વને કરે શું? જેમ દ્રવ્યનો કોઈ કર્તા નથી તેમ દ્રવ્યની પર્યાયનો પણ અન્ય કોઈ દ્રવ્ય કર્તા નથી. ૭૨૮. * આત્મા પરદ્રવ્યને કરી કે ભોગવી શકતો નથી એમ જાણીને પરદ્રવ્યનું કર્તા-ભોક્તાપણું છોડીને સ્વસમ્મુખ થવાનું છે. વિકારનો કર્તા કર્મ નથી-તેમ કહીને કર્મ તરફની પરાધીન દષ્ટિ છોડાવવી છે. વિકારનો કર્તા જીવ નથી પણ કર્મ છે, કર્મ વ્યાપક થઈને વિકારને કરે છેતેમ કહીને એક સમયના ઉપાધિ ભાવથી ભેદજ્ઞાન કરાવીને દ્રવ્ય ઉપર દષ્ટિ કરાવવી છે. વિકાર તે સમયની યોગ્યતાથી થવાનો હતો તે જ થયો છે–તેમ કહીને એક સમયના વિકારનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય તરફ દોરી છે. વિકાર પણ ક્રમબદ્ધમાં હતો તે થયો છે તેમાં તે ક્રમબદ્ધપર્યાયના સ્વકાળનું સત્ પરિણમન બતાવી વિકારનું અકર્તાપણું બતાવીને જ્ઞાતા તરફ દષ્ટિ કરાવવી છે. નિર્મળ પરિણામ પણ કમબદ્ધ છે-તેમ બતાવી શુદ્ધ પર્યાયના એક અંશ ઉપરથી પણ લક્ષ છોડાવી ત્રિકાળી ધ્રુવ ઉપર લક્ષ કરાવવું છે. પર્યાયનો કર્તા પરદ્રવ્ય નથી તેમ કહીને પરદ્રવ્યથી દષ્ટિને છોડાવી સ્વદ્રવ્યમાં વાળી છે. પર્યાયનો કર્તા સ્વદ્રવ્ય પણ નથી. પર્યાય પર્યાયના પકારકથી સ્વતંત્ર થાય છે. –એમ પર્યાયની સ્વતંત્રતા બતાવીને પર્યાય ઉપરનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય સન્મુખ કરાવવી છે. વિકાર કે નિર્મળ પર્યાયનો કર્તા ધ્રુવ દ્રવ્ય નથી પણ પર્યાય જ પર્યાયનો કર્તા છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર બંધ-મોક્ષ પરિણામને ધ્રુવ દ્રવ્ય કરતું નથી-એમ બતાવીને પર્યાયની સન્મુખતા છોડાવી ધ્રુવની સન્મુખતા કરાવવી છે. ૭૨૯. * પુણ્ય-પાપ દયા-દાન-પૂજા-ભક્તિ આદિને વેદે ઈ આત્મા નથી. જડ છે. - આ પોઈન્ટ (આત્મધર્મમાં) લખવા જેવા છે. વાહ રે ચૈતન્ય વાહ! ૭૩૦. * મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યમાં પણ જોડાય. અરે! સમકિતી સૌધર્મ ઇન્દ્ર પણ ભગવાન પાસે ઘૂઘરા બાંધીને નાચે ! મુમુક્ષુ જીવ કે જેને અંદરની લગની લાગી છે તે બહારમાં ઉલ્લાસના કાર્યોમાં પણ જોડાય, પરંતુ સાથોસાથ અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે કે અરે! હું આ નહીં; સંતોષ ન થાય. ૭૩૧. * પોતે ભગવાન હોવા છતાં બહારનાં સંયોગો-મકાન, સ્ત્રી, પુત્ર, ફિલમ, દોલત આદિ જડ વસ્તુઓ પાસે સુખની ભીખ માંગે છે. તૃષ્ણારૂપી ક્ષય રોગ લાગુ પડયો છે, તેમાં પીડાતો ઇન્દ્રિયવિષયો પાસે સુખની ભીખ માંગે છે. પણ પ્રતિકૂળતા, રોગ, નિર્ધનતા આદિ દુઃખના સાધન મળવાથી જેવી આકુળતા થાય છે તેવી જ આકુળતા તુષ્ણારૂપી રોગથી થાય છે. આ જીવે અનંતવાર દેવ, મનુષ્ય, મોટા રાજા આદિના વૈભવો પ્રાપ્ત કર્યા પણ આ તૃષ્ણારોગ મટયો નહિ. કેમ કે આત્માના આનંદની રૂચિ વિના તૃષ્ણાનો દાહ શમન થઈ શકતો નથી. ૭૩ર. * શરીરમાં છેદન-ભેદન વગેરે પ્રતિકૂળતા થાય તે ખરેખર દુઃખ નથી, પણ સંયોગ તરફની લાગણીથી માનસિક ચિંતા કરે છે તેનું દુઃખ છે. તે જ પ્રમાણે સ્વર્ગમાં બહારની અનુકૂળતા હોય-તેથી કાંઈ સુખ નથી, ત્યાં પણ સંયોગ તરફના વલણવાળો જીવ માનસિક ચિંતાથી દુ:ખી જ છે. જેને સ્વભાવની દૃષ્ટિ નથી, રાગ વગરનું જ્ઞાન પ્રગટયું નથી ને બહારના પુણ્ય અને પુણ્યફળની મીઠાશ છે તે જીવ બહારમાં બીજા પાસે પોતાના કરતાં વધારે ઋદ્ધિનો સંયોગ દેખતાં મનમાં આકુળતાથી દુઃખી થાય છે. તેને આખા જગતની ઋદ્ધિનો સંયોગ લેવાની ભાવના છે. અંદર આખી ચૈતન્યઋદ્ધિ છે તેનું તેને ભાન નથી એટલે બહારમાં સંયોગ વધારે લેવા માગે છે. ૭૩૩. * સર્વજ્ઞદેવે તારું પરમેશ્વર-સ્વરૂપ બતાવ્યું છે. તારા સ્વરૂપમાં જ્ઞાન, આનંદ આદિ જે અનંત ગુણો છે તે આશ્ચર્યકારી છે. તે બીજાને આશ્ચર્ય, વિસ્મય અને કુતૂહલથી જુએ છે, પણ અંતર પરમાત્મા બિરાજે છે તેના જે આશ્ચર્યકારી અનંત ગુણો, એક એક ગુણની અનંત પર્યાય, એક એક પર્યાયની અનંતી તાકાત વગેરે વિસ્મયકારી નિજ વૈભવને કુતૂહલથી જોતો નથી. અરે ભાઈ ! તું પ્રભુ છો. તારી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૭૧ શક્તિઓ તો બધી નિજ પ્રભુતાથી ભરેલી છે, તેની તને ખબર નથી. અનંત અનંત શક્તિથી ભરપૂર એવા તારા અભેદ દ્રવ્યસ્વભાવ પર દૃષ્ટિ કર; બાકી બધું થોથાં છે. કેટલી ડિગ્રીઓ મેળવી? કેટલા રૂપિયા ભેગા કર્યા? તે કોઈ ચીજ નથી. જે ચીજ તારામાં નથી તેનો તને વિશ્વાસ છે; તને રાગનો વિશ્વાસ, શરીરનો વિશ્વાસ, દવાનો વિશ્વાસ છે; પણ તને તારો વિશ્વાસ નથી. ૭૩૪. * ધ્રુવ જ્ઞાયક સત્ત્વ જેનું તળિયું છે એવા પ્રભુ ભગવાન આત્મામાં વર્તમાન પર્યાયને ઊંડાણમાં લઈ જઈને ત્રિકાળી ધ્રુવ સ્વરૂપની ઊંડાણમાંથી લગની લગાવે, તે તરફનો પુરુષાર્થ કરે તો વસ્તુ મળ્યા વિના રહે નહિ. ૭૩૫. * અનાદિ કાળથી આત્માની લગની લાગી જ નથી. લગની લાગે તો જ્ઞાન ને આનંદ પ્રગટે જ; અંદર ધ્રુવ પાતાળમાંથી જ્ઞાન ને આનંદ ફૂટે જ, નીકળે જ. શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી. અંદર ત્રિકાળી ધ્રુવ જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થતાં જે નિર્મળ જ્ઞાનધારા આવે–તેની સાથે અતીન્દ્રિય આનંદ પણ આવે–તેને જ્ઞાન કહેવામાં આવે છે. અંદરથી લગની લાગે તો એ નિર્મળ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ પ્રગટ્યા વિના રહે જ નહિ. ૭૩૬, * દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવ-એ જીવને પરિભ્રમણ કરવાનાં પાંચ પરાવર્તન છે. પ્રભુ! તારા-જ્ઞાયકદેવના-શરણે આવવાથી તે પંચપરાવર્તનનાં દુઃખનો અંત આવે છે. પંચપરાવર્તનમાં ભવ ને ભાવ બને આવી ગયા. ભાવમાં શુભ ને અશુભ બને આવી ગયા. તે બન્ને કર્મચક્ર છે. પ્રભુ! અંદર તારી ચીજ એવી છે કે તેના શરણે આવવાથી રાગનો પ્રેમ ને મહિમા છૂટી જાય. પ્રભુ! તારા સ્વભાવમાં જા તો તારા પરિભ્રમણનો અંત આવી જશે. તારા સ્વભાવના શરણે જવાથી શુભાશુભ ભાવપરાવર્તનનો અંત આવી જશે. ૭૩૭. * અશુદ્ધતાની પર્યાય પોતાના ઊંધા પુષાર્થના જોરથી પોતે કરે છે, ત્યારે સામે નિમિત્તપણે એક પરમાણુ હોતો નથી, પણ અનંત કર્મ-પરમાણુ હોય છે. એક ડાકુ સામે બસો સિપાહી રાખવા પડે તે, ડાકુનું જોર સૂચવે છે કે સિપાહીનું? તેમ જીવના એક વિભાવપરિણામ સામે નિમિત્તપણે અનંત કર્મપરમાણુ છે તે, જીવનું જોર સૂચવે છે કે કર્મ- પરમાણુનું? નિમિત્તના જોરની વાત નથી. કર્મનું જોર આત્મા ઉપર જરા પણ નથી. નિમિત્તથી વિકાર થાય છે એમ છે જ નહિ; નિમિત્તથી થાય તો તે સ્વયં ઉપાદાન થઈ જાય, પણ એમ તો બનતું નથી. પોતે ભલે એક છે, પણ પોતાની શક્તિ અનંતી છે. અનંત શક્તિશાળી નિજ જ્ઞાયક પ્રભુની દૃષ્ટિ તથા તેમાં સ્થિરતા કરવાથી પર્યાયમાં રહેલી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વરી અશુદ્ધતાનો તથા તેમાં નિમિત્તરૂપ જે અનંત કર્મપરમાણુ હુતા તેનો પણ નાશ થઈ જાય છે; કર્મની પર્યાય અકર્મરૂપ થઈ જાય છે. ૭૩૮. * સમયસારની ટીકામાં-ચોથા કળશમાં- “નિવર્તિ રમન્ત' કહ્યું છે. જે જિનવચનમાં રમે છે તે શીધ્ર પરમ જ્ઞાયકજ્યોતિરૂપ નિજ સમયસારને અનુભવે છે. જિનવચનમાં શું કહ્યું છે? ત્રિકાળી જિનસ્વરૂપી જ્ઞાયક પ્રભુ કે જેમાં ઉદયભાવનો સંગ નથી ને વ્યવહાર કે વિકલ્પની ગંધ નથી તેને જિનવચનમાં ઉપાદેયપણે કહ્યો છે. બધા શાસ્ત્રોમાં ત્રિકાળ સ-લક્ષણવાળા નિજ આત્માનું-વીતરાગસ્વરૂપ નિજ જ્ઞાયકભાવનું-લક્ષ કરવાનું કહ્યું છે. આ વીતરાગસ્વરૂપ જ્ઞાયક આત્માનો જ પરિચય રાખજે; કેમ કે પ્રભુની આજ્ઞા વીતરાગતા પ્રગટ કરવાની છે. વીતરાગ સ્વભાવનો અંશે આશ્રય થતાં પર્યાયમાં અંશે વીતરાગતા પ્રગટ થશે અને તે વીતરાગ પર્યાય સ્વભાવનો પૂર્ણ આશ્રય થતાં, પૂર્ણ વીતરાગતાનું કારણ થશે. ૭૩૯. * સ્વભાવદષ્ટિમાં રાગ આવતો નથી તેથી રાગના કાર્યને સ્વભાવથી જુદું પાડીને તેનો કર્તા દષ્ટિપ્રધાન કથનથી પુદ્ગલકર્મને કહ્યું અને જ્ઞાનપ્રધાન કથનમાં પ્રવચનસારની ૪૭ નયોના અધિકારમાં રાગના પરિણામ જીવમાં થતા હોવાથી જ્ઞાની જીવને રાગનો કર્તા કહ્યો છે. પંચાસ્તિકાય ગાથા ૬રમાં કહ્યું છે કે દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધાદિના શુભાશુભ પરિણામ થાય છે તેને કર્મની તો અપેક્ષા નથી પણ જીવ દ્રવ્યની અપેક્ષા વિના રાગાદિ વિકાર પરિણામ પર્યાયના પકારકની ક્રિયાથી સ્વતંત્ર થાય છે. જ્યાં જે વિવક્ષાથી કથન હોય તે સમજવું જોઈએ. ૭૪૦. * નિશ્ચયથી પરમ ઉપેક્ષા સંયમવાળા મુનિને શુદ્ધાત્માની આરાધના સિવાયનું બધું ય અણાચાર છે. શાસ્ત્રસ્વાધ્યાય-ભક્તિ-વ્રત-તપ-વ્યવહારરત્નત્રયનો રાગ આદિ બધો શુભરાગ તે અણાચાર છે. એ બધા શુભરાગની ઉપેક્ષા છે-અપેક્ષા નથી એવા પરમ ઉપેક્ષા સંયમવાળા મુનિને અતીન્દ્રિય આનંદના વેદન સિવાયનું બધું ય અણાચાર છે. શુદ્ધાત્માની આરાધના, શુદ્ધાત્માની ઉપાસના, સન્મુખતા, એકાગ્રતા સિવાયનું બધુંય એટલે વ્યવહારરત્નત્રયનો બધો ય શુભરાગ તે અણાચાર છે. ભગવન્ત પરમાત્મસ્વરૂપ જ તું છો, પણ એ વાત કેમ બેસે? કુંદકુંદ આચાર્ય મહારાજ એમ કહે છે કે શુદ્ધાત્મા સિવાયનો બધોય રાગ એટલે કે અમારા તરફનો રાગ એ બધો ય અણાચાર છે. પ્રભુ અણાચાર ભાવ એ તારું સ્વરૂપ નથી, એના પડખેથી ખસી જા. તારી સેવા સિવાયનું બધું અણાચાર છે. નિજ શુદ્ધાત્માની સન્મુખતા જ એક આચાર છે, એક જ પ્રતિક્રમણ છે. ૭૪૧. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૭૩ * જેમ આકાશમાં અગ્નિના ભડકા બળતાં હોય છતાં આકાશને તેની સાથે કાંઈ સંબંધ નથી, તેમ શરીરમાં ગમે તેવા ગુમડા થાય-ગમે તેવી અવસ્થા થાય તોપણ આકાશ સમાન આત્માને તેની સાથે કાંઈ સંબંધ નથી. ૭૪૨. * આહાહા! આકરું કામ છે બાપુ! અંદરમાં વૈરાગ્ય ! વૈરાગ્ય ! આ બધું વિખરાઈ જશે. બહારનું તારામાં નથી ને તારે લઈને આવ્યું નથી. તારામાં ભ્રમણા આવી છે, તેનો નાશ કરવાનો આ કાળ છે. ૭૪૩. * શ્રોતા:- શુભરાગના પરિણામથી જરાક તો લાભ થાય ને? પૂજ્ય ગુરુદેવઃ- અરે! જરાક લાભ માને તો મેરુ જેટલું મોટું મિથ્યાત્વ છે. ૭૪૪. * કેવળીને જાણીને કેવળીપણું તારું નક્કી કર એમ ભગવાને ઉપદેશ કર્યો છે. સ્વભાવ સન્મુખ જા, દ્રવ્યની અભિમુખ જા, આ એક જ ભગવાનનો ઉપદેશ છે. ચારે અનુયોગોમાં આ એક જ વાત છે. ૭૪૫. ... * વાત ઈ છે કે બહિર્મુખ લક્ષ છે તે અંતર્મુખ કરવાની વાત છે. “ લાખ વાતની વાત છે નિશ્ચય ઉર આણો.” અંતર્મુખ થવું એ વાત છે. આત્માને ઉચુ લાવો એ એક જ વાત છે. ૭૪૬. * શુભાશુભ ભાવમેં દુઃખ લગે, સ્વભાવમેં આનંદ લગે તબ રુચિ હોતી હૈ. સંસારમેં બાલબચ્ચોંકી રુચિ હૈ ઉસસે અનંત ગુણી રુચિ હોની ચાહિયે. ૭૪૭. * અહો! જેઓને! દરેક ક્ષણે ઈ મૃત્યુની નજીક જઈ રહ્યો છે પણ જો ઈ આત્માની સન્મુખ નહીં જાય તો મૃત્યુના વખતે ઈ મુંઝાઈ જશે. ૭૪૮. * ભગવાન! તું આનંદ સ્વરૂપ છો, રાગ ને વાણી આદિ જડને અડવા જેવું નથી. એનાથી આભડછેટ લાગે છે. તું ભગવાન સ્વરૂપ જ છો ને તારે ભગવાન થવું પડશે ભાઈ! ઘોર સંસારનું કારણ એવી પ્રશસ્ત ને અપ્રશસ્ત વચનરચના અને કનક-કામીનીના મોહથી આભડછેટ લાગે છે એને છોડીને અને પશુ સમાન અજ્ઞાની જીવકૃત લૌકિક ભયને છોડીને તું જેવો છો એવો થા! અને તું જેવો નથી તેને છોડી દે! તું જ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્મા છે, એની શ્રદ્ધા કરીને એવો થા! અને ઘોર સંસારના કારણભૂત રાગાદિરૂપે તું નથી એને છોડી દે! આહાહા! દિગંબર સંતોએ મોક્ષને હથેળીમાં બતાવ્યો છે. પ્રભુ! તું મુક્ત સ્વરૂપ છો. એની શ્રદ્ધા-જ્ઞાન કરીને ઠરતાં મોક્ષ થાય છે. ૭૪૯. * અનંત દ્રવ્યનો હું કર્તા નહીં, હું તેનો જાણનાર અનંત છું એમ પોતાના જ્ઞાનની અનંતતા બેસે તો રાગનો અંત આવી જાય છે. અનંત શૈયોને જાણી લેતાં, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર યોનો અંત આવી જતો નથી પરંતુ પોતાના જ્ઞાનની અનંતતા જેને બેઠી તેને રાગની એકતા તૂટીને રાગનો અંત આવી જાય છે. ૭૫0. * ઘણાં લોકો સ્વર્ગનાં દેવની વાત સાંભળે ત્યાં આશ્ચર્ય પામે છે, પણ ભાઈ ! એ સ્વર્ગ કાંઈ આશ્ચર્યકારી વસ્તુ નથી. તું પોતે અનંતવાર ત્યાં જઈ આવ્યો છે. સ્વર્ગના અસંખ્ય અવતાર થાય ત્યારે મનુષ્યનો એક અવતાર થાય; બીજી રીતે કહીયે તો જીવોમાંથી અસંખ્ય જીવો જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે માત્ર એક જીવ મનુષ્યમાં અવતરે. આવું મોંઘુ મનુષ્યપણું છે; ને દેવપણું તો તેના કરતાં અસંખ્યગણું સસ્તું છે. ૭પ૧. * આત્માના અજ્ઞાનથી ચાર ગતિમાં ભમતાં જીવે સૌથી વધુ ભવ એકેન્દ્રિયાદિ તિર્યંચગતિના કર્યા છે; તે ઉપરાંત મનુષ્ય, નરક, અને સ્વર્ગના અવતાર પણ અનંતવાર કર્યા છે. તેમાંય મનુષ્ય કરતાં નરકનાં ને નરક કરતાંય સ્વર્ગના અવતાર અસંખ્યગુણાં કર્યા છે. સરેરાશ અસંખ્ય અવતાર સ્વર્ગના ને નરકનાં કરે ત્યારે એક અવતાર મનુષ્યનો મળે; આવી મનુષ્ય અવતારની દુર્લભતા છે, ને આવા દુર્લભ મનુષ્ય અવતારમાં પણ જૈનધર્મનો વીતરાગી ઉપદેશ સાંભળવા મળવો બહુ દુર્લભ છે. આવો દુર્લભ અવતાર અને વીતરાગી જૈનધર્મનો ઉપદેશ તને અત્યારે મહાભાગ્ય મળ્યો છે, તો હવે તું શીધ્ર જાગ, ચેતીને સાવધાન થા, ને આત્માની ઓળખાણ વડે સમ્યજ્ઞાન પ્રગટ કરીને ભવદુઃખનો અંત કર. ૭૫૨. * અનાદિથી જે મોહની સેના છે તેને કઈ રીતે જીતવી? તેને જીતવાનો ઉપાય શું? –એ ઉપાય આચાર્ય મહારાજ અહીં બતાવે છે. જેણે ત્રણકાળ ત્રણલોકને એક સમયમાત્રમાં જાણી લીધા છે એવા અહંતદેવના દ્રવ્યને, ગુણને ને પર્યાયને પ્રથમ ખરેખર જાણવા. ખરેખર એટલે? –કે તેમને જાણીને પોતે પણ તેમના જેવો છે એમ મેળવણી કરવા માટે સ્વના લક્ષે અહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. હું અહંતદેવની નાતનો ને જાતનો જ છું એમ આત્માને જાણવાના લક્ષે અહંતદેવના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. એ રીતે રાગમિશ્રિત દશામાં પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે એમ વિકલ્પમાં આત્માને કળી લેવો. જેવો અતિદેવનો આત્મા છે તેવો જ તેની નાતનો ને જાતનો મારો આત્મા છે, એમ મનથી કળી લેવો. ત્રિકાળી કાયમ રહેનારું ધ્રુવ ચેતનતત્ત્વ તે દ્રવ્ય છે. ચૈતન્ય આદિ અનંતા ગુણો છે અને તેની એક સમયમાત્રની મર્યાદાવાળી પર્યાયો છે તેમ અતદેવને ખરેખર જાણીને પોતાને કળી લેવો. એ રીતે રાગમિશ્રિત દશામાં આત્માને કળીને વર્તમાન પર્યાયનું લક્ષ છોડીને, ગુણગુણીના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૭૫ વિકલ્પનું પણ લક્ષ છોડીને વર્તમાન પર્યાયને દ્રવ્ય સન્મુખ કરીને કેવળ આત્માનું લક્ષ કરવાથી નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પમાય છે કે જેના નિષ્કપ નિર્મળ પ્રકાશ વડે મોહ-અંધકાર પ્રલય પામે છે. મોહની સેનાને જીતવાનો આ ઉપાય છે. ૭૫૩. * રામ-લક્ષ્મણ બળદેવ-વાસુદેવ છે, રાવણ પ્રતિવાસુદેવ છે તેને લક્ષ્મણ મારે. છે ને પછી રાવણને બાળવા સાથે જાય છે. રાવણની સ્ત્રીને કહે છે કે માતા ! અમે બળદેવ વાસુદેવ છીએ, શું થાય ! બીજો કોઈ ઉપાય ન હતો, હોનહાર થયા વિના રહેતું નથી. માતા ! અમને ક્ષમા કરજે. રાગ-દ્વેષની પ્રવૃત્તિ થઈ પણ તેનો અંદરમાં ખેદ છે. અરે! આ અમારા કામ નહિં. અમે તો અંદરમાં રમનારા રામ છીએ. ૭૫૪. * આ સમજવા માટે કેટલી ધીરજ જોઈએ અને કેટલી શાંતિ જોઈએ ! બહારના કેટલા ઉછાળા છૂટી જાય ત્યારે ઈ અંદરમાં જાણવા જાય. ૭૫૫. * હું કારણ થઈને મારું કાર્ય થાય એવો વિકલ્પ પૂર્વક નિર્ણય કર્યો તોપણ ઈ હજુ સ્વસમ્મુખ નથી, તો પરને લઈને કાર્ય થાય એમ માને છે તો હજુ કયાંય પડયો છે. ૭૫૬. * ચૈતન્યજ્યોતિનો અંતરમાં અનુભવ કરતાં, સૂર્યના તાપથી સળગતી ઉધઈની જેમ રાગ બળી જાય છે, કરમાઈ જાય છે. ૭પ૭. * અહો! અંતરના અભિપ્રાયની અને મિથ્યા-અભિપ્રાયની શું કિંમત છે એની જગતને ખબર નથી. રાગના કણથી લાભ થાય એમ માન્યું એણે ચૈતન્ય લૂંટી લીધો. ૭૫૮. * કોઈ દિવસ જોયું નથી એવા રોકેટનો ભરોસો કરે છે પણ એક સમયમાં અનંતા પદાર્થોને જાણી લે એવી શક્તિનો ભરોસો તો લાવ! ૭૫૯. * અત્યારે તો શાસ્ત્રની જ જરૂર છે. સોંધા... સોંધા... સોંધા... જ્ઞાન કરો. જ્ઞાન કરો... જ્ઞાન કરો... આત્મવસ્તુના પડખા સમજો. આ જ મૂળ વસ્તુ છે. ૭૬૦. * હે જિનેન્દ્ર ! તારી ભક્તિથી હું પવિત્રતા તો પૂરી પામીશ જ, પરંતુ પુણ્યમાં પણ પૂરી પ્રાપ્તિ થશે. હું તીર્થકર ચક્રવર્તી આદિ પદ પામી મારી પૂર્ણતા સાધીશ. ૭૬૧. * .. વરસ વરસ.. બબ્બે વરસ સુધી રોગ લંબાય, શરીરમાં ભાઠા પડે, ઈયળ પડે, સહ્યું ન જાય, શરીર છૂટે નહિ, અને એને છોડે નહિ. (આ એનાથી છૂટો અંદરમાં પડે નહિ, ભેદજ્ઞાન કરે નહિ.) હેરાન-હેરાન થઈ જાય. અરે, એને થવું હોય એમ ભલેને થાય. તું એનાથી છૂટો પડીને જોયા કરને! ૭૬૨. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * પરયને પરસ્વરૂપે જાણવું એ એનું સ્વરૂપ છે પણ એને પોતાના માનવા એ ભ્રાંતિ છે. એણે ભૂલનું સ્વરૂપ જ જાણ્યું નથી. પરશેયને પોતાના માનવા એ મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. જગતને પોતાનું માનવું એટલે રાગને પોતાનો માનવો એ ભ્રાંતિ છે. ૭૬૩. * ગુણસ્થાન દેખીને મુનિને જે વંદન કરે છે તે ગુણસ્થાન તો અચેતન છે. તેથી ગુણસ્થાનને વંદન તે દેહને જ વંદન થઈ જાય છે. તેથી તે દેહની સ્તુતિ છે, ચૈતન્યની સ્તુતિ નથી અને જીવની સ્તુતિ તો પોતાના અંતરમાં જાય ત્યારે થાય છે. ૭૬૪. * શ્રોતા - પર્યાયનો વિવેક અને પર્યાયદષ્ટિ એ બેમાં શું ફેર છે? પૂજ્ય ગુરુદેવઃ- પર્યાયનું જ્ઞાન કરવું તે પર્યાયનો વિવેક છે અને પર્યાયની રુચિ અને દષ્ટિ રાખીને પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ માનવું તે પર્યાયદષ્ટિ છે. બેમાં મોટો ફેર છે. ૭૬૫. * કોઈ એમ કહે કે આ પહેલાં મોક્ષ ગયા અને આ પછી મોક્ષ ગયા. આવો પહેલાં-પછીનો ભંગ વીતરાગ સ્વભાવમાં છે જ નહિ. આત્માનું ભાન થયા પછી એક ભવ કરે કે થોડા વધુ ભવ કરે, પણ વીતરાગ સ્વભાવમાં પહેલાં-પછી એવો ભંગ નથી. પહેલાં-પછીનો ભંગ પાડવો એ તો વિષમતા છે, કષાય છે. ચૈતન્યને પહેલાં-પછી મોક્ષ કહેવો તે તો મેણા-ટોણા દેવા બરાબર છે. ૭૬૬. * આત્માના સાક્ષાત્કાર હોનેવાલેથી દષ્ટિ દૂસરી જાતિકી હોતી હૈ. ઉસકો તો સબ પ્રકારકા વિવેક હો જાતા હૈ. સારા આગમકા રહસ્ય ઉસકો ખુલ ગયા છે. ૭૬૭. * સર્વાર્થસિદ્ધિના દેવો અસંખ્ય અસંખ્ય અબજ વર્ષો સુધી સ્વાધ્યાય કરે છે, પરંતુ જાણે છે કે આત્માના અનુભવમાં જશું ત્યારે આ સ્વાધ્યાયનો પાર આવશે. જેને થોડો વખત સ્વાધ્યાય કરતાં કંટાળો આવી જાય છે ઈ તો અસંખ્ય અબજ વર્ષો સુધી સ્વાધ્યાય કરી જ શકે નહિ. એને તો વ્યવહારે જે શાસ્ત્ર-સ્વાધ્યાયનો વિકલ્પ હોય ઈ (વ્યવહાર) પણ નથી. ૭૬૮. * જીવની હાજરીમાં હાથ-પગ-મોટું-આંખ ખુલે, ખવાય-પીવાય-બોલાય, ત્યાં એને એમ થઈ જાય છે કે આ બધું મારાથી થાય છે ને હું એને કરું છું-એવો ભ્રમ થાય છે. પણ આત્મા તો એનાથી ભિન્ન એકલો ચૈતન્ય જ્ઞાયક જ છે તે એને બેસતું નથી. ૭૬૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૭૭ * કરોડ રૂપિયા ને અબજ એ બધી ધૂળ છે. શ્રોતા:- ભલેને આપ ધૂળ કહો પણ એની ખુરશી પહેલી પડે છે! પૂજ્ય ગુરુદેવઃ- નરકમાં એની ખુરશી પડે છે. અરે! અહીં તો શુભભાવમાં બેસીને પોતાનો માને છે એ પણ નરકમાં બેઠો છે, મિથ્યાત્વમાં બેઠો છે. ૭૭૦. * પહેલાં એકલો હતો તેમાંથી બાયડી થઈ એટલે ઢોરની જેમ ચાર પગ થયા. ઢોર જેવો થયો. પછી પુત્ર થતાં ૬ પગો ભમરો થયો અને છોકરાને બાયડી થઈ એટલે આઠ પગો કરોળિયો થયો. પછી પોતાની લાળ કાઢી કાઢીને પોતાને બાંધીને ફસાયો. ૭૭૧. * શ્રોતા:- અનુભૂતિ કરવા માટે શું કરવું? પૂજ્ય ગુરુદેવ - આત્મામાં એકાગ્રતા કરવી. શ્રોતા - એકાગ્રતા કરવા માટે શું પ્રયાસ કરવો? વિકલ્પાત્મક ચિંતવન કેવી રીતે કરવું? પૂજ્ય ગુરુદેવ - વિકલ્પાત્મક ચિંતવન એ કારણ છે જ નહિ. ઈ વસ્તુ છે જ નહિ. પરોક્ષજ્ઞાન ઈ પ્રત્યક્ષજ્ઞાનનું કારણ છે જ નહિ. સીધો અંદરમાં એકાગ્ર થતાં પ્રત્યક્ષજ્ઞાન થાય એ જ વસ્તુ છે. ૭૭ર. * આમ તો આવે છે ને- “હું તો દોષ અનંતનું ભાન છું કરુણાળ'.. નાહીં એક સગુણ પણ, મુખ બતાવું શું?’ એ તો શિષ્યનો વિનયભાવ છે. સની જિજ્ઞાસાવાળાને એવી નમ્રતાના ભાવ હોય છે. પર્યાયમાં દોષ છે એમ ત્યાં બતાવવું છે. મારી પર્યાયમાં દોષ છે-એમ જાણે-માને નહિ તો દોષ રહિત નિજ જ્ઞાયક ભગવાનને કઈ રીતે જાણે માને? અહીં તો, પર્યાયમાં પોતા થકી દોષ છે એવો જેને સ્વીકાર છે તેને બતાવે છે કે, ભગવાન આત્મા સ્વભાવે તો દોષનું આયતન છે જ નહિ; તે તો ચારે તરફ અનંત ગુણોનું જ આયતન છે. શ્રીમદ્ રાજચંદ્ર એક ઠેકાણે એવા આશયનું લખ્યું છે કે-પ્રભુ સર્વગુણસંપન્ન છે પણ એના અપલખણનો પાર નથી... અહીં એમ કહેવું છે કે તું તારી ચીજને-ત્રિકાળી પરિપૂર્ણ પ્રભુતાને-માનતો નથી અને પર્યાય ને રાગાદિ જેટલો જ પોતાને માને છે, એ તારું અપલક્ષણ છે. અહા ! આવો માર્ગ છે; પરંતુ અરેરે! જીવ અનાદિ કાળથી લૂંટાઈ રહ્યો છે. એ રાગના રસિયાને પ્રથમ તો પોતાના વસ્તસ્વરૂપની ખબર નથી, સંસારની જંજાળ આડે સાંભળવાને નવરો થતો નથી. નવરો થઈને માંડ સાંભળવા જાય ત્યાં કુગુરુ તેનો સમય લૂંટી લે છે. ત્યાં તેને અંતર આત્મદષ્ટિ કરવાની વાત તો મળી નહિ અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર વ્યવહારથી-દાન-પૂજા કે વ્રતાદિ કરવાથી-કલ્યાણ થશે, એમ બાહ્ય ક્રિયાકાંડની દષ્ટિનું પોષણ મળ્યું. કુગુરુએ એનો સમય લૂંટી લીધો. ૭૭૩. * ધર્મી જીવને જે વીતરાગીદશા પ્રગટ થઈ તે પૂજ્ય અને આદરણીય છે. પણ ખરું પૂજ્ય તો ત્રિકાળી દ્રવ્ય જ છે. પરંતુ શુદ્ધ પર્યાય ધર્મીને જે પ્રગટ થઈ તે વ્યવહાર પૂજ્ય છે. પરંતુ ધર્મીને જે રાગની પર્યાય આવે છે તે તો હેયભાવે છે, તેને તે પૂજ્ય નથી અને બીજાને પણ તે પૂજ્ય નથી. ૭૭૪. * જે મોક્ષનું કહેવામાત્ર-કથનમાત્ર કારણ છે એવો વ્યવહારરત્નત્રય તો ભવસાગરમાં ડૂબેલાં જીવોએ પૂર્વે ભવભવમાં સાંભળ્યો છે અને કર્યો પણ છે. દયાદાન-ભક્તિ-વ્રત-તપ આદિ શુભરાગનો વ્યવહાર તો ભવસાગરમાં ડૂબેલાં જીવોએ અનંતવાર સાંભળ્યો છે અને આચાર્યો છે પણ તે વ્યવહારરત્નત્રય કાંઈક-કથનમાત્ર મોક્ષનું કારણ છે પરંતુ ખરેખર તો તે બંધનું જ કારણ છે. જે રાગ દુઃખરૂપ છે, ઝેરરૂપ છે તે અમૃતરૂપ એવા મોક્ષનું કારણ કેમ હોય? દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ, પૂજા, જિનમંદિર બંધાવવા, મોટા ગજરથ આદિ કાઢવા આદિ બધું તો ભવભવમાં અનંતવાર કર્યું, શાસ્ત્રનું અગિયાર અંગનું જ્ઞાન, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા અને વ્રત-તપ આદિનું આચરણ પૂર્વે અનંતવાર સાંભળ્યું છે અને આચર્યું પણ છે. અરેરે ! ખેદ છે કે જે સર્વથા એક જ્ઞાનરૂપ છે એવા પરમાત્મતત્ત્વને જીવે સાંભળ્યું નથી, આચર્યું નથી. ૭૭૫. * શ્રોતા:- વિકલ્પવાળો નિર્ણય થતાં પુરુષાર્થ સહજ થાય છે કે જુદો કરવો પડે છે? પૂજ્ય ગુરુદેવ - સ્વસમ્મુખનો પુરુષાર્થ જુદો કરવો પડે છે. ૭૭૬. * મારી ચીજ જ્ઞાયકભાવથી કદી છૂટી જ નથી અને રાગને કદી સ્પર્શી જ નથી-એવી દષ્ટિ થતાં સમ્યક દર્શન થાય છે. ૭૭૭. * સાધક જીવ કહે છેઃ હે જ્ઞાયક પ્રભુ! મને તારા દર્શન દે ને! તારો અંદરનો વૈભવ મને જોવા-માણવા દે ને! અરેરે પ્રભુ! એકેન્દ્રિય, બે-ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયપણામાં મેં તને કયાંય ન દેખ્યો. અરે! બાહ્ય મુનિપણું અનંતવાર લીધું, પરંતુ ત્યાં પણ તારા દર્શન ન થયા નાથ ! હવે તો એક વાર ચેતનપ્રભુનાં દર્શન કરવા દો. સંસારની બીજી બધી ઝંઝટ છોડીને ધર્મી જીવને ચેતનનો અનુભવ કરવાની લગની લાગી છે; દુનિયા માન આપે કે ન આપે-એની સાથે કોઈ સંબંધ નથી. “આ ધર્માત્મા છે' એમ લોકો ગણતરીમાં ગણે-એની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૭૯ કોઈ કિંમત નથી. ચૈતન્યભગવાન પર દષ્ટિ દેવાથી તે પ્રાપ્ત થાય છે, માટે હે શુદ્ધ પરિણતિરૂપી સખી! મને સ્વભાવ પર દૃષ્ટિ કરવા દે. શરીરના પ્રાણ પણ ભલે જાઓ, પણ મારો ચૈતન્યભાવપ્રાણ મારી દૃષ્ટિમાં આવો. ધર્મીને સદા આવી ભાવના હોય છે. ૭૭૮. * ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા અંદર શક્તિએ તો સદા અબદ્ધસ્વરૂપ અર્થાત્ મુક્તસ્વરૂપ છે. યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતાપૂર્વક તે ધ્રુવ મુક્તસ્વરૂપનું અંતરમાં ધ્યાન કરવાથી પર્યાયમાં મુક્તદશા પ્રગટ થશે. જીવને સંસારના પાપધ્યાન કરતાં તો આવડે છે, જેમ સંસારના આર્ત ને રૌદ્રધ્યાનમાં ચડી જાય છે, તેમ એવું ધ્યાન-એવી એકાગ્રતા-ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં લગાવ. અહા ! મારગ તો આવો છે. તે દયા, દાન, વ્રત કે ભક્તિથી મળશે નહિ, એ તો રાગ છે. રાગભાવથી વીતરાગતા મળે? ૭૭૯. * જેમાં રાગ તો નહિ પણ અલ્પજ્ઞાન પણ જેનો સ્વભાવ નથી એવો આ ભગવાન આત્મા પરમ આશ્ચર્યકારી અદભુતાદ્દભુત ચૈતન્યમૂર્તિ છે. તે સહજ જ્ઞાન ને સહજ આનંદ આદિ અનંત અનંત ગુણોથી ભરપૂર ભર્યો પડ્યો છે. બધા ક્ષેત્રે ને બધા કાળે તે આશ્ચર્યકારી ચૈતન્ય જિનપ્રતિમા અંદરમાં સદા બિરાજે છે. તેની બધા પડખેથી ઓળખાણ કર. પૂર્ણાનંદમય પ્રભુની ચારે બાજુથી–ઉપાદાન-નિમિત્તથી, નિશ્ચય-વ્યવહારથી, પ્રમાણ-નય-નિક્ષેપથી-પહેલાં બરાબર ઓળખાણ કરવી જોઈએ. નિશ્ચયથી-દ્રવ્ય-અપેક્ષાએ-આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે અને વ્યવહારથી-પર્યાયઅપેક્ષાએ તે જ આત્મા અશુદ્ધ તેમ જ દુઃખી છે; આત્મા દ્રવ્ય તરીકે ધ્રુવ વસ્તુ છે અને તે જ આત્મા પર્યાય તરીકે પલટતી વસ્તુ છે એ પ્રમાણે જેવું વસ્તુસ્વરૂપ છે એવું બધા પડખાંથી બરાબર ઓળખે. વસ્તુસ્વરૂપને બરાબર ઓળખ્યા પછી નયપ્રમાણ વગેરેના પક્ષ છોડી અંદર આત્માનુભવમાં ઠરી જવું. આત્મા નિશ્ચયથી અબદ્ધ છે ને વ્યવહારથી બદ્ધ છે-એનો પ્રથમ સાચો નિર્ણય કરે; પરંતુ તે બન્ને નયપક્ષ વિકલ્પ છે, રાગ છે, તેનાથી આત્માનુભવ પ્રાપ્ત થતો નથી. એ પ્રમાણ-નવ-નિક્ષેપ વગેરેનો પક્ષ છોડી અંતરમાં સ્થિર થઈ જવું, અભેદ આત્માને ધ્યેય બનાવીને મસ્ત થઈ જવું. તો અંદરથી જ મુક્તસ્વરૂપ પ્રગટ થશે. ૭૮O. * ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવાનું કામ જે પર્યાય કરે છે તે પર્યાય ઉપરથી પણ લક્ષ ઉઠાવી લે. બધેથી લક્ષ ઉઠાવી લે તેમાં વ્યવહાર-રત્નત્રયના વિકલ્પો પણ આવી ગયા, અને જે અંદરમાં જવાનું કામ કરે છે તે એક સમયની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પર્યાય પણ આવી ગઈ. તે બધેથી લક્ષ ઉઠાવી ધ્રુવ જ્ઞાયકને પકડ. અધ્રુવથી-પલટતી પર્યાયથી–ધ્રુવને પકડ. અનિત્યથી નિત્યને પકડ, નિત્યથી નિત્ય પકડાતું નથી. તેની જે અનિત્ય પર્યાય છે તેને એવી ધીર અને ગંભીર બનાવ કે જેથી દ્રવ્યસ્વભાવને પકડી લે. વસ્તુસ્વરૂપ ઉપર દૃષ્ટિને લઈ જા; તે વગર સમ્યગ્દર્શન કયારેય નહિ થાય. ભાઈ ! મારગ તો આવો છે. આ સિવાય લાખ વ્રત-તપ કરે, ભક્તિ, પૂજા કે યાત્રા કરે, કરોડો ને અબજો રૂપિયા ખરચીને મોટાં મોટાં મંદિરો બંધાવે, તોપણ તેના વડે કાંઈ આત્મા પકડમાં આવતો નથી. જો પૈસાથી ધર્મ થતો હોય તો બિચારા ગરીબોને રોવું પડે. બાહ્ય ક્રિયાકાંડ કે પૈસાને આધીન ધર્મ નથી; અંદર પાતાળમાંદ્રવ્યસ્વભાવમાં–ભગવાન બિરાજે છે તેને પકડ તો સમ્યગ્દર્શન-ધર્મનું પ્રથમ સોપાનપ્રાપ્ત થશે. ૭૮૧. * રાગાદિ ચિવિકારોને દેખીને એવો ભ્રમ ન કરવો કે રાગાદિ પણ ચૈતન્ય જ છે. બીજી રીતે કહીયે તો નિશ્ચયવાળાને જ્યાં વ્યવહાર સાધન કહ્યો છે ત્યાં વ્યવહાર સાધન ન સમજવો. જ્ઞાનસ્વભાવી આત્માથી વિરુદ્ધ લક્ષણવાળા રાગને ચૈતન્ય સાથે દેખીને તેને સાધન ન સમજો. જેને નિશ્ચય-મોક્ષમાર્ગ પ્રગટયો છે તેને વ્યવહા૨ સાથે હોય છે તેથી સહચર દેખીને ઉપચારથી તેમાં સાધનનું આરોપણ કર્યું છે. પરંતુ વ્યવહારમોક્ષમાર્ગ પ્રશસ્તરાગ છે અને તે આત્માના સ્વભાવથી વિરુદ્ધ લક્ષણવાળો છે તેથી વ્યવહા૨મોક્ષમાર્ગ સાધન કેમ હોય ? -ન જ હોય. ૭૮૨. * જેમ માટી કાર્ય નથી પણ ઘડો કાર્ય છે; ઘડો કાર્ય છે તેથી કર્તા વિના થાય નહીં. ઘડો કાર્ય છે ને માટી કર્તા છે, કુંભાર કર્તા નથી. સમયસાર ૩૭૨ ગાથામાં અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે કુંભારથી ઘડો થાય છે એમ તો અમે દેખતા નથી. કુંભાર ઘડાનો કર્તા છે જ નહિ. માટી પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતી હોવાથી માટી કર્તા ને ઘડો કાર્ય છે. તેમ વિકાર કાર્ય છે માટે તે કર્તા વિના હોય નહી; તેથી વિકાર છે તે જીવ અને પુદ્ગલ એમ બે દ્રવ્યની કરતુતિ-કાર્ય નથી, પણ જીવદ્રવ્યનું કાર્ય છે. કોઈ એમ કહેશે કે રાગાદિ કાર્ય અને તેનો કર્તા એ જીવ અને પુદ્દગલ છે. તેનું સમાધાન એમ છે કે રાગાદિનું અંતરંગ કારણ તો જીવ પોતે જ છે, બાહ્ય કારણ-પુદ્દગલકર્મ તો નિમિત્તમાત્ર છે, નિમિત્તમાત્ર ચીજ છે તે પરિણમાવતું નથી. ૭૮૩. * ધર્મ એવી સૂક્ષ્મ ચીજ છે કે એ વાત સાધારણ જીવને બેસે નહિ. જગતના સાધારણ જીવો કે જે વેપાર આદિના પાપના ધંધામાં પડયા હોય તેને આ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૧૮૧ સૂક્ષ્મ તત્ત્વ બેસે નહિ અને ધર્મના નામે પણ ક્રિયાકાંડના આગ્રહમાં પડ્યા હોય એવા જીવને પણ આ ભગવાને કહેલું સૂક્ષ્મતત્ત્વ બેસે નહિ. માટે ભાઈ ! તું વાદવિવાદ કોઈની સાથે કરીશ નહિ, કેમ કે તત્ત્વ સૂક્ષ્મ ચીજ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે નહિ, દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય, એક પર્યાય બીજી પર્યાયને અડે નહિ. એક પરમાણુ બીજા પરમાણુને અડતું નથી એ વાત બાપદાદા કોઈએ સાંભળી નથી. એવી સૂક્ષ્મ વાત કેમ બેસે? ભગવાન તીર્થંકરદેવે છે દ્રવ્યો જોયા છે. તે દરેક દ્રવ્યની પર્યાય જે કાળે જે ક્ષેત્રે જે રૂપે થવાની તે થવાની જ છેઆવી સૂક્ષ્મ વાતો જગતના સાધારણ જીવોને બેસે એવી નથી, માટે કોઈની સાથે વાદવિવાદ કરીશ નહિ. તું સમજીને સમાઈ જા.... ૭૮૪. * ત્રણકાળ ત્રણલોકની જે પર્યાયો છે તે બધી જ્ઞય તરીકે કેવળજ્ઞાનની પર્યાયમાં અર્પાઈ જાય છે. જેટલા જ્ઞયો છે તેની ભૂત-વર્તમાન-ભાવિની બધી પર્યાયો એક સમયમાં જ્ઞાનમાં અકંપપણે અર્પાઈ જાય છે-જણાય જાય છે. ગયા કાળની ને ભવિષ્યની ને વર્તમાનની બધી પર્યાયો જાણે સ્થિર હોય એમ અકંપપણે જ્ઞાનને શેયપણે અર્પે છે-શેયપણે વર્તે છે. આવું ક્રમબદ્ધ સ્વરૂપ છે તેને જે માનતો નથી તે વસ્તુની સ્થિતિને માનતો નથી ને વસ્તુની સ્થિતિને માનતો નથી તે કેવળજ્ઞાનને જ માનતો નથી. ૭૮૫. * વસ્તુમાં અધિકરણ નામનો ગુણ છે, તેના આધારે વસ્તુ ટકી રહી છે, અન્યના આધારે નથી. આત્મા શરીરના આધારે નથી રહ્યો, શરીર પાટના (ખુરશીના) આધારે રહ્યું નથી, પાટ જમીનના આધારે રહી નથી. એક રજકણ બીજા રજકણના આધારે રહ્યું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા-કર્મ-કરણ કે આધાર નથી. સાંભળજો ભાઈ ! આ ભગવાનની વાણીનો પડકાર છે. આત્મવસ્તુ ચમત્કારીક ચીજ છે. એવા આત્માનો વિશ્વાસ.. વિશ્વાસ.. વિશ્વાસ આવવો જોઈએ, “વિશ્વાસ વહાણ તરે છે. પાણીના આધારે વહાણ તરતું નથી, વહાણ વહાણના આધારે તરે છે. આવી વસ્તુની સ્થિતિ છે. આત્મા વિશ્વનો પ્રકાશક છે. વિશ્વ એટલે અનંત પદાર્થો, એ અનંત પદાર્થોની અસ્તિ પોત પોતાથી જ ભિન્નભિન્ન અસ્તિત્વરૂપે રહી શકે છે. જો એક પદાર્થ બીજા પદાર્થના આધારે રહે તો અનંત પદાર્થોની અસ્તિ સિદ્ધ થઈ શકે નહીં. બીજા સંયોગી દ્રવ્યથી જોવું એ તો સંયોગદષ્ટિ છે. વસ્તુના ચમત્કારીક સ્વભાવથી જોવું તે સ્વભાવદષ્ટિ છે. ચૈતન્ય વસ્તુનો સ્વભાવ તો ચમત્કારીક છે જ, પણ દરેક પદાર્થનો સ્વભાવ પણ ચમત્કારીક છે. ૭૮૬. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * વસ્તુમાં ગુણ-ગુણીના કે બીજા કાંઈ પણ ભેદ નથી. રાગ મારો એમ તો નથી પણ પારકોના, ઉત્પાદ-વ્યય-ધ્રુવ કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ વસ્તુમાં નથી. આહાહા! અમૃતચંદ્રાચાર્યનો કોઈ પણ શ્લોક હો; અદ્દભુત વાત છે. વસ્તુમાં કોઈ પણ ભેદ નથી તો છે શું? –કે એ તો નિર્વિકલ્પમાત્ર ચૈતન્યવસ્તુનું સત્ત્વ છે. જ્ઞાયક સત્ત્વ છે. કેવો છે ચૈતન્યસ્વભાવ? -કે વિભુ છે અર્થાત્ પોતાના સ્વરૂપમાં વ્યાપનારો છે. પોતાના વિશેષણોમાં વ્યાપનારો, ગુણોનો એકરૂપ વિભુ છે. પોતાના સ્વરૂપમાં વ્યાપનારો ચૈતન્યવિભુ છે, પર્યાયમાં આવતો નથી એવો નિર્ણય, એવો અનુભવ પર્યાયમાં છે પણ તે પર્યાયમાં વસ્તુ આવી નથી. અનુભવથી વસ્તુ ભિન્ન છે પણ અનુભવની દષ્ટિમાં એકરૂપ વસ્તુ છે કે જે સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. અનુભવના આવા સંસ્કાર તે એક માત્ર કર્તવ્ય છે. ૭૮૭. * જ્ઞાનલક્ષણ આત્મા સ્વભાવે રાગથી ભિન્ન જ છે. ખાણમાં જેમ પથ્થરો વચ્ચે સાંધ-લીંટી જેવી પાતળી રગ હોય છે, તે રગમાં દારૂ ભરીને ફોડવામાં આવે છે અને સેંકડો મણના મોટા મોટા પથ્થરો જુદા પડી જાય છે, તેમ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા અને વિભાવસ્વરૂપ રાગ વચ્ચે સંધિ છે, નિ:સંધિ કયારેય થઈ નથી. આત્માનું ચૈતન્યદળ અને શુભાશુભ રાગ-ભલે ને તીર્થંકરનામકર્મ બંધાય એવો શુભ રાગ હોય તે બન્ને વચ્ચે સાંધ છે; ત્રિકાળી વીતરાગ સ્વભાવ અને રાગ કદી પણ એક થયા જ નથી. અનાદિ રાગમાં સ્વપણાના અધ્યાસને કારણે અજ્ઞાનીને એક લાગે છે, પણ આત્મા અને રાગ કયારેય એક થયા જ નથી; માને તોપણ એક થયા નથી. પોતપોતાના નિયત લક્ષણથી બન્ને જુદા જ છે. ૭૮૮. * જેને ખરેખર એમ લાગે કે મારું જીવન નિષ્ફળ ગયું, એ તો સફળતાનો માર્ગ લે છે. ૭૮૯. * ધૂડકી (–પૈસાડી) કિંમત તો મરને કે લિયે હૈં. ધૂડકી કિંમત કરતે હૈં વો અપનેકો માર ડાલતે હૈં. ધૂડકી કિંમત તો નહીં લેકિન રાગકી કિંમત ભી નહીં, શુભ રાગકી કિંમત કરતે હૈ વો અપનેકો માર ડાલતે હૈં! ૭૯૦. * શ્રોતા - ગુરુદેવ! આત્મા અને રાગ જુદા છે તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવ પહેલાં આવી શકે ? પૂજ્ય ગુરુદેવઃ- ધારણારૂપે સાધારણ ખ્યાલ આવી શકે, અનુમાનથી પહેલાં નક્કી કરે. ૧૪૩મી ગાથામાં કહ્યું છે ને કે પહેલાં નિર્ણય કરે છે, ખરો ખ્યાલ તો અનુભવ કરે ત્યારે જ ખ્યાલમાં આવે છે. ૭૯૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૮૩ * વક્તાની પર્યાયની નિર્મળતા વધીને તે નિમિત્ત થઈને જે વાણી આવે છે તે સાંભળીને શ્રોતાને પણ જ્ઞાનમાં નવી નવી વિશેષતા ન લાગે તો તેનું જ્ઞાન ત્યાં ને ત્યાં સ્થિર છે. અર્થાત અનાદિની જે જાત છે એ જ છે. જે જાતનો વિકલ્પમાં બહુમાનનો નવો નવો વિકલ્પ ઊઠે અને એને જ તે વખતે જ્ઞાન જાણે એવું વિશેષતાવાળું જ્ઞાન નથી તો તેનું જ્ઞાન યથાર્થ નથી. ૭૯૨. * મહામુનિઓને રાજા આદિનો સંગ થાય તે પણ મરણતુલ્ય લાગે છે. પુણવંતમાં કાંઈક બધું સરખું રાખવું પડે... તેથી પુણવંતોથી વૈરાગીઓને દૂર રહેવું સારું છે. ૭૯૩. * સમ્યગ્દષ્ટિ જીવ વિકારના પરિણામનો કર્તા નથી, જાણનાર જ છે, કારણ કે ધર્મીની દ્રષ્ટિમાં રાગના પરિણામ ને તેનું કર્તાપણું એ બન્નેનો જેમાં અભાવ છે એવા એક અખંડ જ્ઞાયકભાવનો સ્વીકાર આવ્યો છે, તેથી ધર્મીજીવ તો વિકારનોભાવકર્મનો જ્ઞાતા જ છે. ૭૯૪. * ભગવાન! તેરેમેં જો શક્તિ હૈ ઉસકો તું સાલતા નહીં હૈ ઔર અપનેમેં જો શક્તિ નહીં હૈ ઐસે ભાવકો ઉત્પન્ન કરકે ઉસમેં ઘૂસ જાતા હૈ. ૭૯૫. * પોતે પોતાને છેતરે છે અને માને છે કે અમે લાભમાં છીએ. આમ જગત અનાદિથી લૂટાણું છે. ૭૯૬, * સ્વભાવનું માહાસ્ય કરવા આ વાત કહેવામાં આવે છે. મારા અંતરમાં આનંદ ભર્યો છે. ભગવાન કહે છે અને મને ભાસે છે. આ રાગ તો કૃત્રિમ અને દુઃખરૂપ છે. માટે આનંદ સ્વભાવ ઉપર દષ્ટિ કર તો સમાધાન અને શાંતિ થશે. ૭૯૭. * એકક્ષેત્રમાં રહેલાં શરીર-વાણી ને મનની વિવિધ અને વિચિત્ર પર્યાયો એના કાળે એના જન્મક્ષણે થાય છે, એનો આધાર હું નથી, કર્તા પણ હું નથી, કારણ પણ નથી, પ્રયોજક પણ નથી અને એના કાળે પુદ્ગલથી થતી પર્યાયનો અનુમોદક પણ હું નથી. હું તો તેના કાળે થતી પુગલ પર્યાયનો જ્ઞાતા જ છું–આવી પહેલી દર્શનવિશુદ્ધિ થવી એ ભવભ્રમણના નાશનું કારણ છે. ૭૯૮. * તારો સ્વભાવ પરમાનંદ સ્વરૂપ જ છે, ધ્રુવ સત્ છે પણ રાગના પ્રેમમાં પરમાનંદ સ્વરૂપને ઠોકર લાગે છે. દયા-દાનના રાગની કિંમત કરતાં ચૈતન્યને ઠોકર લાગે છે, માટે રાગની કિંમત છોડીને ચૈતન્યની કિંમત કર ! હવે એકવાર તારી આ ચીજનો આદર કર ! ૧૧ અંગનું જ્ઞાન થાય તે પણ તારી વસ્તુ નથી તો બહારની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કઈ ચીજ તારી હોય? તારી પર્યાયમાં તે પરની કિંમત કરી પણ પર્યાય જેની છે તેની કિંમત તેં કરી નથી. ૭૯૯. * પ્રચુર આનંદના વેદનમાં ઝુલતાં સંતો કહે છે કે જ્યારે જિનેશ્વરદેવે બધાંય અધ્યવસાન છોડાવ્યા છે ત્યારે અમે એમ માનીયે છીએ-એમ સમજીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો ય છોડાવ્યો છે. દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના રાગના પરિણામમાં પરનો સંબંધ છે, સ્વનો સંબંધ નથી. જે તારામાં નથી અને તે તારા માન્યા છે તે તદ્દન મિથ્યાભાવ છે, તેથી ભગવાને પર વસ્તુની એકત્વબુદ્ધિને છોડાવી છે તો અમે સંતો એમ માનીયે છીએ કે દયા-દાન-વ્રતાદિ પરના આશ્રયરૂપ બીજો જેટલો વ્યવહાર છે તે બધો ય ભગવાને છોડાવ્યો છે. ૮OO. * ભગવાન આત્મા જ્ઞાનમય છે. કેવળ જ્ઞાનમય એટલે કે એકલો જ્ઞાનમય છે, ત્રિકાળી જ્ઞાનમય છે. તે કેવળજ્ઞાનથી પૂર્ણ છે. લોકાલોકને જાણે એવો જ એનો સ્વભાવ છે. વર્તમાનમાં પર્યાયમાં કેવળજ્ઞાન નથી તેની અહીં વાત નથી. લોકાલોકને જાણે ને આગળ-પાછળની પર્યાયને ન જાણે એમ ન બને, ત્રણકાળનું બધું જ જાણે એવો જ એનો સ્વભાવ છે. જે ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી તેનું કેવળજ્ઞાનમાં જ્ઞાન આવે છે. જેમ લોટના પિંડમાંથી રોટલી થશે તે આગળથી જાણી શકાય છે, રોટલી નથી છતાં જાણી શકાય છે, તેમ ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી છતાં કેવળજ્ઞાનમાં જાણી શકાય એવી કેવળજ્ઞાનની પર્યાયની શક્તિ છે અને એવો જ્ઞાનમય તારો આત્મા છે તેને જાણ ! લોકાલોકને જાણવાના સ્વભાવરૂપ જ્ઞાનમય આત્માને જાણ ! ૮૦૧. * ભગવાન આનંદનો નાથ છે તેના પર નજર ન કરતાં શરીર ઉપર નજર કરીને ત્યાં રોકાય તે દુઃખી છે. શરીર મારું છે એવી મમતા કરે તે દુઃખી છે-તેમ જાણીને જ્ઞાની શરીરનો પ્રેમ છોડે છે. ભગવાન તારે સુખી થવું હોય તો શરીરની મમતા છોડ. ભગવાન કહે છે કે તું નિજ સત્તાએ પૂર્ણ છો. ભગવાન તને કેવો જોવે છે? –કે તારી સત્તા વડે પરિપૂર્ણ દિખે છે. ભગવાન કહે છે કે તું વીતરાગ પરમાનંદ સુખ સ્વરૂપ છો ને શરીર દુઃખરૂપ છે માટે શરીરની મમતા છોડ ને નિજ શુદ્ધાત્માનું સેવન કર. ૮૦૨. * પર્યાયમાં જે રાગાદિ થાય છે એ તારા ત્રિકાળી સ્વરૂપમાં નથી ને તારું ત્રિકાળી સ્વરૂપ તેમાં નથી તથા તેનાથી તારું ત્રિકાળી સ્વરૂપ પ્રાપ્ત થતું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૮૫ નથી તેથી વસુસ્વભાવની પ્રાપ્તિ માટે તે તારા નથી, તે પુલના છે. પુણ્ય-પાપના ભાવ છે એ તારા અજ્ઞાનભાવે તારી પર્યાયમાં ઉત્પન્ન થયેલાં છે પણ એ દુઃખના કારણ છે, તેથી હવે વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ અર્થે તેનાથી વિરમ! હુઠ ન કર ને તેનાથી વિરક્ત થા ! ૮૦૩. * નરકની અસહ્ય વેદનામાં પણ અરેરે ! આ દુ:ખો! –એમ વિચારે ચઢીને તે વેદનાનું લક્ષ છોડીને કોઈ જીવ કોઈ સમયે ધર્મસન્મુખ થઈ જાય છે. નરકની એ પીડાની તો શું વાત ! પારો જેમ ઢોળાય જાય ત્યારે નાના કણરૂપ થઈ જાય ને પાછો ભેગો થઈ જાય તેમ નરકના દુઃખોથી શરીરના નાના નાના ટુકડા થઈ જાય ને પાછું ભેગું થઈ જાય એવી મહા પીડા જીવ અનંતવાર સહન કરી ચૂક્યો છે. છતાં અહીંયા આવે મનુષ્ય થાય ત્યાં બધું ભૂલી જાય ને આવી અનુકૂળતા વિના મારે ન ચાલે, આ જોવે ને તે જોવે-તેમાં ને તેમાં ભવ હારી જાય, પણ એને આત્માની દરકાર કયાં છે? – ૮૦૪. *મુનિરાજ કહે છે કે જે જીવ નરકગતિમાં જઈને સુલટી જાય છે, સમ્યગ્દર્શન પામે છે તેને તે કુગતિ પણ બહુ શ્રેષ્ઠ છે, એટલે કે જે પાપ કરીને કુગતિ પામીને દુઃખ પામે અને પછી એકદમ મોક્ષમાર્ગમાં લાગી જાય તો તે પાપનું ફળ પણ શ્રેષ્ઠ છે. અને કોઈ અજ્ઞાની દયા-દાન-વ્રત-તપાદિ કરીને સ્વર્ગમાં જાય અને ત્યાંથી એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જાય તો તે દેવપર્યાય પામવી શા કામની? માટે અજ્ઞાનીને દેવપદ પામવું વૃથા છે. કોઈ જ્ઞાની સમ્યગ્દર્શન સહિત પુણ્યના ફળમાં સ્વર્ગમાં જાય અને ત્યાંથી નીકળીને મનુષ્ય થઈને મુનિ થઈને મોક્ષે જાય છે તો તેના સમાન બીજું ઉત્તમ શું હોઈ શકે? અને કોઈ જીવ નરકમાંથી નીકળી મનુષ્ય થઈ ચારિત્ર ધારણ કરીને મોક્ષ પામે તો તે પણ ઉત્તમ છે. ૮૦૫. * જેમ માતાથી વિખૂટા પડી ગયેલાં બાળકને “મારી બા, મારી બા' –એમ પોતાની માતાનું જ રટણ થયા કરે છે, કોઈ તેને પૂછે છે કે તારું નામ શું? તો કહેશે કે “મારી બા.” કોઈ તેને ખાવાનું પૂછે તો કહેશે કે “મારી બા' –એમ તે માતાનું જ રટણ કરે છે. તેમ જે ભવ્ય જીવોને અંતરમાં આત્માની દરકાર જાગે, આત્માનું જ રટણ અને આત્માની ચિંતાનો વળગાડ પ્રગટ કરે, આત્મા સિવાય બીજાની રુચિ અંતરમાં થવા ન દે તેનું જીવન ધન્ય છે. અહો ! પૂર્ણ ચિદાનંદસ્વરૂપ મારો આત્મા છે, તેનું ભાન અને પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યથાર્થ શાંતિ કે સુખ થાય નહીં. અત્યાર સુધીનો અનંતકાળ આત્માના ભાન વગર ભ્રાંતિમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ગુમાવ્યો, હવે એક ક્ષણ પણ ગુમાવવી નથી-એમ આત્માની ચિંતાવાળો જીવ બીજા કોઈની રુચિ કરતો નથી. જેઓ ચૈતન્યસ્વભાવનું ભાન પ્રગટ કરીને તેને ધ્યાનમાં ધ્યાવે છે તેમના મહિમાની વાત શું કરવી ? તેમણે તો કાર્ય પ્રગટ કરી લીધું છે, તેથી તે કૃતકૃત્ય છે. પણ જેણે તેના કારણરૂપ રુચિ પ્રગટ કરી છે કે અહો! મારું કાર્ય કેમ પ્રગટે? આનંદકંદ આત્માનો અનુભવ અંદરથી કેમ પ્રગટે? આવી જેને ચિંતા પ્રગટી છે તે આત્માનું જીવન પણ, સંત આચાર્ય કહે છે કે ધન્ય છે, સંસારમાં તેનું જીવન પ્રશંસનીય છે. ૮OS. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી, ધગશ ને ધીરજથી ધખાવારૂપ ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. ૮૦૭. * અહો ! અતીન્દ્રિય આનંદનો નાથ મારે હાથ આવ્યો, અતીન્દ્રિય આનંદની ભરતી આવી, અતીન્દ્રિય આનંદમાં રહેનારો હું એવા મને અન્ય પરિગ્રહથી શું કામ છે? અતીન્દ્રિય આનંદના વેદન પાસે શુભરાગના દુઃખનું મારે શું કામ છે? દયાદાન-વ્રતાદિના બાહ્ય વિકલ્પોથી મારે શું કામ છે? આ જીવ છે, આ જડ છે, આ વ્રતાદિના વિકલ્પો છે, આ ગુણભેદ છે-એવા વિકલ્પોનું મારે શું કામ છે? મારા દુઃખનો નાશ અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ એ જ મારી કાર્યસિદ્ધિ છે. શુદ્ધ જીવવસ્તુનો અનુભવ તે ચૈતન્ય ચિંતામણિરત્ન છે, તેની પ્રાપ્તિ થયા પછી અન્ય વિકલ્પાદિ પરિગ્રહથી મારે શું કામ છે? એમ સમ્યગ્દષ્ટિ અંદરમાં દેખે છે. ૮૦૮. * સમકિતી ધર્મી જીવ પોતાની દૃષ્ટિનો દોર ચૈતન્ય ઉપર બાંધી દે છે, દૃષ્ટિ ધ્રુવ સ્વભાવમાં ટકાવે છે, ધ્રુવ આત્મા પર જોર દે છે. સમ્યગ્દષ્ટિ તેને કહેવાય કે જેણે ધ્રુવ જ્ઞાયકભાવ ઉપર દષ્ટિનો દોર લગાવી દીધો છે; પછી ભલે વિકલ્પ આવતો હોય પણ દષ્ટિ તો ધ્રુવ સ્વભાવ ઉપર જ છે. તે જરાય ત્યાંથી ખસતી નથી, હલતી નથી. પ્રભુ! તારે કલ્યાણ કરવું હોય તો સંયોગ ઉપરથી લક્ષ છોડી દે, દયા-દાનના વિકલ્પ ઉપરથી દષ્ટિ છોડી દે, એક સમયની પર્યાય ઉપરથી પણ લક્ષ છોડી દે અને ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય ભગવાન પર દષ્ટિનો દોર લગાવી દે. કેવી રીતે લગાવાય? તારી વર્તમાન ઉપજતી પર્યાયને ત્યાં ધ્રુવ જ્ઞાયકમાં જોડી દે. કેવી રીતે જોડાય? અંતર્મુખ થઈને જોડી દે. અંતર્મુખ કેમ થવાય ? એ તો અંતર્મુખ થવાવાળો પોતે કરે કે બીજો કોઈ કરી દે? પોતાની જે વર્તમાન પર્યાય પર તરફના લક્ષવાળી છે તે છોડી દે ને ત્રિકાળ જ્ઞાયકભાવ પર દષ્ટિને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ] [૧૮૭ જોડી દે. હવે, જોડી દે' એમ ક્યું તો કેવી રીતે જોડાય ? શું કહીએ ભાઈ ? અનુભવ કેવી રીતે થાય એ વાત અત્યારે ચાલતી નથી, પણ સમયસારકળશટીકામાં એમ કહે છે કે ‘હું શુદ્ધ જ્ઞાયક છું' એમ જ્ઞાનનું જે પરિણમન થાય છે તે અનુભવ છે. ભગવાન આત્મા કે જે પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ ચીજ છે તેમાં અંતર્મુખ દૃષ્ટિ થવી, તેનો અનુભવ થવો તેને સ્વભાવ તરફ દોર લગાવી દીધો એમ કહેવાય છે. ભાષામાં વિશેષ શું આવે ? ૮૦૯. * આહાહા! આઠ વર્ષનો બાળક હોય, નિગોદમાંથી નીકળીને એકાદ ભવ વચ્ચે કર્યો હોય ને મનુષ્ય થઈ આઠ વર્ષે સમ્યગ્દર્શન પામે, અંતર્મુહૂર્તમાં મુનિ થાય ને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે ને અંતર્મુહૂર્તમાં મુક્તિ પામે. આહાહા ! સ્વભાવ છે ને! એ ચૈતન્યસ્વભાવના સામર્થ્યની શી વાત! સંસારના વિકલ્પોનો સ્વભાવમાં પ્રવેશ જ નથી. ૮૧૦. * ભોગના વિકલ્પો કરતાં અનર્થના વિકલ્પો આત્માને બહુ નુકશાન-કર્તા છે. ભોગના વિકલ્પો તો અમુક કાળ જ હોય છે. ૮૧૧. * વારંવાર શિષ્ય ગુરુથી સાંભળ્યા કરે છે ત્યારે ઊભો થાય છે. વારંવાર સાંભળવાથી વારંવાર જ્ઞાનના ખ્યાલમાં માહાત્મ્ય આવ્યા કરે અને તો જ વીર્ય ઊછળે. તેથી જ યોગસા૨માં આનું જ શ્રવણ વિગેરેના અનેક બોલો કહ્યા છે. ૮૧૨. * હવે તો પંદર-પંદર હજાર માણસો સાંભળે છે. ભીંડના એક પંડિત ૯૯ની સાલમાં કહેતા હતા ઓહો! સમયસારનું વાંચન સાંભળવામાં ૧૫૦ માણસ ! અમે તો વાંચતા તો બે-ત્રણ માણસ! એટલે એ ભાગ્યશાળી છે કે જેના કાને આ વાત પડે છે. સોગાની લખી ગયા છે કે (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં) અહીંના સાંભળનારામાંથી બહુતસા માણસ તો મોક્ષ જાનેવાલે હૈં.... અંદરમાં રસથી સાંભળે છે ને અંદર રસ છે તો આગળ રસ વધી વધીને સર્વજ્ઞ થઈને મોક્ષ જશે. ૮૧૩. * આત્મા અને રાગની સંધિ અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લભ છે, દુર્લભ છે તોપણ અશકય નથી. જ્ઞાન ઉપયોગને અતિ સૂક્ષ્મ કરતાં લક્ષમાં આવી શકે છે. પંચમહાવ્રતના પરિણામો કે શુક્લલેશ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂક્ષ્મ કે દુર્લભ નથી પણ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી ઉપયોગ અતિ સૂક્ષ્મ ક૨વાથી આત્મા જાણવામાં આવે છે. ૮૧૪. * શ્રોતાઃ- સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે કે મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પૂજ્ય ગુરુદેવઃ- સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે અને મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે એટલે કે એની દષ્ટિ દ્રવ્ય ઉપર છે એટલે મુક્તિની પર્યાય આવવાની જ છે. ૮૧પ. * અગ્નિનો ઉષ્ણ સ્વભાવ કાયમ છે, ગોળનો ગળપણ સ્વભાવ કાયમ છે, અફીણનો કડવાશ સ્વભાવ કાયમ છે, સૂર્યનો પ્રકાશ સ્વભાવ કાયમ છે, બરફનો શીતળ સ્વભાવ કાયમ છે, તેમ ભગવાન આત્માનો જ્ઞાયક સ્વભાવ-ચેતના સ્વભાવ કાયમ છે. જ્ઞાયકસ્વભાવી આત્મા સ્વપરને જાણવા દેખવા સિવાય બીજુ શું કરે ? ૮૧૬. * પ્રભુ કહે છે કે અંદર તારી પ્રભુતા કેટલી પડી છે તેને એક વાર સાંભળ તો ખરો. તારા દ્રવ્યમાં અનંત અનંત શક્તિઓ છે અને એક એક શક્તિમાં અનંત અનંત પ્રભુતા છે. એવી અનંત પ્રભુતાના પિંડસ્વરૂપ જે અંદર તારી ચીજ છે તેને આચાર્યદવ “ભગવાન” તરીકે સંબોધન કરે છે. સમયસારની ૭રમી ગાથાની ટીકામાં ત્રણ વાર આ જ્ઞાયક આત્માને “ભગવાન” કહીને વર્ણવ્યો છે. ૮૧૭. * ભગવાન દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ શુદ્ધતાથી ભરેલો છે. તે દ્રવ્યસ્વભાવ સમ્યગ્દર્શનનો-શ્રદ્ધાપર્યાયનો વિષય છે. જ્ઞાનની પર્યાયમાં પણ તે નિર્લેપ દ્રવ્યસ્વભાવ શેય થાય છે, જ્ઞાનની પર્યાયમાં તે જણાય છે, છતાં તે, જ્ઞાનની પર્યાયમાં આવી જતો નથી. અહા ! વાત ઝીણી બહુ, ભગવાન ! ૮૧૮. * અહા ! “આ બધા કષાયો-વિભાવો જણાય છે તે શેયી છે, હું તો શુદ્ધ જ્ઞાયક છું' એમ નિજ દ્રવ્યસ્વભાવની ઓળખાણ કરે-તકૂપ પરિણમન કરે તો પર્યાયમાં પ્રગટ નિર્લેપતા, શુદ્ધતા થાય છે. સમયસારની ૧૨મી ગાથામાં કહ્યું છે કેત્રિકાળી શુદ્ધ પરમભાવને જે દેખે છે, તેનો જેણે આશ્રય લીધો છે તેને શુદ્ધનયા જાણવો. તે સમ્યગ્દષ્ટિ જીવને પર્યાયમાં કાંઈ અશુદ્ધતા કે અપૂર્ણતા છે કે નહિ? –છે, તો તેને શું કહેવું? સાધક જીવને પરમભાવના આશ્રયરૂપ નિશ્ચયની સાથે સાથે જેટલી શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે અને જેટલી કચાશ રહી છે એ બધો વ્યવહારનયનો વિષય છે અને તે તે ભૂમિકામાં છે તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવાયોગ્ય છે એવી વિવેક્ષાથી વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન કહ્યો છે, તેનો આશ્રય ગ્રહણ કરવાયોગ્ય છે એવી વિવક્ષાથી નહિ. આહાહા! ગજબ છે દિગંબર જૈન સંતોની વાતો! અમૃતના સાગર ઊછળ્યા છે. ૮૧૯. