________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૪૮ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
* અહો! પોતે ચેતન, જડની પાસે ભીખ માંગે છે, મને સુખ ઘો. જેમ બાદશાહ વાઘરીને ઘેર ભીખ માગે કે મને ખાવાનું બટકું રોટલો આપો તેમ. આત્મા રાગરૂપે તો કોઈ દી થયો નથી. ભેદરૂપે થયો નથી, અનેકરૂપે થયો નથી, એકરૂપતા કદી છોડી નથી, એનામાં ગુણના ને પર્યાયના ભેદ (વિકલ્પ) જેને ખટકે છે એને રાગથી થાય એ વાત જ કયાં છે? વીતરાગી ભગવાન કહે છે કે મારું સાંભળવા બેઠો છો પણ છે તો એ વિકલ્પ, ધ્યાન રાખજે એમાં ફસાઈ જતો નહીં. ૬૪૩.
* અરે પ્રભુ! તું સ્વભાવે પરમેશ્વર છો. તારી વિરુદ્ધની વાતો કરતા શરમ આવે છે! અનાદર નથી આવતો; કયાં તારી શુદ્ધતા અને કયાં આ વિકારી ભાવમિથ્યાત્વ-સંસાર! અરે! કયાં લીંબડાનાં અવતાર ! નિગોદમાં અવતા૨! અરે! તું ભગવાન સ્વરૂપ ! ભગવાન તું કયાં ગયો! તારો વિરોધ નથી પ્રભુ! તારાથી વિરુદ્ધભાવનો વિરોધ છે. જેની મા ખાનદાનની દીકરી, જેની આંખ ઊંચી ન થાય એનો દીકરો વેશ્યામાં જાય-એમ આ પરિણતિ પ્રભુની જે પોતાના સ્વરૂપને છોડી વિકારમાં જાય. પ્રભુ! શરમ આવે છે. ૬૪૪.
* આત્મામાં અનંતા ગુણો છે તે વીતરાગભાવે છે. અનંતા ગુણોમાં વીતરાગતા ભરી છે, રાગ ભર્યો નથી. તેથી આત્મા રાગનું કારણ નથી કે રાગનું કાર્ય પણ નથી. અનંત અનંત અનંત અનંત ગુણો છે એ બધા વીતરાગ સ્વભાવે છે. એ વીતરાગ ગુણોનો ધ૨ના૨ વીતરાગી ભગવાન આત્મા વીતરાગી પર્યાયનું કારણ છે પણ રાગની પર્યાયનું કારણ નથી, તેમ એ રાગની પર્યાય વીતરાગી પર્યાયનું કારણ નથી. જે રાગ ઉત્પન્ન થાય છે એ અદ્ધરથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાની અજ્ઞાનને લીધે પર્યાયબુદ્ધિથી રાગને કરે છે, પણ રાગનું કારણ થાય એવો એક પણ ગુણ તેનામાં નથી. જેમ ભગવાન આત્મા રાગનું કારણ નથી તેમ એ રાગનું કાર્ય પણ નથી. પર્યાયબુદ્ધિમાં નિમિત્તને આધીન થઈને અદ્ધરથી જે રાગાદિ ઉત્પન્ન કરે છે તેનું કારણ દ્રવ્યસ્વભાવ નથી. ૬૪૫.
* ભગવાનની વાણીને ૩૧મી ગાથામાં ઇન્દ્રિય કહી છે. ઇન્દ્રિય દ્વારા અણઇન્દ્રિય જણાય નહીં, કેમ કે પાંચ ઇન્દ્રિયોના વિષયના વ્યાપારથી પ્રભુ રહિત છે. આવી વાત છે પણ નવરાશ ન મળે, સાંભળવા ને વિચારવા વખત પણ ન મળે! અરેરે! ભગવાન તું પરિપૂર્ણ છો તેવી પ્રતીતિ લાવ ભાઈ ! દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા એ તો રાગ છે, તેનાથી પાર, શુદ્ધ અતીન્દ્રિય આનંદનો પિંડ ભગવાન છે. તે મનવચન-કાયાથી તો મળે તેવો નથી, દ્રવ્યકર્મ-નોકર્મથી મળે તેવો નથી પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com