________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૦૫ છો તેથી કોઈને કાંઈ આપતો નથી, કોઈથી કાંઈ લેતો નથી પરંતુ વૃક્ષની છાયાની જેમ તારું શરણ જે લે છે તેને સ્વયં શરણ મળી જાય છે. આત્મદ્રવ્યની દૃષ્ટિ કરતાં નિઃશંક છે કે આત્મા કૃપા કરે જ. ૪૪૫.
* શ્રોતા:- બધા ગુણોનું કાર્ય વ્યવસ્થિત જ છે તો પછી તેને પુરુષાર્થ કરવાનો રહેતો નથી?
પૂજ્ય ગુરુદેવ - જેને ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં પુરુષાર્થ ભાસતો નથી તેને વ્યવસ્થિત બેઠું છે જ કયાં?
શ્રોતા:- તેને વ્યવસ્થિત બેઠું નથી એવું તેનું પરિણમન પણ વ્યવસ્થિત જ છે. એ વ્યવસ્થિતનો નિર્ણય ન કરી શકે તેવું તેનું પરિણમન વ્યવસ્થિત જ છે તો પછી તેને નિર્ણય કર તેમ કેમ કહેવામાં આવે છે?
પૂજ્ય ગુરુદેવ - એનું પરિણમન વ્યવસ્થિત જ છે એમ તેને ક્યાં ખબર છે? વ્યવસ્થિત પરિણમન છે તેમ સર્વશે કહ્યું પણ સર્વજ્ઞનો તેને કયાં નિર્ણય છે? પહેલાં એ સર્વજ્ઞનો તો નિર્ણય કરે? પછી વ્યવસ્થિતની ખબર પડે.
શ્રોતા:- વ્યવસ્થિત પરિણમનશીલ વસ્તુ છે એમ ભગવાને કહેલું તેને બેઠું છે.
પૂજ્ય ગુરુદેવઃ- ના, સર્વજ્ઞ ભગવાનનો પણ ખરો નિર્ણય તેને ક્યાં છે? પહેલાં સર્વજ્ઞનો નિશ્ચય આવ્યા વિના વ્યવસ્થિતનો નિર્ણય કયાંથી આવ્યો? એમ ને એમ જ્ઞાનીની વાતો ધારી ધારીને કરે તે ન ચાલે, પહેલાં સર્વજ્ઞનો નિર્ણય લાવ. દ્રવ્યનો નિર્ણય કર્યા વિના સર્વજ્ઞનો નિર્ણય પણ ખરેખર થાય નહિ. ૪૪૬.
* અરે ! આવી સત્યની વાત હતી જ કયાં? જેને આ સત્ય વાત સાંભળવા મળી છે તે ભાગ્યશાળી છે. સાંભળતાં સાંભળતાં સત્યના સંસ્કાર નાખે છે તેને સંસ્કાર નાખતાં અંદરથી માર્ગ થઈ જશે. દરરોજ ચાર પાંચ કલાક આનું આ સાંભળવું-વાંચવું હોય તેને શુભભાવ એવો થાય કે મરીને સ્વર્ગમાં જાય, કોઈ જગલિયા થાય. કોઈ મહાવિદેહમાં જાય. બાકી જેને સત્યનું સાંભળવાનું પણ નથી એવા ઘણા જીવો તો મરીને ઢોરમાં જવાના. અરે ! આવા મનુષ્યના માંડ મોંઘા અવતાર મળે અને પોતાનું હિત નહિ કરે તો કયારે કરશે? ખરેખર તો સત્યનું ચાર પાંચ કલાક દરરોજ વાંચન-શ્રવણ આદિ હોવું જોઈએ. ભલેને વેપાર ધંધા કરતા હોય પણ આટલો તો વખત પોતાના માટે કાઢવો જોઈએ. અહીંના સાંભળનારા ઘણા તો રુચિથી આ સંસ્કાર ઊંડા નાખે છે. આવા સત્યના સંસ્કાર લાગી જાય અને ઊંડાણમાં એ સંસ્કાર પડી જાય એને ભવ ઝાઝા હોય નહિ. ધારણા જ્ઞાન થવું તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com