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૧૮૯ * પ્રભુ ! જે ભાવ તારા સ્વરૂપમાં નથી તેને તું તારા કરવાની હોંશ કરે છે, તો તારે એવી હોંશું કરીને કયાં જવું છે? તેનું ફળ શું છે તેની તને ખબર છે? દેહ તો છૂટશે જ, આત્માનો નાશ તો કદી થતો નથી, તો આ દેહ છોડીને કયાં જશે? જેણે રાગને પુણ્યની ક્રિયા સેવી છે, તેનાથી લાભ માનવારૂપ મિથ્યાત્વનું સેવન કર્યું છે, તે ભવિષ્યમાં પણ મિથ્યાત્વમાં રહેશે. મિથ્યાત્વના ગર્ભમાં નરકના ને નિગોદના અનંતા ભવો કરવાની તાકાત છે. ત્યાં જ અનંતકાળ રહેશે. ભિન્ન આત્માનું સમ્યગ્દર્શન થતાં અનાદિ ભવસંતતિનો છેદ થઈ જાય છે, કેમ કે અનંત જ્ઞાન ને અનંત આનંદ જેના ફળમાં પ્રગટ થાય છે એવું કારણ તેણે પ્રાપ્ત કર્યું છે. અંદર અભેદ જ્ઞાયક આત્માનો પૂર્ણ આશ્રય કરતાં આત્મા ગુણરૂપ અનંત પાંખડીથી ખીલી નીકળે છે. ૮૨૦. * અંતરમાં દષ્ટિ લગાવવી એ જ આત્માનો ખોરાક છે. શ્રદ્ધા-જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવો એ જ આત્માનો ખોરાક છે. ૮૨૧. * અનુભવપ્રકાશમાં કહ્યું છે. પ્રભુ! તારી શુદ્ધતાની તો શી વાત? તારી શુદ્ધતા તો બડી, પણ તારી અશુદ્ધતાયે બડી ! કેવળીની સમીપે ગયો તોપણ તે તારી ઊંધાઈ છોડી નહિ! ત્રણલોકના નાથ તીર્થંકર પ્રભુ પાસે ગયો, સમવસરણમાં પ્રભુની વાણી અનંતવાર સાંભળી, જ્યાં તીર્થંકરનો કદી વિરહ હોય નહિ એવા મહાવિદેહક્ષેત્રમાં અનંતવાર તારો જન્મ થયો, સમવસરણમાં ભગવાનની મણિરત્નના દિપકોથી આરતી ઉતારી તથા હીરાના થાળમાં કલ્પવૃક્ષનાં ફળોથી પૂજા કરી, પણ પ્રભુ ! એ તો શુભરાગ છે, સંસાર છે, એ જ્ઞાયકભાવ નથી. ૮૨૨. * વિકારની કિંમત છૂટી જાય અને સ્વભાવની કિંમત વધી જાય એટલે વિકાર મંદ થઈ જાય, પાંગળો થઈ જાય. વિકારની કેડ તૂટી ગઈ. વિકારની રુચિ ગઈ અને સ્વભાવની કિંમત આવી પછી અસ્થિરતાનો રાગ રહે છે. સ્થિરતા થયે તે પણ છૂટી જાય છે. ૮૨૩. * જેવો ભગવાનનો સ્વભાવ છે એવો જ મારો સ્વભાવ છે. પણ અહો ! એને ભરોંસાની સરાણે ચડાવવો, શ્રદ્ધામાં લેવો, એના અસ્તિત્વમાં આ હું છું એમ પ્રતીતિ કરવી ! અહો ! એ નિર્વિકલ્પ દષ્ટિ વિના થાય જ નહિ. ૮૨૪. * ભાઈ ! તું એકદમ નવરો પદાર્થ છો, ખાલીખમ છો. વિકાર અને પુણ્યપાપથી ખાલીખમ છો. જ્ઞાન અને આનંદથી તો ભરપુર છો. તું વિકાર કરે તો પર્યાયમાં દેખાય છે, વસ્તુમાં તો વિકાર છે જ ક્યાં? ૮૨૫. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * ભાઈ બાપુ! તારી પરમેશ્વરતાનો આધાર તારું દ્રવ્ય છે. તારે પરમેશ્વર થવું હોય તો તારી પરમેશ્વરતા તારા અંતરમાં ગોત. ૮૨૬. * જેમ શરીર, સ્ત્રી, આદિ પરદ્રવ્ય વિના ચાલે નહિ એમ લઈને બેઠો છો, એમ એકવાર આમ તો લે કે મારે મારા આત્માની દષ્ટિ વિના એક ડગલું નહિ ચાલે લ! મારા દ્રવ્ય વિના મારે એક ક્ષણ પણ ન ચાલ એમ લે ! ૮૨૭. * સર્વજ્ઞદેવ લોકાલોકને જાણે છે તે સ્વક્ષેત્રમાં રહીને જાણે છે. તે જ્ઞાન સ્વચૈતન્યક્ષેત્રમાં રહ્યાં રહ્યાં ત્રણકાળ ત્રણલોકના બધાં સ્વ-પર જ્ઞયો, જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય તેમ એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે. જે પર્યાય વીતી ગઈ છે ને જે પર્યાય થવાની બાકી છે તે બધાંને પણ પૂરું જાણે છે, પ્રત્યક્ષ જાણે છે. છબસ્થને પણ લોટના પિંડાનું ગોયણું જોઈને પૂર્વે લોટ હતો ને હવે રોટલી થશે એમ સ્પષ્ટ ખ્યાલમાં આવે છે તો કેવળજ્ઞાનીની તો શું વાત કરવી! ત્રણકાળ, ત્રણલોકને પ્રત્યક્ષ જાણે છે અને એવો જ તારો સ્વભાવ છે, માટે તું નિમિત્તનું, રાગનું ને અલ્પજ્ઞાનનું લક્ષ છોડી દે. અંદરમાં સર્વજ્ઞ સ્વભાવ છે તેની દષ્ટિ કર. આ આત્મામાં જ્ઞાનશક્તિ કોઈ અદ્દભુત છે. ૮૨૮. * પોતાના સિવાય સ્ત્રી આદિ પર પદાર્થમાં રાગ કરે એટલે એના પ્રત્યે પ્રેમ છે તો બીજા પ્રત્યે દ્વેષ હોય જ છે. સમ્યગ્દષ્ટિ તો હું જ્ઞાતાદષ્ટા છું એવી દષ્ટિ હોવાથી જગતમાં કોઈ પદાર્થ એને પ્રેમ કરવા લાયક છે જ નહીં. આત્મા તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે; એનું ભાન થયું કે હું તો જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્ય છું, મારા સિવાય અન્ય પદાર્થ અનંત છે તે મારા જ્ઞય છે, જાણવા લાયક છે, એવું ધર્મી જીવ જાણે છે. પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ જ્ઞાન આનંદરૂપ છે એવી દષ્ટિ થઈ છે તેથી જ્ઞાની પોતાના સિવાય અનંત પદાર્થના બે ભાગ કરતા નથી. એક ઈષ્ટ છે ને એક અનિષ્ટ છે એવા ભાગ સમ્યજ્ઞાની કરતા નથી. પોતાનું સ્વરૂપ જ્ઞાન ને આનંદરૂપ છે એવું જેને ભાન નથી એવા અજ્ઞાની પ્રાણી, જગતના બધા પદાર્થ જ્ઞાનમાં જ્ઞય તરીકે હોવા છતાં એક ઠીક છે, ગ્રહણ કરવા લાયક છે, એક અઠીક છે, વૈષ કરવા લાયક છે એમ બે ભાગ કરે છે. ૮૨૯. * ભગવાન આત્મા જીવ છે, એ જીવ, જે છ દ્રવ્યો વ્યક્ત છે તેનાથી અન્ય છે. છ દ્રવ્યોમાં દ્રવ્ય-ગુણ તો કાયમી છે પણ જે નવી નવી પર્યાય થાય છે તે વિકૃત હો કે અવિકૃત હો પણ તે પોતાના પક્કરકથી થાય છે, પૂર્વપર્યાય કારણ કે ઉત્તરપર્યાય કાર્ય એ બધા વ્યવહારના કથન છે. કેવળજ્ઞાનની પર્યાય હો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૯૧ કે નિગોદની પર્યાય હો પણ તે પર્યાય પોતામાં પોતાથી પોતાના કારણે છે. છ દ્રવ્યસ્વરૂપ લોકમાં દ્રવ્યોની પર્યાય પણ આવી ગઈ, દ્રવ્ય-ગુણ ને પર્યાય આવી ગયા. દ્રવ્ય-ગુણ તો પોતાને કારણે છે પણ વિકારી કે અવિકારી પર્યાય પણ કોઈના આલંબન વિના પ્રત્યેક સમયે પોતાના પકારકથી સ્વતંત્ર થાય છે. છ દ્રવ્યસ્વરૂપ લોકનું એવું સ્વરૂપ છે તે ય છે અને જ્ઞય છે તેનો આત્મા જ્ઞાયક છે. પરંતુ જ્ઞાયક આત્મા તેનો કર્તા નથી, જાણનાર આત્મા પરચીજનો કર્તા નથી, પરચીજ તો શેય છે. ૮૩). * બેનનાં (બહેનશ્રીનાં) વચનામૃતમાં આવે છે ને કે “હું અનાદિ અનંત મુક્ત છું” -મુક્તદશા તો સાદિ અનંત છે અને પ્રભુ છે તે અનાદિ અનંત છે. એવા અનાદિ અનંત મુક્ત શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ દેતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે. જેમાં પર્યાયનું પલટવું પણ નથી એવા શુદ્ધ આત્મદ્રવ્યની દૃષ્ટિ કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે. દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાય આવવી હોય તો આવે. મારી દષ્ટિ તો દ્રવ્ય ઉપર જ છે ને દ્રવ્ય તો મુક્ત જ છે. તેના ઉપર દષ્ટિ દેતાં પર્યાયમાં મુક્તિ થશે થશે ને થશે જ. ૮૩૧. * આત્માને સદાય ઊર્ધ્વ એટલે મુખ્ય રાખવો, ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્યસ્વભાવને મુખ્ય રાખવો. શુભાશુભ પરિણામ આવે ભલે, પણ કાયમ દ્રવ્યસ્વભાવનું ધ્યેય રાખવું. આત્માને મુખ્ય રાખતાં જે દશા થાય તે નિર્મળદશાને સાધન કહેવાય છે ને તેનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે ને તેનું ધ્યેય પૂર્ણ આત્મા છે. કષાયની મંદતા કે જ્ઞાનના ઉઘાડની મુખ્યતા હશે તેની દષ્ટિ સંયોગ ઉપર જશે. આત્માની ઊર્ધ્વતાની રુચિ ને જિજ્ઞાસા હોય તેનો પ્રયાસ થયા વિના રહે જ નહિ, આત્માના અનુભવ પહેલાં પણ સાચી જિજ્ઞાસા હોય તેને અવ્યક્તપણે આત્માની ઊર્ધ્વતા હોય. હજુ આત્મા જાણવામાં આવ્યો નથી પણ અવ્યક્તપણે ઊર્ધ્વતા થાય અને અનુભવમાં આવે ત્યારે વ્યક્ત પ્રગટ ઊર્ધ્વતા થાય. ૮૩ર, * જ્ઞાયકભાવ હોવા છતાં નજરમાં આવ્યો નથી ને રાગ ઉપર દૃષ્ટિ હોવાથી પર્યાયમાં જે વિશ્વરૂપપણું-અનેકપણું પ્રગટ છે તેને અજ્ઞાનીઓ અનુભવે છે. વ્યવહારના વિમોહિત જીવો પર્યાયમાં જે અનેકપણારૂપ ભાવો છે તેને પોતારૂપ અનુભવે છે. એકરૂપ ચૈતન્ય જ્ઞાયકભાવ હોવા છતાં પર્યાયમાં જે અનેકપણું પ્રગટ છે તેને અજ્ઞાનીઓ અનુભવે છે. એકરૂપ ચૈતન્ય જ્ઞાયકભાવ હોવા છતાં પર્યાયમાં અનેકપણું પ્રગટ છે તેને જે અનુભવે છે તે મિથ્યાદષ્ટિ સંસારી છે. ૮૩૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. જેમ બરફ શીતળતાની મોટી પાટ છે તેમ આત્મા શીતળતાની મોટી પાટ છે, અનંત અનંત અતીન્દ્રિય આનંદની મોટી પાટ છે, અનંત સર્વજ્ઞતાની મોટી પાટ છે, આત્મા એટલે અનંતી પ્રભુતાની મોટી પાટ છે, અનંતી વિભુતાની મોટી પાટ છે. એમ અનંત અનંત ગુણોની પૂર્ણાનંદથી ભરેલી મોટી પાટ છે. વસ્તુ છે તે સદાકાળ એવી ને એવી જ રહી છે, ભલે નરક નિગોદ આદિના અનંતા ભવો કર્યા છતાં વસ્તુ જ્ઞાનાનંદસ્વરૂપ એ તો સદાકાળ એવી ને એવી રહી છે. એનો અંદરમાં વિશ્વાસ આવવો જોઈએ. ૮૩૪. * જીવે પોતાના સહજ સુખસ્વરૂપ માટે એક ક્ષણ પણ ધીરો થઈને વિચાર કર્યો નથી. જો વિચાર કરે તો વસ્તુ બહુ જ સોંઘી ને સહેલી છે; પણ તીવ્ર જિજ્ઞાસા, ધગશ અને તાલાવેલી જોઈએ. આ સંસારનો રસ છૂટી જાય તો આત્મસ્વરૂપ જરૂર પ્રગટે. ૮૩પ. * પંચપરમેષ્ઠીના પ્રેમ કરતાં આ શરીર ઉપર પણ જો પ્રેમ વધી જાય તો તે અનંતાનુબંધીનો લોભ છે. ૮૩૬. * આત્માના ગુણ ગાતાં ગાતાં ભગવાન થઈ જાય છે. કોઈ ક્રિયાકાંડ કરતાં કરતાં ભગવાન થવાતું નથી, પણ ગુણી એવા ભગવાનના ગુણ ગાતાં ગાતાં મહિમા કરતાં-કરતાં ભગવાન થઈ જાય છે. અનંત ગુણોનો મહિમા કરતાં કરતાં અનંત જીવો કેવળી થઈ ગયા. અનંત ગુણરત્નોના ઓરડા ખુલ્લા થઈ ગયા. ભાઈ ! તું પામર નથી પણ ભગવાન છો, એના સ્વરૂપના ગુણ-ગાન કર. ૮૩૭. * મુનિઓ કહે છે કે અરે પ્રભુ! અમને આશ્ચર્ય અને ખેદ થાય છે કે શરીરાદિ પરદ્રવ્યથી તું પ્રત્યક્ષ ભિન્ન છો છતાં તેને મારું માને છો. અરે! શું કરે છો પ્રભુ ! ચોરાશીના અવતારમાં રખડતાં માંડ મનુષ્યપણું મળ્યું ને આવો સત્ય સાંભળવાનો યોગ મળ્યો, હવે તો દેહથી ભિન્ન ચૈતન્યપ્રભુનો અનુભવ કર ! ૮૩૮. * એક બીજી વાત એ છે કે કોઈ આ વાત સાંભળીને, પહેલાં પૂજા ભક્તિ કરતો હોય અને આવું સાંભળીને તત્ત્વવિચારમાં રહેતો હોય તો તેને કોઈ કહે કે આને સાંભળવાનું ફળ શું? –તો કહે છે કે ભાઈ ? પૂજાદિ કરતાં તો તત્ત્વવિચારમાં વિશેષ કષાયમંદતા છે, એમાં ભ્રષ્ટતા નથી. તારી દષ્ટિ ઊંધી છે. તારી સાથે પૂજાદિમાં ઊભેલો દેખાય નહિ એટલે ભ્રષ્ટ છે તેમ નથી, તેમાં તો શુભભાવ ઘણો જ ઊંચો છે. મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પણ આ કહ્યું છે. ૮૩૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૯૩ * જેમ અરીસાના યોગથી દૂર એવા ચંદ્ર-સૂર્ય પણ નજીક ભાસે છે તેમ છે પ્રભુ! રત્નત્રયરૂપ અરીસામાં આપ કાળ દૂર છતાં નજીક ભાસો છો. સિદ્ધ કાંઈ નીચે ઊતરતાં નથી. પણ સાધક જીવ કહે છે કે હે સિદ્ધ ભગવાન ! આપ કાંઈ નીચે આવતાં નથી. તેથી હું જ્ઞાન-દર્પણમાં એકાગ્ર થઈને આપને મારા જ્ઞાન-દર્પણમાં નીચે ઊતારું છું. ૮૪૦. * જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે પણ પોતે માર્ગ જાણતો નથી એવા જિજ્ઞાસુ જીવને, માર્ગના બતાવનાર એવા વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુનું અવલંબન વચ્ચે નિયમથી આવે છે. પોતાને અંદર આત્મા શી ચીજ છે, તેનું સાચું સ્વરૂપ શું છે, તેની પ્રાપ્તિ કઈ રીતે થાય-વગેરે કાંઈ ખબર નથી, અને જેને ખબર છે-અનુભવ છે-એવા દેવ-ગુરુ તથા જેમાં પૂર્વાપર અવિરુદ્ધપણે ન્યાય અને યુક્તિથી માર્ગ બતાવેલ છે એવાં સલ્ફાસ્ત્રોને સાથે રાખીશ નહિ, તો તું અંદર આત્મામાં એક ડગલું પણ કઈ રીતે ભરીશ? પોતે જાણતો નથી અને જાણનાર અનુભવીનો સમાગમ કરતો નથી તો, અંદરનો માર્ગ સાંભળ્યા-સમજ્યા વિના તું અંદરમાં પ્રયત્ન કેમ કરીશ? ભલે દેવ-શાસ્ત્ર-ગુરુ આપી દેતાં નથી, પણ જિજ્ઞાસુને માર્ગ સમજવામાં તે નિમિત્ત છે કે નહિ? આત્મા દેહ, લક્ષ્મી આદિ પરથી તદ્દન ભિન્ન, શુભાશુભ વિભાવોથી કથંચિત્ રહિત છે, તે એક સમયની પર્યાય જેટલો પણ નથી પણ પરિપૂર્ણ અખંડ જ્ઞાયકતત્ત્વ છે-એમ દેવ-શાસ્ત્ર-ગુરુ બતાવે છે કે નહિ? નિજ જ્ઞાયક આત્માને તું સ્વયં જાણતો નથી અને જે જાણે છે તેની સંગતિ કરતો નથી, તો તું આત્મામાં એક પગલું પણ નહિ ભરી શકે. ૮૪૧. * ભાઈ ! તારા વર્તમાન અંશને તું માને છે, પણ તે અંશ કોના આધારે થાય છે? તે અંશ કોનો છે? શું તે “જાણવા રૂપ અંશ કોઈ પરમાણુ કે રાગનો છે? અંદર ત્રિકાળ જ્ઞાયકતત્ત્વ છે તેનો તે અંશ છે. તે અંશ ત્રિકાળી જ્ઞાયક-અંશીને જણાવે છે. પર્યાય તો પલટતી હોવાથી અનિત્ય જ છે ને? સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-મોક્ષમાર્ગ-પણ પર્યાય હોવાથી અનિત્ય છે. અરે ! કેવળજ્ઞાનની પર્યાય પણ દરેક સમયે બદલાતી હોવાથી નાશવાન છે, કેમ કે પર્યાયની મુદત જ એક સમયની છે, અને વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે. ૮૪૨. * “હે આત્મા!' જો તારે મલિનતાના ભાવથી છૂટી–મલિન પર્યાય જે મોહ, રાગ, દ્વેષ, અને દુઃખરૂપ છે તેનાથી છૂટવારૂપ-સંપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મદશા પ્રાપ્ત કરવી હોય, મુક્તિ જોઈતી હોય, વિભાવનો વ્યય અને પરમાનંદરૂપી મોક્ષદશાનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ઉત્પાદ કરવો હોય, તો નિર્વિકાર ને નિર્વિકલ્પ એવા નિજ ચૈતન્યના અભેદ ધ્રુવ સ્વરૂપને ગ્રહણ કર. આત્મવસ્તુ-કાયમી ચીજ-જે અંદરમાં જ્ઞાયકપણે એકરૂપ પડી છે, જેમાં પર્યાય અને ગુણગુણીના ભેદ પણ નથી, જે જ્ઞાન, આનંદ આદિ અનંત ધ્રુવ ગુણોની એક્તાસ્વરૂપ અભેદ પદાર્થ છે, તેને રુચિ અંતર્મુખ કરીને ગ્રહણ કર, તેના પર દષ્ટિ લગાવી દે. રાગ ઉપર દષ્ટિ તે તો મલિનતા છે. મલિનતા ટકતી નથી અને ગમતી પણ નથી, માટે તે આત્માનો સ્વભાવભાવ નથી. ભગવાન આત્મા કે જે ચૈતન્યના નૂરનું પૂર છે, શાશ્વત ટકતી અને ગમતી ચીજ છે, જ્ઞાયકના દિવ્ય તેજથી સદા ભરપૂર છે, તેને ગ્રહણ કર, નિર્મળાનંદ જ્ઞાયકપ્રભુની દષ્ટિ કર, તેને ધ્યેય બનાવી દે, તારી વર્તમાન શ્રદ્ધાપર્યાયનો વિષય બનાવી દે, તેનો અંતરથી આદર, આશ્રય કર તો તારી અનાદિની વિભાવદશા-દુ:ખદશા-છૂટશે અને મુક્તદશા પ્રાપ્ત થશે. ૮૪૩. * “મારે મારું હિત કરવું છે' એવી ભાવના-ઇચ્છા-અભિલાષા જીવે અનંત વાર કરી, અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર દિગંબર જૈન દ્રવ્યલિંગી સાધુ થયો, પણ દષ્ટિ બહારની ક્રિયા ને રાગ ઉપર રાખી તેથી મિથ્યાદષ્ટિ રહ્યો. મિથ્યાષ્ટિને “મારે આત્માનું કલ્યાણ કરવું છે” એવા પરિણામ તો હોય છે, મંદકષાયના કારણે તેને વેશ્યા પણ શુભ હોય છે, પરંતુ વિવિધ શુભ ભાવમાં સર્વસ્વ માનીને તેમાં જ સંતોષાઈ જાય છે, શુભ રાગથી પણ ભિન્ન ત્રિકાળશુદ્ધ જ્ઞાયકભાવનું લક્ષ કરતો નથી. ૮૪૪. * ભગવાન આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો ત્રિકાળી ધ્રુવ પિંડ છે, પરંતુ અંતરમાં તેનું ભાન તેમ જ મહિમા નહિ હોવાથી જીવને અનાદિથી પર્યાય ઉપર જ દષ્ટિ છે. સાધુ થયો તોપણ પર્યાયદષ્ટિ-પર્યાય ઉપરનું લક્ષ-છોડ્યું નહિ. પર્યાય પાછળ આખું ત્રિકાળી તત્ત્વપૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ-પડેલ છે તેના ઉપર નજર ન કરી. જે વર્તમાન પર્યાયમાં થતાં શુભાશુભ ભાવ પર જ લક્ષ છે તે તો પર્યાયદષ્ટિ છે. તેના ઉપર જેને દષ્ટિ છે તેને અંદર જે દ્રવ્યસ્વભાવ-આત્મપદાર્થ, આખો માલભર્યો પડયો છે તેનું ભાન નથી. પર્યાય તો વ્યવહારનયે, અભૂતાર્થનયે આત્મા છે, તે પરમાર્થ શુદ્ધ ધ્રુવ આત્મા નથી. ૮૪૫. * આખી દુનિયાનો ભાર માથે ઉપાડીને ચાલે તેને પ્રભુ કહે છે કે રાગનો એક કણ જે પરના લક્ષે થાય છે તેનો કર્તા આત્મા નથી. આહાહા ! આ વાત કોને બેસે! જેને ભવના દુઃખોથી અંદર ત્રાસ ત્રાસ થતો હોય એને પ્રભુની આ વાત અમૃત જેવી લાગે. ૮૪૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [૧૯૫ * ધીરો થઈને જ્ઞાનને જરા વિચારમાં રોક, જેને ભૂલવું છે, જેને મૂકવું છે, જેને છોડવું છે, તેને બધાને ભૂલીને વિચાર કર. ગમે ત્યારે પરને તો તારે છોડવાનું જ છે તો અત્યારે જ એને ભૂલીને તું તને સંભાળ. ૮૪૭. * અહો! ભગવાનના વિરહ અહીં પડ્યા ને તત્ત્વની વિપરીત શ્રદ્ધાઆચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહિ. વસ્તુ અંતરની છે ને લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા! ભાઈ ! અમે તો વસ્તુનું સ્વરૂપ જે સત્ય છે તે કહીએ છીએ, એથી વિપરીત શ્રદ્ધાવાળાને ન રુચે તો માફ કરજો. ભાઈ ! વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરાં છે તેથી તો શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો! અમારે વ્યક્તિગત કોઈની સાથે વિરોધ નથી. તે બધા પણ દ્રવ્યસ્વભાવે તો પ્રભુ છે. એથી દ્રવ્યું તો તેઓ સાધર્મી છે. તેથી અમને સમભાવ છે. ૮૪૮. * જ્ઞાયકને ભજતાં કોઈ દી કોઈ પાછા પડ્યા છે? પાછા પડે એમ બને જ નહિ, એમ વીરવાણી કહે છે. એકલો ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ છે એ ભગવાનનું મૂલ્ય છે, એક સમયની પર્યાયનું પણ મૂલ્ય નથી. ત્રિકાળી ભગવાન મૂલ્યવાન છે એના મૂલ્ય છે. જ્ઞાનમાં એના સંસ્કાર નાખ! તેનું ફળ તને આવશે, મુંઝાવા જેવું નથી. ભાઈ ! જન્મ-મરણ રહિત થવાની વાતો બહુ અલૌકિક છે. ૮૪૯. * આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૮૫૦. * સંસારમાં રખડતાં રખડતાં અનંતવાર મનુષ્યદેહ પામીને આત્માના ભાન વિના મર્યો, પણ આત્મા શું છે તેની વાત જાણી નથી; કદી આત્માનો યથાર્થ વિચાર પણ કર્યો નથી, તેથી અહીં તેનો મહિમા બતાવતાં કહે છે કે બહારની ચિંતા ટાળીને જેઓ આત્માના સ્વરૂપમાં ઠર્યા છે તેઓ તો કરવાયોગ્ય કાર્ય જ કરી બેઠા છે, તેમની શું વાત ! પણ જગતની ચિંતા છોડીને જેને આત્માની ચિંતાની પકડ પણ થઈ કે અહો ! મારા આત્માને મેં અનંતકાળથી ઓળખ્યો નથી, અનંતકાળમાં કદી આત્માનું ધ્યાન કર્યું નથી, આત્માને ભૂલીને બાહ્ય પદાર્થોની ચિંતામાં જ રખડયો છું, માટે સત્સમાગમે આત્માને જાણીને તેનું જ ધ્યાન કરવા યોગ્ય છે. –આવી આત્માની ચિંતાનો પરિગ્રહ કરે-પકડ કરે-તેનું જીવન પણ પ્રશંસનીય છે. ૮૫૧. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * ચૈતન્યમૂર્તિ સત્ય સાહેબનું અસત્ય વિકારી રાંકા ભાવોમાં પ્રસરવું, વ્યાપવું અશકય છે. આત્મભગવાનનું સંસારભાવોમાં વ્યાપવું અશકય જ છે. અદ્ધર અદ્ધરથી જ કૃત્રિમ પુણ્ય-પાપ ઊપજે છે ને અદ્ધરથી જ નાશ થાય છે એને આત્માનો આશ્રય મળતો નથી. ૮૫૨. * એક બાજુ દૃષ્ટિની અપેક્ષાએ કહે કે કેવળજ્ઞાન ભી કરના નહીં હૈ, હો જાતા હૈ ઔર ચરણાનુયોગકા કથન ચલતા હૈ વહાં વહુ નેમેં આતા હૈ કિ ૨૮ મૂલગુણકોં મુનિ પાલતે હૈં. તો વાં જૈસા હૈ વહાં પૈસા સમજ લેના ચાહિયે. * ૨૮ મૂળગુણ પણ રાગ છે, તેને પાળવાનું કહેવામાં આવે પરંતુ તે સહજ હોય છે. રાગને હું પાળું અર્થાત્ રાગની રક્ષા કરવા જતાં મિથ્યાદષ્ટિ થઈ જાય છે. ૮૫૩. * જેમ પાંચસો ધનુષ્યની કાયાવાળા મોટા માણસના પગનો અંગૂઠો વાળથી બાંધેલ હોય એને કાંઈ બંધન કહેવાય ? તેમ ચૈતન્ય શક્તિ સ્વભાવના સામર્થ્ય પાસે ચારિત્રગુણની એક ક્ષણની વિકારી પર્યાયનું બંધન એ તે કાંઈ બંધન કહેવાય ? ૮૫૪. * સમ્યગ્દર્શન એટલે તો ભાઈ! આખો પરમાત્મા દૃષ્ટિમાં બેસી ગયો. ૮૫૫. * આ ગોળો રાગથી છૂટો પડી ગયો પછી એક્લો જાણનાર જ છે. પછી દષ્ટિ તો અંતર્મુખમાં જ કામ કર્યા કરે છે, અને રાગ તો બહિર્મુખ રહી ગયો. અંતર્મુખ થતાં બહિર્મુખનું જ્ઞાન રહે છે પણ પરિણમન તો અંતર્મુખમાં નિરંતર વહ્યા જ કરે છે. ૮૫૬. * આ તો એવી વાત છે કે સાદિ-અનંત આનંદ આનંદ થઈ જાઈ અને સંસાર અનાદિ–સાંત થઈ જાય છે. એનું ફળ મહાન છે, તો એનું કારણ પણ મહાન છે તો એનો આધાર પણ મહાન છે એમ એને પ્રથમ નિઃશંકપણે ભાસવું જોઈએ. પછી અંતરમાં પ્રયોગ થાય. ૮૫૭. * હે ભગવાન! આપને તો ચૈતન્યકા ભંડાર ખોલ દિયા. ઉસકે પાસ કૌન ઐસા હૈ જિસકો ચક્રવર્તીકા વૈભવ ભી તરણા જૈસા ન લગે ? ૮૫૮. * અહો ! શ૨ી૨ને માથે પ્રહાર પડતાં હોય અને અંદર આત્મામાં શાંતિનું વેદન ચાલતું હોય છે. દુનિયા દેખે કે દુઃખી છે, જ્ઞાની દેખે કે સુખી છે. ૮૫૯. * એકલા શાસ્ત્ર-અભ્યાસમાં જ જે લાગી રહ્યો છે તેને સ્વભાવમાં આવવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો છે. પણ તે સાંભળીને કોઈ અપઢ સ્વભાવમાં તો જઈ શકતો નથી અને શાસ્ત્રાભ્યાસમાં પ્રવર્તતો નથી તો તે તો નિશ્ચયાભાસી છે. ૮૬૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ [૧૯૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] * સંયોગને અને રાગને જે મારા માને છે તે પ્રાણી રાજા હો કે દેવ હો પણ તે પામર પ્રાણી છે, ભિખારી છે. (૬૧. * સિદ્ધગતિ કરતાં પણ તારા દ્રવ્યની મહત્તા અનંતગુણી છે. ત્રણલોકનો નાથ ઈ છે પણ એણે એને રોકો માની લીધો છે. ભાઈ ! સને જેમ છે તેમ સ્વીકાર તો ઈ તને જવાબ આપશે. ૮૬૨. *. અહો! નિમિત્તથી અમારે કામ નથી, રાગથી અમારે કામ નથી, પરંતુ ક્ષયોપશમથી પણ અમારે કામ નથી. ગજબ વાત છે ને! સ્વરૂપમાં સ્થિરતાનો જ પ્રયત્ન એક કર્તવ્ય છે. ૮૬૩. * મન-ઇન્દ્રિયથી જે જ્ઞાન થયું એની પણ જીવને અધિકતા રહે છે. આના કરતાં મને વધારે જ્ઞાન છે એમ ઈ મન-ઇન્દ્રિયથી થતાં જ્ઞાનથી પોતાની અધિકતા વેદે છે. પણ આ તો મરી જાય-મન-ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય એનાથી પણ મરી જાય ત્યારે (આત્મહિત ) થાય એવું છે. ૮૬૪. * દષ્ટિ અપેક્ષાએ તો ચારિત્રની પર્યાયની પણ ગૌણતા છે. તેની ઉપર પણ વજન નથી. દષ્ટિએ તો પરિપૂર્ણ વસ્તુનો કબજો લઈ લીધો છે, છતાં પ્રગટ કરવાની અપેક્ષાએ ચારિત્રનો ભાવ પણ આવે છે પરંતુ તેની ઉપર જોર નથી. દષ્ટિની અપેક્ષાએ તો પર્યાયમાત્રની ગૌણતા છે, પર્યાયમાત્ર અભૂતાર્થ છે, તેથી હેય છે. ૮૬૫. * હે માતા! મને કયાંય ચેન પડતું નથી, મારી ચેનવાળી વસ્તુ મને જડી ગઈ છે, અમારી ચેનવાળી વસ્તુને અનુભવવા અમે જંગલમાં જઈએ છીએ. જ્યાં મનુષ્યનો પગરવ પણ ન હોય ત્યાં અમે જઈશું. તને રોવડાવીએ છીએ પરંતુ બીજી માતાને હવે નહિ રોવડાવીએ. ૮૬૬. * ભગવાન સર્વજ્ઞનો પોકાર છે કે નિજ ઘરનાં નિધાનમાં જા, બીજા બધા થોથા છે. ૮૬૭. * અધ્યાત્મકી બાત હૈ બહોત થોડી, લેકિન ઉસકી મહિમા બહોત બડી હૈ. ૮૬૮. * કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરાં કઠોર મર્મ-છેદક વચન કહે તો શીઘ્ર દેહમાં સ્થિત પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું. સમતાભાવ કરવો. ૮૬૯. * અરે! મારામાં પર કે રાગ કાંઈ નથી એવા ભાનમાં તો કેટલો કષાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર મંદ થઈ જાય; એને સ્વચ્છંદ થાય જ નહિ. ભલે લડાઈ–ભોગના પરિણામ હોય છતાં અનંતાનુબંધી કષાય નથી અને મિથ્યાદષ્ટિ ત્યાગી થયો હોય છતાં અનંતાનુબંધી તીવ્રકષાયી છે. ૮૭). * બાહ્યબુદ્ધિ છોડાવવા, અંતરબુદ્ધિ કરાવવા, દ્રવ્યાનુયોગ છે. તારા અંતરમાં આનંદ છે-એમ શ્રદ્ધા કર. ભાઈ ! તું આત્મા છો. તારો આત્મા આનંદ સ્વભાવથી ખાલી ન હોય. સમ્યગ્દર્શન એટલે મારામાં જ આનંદ ભર્યો છે એવી શ્રદ્ધા કરાવવા જ દ્રવ્યાનુયોગ છે. ૮૭૧. * જીભ ગમે તેટલા ચીકણા પદાર્થને ગ્રહે છે તોપણ પોતે લુખી રહે છે. તેમ જ્ઞાની સંયોગોના ગંજમાં ઊભો હોય છતાં લુખો રહે છે. જેમ કમળ દિવસ-રાત જળમાં રહે છે પરંતુ જળને સ્પર્શતું નથી તેમ જ્ઞાની સંયોગોની મધ્યમાં રહેવા છતાં લેપાતો નથી. સોનું કાદવમાં રહ્યાં છતાં તેને કાટ લાગતો નથી તેમ જ્ઞાની સંયોગોમાં રહ્યા છતાં તેને પરમાં એકતાબુદ્ધિ થતી નથી. ૮૭૨. * શ્રોતા:- ન્યાલ થઈ જાય એવી વાત છે. પૂજ્ય ગુરુદેવ - ન્યાલ શું? અંતર્મુહૂર્ત મોક્ષ થાય એવી વાત છે. બહુ તો સાધક થયો એટલે અસંખ્ય સમયે તો મોક્ષ લીધે જ છૂટકો. ૮૭૩. * સ્વાનુભૂતિના કાળે અનંત ગુણસાગર આત્મા પોતાના જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણોની ચમત્કારીક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. આહાહા ! ઈન્દ્રના ઇન્દ્રાસનમાં પણ જેની ગંધ નથી એવા આનંદથી રમતો પ્રગટ થાય છે. અનુભૂતિના આનંદની દશા કોઈ અદ્દભુત છે, વચનાતીત છે. આવી દશા પ્રગટ થતાં આખું જીવન પલટી જાય છે. રાગ અને કષાયના વેદનનું જીવન હતું તેનાથી રહિત ભગવાન આત્માના આનંદનું વેતન આવ્યું એ દશાનું જીવન અભુત છે. દુઃખની દશાનું જીવન હતું તે પલટીને આનંદ ને શાંતિનું જીવન થઈ જાય છે. આનંદમય અનુભૂતિમાં બાર અંગનો સાર આવી જાય છે. ૮૭૪. * અહા ! આ વાત બીજે મળવી મુશ્કેલ છે. બાપુ! શું કહીએ? આ તો માન મૂકી દેવાની વાતો છે. કોનાં માન ને કોના અપમાન? તારું માન તો તારી ચીજમાં છે. આવે છે ને! – “લહી ભવ્યતા મોટું માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન' – ત્રણલોકના નાથ એમ કહે કે- “આ સમકિતી છે, એણે આત્માને જાણો છે.” એ ત્રણલોકના નાથનું માન મળ્યું, હવે તારે બીજા કોનું માન જોઈએ છે? અને ત્રણલોકના નાથ એમ કહે કે- “આ અજ્ઞાની છે, રાગનો આદર કરનાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૧૯૯ છે, અપાત્ર છે “–એમ ભગવાન તરફથી અપમાન થયું એના જેવું બીજું અપમાન કયું છે? ભલે દુનિયા તને માને પણ તેથી શું? ૮૭૫. * ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન-દર્શન આદિ ગુણલક્ષ્મીની ભરેલો છે, તેના અસ્તિપણાની–તેની હયાતીની કબૂલાત નહિ, વિશ્વાસ નહિ અને જેમાં પોતે નથી એવા અલ્પજ્ઞતા અને રાગમાં પોતાની અતિ માનવી, ક્યાતી માનવી એ જ અજ્ઞાન છે અને તે જ બંધનું કારણ છે. પોતાના સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવનો સ્વીકાર નહિ અને રાગના એક અંશનો સ્વીકાર તે અજ્ઞાન જ બંધનું કારણ છે. બીજું જાણપણું ન કર્યું તેથી અજ્ઞાન છે તેમ ન કહ્યું પણ પોતાના સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવને ન જાણો તે જ અજ્ઞાન અને બંધનું કારણ છે તેમ કહ્યું. ૮૭૬. * એક વિચાર આવ્યો હતો કે સરકારી નોકરોને ૫૫-૫૬ વર્ષે નોકરીથી ઉતારી દે છે તો આ શેઠીયાઓને એવો કોઈ ફાયદો નહિ હોય કે પપ-પ૬ વર્ષે ધંધાથી છૂટા થઈને પોતાના આત્માનું કાંઈક હિત કરે? આહાહા! રોટલા ખૂટે એમ ન હોય, પાછળ પૈસાનો પાર ન હોય છતાં પણ નિવૃત્તિ લઈને પોતાના આત્માનું કાંઈ હિત કરતા નથી, તેને મરીને કયાં જવું છે? અરે ! ૬૦-૭૦ વર્ષ સુધી નવરાં થતાં નથી તો મરીને કયાં જવું છે? અરે! મમતાના પરિણામમાં મરીને તિર્યંચ બકરી આદિના પેટે અવતાર થશે! શ્રીમદ્ રાજચંદ્ર તો કહે છે કે મુમુક્ષુઓને આજીવિકા પૂરતું મળતું હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી; આ તો રોટલા મળતા હોય તો ય માથે પોટલા બાંધે ! અરેરે! જવું છે કયાં? જીવન થોડું ને આ શું કરો છો ભાઈ ! આવો મનુષ્યભવ મળ્યો છે ને આવા સત્ સમજવાના ટાણાં છે તો ચાર-છ-આઠ કલાક વાંચનશ્રવણ-મનન સમાગમ કરીને તારા આત્માનું કાંઈ હિત કરીને માનવ-ભવ સફળ કર. ૮૭૭. * અહો કેવળજ્ઞાન લેવામાં કેટલી ધીરજ, ક્ષમા અને સમતા હોય ત્યારે કેવળજ્ઞાન થાય! નીચે પણ કેટલો નિશ્ચિત હોય! કેટલી ધીરજ હોય! દ્રવ્યને પહોંચવામાં કેટલી ધીરજ હોય ત્યારે પહોંચી શકે છે. બહારથી બહેરો, બહારથી મૂંગો અને બહારથી આંધળો થઈ જાય છે. ૮૭૮. * નરકમાં ભયંકર દુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળના આયુષ્ય કેમ પૂરાં થયાં હશે? પ્રભુ! ભવભ્રમણાના અભાવનો તે કદી પ્રયત્ન કર્યો નહીં તેથી એવા અસહ્ય દુઃખો તે સાગરોપમ સુધી અનંતવાર ભોગવ્યાં. નરકનાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO] [ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર દુઃખો કરોડો જીભે ને કરોડો ભવમાં ન કહી શકાય એવા દુઃખો તે સહન કર્યા. પ્રભુ! જે દુ:ખો સાંભળ્યા જાય નહીં ત્યાં અનંત અનંત કાળ ગાળ્યો. અનંતકાળે એકવાર મનુષ્યભવ મળે તોપણ અનંતવાર મનુષ્યભવ મળ્યો ને તેના કરતાં અસંખ્ય ગુણા અનંતા નરકના ભવ તે કર્યા, ત્યાં અસહ્ય દુઃખો તે સહન કર્યા, તેનો ગંભીરતાથી વિચાર તો કર બાપુ ! ૮૭૯. * બેનનાં (બહેનશ્રીનાં) વચનામૃતમાં આવે છે કે હે જીવ! તને ક્યાંય ન ગમે તો તારો ઉપયોગ પલટાવી નાખ, જગતમાં કયાંય ગમે તેવું નથી, એક આત્મામાં ગમે તેવું છે માટે ત્યાં ઉપયોગ લગાવી દે. પ્રવચનસારમાં તો કહે છે કે શુભ-અશુભ બન્ને ભાવ દુઃખરૂપ છે. અશુભના ફળમાં નરક અને શુભના ફળમાં સ્વર્ગના ભોગ મળે પણ એ ભોગમાં લક્ષ જાય એ ભાવ પણ અશુભ હોવાથી દુઃખ છે. તેથી અશુભનું ફળ નરક ને શુભનું ફળ સ્વર્ગ ત્યાં પણ દુઃખ જ છે તો શુભઅશુભના ફળમાં ફેર કયાં રહ્યો? એ બન્ને દુઃખના કારણ છે તો એ શુભને ઠીક કેમ કહેવાય? પ્રભુ! જેના ફળમાં દુઃખ છે એવા શુભ તને રુચે છે કેમ? ૮૮૦. * અતીન્દ્રિય આનંદ સ્વરૂપ નિજ આત્મામાં એકાગ્રતા કરવાવાળો જીવ સ્વતઃ પોતામાં એકાગ્રતા કરે છે. સ્વતઃ સેવા કરે છે. તેમાં તેને અન્ય દ્રવ્યોની મદદની જરૂર નથી. અન્ય દ્રવ્યો જ્ઞાનમાં જણાય તો ભલે જણાય પણ તે મને જરાય હિતકારક નથી. આવો પહેલાં નિર્ણય જોઈશે. નિર્ણયની ભૂમિકા યથાર્થ થયા વિના હિતનો પંથ હાથ આવે તેમ નથી. માટે પ્રથમ યથાર્થ નિર્ણય કરો. ૮૮૧. * આવો ઉત્તમ યોગ ફરી કયારે મળશે? જો આ ભવ વ્યર્થ ગુમાવ્યો તો ફરી આવો ઉત્તમ યોગ કયારે મળશે? તું વિપરીત માન્યતા છોડવા માટે મરણિયો પ્રયત્ન કર. મરીને પણ તું પ્રયત્ન કરે એટલે કે ગમે તેવા પ્રસંગો હોય મિથ્યાત્વ છોડવાનો ઉગ્ર પ્રયત્ન કર. શાતા-અશાતામાં તું રોકાઈ ગયો પણ એ તો તારાથી ભિન્ન છે. હમણાં અનુકૂળતા નથી માટે પછી પ્રયત્ન કરીશ-એમ તું અટકી ગયો પણ શાતાઅશાતાથી તો તું ભિન્ન છો. શરીરમાં રોગ-નિરોગ હો પણ તે તો તારાથી ભિન્ન છે. અરે! શુભાશુભ ભાવોથી પણ તું ભિન્ન છો. શુભાશુભ ભાવો તો આકુળતામય છે. ભગવાનની ભક્તિ-પૂજા-સ્મરણ કે શાસ્ત્રરચના-વંદના એ બધાં શુભભાવો તો આકુળતામય છે, પ્રભુ તો તેનાથી ભિન્ન નિરાકુળ જ્ઞાયકપ્રભુ છે. ૮૮૨. * લોકો જાણે કે બહારમાં ફેરફાર કરી નાખીએ ને બહારના સંયોગ ભેગાં કરીને તેમાંથી સુખ મેળવી લઈએ, પણ અરે ભાઈ ! તારું સુખ સંયોગમાં નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૦૧ અરે ! જુઓ તો ખરા! આ સર્વજ્ઞની વાણી! સંતોની રચના તો જુઓ! સર્વજ્ઞના માર્ગ સિવાય બીજાનો એક અક્ષર પણ સાચો નથી, બીજું તો બધું ય વિપરીત છે. સત્ય વાત સમજ્યા પહેલાં પણ ઓથે ઓથે તેનું બહુમાન કરીને જે હા પાડે છે, તે જીવને બીજી વિપરીતતાનો આદર કરનારા જીવો કરતાં તો ફેર પડ્યો છે. ભલે હજી સ્વભાવની દષ્ટિ ન પ્રગટી હોય, પણ સત્યનો આદર કર્યો તેનામાં પણ તેટલો તો ફેર પડયો છે કે નહિ? ભવનો અભાવ તો સ્વભાવની દષ્ટિ કરશે ત્યારે જ થશે પણ ત્યાર પહેલાં અસત્યનું પોષણ છોડીને સત્યના આદરનો ભાવ પણ જેને ન આવે તેને તો સ્વભાવમાં જવાની પાત્રતા પણ કયાંથી આવશે? અખંડ સ્વભાવની દષ્ટિ પ્રગટ્યા પહેલાં તેના બહુમાનપૂર્વક શ્રવણ-મનનનો ભાવ આવ્યા વગર રહેતો નથી. સત્યનો હુકાર લાવીને તેનો આદરભાવ પણ જે પ્રગટ ન કરે તેને તો અંતરસ્વભાવની દષ્ટિ પ્રગટ કરવાનો અવસર પણ આવતો નથી. ૮૮૩. * સતીઆ સત્ નવ છોડીએ, સત્ છોડીયે સત્ જાય. એમ ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્તમ્ સત્ છે. દરેક પર્યાયનો ઉત્પાદ પોતાથી સત્ છે. એ સત્ પર્યાયને આડી-અવળી કરીશ નહિ. બીજાથી સત્ પર્યાયનો ઉત્પાદ થાય તેમ માનીશ નહિ. જે પર્યાયનો ઉત્પાદ થાય છે તે પૂર્વપર્યાયના વ્યયથી-અભાવથી થાય છે પણ નિમિત્તથી ઉત્પાદ થતો નથી. ભાઈ ! સુખી થવું હોય તો સત્ જેમ છે તેમ તારી શ્રદ્ધા રાખજે. આહાહા! આવી સ્વતંત્રતાની વાત જૈનદર્શન વિના બીજે કયાંય નથી. ૮૮૪. * વિકલ્પ થાય છે તે ક્રિયા છે, તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને પરિણામ દ્રવ્યથી ભિન્ન નથી. તેથી વિકલ્પનો કર્તા પોતે છે, પર તેનો કર્તા નથી. જીવના પરિણામ પોતાથી છે પરથી નથી તેમ માને ત્યારે તો હુજુ વ્યવહાર-શ્રદ્ધા છે. સમ્યગ્દર્શનની ક્રિયા પરિણામ છે, તે પરિણામ દ્રવ્યથી અભિન્ન હોવાથી સમ્યગ્દર્શનનો કર્તા જીવ પોતે છે, દર્શનમોહકર્મનો અભાવ તેનો કર્તા નથી. દિવ્યધ્વનિથી જ્ઞાન થતું નથી, મહામુનિના ઉપદેશથી જ્ઞાન થતું નથી, કેમ કે જ્ઞાનની ક્રિયા પરિણામસ્વરૂપ છે, તે પરિણામથી ભિન્ન નથી અને પરિણામ દ્રવ્યથી–જીવથી ભિન્ન નથી. તેથી જ્ઞાનની ક્રિયાનો કર્તા જીવ છે પરંતુ દિવ્યધ્વનિ કે મહામુનિનો ઉપદેશ જ્ઞાનનો કર્તા નથી. કેવળજ્ઞાન થયું તેનો કર્તા ઘાતિકર્મનો અભાવ નથી કે વજનારાચસંહનનના કારણે કેવળજ્ઞાન થયું નથી, કેવળજ્ઞાનનું કારણ દ્રવ્ય પોતે જ છે. ૮૮૫. * મોક્ષપાહુડમાં ‘પરફથ્વીનો પુરૂં' કહ્યું છે અને પ્રવચનસારમાં કહ્યું કે પદ્રવ્ય એવા અતને જાણતાં સમ્યગ્દર્શન થાય છે પણ તેનો અર્થ? –કે મારો આત્મા અત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates ૨૦૨ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જેવો ને જેવડો છે એમ જાણવા માટે અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે આત્માને જાણે છે એમ કહેવું છે. શાસ્ત્રમાં તો એમ કહે છે કે પરલક્ષી જ્ઞાન છે તે આત્મજ્ઞાનનું કારણ નથી ને અહીં તેને કા૨ણ કહે છે. શ્રી સમયસારની ૩૧મી ગાથામાં એમ કહે છે કે ઇન્દ્રિયથી થતું ભાવ-ઇન્દ્રિયજ્ઞાન તે ઇન્દ્રિશાન છે, ભગવાનના લક્ષે ને ભગવાનની વાણીથી થયેલું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે. તેનું લક્ષ છોડીને પોતાના સ્વભાવના લક્ષમાં જાય છે-અતીન્દ્રિય આનંદની દશામાં તેને અનુભવે છે તેને જિતેન્દ્રિય જિન કહે છે. શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે જે કોઈ ખરેખર અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે એટલે કે એના જેવો હું છું એમ જાણીને આત્મા તરફનું વલણ કરે છે તેણે ખરેખર અદ્વૈતને જાણ્યા છે. જેને અદ્વૈતના દ્રવ્યગુણ-પર્યાયને જાણીને ત્યાં ઊભું રહેવું છે તેની વાત નથી લીધી. કઈ અપેક્ષાએ છે ભાઈ ! –તે સમજવી જોઈએ. ૮૮૬. * હે જીવ! તું અવ્યક્ત છો તેને તું જાણ. જાણનારી પર્યાય કોને જાણે ? –કે અવ્યક્તને જાણે. આચાર્યદેવને કરુણાનો વિકલ્પ આવ્યો છે તેથી આ શુદ્ધાત્માનો ઉપદેશ કર્યો છે. શુદ્ધ ચૈતન્યઘન છે ત્યાં દૃષ્ટિ કરવાથી વર્તમાન પર્યાયમાં શુદ્ધ આનંદકંદનો ભાવ પ્રગટ થાય છે. અહીં એ જ કહે છે કે પોતાના જીવ અપેક્ષાએ છ દ્રવ્યસ્વરૂપ લોક આ જીવ નથી તેથી અજીવ છે. છ દ્રવ્યસ્વરૂપ લોક કહીને છ દ્રવ્ય સિદ્ધ કર્યાં ને પછી કહ્યું કે તે લોક જ્ઞેય છે એમ હૈ જીવ તું જાણ! છ દ્રવ્યસ્વરૂપ લોક તે વ્યક્ત છે, પ્રગટ છે, બાહ્ય છે અને અંતરમાં અવ્યક્ત સૂક્ષ્મ છે એ જીવને તું જાણ ! –એમ કહે છે. ૮૮૭. * પોતાના પરિણામની ધારાનો પોતાને અંતરમાં ખ્યાલ આવી જાય, બરાબર ખ્યાલ આવી જાય, અને બીજો જ્ઞાની જીવ પણ તેને જાણી શકે. ‘ધવલા ’ ટીકામાં મતિજ્ઞાનના ભેદની–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાની-વ્યાખ્યા આવી છે ત્યાં એમ કહ્યું છે ઈહાજ્ઞાનમાં ‘સામો જીવ ભવ્ય છે કે અભવ્ય' એવી જિજ્ઞાસાના નિર્ણયરૂપ અવાયજ્ઞાનમાં ‘તે ભવ્ય જ છે, કેમ કે તેને સમ્યક્રત્નત્રયનો સદ્ભાવ છે' એમ એક જીવ બીજા જીવની ભવ્યતાનો નિર્ણય બરાબર કરી શકે છે. ભાઈ! જ્ઞાનનો સ્વભાવ સ્વપર-પ્રકાશક છે, તે શું ન જાણે ? બહારમાં દ્રવ્યલિંગ સાચું હોય અને અંદરમાં મિથ્યાત્વની ભૂલ હોય તો જ્ઞાનીના ખ્યાલમાં આવી પણ જાય; છતાં બીજાને કહે નહિ; કારણ કે જો તેની પ્રરૂપણા ચોખ્ખી ચાલતી હોય, ભલે અંદર અનુભવ ન હોય પણ આચરણ આગમ પ્રમાણે નિર્દોષ હોય તો એને પણ વ્યવહારથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૨૦૩ પૂજનીક કહેવામાં આવે છે. પરંતુ દયા, દાન, વ્રત, તપ કરો, તે કરતાં કરતાં કલ્યાણ થઈ જશે-એમ જેની પ્રરૂપણા તથા શ્રદ્ધા જ પ્રગટપણે જૂઠી છે તેને તો પ્રગટપણે વિપરીતતા જ છે. અહા ! ભારે વાત બાપુ ! ૮૮૮. * અરેરે ! જેના ઉ૫૨ જીવને અત્યંત પ્રેમ છે એવું આ શરીર ખરેખર કેવળ વેદનાની મૂર્તિ છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ ભાવપાહુડમાં કહે છેઃ એક તસુમાં ૯૬ રોગ તો આખા શરીરમાં કેટલા ? વિચાર તો કર પ્રભુ! -આ શરીર તો જડ છે, વેદનાની મૂર્તિ છે. ભગવાન જ્ઞાયક આત્મા આનંદની મૂર્તિ છે, ચૈતન્યચમત્કારથી ભરપૂર મહાપ્રભુ છે કે જેની પૂર્ણ પર્યાય પ્રગટ થતાં ત્રણકાળ ને ત્રણલોકને યુગપદ દેખે. એવી અનંતી પૂર્ણ પર્યાયની તાકાતનો પુંજ એવો જ્ઞાનગુણ, એવી અનંતી શ્રદ્ધાપર્યાયની તાકાતનો પિંડ એવો શ્રદ્ધાગુણ, એવી અનંતી સ્થિરતાપર્યાયની તાકાતનું દળ એવો ચારિત્રગુણ, પૂર્ણ આનંદની પર્યાયનું ધ્રુવ તળ એવો આનંદગુણઆવા અનંત અનંત ગુણો પરિપૂર્ણ તાકાત સહિત અંદર ભગવાન આત્મામાં પડયા છે. અહા! આ પરિપૂર્ણ દ્રવ્યસ્વભાવના અવલંબનથી કેવળજ્ઞાન આદિ પરિપૂર્ણ પર્યાય પ્રગટ થશે, મોક્ષમાર્ગ કે જે અપૂર્ણ પર્યાય છે તેના આશ્રયે પણ પરિપૂર્ણ પર્યાય પ્રગટ નહિ થાય. પૂર્ણ જ્ઞાનાનંદની શીતળ પાટ-ધ્રુવ દ્રવ્યસ્વભાવ-અંદર સદા વિદ્યમાન છે, તેનો આશ્રય કરીશ તો સમ્યગ્દર્શન થશે, તેનો ઉગ્ર આશ્રય કરીશ તો ચારિત્ર થશે અને તેના પૂર્ણ આશ્રયથી કેવળજ્ઞાન આદિની પૂર્ણ દશા પ્રગટ થશે. છૂટવાનો માર્ગ આવો છે ભાઈ ! ૮૮૯. * શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં હતા. ઝવેરાતનો ધંધો કરતા હતા. તેમને આત્મજ્ઞાન થયું હતું. તે એક ભવ કરીને મોક્ષ જશે. સ્વભાવનો અનુભવ છે, પણ રાગનો ભાગ હજુ છે તે છૂટતો નથી; તેથી કહે છે કે-અશેષ કર્મનો ભોગ ભોગવવો બાકી છે, તેથી એક દેહ ધારીને સ્વરૂપ-સ્વદેશમાં જશું. અમારું વતન શુદ્ધ ચિદાનંદઘન નિજ સ્વરૂપ છે, તેમાં ઠરીને સદાને માટે રહેશું. અમારું મૂળ વતન તો આનંદ આદિ અનંત ગુણના પિંડસ્વરૂપ અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય છે. તે જ અમારો સ્વદેશ છે. અવસ્થામાં અમને થોડો રાગનો ભાગ છે, અને એમ લાગે છે કે તે થોડો કાળ રહેશે, તેથી અમારા આત્મામાં અંદરથી એવો ભાવ આવે છે કે એક ભવ કરીને અમે કેવળજ્ઞાન પામી મોક્ષમાં જશું. ‘તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.' વળી, આવે છે ને- ‘હમ પરદેશી પંછી સાધુ જી, આ રે દેશકે નાહીં રે...' પુણ્ય ને પાપના-રાગના દેશના અમે નહિ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪] . [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર દયા, દાન વગેરેનો જે વિકલ્પ આવે છે તે વિભાવ છે-પરદેશ છે; તે દેશના અમે નથી. વચનામૃતના ૪૦૧મા બોલમાં બેને પણ કહ્યું છે. જ્ઞાનીનું પરિણમન વિભાવથી વિમુખ થઈને સ્વરૂપની તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. સ્વરૂપની સ્થિરતામાં કયારે પૂર્ણ થઈ જઉં એમ અંદરથી તલસે છે. બહારનાં ધૂળનાં ગામ-નગર તો અમારો દેશ નહિ, પણ અંદરમાં જે દયા, દાન, વ્રત, તપ વગેરે પુષ્યના-વ્યવહારરત્નત્રયના ભાવ ઊઠે છે તે પણ અમારો દેશ નથી. એ પરદેશમાં અમે કયાં આવી ચડ્યા? અમને અહીં જરાયે ગમતું નથી. સમકિતીને શુભરાગ પણ જરાયે સારો લાગતો નથી. જ્ઞાની કહે છે. વિભાવસ્વરૂપ પરદેશમાં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો પ્રદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાતે વસવું છે જ્યાં બધાં અમારા છે. ૮૯૦. * અરેરે! આ દેહ છૂટી જશે ભાઈ ! ઉતારા કયાં કરીશ? અંદર તારી જ્ઞાયક ચીજની દષ્ટિ ન કરી ને રાગના પ્રેમમાં રોકાઈ ગયો તો ચોરાશીના અવતારમાં રખડીશ; કેમ કે આત્મા તો અનંત કાળ રહેવાવાળો છે. આ દેહ તો છૂટશે ને? પછી કયાં રહીશ? જેને રાગનો રસ છે તે તો મિથ્યાત્વમાં-પરિભ્રમણમાં રહેશે અને જેને આત્માનો રસ છે તે સાદિ-અનંતકાળ આત્મામાં-સુખમાં રહેશે. ૮૯૧. * પ્રભુ! તારામાં અનંત અનંત અગાધ શક્તિઓ ભરી પડી છે. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ આનંદ, સહજ વીર્ય આદિ અનંત ગુણો-જેના સ્વભાવની અનંતતાનો કોઈ પાર નથી એવી અનંત અનંત શક્તિઓ-તારામાં સદા વિદ્યમાન છે. તારામાં તારો બધો વૈભવ ભરપૂર પડ્યો છે, તેમાં કાંઈ પણ બહારથી લાવવાનું નથી. સમસ્ત વિશ્વને એક સમયમાં જાણનાર એવા અનંત સામર્થ્યવાળી કેવળજ્ઞાનની એક સમયની પર્યાય અને એવા બીજા અનંત ગુણોની એક સમયમાં પરિપૂર્ણ પર્યાય-એ બધું પ્રગટવાની અગાધ શક્તિ તારામાં છે. પ્રભુ! તું બીજે કયાં શોધવા જાય છે? અરેરે ! કસ્તુરી છે પોતાની નાભિમાં ને હુરણ ગોતવા દોડે છે. જંગલમાં! આ જીવ પણ, શક્તિ છે અંદરમાં ને ગોતવા જાય છે. બહારમાં. એ પણ હરણ જેવો જ છે-મનુષ્યરૂપે પૃથ્થરન્તિ' . પોતાની અગાધ શક્તિની પ્રતીતિ અને જ્ઞાન નથી તે, રાગ ને પરને પોતાનું માનીને, મૃગની જેમ, ચાર ગતિમાં રખડે છે. ૮૯૨. * મુનિરાજ જાણે વીતરાગની મૂર્તિ હોય એ રીતે પરિણમી ગયા છે. રાગદ્વેષના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૨૦૫ અંશના કણ વિના એકલી વીતરાગતાની મૂર્તિ મુનિરાજ છે. મુનિને તો ત્રણ કષાયનો અભાવ થયો છે, તે મુનિરાજને શાન્તિનો સાગર ઊછળે છે. મુનિરાજ તો જાણે વીતરાગની મૂર્તિ છે. ભગવાન આત્મા વીતરાગમૂર્તિ છે ને મુનિરાજ તો પર્યાયમાં વીતરાગની મૂર્તિ છે. શ્રી નિયમસારના કળશમાં તો કહ્યું કે અરેરે! આપણે જડમતિ છીએ કે મુનિરાજમાં ને સર્વજ્ઞમાં ભેદ જાણીયે છીએ! આહાહા ! મુનિરાજ તો જાણે સાક્ષાત્ વિતરાગની મૂર્તિ હો એ રીતે પરિણમી ગયા છે અને મુનિ કહીયે. ૮૯૩. * પરમાત્મતત્વના જ્ઞાન વિના ભ્રાંતિગતપણે જીવ શુભાશુભનો કર્તા થયો થકો શુભભાવની રુચિ આડે મોક્ષમાર્ગને લેશમાત્ર વાંચ્છતો નથી, તેની ભાવના ભાવતો નથી એવા અજ્ઞાની જીવને આ લોકમાં કાંઈ પણ શરણ નથી. અજ્ઞાની જીવ લોકમાં અશરણપણે ભ્રમણ કર્યા કરે છે. ૮૯૪. * જ્યારે અહીં શુભભાવ થયો તે જ સમયે શાતાવેદની કર્મ બંધાયા તે પર્યાય તેના ક્રમબદ્ધમાં હતી તેમ જ થઈ છે, તે ક્ષણે કર્મની પર્યાયનો ઉત્પત્તિનો કાળ હતોક્રમ હતો તે પ્રમાણે થઈ છે તે ક્રમબદ્ધ સિદ્ધ થયું, હવે અજ્ઞાનીનો શુભરાગ છે તે નવા કર્મબંધમાં નિમિત્તકર્તા છે. કર્મબંધની પર્યાય પોતાના ઉપાદાનપણે થઈ તેમાં અજ્ઞાનીનો શુભરાગ નિમિત્તકર્તા છે, એ રીતે ઉપાદાન-નિમિત્ત સિદ્ધ થયા. વળી શુભરાગ કર્મબંધમાં નિમિત્ત પડે છે પણ મોક્ષમાં નિમિત્ત થતો નથી અર્થાત્ શુભરાગ છે, તેનાથી નિશ્ચય થતો નથી એટલે કે વ્યવહારથી નિશ્ચય થાય છે તે વાત પણ ઊડી ગઈ. એ રીતે નિશ્ચય-વ્યવહાર સિદ્ધ થયા. રાગ આવ્યો તે ઉત્પત્તિનો જન્મકાળ હતો અને કર્મની પ્રકૃત્તિ બંધાણી તે તેના જન્મક્ષણે થઈ છે અને જ્ઞાનીને તેનું જ્ઞાન પણ પોતાના સ્વકાળે થયું છે. એ રીતે આ બધું ક્રમસર પરિણમન થયું છે, અક્રમે થયું જ નથી. એમ સિદ્ધ થયું. ૮૯૫. * જ્ઞાનમાં આમ નક્કી તો કર! વસ્તુનું સ્વરૂપ આવે છે એમ જ્ઞાનમાં નિર્ણયને અવકાશ તો દે ભાઈ ! અરે, એને મરીને કયાં જવું છે! દરેક યોનિમાં અનંતા ભવો ગાળ્યા; હવે તો પરથી લક્ષ ફેરવીને આત્મામાં ડૂબકી માર! તું તારા ઘરમાં જાને! એ બધા શુભ-વિકલ્પો હોય, પણ એ તારા ઘરની ચીજ નથી, ભગવાન! તું તો દેહની પીડા ને રાગની પીડા-બન્નેથી ભિન્ન છો, તે દેહના રોગનો તને જે અણગમો લાગે છે તે તો દ્વેષ છે-એ એકેય ચીજ તારા ઘરમાં નથી. ૮૯૬. * વ્યવહાર વડે પરમાર્થનું પ્રતિપાદન થતું હોવાથી અને પરમાર્થને વ્યવહાર વિના સમજાવવો અશકય હોવાથી, પરમાર્થના પ્રતિપાદક તરીકે વ્યવહારનું સ્થાપન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કરવું પડે છે. પરંતુ વ્યવહાર આદરવા યોગ્ય નથી. વ્યવહાર નિશ્ચયને બતાવે છે તોપણ વ્યવહાર વડે નિશ્ચય સાધ્ય ન હોવાથી વ્યવહાર આદરવા લાયક નથી, માત્ર પરમાર્થના પ્રતિપાદન અર્થે સ્થાપવા યોગ્ય છે. ૮૯૭. * જે જે દ્રવ્યની જે જે કાળે જે જે ક્રિયા થઈ રહી છે તેનો નિમિત્તકર્તા પણ આત્મા નથી. પરદ્રવ્યસ્વરૂપ નોકર્મની ક્રિયામાં તથા જડકર્મની ક્રિયામાં જો આત્માને નિમિત્તકર્તા માનવામાં આવે તો આત્માને પરદ્રવ્યની સર્વ અવસ્થાઓમાં નિત્ય ઉપસ્થિત રહેવું પડે, અર્થાત્ નિત્ય-કર્તૃત્વનો પ્રસંગ આવી પડે. આત્મદ્રવ્ય જો જગતની ક્રિયામાં નિમિત્તકર્તા હોય તો જગતની જે જે ક્રિયા થાય તેમાં આત્માએ નિત્ય ઉપસ્થિત રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. જો દ્રવ્ય નિમિત્તકર્તા હોય તો દરેક ક્રિયામાં દ્રવ્યને નિમિત્તકર્તા તરીકે સદાય હાજર રહેવું પડે. માટે પરદ્રવ્યની ક્રિયાનો આત્મા નિમિત્તકર્તા પણ નથી. ૮૯૮. * ભગવાન ચૈતન્યદેવ જ્ઞાનાનંદની પૂર્ણતાથી ભરેલો અદ્દભુત જ્ઞાયક પદાર્થ છે. તેમાં રાગ તો નથી પણ અપૂર્ણતા પણ નથી. તે જ્ઞાયક-આત્માની અંદર જવું અને અતીન્દ્રિય આનંદમય આત્મસંપદાની પ્રાપ્તિ કરવી તે જ અમારો-મુનિઓનો વિષય છે. વ્યવહા૨૨ત્નત્રયનો શુભ રાગ એ પણ અમારો વિષય નથી, કેમ કે તે શુભભાવ આસ્રવ છે, બંધનું કારણ છે, ચૈતન્યપ્રભુ અંદર મહા સંપદાથી ભરેલો છે. રૂપિયા, હીરા-માણેક તો આત્માની સંપદા નથી, પણ પુણ્ય પણ સંપદા નથી; એ તો વિપદા-આપદા છે. મુનિરાજ કહે છેઃ પંચ મહાવ્રત પાળવાં તે અમારો વિષય નથી, અંદર આનંદસ્વરૂપમાં ઠરી જવું તે અમારો વિષય-અમારું કર્તવ્ય છે. ૮૯૯. * જેને જેની જરૂરિયાત લાગે તેને તે જ રુચે છે. ભગવાન આત્માની જેને રુચિ હોય તેને તે જ ગમે છે, સુખરૂપ દેખાય છે, બીજું બધું ડખલરૂપ લાગે છે; વચમાં દેવ-શાસ્ત્ર-ગુરુના મહિમા વગેરેનો શુભ વિકલ્પ આવે, પણ તે દુઃખરૂપ લાગે છે. અંદર આનંદસ્વરૂપની રુચિમાં ભગવાન આત્મા સુખરૂપ લાગે છે. અહા! આવો માર્ગ છે ભાઈ! લોકોએ ધર્મનો માર્ગ ચૂંથી નાખ્યો; કોકે કાંઈકમાં ને કોકે કાંઈકમાં ધર્મ માન્યો. લઈ લો જાવજીવનું બ્રહ્મચર્ય, લૂગડાં છોડો ને થઈ જાઓ નગ્ન; પણ ભાઈ ! એમાં ધૂળે ય ધર્મ નથી. એવું બહારનું નગ્નપણું તો અનંતવાર ધારણ કર્યું. આત્મા કે જેમાં રાગની લાગણીનાં કપડાં પણ નથી એવી ત્રિકાળી જ્ઞાયક ચીજ તેને પહેલાં ઓળખીને-તેનો અનુભવ કરીને જેને નિજ ઘરમાં જવું છે તેને બીજું બધું દુઃખરૂપ લાગે છે. ૯૦૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૦૭ | * ભાઈ ! અમે તો આત્મા છીએ અને આત્મા તો એક સમયની પર્યાયની સમીપમાં પર્યાયથી ભિન્ન, શુભાશુભ રાગથી ભિન્ન, શરીર-વાણી-લક્ષ્મી તથા નામથી પણ ભિન્ન અંદર પાતાળમાં પડેલી જ્ઞાયક વસ્તુ છે. આત્મવસ્તુ પોતાનું ધ્રુવ પરિપૂર્ણ સામર્થ્ય રાખીને સદા રહી છે, તે કાંઈ આખી એક સમયની પર્યાયમાં આવી ગઈ નથી. અરેરે ! તત્ત્વની આવી વાત જીવને કયાંય સાંભળવા ય ન મળે ! જીવન ચાલ્યું જાય છે, મોતનાં નગારાં માથે વાગે છે. એક સમય એવો આવશે કે તારું આ રૂપાળું શરીર ધૂળ-રાખ થઈ જશે. જિમ તેતર ઉપર બાજ, મચ્છ પર બગલો રે; તારી કંચનવરણી કાય, ઢળી થશે ઢગલો રે. પહેલાં ચેતવણી આપીને મોત નહિ આવે કે- “હું આવું છું, તૈયારી કર.” શું મોત એવું કહીને આવે છે? દેહ જડ છે, સંયોગી છે, તે તો તેની મુદ્દત પૂરી થતાં છૂટો પડી જ જશે. ૯૦૧. * શુભ વિકલ્પને ઉત્પન્ન કરવો એ જ એક તો નપુંસકતા છે અને વળી શુભ વિકલ્પ તે જ હું તે તો નપુંસકતાથી પણ નપુંસકતા છે. ૯૦૨. આ જીવનું અંદર ચિથી રટણ અને ધૂંટણ ઈ અંદર આગળ જવાનો રસ્તો છે. સ્વરૂપ પ્રત્યે એને પ્રેમની જરૂર છે. જ્ઞાન ઓછું-વધતું શ્રેય તેનું કંઈ નહીં. ૯૦૩. * છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્રના તળીયે એકલા રત્નો જ ભર્યા છે, રેતી નથી, તેમ ભગવાન આત્માના તળમાં-સત્ત્વમાં એકલી ચૈતન્યશક્તિઓરૂપ રત્નો જ ભર્યા છે એના તળમાં રેતી અર્થાત રાગાદિ નથી. ૯૦૪. * કેવળજ્ઞાનની એક સમયની પર્યાય એવડી છે કે ત્રણકાળ ત્રણલોક તેમાં જણાય છે પણ સામા ય છે માટે કેવળજ્ઞાન છે એમ નથી અને કેવળજ્ઞાન છે માટે લોકાલોક શેય