________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પર્યાય પણ પોતાના પત્કારકથી ઉત્પન્ન થાય છે, કેમ કે દ્રવ્ય-ગુણમાં વિકાર નથી છતાં પર્યાયમાં વિકાર થાય છે તે પર્યાય પોતાની સ્વતંત્રતા જાહેર કરે છે અને તે સ્વતંત્રતાની જાહેરાતનું તાત્પર્ય વીતરાગતા છે, અને તે વીતરાગતા, દ્રવ્ય ઉપર દષ્ટિ જાય છે ત્યારે થાય છે. સમ્યગ્દર્શનની પર્યાયનો તે કાળે જન્મક્ષણ છે, તે પોતાના પકારકથી થાય છે, તેને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. આજે ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા ત્યારે મોક્ષ પર્યાયનો ઉત્પત્તિનો કાળ હતો, તેને મોક્ષમાર્ગને લઈને થઈ તેમ કહેવું તે વ્યવહાર છે. કેમ કે મોક્ષમાર્ગનો વ્યય થાય છે, વ્યય તે કારણ કમ હોય? ઉત્પાનું કારણ ઉત્પાદું પોતે છે. ૪૬૧.
* આચાર્ય મહારાજ તો ભગવાન કહીને બોલાવે છે. કહે છે કે અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવવા છતાં પણ તે તેને દેખતો નથી. કેમ? -કે પર્યાયબુદ્ધિને વશ થઈ જવાથી પરદ્રવ્યોની સાથે એકત્વબુદ્ધિથી
સ્વદ્રવ્યને દેખી શકતો નથી. પ્રભુ! અંદર આનંદરસની શેરડીની કાતળી છે અને પુણ્ય-પાપના ભાવ તે શેરડીના કૂચા છે, તોપણ પુણ્ય-પાપના ભાવને વશ થઈને પુણ્ય-પાપના કૂચામાં એકત્વબુદ્ધિથી રાગાદિ જણાય છે તે હું છું એમ અજ્ઞાની માને છે તે બહિરાત્મા મૂઢ છે. મૂઢ અજ્ઞાની જીવ જ્ઞાનની જાણવાની દશામાં “આ આત્મા છું' એમ નહીં માનતા રાગાદિ હું છું એમ માને છે. ૪૬ર.
* સાચા ભાવલિંગી મુનિને છઠ્ઠા ગુણસ્થાને જેટલા શુભ પરિણામ આવે છે તેને પણ નાટક સમયસારમાં જગપંથ કહ્યો છે. જેમને પ્રચુર આનંદનું વેદન છે, એવા ભાવલિંગી સંતના શુભ રાગને પણ જગપંથ કહ્યો છે કેમકે તે બંધનું કારણ છે અને તેમાં ધર્મ માને છે તે તો મિથ્યાષ્ટિ જ છે. સમયસાર કળશ ૧૦૮ માં પણ કહ્યું છે કે વ્યવહાર-ચારિત્ર હોતું થયું જીવના શુદ્ધ પરિણમનનું ઘાતક છે, દુષ્ટ છે, અનિષ્ટ છે, તેથી વિષય-કષાયની માફક નિષેધ્ય છે; ઉપાદેય નથી. તેથી શુભ ક્રિયારૂપ યતિપણાનો ભરોસો છોડી શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવવા યોગ્ય છે. ૪૬૩.
* આહાહા ! ક્ષણમાં અનેક પ્રકારના વિચિત્ર રોગો થઈ જાય એવું શરીર છે, કયાં શરીર ને કયાં આત્મા! એને શેઢે કે સીમાડે મેળ નથી. આહાહા! આવો દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે ને આવો વીતરાગનો માર્ગ મહાભાગ્ય મળ્યો છે તેણે મનનો ઘણો ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. પાંચ ઇન્દ્રિયના વલણવાળો બોજો ઘટાડીને આત્માને ઓળખવાના વિચારમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com