________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૪૫ * જ્ઞાની કહે છે કે જેણે પછી કરીશું, પછી કરીશું એવો અભ્યાસ (–વાયદો) જેણે કરી રાખ્યો છે તેને મરણ વખતે પણ પછી જ રહેવાનું છે; કારણ કે જેણે પછી. પછીનો સિદ્ધાંત કરી નાખ્યો છે તેને પછી પછીમાં “હમણાં કરું' એવું નહિ આવે. અને જ્ઞાનીને તો એમ થાય છે કે આ શરીર છૂટવાના સમયે ઘણું જોર પડશે; તો તેમાં જેટલું જોર પડશે તેટલું જોર આત્માનું પણ તેની સામે જોઈશે. માટે જ્ઞાનીને એમ થાય છે કે મારા ભાવને આ ક્ષણે તૈયાર કરું. “આ પળે તૈયાર કરું' એવો અભ્યાસ જેણે પાડી રાખ્યો છે તેને મરણ વખતે આ પળ જ આવી જશે. ૬૨૫.
* ભાઈ ! બહારમાં સંયોગોનો ત્યાગ થયો તેમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો? બહારમાં ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય અને કષાય મંદ હોય એનું પણ લક્ષ છૂટી જાય અને તારો પર્યાય ચૈતન્યને પકડીને પરિણમે એ મિથ્યાત્વનો ત્યાગ એ ખરો ત્યાગ છે. ૬ર૬.
* અહોહો! આ સર્વજ્ઞ, આ કેવળી, આ મોક્ષ એમ જેને બેસી જાય તો એને બંધનની રુચિ છૂટી જાય. ૬ર૭.
* વાંચવું સાંભળવું આદિ બહારથી બધું કરે પણ એનાથી શું? એને પોતાથી અંદરથી હા આવવી જોઈએ કે રાગ તે હું નહિ અને જ્ઞાયકસ્વરૂપ ધ્રુવવસ્તુ તે જ હું એમ એના અસ્તિત્વની અંદરથી હા આવે. હા એટલે સ્વભાવની પ્રતીત કરીને હું આવે ત્યારે એના કલ્યાણની શરૂઆત થાય. ૬૨૮.
* દરિયાની મધ્યમાં વડવાગ્નિ હોય છે પણ દરિયો એને ભિન્નપણે રાખે છે, દરિયો પોતાને ચૂસવા ન ઘે. તેમ ચૈતન્યદરિયો રાગાદિને ભિન્ન રાખે છે, એકરૂપ થવા દેતો નથી. ૬૨૯.
* ખરેખર તો રાગથી વિરક્તિ (ભિન્નતા) એને શીલ કહેવાય છે. આવું શીલ નરકમાં પણ વેદનાને ગણતું નથી. આ તો બહુ ધીરજથી સમજવા જેવું છે, જેમાં દરિયાના પાણી સળી વડે ઉલેચવા હોય તો કેટલી ધીરજ જોઈએ! ૬૩).
* દેવ-શાસ્ત્ર-ગુરુ પણ તારા માટે પર છે તેના આશ્રયે-લક્ષે પણ આત્મા પ્રાપ્ત થતો નથી, માટે તેનું લક્ષ છોડી દે. અંતરમાં જ્ઞાનાનંદનો પિંડ પ્રભુ આત્મા બિરાજે છે તેનું લક્ષ કર, તે એકને જ ગ્રહણ કર. તારા પરિણામને ત્યાં અંદર લઈ જા, તેથી તને પર્યાયમાં જ્ઞાનાનંદની પ્રાપ્તિ થશે. ૬૩૧. * અંતરમાં શુભાશુભ ભાવ તેમ જ અન્ય પર્યાય ઉપરથી પરિણામ હુઠાવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com