છે એમ નથી. અનંતા કેવળી અને સિદ્ધો પણ જ્ઞય છે. તે શેયને લઈને સાધક જીવને કેવળીનું બહુમાન આવતું નથી. પરંતુ પોતાની કમીને લઈને બહુમાન આવે છે. ૯૦૫. * પર્યાયનો ફેર ભાંગવા માટે દ્રવ્ય-ગુણમાં ફેર નથી એવી દષ્ટિ કરતાં પર્યાયનો ફેર ભાંગીને પરમાત્મા થાય છે. ૯O6. * જાલભાઈ કહે છે ને! કે પલોંઠી વાળીને બેસી જા એટલે કે ધ્રુવમાં આસન લગાવીને બેસી જા.... એ વાત સાચી છે. ૯૦૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮]. [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * આચાર્ય આત્માની વાત કહે છે ત્યારે કોઈ કહે કે અમને કાળ પાકવા દ્યો, કષાયની મંદતા થવા ઘો, કાંઈક વ્યવહાર સુધારવા ધો, ઈ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ફેરવી રહ્યો છે. ૯૦૮. * આ વાત માટે ઘણો પુરુષાર્થ જોઈએ, ઘણી પાત્રતા જોઈએ, પુણ્યપાપમાંથી સુખબુદ્ધિ ઊડી જવી જોઈએ, સુખબુદ્ધિ કહો કે હિતબુદ્ધિ તે ઊડી જવી જોઈએ. ૯૭૯. * જેમ આંખમાં કણું ખટક્યા કરે છે તેમ જ્ઞાનીને પર્યાયમાં રાગ થાય છે તે ખટકયા કરે છે. ૯૧). * જ્ઞાતા-દષ્ટાના અનુભવ વિના અજ્ઞાનીને જે વિકલ્પ આવે છે ઈ એનું કર્તવ્ય” બની જાય છે. ૯૧૧. * અરે ! એને રૂદન પણ આવ્યા નહીં કે મને મારો વિરહ! ૯૧૨. * પાંચ પદ શરણરૂપ છે એટલે કે પાંચ પદરૂપ પોતાનો આત્મા જ શરણરૂપ છે. કહ્યું છે ને! કે વર્તમાનમાં સિદ્ધ દશા તો નથી તો સિદ્ધનું ધ્યાન કેમ હોય! જૂઠમૂઠ છે! અરે! અંદરમાં શક્તિરૂપ સિદ્ધ સ્વભાવ તો વર્તમાનમાં મૌજુદ છે અને તેથી તેનું ધ્યાન કરતાં પ્રત્યક્ષ શાન્તિનું વેદન આવે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ જ છે. ૯૧૩. * જેમ નાના બાળકને કૂતરો કરડવા આવે ત્યાં તરત તે ત્યાંથી દૂર ભાગીને પોતાના મા-બાપ પાસે દોડી જાય છે અને તેને ચોંટી પડે છે. તેમ પોતાનો આત્મા મહાન છે, ઈ મોટો આધાર છે, એને શરણે જા. ૯૧૪. * ...... ધીરો થઈને જ્ઞાનને જરા વિચારમાં રોક. જેને ભુલવું-મૂકવું છે, છોડવું છે, તેને બધાને ભૂલીને વિચાર કર. ગમે ત્યારે તો પરને તારે છોડવાનું જ છે તો અત્યારે જ એને ભૂલીને તું તને સંભાળ. ૯૧૫. * કોઈ પણ સમયે કોઈ પણ પ્રસંગે ભગવાનને ભૂલીશ નહીં. તારા ભગવાનને હો! એને સદાય તું દષ્ટિમાં રાખજે. તેમાં લીનતા તે જ મોક્ષનો માર્ગ છે. તેને સદાય તું ભૂલીશ નહીં. તારો ભગવાન શુદ્ધ અસ્તિત્વમાત્રરૂપ છે તેને કોઈ પણ સમયે ભૂલીશ નહીં. ૯૧૬. * શ્રોતાઃ- આપ પ્રતિજ્ઞા તો કાંઈ કરાવતા નથી ? પૂજ્ય ગુરુદેવ - પ્રતિજ્ઞા કરી કે પુણ-પાપ મારા નથી, પરની ક્રિયા હું કરી શકતો નથી, હું તો શુદ્ધ ચૈતન્ય છું. સમ્યગ્દર્શન મારી વસ્તુ છે, પુણ-પાપ મારા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૨૦૯ નથી. આમ પહેલાં મિથ્યાત્વ ટાળવાની પ્રતિજ્ઞા થાય છે. ભાઈ! એકવાર નિયમ તો લે, સોગંદ તો લે કે આત્માના પૂર્ણ સ્વભાવ સિવાય બીજું કાંઈ મારે ખપતું નથી. ૯૧૭. * શ્રોતા:- પ્રભુ! હું સંસા૨ોગથી પીડાતો દર્દી છું, એ રોગને મટાડનાર આપ ડોક્ટર પાસે આવ્યો છું. પૂજ્ય ગુરુદેવઃ- કોઈ દર્દી જ નથી. હું દર્દી છું એવી માન્યતા છોડી દેવી. હું નિરોગી પ૨માત્મસ્વરૂપ જ છું. ૯૧૮. * શ્રોતા:- અજ્ઞાની જિજ્ઞાસુજીવ સ્વભાવ ને વિભાવનું ભેદજ્ઞાન કરવા પ્રયત્ન કરે છે પણ સ્વભાવને જોયો નથી તો તેનાથી વિભાવને ભિન્ન કેવી રીતે કરી શકે? પૂજ્ય ગુરુદેવઃ– જો જિજ્ઞાસુજીવે પહેલાં સ્વભાવને જોયો હોય તો તેને ભેદજ્ઞાન કરાવવાનું કયાં રહ્યું ? જિજ્ઞાસુજીવે પહેલાં અનુમાનથી નક્કી કરવાનું છે કે આ પર તરફના વલણનો ભાવ છે તે વિભાવ છે અને અંદર વલણ કરવું તે સ્વભાવ છે. પ૨ તરફના વલણના ભાવમાં આકુળતા ને દુ:ખ છે અને અંત૨વલણના ભાવમાં શાંતિ છે એમ પહેલાં સ્વભાવને અનુમાનથી નક્કી કરે છે. ૯૧૯. * હે પ્રભુ! મેં પરને પોતાનું માન્યું અને સ્વને ભૂલી ગયો એ મહા અપરાધની હું નાથ! ક્ષમા કરજો-એમ પોતાના આત્મા પાસે ક્ષમા માગવાની છે. અરે! એને આત્માના હિત માટે ખટક હોવી જોઈએ કે મારું શું થશે ? પૈસા માટે લોકો આફ્રિકા, અમેરિકા આદિ દૂર દૂર જાય છે ને કેટલી મહેનત કરે છે, તો પોતાના આત્મા માટે પણ ગમે તેમ કરીને કરવું જોવે ને! ૯૨૦. * શ્રોતાઃ- રાગમાંથી લક્ષ ફેરવી સ્વરૂપમાં લક્ષ કેવી રીતે જાય ? પૂજ્ય ગુરુદેવઃ- કોઈ વેદનાના કાળે બીજી કોઈ મોટી અનુકૂળતાનો પ્રસંગ આવતા રોગમાંથી લક્ષ ફેરવીને આનંદિત થઈ જાય છે ને! તેમ સ્વરૂપનો મહિમા લાવે તો... અપૂર્વ મહિમા આવતાં રાગમાંથી લક્ષ છૂટી સ્વરૂપની રુચિ ને લક્ષ થાય છે. ૯૨૧. * શ્રોતા:- અરિહંતાદિ પ્રત્યેનો રાગલવ (અંશ) પણ અનર્થ પરંપરાનું મૂળ છે એ વાત જાણતાં આઘાત ન લાગે ? પૂજ્ય ગુરુદેવઃ- અરે ! અરિહંતાદિ પ્રત્યેનો રાગ છે તે પણ મને બંધનું કારણ છે એમ જાણતાં તો વીર્યની સ્ફૂરણા જાગે છે. વીર્યમાં ઉલ્લાસ આવે છે. આઘાત થતો નથી. ૯૨૨. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જેમ સ્વભાવ સત છે તેમ રાગ છે તે પણ ઉત્પાદપણે સત છે. રાગપરિણામ પોતાની પર્યાયમાં છે માટે આત્મા તેનો કર્તા છે. નિશ્ચયનયે આત્મા રાગપરિણામનો કર્તા છે, કેમ કે પોતાની પર્યાયમાં રોગ થાય છે. એ રાગનો કર્તા જડકર્મ નથી પણ આત્મા તેનો કર્તા છે. રાગ પોતાથી પોતાની પર્યાયમાં છે-એમ જાણીને સ્વદ્રવ્યના આશ્રયે તેને છોડવો. રાગનો કર્તા પોતે છે ને રાગનો છોડનારો પણ પોતે છે એમ જાણીને ત્રિકાળીના અવલંબને રાગને ટાળી શકાય છે. ૯૨૩. * કોઈ જીવ વનકેલી કરવા જંગલમાં જાય ને વૈરાગ્ય થઈ જાય, કપડાં ઉતારી મુનિ થઈ જાય ને ધ્યાનમાં બેસે ને કેવળજ્ઞાન પામી જાય. આહાહા ! અંદરમાં પોતે પ્રભુ શક્તિથી ભરેલો છે ને! ક્ષણમાં કેવળજ્ઞાન લેવાની એની તાકાત છે. કોઈને તેનો વૈરી પાણીમાં ડુબાડે ને કેવળ ભે, કોઈને ઘાણીમાં પીલે ને કેવળ લ્ય, કોઈને પર્વત ઉપર ઉછાળે ને કેવળ લ્ય. અંદર પ્રભુત્વ આદિ શક્તિરૂપ સ્વભાવમાં ઉપયોગ એકાગ્ર થયો તે બાહ્ય પ્રતિકૂળતાને દેખતો નથી. ૯૨૪. * એક બે ઘડી શરીરાદિ મૂર્તિકદ્રવ્યોનો પાડોશી થઈને જ્ઞાયકભાવનો અનુભવ કર. જેમ રાગ ને પુણ્યનો અનુભવ કરે છે એ તો અચેતનનો અનુભવ છે, ચેતનનો અનુભવ નથી. માટે એકવાર મારીને પણ, શરીરાદિનો પાડોશી થઈને, ઘડી બે ઘડી પણ જ્ઞાયકનું લક્ષ કરીશ તો તુરત આત્મા ને રાગની ભિન્નતા થઈ જશે અને જેવું તારું આત્મસ્વરૂપ છે તેવો તને અનુભવ થશે. ૯૨૫. * જેમ ખોરાક લીધા વિના ચાલે નહિ, તેમ હંમેશા શાસ્ત્ર-સ્વાધ્યાય હોવો જોઈએ. સ્વાધ્યાય એ તો આત્માનો ખોરાક છે. માટે તેનું રટણ લાગવું જોઈએ, તેનું વ્યસન હોવું જોઈએ. ૯૨૬. * સમયસારજી પ્રથમ હાથમાં આવતાં, કુંદકુંદ આચાર્ય મહાવિદેહમાં બિરાજતાં સીમંધર ભગવાનના સાક્ષાત્ દર્શન કરીને અહીં આવીને શાસ્ત્ર રચેલ છે તેથી તેમના આગમ પરમ માન્ય છે-એ ફૂટનોટ વાંચતાં જ એમ થઈ ગયું કે “આ મારા ઘરની જ વાત છે.” ૯૨૭. * હે ભવ્ય! તું મોક્ષમાર્ગમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. પ્રભુ! તારી ચીજ અંદર આનંદનું ધામ છે; તારી પ્રભુતાનો પાર નથી. તેની સન્મુખ થઈ સ્વાનુભૂતિ કરવી તે, ધર્મની પ્રથમ શરૂઆત છે. તે વિના દાન, ભક્તિ, પૂજા વગેરે શુભભાવ દુઃખરૂપ છે. જ્ઞાન આનંદ આદિ અનંત પવિત્ર સ્વભાવોથી ભરપૂર એવા નિજ જ્ઞાયકની સન્મુખ દૃષ્ટિ થતાં તેનો અનુભવ થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૧૧ તે સ્વાનુભવ થતાં જીવ સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની કહેવાય છે; બાકી બધાં થોથાં છે. ૯૨૮. * દેહદેવળમાં જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણશોભાયુક્ત ચૈતન્યદેવ બિરાજે છે. અંદર સમ્યગ્દર્શનમાં તેનો જેને મહિમા આવ્યો તેને બહારના ભપકા-સમવસરણ દેખે તોપણ દષ્ટિમાં તેનો મહિમા ન આવે. સમવસરણ એટલે શ્રી જિનેન્દ્રભગવાનની ધર્મસભા, જ્યાં સો ઇન્દ્રો, રાજાઓ વગેરે મનુષ્યો, સિંહ, વાઘ વગેરે પશુઓ ભગવાનની વાણી સાંભળવા આવે છે, સ્ફટિક વગેરે વિવિધ રત્નોથી બનેલા ગઢ હોય છે, વચ્ચે ત્રણ પીઠિકા, તેના પર ગંધકૂટી, રત્નોનું સિંહાસન ને લાખ પાંખડીનું કમળ હોય છે, ત્યાં અદ્ધર ભગવાન બિરાજે છે; પણ એ તો બહારની શોભા છે. અંદર ભગવાન આત્માનો જેને મહિમા આવ્યો તેને બહારની કોઈ ચીજનો મહિમા આવે નહિ. જેને પોતાના ચૈતન્યનો મહિમા આવ્યો તેને નિજ આત્મામાં સુખબુદ્ધિ થઈ અને રાગ, પુણ્યપરિણામ ને બહારની સર્વ ચીજોમાંથી સુખબુદ્ધિ છૂટી ગઈ. ૯૨૯. * આ આત્મા અતીન્દ્રિય પૂર્ણ જ્ઞાન, શાંતિ ને આનંદસ્વરૂપ છે, તેનો અનુભવ કરી લે. દયા, દાન, વ્રત, તપ અને ભક્તિ વગેરેના વિકલ્પ આવે, પણ તે કોઈ ધર્મ નથી, તે મોક્ષનું પરંપરા કારણ પણ નથી. “હું નિર્વિકલ્પ સહજ જ્ઞાનાનંદસ્વરૂપ છું' એવું પ્રચુર સ્વસંવેદન-એવો ઉગ્ર સ્વાનુભવ તે મોક્ષનું સાક્ષાત્ કારણ છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક મંદ શુદ્ધિ તે મોક્ષનું પરંપરા કારણ છે. મંદ શુદ્ધિની સાથે જે શુભરાગરૂપ કચાશ છે તેને આરોપથી પરંપરા કારણ કહેવાય છે. અંતર સ્થિરતારૂપ જે શુદ્ધિ વધશે તે વ્રતાદિના વિકલ્પનો અભાવ કરીને થશે, માટે સમ્યગ્દષ્ટિના વ્રતાદિસ્વરૂપ શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે, મિથ્યાષ્ટિના વ્રતાદિસ્વરૂપ રાગને નહિ. ૯૩). * અરે, પ્રભુ! તેં સચ્ચિદાનંદસ્વરૂપ નિજ જ્ઞાયકતત્ત્વની દષ્ટિ કદી કરી નથી, તેનો આશ્રય લીધો નથી અને પુણ્યભાવથી મારું કલ્યાણ થશે,' એમ તેનો આશ્રય કરીને મિથ્યાત્વભાવનું સેવન કર્યું. મિથ્યાત્વભાવના કારણે ૮૪ લાખ યોનિમાં અનંતવાર અવતાર લીધા. અહા ! નરકનાં એ ભયંકર દુ:ખ ! ભગવાન એમ ફરમાવે છે કે-નરકગતિના એક ક્ષણનાં દુઃખ કરોડ જીભે ને કરોડ ભવે કહી શકાય નહિ; એ તો, તે જીવ પોતે તેને ભોગવે અને કેવળી તેને જાણે. નરકનાં એક ક્ષણનાં દુઃખ રત્નકરંડશ્રાવકાચાર (પં. સદાસુખદાસજીકૃત ટીકા) અને છ ઢાળામાં વર્ણવ્યાં છે. ભાઈ ! તું ઉત્કૃષ્ટ ૩૩ સાગર ને જઘન્ય દસ હજાર વર્ષની તથા એક-એક સમય વધતાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર વચ્ચેની અસંખ્ય પ્રકારની સ્થિતિએ નરકમાં અનંતવા૨ જન્મ્યો. એ દુ:ખનું ભયાનક વેદન ! અરે ! તેનો વિચાર તેં કયારેય કર્યો નહિ. હવે તો તું, તે ભીષણ દુ:ખનો અંત કરવા, એકવાર સમ્યગ્દર્શન ને સ્વાનુભૂતિ પ્રગટ કર. ૯૩૧. * અરેરે! જીવ અનંત અનંત કાળથી ભટકે છે. આયુષ્ય પૂરું થતાં જીવ તો આ દેહ છોડીને ચાલ્યો જાય છે. કયાં ગયો તેની કોને ખબર છે? અજાણ્યા દ્રવ્યમાં, અજાણ્યા ક્ષેત્રમાં, અજાણ્યા કાળમાં અને અજાણ્યા ભવમાં તારે જવાનું છે તેની તને ખબર નથી બાપુ! મિથ્યાત્વનો ભાવ છે ત્યાં સુધી એક પછી એક જગ્યાએ જન્મ ધારણ કરવાના છે. અબજોપતિ મરીને બકરીની કૂંખે જાય, ભૂંડ થાય. દુનિયાને તેની કયાં ખબર પડે છે બાપુ! તારી ચીજને ઓળખીને તેનું જો પરિણમન ન કર્યું તો સંસારનો રોગ દૂર નિહ થાય. ૯૩૨. * ભગવાન શાયક આત્મા સર્વથા અપરિણામી નથી, પ્રમાણદષ્ટિથી જોતાં તે દ્રવ્ય-અપેક્ષાએ અપરિણામી પણ છે અને પર્યાય-અપેક્ષાએ પરિણામી પણ છે. ધ્રુવ સ્વભાવની અપેક્ષાએ આત્મા પલટતો નથી અને વર્તમાન પર્યાયની અપેક્ષાએ આત્મા પલટે છે. પ્રમાણદષ્ટિ જોતાં આત્મા તે બન્ને સ્વરૂપ છે. ૯૩૩. * બહાર સુખ છે જ નહિ. સુંદર શરીર, સ્ત્રી, લક્ષ્મી વગેરેમાં તો સુખ છે જ નહિ, એ તો કયાંય દૂર રહી ગયાં, પણ અંદર જે પુણ્યના ભાવ થાય તેમાં પણ સુખ નથી. શુદ્ધ બુદ્ધ સુખકંદ પ્રભુ તો અંદર જુદો બિરાજે છે. એ બહારના વિષયોનો જાણનાર અંદર જુદો છે ને જણાય છે તે ચીજ જુદી છે. જુદાનું સુખ જુદી ચીજમાં કયાંથી હોય? આવી વાત છે બાપુ! આ મારગ કોઈ જુદો જ છે. અનંત કાળે આ મોંઘું મનુષ્યપણું મળ્યું; એમાં જો અત્યારે આત્મતિ નહિ કર તો કયારે કરીશ? આવું મનુષ્યપણું ફરી નહિ મળે. આ અવસર ચૂકયો તો ફરી પત્તો નહિ ખાય. પ્રભુ! સુખ અંતરમાં છે; બહારમાં સુખ છે જ નહિ. ૯૩૪. * શ્રોતાઃ- આમાં કમાણી શું થાય? પૂજ્ય ગુરુદેવઃ- આમાં કમાણી એ થાય કે ઈ પોતે ત્રણલોકનો નાથ થાય, કેવળજ્ઞાનનો બાદશાહ થાય ઈ કમાણી છે. અરે! શ્રદ્ધા-જ્ઞાન થયા ત્યાં જ ઈ કેવળજ્ઞાનનો બાદશાહ થઈ ગયો. ૯૩૫. * જેને હું દુ:ખી છું એમ લાગે ઈ સુખ પ્રાપ્ત કરવા તરફ વલણ કરે. ૫૨પદાર્થમાં ઠીકપણું અને અઠીકપણું લાગવું એ જ દુ:ખનું લક્ષણ છે, પોતાની શાંતિ માટે ૫૨નો આશ્રય લેવો પડે એ જ દુ:ખ છે. ૯૩૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] ૨૧૩ * હે ભાઈ ! સને સમજ્યા વિના તને કોઈ શરણ નહિ થાય. આંખ મીંચાણી ત્યાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું અજાણ્યું.... અજાણ્યું થઈ પડશે... અંદરના જાણીતાને જેણે જાણીતો કર્યો હશે તે જ્યાં જશે ત્યાં જાણીતો જ રહેશે. ૯૩૭. * તિર્યંચને સમ્યકત્વ થાય છે, ત્યાં કોઈએ પૂર્વે “આત્મા શુદ્ધ છે” એમ સાંભળ્યું હોય છે તે સ્મરણમાં આવતાં, પછી વિચારમાં ઉતરે છે, અને જેમ વીજળી ઉપરથી નીચે ઉતરી જાય, એમ વીર્ય અંતરમાં ઉતરી જાય છે. બસ! કરવાનું તો આટલું જ છે. પછી એમાં ને એમાં ઠરવાનું છે. ૯૩૮. * ટૂંકામાં તો આવું છે કે તારા ધ્રુવસ્વરૂપમાં આનંદ ભર્યો છે, એમાં દષ્ટિ દે. આકુળતા થાય છે, પણ વસ્તુ તો અનાકુળ રસ છે એના તરફ દષ્ટિ દે. લાખ વાતની આ એક વાત છે; બધું કોણ ભણતું તું! આમ વાત છે. ૯૩૯. * કર્મનો ઉદય ભવિષ્યમાં કેવો આવશે એમ નહિ, પણ હું ભવિષ્યમાં એવો આવીશ કે પુરુષાર્થ લાગુ પડી ગયો તો ક્ષણમાં કેવળજ્ઞાન લાવીશ. ૯૪). * શ્રીમદ્ રાજચંદ્ર જેવા પણ ઈડરના પહાડ ઉપર બેસી શ્લોકની સ્વાધ્યાય કરતા. કોઈ કહે કે પણ નિર્વિકલ્પ થઈ જાવ ને! સ્વાધ્યાય તો શુભ રાગ છે! તો એ સ્વચ્છંદી છે. મિથ્યાત્વમાં નિર્વિકલ્પ થઈ ગયો છે. ૯૪૧. * સર્વજ્ઞની વાણીએ પણ હું પુરો ન પડું એવો, એ તે હું કોણ? એનું જેને માહાભ્ય આવ્યું છે આહાહા! ... અને એ માહાભ્યનું ભાસવું એ જ એને કરવાનું કર્તવ્ય છે. ૯૪૨. * સ્વભાવ અને રાગ સાથે એણે ગાંઠ બાંધી છે એ ગાંઠને એક ક્ષણ પણ એ તોડે તો રાગથી જુદો પરમાત્મા એને હાથમાં આવે છે. ૯૪૩. * અરે જીવ! અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં તે ઘણાં દુઃખો સહન કર્યાનરકાદિના ઘોરમાં ઘોર દુ:ખોથી પણ તું સોંસરવટ નીકળી ગયો. પણ..... વિરાધકભાવે, એકવાર જો આરાધકભાવે બધા દુઃખોથી સોંસરવટ નીકળી જા એટલે કે ગમે તેવી પ્રતિકૂળતા આવે તો પણ આરાધકભાવથી તું ડગે નહિ, તો ફરીને આ સંસારનું કોઈ દુઃખ તને ન આવે ને તારું સુખધામ તને પ્રાપ્ત થાય. ૯૪૪. * શરીર-ધન-મકાન આદિ અનુકૂળતા દેખીને તને વિસ્મયતા અને કુતૂહલતા આવે છે તો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે, અજાયબઘર છે તેનું કુતૂહલ તો કર ! ભગવાન સર્વજ્ઞદેવે જેના આટલા-આટલા વખાણ ને મહિમા કર્યો છે એવો આત્મા કેવો છે તેને દેખવા કુતૂહલ તો કર ! એકવાર વિસ્મયતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર, તો કર કે તું કેવડો મોટો મહાન પદાર્થ છો ! તેને દેખવા-અનુભવવાનું કુતૂહલ તો કર! નરકનો નારકી મહા પીડામાં પડ્યો છે પણ આવા મહાન આત્માની કુતૂહલતા કરીને આત્માને અનુભવે છે તો તું આવા અનુકૂળ યોગમાં એકવાર કુતૂહલ તો કર ! ૯૪૫. * અરિહંત ભગવાન અત્યારે ભરતક્ષેત્રમાં નથી પણ મહાવિદેહમાં વર્તમાનમાં સીમંધર ભગવાન અને લાખો કેવળીઓ બિરાજે છે. અરે! એ અરિહંત ભગવાન ને લાખો કેવળીઓની સત્તાનો સ્વીકાર કરીને અંદરમાં નમન એ કોઈ અપૂર્વ વાત છે. અહો ! અરિહંત પરમાત્માના દ્રવ્ય, ગુણ ને પર્યાયને જેણે જાણા, દ્રવ્ય-ગુણ તો ઠીક પણ એની પર્યાયમાં આટલું સામર્થ્ય છે એવું જેણે જ્ઞાનમાં જાણ્યું ને જાણીને અંતરમાં હું એની નાતનો ને જાતનો આવો આત્મા છું-એમ અરિહંત પરમાત્માના સ્વરૂપ સાથે એના પોતાના દ્રવ્યને મેળવે છે ને અંદરમાં જાય છે ને પૂરણ સ્વરૂપની પ્રતીત કરે છે ત્યાં એને સમકિત થાય છે અને સમકિત થયું એટલે કેવળજ્ઞાન લીધે છૂટકો. ૯૪૬. * વિષ્ટાના ભમરાને ફૂલનો ભમરો ફૂલના બાગમાં સાથે લઈ ગયો ને પૂછયું કે એલા અહીં કેવી સરસ સુગંધ આવે છે? ત્યારે ઈ કહે કે મને તો એવી ને એવી ગંધ લાગે છે! ફૂલનો ભમરો વિચારવા લાગ્યો કે આ શું? પેલા ભમરાના નાકમાં જોયું તો વિષ્ટાની નાની નાની ગોળી નાકમાં રાખીને આવ્યો હતો એટલે ગુલાબ પર બેઠેલો તોપણ ગંધ તો વિષ્ટાની જ આવે ને! તેમ જીવ ભ્રમણા રાખીને જોવે છે એટલે એને ખબર પડતી નથી. પરપદાર્થને અપકારક-ઉપકારક માનનારી ભ્રમણા છે, એ ભ્રમણાની ગોળી એણે ખાધી છે. પરંતુ પરપદાર્થ અપકારક કે ઉપકારક છે નહીં. આત્માનો આનંદ તે આત્માને ઉપકારક છે ને રાગાદિ છે તે આત્માને અપકારક છે. એ સિવાય કોઈ પરપદાર્થ આત્માને ઉપકારક કે અપકારક છે નહીં-એમ એણે શ્રદ્ધા કરીને આત્માનું જ્ઞાન કરવું. ૯૪૭. * કુંદકુંદાચાર્યદેવ અષ્ટપાહુડ ગ્રંથમાં કહે છે કે હે જીવ! તે ભૂતકાળમાં એટલી માતાઓને તારા મૃત્યુ પાછળ રડાવી છે કે તારી એક એક ભવની એ માતાઓના આંસુઓને ભેગા કરતાં સમુદ્રો ભરાય. આવા અનંત ભૂતકાળ કરતાં પણ તારો ભવિષ્યકાળ અનંતગુણો મોટો છે, જો તારા આત્માની સંભાળ ન કરી અને દેહ, ધન, પરિવારમાં જ આ અમૂલ્ય મનુષ્યભવને વેડફી નાખીશ તો તારો ભવિષ્યકાળ પણ ભૂતકાળની માફક અનંત દુઃખમાં જ વ્યતીત થશે. કાળની આ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૧૫ અનંતતાનો ગંભીરતાથી વિચાર કરીને, ભૂતકાળના દુઃખોને યાદ કરીને ભવિષ્યમાં તેવા દુઃખો ન ભોગવવા પડે તે માટે હવે તો જાગૃત થા! એકવાર તો તારા આત્માની દયા કર! ૯૪૮. * જેણે અરિહંતદેવના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણ્યા તે આત્માને જાણે એમ જે કહ્યું ત્યાં એવો આત્મા લીધો છે કે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણીને ત્યાંથી લક્ષ છોડીને અંદરમાં સ્વસમ્મુખ થયો છે. અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણ્યા ને જાણીને છોડી દે છે. પાઠમાં એમ છે કે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને મન દ્વારા જાણ્યા ને પછી ત્યાંથી લક્ષ છોડી દે છે ત્યારે આત્માને જાણે છે. ૯૪૯. * કારણશુદ્ધપર્યાયમાં ઉત્પાદ-વ્યય નથી, તે વર્તમાનરૂપ છે. જો આ એકધારારૂપ કારણશુદ્ધપર્યાય આત્મા સાથે ત્રિકાળ ન હોય તો, સ્વભાવની શક્તિ અને તેનું એકરૂપ પૂરું વર્તમાન તે બન્નેના અભેદરૂપ એક પરમપરિણામિકભાવ સાબિત થતો નથી. અને જો આ પર્યાયનો અનુભવ હોય તો તો બંધ મોક્ષ વગેરે વ્યવહાર જ ન રહે. આના આશ્રયે મોક્ષ પ્રગટે છે. તે મોક્ષ કાર્ય છે ને આ પર્યાય તો ત્રિકાળ કારણપણે વર્તે છે. આ પરમપરિણામિકભાવની પર્યાય પૂજિત છે. આશ્રય કરવા જેવી છે. અહો ! મુનિરાજે વસ્તુના સ્વભાવને પ્રગટ કરીને બહાર મૂકયો છે! ૯૫). * સમ્યગ્દષ્ટિને જે તીર્થકરગોત્ર બાંધવાનો ભાવ આવે તે ભાવને અને આત્માને એકપણાનો બંધ નથી, સંધિવાળો બંધ છે એટલે કે બન્ને ભિન્ન છે. જેમ શાસ્ત્રના બે પાનાને જુદારૂપે સંબંધ છે તેમ ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તેને ને રાગરૂપ વિકારને જુદારૂપ સંબંધ છે, એકરૂપ સંબંધ નથી. પણ તે સંધિ સૂક્ષ્મ હોવાથી તેને જોવાનો ઘણો સૂક્ષ્મ ઉપયોગ જોઈએ છે. જ્ઞાનનો બહુ જ સૂક્ષ્મ ઉપયોગ કરે તો રાગ ને આત્મા વચ્ચેની સંધિ છે તે જણાય, પણ સ્થળ ઉપયોગથી તે નજરમાં નહીં આવે કેમ કે સ્થૂળ ઉપયોગમાં તો રાગનો સંબંધ છે, સ્થૂળ ઉપયોગથી જોતાં રાગ અને આત્માની સંધિ દુર્લક્ષ્ય છે, જણાતી નથી. ૯૫૧. * જ્યાં સુધી પરિપૂર્ણ સ્વભાવની દષ્ટિ નથી ત્યાં સુધી પર્યાય ઉપર દૃષ્ટિ હોવાથી તે કાળે એટલે કે મિથ્યાત્વદશાના કાળે રાગાદિનો કર્તા થાય છે. જ્યાં સુધી સ્વભાવની દષ્ટિ થઈ નથી ત્યાં સુધી પર્યાયની દૃષ્ટિ હોવાથી જીવ પોતે જ રાગાદિનો કર્તા થાય છે, જીવે તે પરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કર્યા છે. કેમ? –કે જે જાણનારો હોય તે ભૂલે, પુદ્ગલ જાણનારો નથી તે વિકારને કેમ કરે? તેથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જીવ વિકારને કરે છે. કેમ કે કર્મચેતના અને કર્મફળચેતના ચેતનાની પર્યાય છે, જ્ઞાનચેતના જ્ઞાનીને હોય છે અને કર્મચેતના તથા કર્મફળચેતના જ્ઞાનીને ગૌણપણે હોય છે પણ દષ્ટિની અપેક્ષાએ જ્ઞાની તેનો જ્ઞાતાદૃષ્ટા છે અને પરિણમનની અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. ઉપર. * શ્રોતા- ભૂતકાળના દુઃખોને યાદ શું કામ કરવા? પૂજ્ય ગુરુદેવઃ- એવા દુઃખો ફરી ન આવે એ માટે યાદ કરી વૈરાગ્ય કરે છે. મુનિરાજ પણ ભૂતકાળના દુ:ખોને યાદ કરીને કહે છે કે હું ભૂતકાળના દુ:ખોને યાદ કરું છું ત્યાં કાળજામાં આયુધના ઘા વાગે છે. જુઓ! સમ્યગ્દષ્ટિ મુનિ છે, આનંદનું પ્રચુર વેદન છે, છતાં ભૂતકાળના દુ:ખોને યાદ કરી એવા દુ:ખો ફરીને ન આવે એ માટે વૈરાગ્ય વધારે છે. ૯૫૩. * આત્મા શું છે? રાગ શું છે? હું કાયમી ટકનાર ચીજ કેવી છું? વિગેરે અભ્યાસ કરી, જ્ઞાન કરી, રાગથી ભિન્ન આત્માનો અનુભવ કરવો એ પહેલી વસ્તુ છે. આત્માને જાણ્યા વિનાના એના ક્રિયાકાંડ બધા રણમાં પોક મૂકવા સમાન છે. આત્મા અંદર આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્યતેજનો પૂંજ છે. તેનું જ્ઞાન ન હોય, અંદર દશાનું વેદન ન હોય ત્યાં સુધી એના ક્રિયાકાંડ બધાં જૂઠા છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. ૯૫૪. * જૈન એટલે અંતરમાં સમાય તે જૈન છે. બહારના જેટલા ઊભરા આવે એ તો બધા પ્રકૃતિના ચાળા છે. વિકલ્પ ઊઠે ઈ પણ બધા પ્રકૃતિના ચાળા છે અને બહારનું જે બધું થાય છે એ તો બધું પગલપરાવર્તન અનુસાર થયા જ કરે છે. ૯૫૫. * દુનિયા દુનિયાનું જાણે. તું તારું કર. દુનિયા એના પરિણમન પ્રમાણે પરિણમશે, તારું પરિણાવ્યું નહિ પરિણમે. ૯૫૬. * ઉંદર ફૂંકી ફૂંકીને પગ આદિ ખાય છે ને! ઉંદર ફૂંક મારીને કરડે એટલે નિંદ્રામાં ખબર પડતી નથી. તેમ આ બૈરા-છોકરા આદિ વખાણ કરી કરીને ખાય છે એટલે મૂઢને ખબર પડતી નથી ! શ્રોતાઃ- આ તો બધાના ઘરમાં ઝગડા થાય તેવું છે! પૂજ્ય ગુરુદેવ – શાસ્ત્રકાર પણ કહે છે ને! –કે કુટુંબીજનો ધુતારાની ટોળી છે. ભાઈ ! જેને સર્પનું ઝેર ચડ્યું હોય તેને કડવો લીમડો પણ મીઠો લાગે છે. તેમ સંસાર ઝેર સમાન હોવા છતાં મોહી જીવને તે મીઠો લાગે છે. તેથી તેને જિનવાણીનું અમૃતપાના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] [ ૨૧૭ કરાવી નિર્મોહી બનાવવા વસ્તુસ્થિતિની જેમ વાત છે તેમ કહેવાય છે. અહીં તો ભવનો અભાવ કરવાની ને પરભવ સુધારવાની વાતો છે. ૯૫૭. * પર્યાયમાં જે રાગ થાય છે તેને આત્મા તરીકે અનુભવનારાઓને આત્મા તિરોભૂત થઈ ગયો છે. રાગના સંબંધમાં રાગની રુચિમાં પડયો છે તેને જ્ઞાયકભાવ એકરૂપ ભાવ નજરે પડતો નથી, તેથી તેને જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. ૮૪ લાખ યોનિની એક-એક યોનિમાં અનંતવાર ઉપજ્યો છે, કેમ? –કે તેણે રાગને પોતાનો માન્યો છે. સ્વ-પરપ્રકાશક જ્ઞાયક આત્મા અને વિકલ્પની ક્રિયા એ બેને ભિન્ન નીં કરનારાઓને એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો લેવાથી ૮૪ લાખ યોનિમાં રખડે છે. ૯૫૮. * અહો! રાગની તો શી વાત! એક સમયની પર્યાય એ મૂળ વસ્તુ નથી. મૂળ વસ્તુ તો પર્યાયની પાછળ આખું તત્ત્વ પડ્યું છે તે છે. પર્યાય પાછળ આખો મોટો ભગવાન પડ્યો છે. પર્યાયનું લક્ષ છોડીને અંદરમાં પ્રભુના દર્શન કરે ત્યારે પ્રભુ થાય છે. ૯૫૯. * ધર્મ તો કાળે જ થાય છે પણ ધર્મ કરનારની દષ્ટિ કાળ ઉપર જાતી નથી પણ સ્વભાવ ઉપર જાય છે ત્યારે તેને ધર્મ અને મોક્ષ થાય છે. ૯૬). * અહો ! સમયે સમયે તારામાં પરિપૂર્ણતા વર્તી રહી છે, પૂર્ણ કારણ જ્યારે જાણ ત્યારે તારામાં જ હાજર પડયું છે, બહારમાં કારણ શોધવા જવું પડે તેમ નથી. સંસાર અવસ્થાને વિષે પણ કારણ શુદ્ધપર્યાય ત્રિકાળ વર્તે છે. ૯૬૧. * શ્રોતા- સમકિતીને બધી છૂટ? પૂજ્ય ગુરુદેવ - એણે બધાથી છૂટો પડીને છૂટ લીધી છે... અંદર દષ્ટિનું વલણ આખું ફેરવી નાખ્યું છે. રાગનું સ્વામીત્વ ટળી ગયું છે. હું જ્ઞાનાનંદ છું એમ સ્વામીત્વ થઈ ગયું છે. સમકિતીને ભરોસે આવ્યો છે