________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તેને અંદર સ્વભાવના મહેલમાં જ્યાં ભગવાન આત્મા બિરાજે છે ત્યાં લગાડ. રાગ તો આંધળો છે, એમાં ભગવાન નથી, પણ પર્યાય જે નિજ વસ્તુનો જ એક અંશ છે તેમાં પણ આખો ભગવાન નથી. ત્રિકાળી જ્ઞાયકમાં જાગૃત સ્વભાવમાં-ભગવાન આત્મા છે, તેમાં નિવાસ કરે; ત્યાં જા. ૬૩ર.
* અહો ! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે! ચારે તરફ ગુણો જ ભરેલા છે. અવગુણ એક પણ નથી. ઓહો ! આ હું! આવા આત્માના દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. ૬૩૩.
* કુંદકુંદાચાર્ય તો ભગવાન પાસે ગયા હતા પણ એના ટીકાકાર પોકાર કરે છે, ટીકાકાર કહે છે કે અરે! અમે જેને કીધું એ શ્રોતા આ પોકાર કરે છે કે અમે મોહને મૂળથી ઉખેડી નાખ્યો હોવાથી મોહનો અંકુર પણ હવે ફરીથી ઉત્પન્ન થવાનો નથી. આહાહા! શ્રોતા ક્યાં ભગવાન પાસે ગયો છે? –કે એ નિજ ભગવાન પાસે ગયો છે ને! તેથી પડવાની વાત મારે માટે નથી. શાસ્ત્રમાં પડવાની વાત આવે છે પણ એ તો જાણવા માટે છે, મારા માટે એ વાત નથી. આહાહા ! જેણે શુદ્ધ દ્રવ્યનો આશ્રય લીધો ને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયા તેને પડવાની વાત હવે નથી ! ૬૩૪.
* જ્ઞાનીને જે રાગદ્વેષ થતાં દેખાય છે તેને જ્ઞાની કરતો નથી પણ પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક થઈને પુણ્ય-પાપના પરિણામને કરે છે. જેમ માટી ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને કરે છે તેમ જ્ઞાની ધર્માત્માને દેખાતા-થતા ભક્તિ, પૂજા, વ્રત, તપ આદિ રાગના પરિણામમાં પુદ્ગલદ્રવ્ય અંતર્થાપક થઈને રાગાદિ પરિણામને કરે છે. રાગાદિ પરિણામને અને આત્માને, ઘડો અને કુંભારની જેમ, વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી રાગાદિમાં ધર્મી જીવ વ્યાપક થઈને કર્તા થતો નથી. આહાહા ! જ્ઞાનીની અંતરદશા અદ્ભુત છે. ૬૩પ.
* રાગાદિથી ભિન્ન સહજ જ્ઞાન, સહજ આનંદ આદિ અનંત ગુણમય નિજ આત્માના ત્રિકાળી અખંડ ધ્રુવ સ્વરૂપનો ગુરુગમ અંતરમાં બરાબર નિર્ણય કરી, સૂક્ષ્મ ઉપયોગવાળો થઈ, જ્ઞાયક સ્વભાવમાં ઊંડું અવગાહન કર, દ્રવ્યસ્વભાવના પાતાળમાં પહોંચી જા. ત્યાં તને કોઈ અદ્ભૂત અતીન્દ્રિય આત્માનુભૂતિ થશે. જ્યાં સુધી આત્મા યથાર્થપણે ખ્યાલમાં ન આવે ત્યાં સુધી ઉપયોગ સ્થૂલ છે; આત્મા ખ્યાલમાં આવે તે ઉપયોગ સૂક્ષ્મ છે. અગિયાર અંગનો પાઠી હોય પણ અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com