________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૦૪ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
એ સાંભળતાં એને અંદરથી ઘા લાગવો જોઈએ. એવા દુઃખો તો અનંતકાળ ભોગવ્યા. અરે! નરકના દુઃખો પણ એટલા છે કે કરોડો જીભો વડે કરોડો વર્ષે પણ કહી શકાય નહિ એટલા દુઃખો તેં અનંતવાર ભોગવ્યા છે. ભાઈ! હવે મનુષ્યપણું મળ્યું છે તો એ દુઃખોથી છૂટવા, એવા દુઃખોથી રહિત એટલે કે તેના કારણભૂત શુભાશુભ ભાવથી રહિત, ૫૨માનંદસ્વરૂપ આત્મા છે તેની ઓળખાણ ને દષ્ટિ કર તો ભવના દુઃખોથી છૂટકારો થાય. ૪૪૧.
* શુભાશુભ વિભાવ તેમ જ અધૂરી પર્યાયને ગૌણ કરીને ત્રિકાળી અભેદ જ્ઞાયક સ્વભાવ ૫૨ જે દષ્ટિ થવી, અપરિણામી અભેદ જ્ઞાયકસ્વભાવનો દૃષ્ટિમાં આશ્રય થવો, તે જ સમ્યગ્દર્શન છે. માટે ‘આ મારી જ્ઞાનની પર્યાય’ ‘આ મારી શ્રદ્ધાની પર્યાય ’, ‘આ મારી ચારિત્રની પર્યાય' –એમ પર્યાય ઉપર એટલું જોર શા માટે આપે છે? ‘ આ મારી ગુણની પર્યાય છે', આ મારી દ્રવ્યની પર્યાય છે' –એમ પર્યાય ઉપર તારી રુચિનું વજન કેમ જાય છે? અહીં તો કહે છે કે જેટલા વ્યવહાર અને વિકલ્પો છે તે બધા છે ખરા, પણ તેના ૫૨ લક્ષ કરવાથી, તેના ૫૨ રુચિનું જોર આપવાથી સમ્યગ્દર્શન થતું નથી. ૪૪૨.
* ભાઈ ! તું શરીર-વાણી-મન ને રાગને ભૂલી જા, તે તારામાં નથી. અરે! તારી નિર્મળ પર્યાયને પ્રગટ થવામાં દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી, પૂર્વની પર્યાયના વ્યયની અપેક્ષા નથી ત્યાં વ્યવહારથી થાય એ વાત કયાં રહી? પર્યાયનું આવું સ્વતંત્ર સામર્થ્ય છે. પર્યાય સ્વતંત્ર જ થાય છે એમ નક્કી કરતાં તેનું લક્ષ કયાં જાય ? –કે દ્રવ્ય તરફ જ લક્ષ જાય અને તેનું નામ જ પુરુષાર્થ છે. દ્રવ્ય તરફ લક્ષ જતાં જ્ઞાનમાં દ્રવ્યનું જ્ઞાન આવે પણ દ્રવ્ય આવતું નથી. સત્નો જેને નિર્ણય થાય તેની દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨ જ જાય. આ જ કરવાનું છે, બાકી બધું તો ધૂળ-ધાણી છે.
૪૪૩.
* આનંદનો નાથ એવા શુદ્ધાત્માની પ્રેમથી વાત સાંભળે છે તેને ભાવી નિર્વાણનું ભાજન કહ્યું છે. એને સાંભળતા દેહથી ભિન્ન છું, કર્મથી ભિન્ન છું, રાગથી ભિન્ન છું ને પોતાથી પરિપૂર્ણ છું એ વાત એને બેસવી જોઈએ, હુકાર આવવો જોઈએ. આમાં કાંઈ મુંઝાવા જેવું નથી, સાંભળીને હા પાડતાં, હકાર આવતાં, અંદર સંસ્કાર પડતા જાય છે. ૪૪૪.
* સઘન વૃક્ષોના વનમાં છાયા માંગવી નથી પડતી, સ્વયં મળી જાય છે. તેમ આત્મદ્રવ્ય પાસે યાચના કરવી નથી પડતી, પરંતુ પૂર્ણાનંદની સમીપ દષ્ટિ પડતાં જ છાયા સ્વયં મળી જાય છે, માગવી નથી પડતી. હૈ જિનેન્દ્ર! તું તો વીતરાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com