ભગવાન. રાગના અને પરના ભરોસા છૂટી ગયા. આ તે કાંઈ થોડી વાત છે. એની દષ્ટિમાં ભગવાનનો ભરોસો આવ્યો, રાગ અને પરની દષ્ટિ છૂટી ગઈ. આ જ્ઞાનીની છૂટ છે. ૯૬ર. * દિગમ્બર સંતોના શાસ્ત્રો એટલે ચૈતન્ય-ચિંતામણિરત્નને બતાવનારા મોટા પાટડા ! પરથી હઠ ને સ્વભાવ સન્મુખ જા ! એટલા માટે શાસ્ત્રો કહ્યાં છે. ૯૬૩. * મારી ચૈતન્યસ્વરૂપ ચીજ તો અનાદિથી એવી ને એવી છે. મારા ધામમાં કોઈએ પ્રવેશ કર્યો જ નથી. રાગ રાગમાં રહ્યો છે, ઉપર ઉપર રહ્યો છે. મારા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સ્વરૂપમાં એ કોઈનો પ્રવેશ થયો જ નથી. મારું કાંઈ ખોવાણું નથી. મારું કાંઈ ઓછું થયું નથી. આમ જાણીને હે ભાઈ ! તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. ૯૬૪. * એને ઝાઝા જ્ઞયોની સામું જોવાની ટેવ પડી ગઈ છે એટલે એને એક શેય તરફ આવવું કઠણ લાગે છે. ઝાઝા બહારના જ્ઞય સામું જોતા તેને ભરેલું-ભરેલું લાગે છે અને એક શેયમાં એને ખાલી ખાલી લાગે છે. ખરેખર તો ઝાઝા યોમાં ખાલીખમ છે અને આ એક ય ભરેલું છે. અનંતા શેય તરફ વળતાં એકનું જ્ઞાન સાચું થતું નથી અને એકને જાણતાં અનંતાનું જ્ઞાન સાચું થઈ જાય છે. આ એક શેયમાં જ મહાનતા છે. જેમાંથી અનંતી અનંતી કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે એ જ મહાન જ્ઞય છે. ૯૬૫. * આત્મામાં પુણ્ય-પાપ આદિ રાગ-દ્વેષ ભાવ થાય છે તે પોતાના અપરાધથી થાય છે પણ કર્મનો ઉદય કરાવે છે એમ શંકા ન કરવી. ક્રોધ, માન, માયા, લોભ આદિ ઉત્પન્ન થાય છે એ પરદ્રવ્ય ઊપજાવે છે એમ શંકા ન કરવી. અહીં સ્ત્રી-પુત્ર આદિ પરદ્રવ્યની તો વાત પણ નથી પરંતુ અંદરમાં જે કર્મો છે તે આત્માને બળજરીથી રાગ-દ્વેષ કરાવે છે એમ શંકા ન કરવી, આત્મા પોતાના દોષથી રાગદ્વેષ કરે છે. ૯૬૬. * ભાઈ ! શક્તિ તરીકે તું પરમાત્મા છો, નાળિયેરમાં જેમ ટોપરાનો ધોળો ગોટો, નાળિયેરના છાલા, કાચલી તથા રતાશથી ભિન્ન છે તેમ ભગવાન આત્મા શરીરથી જુદો, કર્મથી જુદો ને પુણ્ય-પાપની લાગણીથી જુદો શુદ્ધ અને આનંદનો ગોળો છે, તેને ઓળખવો તે ધર્મ છે. બાપુ, આવું મનુષ્યપણું મળવું મુશ્કેલ છે, જિંદગી ચાલી જાય છે, ભ્રમણામાં રહી જઈશ તો પછી કયારે આવો અવસર પામીશ? માટે ચેત, ભાઈ ચેત. ૯૬૭. * શરીર-મન-વાણીની પ્રીતિ તે તેનું સેવન છે. હવે તું તેનું સેવન છોડીને શુદ્ધાત્માનું સેવન કર, પ્રીતિ કર, તેમાં એકાગ્ર થા, તને પરમ સુખ થશે. તું ભગવાન છો ! પામરતાનું પડખું ફેરવી નાખ ! શરીર મારું, સ્ત્રી મારી, પુત્ર-પૈસા મારા એમ તું શરીરના પડખે સૂતો છે પણ ત્યાં કષાય સળગી રહ્યો છે તેથી ત્યાંથી પડખું ફેરવીને શુદ્ધાત્મ પરમાત્મ સ્વરૂપને પડખે આવ, તને પરમ શાંતિ અનુભવાશે. ૯૬૮. * અજ્ઞાની જીવોને બંધનમાં નાખવા યમરાજાએ સ્ત્રી અને ગૃહવાસરૂપી મજબૂત જેલ રચી છે. સ્ત્રી એ ઘરનું મૂળ છે. સ્ત્રી બંધનું કારણ નથી પણ સ્ત્રી પ્રત્યેનો મોહ છે તે બંધનું કારણ છે. બીજી રીતે રાગની પરિણતિ તે સ્ત્રીનું ઘર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૧૯ છે–ગૃહવાસ છે. બાપુ! જગતની પ્રત્યેક ચીજના મોહ તે મહાપાપ છે. રાગવાળો પોતાને માનવો તે જૂઠું છે, તો સ્ત્રીવાળો પોતાને માનવો મહાજૂઠું છે. રાગની સાથે રમત કરવી તે વ્યભિચાર છે, રાગને પોતાનો માનવો તે વ્યભિચાર છે તો સ્ત્રી એ તો પર પદાર્થ છે, તેના મોહમાં ફસાય તે ફાંસામાં ફસાયો છે. ૯૬૯. * ભગવાન એકવાર સાંભળ! તું આ સ્ત્રી-પુરુષ આદિ બધા ભેદો ભૂલી જા ને અનાદિથી જેને ભૂલી ગયો છે એવા જ્ઞાન-દર્શન સ્વરૂપની દષ્ટિ કર. અનાદિથી તું તને ભૂલી ગયો હોવાથી રાગાદિ અશુદ્ધ ઉપયોગથી કર્મને બાંધે છે. તેથી અશુદ્ધ ઉપયોગ અનાદિનો છે, તેનું નિમિત્ત કર્મ અનાદિનું છે અને જેને અનાદિથી ભૂલી ગયો છે એવી ત્રિકાળી એકરૂપ વસ્તુ પણ અનાદિની છે. ભાઈ ! આ મનુષ્યપણું મળ્યું છે, ભવના અભાવના આ ટાણાં આવ્યા છે, દુનિયાના માન ને આબરૂમાં આ ભવ હાલ્યો જાય એ તને કેમ પોષાય છે? જાગ રે જાગ બાપુ, હવે તો જાગ ! ૯૭). * જે કુટુંબીઓ માટે તું હોંશે હોંશે કાળ ગુમાવી રહ્યો છે, જે કુટુંબીઓને સગવડતા આપવા તું પૈસાદિમાં કાળ ગુમાવી રહ્યો છે તે જ કુટુંબીઓ તારા મરણ પછી શરીરને મકાનના બારસાખ સાથે અડવા પણ દેતા નથી, તો તું પર માટે આ ભવ કેમ વ્યર્થ ગુમાવી રહ્યો છે? અરે! તારે કયાં જવું છે? જેમ કોઈ મુસાફરી ચાલ્યો જતો હોય અને રસ્તામાં જે કાંઈ આવે તેને મારું માની લે, તેમ તું મુસાફર છો અને આ સ્ત્રી-પુત્ર મારા, શરીર મારું એમ મારું મારું માની રહ્યો , પણ પ્રભુ! તારે અહીંથી ચાલી નીકળવાનું છે ને બાપુ! આ પરને મારા મારા કાં કહે છો? ૯૭૧. * વસ્તુની સાથે કારણશુદ્ધપર્યાય અનાદિ અનંત એકધારાએ વર્તે છે, તે ગુણ નથી, સામાન્ય દ્રવ્ય નથી પણ સામાન્યની સાથે વર્તતું એકરૂપ ધ્રુવ-વિશેષ છે, તે કારણશુદ્ધપર્યાય છે. તેનો વ્યક્ત અનુભવ કોઈને હોતો નથી. જો તેનો વ્યક્ત અનુભવ થઈ જાય તો તે કારણ ન રહ્યું. તેમાં ઉત્પાદ-વ્યય ન હોવા છતાં તે પરિણતિ છે, પર્યાય છે, દ્રવ્યની સાથે અખંડ પારિણામિકભાવે વર્તમાન વર્તે છે. અહો ! એકધારાએ પરમપારિણામિકભાવની પરિણતિથી શોભિત ચૈતન્ય ભગવાન બિરાજી રહ્યો છે. દ્રવ્ય-ગુણે તો પૂરો છે પણ પર્યાયમાં પણ પરિપૂર્ણ ભગવાન અનાદિ અનંત એકધારાએ જ્યારે જુઓ ત્યારે વર્તમાનપણે બિરાજી રહ્યો છે-શોભી રહ્યો છે. ૯૭ર. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર | * ભગવાન ! આ શરીર ભોગ માટે નથી, યોગ માટે છે, અંતરમાં એકાગ્રતા કરવા માટે છે. આ ક્ષણભંગુર નાશવાન શરીરના નિમિત્તે સાદિ અનંત સ્થિર અવિનાશી એવા મોક્ષપદની સાધના કર. આ શરીર મલિન છે તેના નિમિત્તે નિર્મળ વીતરાગીપદની સિદ્ધિ કર. આ શરીર જ્ઞાનાદિ ગુણ રહિત નિર્ગુણ છે, તેના નિમિત્તે જ્ઞાનાદિ ગુણની સિદ્ધિ કરી લેવા જેવું છે. તેથી મુનિરાજ કહે છે કે અનિત્યને નિત્યનું સાધન કર, મલિનને પવિત્રનું સાધન કર. ૯૭૩. * દુનિયા મારા માટે શું માનશે ? આ માણસ સાવ નમાલો છે, કાંઈ બોલતાં ય આવડતું નથી, અંદર ને અંદરમાં પડ્યો રહે છે-એમ લોકો ગમે તે બોલે, તેની તને શી પડી છે? લોકો મને પ્રશંસે, લોકોમાં હું બહાર આવું-એવી બુદ્ધિવાળો જીવ તો બહિરાત્મા–મિથ્યાદષ્ટિ છે. માટે લોકોનો ભય ત્યાગી દે, ઢીલાશ છોડી દે અને અંતર્મુખ સ્વભાવનો દઢ પુરુષાર્થ કર. ૯૭૪. * સમયસારના નિર્જરા અધિકારમાં કહ્યું છે. કોઈ જીવો તો અતિ દુષ્કર અને મોક્ષથી પરામુખ એવા કર્મો વડે સ્વયમેવ કલેશ પામે તો પામો અને બીજા કોઈ જીવો મહાવ્રત ને તપના ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા (-તૂટી મરતાં થકી) કલેશ પામો તો પામો.... શું ફલેશને કારણે બનાવીને આત્માનું સમ્યગ્દર્શન થાય? આહા! સર્વજ્ઞ વીતરાગના કેડાયત એવા દિગંબર સંતોનું આવું સ્પષ્ટ કથન છે; તેમના અનુયાયી સમકિતી પણ એમ જ કહે છે. ભાઈ ! તું ધીરો થઈને સમ્યજ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિથી, અંદર જે ધ્રુવ જ્ઞાયકતત્ત્વ પડ્યું છે તેને પકડ. ઉપયોગને પરમાં, રાગમાં ને પર્યાયમાં જકડી રાખ્યો છે એ તો મિથ્યાત્વ છે. ઉપયોગને ત્યાંથી છોડી, જરી સૂક્ષ્મ કરી અંદર અતીન્દ્રિય આનંદકંદ પકડી લે. આહા ! આવો માર્ગ દિગંબર સંતો સિવાય બીજે ક્યાં છે? ૯૭૫. * અહા! જેણે દ્રવ્યસ્વભાવનું અવલંબન લઈને અંતરમાં સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નથી તેને દેહના છૂટવા કાળે અરે! શરણ કયાં? અરે! દેહમાં રગેરગ તણાશે, સબાકા મારશે, રજકણે રજકણ પલટી જશે, તે વખતે જ્ઞાયક ભગવાન આત્મા જે શરણ છે તેની દષ્ટિ નહિ હોય તો એ જાશે કયાં? એ દુ:ખમાં ભીંસાઈ જશે. ભાઈ ! ત્યાં પોતાના આત્મા સિવાય બીજું કોઈ શરણ નથી. ૯૭૬. * ચોરાશીના ભવભ્રમણ છોડાવનારી, ત્રણ લોકના નાથની વાણી સાંભળવા આવે તેને દેવ-શાસ્ત્ર-ગુરુનો કેટલો વિનય જોઈએ? સ્વર્ગેથી ઇન્દ્રાદિ દેવો ભગવાનની વાણી કેટલા વિનય ભક્તિ ને નરમાશથી સાંભળે છે ! જિનવાણી સાંભળતી વખતે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૨૧ શાસ્ત્રનો વિનય ને બહુમાન રાખવા જોઈએ. શાસ્ત્રને નીચે મુકાય નહિ, શાસ્ત્રની ઉપર કોણીનો ટેકો દેવાય નહિ, પગ ઉપર પગ ચડાવીને શાસ્ત્ર-શ્રવણ કરવા બેસાય નહિ, રૂમાલ કે પાના આદિથી હવા ખવાય નહિ, ઝોલા ખવાય નહિ, પ્રમાદથી બેસાય નહિ વિગેરે વિગેરે કેટલાય વિનય-બહુમાન-ભક્તિ હોય ત્યારે તો જિનવાણી શ્રવણની પાત્રતા છે. વ્યવહારપાત્રતા જેમ છે તેમ તેને જાણવી જોઈએ. ૯૭૭. * ભાઈ ! બાપુ! આ ચોરાશીના અવતારમાં રખડતો રખડતો માંડમાંડ માણસનો ભવ મળ્યો, પણ બાવીશ ત્રેવીસ કલાક તો ખાવામાં પીવામાં કમાવવામાં ને બાયડી છોકરાને રાજી રાખવામાં એકલા પાપમાં જાય ને માંડ એકાદ કલાક કાંઈક સાંભળવામાં જાય. બાકી આખો દિવસ એકલા પાપ.પાપ ને પાપના ધંધા કરે, જેમ એરણની ચોરી કરીને સોયનું દાન દે તેના જેવું છે. એને કાંઈક અંદરથી ચોરાશીના અવતારનો ત્રાસ લાગે તો અંદરમાં વિસામાનું સ્થાન શોધે. ૯૭૮. * શરીરના એક એક તસુમાં ૯૬-૯૬ રોગ છે, એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ ! તારે કયાંક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે! શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યાં સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે માટે તારું કાંઈક કરી લે! શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. ૯૭૯. * પ્રભુ! તું ચૈતન્ય દેવાધિદેવ છો. જ્ઞાન આદિ એક-એક શક્તિમાં રમવાથી આનંદ આવે એવી અનંત અનંત શક્તિઓની રમણીયતા તારા આત્મામાં ભરી પડી છે; તેને ઓળખ. બીજું બધું શાસ્ત્રનું જાણપણું વગેરે છોડી નિર્મળાનંદ નાથને ઓળખ, તેનું જ્ઞાન કર ને તે તરફ ઝૂકી જા. બહાર શાસ્ત્રની ઓળખાણથી અંદર જ્ઞાયકદેવની ઓળખાણ થતી નથી. ૯૮). * આચાર્યદવ કરુણા કરીને કહે છે કે હું આંધળા ! તને વેપારના ચોપડા આદિ અનેક કળાનું બધું જાણપણું છે અને તારા સુખનું નિધાન તારી વસ્તુનું તને જ્ઞાન નહિ ! તું આંધળો છો ! તું સ્વયં જ્યોતિરૂપ છો. સુખનું ધામ છો, તેનું તને જ્ઞાન નહિ, ભાન નહિ, શ્રદ્ધા નહિ અને દુઃખના કારણભૂત બાહ્ય પદાર્થનું જ્ઞાન. આહાહા ! કેવી વાત છે! ૯૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * સ્વસમય અને પરસમય સાથે વાદ-વિવાદ કરવાયોગ્ય નથી. તું તારા આત્માનો અનુભવ કર. પરની સાથે વાદ-વિવાદમાં પડવા જેવું નથી. નિધાન પામીને નિજ વતનમાં જઈ ભોગવવા કહ્યું છે માટે પોતાની નિધિ પામી પોતે એકલા ભોગવવા જેવું છે. ૯૮૨. * શ્રોતા:- શું જીવો દુઃખમાં સુખ માનતા હશે? પૂજ્ય ગુરુદેવઃ- હા, મૂઢ છે ને! –એટલે દુઃખમાં સુખ માને છે, એણે વાસ્તવિક સુખનો નમૂનો કયાં જોયો છે? એટલે શેની સાથે સરખાવે? દુઃખને જ સુખ માની રહ્યો છે. ૯૮૩ * સંસારને મારીને મરે, એણે મરી જાયું છે. સંસાર એટલે વિકારને મારીને ચૈતન્યજીવન વડે જીવતો થયો તેણે જીવતાં અને મરતાં જાણ્યું છે. ૯૮૪. * પથ્થરની પાતળી શિલા ઉપર શાસ્ત્ર કોતર્યા હોય અને પાણી ઉપર મૂકે તો ડૂબી જાય, તેમ એકલા શાસ્ત્રના ભણતરના બોજા ઉપાડયા હોય પણ તેના ભાવ સમજ્યા વિના ઈ ભણતર એને તારશે નહીં, સંસારમાં ડૂબી જશે. ૯૮૫. * પરસે અપનેકો બડા માનના ઈસમેં અપના સ્વરૂપકા “ખૂન” હોતા હૈ! ૯૮૬. * સજ્જનનો મહિમા દુશ્મન પાસે કરાવવામાં આવે તો એ દુશ્મન સજ્જનનો મહિમા-વખાણ કરી કરીને કેટલો કરે ? તેમ ચૈતન્યનો જડ એવી વાણી મહિમા કરી કરીને કેટલો કરે? ઝાડ ઉપર ને ડાળી ઉપર ચંદ્ર બતાવતાં ડાળી ઉપરથી પણ દૂર દૂર દષ્ટિ ચાલી જાય તો ચંદ્ર દેખે. તેમ ન્યાય-યુક્તિ આદિથી વસ્તુ બતાવતાં એનાથી પાર દષ્ટિ અંતરમાં (અભેદમાં) ચાલી જાય તો વસ્તુનો અપાર મહિમા અનુભવમાં આવે. ૯૮૭. * લાડવો આત્મા ખાઈ શક્તો નથી. પરંતુ હું લાડવો ખાવ છું એમ માને છે ઈ આત્મા જ નથી. હરખ-શોખને વેદે ઈ આત્મા જ નથી. ૯૮૮. * બાપુ! આત્મામાં આનંદ છે, બીજે કયાંય આનંદ છે નહીં. શુભભાવ કર્યા હોય તોપણ સ્વર્ગમાં આનંદ કયાંય છે નહીં. બહારની અગવડતા જરીક ઓછી થાય ત્યાં તો રાડે રાડ પાડે ને જરાક સગવડતા આવે ત્યાં તો ફૂલી જાય પણ બાપુ ! એમાં છે શું? સનેપાત થયો છે સનેપાત! ભાઈ સુખ તો આત્મામાં છે બાપુ ! સમકિતીને શુભભાવના ફળમાં સ્વર્ગ મળે પણ તેમાં તે સુખ માનતો નથી. અજ્ઞાનીને તો હાય... હાય... શરીર સારાં હતા ત્યારે આ કર્યું નહીં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ] [૨૨૩ ને તે કર્યું નહીં ને હવે... એમ ચિંતા ચિંતા કરીને મરીને હાલ્યો જાય નરકમાં ને નિગોદમાં... ૯૮૯. * દ્રવ્યલિંગી ૨૮ મૂલગુણ પાળીને અનંતવાર નવમી ત્રૈવેયકે ગયો છે તોપણ પુણ્યને ધર્મ માન્યો છે શરીરની ક્રિયા મારાથી થાય છે તેમ માનીને મિથ્યાત્વને પાળ્યું છે. નવમી ત્રૈવેયકે ગયો પણ આ મિથ્યાત્વભાવને ટાળ્યો નહિ. અજ્ઞાની જ્યાં સુધી આત્મા શુદ્ધ જ્ઞાયક છે તેવી દૃષ્ટિ નહીં કરે અને ૫૨૫દાર્થમાં ઈષ્ટ-અનિષ્ટના ભાગલા પાડશે ત્યાં સુધી તેને ૮૪ના અવતાર ચાલ્યા કરશે પણ ‘હું ચૈતન્યમૂર્તિ છું–શુદ્ધ જ છું, રાગનો કણ પણ કરવો તે મારા સ્વરૂપમાં નથી ' –એમ સ્વભાવની દષ્ટિ કરશે તો રાગદ્વેષ રોકાઈ જશે, ટળી જશે. ૯૯૦. * પર્યાયબુદ્ધિવાળો જીવ સંયોગમાં જ સુખ માને છે. અંતરના સ્વભાવની દૃષ્ટિ કરતો નથી પણ રાગાદિ વર્તમાન પરિણામમાં તથા બહારના વિષયોમાં તે સુખ માને છે. રાજા થાય તો રાજ્યપદમાં સુખ માને છે ને વિષ્ટાનો કીડો થાય તો વિષ્ટામાં સુખ માને છે, પણ હું તો સિદ્ધ જેવો ચિદાનંદ સ્વભાવી છું-એવું ભાન અજ્ઞાની કરતો નથી. ૯૯૧. * જ્ઞાનના નિર્મળ કિરણ વિના મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, અરે ! આજીવન સ્ત્રીનો સંગ ન કરે તોપણ તેનાથી આત્મા પ્રાપ્ત નથી થતો. તેથી જો તું દુ:ખથી છૂટવા માગતો હો તો પુણ્ય-પાપની રુચિ છોડીને આત્મજ્ઞાન કર. આત્મા આનંદનો નાથ છે તેનું જ્ઞાન કર! એના વિના અરેરે ! કીડા-કાગડા-કૂતરાના ભવ કરી કરીને મરી ગયો! અનંતકાળ એમ ને એમ દુ:ખમાં જ વીતી ગયો. પ્રભુ! તેં એટલા દુઃખ ભોગવ્યા છે કે તેનું કોઈ માપ-મર્યાદા નથી. પણ તું બધું ભૂલી ગયો છો. ભાઈ! ડુંગળીને તેલમાં તળી ત્યારે સડસડાટ તું તળાઈ ગયો હતો-તું ડુંગળીમાં બેઠો હતો. એવા એવા તો પારાવાર દુ:ખો તેં ભોગવ્યાં છે. ૮૪ લાખ અવતા૨ની ઘાણીમાં તું અનંતવા૨ પીલાતો આવ્યો છો. જેમ ઘાણીમાં તલ પીલાય તેમ ૮૪ લાખ યોનિના દુઃખોમાં પીલાતો રહ્યો છો. આનંદના નાથને પુણ્ય-પાપની ઘાણીમાં કચરી નાખ્યો છે. જો હવે તું દુ:ખથી છૂટવા માગતો હો, સિદ્ધસુખના હિલોળે હિંચકવા માગતો હો તો આત્મજ્ઞાન કરીને નિજદને પ્રાપ્ત કર. ૯૯૨. * લક્ષ્મણનું મરણ થતાં ધર્માત્મા રામચંદ્રજી ભાઈના મોહના કારણે-અસ્થિરતાના મોહના કારણે છ માસ સુધી મડદાને સાથે રાખીને જમાડે, સૂવરાવે, નવરાવે આદિ કરે છે. અજ્ઞાની પણ ન કરે એવું ધર્માત્મા અસ્થિરતાના મોહને વશ કરતાં દેખાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪] [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર છે, છતાં અંદરમાં જ્ઞાતાદષ્ટાનો પ્રવાહ ચાલુ જ છે. બહારની ઉન્મત્ત ચેષ્ટા વખતે પણ તે ઉન્મત્ત ચેષ્ટાના તથા તે વખતના મોહના જ્ઞાતાપણે રામચંદ્રજી વર્તે છે. ૯૯૩. * જેને શુભની રુચિ છે તેને વિષયની જ રૂચિ છે, કારણ કે શુભની સચિવાળાને તેના ફળમાં પુણ્યની સામગ્રી આવશે ત્યારે તેમાં જ તે રત બનશે, એટલે ખરેખર તો શુભરાગનો પ્રેમી તે વિષયનો જ પ્રેમી છે, પછી ભલેને વર્તમાનમાં રાજ-પાટ આદિ છોડીને દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય. ધર્માત્માને તો પુણ્ય ને તેની સામગ્રી કાળાનાગ જેવી લાગે છે, તેથી તેનાથી છૂટવા તે અંતર્મુખનો જ પ્રયત્ન કરે છે. અસ્થિરતાને લઈને ધર્માત્માને શુભ વિકલ્પ આવે પણ તેને તેની રુચિ હોતી નથી. રાગનું રુચિપૂર્વક સેવન તે આત્મસ્વરૂપથી વિરુદ્ધ આચરણ હોવાથી વ્યભિચાર છે. અજ્ઞાનીને રાગનું રુચિપૂર્વક સેવન હોય છે; ધર્માત્માને તો સ્વભાવની જ રુચિ હોય છે. ૯૯૪. * લક્ષ્મી મળવી તે પુણ્યનું ફળ છે, તેમાં આત્માને શું? પૈસાની સમૃદ્ધિથી પોતાને મોટો માનનાર ભિખારી છે, રાંકો છે. એકવાર એક રાજા વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા ત્યારે કહ્યું હતું. રાજન! ઝાઝું માગે તે મોટો માગણ, થોડું માગે તે નાનો માગણ. વેપારી લાખની તૃષ્ણા કરે તે નાનો માગણ અને રાજા કરોડો ને અબજની તુષ્ણા કરે માટે તે મોટો માગણ; સરવાળે બધા માગણ, ભિખારી ને રાંકા જ છે. પોતાની ચૂત લક્ષ્મીની જેને ખબર નથી અને જડની લક્ષ્મીની-પૈસા દો, આબરૂ દો, બાયડી દો એમ-ભીખ માગે છે તેને શાસ્ત્રમાં ‘વરાવ:' કહ્યા છે. ભાઈ ! આ બહારની લક્ષ્મી તો ધૂળ છે, અંદર ભગવાન આત્મામાં જ્ઞાનાનંદમય ચૈતન્યલક્ષ્મી પડી છે તેની તને કિંમત નથી. તારી ચૈતન્યમય સંપદાની શી વાત ! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત-આનંદ, અનંતવીર્ય-એવી અનંત અનંત ગુણલક્ષ્મી તારા ચૈતન્યખજાનામાં ભરી પડી છે. ભગવાન જ્ઞાયક આત્મા છે તો શરીરપ્રમાણ આટલા ક્ષેત્રમાં, પણ તેના ગુણોની સંખ્યામાં એટલી અનંતતા છે કે અનંતનો અનંત વડે અનંત અનંત અનંત વાર ગુણાકાર કરો તોપણ કદી તે ગુણોની અનંતતાને પહોંચાતું નથી. અહીં પ્રભુ! આત્મા શી ચીજ છે! આત્મામાં જ્ઞાન આનંદ આદિની અનંતી અવંતી લક્ષ્મી પડી છે તેની તને ખબર નથી. ૯૯૫. * કારણશુદ્ધપર્યાય કોને કહેવી ? દ્રવ્યમાં નિરપેક્ષ કારણરૂપ શુદ્ધ દશા ત્રિકાળ છે પદ્મપ્રભમુનિરાજે એવી વાત કરી છે કે જેમ ધર્મ-અધર્મ–આકાશ અને કાળ એ ચારે દ્રવ્યો ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાયમાં પણ એકધારાપણે અખંડ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૨૫ એકરૂપ વર્તે છે, તેમની પર્યાયમાં વિષમતા નથી, તેમ આત્મામાં પણ તેવી એકરૂપ પર્યાય છે. સંસાર, મોક્ષમાર્ગ અને મોક્ષ એવી પર્યાયમાં તો અનેકરૂપતા-વિષમતા આવે છે. આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તે સ્વભાવની સાથે ત્રિકાળ ધૃવરૂપ રહેનારી અવ્યક્તરૂપે વર્તમાન વર્તતી વ્યક્તરૂપ ઉત્પાદ્દવ્યય વગરની એવી અખંડ કારણશુદ્ધપર્યાય છે; તે અનાદિ અનંત છે. ૯૯૬. * અહીં તો પહેલાં એ વિચાર કે એની સત્તા છે-ક્યાતી છે તે ત્રિકાળી રહેવાની છે, તો તે અહીંથી દેહ છૂટતાં બીજે તો જવાનો જ છે. કેમ કે દેહું તો રહેવાનો નથી જ, બીજે જશે જ, તો કયાં જશે? એનો નિર્ણય એને કરવો પડશે ને! જો આત્માને ઓળખીને ભાન કરશે તો આત્મામાં રહેશે પણ જો ભાન નહિ કરે તો દેહમાં દષ્ટિ પડી છે તેથી ચાર ગતિમાં રખડશે ને દુ:ખોને ભોગવશે. એને પોતાની ઉપર દયા કરીને પોતાની ઓળખાણ કરી લેવાના આ ટાણાં છે. ભાઈ ! આવા ટાણાં ફરી કયારે મળશે? ૯૯૭. * અહા! આવું દુર્લભ મનુષ્યપણું મળ્યું, જૈનકુળમાં જન્મ થયો, વીતરાગની વાણી સાંભળવા મળી; પ્રભુ! હવે તો તારે આત્મા માટે કાંઈ કરવું તો પડશે ને? બાકી તો જન્મમરણના ફેરામાં, અનંતવાર એક શ્વાસમાં નિગોદના અઢાર ભવ કર્યા. વિચાર કરે તો ખબર પડે. છ ઢાળામાં કહ્યું છે: “એક શ્વાસમેં અઠદસ બાર, જન્મ્યો, મર્યો, ભર્યો દુઃખભાર;' પ્રભુ! એ બધું તું ભૂલી ગયો. ભૂલી ગયો માટે તે નથીએમ કેમ કહેવાય? અરે! આ મનુષ્યભવમાં જમ્યા પછી પ્રથમના છ મહિનામાં તારી માએ તને ધવરાવ્યો, નવરાવ્યો-એ બધું તને યાદ છે? યાદ નથી માટે તે નહોતું-એમ કેમ કહેવાય? બાળપણમાં તે કેવી રીતે ખાધું-પીધું કેવી રીતે રોયો-એ બધું યાદ છે? યાદ નથી માટે તે નહોતું એમ કોણ કહે? એ પ્રમાણે પૂર્વભવનું યાદ નથી માટે પૂર્વમાં આવું દુઃખ સહન કર્યું તે ન હતું-એમ કેમ કહેવાય? સમજાય છે કાંઈ ? આ બધું લોજિકથી સમજવું પડશે ભાઈ ! ૯૯૮. * દેવોને જેમ કંઠમાંથી અમૃત ઝરતું હોવાથી ભોજનની ઇચ્છા ઉપજતી નથી, તેમ ધર્મીને અંતરમાંથી અમૃતરસ ઝરતો હોવાથી રાગનો રસ ટળી ગયો છે. ૯૯૯. * જેણે દૃષ્ટિમાં મુક્તિધામ જોયું છે, રાગથી અને સંયોગથી પૃથક ચૈતન્યગોળો જોયો છે તે મડદાને જેમ પાલિશ લાકડાથી બાળે પણ પ્રીતિ નથી-એમ જ્ઞાની રાગના ભાવથી મરી ગયા છે. એક સચેતન-જ્ઞાનજ્યોતિથી જીવન છે. સાક્ષાત્ જ્યોતિ અનાદિ-અનંત એનાથી જીવન છે. ૧૦OO. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૨૨૬] * નિમિત્તમાં મધુરપણું તેને લાગે કે જેને ઉપાદાનમાં મધુરપણું પ્રગટયું છે. આત્માના રસનો રસીક જીવ છે તેને ભગવાનની વાણી મીઠી લાગે છે. આત્મામાંથી કમાણી કરીને આવ્યો છે એને વાણીમાં પણ મીઠાશ લાગે છે. ૧૦૦૧. * આત્મસ્વભાવનો અનંતો અનાદર અને અનંતા ૫૨ દ્રવ્યોની કર્તાબુદ્ધિ, એવા મિથ્યાત્વ ભાવને છેદવા માટે અનંત અચિંત્ય પુરુષાર્થ માગે છે. મહાન પુરુષાર્થરૂપી ઘણના ઘા વડે એનો છેદ થઈ શકે છે. ૧૦૦૨. * અમે પરમાત્મા થવાના અને જેણે પરમાત્માને પોતાનામાં પધરાવ્યા એ પણ પરમાત્મા થયા વિના રહેવાના નહિ. ૧૦૦૩. * દ્રવ્ય ૫૨ દૃષ્ટિ કરનેસે પ્રયોજન સિદ્ધ હોતા હૈ. દો નયકા જ્ઞાન કરને પર ભી પ્રયોજન ૫૨ દષ્ટિ કોઈ જીવકી હી જાતી હૈ, ઉસકો ી સમ્યક્ત્વ હોતા હૈ. ૧૦૦૪. * મિથ્યાત્વ એ જ મોટામાં મોટો કષાય છે. તત્ત્વ નિર્ણય કરતાં કરતાં તે મંદ થતું જાય છે. નિર્ણય પૂરો થઈ ગયો એટલે તેનો અભાવ થઈ જશે. ૧૦૦૫. * ભગવાન ઐસે નહિ કહતે હૈં કિ તુમ્હારી કાળલબ્ધિ પકેગી તબ પુરુષાર્થ હોગા. હમ કહતે હૈં વૈસે તુમ પુરુષાર્થ કરો તો તુમ્હારી કાળલબ્ધિ પક હી ગઈ હૈ ઐસે ભગવાન કહતે હૈં! ૧૦૦૬. * કુંદકુંદ આચાર્ય કહે છે કે અમારા માલના ઘરાક કોણ હોય કે જેણે હૃદયમાં સિદ્ધ ભગવાનને બિરાજમાન કર્યાં છે, તે અમારા ઘરાક હોય, (આખી સભામાં તાલીના ગડગડાટ). હજી સમ્યગ્દર્શન થયું નથી તેને સમ્યગ્દર્શન માટે સમજાવે છે. ૧૦૦૭. * પૂર્વે જે રામચંદ્ર આદિ મહાપુરુષો થયા અને તીર્થંકરો થયા તે બધા કેવળજ્ઞાન થયા પહેલાં મુનિ અવસ્થા કે ગૃહસ્થાશ્રમમાં વસ્તુનું સ્તવન વારંવાર કરતા હતા કે વસ્તુ આવી અચિંત્ય છે, પર્યાયનું આવું અચિંત્ય સામર્થ્ય છે, ૫૨માણુની તાકાત આટલી છે, તેની પર્યાયની તાકાત આટલી છે-એમ વસ્તુનું ચિંતવન–સ્તવન કરતાં હતા અને ભગવાનનું પણ સ્તવન કરતા હતા. ૧૦૦૮. * આ કાંઈ આલી-દુઆલીનો મારગ નથી પણ તીર્થંકર અને ચક્રવર્તીઓ પણ જે માર્ગે વિચરે છે એવો મહાન મારગ છે. જેના ફળમાં સાદિ અનંતની શાંતિ થઈ જાય એવો ૫૨મ સત્ય મારગ છે. ૧૦૦૯. * જાદુગર દ્વારા છોકરીના બે કટકા કરીને જીવતી કરવાની વાત ચાલતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૨૭ પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું કે અરે ! એમાં શું હતું? વિધા આદિથી મોટું સૈન્ય ઊભું કરે, મારી નાખે, જીવતું કરી નાખે, પણ એમાં આત્માને શું લાભ? . એ રાગથી જ્ઞાનની ભિન્નતાના કટકા કરી દે તો એ ખરી કળા કહેવાય. ૧૦૧૦. * મારે મારા ગુણ-પર્યાયની જરૂર છે અને બીજાની જરૂર નથી એનું નામ વૈરાગ્ય છે અને પોતામાં જે છે એની અપેક્ષા અને પોતામાં જે નથી તે બધાની ઉપેક્ષા એવા પોતાના અસ્તિત્વનું ભાન થવું તે જ્ઞાન છે. ૧૦૧૧. * મારું તત્ત્વ સદાય મને અનુકૂળ જ છે. જેટલી ચૈતન્ય-કલ્પવૃક્ષની એકાગ્રતા કરું એટલું મળે જ છે. મારે બીજાની જરૂર નથી. ૧૦૧૨. * સમયસાર કળશ ૧૮૯માં આચાર્યદેવે કહ્યું કે, શુભભાવરૂપ પ્રતિક્રમણ આદિનો જે અમે નિષેધ કર્યો તે તો શુદ્ધ ભાવરૂપ અપ્રતિક્રમણમાં જવા માટે કર્યો છે, એને બદલે જીવો પ્રમાદી થયા થકાં નીચે નીચે કાં જાય છે? ઊંચે ઊંચે કેમ જતા નથી. આ વાત ચાલતાં પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે સાંજના સંધ્યાટાણે માણસો ખુલ્લી હવા ખાવા ફરવા નીકળી પડે, ઈ તો અશુભમાં ગયા, સાંજના સંધ્યાટાણે તો ધર્મી ધ્યાનાદિ કરે. જૈન દર્શનની દરેક વાત ઊંચે ચડવા માટે છે, નીચે જવા માટે કોઈ વાત નથી. ૧૦૧૩. * .... “વળી વિષયસુખાદિનાં ફળ નરકાદિક છે,' વિષયસુખ સેવશું તો નરકમાં જશું એમ અજ્ઞાનીને ડર લાગે છે. પણ વિષય સેવવાનો ભાવ જ દુ:ખરૂપ છે ને આત્મા આનંદરૂપ છે તેવી તો દષ્ટિ કરતો નથી. “શરીર અશુચિમય અને વિનાશિક છે, પોષણ કરવાયોગ્ય