________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જેમના ઉપદેશમાં એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવનું લક્ષ કરાવવામાં આવે, વીતરાગતાની પુષ્ટિ કરાવવામાં આવે એવા જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા તેવા ઉપદેશના પ્રણેતા પ્રતિ ભક્તિ-વંદન આદિ વ્યવહારમાર્ગમાં પ્રવર્તવું પ્રયોજનવાન છે. એટલે કે સમ્યગ્દર્શન પહેલાંની જિજ્ઞાસુની ભૂમિકામાં યથાર્થ ઉપદેશનું ગ્રહણ, મનન, ચિંતવન તથા દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિ-પૂજા, વિનય-વંદન આદિનો વ્યવહાર હોય છે, તેની ભૂમિકામાં આવું પ્રવર્તન હોય છે તેમ દર્શાવવા તેને વ્યવહાર કહ્યો છે. ખરેખર તો નિશ્ચય સમ્યગ્દર્શન પહેલાં વ્યવહાર કહેવાય પણ નહીં. સમ્યગ્દર્શન પહેલાં કેવા ભાવો હોય છે તેની વાત છે, પરંતુ તેનાથી સમ્યગ્દર્શન થાય છે એમ નથી. ૬૧૮.
* મારા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પરનો અભાવ છે-એમ નિર્ણય કરો અને પછી મારા સ્વભાવમાં વિભાવનો પણ અભાવ છે. -એમ નિર્ણય કરો. ૬૧૯.
* પરલક્ષી એક સમયકી જ્ઞાનપર્યાય છ દ્રવ્ય, અનંતા પદાર્થોકો સ્વતંત્રપણે સ્વીકાર કરતી હૈ. ભિન્ન ભિન્ન સ્વીકારતી હૈ ફિર ભી અગ્રહિત મિથ્યાત્વ છૂટા નહીં હૈ, કયોંકી રાગમેં સ્વામિત્વપના પડા હૈ, મેં સારા વિકારી હું ઐસે માનતે હૈ, ઇસલિએ મિથ્યાત્વ હૈ. ૬૨૦.
* પર જીવને મારવામાં હિંસા કેમ થાય છે? –કે તેનું કારણ એ છે કે બીજાને મારતાં તેને દુ:ખ થશે તેવા પોતાના જ્ઞાનનો જ ખરેખર તો તે અનાદર કરી રહ્યો છે. તેને દુઃખ થાય છે ઈ મારે જાણવું નથી એટલે કે મારા જ્ઞાનને આવરણ થઈ જાવ. બસ, આ પોતાના જ્ઞાનનો અનાદર થયો, એ જ આત્માની હિંસા છે. ૬૨૧.
* રાગ તો ઠીક પરંતુ એને જેટલો ક્ષયોપશમનો અંશ છે એટલો હું છું એમ એની સાથે એકતા વર્તે છે એ પણ મિથ્યાત્વ છે. ૬૨૨.
* શ્રોતા:- આમાં અમારી શું ભૂલ છે પ્રભુ કહોને?
પૂજ્ય ગુરુદેવ - સ્વસમ્મુખની રુચિ જ કરી નથી. પરસમ્મુખમાંથી લાભ થશે એવું શલ્ય ઊંડે રહી જાય છે. સમવસરણમાં ગયો પણ ભાઈ ! તેં તારી સેવા ન કરી. મહાજન મા-બાપ સાચા, પણ મારી ખીલી નહિ ખસે... એ દાંતની જેમ. ૬ર૩.
* આત્મામાં વિકાર થવાનો કોઈ ગુણ નથી, પુદગલમાં કર્મરૂપ થવાનો કોઈ ગુણ નથી. પુદ્ગલ સ્કંધ થઈને અદ્ધરથી જ કર્મરૂપે પરિણમે છે અને આત્મામાં વિકારરૂપ પરિણમન અદ્ધરથી જ ઉત્પન્ન થાય છે. ૬ર૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com