________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર નિર્મળ પર્યાયની વિશેષતા શું? દયા-દાન-ભક્તિ આદિના શુભ રાગની તો શું વાત ! પણ અનંત શક્તિમય અગાધ ચૈતન્યસ્વભાવ પાસે પ્રગટ થયેલ નિર્મળ પર્યાયની પણ વિશેષતા નથી. આવી દ્રવ્યદષ્ટિ કયારે પ્રગટ થાય? -કે ચૈતન્યનો અપાર અપાર મહિમા લાવી, નિમિત્તથી, રાગથી, પર્યાયથી બધાથી પાછો વળીને પોતાના સ્વભાવ તરફ, વળે ત્યારે પ્રગટ થાય આહાહા ! ૧૨૧.
* વસ્તુ અબંધસ્વરૂપ છે, તેને દષ્ટિમાં લેવો તે મહાન પુરુષાર્થ છે. નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ દ્વારા વસ્તુ દષ્ટિમાં આવે છે. પર્યાયમાં બંધ-મોક્ષ છે પણ દ્રવ્યમાં બંધમોક્ષ છે જ નહીં. પર્યાયમાં બંધભાવ છે અને તેના અભાવથી મોક્ષ થાય છે, પણ બંધ છે તે ત્રિકાળી વસ્તુમાં છે જ નહીં. વસ્તુસ્વભાવમાં બંધ કેમ હોય? વસ્તુમાં બંધ હોય તો વસ્તુનો અભાવ થઈ જાય. શુદ્ધનિશ્ચયનયથી વસ્તુમાં બંધ નથી તેથી બંધના અભાવથી થતો મોક્ષ તે પણ વસ્તુમાં નથી. આવી વસ્તુની દષ્ટિ કરવી તે મહા પુરુષાર્થ છે. જ્ઞાયક ભાવમાં બંધ-મોક્ષ કયાંથી આવે? પર્યાયનો બંધ-મોક્ષ વસ્તુમાં નથી. નિર્મળ પરિણતિ પણ દ્રવ્યની નથી. આચાર્યદવ દ્રવ્યનું સ્વરૂપ બતાવવા, તેની દષ્ટિ કરાવવા અને પર્યાયદષ્ટિ છોડાવવા કહે છે કે પર્યાયને દ્રવ્ય કરતું જ નથી. ૧૨૨.
* ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી તેથી બન્નેના પ્રદેશ ભિન્ન છે. આત્મવસ્તુથી શરીરાદિ પરદ્રવ્યો તો ભિન્ન છે જ પણ અહીં તો મિથ્યાત્વ રાગ-દ્વેષના જે પરિણામ છે તે નિર્મળાનંદ પ્રભુ એવા આત્માથી ભાવે ભિન્ન સ્વરૂપે છે. પુણ્યપાપભાવ તે આત્માથી ભાવે ભિન્ન છે, ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશ પણ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે તેનાથી આમ્રવના પ્રદેશ ભિન્ન છે, એ છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં જ, પણ નિર્મળાનંદ પ્રભુ અસંખ્ય પ્રદેશી ધ્રુવ છે તેનાથી આસ્રવભાવના પ્રદેશ ભિન્ન છે. આત્મા અને આસ્રવની ભાવે ભિન્નતા છે તેથી તેના પ્રદેશ ભિન્ન કહ્યા છે અને આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય છે તેને પણ આગ્નવવસ્તુથી ભિન્ન કહી છે. ભાવે ભિન્ન હોવાથી તેનો પ્રદેશને પણ ભિન્ન કહીને આગ્નવવસ્તુ જ ભિન્ન છે તેમ કહ્યું. ૧૨૩.
* ભગવાન કહે છે કે ભાઈ ! તું પરમ પારિણામિક વસ્તુ છો, તું પૂર્ણ છો. તું તને પામર ન માન. તું વિકારી પર્યાયનો કર્તા નથી, અરે ! તું અવિકારી પર્યાયનો પણ કર્તા નથી એમ તને તું માન. જેમ પરદ્રવ્યો તારા સ્વદ્રવ્યમાં અભાવ છે, પદ્રવ્યનો અંશ તારા સ્વદ્રવ્યમાં આવતો નથી માટે તું પરદ્રવ્યનો અકર્તા છે, તેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com