SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વ૨] [૧૪૭ આત્માનું યથાર્થ સ્વરૂપ સાનુભવપૂર્વક ખ્યાલમાં ન આવે તો તેનો પણ સ્થૂલ ઉપયોગ છે. સ્થૂલ એવા વ્રતાદિના મંદ કષાયમાં તે અટકી ગયો છે, સૂક્ષ્મ એવા જ્ઞાનસ્વભાવની તેને પ્રતીતિ થઈ નથી. ૬૩૬. * જીવની હાજરીમાં હાથ, પગ, મોઢું આંખ હલે, ખવાય-પીવાય-બોલાય, ત્યાં એને એમ થઈ જાય છે કે આ બધું મારાથી થાય છે ને હું એને કરું છું-એવો ભ્રમ થાય છે, પણ આત્મા તો એનાથી ભિન્ન એકલો ચૈતન્ય જ્ઞાયક જ છે તે એને બેસતું નથી. ૬૩૭. * શ્રોતાઃ- આત્માનું ભાન ન થયું હોય ત્યાં સુધી તો ભવ-ભ્રમણ નહીં ટળેને? પૂજ્ય ગુરુદેવઃ- ભાન હજુ ભલે ન હો, પણ મુંઝાવું નહીં. જેને સ્વની રુચિ-સ્વ-સન્મુખની રુચિનો રસ થયો છે તેને ૫૨ તરફની રુચિનો ૨સ ઘટી ગયો છે. ૬૩૮. * ગુણ-પર્યાયની સ્વતંત્રતા અને દ્રવ્યની મહાનતા લક્ષમાં લેવાની છે. આટલી જ વાત મૂળ છે. દરેક પર્યાયની સ્વકાળલબ્ધિ જોતાં નિમિત્તાધીન દષ્ટિ છૂટી જાય છે અને દ્રવ્યસ્વભાવની મહાનતા જોતાં પર્યાયદષ્ટિ-પર્યાયનું લક્ષ છૂટી જાય છે ને વસ્તુની દૃષ્ટિ થઈ જાય છે. ૬૩૯. * આની આ વાત બબ્બે ચચ્ચાર કલાક સુધી સાંભળે છે અને હકાર આવે છે, રાગનો નિષેધ આવે છે, આનું આ જ ઘૂંટણ ચાલે છે એ શું કોઈ ક્રિયા નથી? જડની અને રાગની ક્રિયા એ જ ક્રિયા હશે ? એનું (જ્ઞાનનું) માહાત્મ્ય આવતું નથી. આ સત્યનો જ હકાર આવે છે અને રાગનો નિષેધ-નકાર આવે છે. આ જ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ છે. ૬૪૦. * ભાઈ! આ દેહના ચોસલા છૂટા પડશે, કોઈ શરણ નહિ આપે-એમ શરણભૂત વસ્તુ નહિ પકડાય. પહેલાં પદાર્થની સ્વતંત્રતા જેમ છે તેમ કબૂલ કરે અને પછી પણ ગુંલાટ મારીને અંતરમાં જાય ત્યારે ચૈતન્યસ્વભાવ પકડમાં આવે છે. ૬૪૧. * આહાહા ! ત્રણલોકના નાથ જાણે સામે ઊભા હોય ને કહેતાં હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ જ કરે નહિ-એમ ફાટ... ફાટ... પ્યાલાની જેમ બે દ્રવ્યોની ભિન્નતા બતાવે છે. અરે! આવી વીતરાગની વાતો સાંભળનાર લોકો ભાગ્યશાળી છે. સાક્ષાત્ ભગવાન કહેતાં હોય તેમ સંતો શાસ્ત્ર દ્વારા કહે છે. ૬૪૨. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008233
Book TitleDravya Drushti Jineshvar
Original Sutra AuthorN/A
AuthorAtmadharm Parivar
PublisherSharadaben Shantilal Shah Mumbai
Publication Year1996
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1005 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy