________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ]
[૨૨૩
ને તે કર્યું નહીં ને હવે... એમ ચિંતા ચિંતા કરીને મરીને હાલ્યો જાય નરકમાં ને નિગોદમાં... ૯૮૯.
* દ્રવ્યલિંગી ૨૮ મૂલગુણ પાળીને અનંતવાર નવમી ત્રૈવેયકે ગયો છે તોપણ પુણ્યને ધર્મ માન્યો છે શરીરની ક્રિયા મારાથી થાય છે તેમ માનીને મિથ્યાત્વને પાળ્યું છે. નવમી ત્રૈવેયકે ગયો પણ આ મિથ્યાત્વભાવને ટાળ્યો નહિ. અજ્ઞાની જ્યાં સુધી આત્મા શુદ્ધ જ્ઞાયક છે તેવી દૃષ્ટિ નહીં કરે અને ૫૨૫દાર્થમાં ઈષ્ટ-અનિષ્ટના ભાગલા પાડશે ત્યાં સુધી તેને ૮૪ના અવતાર ચાલ્યા કરશે પણ ‘હું ચૈતન્યમૂર્તિ છું–શુદ્ધ જ છું, રાગનો કણ પણ કરવો તે મારા સ્વરૂપમાં નથી ' –એમ સ્વભાવની દષ્ટિ કરશે તો રાગદ્વેષ રોકાઈ જશે, ટળી જશે. ૯૯૦.
* પર્યાયબુદ્ધિવાળો જીવ સંયોગમાં જ સુખ માને છે. અંતરના સ્વભાવની દૃષ્ટિ કરતો નથી પણ રાગાદિ વર્તમાન પરિણામમાં તથા બહારના વિષયોમાં તે સુખ માને છે. રાજા થાય તો રાજ્યપદમાં સુખ માને છે ને વિષ્ટાનો કીડો થાય તો વિષ્ટામાં સુખ માને છે, પણ હું તો સિદ્ધ જેવો ચિદાનંદ સ્વભાવી છું-એવું ભાન અજ્ઞાની કરતો નથી. ૯૯૧.
* જ્ઞાનના નિર્મળ કિરણ વિના મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, અરે ! આજીવન સ્ત્રીનો સંગ ન કરે તોપણ તેનાથી આત્મા પ્રાપ્ત નથી થતો. તેથી જો તું દુ:ખથી છૂટવા માગતો હો તો પુણ્ય-પાપની રુચિ છોડીને આત્મજ્ઞાન કર. આત્મા આનંદનો નાથ છે તેનું જ્ઞાન કર! એના વિના અરેરે ! કીડા-કાગડા-કૂતરાના ભવ કરી કરીને મરી ગયો! અનંતકાળ એમ ને એમ દુ:ખમાં જ વીતી ગયો. પ્રભુ! તેં એટલા દુઃખ ભોગવ્યા છે કે તેનું કોઈ માપ-મર્યાદા નથી. પણ તું બધું ભૂલી ગયો છો. ભાઈ! ડુંગળીને તેલમાં તળી ત્યારે સડસડાટ તું તળાઈ ગયો હતો-તું ડુંગળીમાં બેઠો હતો. એવા એવા તો પારાવાર દુ:ખો તેં ભોગવ્યાં છે. ૮૪ લાખ અવતા૨ની ઘાણીમાં તું અનંતવા૨ પીલાતો આવ્યો છો. જેમ ઘાણીમાં તલ પીલાય તેમ ૮૪ લાખ યોનિના દુઃખોમાં પીલાતો રહ્યો છો. આનંદના નાથને પુણ્ય-પાપની ઘાણીમાં કચરી નાખ્યો છે. જો હવે તું દુ:ખથી છૂટવા માગતો હો, સિદ્ધસુખના હિલોળે હિંચકવા માગતો હો તો આત્મજ્ઞાન કરીને નિજદને પ્રાપ્ત કર. ૯૯૨.
* લક્ષ્મણનું મરણ થતાં ધર્માત્મા રામચંદ્રજી ભાઈના મોહના કારણે-અસ્થિરતાના મોહના કારણે છ માસ સુધી મડદાને સાથે રાખીને જમાડે, સૂવરાવે, નવરાવે આદિ કરે છે. અજ્ઞાની પણ ન કરે એવું ધર્માત્મા અસ્થિરતાના મોહને વશ કરતાં દેખાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com