________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૦૭ કેવળજ્ઞાન જ નિજ સ્વભાવ છે. એમ કહીને કહે છે કે આખી દુનિયાને એક બાજુ રાખીને, રાગને પણ એક બાજુ રાખીને તથા જેની અસ્તિ છે એવી એક સમયની પ્રગટ અવસ્થાની પણ રુચિ છોડી દે, એ બધું છે પણ એને ઓળંગી જઈને ત્રિકાળી જ્ઞાન સ્વભાવની રુચિ કર. ૪૫૧.
* ભગવાન આત્મા પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે અર્થાત્ પર્યાયમાં પર્યાયનો તથા ત્રિકાળીનો સ્પષ્ટપણે અનુભવ છે તોપણ, એક સમયના આનંદના અનુભવથી ઉદાસીન વર્તે છે ને ત્રિકાળી તરફ ઝુકી જાય છે, માટે અવ્યક્ત છે. વિકલ્પ, નિમિત્ત કે સંયોગની અપેક્ષા વિના પોતે પોતાથી જ પોતાને બાહ્ય-અભ્યતર અનુભવે છે. બાહ્ય એટલે એક સમયની આનંદની પર્યાયને અનુભવે છે અને અત્યંતર એટલે ત્રિકાળી ધ્રુવતત્ત્વ તેને પણ સ્પષ્ટ અનુભવે છે. ત્રિકાળી પોતે વેદનમાં આવતો નથી પણ ત્રિકાળીનું જ્ઞાન અનુભવમાં આવે છે. એ રીતે બાહ્ય-અભ્યતર પ્રત્યક્ષ અનુભવાતો હોવા છતાં એક સમયના આનંદની પર્યાયમાં રોકાતો નથી, પણ તેનાથી ઉદાસીનપણે વર્તતો થકો ત્રિકાળી તરફ ઝુકે છે. પ્રગટ આનંદની વ્યક્તદશાથી ઉદાસીન વર્તતો હોવાથી ભગવાન આત્મા અવ્યક્ત છે. ૪૫ર.
* આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે કયાંય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફીક્કો લાગે, સંસારના રાગનો રસ ઊડી જાય. અહો! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશના લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય જ. ૪પ૩.
* કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે! તેમ સંસારના દુઃખથી જેને ત્રાસ ત્રાસ થઈ ગયો હોય એને માટે આ વાત છે. ૪૫૪.
* જ્ઞાનીને જે શુભભાવ આવે છે તે અશુભથી બચવા માટે આવે છે એમ જે કહેવામાં આવે છે તે તો લોકોને જરા સંતોષ થાય તે માટે કહેવામાં આવે છે. ખરેખર તો શુભરાગ તેના આવવાના કાળે જ આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com