________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૯૩ * જેમ અરીસાના યોગથી દૂર એવા ચંદ્ર-સૂર્ય પણ નજીક ભાસે છે તેમ છે પ્રભુ! રત્નત્રયરૂપ અરીસામાં આપ કાળ દૂર છતાં નજીક ભાસો છો.
સિદ્ધ કાંઈ નીચે ઊતરતાં નથી. પણ સાધક જીવ કહે છે કે હે સિદ્ધ ભગવાન ! આપ કાંઈ નીચે આવતાં નથી. તેથી હું જ્ઞાન-દર્પણમાં એકાગ્ર થઈને આપને મારા જ્ઞાન-દર્પણમાં નીચે ઊતારું છું. ૮૪૦.
* જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે પણ પોતે માર્ગ જાણતો નથી એવા જિજ્ઞાસુ જીવને, માર્ગના બતાવનાર એવા વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુનું અવલંબન વચ્ચે નિયમથી આવે છે. પોતાને અંદર આત્મા શી ચીજ છે, તેનું સાચું સ્વરૂપ શું છે, તેની પ્રાપ્તિ કઈ રીતે થાય-વગેરે કાંઈ ખબર નથી, અને જેને ખબર છે-અનુભવ છે-એવા દેવ-ગુરુ તથા જેમાં પૂર્વાપર અવિરુદ્ધપણે ન્યાય અને યુક્તિથી માર્ગ બતાવેલ છે એવાં સલ્ફાસ્ત્રોને સાથે રાખીશ નહિ, તો તું અંદર આત્મામાં એક ડગલું પણ કઈ રીતે ભરીશ? પોતે જાણતો નથી અને જાણનાર અનુભવીનો સમાગમ કરતો નથી તો, અંદરનો માર્ગ સાંભળ્યા-સમજ્યા વિના તું અંદરમાં પ્રયત્ન કેમ કરીશ? ભલે દેવ-શાસ્ત્ર-ગુરુ આપી દેતાં નથી, પણ જિજ્ઞાસુને માર્ગ સમજવામાં તે નિમિત્ત છે કે નહિ? આત્મા દેહ, લક્ષ્મી આદિ પરથી તદ્દન ભિન્ન, શુભાશુભ વિભાવોથી કથંચિત્ રહિત છે, તે એક સમયની પર્યાય જેટલો પણ નથી પણ પરિપૂર્ણ અખંડ જ્ઞાયકતત્ત્વ છે-એમ દેવ-શાસ્ત્ર-ગુરુ બતાવે છે કે નહિ? નિજ જ્ઞાયક આત્માને તું સ્વયં જાણતો નથી અને જે જાણે છે તેની સંગતિ કરતો નથી, તો તું આત્મામાં એક પગલું પણ નહિ ભરી શકે. ૮૪૧.
* ભાઈ ! તારા વર્તમાન અંશને તું માને છે, પણ તે અંશ કોના આધારે થાય છે? તે અંશ કોનો છે? શું તે “જાણવા રૂપ અંશ કોઈ પરમાણુ કે રાગનો છે? અંદર ત્રિકાળ જ્ઞાયકતત્ત્વ છે તેનો તે અંશ છે. તે અંશ ત્રિકાળી જ્ઞાયક-અંશીને જણાવે છે. પર્યાય તો પલટતી હોવાથી અનિત્ય જ છે ને? સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-મોક્ષમાર્ગ-પણ પર્યાય હોવાથી અનિત્ય છે. અરે ! કેવળજ્ઞાનની પર્યાય પણ દરેક સમયે બદલાતી હોવાથી નાશવાન છે, કેમ કે પર્યાયની મુદત જ એક સમયની છે, અને વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે. ૮૪૨.
* “હે આત્મા!' જો તારે મલિનતાના ભાવથી છૂટી–મલિન પર્યાય જે મોહ, રાગ, દ્વેષ, અને દુઃખરૂપ છે તેનાથી છૂટવારૂપ-સંપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મદશા પ્રાપ્ત કરવી હોય, મુક્તિ જોઈતી હોય, વિભાવનો વ્યય અને પરમાનંદરૂપી મોક્ષદશાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com