________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૦૩ શુદ્ધજીવ ભૂતાર્થસ્વરૂપ છે. આ રીતે ભેદરૂપ નવ તત્ત્વોથી ભિન્ન શુદ્ધજીવને બતાવી તેને સમ્યગ્દર્શનનો વિષય એટલે કે ધ્યેયરૂપ બતાવેલ છે. ૪૩૬.
* એક સમયની રાગની પર્યાય પાછળ અદ્વિતીય અતીન્દ્રિય સુખસ્વરૂપ પ્રભુ બિરાજે છે. તેના બદલે જ્યાં તારી ચીજ નથી ત્યાં તે મતિ જોડી દીધી છે. સ્ત્રી, પુત્ર, પૈસા, મકાન, શરીરાદિમાં તે તારી મતિ જોડી દીધી છે, પણ તે ક્ષેત્ર તો ભિન્ન છે. પાંચ-પચાસ વર્ષે તો તે ક્ષેત્ર છૂટી જશે. એકવાર તું અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પરમબ્રહ્મ ભગવાનમાં મતિ લગાવ, તને આનંદની તૃપ્તિ થશે. તું અમૃતરસથી તૃપ્ત તૃપ્ત ભર્યો પડ્યો છે. ૪૩૭.
* જીવને જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય અને જે પર્યાય થાય તેનો તે ઉત્પત્તિનો કાળ છે, તે જન્મક્ષણ છે, તે કાળલબ્ધિ છે. જે પર્યાય થાય તેને વ્યયની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી ને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી, પર્યાયના પકારકો વડે તે પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. તેથી તારી જે સમયે જે પર્યાય થાય, બાપુ! તેનો તું કર્તા કેમ થાય છે? એક પછી એક ક્રમે અને નિશ્ચયથી જે પર્યાય થવાની હોય તે જ થાય, બીજે સમયે જે પર્યાય થવાની હોય તે થાય, એમ અનાદિ અનંત ક્રમસર નિશ્ચિતપણે પર્યાયો થાય છે. ૪૩૮.
* શ્રદ્ધા જ્ઞાનમાં હા તો પાડ કે આ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય તે જ હું છું. જેની ચિ આત્મામાં જામી છે, જ્ઞાનસ્વરૂપ જ છું તેમ રુચિમાં બેઠું છે, તે કામ કરીને આગળ વધી જશે અને જેને આ પરમ સત્ય નહિ બેસે તે પાછળ પડ્યા રહેશે. આત્મા સમજવા માટે તો એને રાગની કેટલીક મંદતા હોવી જોઈએ, રાગની તીવ્રતામાં તો આત્મા સમજવામાં આવતો નથી. એથી રાગની મંદતાને વ્યવહાર કહેવામાં આવે છે. ૪૩૯.
* સર્વજ્ઞો, સંતો, શાસ્ત્રો, પોકાર કરીને એમ કહે છે કે પહેલાંમાં પહેલાં આત્માને જાણવો, આત્માને અનુભવવો, એના વિના એક ડગલું પણ આગળ નહિ ચાલે. આત્માનું પરમાર્થસ્વરૂપ બતાવવા સીધી વાત કરી છે કે પહેલાંમાં પહેલાં આત્માને જાણીને અનુભવ કર. સમયસારની ગાથા પાંચમા પણ કહ્યું કે હું કહું છું તેનો અનુભવ કરીને પ્રમાણ કરજે. ૪૪૦.
* નિગોદના જીવને એક શ્વાસમાં ૧૮ ભવ થાય. એક અંતર્મુહૂર્ત અંદર એટલે અડતાલીશ મિનિટ અંદર ૬૬૩૩૬ ભવ નિગોદના જીવ કરે છે-એમ ભગવાન સર્વજ્ઞ જોયું છે. આહાહા ! એક અંતર્મુહૂર્ત અંદર ૬૬૩૩૬ ભવ કરે એ દુઃખ કેટલું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com