નથી' –આમ માનનારા પણ મિથ્યાષ્ટિ છે. કેમકે એ તો દૈષ થયો. પરદ્રવ્યને શું છે? સમ્યગ્દષ્ટિ તો તે પોષવાયોગ્ય છે કે નથી તેની દષ્ટિ છોડી, આત્મા આનંદકંદ છે તેમ તેની દૃષ્ટિ કરે છે. “તથા કુટુંબાદિક સ્વાર્થના સગાં છે.' માટે છોડવા-એમ માનનાર પરદ્રવ્યને અહિતકર માને છે જે મિથ્યાત્વ છે. ભાઈ ! તું પોતે અજ્ઞાનથી લૂંટાય છો ત્યારે તેને લૂંટારા કહેવાય છે. અને તે પરચીજ તો તને નુકશાન ક્યાં કરે છે? પણ પરદ્રવ્યમાં અનિષ્ટની માન્યતા તે જ નુકશાનમિથ્યાત્વ છે. આમ અજ્ઞાની પરદ્રવ્યોનો દોષ વિચારી તેનો ત્યાગ કરે છે પણ એ તો મિથ્યા છે. કેમકે દોષ પોતાનો છે કે પરનો? પરમાં ઈષ્ટ-અનિષ્ટપણે માનવું તે પોતાનો દોષ છે. ૧૦૧૪. * વસ્તુમાં રાગ-દ્વેષ અને મિથ્યા શ્રદ્ધાની ગંધ જ નથી. શક્તિમાં તો એકલું સિદ્ધપદ જ પડ્યું છે. એની દષ્ટિ થતાં પર્યાયમાં એનું જ એન્લાર્જ થાય છે. ૧૦૧૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * નરકનાં દુ:ખો સાંભળ્યા જાય એમ નથી. પગમાં કાંટો વાગવા જેટલું દુ:ખ તારાથી સહન થતું નથી તો પછી જેના ગર્ભમાં અનંતા દુઃખો પડયા છે તે મિથ્યાત્વને છોડવાનો પ્રયત્ન તું કેમ નથી કરતો ? તું શરીરને સ્પર્શતો નથી ને તેં માન્યું કે શરીર મારું છે-આ તેં શું કર્યું-શું માન્યું! વિપરીત માન્યતાના સ્થૂળ અસંખ્ય પ્રકાર ને સૂક્ષ્મ અનંત પ્રકાર છે. ૫૨ને મારી શકું કે જિવાડી શકું એ મિથ્યાત્વનો એક ભાગ છે. પ૨ અનંત ચીજોને પોતાની માની પણ ભાઈ! તારા સિવાય અન્ય ચીજને તું સ્પર્શતો પણ નથી અને તેં આ શું કર્યું! સત્ય બોલી શકુંએમ માન્યું પણ એ તો મિથ્યાત્વનો એક ભાગ છે. મિથ્યાત્વભાવને છોડવાનો પ્રયત્ન કેમ કરતો નથી ? ગફલતમાં કેમ પડયો છે.? ૧૦૧૬. * અહીં તો એક જ વાત છે કે ભાઈ! તારા ચૈતન્યના પુંજની નિધિને સંભાળ, બાકી બધું જે થવાનું હશે તે થશે. ૧૦૧૭. * અબજપતિ માણસ ખિસ્સામાં પાંચ પચ્ચીશ રૂપિયા લઈને શાકભાજી લેવા નીકળ્યો, તેને એટલી જ મૂડીવાળો માને, એણે એને ઓળખ્યો જ નથી. તેમ વર્તમાન અલ્પજ્ઞતા અને અલ્પવીર્યવાળો જે આત્માને માને છે એણે આત્માને ઓળખ્યો જ નથી, આત્માની ત્રિકાળી ધ્રુવ સત્તાને સ્વીકારે એણે જ આત્માને ઓળખ્યો છે. ૧૦૧૮. * નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે. તે આબાળ-ગોપાળ સૌ કરી શકે છે, એ વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. ૧૦૧૯. * નવમી ત્રૈવેયક જના૨ દ્રવ્યલિંગીને પણ અનાદિના એવા એવા સૂક્ષ્મ શલ્યો રહી ગયા છે કે એનો એને પત્તો જ લાગ્યો નથી. કયાંક કયાંક નિમિત્તમાં, રાગમાં, સંયોગમાં અધિકતા આપીને આત્માનો અનાદર જ એણે કર્યો છે. ૧૦૨૦. * મહાન–મહાન અનંત અનંત માહાત્મ્ય પૂર્વક નિર્ણય હો જાય, બસ ખલાસ! પીછે રાગ આને ૫૨ ભી છૂટા હી છૂટા હૈ. ૧૦૨૧. * જેમ એક દ્રવ્ય પલટીને અન્ય દ્રવ્યરૂપે ન થાય, ક્ષેત્ર પલટીને અન્ય ક્ષેત્રપણે ન થાય, તેમ વસ્તુનો પર્યાય પલટીને અન્ય પર્યાયરૂપે થાય જ નહીં. પર્યાય પણ તે સમય પૂરતી વસ્તુ છે. ૧૦૨૨. * મૈં ચૈતન્ય, રાગકો છુઆ હી નહીં, અંતરકી દૃષ્ટિમેં રાગકા ત્યાગ હૈ. સંસારકા ઉદયભાવકો આત્મા કભી છુઆ હી નહીં. ઐસી ચીજ કો આત્મા કહતે હૈં. ૧૦૨૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૨૯ * સંસારકી ગંધ બિલકુલ આત્મામેં નહીં, આત્મામે સંસાર હૈ હી નહીં. મિથ્યાત્વ આદિ ભાવ સંસાર હૈ, યે મેરે મેં નહીં-ઐસી રુચિ કરનેસે દષ્ટિએ સંસાર છૂટ જાતા હૈ. ૧૦૨૪. * રાગનો, વ્યવહારનો આદર છે તેને પુગલનો જ આદર છે, પુદ્ગલનો પ્રવાહ એની સમીપ રહ્યા જ કરે છે. બાહ્ય જ્ઞાનનો આદર કરે છે તે પણ પુદ્ગલનો જ આદર કરે છે. એને પુદ્ગલની જ સમીપતા રહેશે. ૧૦૨૫. * દરેક આત્મા ભગવાન સ્વરૂપ છે, પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ ચૈતન્ય રસકંદ છે. આહાહા! અત્યારે ચોમાસામાં તો લીલોતરી ઘાસ ઢગલાબંધ થયા છે, તેના ઉપર વિના કારણે પગ દઈને કચરીને ચાલવું તે ન હોય હો ભાઈ ! એ એક ઝીણી કટકીમાં અસંખ્યાત જીવો છે તે બધાય ભગવાન સ્વરૂપ છે. ૧૦૨૬. * બે નય પરસ્પર વિરોધી છે, જો તે એક હોય તો બે નય રહેતી નથી. વ્યવહારનય નથી એમ નથી, પણ વ્યવહારથી લાભ થાય તો નિશ્ચયનય રહેતો નથી. પાણી ગરમ થાય છે તેમાં અગ્નિ નિમિત્ત નથી એમ નથી, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય તો ઉપાદાન રહેતું નથી. નિશ્ચયની સાથે વ્યવહાર હોતો નથી તેમ નથી, પણ વ્યવહારથી નિશ્ચય થાય તો નિશ્ચય રહેતો નથી. ઉપાદાનના કાર્ય કાળે નિમિત્ત હોય છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. આવી વસ્તુની સ્થિતિ છે. ૧૦૨૭. * ભાઈ ! સમ્યગ્દષ્ટિના અંતરના તળિયા તપાસવા બહુ કઠણ છે. ધર્મીજીવને ચક્રવર્તીના રાજ્ય હોય, લડાઈમાં પણ ઊભા હોય, પણ આત્માના આનંદથી રાગ ભિન્ન પડી ગયો છે, રાગાદિ પરિગ્રહમાં ભેદબુદ્ધિ થઈ ગઈ છે, ભલે તેને વિષય સામગ્રી હો, એનો ભોગ પણ હો, સમ્યગ્દષ્ટિને પુણ્ય વિશેષ હોય છે, પુણ્યના ઢગલા હોય છે, સ્ત્રી-પુત્રાદિમાં પુણ્યના ઢગલા દેખાય, શરીર વૈભવ આદિમાં પુણ્યના ઢગલા દેખાય પણ સમ્યગ્દષ્ટિને તેમાં એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે, ચૈતન્યનો અતીન્દ્રિય આનંદ એની નજરમાં દેખાય છે. આનંદનો સાગર ઊછળી રહ્યો છે, આનંદની ભરતી આવે છે એવા સમ્યગ્દષ્ટિને ભોગસામગ્રીમાં જરી આસક્તિ દેખાય છે થાય છે છતાં તેનો અભિપ્રાયમાં સ્વીકાર નથી, સુખબુદ્ધિ નથી. ભોગ ભુજંગ સમાન લાગે છે, કાળા નાગ સમાન લાગે છે. ૧૦૨૮. * નામધારી-જૈનને પણ રાત્રિના ખોરાક ન ખવાય. રાત્રિના ઝીણી જીવાતો ખોરાકમાં આવી જાય છે તેથી ખોરાકમાં માંસનો દોષ ગણાય છે, માટે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦] [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર નામધારી-જૈનને પણ રાત્રે ખોરાક ન ખવાય. અથાણામાં પણ ત્રસ જીવ થઈ જાય છે, એ પણ જૈનને ન હોય. જેમાં ત્રસ જીવો ઉત્પન્ન થઈ જાય એવો ખોરાક જ જૈનને હોય નહિ. ... અહીં તત્ત્વની બહુ ઊંચી વાત આવી એટલે હેઠલી વાતનું કાંઈ નહિ એમ ન હોય. પોતાને અંદરથી ઊગવું જોઈએ. કોઈ કહે એટલે નહિ પણ પોતાને દરકાર જોઈએ. જેને ભવિષ્યનું નક્કી નથી તેને તો ત્રાસ થઈ જવો જોઈએ કે અરે ! ભવિષ્યમાં હું કયાં જઈશ ! પોતાનું હિત કરવું હોય તેણે ખ્યાલ રાખવો જોઈએ. ૧૦૨૯. * એક સમયની ભૂલ; બાકી આખો ભગવાન સ્વભાવ મા પ્રભુ છે એને છોડી રાગને દેખતાં ભગવાનને દેખવામાં અંતરાય પડી ગયો છે. રાગને ભૂલીને ભગવાનને દેખે તો અંતરાય તૂટી જાય. ૧૦૩). * શ્રોતા- આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? પૂજ્ય ગુરુદેવઃ- આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો, અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. ૧૦૩૧. * બહિર્લક્ષી શાસ્ત્રજ્ઞાનથી સમ્યજ્ઞાન કે તેની વૃદ્ધિ થતી નથી. અગિયાર અંગનું જ્ઞાન અનંતવાર કર્યું, પણ એ કાંઈ જ્ઞાન નથી. શાસ્ત્ર તો પરવસ્તુ છે, એનું જ્ઞાન કરવું એ તો પોતાની પર્યાયમાં પરલક્ષી જ્ઞાનનો અંશ છે; તેને વાસ્તવિક જ્ઞાન જ કહેતા નથી. પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માની જ્યારે અંદર દૃષ્ટિ અને અનુભવ કરે ત્યારે જ્ઞાનની વૃદ્ધિ, દર્શનની વૃદ્ધિ, સ્થિરતાની વૃદ્ધિ-યથાસંભવ સર્વવૃદ્ધિ, અનંત ગુણોના પરિણમનમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અંદર આખો ચૈતન્યસાગર ઊછળે છે. અહા ! એ કેમ બેસે? જેમ મહાસાગર મધ્યબિન્દુથી ઊછળતાં તેમાં ભરતી આવે છે, તેમ ચૈતન્યસ્વભાવનો આશ્રય લેવાથી, જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકવાનો પ્રયત્ન કરવાથી, આરાધનાની પર્યાયમાં જ્ઞાનની ભરતી, દર્શનની ભરતી, ચારિત્રની ભરતી, સર્વ ગુણોના પરિણમનમાં યથાસંભવ ભરતી આવે છે. તે ભરતી બહારથી નહિ પણ અંદરથી આવે છે. ૧૦૩૨. * જેની દષ્ટિમાં ચૈતન્યધામ પડયું છે, જેની દષ્ટિ ક્ષયોપશમના એક અંશનો પણ વિશ્વાસ કરતી નથી, જેની દ્રષ્ટિમાં રાગ અને નિમિત્તનો વિશ્વાસ પણ ઊડી ગયો છે, એવા સમકિતીને દ્રવ્યપ્રત્યયો ઉદયમાં આવવા છતાં બંધન નથી. તેની દષ્ટિમાં તો ચૈતન્યધામ પડયું છે. ૧૦૩૩. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] * જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહિ કરે તો એકાન્ત થઈ જશે, પ્રમાણજ્ઞાન નહિ થાય. પર્યાયનો આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનયનું જ્ઞાન સાચું થશે. ૧૦૩૪. * જેને નિશ્ચય-અમૃતકુંભનો અનુભવ થયો છે તેના વ્યવહાર-પ્રતિક્રમણાદિને વ્યવહારથી અમૃતકુંભ કહેવાય છે પણ અજ્ઞાનીનો શુભરાગ તો એકલો ઝેર છે. અજ્ઞાની ગમે તેટલા મહાવ્રત આદિ પાળે પણ તે ઝેર છે, ચારગતિમાં રખડવાનું કારણ છે. મિથ્યાત્વનું મહાપાપ પડયું છે ને મહાવ્રત આદિ પાળે પણ તે ઝેરનો ઘડો છે. સમ્યગ્દર્શન વિના વ્યવહાર-પ્રતિક્રમણ આદિ સર્વ અપરાધ જ છે, તેથી શુભાશુભથી રહિત ત્રીજી ભૂમિકા તે જ વાસ્તવિક અમૃતકુંભ છે. ૧૦૩૫. * ઘર-પરિવારની ચિંતા કરી કરીને તું ભવવનમાં ભ્રમણ કરતો આવ્યો છો માટે હવે પરદ્રવ્યની ઇચ્છાને રોકીને પરમાનંદરૂપ પરમાત્મસ્વરૂપમાં ધ્યાન લગાવીને પદ્રવ્યનું મમત્વ છોડ. વીતરાગ પરમાનંદરૂપ પરમાત્મા તે તારું નિજઘર છે, તેમાં ઠરવું તે કહેવાનું તાત્પર્ય છે. સઘળા શાસ્ત્રનો સાર એ છે કે જે ઘરમાં વીતરાગતા ભરી છે એવા તારા નિજઘરનો આશ્રય લે, કેમ કે તેમ કરવાથી તારી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થશે. માટે કેવળ એક નિજ સ્વરૂપનો આશ્રય કરવો, ભાવના કરવી, તે એક જ કર્તવ્ય છે, તે સિવાય અન્ય કાંઈ પણ કરવાયોગ્ય નથી. ૧૦૩૬. * ચૈતન્ય ચમત્કારિક ચીજ છે. ચૈતન્યદ્રવ્યમાંથી અનંત અનંત કાળથી પર્યાય ઉત્પન્ન થવાં છતાં ચૈતન્યદ્રવ્યમાં કિંચિત્માત્ર પણ ઉણપ કે હિણપ થતી નથી. નિગોદની અવસ્થામાં ઘણો અલ્પ વિકાસ રહેવાથી ચૈતન્યદ્રવ્યમાં કિંચિત્માત્ર પણ વૃદ્ધિ થતી નથી. નિગોદની પર્યાય કરતાં નવ પૂર્વ તથા અગિયાર અંગના ઉઘાડની પર્યાય અનંતગણી છે અને તેના કરતાં પણ અનંતગણી કેવળજ્ઞાનની પર્યાય છે કે જે અનંતાનંત પદાર્થોને અનંતકાળ સુધી જાણે; એવડી મોટી પર્યાય થઈ છતાં ચૈતન્યદ્રવ્યમાં કિંચિત્માત્ર પણ ઘટાડો કે ઉણપ થાય છે એમ નથી; દ્રવ્ય ને ગુણ તો સદાય એવા ને એવા જ પરિપૂર્ણ રહે એવો ચૈતન્યજાદુગર છે, તેની શક્તિઓ ચમત્કારિક છે, ચૈતન્યનો ચમત્કાર આશ્ચર્યકારી જાદુગરી જેવો છે. ચૈતન્યના ચમત્કારનો મહિમા અપરંપાર છે. એવા ચમત્કારી ચૈતન્ય પ્રભુની પ્રતીતિ કરવી એ આ દુર્લભ માનવભવમાં એકમાત્ર કર્તવ્ય છે. ૧૦૩૭. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨] દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * દ્રવ્ય પોતે જ અકારણીય છે, પોતે જ અનંત પુરુષાર્થરૂપ છે. તેના વિશ્વાસની બલિહારી છે. ૧૦૩૮. * એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે! એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે એનો તને ઘા લાગે છે કાંઈ ? ૧૦૩૯. * જેમ કંદોઈને ત્યાં ચૂલામાં ઊંચેથી તેલના ઉકળતાં કડાયામાં પડેલો સર્પ અર્ધા તો બળી ગયો પણ તે બળતરાથી બચવા માટે ચૂલામાં ઘુસી જતાં આખો બળી ગયો, તેમ જગતજીવો પુણ્ય-પાપમાં તો બળી જ રહ્યા છે અને તેમાં એ વિશેષ સુખની લાલસામાં જેમાં વિશેષ બળાય છે એવા વિષયોમાં ઝંપલાવી સુખ માને છે. ૧૦૪). * દુનિયા દુનિયાનું જાણે, તું તારું કર. દુનિયા એના પરિણમન પ્રમાણે પરિણમશે, તારું પરિણાવ્યું નહીં પરિણમે. ૧૦૪૧. * જેમ પક્ષીના પગલાં આકાશમાં શોધે છે, માછલીનાં પગલાને (ગમનને) પાણીમાં શોધે છે તે મૂર્ખ છે. તેમ રાગાદિમાં આત્માને શોધનાર મૂર્ખ છે. ૧૦૪૨. * સમવસરણ (જિનમંદિર) જિનબિંબ આદિ વીતરાગતાના સ્મરણના નિમિત્તો છે. આવા જીવો છે એના એવા પુણ્યો છે એ બધું જોતાં, વર્તમાન બુદ્ધિ છૂટી જઈને ત્રિકાળીની બુદ્ધિ થાય છે અને એને માટે આ સમવસરણ જિનમંદિર આદિ નિમિત્તો છે. ૧૭૪૩. * જેના જ્ઞાનમાં રાગ દ્વત છે, જુદો છે, અનેક છે, એનાથી ભિન્નતા છે અને ચૈતન્ય એકલો જ છે એ વાત પ્રસન્નતાથી સાંભળે છે તેને કેવળજ્ઞાન જ થશે, મુક્તિ થશે જ. ૧૮૪૪. * વીજળી ઉપરથી પડે તોપણ ખ્યાલ ન જાય એવું ધ્યાન કર. જે ચીજ એનામાં નથી એમાં ફેરફાર થતાં એને સખ ન પડે ઈ ધ્યાન ન કરી શકે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો વીંછી કરડે તોપણ ખબર ન પડે, શરીરમાં ગમે તેવા કષ્ટો આવે તોપણ એને ખબર ન પડે. ૧૦૪૫. * જેટલા વિકલ્પો ઉઠે ઈ બધામાં કાંઈ માલ નથી. ઈ બધા દુઃખના પંથ છે, બધા વિલ્પો હેરાન કરનાર છે એમ અને નિર્ણય થાય તો આત્મા તરફ પ્રયત્ન કરે. ૧૦૪૬. * બહારમાં નાપાસ થાય ત્યાં એને હીણપ લાગે છે પરંતુ અંદરમાં હીણો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] પોતાને માને છે ઈ હીણપ છે, પૂરણને હીણો માનવો ઈ જ હીણપ છે. ૧૦૪૭. * જેની દષ્ટિમાં મંદરાગમાં લાભ બુદ્ધિ છે તેની દૃષ્ટિમાં આખા જગતના ભોગો પડયાં છે, તે દષ્ટિમાં માંસ ખાઈ રહ્યો છે. ૧૦૪૮. * આત્માના અનુભવની દષ્ટિએ તો પુણ્ય એ જ ખરેખર પાપ છે. વ્યવહાર પુણ્ય-પાપમાં ભેદ પડ્યો ત્યાં અજ્ઞાનીને હોંશ આવે છે. ૧૦૪૯. * અરે! એમ ન માનવું કે અમે અભણ છીએ, એમ ન માનવું કે અમે સ્ત્રી છીએ, એમ ન માનીશ કે અમે દીન અને હીન છીએ, એમ માનીશ નહીં-એ માન્યતા જ તારા પરમાત્માની વૈરી છે. ૧૦૫૦. * જ્યાં સુધી એને પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી-એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જંપલાવે નહીં. ૧૦૫૧. * અહો ! દેહ સંસાર અને ભોગથી ચેતતા રહેવા જેવું છે. ૧૦પર. * કરના-ફરના કુછ નહીં હૈ, ફક્ત દષ્ટિકા સાધ્ય રાગ થા વો દષ્ટિકા સાધ્ય દ્રવ્ય હો ગયા. ૧૮૫૩. * રાગ તો પુદ્ગલના પરિણામ છે, પરંતુ ૧૧ અંગ ૯ પૂર્વનું જ્ઞાન પણ પુદ્ગલના પરિણામ છે, કારણ કે તેનાથી આત્માની શાન્તિ આવી નહીં. શાન્તિ આવી નહીં માટે ઈ આત્મા નહીં. આત્મા સાથે તો જ્ઞાનનો આનંદ વ્યાપ્ત છે. આનંદ ન આવ્યો માટે ૧૧ અંગ ૯ પૂર્વનું જ્ઞાન પણ રાગની માફક પુદ્ગલના જ પરિણામ છે... આ તો ઉલ્લલીત વીર્યથી જેને પોતાનું કામ કરવું છે તેને માટે આ વાત છે. ૧૦૫૪. * જ્ઞાની રાગકો અપના માનતે નહીં ઔર આતે હૈં તો ગભરાતે નહીં. રાગકી ખટક આતી હૈ. સમાધાન નહીં હોતા તો બહારકી ભી પ્રવૃત્તિ હુએ બીના નહીં રહતી, શરીરકી ચેષ્ટા આદિ ભી હોતી હૈ. યહ અંતરકી સૂક્ષ્મ બાત હૈ. ૧૦૫૫. * નરકમાં નારકીને પોટલાની જેમ શરીરની ગાંસડી વાળીને બીજા નારકીઓ શરીરની સોંસરવટ ખીલા નાખે એ ક્ષણે પણ જીવ સમકિત પામે છે, વિવેક વડ ભેદજ્ઞાન પામે છે અને અહીં બધી અનુકૂળતા હોય છતાં પરથી જુદા પડવાનો અવસર તને મળતો નથી! ૧૦૫૬. * રાગ હોવા છતાં સાધકના હૃદયમાં સિદ્ધ ભગવાન કોતરાયેલા છે. ૧૦૫૭. * એને કાળ થોડો છે અને કરવાનું કામ ઘણું છે. ૧૦૫૮. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪] [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર * વસ્તુસ્વભાવ તો શુદ્ધ અને પરમ પવિત્ર છે, એમાં વિકાર નથી પણ ઊંધુ જોર કરીને જબરદસ્તીથી વિકાર કરી રહ્યો છે. જબરદસ્તી કરીને જે નથી તેને (વિકારાદિને) અતિ કરે છે. વર્તમાન ઊંધુ જોર કરીને કરે છે. અંદર શક્તિમાં તો વિકાર છે જ નહીં પણ ઊંધુ જોર કરીને ઊભો કરે છે. ૧૦૫૯. * છ ખંડનો ધણી ચક્રવર્તી વિચારે છે કે અહો! આનંદનું કારણ હું એક પોતે છું અને આ બધાં દુઃખના કારણો-નિમિત્તો છે.. એમ વૈરાગ્ય થતાં. જંટીયા ખેંચતી રાણીઓને કહે છે કે અરે ! હવે તમારા બધાં પ્રત્યેનો રાગ બળી ગયો છે, અમારા આનંદનું કારણ અમારી પાસે છે એ આનંદને ખોલવા અમે ચાલી નીકળીએ છીએ, અમે આનંદના ભમરા આનંદની પરાગ લેવા અંદરમાં જઈએ છીએ. અમારા આનંદની છોળની છલક અમારા અંતરમાંથી આવે છે. એણે અંદરમાં કાંઈક જોયું હશે ને? કે જેની પાસે આ બધું સડેલાં તરણા સમાન લાગે છે. ૧૦૬૦. * અનુભવ તત્કાળ કરનારની સંખ્યા ભલે થોડી હોય પણ એની શ્રદ્ધા દઢ કરીને પક્ષ પાકો કરનાર અને એનું જ ઘૂંટણ કરીને અલ્પકાળમાં કામ કરનાર જીવો થોડા જ કેમ કહેવાય ? એ તો ઘણા હોય. ૧૭૬૧. * અહો ! અનંતકાળમાં આ વાત અમે સાંભળી નથી–અમે પ્રસન્ન ચિત્તથી જ્ઞાનસ્વભાવની વાત અંદરથી સાંભળે, સચિની ગુલાંટ મારીને સાંભળે તેને ભવિષ્યમાં મુક્તિ થવાની જ છે. અહો ! એને પક્ષ પાકો થઈ ગયો એ ફરશે જ નહીં. તે જરૂર મોક્ષમાં જાય છે એને તો આ કાળ અને આ યોગ જ વિશેષ ભાસે છે. નવમી રૈવેયકવાળાએ પ્રસન્નતાથી આ રીતે તત્ત્વની વાત સાંભળી જ નથી, તેને તો પુણ્યમાં દષ્ટિ હતી. આ તો અનંતકાળમાં નહીં સાંભળેલી એવી અપૂર્વતાથી તત્ત્વની વાત સાંભળે છે તેની વાત છે. ૧૦૬ર. * અરીસાની વર્તમાન અવસ્થામાં જળ કોલસા બરફ અગ્નિ સર્પ આદિ જણાય છે, તે અવસ્થા જેટલો જ જે માને છે તે, અવસ્થા બદલાતા તેની પાછળ દળ રહી જાય છે તેને માનતો નથી. તેમ એક સમયની અવસ્થા જેટલો જ આત્માને માનનાર ય બદલાતા જ્ઞાનની અવસ્થા બદલી જાય છે, ત્યાં હું નાશ થઈ ગયો તેમ માને છે; પણ તે જ્ઞાનની પર્યાય બદલાવા છતાં જ્ઞાનસ્વભાવદળ તેની પાછળ જેવું ને તેવું પડ્યું જ છે તેને અજ્ઞાની માનતો નથી. ૧૦૬૩. * આ આત્મા અને આ ગુણ.... આ આત્મા અને આ પર્યાય... એવા ભેદનો અભેદ આત્મામાં અભાવ છે. આત્મામાં જે મોટપ અને મહિમા ભર્યો છે તે ભગવાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] ૨૩૫ જાહેર કરે છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, અનંત પ્રભુતા આદિ અનંત સ્વભાવનું એકરૂપ એવો જે સ્વભાવરૂપ સ્વદ્રવ્ય તે નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. અનંત-અનંત સ્વભાવથી ભરેલ ભગવાન અભેદ એકરૂપ આત્મા તે જ સ્વદ્રવ્ય હોવાથી ઉપાદેયરૂપ છે. ૧૦૬૪. * આહાહા ! પર્યાયને ગુલાંટ મારવી એ કાંઈ ઓછી વાત છે? પર્યાય અનાદિની પરમાં જાય છે તેને ગુલાંટ મારીને અંદરમાં લઈ જવાની છે. અંદરમાં તળીયે લઈ જવામાં મહાન પુરુષાર્થ છે. પરિણામમાં અપરિણામી ભગવાનના દર્શન થાય એ પુરુષાર્થ અપૂર્વ છે. ૧૦૬૫. * જીવને અટકવાના અનેક પ્રકાર છે. અટકવાનું શું છે તે વિચાર વિના બેસે નહીં. કયાં ભૂલ છે ને શું હું માનું છું? અતીન્દ્રિય આનંદ વિના જે કાંઈ બાહ્ય ક્રિયા છે તેમાં અટકે છે. હું વ્રત પાળું છું, બ્રહ્મચર્ય પાળું છું, વિશેષ જાણપણું છે-ઇત્યાદિ અસંખ્યાત પ્રકારના અટકવાના કારણો છે. પ્રભુ ! અનંત કાળે મનુષ્યપણું પામવું મુશ્કેલ છે; એ મનુષ્યપણું તને મળ્યું તો પ્રભુ! દુનિયાની વાત છોડી દે. હું કાંઈક છું એવી દષ્ટિ છોડી દે. બધેયથી વિમુખ થા. માત્ર ચૈતન્યદરબારમાં અનંત અનંત શાંતિ ભરી પડી છે તેનું વેદન કર. બીજું બધું છોડીને આનંદકંદ પ્રભુના દરબારમાં જા. ૧૦૬૬. * પોતાના જ્ઞાયક સ્વભાવમાં મૈત્રી હોવી જોઈએ તેને બદલે પર પદાર્થો નિમિત્ત છે, તેમાં પ્રેમ વર્તે છે, ત્યાં રોકાઈ ગયો છે, જાણવાની પર્યાયમાં બાહ્ય પદાર્થ નિમિત્ત હોવાથી તેમાં મૈત્રી થવાથી આત્મવિવેક શિથિલ એટલે કે વિપરીત થયો છે, તેથી પોતાના આત્મા પ્રત્યે દ્વેષ વર્તે છે. સચ્ચિદાનંદપ્રભુ નિરંજન નિરાકાર આત્મા કે જે જ્ઞાન લક્ષણ વડે લક્ષિત થનારો છે તેને ભૂલીને જ્ઞાનની પર્યાયમાં જે શેયો નિમિત્ત છે તે જાણવા લાયક છે તેમ ન જાણતાં પર પદાર્થોમાં-નિમિત્તોમાં મૈત્રી કરે છે તેથી સ્વભાવ પ્રત્યે વિપરીતતા વર્તે છે, દ્વેષ વર્તે છે. ૧૦૬૭. * ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપે બિરાજમાન છે તેને અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય પણ તેને ઇન્દ્રિયો વડે જાણવાનું થતું નથી, ઇન્દ્રિયો વડે જાણવાનું કાર્ય તેને થતું નથી. તેને એટલે કે જ્ઞાયક આત્માને લિંગો વડ એટલે પાંચ-ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી. ઇન્દ્રિય વડ જાણવાનું કામ કરે તે આત્મા નથી. ઈન્દ્રિય અણાત્મા છે, તેથી તે વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન અણાત્મા છે. શાસ્ત્ર સાંભળે ને તે વડે જે જ્ઞાન થાય તે જ્ઞાનને આત્મા કહેતાં નથી. શાસ્ત્ર સાંભળતાં ખ્યાલમાં આવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬] [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કે આમ કહે છે એમ જે જાણવું થયું તે ઇન્દ્રિય વડે થયું હોવાથી તેને આત્મા કહેતાં નથી. ૧૦૬૮. * ભગવાન આનંદનો નાથ ચૈતન્યચક્રવર્તી છે પણ પોતાને ભૂલી ગયો છે ને ભીખારી થઈને પર પાસે ભીખ માગે છે. પૈસા લાવ! બાયડી લાવ! આબરું લાવ! નિરોગતા લાવ! એમ માંગણ થઈને માગ્યા કરે છે, પણ પોતાની જ અંદર આનંદ ભર્યો છે એની સામું નજર નાખતો નથી, તેથી ચારગતિના દુ:ખોને ભોગવે છે. શુભરાગ ને અશુભરાગની વાસના તે ઝેર વાસના છે. જ્યાં આનંદનો નાથ છે ત્યાં નજર કરતો નથી ને જ્યાં નથી આનંદ ત્યાં વલખાં મારે છે. ૧૦૬૯. * રાગને જાણવું તે જ્ઞાનનો સ્વકાળ છે, આત્મા રાગમાં વ્યાપતો નથી. જ્ઞાનની જાણવાની પર્યાય અને રાગની પર્યાય પોત-પોતાના પકારકથી સ્વતંત્ર થાય છે. પરની દયા તો આત્મા પાળી શકતો નથી પણ રાગને પણ આત્મા કરતો નથી અને રાગમાં વ્યાપતો પણ નથી. રાગના કાળે થતાં રાગપરિણામને સ્વકાળે થતી જ્ઞાનપર્યાય જાણે, પણ કર્તા નથી. ૧૦૭). * વર્તમાનમાં એક જરાક પ્રતિકૂળતા આવે તો ઈ એનાથી સહન થતી નથી. છતાં ભવિષ્યમાં અનંતી પ્રતિકૂળતાઓ આવશે તેની દરકાર નથી. ૧૦૭૧. * સમ્યગ્દષ્ટિકી લૌકિકનીતિ ભી અલૌકિક-દૂસરી જાતિકી હોતી હૈ! ૧૦૭૨. * બાહ્ય વેલવામાં સુખ માનવું તે વિામાં સૂવું ને તેમાં સુખ માનવા જેવું છે. ૧૦૭૩ * બાપુ! આ તો પચાવીને પરિણાવવાની વાત છે. વાદ-વિવાદની વાત નથી. વાદ-વિવાદમાં મૌન થઈ જવું પડે. