________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
જુદી ચીજ છે અને અંદરમાં અવ્યક્ત રુચિ થવી તે જુદી વાત છે. ભેદજ્ઞાનના સંસ્કાર ઊંડાણથી નાખવા જોઈએ. એને આ વાતનો ઊંડાણથી મહિમા આવવો જોઈએ કે અહો! આ વાત કોઈ અપૂર્વ છે. એમ પોતાથી અંદરમાં મહિમા આવવો જોઈએ. સાચી રુચિવાળો આગળ વધતો જાય છે. ૪૪૭.
* સમ્યગ્દષ્ટિ પંચપરમેષ્ઠી દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે પ્રેમ ને એનાથી વિરુદ્ધ કુદેવકુશાસ્ત્ર-કુગુરુ પ્રત્યે દ્વેષનો અંશ છે, પણ એ રાગ અને દ્વેષ પોતાના જ્ઞાતાનું શૈય છે. તેને પોતાના માનતો નથી, પોતાથી થયા માનતો નથી ને તેનાથી લાભ માનતો નથી. વ્યવહા૨-સમકિત છે પણ તે જ્ઞાનનું જ્ઞેય છે. રાગ છે તો મને લાભ છે, રાગ કર્યો તો ઠીક કર્યું એમ માને તે મિથ્યાદષ્ટિ છે. ધર્મીને જ્યાં સુધી અસ્થિરતા છે ત્યાં સુધી રાગ રહે છે અને દ્વેષનો અંશ પણ રહે છે પણ સ્વરૂપમાં એકત્વ નથી કરતાં અને અજ્ઞાની તો એમાં જ પડયો રહે છે કે રાગ કર્યો તે ઠીક કર્યું. ૪૪૮.
* દ્રવ્યનું એવું લક્ષ થવું જોઈએ કે એને એનો પક્ષ છૂટે જ નહિ. હજુ અનુભવ થયો નથી. પણ નિશ્ચયનયનો એવો પક્ષ આવ્યો છે કે અનંતકાળમાં એવો પક્ષ આવ્યો જ ન હતો. પૂર્વે સમ્યક્ત્વ કદી થયું નથી એમ ન કહેતાં ત્યાં (ગાથા ૧૧ના ભાવાર્થમાં ) નિશ્ચયનયનો પક્ષ કદી આવ્યો નથી એમ કહ્યું છે ને! દ્રવ્યલિંગી પૂર્વે થયેલો ત્યારે પણ એને દ્રવ્યનું એવું લક્ષ નહોતું થયું. આમ ધારણામાં તો દ્રવ્ય આવું છે એમ તો આવ્યું હતું. પરંતુ એની વાત નથી. આ તો દ્રવ્યનું એવું અપૂર્વ લક્ષ થઈ જાય કે એનો એને પોતાને જ ખ્યાલ આવી જાય છે. ૪૪૯.
* શ્રોતાઃ- આત્માની દૃષ્ટિ કરવા ધારે ત્યારે થાય કે જ્યારે થવાની હોય ત્યારે થાય?
પૂજ્ય ગુરુદેવઃ- જ્યારે આત્માની દૃષ્ટિ કરવા ધારે ત્યારે થાય પણ એ થવાની હોય ત્યારે જ થાય છે. જ્યારે કરવા ધારે ત્યારે થાય એટલે સ્વભાવસન્મુખનો પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ આદિ પાંચે સમવાય સાથે જ હોય, કાળલબ્ધિનો નિર્ણય કરનારો પુરુષાર્થ જાગે ત્યારે નિર્ણય થાય. ૪૫૦.
* પ્રત્યેક આત્મા પરમાત્મસ્વરૂપ જ છે એમ કહીને દ્રવ્યબુદ્ધિ કરાવીને પર્યાયબુદ્ધિ છોડાવી છે. દરેક આત્મા એટલે કે અનંત કાળે પણ સિદ્ધ નહીં થનાર અભવ્ય અને ભવ્ય બધા આત્મા પરમાત્મસ્વરૂપ જ છે. વસ્તુસ્વભાવ જ એવો છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com