________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૯૧ કે નિગોદની પર્યાય હો પણ તે પર્યાય પોતામાં પોતાથી પોતાના કારણે છે. છ દ્રવ્યસ્વરૂપ લોકમાં દ્રવ્યોની પર્યાય પણ આવી ગઈ, દ્રવ્ય-ગુણ ને પર્યાય આવી ગયા. દ્રવ્ય-ગુણ તો પોતાને કારણે છે પણ વિકારી કે અવિકારી પર્યાય પણ કોઈના આલંબન વિના પ્રત્યેક સમયે પોતાના પકારકથી સ્વતંત્ર થાય છે. છ દ્રવ્યસ્વરૂપ લોકનું એવું સ્વરૂપ છે તે ય છે અને જ્ઞય છે તેનો આત્મા જ્ઞાયક છે. પરંતુ જ્ઞાયક આત્મા તેનો કર્તા નથી, જાણનાર આત્મા પરચીજનો કર્તા નથી, પરચીજ તો શેય છે. ૮૩).
* બેનનાં (બહેનશ્રીનાં) વચનામૃતમાં આવે છે ને કે “હું અનાદિ અનંત મુક્ત છું” -મુક્તદશા તો સાદિ અનંત છે અને પ્રભુ છે તે અનાદિ અનંત છે. એવા અનાદિ અનંત મુક્ત શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ દેતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે. જેમાં પર્યાયનું પલટવું પણ નથી એવા શુદ્ધ આત્મદ્રવ્યની દૃષ્ટિ કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે. દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાય આવવી હોય તો આવે. મારી દષ્ટિ તો દ્રવ્ય ઉપર જ છે ને દ્રવ્ય તો મુક્ત જ છે. તેના ઉપર દષ્ટિ દેતાં પર્યાયમાં મુક્તિ થશે થશે ને થશે જ. ૮૩૧.
* આત્માને સદાય ઊર્ધ્વ એટલે મુખ્ય રાખવો, ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્યસ્વભાવને મુખ્ય રાખવો. શુભાશુભ પરિણામ આવે ભલે, પણ કાયમ દ્રવ્યસ્વભાવનું ધ્યેય રાખવું. આત્માને મુખ્ય રાખતાં જે દશા થાય તે નિર્મળદશાને સાધન કહેવાય છે ને તેનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે ને તેનું ધ્યેય પૂર્ણ આત્મા છે. કષાયની મંદતા કે જ્ઞાનના ઉઘાડની મુખ્યતા હશે તેની દષ્ટિ સંયોગ ઉપર જશે. આત્માની ઊર્ધ્વતાની રુચિ ને જિજ્ઞાસા હોય તેનો પ્રયાસ થયા વિના રહે જ નહિ, આત્માના અનુભવ પહેલાં પણ સાચી જિજ્ઞાસા હોય તેને અવ્યક્તપણે આત્માની ઊર્ધ્વતા હોય. હજુ આત્મા જાણવામાં આવ્યો નથી પણ અવ્યક્તપણે ઊર્ધ્વતા થાય અને અનુભવમાં આવે ત્યારે વ્યક્ત પ્રગટ ઊર્ધ્વતા થાય. ૮૩ર,
* જ્ઞાયકભાવ હોવા છતાં નજરમાં આવ્યો નથી ને રાગ ઉપર દૃષ્ટિ હોવાથી પર્યાયમાં જે વિશ્વરૂપપણું-અનેકપણું પ્રગટ છે તેને અજ્ઞાનીઓ અનુભવે છે. વ્યવહારના વિમોહિત જીવો પર્યાયમાં જે અનેકપણારૂપ ભાવો છે તેને પોતારૂપ અનુભવે છે. એકરૂપ ચૈતન્ય જ્ઞાયકભાવ હોવા છતાં પર્યાયમાં જે અનેકપણું પ્રગટ છે તેને અજ્ઞાનીઓ અનુભવે છે. એકરૂપ ચૈતન્ય જ્ઞાયકભાવ હોવા છતાં પર્યાયમાં અનેકપણું પ્રગટ છે તેને જે અનુભવે છે તે મિથ્યાદષ્ટિ સંસારી છે. ૮૩૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com