________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૫૦ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
શકયા એવા ભગવત્ સ્વરૂપ નિજ પરમાત્માની તને વિસ્મયતા ન આવી, મહિમા ન આવી અને પૈસા-પુત્ર આબરું આદિમાં આકર્ષાઈ ગયો. બાપુ! તને આ ભૂતાવળ કયાંથી લાગી? તેથી કરુણાથી સંતો કહે છે કે ભાઈ! તારે કલ્યાણ કરવું હોય તો પ્રથમમાં પ્રથમ આત્માને જાણ. એક સમયની શુભાશુભ ભાવની પર્યાય એ તો વિકૃત ભાવ છે ને ભગવાન આત્મા અવિકૃતસ્વરૂપ છે. દૃષ્ટિને અંદરમાં લઈ જવી, જ્યાં ભગવાન આત્મા છે ત્યાં જવું, જેમ રાત્રે સૂતી વખતે જોવે કે એક દિકરીની પથારી હજી ખાલી છે તો કેમ નથી આવી? ૦।। -૧ કલાક દિકરી મોડી આવે ત્યાં તો તેને શોધવા ગોતાગોત કરવા લાગી જાય; તો ભાઈ! આ તારા આત્માને શોધવા કેમ પ્રયત્ન કરતો નથી ? ૬૫૦.
* આ સાંભળવામાં પહેલી પાત્રતા જોઈએ. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાયની ગાથા ૭૪મા કહ્યું છે કે જિનવાણી સાંભળવાની પાત્રતામાં ત્રસનો ખોરાક ન હોય. મધ, મિંદરા, બે ઘડી પછીનું માખણ, માંસ તથા પાંચ ઉદંબર ફળનો ખોરાક ન હોય. એવો ખોરાક હોય તે તો આ વાત સાંભળવાને પણ પાત્ર નથી. ખરેખર તો રાત્રિ ભોજનમાં પણ ત્રસ હોય છે. ત્રસનો ખોરાક આ સાંભળનારને ન હોય ભાઈ ! રાત્રિનો ખોરાક પણ હોય નહીં ભાઈ! જેમાં ત્રસ મરે એવો માંસ જેવો ખોરાક આવું સાંભળનારને ન હોય ભાઈ! આ તત્ત્વને સાંભળવાને તું લાયક હોય તો ભાઈ! જેમાં ત્રસની ઉત્પત્તિ હોય તે ખોરાક ન હોય. ત્રસ ઉત્પન્ન થાય એવા અથાણા આદિ પણ ન હોય. જેને ઇન્દ્રો સાંભળે એવી પ૨માત્માની આવી ઉત્કૃષ્ટ વાણી સાંભળનારને ત્રસની ઉત્પત્તિનો ખોરાક ન હોય. વાતો મોટી મોટી કરે ને ત્રસનો ખોરાક હોય અરેરે! ભલે તે ધર્મ નથી, તે તૈય છે, પણ આ સાંભળનારને ત્રસનો ખોરાક ન હોય; એ પહેલાંમાં પડેલી પાત્રતા છે તેમ પુરુષાર્થસિદ્ધિ-ઉપાયની ગાથા ૬૧ તથા ૭૪મા કહ્યું છે. ૬૫૧.
* રાજકુમારો-ચક્રવર્તીના પુત્રો-પૂર્ણ સુખસાહેબીમાં ઊછરેલા હોય, તે પણ જ્યારે સમ્યગ્દર્શન સહિત આત્માનો વિશેષ અનુભવ કરવા માટે વનમાં ચાલી નીકળે છે ત્યારે કહે છે: ‘માતા! મને કયાંય ગોઠતું નથી, મને જ્યાં ગોઠે છે ત્યાં-મારા સ્વરૂપમાં–હું જવા માગું છું. મારો નાથ-ભગવાન આત્મા-અતીન્દ્રિય આનંદથી ભરેલો છે, તેમાં આવ૨ણ, અશુદ્ધિ કે અધૂરાપણું નથી. મારો જ્ઞાયકપ્રભુ પૂર્ણાનંદનો નાથ છે, તેના આનંદને લૂંટવા માટે-અનુભવવા માટે હું તો જાઉં છું' આહાહા ! મુનિપણું તો આવું છે બાપુ ! ૬૫૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com