________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨] .
[ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર જો અભિન્ન હોય તો પર્યાયનો નાશ થતાં પારિણામિક દ્રવ્યનો પણ નાશ થાય, પણ ધ્રુવનો કદી નાશ થતો નથી. ૪૬૮.
* અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી રાગાદિ વિભાવપર્યાય આત્માની છે. પ્રવચનસારમાં કહ્યું છે કે શુદ્ધ દ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનયથી પુણ્ય-પાપના ભાવ આત્માના છે. પણ એ તો શેયની-પર્યાયની સિદ્ધિ સિદ્ધ કરી. પરંતુ જ્યારે ત્રિકાળી જ્ઞાયક પર દષ્ટિ પડે છે, ત્યારે તો તે રાગ, પુણ્ય-પાપના તથા દયા-દાનના ભાવ પરય તરીકે જ્ઞાનમાં જણાય છે એવો જ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. સ્વનું જ્ઞાન થયું, ત્યાં એ જ્ઞાનની પર્યાયમાં સ્વપર-પ્રકાશક સામર્થ્ય હોવાથી અને જાણતાં રાગ વચ્ચે આવ્યો તેને પરય તરીકે જાણે. જાણનાર પ્રભુ બીજું શું કરે? તે તો ઉદયને તેમ જ બંધને તથા નિર્જરા તેમ જ મોક્ષને જાણે-તેનો જ્ઞાતા રહે. એ વાત સમયસારની ૩૨૦મી ગાથામાં કહી છે. ૪૬૯.
* મુનિને પણ પંચમહાવ્રત આદિનો ભાવ આવે છે, દૃષ્ટિમાં તે હેય છે પણ અસ્થિરતાના કારણે શુભરાગ આવ્યા વિના રહેતો નથી. છતાં તેઓ તેને આદરણીય માનતા નથી. હેયદષ્ટિ પૂર્વક વ્યવહારનો વિકલ્પ આવે છે, પણ તે જગપંથ છે, મોક્ષપંથ નથી તેમ સાધક જાણે છે. મુનિને પણ શુભભાવ આવે છે પણ જેટલો શુભભાવ છે તેટલો જગપંથ છે. શિવપંથથી તેટલા દૂર છે. છતાં અસ્થિરતાના કારણે આવ્યા વિના રહેતો નથી. તેથી આચાર્યદવ કહે છે કે પ્રભુ! તારા શુદ્ધાત્માને છોડી બહારમાં દેવ-ગુરુ-તીર્થ તરફ ન જા, ન જા. તેના લક્ષે શુભરાગ થશે એમ કહીને વ્યવહારથી ધર્મ થશે તેનો નિષેધ કર્યો છે. ૪૭).
* કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એટલે સમ્યગ્દર્શન, સમ્યકચારિત્ર, કેવળજ્ઞાન આદિ જે સમયે થવાના છે તે જ સમયે થાય છે. જે કાળે જે થવાનું તે જ કાળે તે થાય પણ એનો અર્થ એમ નથી કે પુરુષાર્થ વિના થઈ જાય ! કાળનયને દેખનાર સાધકની દષ્ટિ કાળ ઉપર નથી પણ સ્વભાવ ઉપર હોય છે. તેથી કાળનયથી જાણે છે કે જે સમયે ચારિત્ર પ્રગટ થવાનું છે તે સમયે જ પ્રગટ થશે. જે કાળે કેવળજ્ઞાન થવાનું છે તે જ કાળે થશે. કોઈ મુનિ લાખો વર્ષ ચારિત્ર પાળે ને કેવળજ્ઞાન થતાં વાર લાગે. કોઈ મુનિને અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈ જાય, તેથી લાંબો કાળ ચારિત્ર પાલન કરનાર મુનિને અધીરજ થતી નથી. તે જાણે છે કે કેવળજ્ઞાન થવાનું જ છે તે સ્વકાળે થશે. ૪૭૧. * આત્મા તો એકલો મૌનસ્વરૂપ જ છે. એ કયાં વાણીને કરે છે ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com