________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૦૯ * ભગવાન આત્મા શક્તિરૂપે પરમાત્મા હુતો, તેનું ધ્યાન કરીને વર્તમાન પર્યાયમાં સિદ્ધ ભગવાન પરમાત્મપદને પામી ગયા. વસ્તુ તો શુદ્ધ હતી જ પણ તેનું ધ્યાન કરતાં તેની દશામાં પરમાત્માદશા એ આત્માએ પ્રાપ્ત કરી. એવા પરમાત્માને ઓળખીને મારા લક્ષમાં લઈને એવા સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું. શ્રી સમયસારમાં લીધું છે કે ભાઈ ! સિદ્ધપરમાત્માને નમસ્કાર કોણ કરી શકે? –કે જે હૃદયમાં-જ્ઞાનની દશામાં સિદ્ધપદને સ્થાપી શકે અને વિકાર આદિ મારામાં નથી, હું પૂર્ણાનંદ સિદ્ધ સમાન શક્તિએ છું-એમ જે શ્રદ્ધા જ્ઞાનમાં સિદ્ધને સ્થાપે એ સિદ્ધને ખરો નમસ્કાર કરી શકે. ઊર્ધ્વ રહ્યાં છતાં સિદ્ધોને હેઠે ઉતારું છું કે પ્રભુ! પધારો પધારો! મારે આંગણે પધારો! સિદ્ધને આદર દેનારના આંગણા કેટલા ઉજળા હોય ! રાજા આવે તોય આંગણું કેટલું સાફ કરે છે! અનંત અનંત સિદ્ધોને હું વંદન કરું છું એટલે કે એ સિવાય રાગનો, અલ્પજ્ઞતાનો, નિમિત્તનો આદર દષ્ટિમાંથી હું છોડી દઉં છું. અમારા આંગણાં ઉજળા કર્યા છે પ્રભુ! આપ પધારોને! પોતાની જ્ઞાનકળાની પ્રગટ દશામાં અનંત સિદ્ધોને સ્થાપે છે કે આવો પ્રભુ! નિર્વિકલ્પ પર્યાયમાં પ્રગટ થાઓ, આવો.-એવી જેની દષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયના આંગણે પધરાવે છે અને તેણે ભગવાનને નમસ્કાર કર્યા કહેવામાં આવે છે. ૪૫૮.
* એક ગામથી બીજે ગામ જાય તોય ભાતું સાથે લઈને જાય છે તો બીજા ભવમાં જવા માટે કાંઈ ભાતું હોય કે નહિ? શ્રદ્ધા-જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ, બાયડી સામે જોવે તો પાપ, છોકરી સામું જોવે તો પાપ, પૈસા સામું જોવે તો પાપ, પર સામું જોતાં બધે પાપ... પાપ.... ને... પાપ છે. અરે! કયાં એને જવું છે? રાગ અને હું એક છું એવું મિથ્યાત્વનું ભાતું લઈને જવું છે? રાગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું એવું ભાતું સાથે લઈ જાય તો આગળ વધવામાં અને કામ આવશે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડે તળીયે ધ્રુવમાં પર્યાયને લઈ જવાની છે. એ તો ધીરાના વીરાના કામ છે. ૪૫૯.
* અનંત અનંત જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવોથી ભરપૂર એવા નિજ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ કરાવવા માટે દ્રવ્યસ્વભાવનું માહાભ્ય બતાવ્યું છે કે પ્રભુ! તારું ધ્રુવ દ્રવ્ય આવું છે, તું ભગવાનસ્વરૂપ જ છો. ભાઈ ! ભગવાનમાં ને તારા દ્રવ્યસ્વભાવમાં જરીયે હીનાધિકતા નથી. ભગવાન પર્યાયમાં પૂર્ણ થયા છે ને તું સ્વભાવમાં પૂર્ણ છો. તે પૂર્ણ સ્વભાવનો આશ્રય કરીને અંતર સ્વ-સન્મુખતાનો પુરુષાર્થ કર તો તું પણ પર્યાયમાં પૂર્ણ ભગવાન થઈ જઈશ. ૪૬૦. * ખરેખર તો મોક્ષની પર્યાય પોતાના પકારકથી ઉત્પન્ન થઈ છે. વિકારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com