________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૨૫ * હે યોગી ! વાસ્તવિક તત્ત્વની દૃષ્ટિથી વિચારવામાં આવે-જોવામાં આવે અર્થાત્ અનાદિ અનંત વસ્તુસ્વભાવથી પરિપૂર્ણ ત્રિકાળી ધ્રુવની દષ્ટિથી જોવામાં આવે તો પરિપૂર્ણ ધ્રુવ વસ્તુ પર્યાયને કરતી જ નથી. ૧૧૮.
* ભૂતકાળની અનંતી પર્યાયો અને ભવિષ્યકાળની અનંતી પર્યાયો કે જે થઈ ગઈ છે અને જે હજુ થઈ નથી તે પર્યાયો ખરેખર પ્રગટ નથી, વિધમાન નથી, અવિદ્યમાન છે, છતાં કેવળજ્ઞાન તેને પ્રત્યક્ષ જાણતું હોવાથી તે પર્યાયો વિદ્યમાન છે, ભૂતાર્થ છે એમ જાણે છે. આહાહા! ભૂત-ભાવિ પર્યાયો અવિદ્યમાન હોવા છતાં જ્ઞાનમાં સીધી જણાતી હોવાથી જ્ઞાનમાં વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે એમ જાણે છે એ જ્ઞાનની દિવ્યતા છે! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે! જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિદ્યમાનપણે જાણે છે તો ચૈતન્ય મહાપ્રભુ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે, તેને જ્ઞાન વિદ્યમાનરૂપે કેમ ન જાણે? વસ્તુ સત્ છે ને! વિદ્યમાન છે ને! તો એ મહાપ્રભુને તું વિદ્યમાનરૂપે જાણ ને! આહાહા! જેની હયાતી નથી તેની હયાતી જાણે તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે, હયાત જ છે તેને જાણ ને! ભાઈ ! તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન જ છે તેને જાણ ! ૧૧૯.
* જ્ઞાતાપણું જ આત્માનું સ્વરૂપ હોવાથી, તેમાં રાગનું કર્તુત્વ આવતું નથી. કેમ કે તેને પોતાના અનંત ગુણોમાં “રાગને કરવું” એવો કોઈ ગુણ નથી. રાગના એક કણનું પણ કર્તુત્વ જે માને છે તે આખા લોકનો કર્તા થાય છે. વ્રતાદિ શુભભાવનો પણ જે કર્તા થાય છે તે આખા વિશ્વનો કર્તા થાય છે, કેમ કે જેમ જાણનાર એકને જાણે તે બધાને જાણે એવો તેનો સ્વભાવ છે, તેમ અકર્તાસ્વભાવથીજ્ઞાતાસ્વભાવથી-ભ્રષ્ટ જીવ પોતાને એક અણુમાત્ર રાગનો પણ કર્તા માને-રાગ મારું કાર્ય છે એમ માને તો તેમાં આખા લોકનું કર્તુત્વ આવી જાય છે. ૧૨૦.
* મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો છે તે પરમભાવ આગળ ઇન્દ્ર ને ચક્રવર્તીના વૈભવની તો શું વાત ! પણ ત્રણલોકનો વૈભવ તુચ્છ લાગે છે. બીજું તો શું પણ મારી સ્વાભાવિક નિર્મળ પર્યાય તે પણ, હું દ્રવ્યદૃષ્ટિના બળે કહું છું કે મારી નથી. પરદ્રવ્યો તો મારા નથી જ, અંદર રાગાદિ ભાવ થાય તે પણ મારા નથી જ, પણ દ્રવ્યદૃષ્ટિના જોરથી જે મને નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તેની પણ મને કાંઈ વિશેષતા નથી. મારી દ્રવ્યસ્વભાવ તો અગાધ, અગાધ છે, તેની પાસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com