________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૧૧ રોકાવું જોઈએ. અંદર અનંત આનંદ આદિ સ્વભાવો ભર્યા છે, એવા સ્વભાવનો મહિમા આવે એને અંદર પુરુષાર્થ ઉપડયા વિના રહે જ નહિ. ૪૬૪.
* હે જીવો! પરદ્રવ્યમાં ફેરફાર કરવાની અને અને સ્વકાર્યમાં અન્ય સાધન શોધવાની ચિંતા છોડી, સ્વસંવેદનથી નિજાત્માનો અનુભવ કરો ! આત્માનું જ્ઞાન કિરણ જે પ્રગટ છે તે પ્રગટ પર્યાય દ્વારા આત્મા જાણો. ૪૬૫
* સર્વજ્ઞ પરમાત્માએ ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ફરમાવ્યું કે ભાઈ! અમે તને સિદ્ધ સમાન જોઈએ છીએ, તું પણ એમ જતા શીખને! ત્રણલોકનો નાથ અતીન્દ્રિય આનંદની મૂર્તિ, દર્શન, જ્ઞાન ને ચારિત્રથી પૂર્ણાનંદને પામે એવો આ આત્મા એને હાડ-માંસમાં શરીરમાં રહેવું પડે, જનમ-મરણ કરવા પડે એ કલંક છે, કલંક છે. ૪૬૬.
* આત્મા પરદ્રવ્યને તો સ્પર્શતો નથી, રાગને પણ સ્પર્શતો નથી પણ અહીં અલિંગગ્રહણના ૧૯મા બોલમાં તો કહે છે કે આત્મદ્રવ્ય પોતાની નિર્મળ પર્યાયને પણ સ્પર્શ કરતો નથી. નિર્મળ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. દ્રવ્યસામાન્ય છે તે વિશેષરૂપ પર્યાયમાં આવતું નથી–સ્પર્શતું નથી. દ્રવ્ય વસ્તુ છે તે પર્યાયને કરતી નથી, પર્યાયને અડતી નથી અને પર્યાય છે તે દ્રવ્યમાં નથી, દ્રવ્યને સ્પર્શતી નથી. પર્યાયનું લક્ષ કરવા જતાં રાગ ઉત્પન્ન થશે ને દ્રવ્યનું લક્ષ કરતાં રાગ તૂટી નિર્વિકલ્પતા થશે, અતીન્દ્રિય આનંદ અનુભવાશે. ભાઈ ! તારી નિર્મળ પર્યાય થાય તેને પણ દ્રવ્ય અડતું નથી. આહા.... હા...! દ્રવ્ય ને પર્યાય બન્નેની આવી સ્વતંત્રતા બતાવે છે. પર્યાય ક્ષણિક છે તે ધ્રુવ દ્રવ્યને અડતી નથી. આહાહા ! અલૌકિક વાતો છે. દ્રવ્ય છે તે પર્યાયને દ્રવે છે-ઉત્પન્ન કરે છે એ પણ અપેક્ષાથી કથન છે, બીજા દ્રવ્યથી પર્યાય થતી નથી તેમ બતાવવા કહ્યું છે. પણ અહીં તો અધ્યાત્મની એકદમ સૂક્ષ્મ વાત કહે છે કે દ્રવ્ય છે તે પર્યાયનો દાતા નથી. ધ્રુવ અસ્તિત્વ ને ક્ષણિક અસ્તિત્વ બેને ભિન્ન બતાવે છે. ૪૬૭.
* મોક્ષનો માર્ગ પ્રગટયો તે પર્યાયને દ્રવ્યની પણ અપેક્ષા નથી અને વ્યવહારના કારકોની પણ અપેક્ષા નથી, એ તો પકારકના પરિણમનથી સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ છે. સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા પર્યાય, સમ્યગ્દર્શનની પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું કારણ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય-એવી જે સમ્યગ્દર્શનની પર્યાય છે તે પણ ત્રિકાળી પરમ સ્વભાવભાવથી ભિન્ન છે. કેમ કે જે મોક્ષમાર્ગની પર્યાય છે તે જ્યારે મોક્ષ થાય છે ત્યારે નાશ પામે છે અને એ પર્યાય તથા ત્રિકાળી દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com