________________
થાપા
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ ]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શ્રોતા:- તો પછી પ્રાયશ્ચિત કેમ કરવામાં આવે છે?
પૂજ્ય ગુરુદેવ - તે બધી કહેવાની વાતો છે, કથનની પદ્ધતિ છે. ખરેખર તો એવો વિકલ્પ આવવાનો કાળ હતો એ જ આવ્યો છે અને વાણી પણ એવી જ નીકળવાની હતી એ જ નીકળી છે. બહુ સૂક્ષ્મમાં જઈએ તો ખરેખર તો શુભ વિકલ્પ અને પ્રાયશ્ચિતની વાણી નીકળવી અને ગુસ્વાણી નીકળવી તે બધું પુદ્ગલનું સ્વાભાવિક કાર્ય છે, આત્માનું કાર્ય નથી. આત્મા તો એકલો જ્ઞાનસ્વભાવી છે. ૪૫૫.
* ભગવાન પૂર્ણાનંદનો નાથ કે જેનું લક્ષ કરતાં, રાગની અપેક્ષા વિના નિરપેક્ષપણે સ્વતંત્રપણે પકારકથી પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અરે! રાગાદિ વિકાર કે મિથ્યાત્વના પરિણામ થાય છે એ પણ પકારકના પરિણામથી સ્વતંત્રપણે થાય છે. મિથ્યાત્વભાવ થાય છે તેમાં કર્મના કારકોની અપેક્ષા નથી. મિથ્યાત્વનું પરિણમન પકારકના પરિણમન વડે સ્વતંત્રપણે થાય છે. મિથ્યાત્વભાવ છે તે વિકારીભાવ છે, તે પણ પોતાના પકારકોથી થાય છે, તેને કર્મની કે નિમિત્તની અપેક્ષા નથી. જ્યારે વિકારની પર્યાય પણ-કે જે આત્માનો સ્વભાવ નથી, તેમ જ કોઈ એવી શક્તિ નથી કે વિકારને કરે છતાં પણ સ્વતંત્રપણે પોતાના એક સમયના પકારકથી થાય છે, તો પછી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય છે તે પોતે એક સમયના પટ્ટારકથી પરિણમન થઈને જ ઉત્પન્ન થાય. જે નિશ્ચય મોક્ષમાર્ગને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પણ અપેક્ષા નથી તે વ્યવહાર રત્નત્રયના રાગથી થાય એમ કેમ બને? ૪૫૬.
* અહા ! અતીન્દ્રિય અમૃતસ્વરૂપ જ્ઞાયકનું જ્યાં ભાન થયું, ત્યાં કપાયભાવ જે આવે તે પરમ તરીકે આવે, સ્વય તરીકે તો જ્ઞાયકભાવ આવે; કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર-પ્રકાશક હોવાથી તે સ્વને પણ જાણે અને પરને તથા પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા આવે તેને પણ જાણે. જાણનારસ્વભાવ છે તે જાણ્યા વિના કરે શું? વસ્તુ છે તે જ્ઞાયકભાવ તરીકે મોજૂદ ચીજ છે, નિર્લેપ છે. તેનું જેને જ્ઞાન થયું તેને પણ, હજુ પૂર્ણ વીતરાગ થયો નથી તેથી, વ્રતાદિ રાગનો વિકલ્પ આવે, તે તેને જાણે, પણ તેનાથી લાભ થાય એમ માને નહિ. કષાય આવે તેને જાણવો એ તારી પ્રભુતા છે, કષાયને કરવો ને “કષાય મારા છે' એમ માનવું-એ તારી પ્રભુતા નથી, પામરતા છે. અરેરે! જીવે પોતાના આત્માનું હિત ઇચ્છયું નહિ, પરની જંજાળમાં ગૂંચાઈને મરી ગયો. કષાયો તો વિભાવરૂપ પરયો છે, સ્વભાવરૂપ સ્વય તરીકે તો જ્ઞાયકભાવ છે. ૪૫૭.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com