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તેમ લખ્યું છે.. આ તો વીતરાગતા ઊભી કરવાની વાત છે. ૧૦૭૪. * પરદ્રવ્યથી બિલકુલ લાભ ન થાય એમ પહેલાં વિકલ્પ સહિત નિર્ણય કરે તો એનું વીર્ય સ્વ તરફ વળશે. પરથી કાંઈ પણ લાભ થાય એમ રહેશે તો એનું વીર્ય આત્મા તરફ નહીં વળે. ૧૦૭૫. * અરે! એણે કોઈ દી એની દરકાર કરી નથી. બહારમાં અહીંથી મળશે ને અહીંથી મળશે એમ બહારમાં જ ઈ ફાંફાં મારીને સન્મેદશિખરમાંથી મળશે ને બીજે કયાંકથી મળશે એવી ભ્રમણામાં ઈ પોતાને ખોઈ બેઠો છે. ૧૦૭૬. * અજ્ઞાનીની વિદ્વતા આત્માને સળગાવી મૂકે છે. ૧૦૭૭. * આચાર્યના મુખથી નીકળેલા અને સમસ્ત પાપક્ષયના હેતુભૂત એવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] પ્રતિક્રમણ આદિ રૂપ શુભભાવ ગ્રહણ કરવાયોગ્ય નથી. કેમ કે તે પૌગલિક વચનમય હોવાથી સ્વાધ્યાય છે. અહા ! અહીં પાપક્ષના કારણભૂત એવા દ્રવ્યશ્રતને પુદ્ગલમય હોવાથી ગ્રહણ કરવાયોગ્ય નથી તેમ કહીને એકલો આત્મા જ ગ્રહણ કરવાની પ્રેરણા આપી છે. ૧૦૭૮. * ત્રણલોકના નાથ સર્વજ્ઞની પાસે પણ હિતની કામના રાખવી એ પણ ભ્રમ છે, બીજા દેવ-દેવલાની તો શું વાત! ૧૦૭૯. * હેઠલી વાતના ઠેકાણાં ન હોય તેને ઉપલી વાત આ બેસશે શી રીતે? પાત્રતારૂપ નીચલી વાતનું ઠેકાણું ન હોય તેને ઉપલી વાત અર્થાત્ અધ્યાત્મની અલૌકિક વાત શી રીતે બેસી શકે? ૧૦૮). | * પ્રતિકૂળતામાં જેને દ્વેષ આવે છે તેને અનુકૂળતાનો રાગ પડ્યો જ છે. વૈષના પેટમાં રાગ પડ્યો છે, રાગના પેટમાં વૈષ પડ્યો છે. આ મિથ્યાત્વના રાગવૈષ છે, અસ્થિરતાના રાગ-દ્વેષ તો શેયમાં જાય છે. ૧૦૮૧. * એક ન્યાય મગજમાં એવો આવ્યો હતો કે “ધનાર્થી છે તે આત્માર્થી નહીં અને આત્માર્થી છે તે ધનાર્થી નહીં.” ધનાર્થીમાં આબ, માન આદિનો અર્થી બધું આમાં આવી જાય છે. ૧૭૮૨. * શ્રોતા:- વ્યવહાર બંધનું કારણ છે તો અમારે કરવો કે નહીં? પૂજ્ય ગુરુદેવઃ- ઈ પ્રશ્ન જ કયાં છે! પણ જબરદતિ વ્યવહાર-વિકલ્પ આવ્યા વિના રહેશે જ નહીં. ૧૮૮૩. * હું વાણીયો છું એમ તો નહીં પણ હું માણસ છું એમ માનનારે જીવને મારી નાખ્યો છે. હું અલ્પજ્ઞાનવાળો છું, હું રાગનો કરનાર છું એમ માનનારે એના જીવતા જીવને મારી નાખ્યો છે, એનો અનાદર કરવો ઈ જ એને માર્યો છે. ૧૦૮૪. * સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણાં નથી, મનુષ્યમાં જવાને યોગ્ય પરિણામના પણ જેને ઠેકાણાં નથી અને ધર્મ પામવાને યોગ્ય પરિણામના તેને ઠેકાણાં હોય તેમ બને નહીં. ૧૦૮૫. * જ્યાં સુધી આત્મામાં સુખ છે એવો ભાસ ન થાય અને પરમાં સુખ નથી એવો ભાસ ન થાય ત્યાં સુધી એને આત્માનો અનાદર વર્તે છે. ૧૦૮૬. * આત્માના સ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર જેવી કોઈ નિરુપાધિ નથી અને અંદરમાં રાગ-દ્વેષ અને મિથ્યાત્વ જેવી કોઈ ઉપાધિ નથી. ૧૦૮૭. * વિષય-કપાયની રુચિ તો છૂટી નથી અને માત્ર જાણપણું છે ઈ જાણપણાને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર નામે આત્માને છેતરે છે, ઠગે છે. ઈ જાણપણું જ નથી. સાચું જાણપણું થતાં તો વિષય-કષાયની રુચિ છૂટી જાય. ૧૦૮૮. * ભગવાનની વાણીમાં ચૈતન્યહીરો સરાણે ચડયો છે, ઈ સાંભળવા મળે ઈ પણ હીરાની કણીયું છે. ૧૦૮૯. * દેહ તો રોગની મૂર્તિ છે, ભગવાન આત્મા આનંદની મૂર્તિ છે. મૃતક દેહમાં ભગવાન અમૃતનો સાગર મૂર્છાણો છે. ભાઈ! એકવાર તું તને જો, બીજાને જોવામાં અંધ થઈ જા અને તને જોવામાં હજાર આંખોથી તને જો. ૧૦૯૦. * સાકરમાં એકલું ગળપણ જ ભર્યું છે. તેમ આત્મામાં એકલો આનંદ જ ભર્યો છે. એનો એક ક્ષણ પણ વિશ્વાસ કરે તો આનંદનું ઝરમર ઝરમર ઝરણું ઝરે છે, વરસાદ વરસે છે, એને સુપ્રભાત કહે છે. (સુપ્રભાતના પરોઢીયે ) ૧૦૯૧. * પરમ અમૃત સ્વરૂપ ભગવાન આત્મા છે. અમૃત એટલે આત્મા મરતો નથી, અક્ષય છે અને અમૃત સ્વરૂપ એટલે અમૃતનો દરિયો, અમૃતનો મીઠો મહેરામણ. ૧૦૯૨. * છોકરી ભાગી જાય ત્યાં દુ:ખી દુ:ખી થઈ જાય છે પણ આત્મા ભાગી ગયો છે અનાદિથી, ઈ જોને ! આત્મા વિકારમાં જાય છે ઈ શરમ કને ! ૧૦૯૩. * સદ્દગુરુએ માર્યા શબ્દોના બાણ અને અંદર ખીલી નીકળ્યો ભગવાન. ૧૦૯૪. ..... * વિકલ્પાત્મક નિર્ણયથી મને લાભ થશે એમ માન્યું એણે તો મિથ્યાત્વને સમુકુ દૃઢ કર્યું. શુભભાવથી લાભ માને તેમ આમાં પણ મિથ્યાત્વ દૃઢ થાય છે. ૧૦૯૫. * ભાઈ! તું સંસારના પ્રસંગોને યાદ કર્યા કરે છે પણ તું પોતે પૂર્ણાનંદનો નાથ અનંત ગુણરત્નોથી ભરેલો મહાપ્રભુ સદાય એવો ને એવો જ છો તેને યાદ કરે ને! બાયડી છોકરા આદિને આમ રાજી રાખ્યા હતા ને આમ ભોગ-વિલાસ મોજમજા માણી હતી તેમ યાદ કર્યા કરે છે, સ્મરણ કરે છો પણ એ તો બધા તને દુઃખના કારણો છે, સુખનું કારણ તો તારો સ્વભાવ છે. તે સદાય શુદ્ધરૂપે એવો ને એવો જ પડયો છે. ચાર ગતિઓનાં ભ્રમણ કરવા છતાં તારો સ્વભાવ સુખસાગર એવો ને એવો ભર્યો પડયો છે તેને યાદ કર ને! તેનું સ્મરણ કર ને! એ એક જ તને સુખ-શાંતિનું કારણ થશે. ૧૦૯૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [૨૩૯ * જૈનદર્શનમાં જેવો વ્યવહાર કહ્યો છે એવો વ્યવહાર ન માને તો ઈ નિશ્ચયાભાસી છે અને ઈ વ્યવહારને ધર્મ માને તો ઈ વ્યવહારાભાસી છે. ૧૭૯૭. * જેમ કેવળજ્ઞાની લોકાલોકના કર્તા નથી, પણ માત્ર જાણનાર છે. તેમ જ્ઞાની શુભાશુભનો કર્તા નથી પણ જાણનાર છે. અસંખ્યાત પ્રકારના શુભભાવ છે તે સહજ છે તેનો કર્તા ધર્મી જીવ નથી. જે વખતે જે પ્રકારનો રાગ આવે છે તે પ્રકારના સંયોગ તરફ એનું લક્ષ જાય છે. ૧૦૯૮. * આ ચૈતન્યતત્ત્વ તો કોઈ અગમ્ય વસ્તુ છે. તે બહારના વૈરાગ્યથી કે જ્ઞાનના ક્ષયોપશમથી મળી જાય તેવી ચીજ નથી. અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ અચિંત્ય વસ્તુ પડી છે, તેના માહાભ્ય પ્રત્યે જાય ત્યારે તે ગમ્ય થાય ને તેના જન્મ-મરણ ટળે એવી એ ચીજ છે. ૧૦૯૯. * પરસત્તાવાળા તત્ત્વોને ગ્રહવાનું અભિમાન, પરસત્તાવાળા તત્ત્વોને ત્યાગવાનું અભિમાન, એ અભિમાન જ મિથ્યાત્વ છે, અને તે સાત વ્યસનના પાપ કરતાં પણ મહાન શાપરૂપ છે. ૧૧OO. * ભાઈ ! તું શરીર સામું ન જો ! તારા વિકલ્પ મફતમાં જાય છે ને આત્માનું કાર્ય પણ થતું નથી. શરીર દગો દેશે. ભાઈ ! તારા આત્માનું કરવાનું છે તે કરી લે. ૧૧૧. * સાંભળતી વખતે એને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ લાગે છે છતાં પણ એની ભ્રમજાળ બની રહે છે એનું કારણ એ છે કે એણે જ્ઞાનનો ઊંડો પાયો નાખ્યો જ નથી. ૧૧૦૨. * મવાળો (વાળ) ચીરવાની તો શું વાત ! પણ આ તો પરમાણુને ચીરવાની વાત છે, પરમાણુ શું પણ તેની અનંતી પર્યાયને ચીરવાની વાત છે. એક પર્યાયને બીજી પર્યાયની સહાય નથી. આત્માના અનંતા ગુણની પર્યાયમાં એક પર્યાયને બીજી પર્યાય સહાયક નથી. પર્યાય પર્યાયની યોગ્યતાથી, ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. અહો ! આ તો જૈનદર્શનના પેટની સ્વતંત્રતાની મૂળ વાત છે. ૧૧૦૩. * જેમ આખું જગત પડયું છે એને ગ્રહ શું ને છોડે શું? જ્ઞાની તેમાં પ્રવર્તતો નથી. તેમ રાગ-વ્યવહાર પણ જગતની ચીજ છે તેને છોડે શું ને ગ્રહ શું? જ્ઞાની તેમાં પ્રવર્તતો નથી. માત્ર ભિન્નપણે જાણે જ છે. ૧૧૦૪. * જ્ઞાતાસ્વભાવકો રાગકા કામ સોંપના ઉસકા અનાદર હૈ. સિદ્ધ ભગવાનકો કહેના કિ તુમ આકર મેરી દયા કરો, ઐસે જ્ઞાતાસ્વભાવકો રાગ કરના કહેના હૈ. ૧૧૦૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જૈસે છ દ્રવ્યો જગતમેં પડા હૈ ઐસે રાગ-વ્યવહાર ભી જગતમેં પડા હૈ. (રાગ) છ દ્રવ્ય કે સાથ તન્મય હૈ, આત્માને સાથ તન્મય નહીં–ઐસા જ્ઞાની જાનતે હૈં. ૧૧૦૬. * ક્રોધમાં રંગાયેલો કહે કે અમે ક્રોધના જ્ઞાતા છીએ તો એમ નથી, એ તો ક્રોધથી રંગાયેલો છે, જ્ઞાતા નથી. જ્ઞાનથી જે રંગાયેલો છે, એ જ ક્રોધના પરિણામનો જ્ઞાતા છે. ૧૧૦૭. * અહો! એકવાર દેહ છૂટવાના ટાણાંનો વિચાર તો કરે તો એને ખબર પડે કે અરે! આ તે શું રમતું છે! ઓલો (આત્મા) પરમેશ્વર અને સલવાણો આમાં (શરીરમાં) ! ! ૧૧૦૮. * મનુષ્યપર્યાયની એક એક ક્ષણ મોટા કૌસ્તુભમણિથી પણ કિંમતી છે. આમાં ચોરાશીની ખાણમાંથી નીકળવાનું કરવાનું છે. એક ક્ષણ ક્રોડો અને અબજો રૂપિયાથી પણ અધિક છે. ચક્રવર્તીના છ ખંડના રાજ્યથી પણ એક સમય થોડો મળે છે? એમાં (–મનુષ્યપર્યાયમાં) આ એક જ કરવા લાયક છે. ૧૧/૯. * પહેલાં તો પોતાને વિકલ્પવાળો માનવો અને પછી વિકલ્પને ટાળવાનો પ્રયત્ન કરવો ઈ જ મોટામાં મોટી વિપરીતતા છે, મિથ્યાત્વ છે. પહેલાં વિકલ્પ વિનાનો છું એવી દષ્ટિ કરે પછી વિકલ્પ છૂટે. ૧૧૧). * કેટલાંકને એમ થાય કે આ ગજા ઉપરાંતની વાત છે ! અરે ! ગજા ઉપરાંતની શું? એક સમયમાં કેવળજ્ઞાન લે એટલું એનું ગજું છે. આ તો હાથી ઉપર ફૂલ મૂકવા જેવી હળવી વાત છે. ૧૧૧૧. * ન્યાલભાઈએ તો (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં) લખ્યું છે કે સૂનનેવાલકો નુકશાન ને સૂનાને વાલેકો ભી નુકશાન. બન્નેને નુકશાન છે. સામાનેવાલે સમજે તો ઠીક એ દીનતા છે ને! ૧૧૧ર. * અહો ! ભાવલિંગી મુનિ એટલે તો ચાલતાં પરમેશ્વર, જે અંદરમાં આનંદના ઝૂલે ઝૂલતાં હોય ને પંચમહાવ્રતનો રાગ ઊઠે એને ઝેર જાણતાં હોય; અહો ! જેના દર્શન અહો ભાગ્યે થાય; જે આનંદની ખેડ કરી રહ્યાં છે એ ધન્યદશા અલૌકિક છે. ગણધરના નમસ્કાર જેને પહોંચે એ દશાની શું વાત! ૧૧૧૩. * બાપુ! તારે બહુ પુરુષાર્થ કરવાનો છે. હરિહરાદિ પણ પાછા પડ્યા, પૂરા પહોંચી શકયા નહિ, તારે તો શરૂઆત કરવાની છે. તારે પ્રભુને ઘેર પહોંચવાનું છે તેથી તારે તો બહુ પુરુષાર્થ જોઈશે. ૧૧૧૪. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૪૧ * જેમ શંકરકંદ અગ્નિમાં બફાય જાય છે તેમ આત્મા વિષયની વાસનામાં બફાય જાય છે પણ એનું એને ભાન નથી તેથી સુખ લાગે છે. ૧૧૧૫. * આ ચૈતન્ય તો લંગડો છે, હાલતો નથી, ચાલતો નથી, બોલતો નથી, વિકલ્પ કરતો નથી, થાય તેને માત્ર જાણવાના સ્વભાવવાળો જ્ઞાતાદા જ છે. ૧૧૧૬. * અહો ! મુનિઓ-સંતો મનુષ્ય હોય ત્યાંથી તો ચાલ્યા ગયા પણ તેનો પગરવ પણ ન હોય એવા એકાન્ત સ્થાનમાં ચાલ્યા ગયા છે. આત્માનું શોધન કરવા ગયા. આ તો આત્માનું શોધન કરવાનો કાળ છે, પણ પરની અને રાગની શોધમાં આખી જિંદગી ચાલી જાય છે. ૧૧૧૭. * જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે, જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે, ત્યાં મોહ સમૂળ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. ૧૧૧૮. * “કાંઈ કરવું જ નથી, હું મને દેખું”, એવો પણ જ્યાં વિકલ્પ નથી, આત્મા તો ચૈતન્યસૂર્ય છે, એમાં પરનું કર્તુત્વ કે રાગનું કર્તુત્વ જ કયાં છે? આત્માના દ્રવ્યગુણમાં તેની ગંધ જ નથી. હું મને જાણું-દેખું એવો વિકલ્પ પણ જ્યાં નથી. દેખનાર-જાણનાર સ્વભાવમાં થંભી જાય એવી દશાને સ્વાનુભવ કહે છે. ૧૧૧૯. * ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આ તો કમાવાનો કાળ છે, આત્માના આનંદને કમાવાનો કાળ છે, એને ચૂકીશ નહિ. ૧૧૨૦. * આખી દુનિયા ગમે તેમ હો પણ મારો ભગવાન તો મારી પાસે જ છે. મારે તો સદાય લાભ જ છે, અલાભની વાત જ મારે નથી. ૧૧૨૧. * મેરુ પર્વત ઉપાડવો સહેલો છે પરંતુ આ પુરુષાર્થ ઉપાડવો દુર્લભ છે. તેથી જ શાસ્ત્રમાં આ પુરુષાર્થને દુર્લભ કહ્યો છે. સહજ સ્વભાવે સુગમ છે પણ અનાદિ અણ-અભ્યાસને લઈને દુર્લભ છે. ૧૧૨૨. * એકવાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું, શરીરને સ્પર્શતો જ નથી. અત્યારે જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહીં કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે. ૧૧ર૩. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ૨૪૨] * જેને માથે જનમ-મરણની ડાંગુ તોળાઈ રહી છે અને તે સંયોગોમાં રાજીપો માની રહ્યો છે તે પાગલ છે. ૧૧૨૪. * કોઈ મનુષ્ય મૂંગો, બહેરો કે આંધળો હોય તેથી તે પંચેન્દ્રિય નથી એમ નથી. એ જાતનો લબ્ધ ઉઘાડ તો તેને હોય છે. પરંતુ ઉપયોગની લાયકાત નથી તેમ આત્મા વર્તમાન પર્યાયમાં અલ્પજ્ઞ હોવા છતાં શક્તિએ અલ્પજ્ઞ નથી, શક્તિમાં તો પૂરો સર્વજ્ઞ છે. ૧૧૨૫. * એકરૂપ અભેદ નિર્વિકલ્પવસ્તુ તે સ્વદ્રવ્ય છે અને તેમાં ગુણ કે પર્યાયના ભેદની કલ્પના કરવી તે ભેદકલ્પના પરદ્રવ્ય છે. આત્મા અને આ ગુણ એમ અભેદ વસ્તુમાં ભેદ પાડવો તે પરદ્રવ્ય છે. શરીર-મન-વાણી ૫૨દ્રવ્ય તો કયાંય રહી ગયા. અહીં તો જ્ઞાનાદિ અનંતગુણો તે આધેય છે અને આત્મા તેનો આધાર છે-એવા આધેય-આધારના ભેદ પાડવા તે પરદ્રવ્ય છે. તેથી તે હેય છે. પરદ્રવ્યના લક્ષે તો રાગ થાય પણ અભેદવસ્તુમાં ભેદ પાડીને જોતા પણ રાગ થાય, ગજબ વાત છે ને! છેલ્લામાં છેલ્લી ટોચની વાત છે. ૧૧૨૬. * પર્યાયદષ્ટિવાળો જીવ દયા-દાન, પૂજા-ભક્તિ, યાત્રા, પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવોનો કર્તા થઈ, બીજા કરતાં પોતે કાંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દૃઢ કરે છે અને નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી. ૧૧૨૭. * બાદશાહ ત્રણલોકનો નાથ ઊંઘમાં પડયો છે એને જગાડવાની વાત ! જાગ રે જાગ, તને ચોર લૂંટી જાય છે. જાગ રે.... જાગ! આ જગાડનારી વાત જેને સાંભળવા મળે છે ઈ પણ મહાભાગ્યશાળી છે. ૧૧૨૮. * બહારની અનુકૂળતા હોય તો મને ઠીક પડે ઈ માન્યતા જ આત્માને પ્રતિકૂળ છે. બહારની પ્રતિકૂળતા મારામાં છે જ નહીં એવો નિર્ણય તો પહેલાં જ કર્યો છે એને નડે શું ? ૧૧૨૯. * પુણ્યના પરિણામનું કામ સર્વજ્ઞને સોંપાય? ચક્રવર્તીને વાશીદાનું કામ ન સોંપાય, તેમ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એવું ભાન થયું એને પુણ્યના કાર્યમાં કર્તાબુદ્ધિ ન હોય. ૧૧૩૦. * આક્રંદ તો ઈસકા હોના ચાહિયે કિ મૈં ઐસી ઐસી શક્તિવાલી વસ્તુ હું, ફીર ભી સંસાર કયું ? ૧૧૩૧. * વસ્તુ છૂટી છે... બસ એને દૃષ્ટિમાં છૂટી પાડવી. પછી ગમે ત્યાં હોય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ ૨૪૩ તોપણ છૂટી ને છૂટી જ છે. એ જ મોક્ષનો માર્ગ છે, દુઃખથી છૂટવાનો બીજો માર્ગ નથી... બીજી વાત રહેવા દે ભાઈ ! ૧૧૩ર. * એક ગામમાં દુષ્કાળ પડવાથી ગરીબ માણસો ભૂખના માર્યા રાજા પાસે ગયા, કે સાહેબ! અમે ભૂખે મરીએ છીએ અમારી પાસે દાણા નથી. ત્યારે રાજા કહે છે કે દાણા ન હોય તો ખાવને ખાજા! ત્યારે ગરીબ માણસો કહે છે કે અમારી પાસે દાણા પણ નથી તો ખાજા તો કયાંથી હોય જ! પરંતુ અહીં તો બધાની પાસે ખાજા પડયા જ છે, નથી એમ અહીં નથી. અહીં તો ભાઈ ! તારી અંદર શક્તિમાં અતીન્દ્રિય આનંદના ખાજા અર્થાત્ ખજાના ભર્યા પડ્યા છે, તું નજર કર એટલી વાર છે. ૧૧૩૩. * દેરાણી-જેઠાણી વિગેરે જુદા પડવાના હોય તે પહેલાં એક બીજાના વાંકા બોલવા લાગે છે, તે તેના જુદા પડવાના લક્ષણ છે. તેમ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે, તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઊઠે છે તેમાં બળું છું તેમાં દુઃખ દુઃખ ને દુઃખ છે-ઝેર છે તેમ પહેલાં જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદજ્ઞાન પ્રગટે છે. ૧૧૩૪. * આહાહા! જેમ પરમાણુ પલટીને વર્ણાદિ રહિત થતો નથી તેમ ભગવાન આત્મા પલટીને વસ્તુસ્વભાવ બદલતો નથી, વસ્તુ રાગાદિરૂપ થતી નથી. એવી વસ્તુની શ્રદ્ધા ને દષ્ટિ કરવાની વાત છે. ચૈતન્ય ઝળહળ જ્યોતિ પલટીને શું રાગ થઈ જાય? શું જડ થઈ જાય? -એમ કહીને પરથી એકત્વ તોડાવ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળી છે, અનાદિ અનંત છે ને વિકાર એક સમયની ક્ષણિક પર્યાય છે. તેથી જેમ પરમાણુ પલટીને વર્ણાદિ રહિત થતો નથી તેમ ભગવાન આત્મા નિગોદમાં ચાલ્યો જાય તોપણ વસ્તુસ્વભાવ બદલતો નથી, રાગાદિરૂપ થતો નથી. આ તો બેનનાં (બહેનશ્રીનાં) વચનો છે. ૧૧૩૫. * માથાનો કાપનાર, કંઠનો છેદનાર, પોતાનું જેટલું અહિત નથી કરતો તેટલું અહિત પોતાનો ઊંધો અભિપ્રાય કરે છે. જગતને પોતાના ઊંધા અભિપ્રાયની ભયાનકતા ભાસતી નથી. ૧૧૩૬, * આત્મા દૈવી શક્તિઓથી ભરેલો દેવ છે. આ આત્મા જ દેવાધિદેવ છે. એના અંતરમાંથી આનંદની લહેજત આવતાં ઇન્દ્રના સુખ ઉકરડા જેવા લાગે. ૧૧૩૭. * બેનનાં (બહેનશ્રીનાં વચનામૃતનાં) બોલમાં આવે છે કે આત્મા એ તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એક જ્ઞાયકભાવનો જ વેષ પરમાર્થે ધારણ કર્યો છે. આત્માને તો કાયમી એક જ્ઞાયકભાવનો જ વેષ છે. કાયમી એકરૂપે જ્ઞાયકપણાનો જ આત્માએ વેષ ધારણ કર્યો છે. જ્ઞાયકતત્ત્વને પરમાર્થે કોઈ વેષ નથી. સંવર, નિર્જરા ને મોક્ષ તો પર્યાયવેષ છે. આત્માને તો પરમાર્થે જ્ઞાયકપણાનો જ વેષ છે ને જ્ઞાયકભાવને પર્યાયવેષ પરમાર્થે નથી. સંવર, નિર્જરા ને મોક્ષ એ પર્યાયવેષ પણ જ્ઞાયકને નથી. ૧૧૩૮. * બહુશ્રુતના હૃદયમાં તીર્થંકરદેવનો વાસ છે, જ્ઞાનીના હૃદયમાં તીર્થકર વસે છે તેથી તેની વાણીમાં તીર્થકર જે કહે છે તે જ વાત આવે છે. ૧૧૩૯. * જેમ કોઈને એક વખત આકરી વેદના આવી ગઈ હોય અને ફરી તેવી વેદના થાય તેવું કોઈ ચિહ્ન ખ્યાલમાં આવતાં પણ કંપારી છૂટે ને ત્રાસ ત્રાસ થઈ જાઈ તેમ ચોરાશીના અવતારનાં દુ:ખનું સ્મરણ કરતાં ત્રાસ ત્રાસ થઈ જાય. ૧૧૪). * અહો ! મુનિદશા એટલે સાક્ષાત્ કેવળજ્ઞાનની તળેટી! આનંદના અનુભવના ઝૂલે ઝૂલતાં, હજારો વીંછીના કરડ થવા છતાં કે ૪૮ ગાઉના મોટા અવાજ આદિ થવા છતાં તેની જેને ખબર રહેતી નથી ને આનંદમાં ઊંડા ઉતરી ક્ષણમાં કેવળજ્ઞાન ત્યે એ અદ્દભૂત મુનિદશાની શી વાત! ધન્ય દશા છે. ૧૧૪૧. * સત્ય વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. ૧૧૪૨. * કોઈ પણ જીવ પોતાની હયાતી વિના, ક્રોધાદિ થવા કાળે, આ ક્રોધાદિ છે એમ જાણી શકે જ નહિ. પોતાની વિદ્યમાનતામાં જ એ ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ જ્ઞાન. જ્ઞાન એમ મુખ્યપણે જણાવા છતાં જ્ઞાન તે હું એમ ન માનતાં, જ્ઞાનમાં જણાતા રાગાદિ તે હું એમ રાગમાં એકતાબુદ્ધિથી જાણે છે-માને છે, તેથી તે મિથ્યાદષ્ટિ છે. ૧૧૪૩. * સાતમી નરકમાં પડ્યો પણ પોતાની મતિમાં આત્માને વસાવે છે. પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ દુઃખોનું એ સ્થાન છે છતાં આ દુઃખ તે હું નહીં, સંયોગ તે હું નહીં, વિકલ્પ તે હું નહીં, એક સમયની પર્યાયમાં પણ પર્યાયને વસાવતો નથી પણ એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યને વસાવ્યું, જેણે પોતાની મતિમાં આત્માને વસાવ્યો તેની ગતિમાં તે પરમાત્મા જ થાય છે અને જેણે પોતાની મતિમાં પુણ્યપાપ વસાવ્યા તેને ચાર ગતિ જ મળે છે. ૧૧૪૪. * સમ્યગ્દર્શન કરવા માટે વારંવાર આની ને આની સ્વાધ્યાય કરવી, મંથન કરવું, વિચાર કરવા, આની ને આની વારંવાર સ્વાધ્યાય કરવાથી નિર્ણય થાય છે અને નિર્ણય થતાં સમ્યગ્દર્શન થાય છે. ૧૧૪૫. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર ] [ ૨૪૫ * ભગવાને ઉપદેશ આપ્યો પણ શાસનનું શું થયું કે કોને લાભ થયો તે જોવા ભગવાન રોકાતા નથી. તેમ સમ્યગ્દષ્ટિને પણ વિકલ્પ ઉઠયો ને વાણી નીકળી પણ કોને લાભ થયો, કેટલો લાભ થયો તે જોતા નથી. પોતાના આત્મામાં જોવે છે. ૧૧૪૬. * જગતના નિધાન મળવા સહેલાં છે પરંતુ આ તત્ત્વ મળવું દુર્લભ છે, એના શ્રવણ આદિના સાધન મળવા પણ દુર્લભ છે. આ કાળે આવા શાસ્ત્રો બહાર આવ્યા તે લોકોનું ભાગ્ય છે. આવા શાસ્ત્રો ઘરઘથ્થું સાદી ભાષામાં બહાર આવ્યા છે. ૧૧૪૭. * સ્વભાવનો પાકો પક્ષ થઈ જાય તો ઈ જ્યાં જાય ત્યાં પણ પોતાનું કામ કરી લ્યે છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ કહ્યું છે ને? -કે કાં તો આ ભવે સમ્યક્ત્વ પામે છે. નિશ્ચયનયનો પક્ષ જીવને કદી આવ્યો જ નથી એમ કહ્યું છે ને! ઈ પણ એક સ્થિતિ છે એટલે કહેવામાં આવે ને! પણ ઈ (-નિશ્ચયનો પક્ષ) કોને છે ઈ કાંઈ ન કહેવાય જેટલું કારણ આપે એટલું કાર્ય તો આવે જ ને! એવો જીવ તો આગળ આગળ વધતો જ જાય, ફક્ત વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ જ નથી થયો, પણ શ્રદ્ધા તો પાકી થઈ ગઈ છે. ૧૧૪૮. * હે જીવ! સ્ત્રી-પુત્ર આદિના કારણે તું જે હિંસા આદિ પાપ કરે છે તેનું ફળ તારે એકલાએ જ ભોગવવું પડશે, દુ:ખફળ ભોગવવા સ્ત્રી-પુત્ર કે સગા-સંબંધી સાથે નહીં આવે. સ્ત્રી-પુત્ર, સગા-સંબંધી આદિના મમત્વથી તું હિંસા, જૂઠું આદિ અનેક પ્રકારના પાપ કરે છે તથા અંતરમાં રાગાદિ વિકલ્પ વડે રાગાદિ વિકલ્પ રહિત શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માની હિંસા કરે છે, પરંતુ તેના ફળમાં દુઃખ ભોગવવા ટાણે સ્ત્રી-પુત્ર આદિ તારા દુઃખમાં ભાગ પડાવવા નહીં આવે, તારે એકલાએ નરકનિગોદ આદિના અનેક દુ:ખો ભોગવવા પડશે. જેના કારણે તું પાપ કરી રહ્યો છે તેઓ તારા દુઃખ ભોગવવા તો સાથે નહીં આવે પણ તારા દુઃખ જોવા પણ સાથે નહીં આવે. ૧૧૪૯. * ભાવકભાવ ને શેય મારા થઈને ફરી મોહ ઉત્પન્ન કરે એ મારે નથી. કેમ ? -કે મારા નિજરસથી, મારી નિજ શક્તિના સામર્થ્યથી મોહને મૂળથી ઉખાડી નાખ્યો છે. મોહ ફરી કેમ ઉત્પન્ન નહીં થાય? -કે મારા સ્વભાવના સામર્થ્યથી જે-કર્મથી કે નિમિત્તથી નહીં પણ મારા નિજરસથી જ-મોહને ઉખાડી નાખ્યો છે. મેં મારા નિજ૨સથી મોહનું મૂળીયું ઉખાડી નાખ્યું છે. આહાહા! શુંસમયસાર! શું તેના કહેનાર સંતો! ને શું તેના શ્રોતાઓ! જેને સમજાવ્યું છે ને જે સમજ્યો છે એવો શ્રોતા એમ કહે છે કે મારા પૂરણ સ્વભાવની સાવધાનીના સામર્થ્યથી મેં મોહને મૂળમાંથી ઉખાડી નાખ્યો છે તેથી ફરી અમને મોહ ઉત્પન્ન થવાનો નથી. ૧૧૫૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬] [દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * આ તો સનાતન સ્યાદ્વાદ જૈનદર્શન છે. એને જેમ છે તેમ સમજવું જોઈએ. ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હેય કહે છે પણ બીજી બાજુ શુભરાગ આવે છે, હોય છે, એના નિમિત્તો દેવ-શાસ્ત્રગુરુની શ્રદ્ધાનો શુભરાગ હોય છે, ભગવાનની પ્રતિમા હોય છે, એને ન માને તોપણ મિથ્યાદષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ નથી પણ તેને ઉથાપે તો મિથ્યાદષ્ટિ છે. શુભરાગ હેય છે, દુઃખરૂપ છે પણ એ ભાવ હોય છે, તેના નિમિત્તો ભગવાનની પ્રતિમા આદિ હોય છે, તેનો નિષેધ કરે તો તે જૈનદર્શનને સમજ્યો નથી તેથી મિથ્યાષ્ટિ છે. ૧૧૫૧. * આ આત્માને પરમાત્મા થવાની વાત અબજો રૂપિયા આપે તોપણ સાંભળવા મળે તેવી નથી. આ પરમાત્મતત્ત્વની વાત પૈસાની ચીજ જ નથી. આનું પૈસાથી મુલ્યાંકન થઈ શકે નહિ, બહારની ચીજથી મુલ્યાંકન થઈ શકે એવી આ ચીજ જ નથી. ૧૧૫૨. * શ્રોતા:- તત્ત્વનું શ્રવણ-મનન કરવા છતાં સમ્યગ્દર્શન કેમ થતું નથી ? પૂજ્ય ગુરુદેવ - ખરેખર અંતરથી રાગના દુ:ખના થાક લાગ્યા નથી એટલે તેને વિસામાનું સ્થાન-શાંતિનું સ્થાન હાથ આવતું નથી. ખરેખર જેને અંદરથી દુઃખના થાક લાગે છે તેને અંદરમાં જતાં વિસામાનું સ્થાન હાથ આવે છે. સત્યના શોધવાવાળાને સત્ય મળે નહીં એમ બનતું નથી. ૧૧૫૩. * બીજાની સાથે લડવું, જીતવું ને બીજાને બિચારાને પાછા પાડવા એ તો કાયરનું કામ છે. આત્મામાં ઉતરવું એ શૂરવીરતા છે. ૧૧૫૪. * કયાંય વિરોધ જેવું હોય ત્યાં જવું ન જોઈએ અને કદાચ જવાનું થઈ જાય તો મૌન રહેવું જોઈએ. આ અંતરનો માર્ગ તો એવો છે કે સહન કરી લેવું જોઈએ. વિરોધમાં પડવું નહિ, પોતાનો ગોળ પોતે ચોરીથી અર્થાત્ છૂપી રીતે ખાઈ લેવો જોઈએ, ફેફેરો કરવા જેવો કાળ નથી. પોતાનું સંભાળી લેવા જેવું છે, વાદવિવાદમાં ઉતરવા જેવું નથી. ૧૧૫૫. * અજ્ઞાનીની ભૂલ હોય તે જાણવી પણ તેથી તેનો તિરસ્કાર ન હોય. એ પણ ભગવાન આત્મા છે ને! ઈ બિચારા અજ્ઞાનથી દુઃખી છે, દુઃખમાં બળ્યાજળ્યાનો તિરસ્કાર કરવો ઈ ધર્મીનું કામ નહિ. ૧૧૫૬, * .. પાત્ર થવું કઠણ છે. વાતો કરતાં શીખી ગયો એટલે હું સમજી ગયો એમ માને તો એમ નથી. આ તો બાપુ, સમજવું બહુ દુષ્કર છે. કેટલી પાત્રતા. કેટલી સજ્જનતા કેટલી લાયકાત હોય ત્યારે ઈ સમજવાને લાયક થાય. ૧૧૫૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ 247 * અહો ! બધા જીવો વીતરાગમૂર્તિ છે. જેવા છો તેવા થાવ. બીજાને મારવા એ તો ક્યાંય રહી ગયું. બીજાનો તિરસ્કાર કરવો એ પણ કયાંય રહી ગયું, પણ બધા જીવો સુખી થાવ; અમારી નિંદા કરીને પણ સુખી થાવ, અમે જેવા છીએ તેવા જાણીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ! ... પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ ! તારે પ્રભુ થવું છે ને! 1158. * શ્રોતા:- આત્માના જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે પણ અભેદ ખ્યાલમાં કેમ નથી આવતો? પૂજ્ય ગુરુદેવઃ- પોતે ખ્યાલમાં લેતો નથી એટલે ખ્યાલમાં આવતો નથી. અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. નિર્વિકલ્પ થાય ત્યારે અભેદ આત્મા ખ્યાલમાં આવે છે. શ્રોતા - એ ખ્યાલમાં લેવો કઠણ પડે છે! પૂજ્ય ગુરુદેવઃ- ધી રે... ધી.... રે પ્રયત્ન કરવો. મૂંઝાવા જેવું નથી. અનુભવમાં આવી શકે એવો છે માટે ધી... રે... ધી... રે પ્રયાસ કરવો, મૂંઝાવું નહિ, થઈ શકે એવું છે. આવા કાળે આવી ઊંચી વાત સાંભળવા મળી છે એ ઓછું છે! 1159. * શ્રોતા:- રુચિ થાય અને અહીં સમ્યગ્દર્શન ન થાય તો બીજા ભવમાં સમ્યગ્દર્શન થાય એવું કાંઈ ખરું? પૂજ્ય ગુરુદેવ - રુચિ થાય એને થાય જ.. થાય જ. થાય.. થાય... ને થાય જ. યથાર્થ રુચિ અને લક્ષ થાય એને સમ્યગ્દર્શન ન થાય તેમ ત્રણકાળમાં બને જ નહીં. વીર્યમાં હીણપ-હુતઉત્સાહ ન આવવો જોઈએ. વીર્યમાં ઉત્સાહ-નિઃશંકતા આવવી જોઈએ, કાર્ય થશે જ એમ થવું જોઈએ. 116O. * શ્રી સમયસારમાં કહ્યું છે કે હું પર જીવને સુખી-દુઃખી કરી શકું છું એ માન્યતા મહા મિથ્યાત્વ છે. સૌ પોતાના પૂર્વના કર્મોના ઉદય પ્રમાણે આયુષ્ય અને સંયોગ લઈને આવે છે. તેમાં અન્ય કોઈ જીવ ફેરફાર કરી શકતો નથી, બૃહદસામાયિક પાઠમાં આવે છે કે જ્યારે મરણ આવે છે ત્યારે વૈધ, બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર, માતા, નોકર, ચાકર કે ઇન્દ્ર આદિ કોઈ પણ બચાવી શકતું નથી. એક શરણભૂત માત્ર પોતાનો આત્મા છે એમ વિચાર કરીને સજ્જનોએ આત્મિક કામ કરવામાં વાર લગાવવી ન જોઈએ. આવો મનુષ્યદેહ, પાંચ ઈન્દ્રિય અને જૈનધર્મ મળ્યા પછી આત્મહિતના કાર્યમાં વાર ન લગાડીશ. આજે જ કરજે. અમૃતચંદ્ર આચાર્યદેવ શ્રી પ્રવચનસારમાં કહે છે કે આજે જ તારું હિત સાધી લે. વિલંબ ન કર ! 1161. * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com