________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
| [ ૧૧૩ વિકલ્પનેય કરે છે! આત્મા વિકલ્પને કરે છે એ તો જૂઠીનયનું કથન છે. આસ્રવતત્ત્વ આત્મામાં છે જ નહિ. આમ બોલ્યો ને આમ કહેવું ને આમ સમાધાન કરવું... આહાહા ! વાણીને શું કરી શકાય છે? –કે તે આમ બોલે ને કહે! ૪૭ર.
* અહા! અત્યાર સુધીમાં જે સિદ્ધ થયા એથી અનંતગુણા જીવો નિગોદના એક એક શરીરમાં છે. એ જીવોમાંથી કેટલાંક તો સદાય એમાં જ રહેવાના છે. નિગોદમાંથી સંજ્ઞી–પંચેન્દ્રિય મનુષ્યપર્યાય મળવી અનંત અનંત દુર્લભ છે. તેમાં સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનો યોગ મળવો મહા દુર્લભ છે. એટલે સુધી આવીને હવે એણે કરવા જેવું આ એક જ છે કે પોતાના ભગવાન આત્માને ઓળખી લેવો. બીજે કય ય રોકાવા જેવું નથી. આ ટાણા ચૂકયો તો ફરી આ અવસર નહિ મળે. અત્યારે તો “સબ અવસર આ ચુકા હૈ.” ૪૭૩.
* કોઈ કહે કે અધ્યાત્મમાં આમ કહ્યું છે ને આગમમાં આમ કહ્યું છે ને ન્યાયશાસ્ત્રોમાં આમ કહ્યું છે, તો કહે છે કે બાપુ! એ બધા કથન છે, પહેલાં તો છે દ્રવ્યસ્વરૂપ લોક છે; એમ “છે' કહેતાં અનંતદ્રવ્યની પર્યાય પણ છે એમ એમાં આવી ગયું. પર્યાય કોઈને કારણે છે-એમ નથી, પર્યાય સત્ છે, તેનો કોઈ હેતુ નથી. “છ દ્રવ્યસ્વરૂપ લોક જે ય છે અને વ્યક્તિ છે” -તેમાં “છે” તે સત્ છે. દ્રવ્ય સત્ છે, ગુણ સત્ છે, પર્યાય પણ સત્ય છે. જેમ દ્રવ્યનું કોઈ બીજું કારણ નથી, ગુણનું કોઈ બીજું કારણ નથી તેમ વિકારી કે અવિકારી પર્યાયનું પણ કોઈ બીજું કારણ નથી, એ પર્યાય પણ પોતાના કારણથી તે સમયમાં નિરાલંબપણે-દ્રવ્ય-ગુણના આલંબના વિના, નિમિત્તના આલંબન-અપેક્ષા વિના પોતાના પકારકથી–ઉત્પન્ન થાય છે એ લોકનું સ્વરૂપ છે. ૪૭૪.
* શ્રોતાઃ- પર્યાય પર્યાયથી પોતાથી સ્વતંત્ર થાય છે તો દ્રવ્યને કારણ કેમ કહેવાય છે?
પૂજ્ય ગુરુદેવઃ- પર્યાય પર્યાયથી સ્વતંત્ર જ થાય છે પણ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે તેથી દ્રવ્યને કારણ કહેવાય છે. કારણપરમાત્માથી કાર્યપરમાત્મા થાય છે, ત્યાં પર્યાય દ્રવ્ય ઉપર લક્ષ કરે છે તેથી દ્રવ્યને કારણ-નિમિત્ત કહેવાય છે. દ્રવ્યનું લક્ષ કરે છે તેથી દ્રવ્યનો આશ્રય પણ કહેવાય. કારણવસ્તુ તો ત્રિકાળ છે પણ એને કારણ કયારે કહેવાય? –કે જ્યારે પર્યાય દ્રવ્યનું લક્ષ કરે ત્યારે ત્રિકાળી દ્રવ્યને કારણ કહેવાય છે. આવી વસ્તુસ્થિતિ છે તેને સમજતાં ખોટું પાણી ઉતરી જાય ને સાચું પાણી ચડી જાય એવી વાત છે. ખરેખર તો દ્રવ્ય પર્યાયને કરતું નથી, પર્યાય પર્યાયથી થાય છે, પણ એ વાત જગતને આકરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com