________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૪૯ પુણ્યના ભાવથી પણ મળે તેવી નથી. કેમ કે ભાવકર્મથી રહિત આત્મા છે. ભાવકર્મ એટલે વિકલ્પની વૃત્તિ, ભલેને ભગવાનના સ્મરણની કે વાંચન આદિની વૃતિ હોય પણ તે ભાવકર્મ છે, વિકાર છે, તેનાથી પ્રભુ ભિન્ન છે. વસ્તુ છે, જેની અતિ છે, હયાતી ધરાવતું જે આત્મતત્ત્વ છે, તે દ્રવ્યકર્મથી ભિન્ન છે અને બાહ્ય નિમિત્તો જે નોકર્મ તે બધાથી ભિન્ન છે. ૬૪૬.
* નિમિત્ત અને રાગ તો કયાંય રહ્યા પણ એક સમયની શુદ્ધ પર્યાય પણ અવિધમાન-અસત્યાર્થ-અભૂતાર્થ હોવાથી જૂઠી છે. એકરૂપ ધ્રુવસ્વભાવ જ વિદ્યમાન છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એકરૂપ સ્વભાવમાં ગુણભેદ પર્યાયભેદ છે જ નહિ. તેથી તે જૂઠા છે. ૬૪૭.
* ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ છે તેની મૌજુદગી નહીં સ્વીકારીને જે પુણ્ય-પાપનો વિકૃતભાવ છે તેને સ્વીકારે છે તેને રાગાદિ ઉપાદેય ને આત્મા હેય થયો છે, બીજી રીતે કહીયે તો તે મરણતુલ્ય થઈ રહ્યો છે. બહારના પ્રેમમાં અંતરની ચીજ ઢંકાઈ ગઈ છે. પ્રભુ! તું અંતરમાં તો સકલ નિરાવરણ પરમાત્મા છો. દ્રવ્યથી તો અંશે પણ તને આવરણ નથી છતાં રાગાદિના પ્રેમથી ભગવાન આત્મા ઢંકાઈ જવાથી મરણતુલ્ય થઈ રહ્યો છે. ૬૪૮.
* એક દ્રવ્ય અન્ય દ્રવ્યથી ભિન્ન હોવાથી બહાર લોટે છે. શરીરને આત્મા અડતો નથી, વીંછીના ડંખ શરીરને અડતો નથી ને વીંછી કરડે ત્યાં રાડ નાખે ! આહાહા! શરીર આત્માથી બહાર લોટે છે તે આત્માને શું કરી શકે! પગ છે તે જમીનને અડતો નથી ને તડકો હોય ત્યાં પગ ગરમ થઈ જાય! પાણીને અગ્નિ અડતી નથી ને અગ્નિ હોય ત્યાં પાણી ગરમ થાય! જીવને કર્મ અડતા નથી ને કર્મ હોય ત્યાં જીવને વિકાર થાય! આહાહા ! એ દ્રવ્યનો પોતાનો ચમત્કારિક સ્વભાવ છે પણ ઉપાદાનને દેખતો નથી ને નિમિત્ત ઉપર દૃષ્ટિ પડી છે તેથી નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થવાનો ભ્રમ થઈ ગયો છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં પ્રવેશ પામી શકતું નથી, બહાર જ લોટે છે, તે અન્ય દ્રવ્યનું કરે શું? એ સિદ્ધાંત અંદરમાં બેસે તો ભ્રમણા ભાંગી જાય ને દષ્ટિ સ્વસમ્મુખ વળી જાય. ૬૪૯.
* પ્રભુ! તું કયાં છો તેની તને ખબર નથી. બહારમાં ખોવાઈ ગયો. જ્યાં છો ત્યાં આવ્યો નહીં ને જ્યાં તું નથી ત્યાં આકર્ષાઈ ગયો. પૈસાદિ બાહ્યચીજમાં વિસ્મય પામ્યો પણ જેનું વર્ણન કેવળી પરમાત્મા પણ પૂરું ન કરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com