________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * ભાઈ બાપુ! તારી પરમેશ્વરતાનો આધાર તારું દ્રવ્ય છે. તારે પરમેશ્વર થવું હોય તો તારી પરમેશ્વરતા તારા અંતરમાં ગોત. ૮૨૬.
* જેમ શરીર, સ્ત્રી, આદિ પરદ્રવ્ય વિના ચાલે નહિ એમ લઈને બેઠો છો, એમ એકવાર આમ તો લે કે મારે મારા આત્માની દષ્ટિ વિના એક ડગલું નહિ ચાલે લ! મારા દ્રવ્ય વિના મારે એક ક્ષણ પણ ન ચાલ એમ લે ! ૮૨૭.
* સર્વજ્ઞદેવ લોકાલોકને જાણે છે તે સ્વક્ષેત્રમાં રહીને જાણે છે. તે જ્ઞાન સ્વચૈતન્યક્ષેત્રમાં રહ્યાં રહ્યાં ત્રણકાળ ત્રણલોકના બધાં સ્વ-પર જ્ઞયો, જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય તેમ એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે. જે પર્યાય વીતી ગઈ છે ને જે પર્યાય થવાની બાકી છે તે બધાંને પણ પૂરું જાણે છે, પ્રત્યક્ષ જાણે છે. છબસ્થને પણ લોટના પિંડાનું ગોયણું જોઈને પૂર્વે લોટ હતો ને હવે રોટલી થશે એમ સ્પષ્ટ ખ્યાલમાં આવે છે તો કેવળજ્ઞાનીની તો શું વાત કરવી! ત્રણકાળ, ત્રણલોકને પ્રત્યક્ષ જાણે છે અને એવો જ તારો સ્વભાવ છે, માટે તું નિમિત્તનું, રાગનું ને અલ્પજ્ઞાનનું લક્ષ છોડી દે. અંદરમાં સર્વજ્ઞ સ્વભાવ છે તેની દષ્ટિ કર. આ આત્મામાં જ્ઞાનશક્તિ કોઈ અદ્દભુત છે. ૮૨૮.
* પોતાના સિવાય સ્ત્રી આદિ પર પદાર્થમાં રાગ કરે એટલે એના પ્રત્યે પ્રેમ છે તો બીજા પ્રત્યે દ્વેષ હોય જ છે. સમ્યગ્દષ્ટિ તો હું જ્ઞાતાદષ્ટા છું એવી દષ્ટિ હોવાથી જગતમાં કોઈ પદાર્થ એને પ્રેમ કરવા લાયક છે જ નહીં. આત્મા તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે; એનું ભાન થયું કે હું તો જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્ય છું, મારા સિવાય અન્ય પદાર્થ અનંત છે તે મારા જ્ઞય છે, જાણવા લાયક છે, એવું ધર્મી જીવ જાણે છે. પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ જ્ઞાન આનંદરૂપ છે એવી દષ્ટિ થઈ છે તેથી જ્ઞાની પોતાના સિવાય અનંત પદાર્થના બે ભાગ કરતા નથી. એક ઈષ્ટ છે ને એક અનિષ્ટ છે એવા ભાગ સમ્યજ્ઞાની કરતા નથી. પોતાનું સ્વરૂપ જ્ઞાન ને આનંદરૂપ છે એવું જેને ભાન નથી એવા અજ્ઞાની પ્રાણી, જગતના બધા પદાર્થ જ્ઞાનમાં જ્ઞય તરીકે હોવા છતાં એક ઠીક છે, ગ્રહણ કરવા લાયક છે, એક અઠીક છે, વૈષ કરવા લાયક છે એમ બે ભાગ કરે છે. ૮૨૯.
* ભગવાન આત્મા જીવ છે, એ જીવ, જે છ દ્રવ્યો વ્યક્ત છે તેનાથી અન્ય છે. છ દ્રવ્યોમાં દ્રવ્ય-ગુણ તો કાયમી છે પણ જે નવી નવી પર્યાય થાય છે તે વિકૃત હો કે અવિકૃત હો પણ તે પોતાના પક્કરકથી થાય છે, પૂર્વપર્યાય કારણ કે ઉત્તરપર્યાય કાર્ય એ બધા વ્યવહારના કથન છે. કેવળજ્ઞાનની પર્યાય હો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com