________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
[ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર પડે તેવી સૂક્ષ્મ છે. પર્યાય પર્યાયથી થાય છે-એ જાણવાનું તાત્પર્ય દ્રવ્યસ્વભાવ ઉપર લક્ષ ને દષ્ટિ કરવી તે છે. બધાનો સાર તો પર્યાયને અંતરમાં વાળવી તે છે. સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા દ્રવ્યના આશ્રયે પ્રગટે છે. ૪૭૫.
* “સલ્વાનો સુર પરવાનો હુર્રે' (મોક્ષપાહુડ, ગાથા-૧૬) ભગવાન ત્રણલોકના નાથની ભક્તિનો રાગ ઊઠવો તેને પણ દુર્ગતિ કહે છે. શુભરાગથી સ્વર્ગ, શેઠાઈ મળે છે, એ પણ પરમાર્થે દુર્ગતિ છે; સુગતિ તો એક મોક્ષ જ છે. પરદ્રવ્ય ઉપર લક્ષ જાય એ દુર્ગતિ છે, એમાં ચૈતન્યની સુગતિ નથી. નિજ ભગવાન આત્મા ઉપર લક્ષ જાય એ એક જ સુગતિ છે. પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે ભવોભવ સમવસરણમાં ભગવાનની પૂજા-ભક્તિ કરી, પણ એ તો પરદ્રવ્યનું લક્ષ છે તેથી દુર્ગતિ છે. ગૃહસ્થને પાપથી બચવા માટે શુભભાવ હોય છે, આવે છે, તેને વ્યવહારથી ઉપાદેય પણ કહેવાય છે, પણ તેમાં પરદ્રવ્યનું લક્ષ હોવાથી તે ચૈતન્યની સુગતિ નથી. સુગતિ તો એક જ નિજ કારણપરમાત્માના લક્ષથી જ થાય છે. હવે તો અહીં ૪૧-૪૧ વર્ષ થયા છે; સૂક્ષ્મ વાતો ઘણી સ્પષ્ટતાથી કહેવાય છે; પોતાના હિત માટે સમજીને અંદરમાં પચાવવાની આ વાતો છે, કાને પડવી એ પણ મહાભાગ્ય છે. ૪૭૬.
* જેને આત્માની ખરેખર રુચિ જાગે તેને ચોવીસે કલાક એનું એ ચિંતન, ઘોલન ને ખટક રહ્યા જ કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. અરે! નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય અને પૂર્વ સત્ સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી ફડાક દઈને અંદરમાં ઉતરી જાય છે, એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! અને સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તોપણ અનુકૂળતાનું લક્ષ છોડી અંદરમાં ઉતરી જાય છે, અને અહીં જરાક પ્રતિકૂળતા હોય તો અરે મારે આમ છે ને તેમ છે તેમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો! હવે એનું લક્ષ છોડીને અંદરમાં ઉતરી જા ને! ભાઈ ! આના વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ૪૭૭.
* આચાર્યદવ કહે છે કે અમે અલ્પકાળમાં સિદ્ધ થવાના છીએ હો ! અમે અનંતા સિદ્ધોનું પસ્તાનું પર્યાયમાં મૂકયું છે તો અમે પણ ભવિષ્યમાં અલ્પકાળમાં સિદ્ધ થવાના છીએ. અનંતા અનંતા સિદ્ધોને નિર્વિકલ્પ દશા દ્વારા મારી અલ્પજ્ઞ પર્યાયમાં ને રાગમાં સ્થાપું છું. જ્ઞાનમાં તો જાણીને સ્થાપું છું ને રાગમાં વિકલ્પમાં બહુમાન લાવીને સ્થાપું છું કેમ કે વિકલ્પ કાંઈ જાણતું નથી. એ રીતે ભાવ ને દ્રવ્યસ્તુતિથી પોતાનામાં અનંત સિદ્ધોને સ્થાપે છે અને શ્રોતાની પર્યાયમાં પણ સ્થાપે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com