________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. જેમ બરફ શીતળતાની મોટી પાટ છે તેમ આત્મા શીતળતાની મોટી પાટ છે, અનંત અનંત અતીન્દ્રિય આનંદની મોટી પાટ છે, અનંત સર્વજ્ઞતાની મોટી પાટ છે, આત્મા એટલે અનંતી પ્રભુતાની મોટી પાટ છે, અનંતી વિભુતાની મોટી પાટ છે. એમ અનંત અનંત ગુણોની પૂર્ણાનંદથી
ભરેલી મોટી પાટ છે. વસ્તુ છે તે સદાકાળ એવી ને એવી જ રહી છે, ભલે નરક નિગોદ આદિના અનંતા ભવો કર્યા છતાં વસ્તુ જ્ઞાનાનંદસ્વરૂપ એ તો સદાકાળ એવી ને એવી રહી છે. એનો અંદરમાં વિશ્વાસ આવવો જોઈએ. ૮૩૪.
* જીવે પોતાના સહજ સુખસ્વરૂપ માટે એક ક્ષણ પણ ધીરો થઈને વિચાર કર્યો નથી. જો વિચાર કરે તો વસ્તુ બહુ જ સોંઘી ને સહેલી છે; પણ તીવ્ર જિજ્ઞાસા, ધગશ અને તાલાવેલી જોઈએ. આ સંસારનો રસ છૂટી જાય તો આત્મસ્વરૂપ જરૂર પ્રગટે. ૮૩પ.
* પંચપરમેષ્ઠીના પ્રેમ કરતાં આ શરીર ઉપર પણ જો પ્રેમ વધી જાય તો તે અનંતાનુબંધીનો લોભ છે. ૮૩૬.
* આત્માના ગુણ ગાતાં ગાતાં ભગવાન થઈ જાય છે. કોઈ ક્રિયાકાંડ કરતાં કરતાં ભગવાન થવાતું નથી, પણ ગુણી એવા ભગવાનના ગુણ ગાતાં ગાતાં મહિમા કરતાં-કરતાં ભગવાન થઈ જાય છે. અનંત ગુણોનો મહિમા કરતાં કરતાં અનંત જીવો કેવળી થઈ ગયા. અનંત ગુણરત્નોના ઓરડા ખુલ્લા થઈ ગયા. ભાઈ ! તું પામર નથી પણ ભગવાન છો, એના સ્વરૂપના ગુણ-ગાન કર. ૮૩૭.
* મુનિઓ કહે છે કે અરે પ્રભુ! અમને આશ્ચર્ય અને ખેદ થાય છે કે શરીરાદિ પરદ્રવ્યથી તું પ્રત્યક્ષ ભિન્ન છો છતાં તેને મારું માને છો. અરે! શું કરે છો પ્રભુ ! ચોરાશીના અવતારમાં રખડતાં માંડ મનુષ્યપણું મળ્યું ને આવો સત્ય સાંભળવાનો યોગ મળ્યો, હવે તો દેહથી ભિન્ન ચૈતન્યપ્રભુનો અનુભવ કર ! ૮૩૮.
* એક બીજી વાત એ છે કે કોઈ આ વાત સાંભળીને, પહેલાં પૂજા ભક્તિ કરતો હોય અને આવું સાંભળીને તત્ત્વવિચારમાં રહેતો હોય તો તેને કોઈ કહે કે આને સાંભળવાનું ફળ શું? –તો કહે છે કે ભાઈ ? પૂજાદિ કરતાં તો તત્ત્વવિચારમાં વિશેષ કષાયમંદતા છે, એમાં ભ્રષ્ટતા નથી. તારી દષ્ટિ ઊંધી છે. તારી સાથે પૂજાદિમાં ઊભેલો દેખાય નહિ એટલે ભ્રષ્ટ છે તેમ નથી, તેમાં તો શુભભાવ ઘણો જ ઊંચો છે. મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પણ આ કહ્યું છે. ૮૩૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com