________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૧૫ છે. હજુ તો શ્રોતા તરીકે સાંભળવા આવ્યો છે, ભલે અજ્ઞાની છે છતાં કહે છે કે તું શ્રોતા તરીકે સાંભળવા આવ્યો તો તારી પર્યાયની પણ અમને એટલી લાયકાત લાગે છે કે તારી પર્યાયમાં અને અનંતા સિદ્ધોને સ્થાપીએ છીએ, અને તારા વિકલ્પ દ્વારા પણ અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપીએ છીએ કેમ કે સ્વ અને પરમાં ભાવ અને દ્રવ્ય બન્નેથી સ્થાપે છે ને! ૪૭૮.
* સમયસાર ગાથા પ૦ થી પ૫ મા અનુભૂતિને આત્મા કહ્યો છે ત્યાં જેટલા વિકલ્પો ઉઠે છે તેનાથી ભિન્ન અને સ્વથી અભિન્ન કહેવું છે, તેથી અનુભૂતિની નિર્મળ પર્યાયને આત્મા કહ્યો છે પણ જ્યારે એ અનુભૂતિ કેમ પ્રગટે છે તે બતાવવું હોય ત્યારે તો ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તે સ્વ છે ને તેનો આશ્રય કરનાર પર્યાય તે પર છે, ભિન્ન છે-તેમ નિયમસાર ગાથા ૫૦ માં કહ્યું છે. એ અનુભૂતિની નિર્મળ પર્યાય ધ્રુવદ્રવ્યને સ્પર્શતી નથી ને ધ્રુવદ્રવ્ય અનુભૂતિને સ્પર્શતું નથી. અહો ! આ તો પરમ અધ્યાત્મના અંદરના ગંભીર સૂક્ષ્મ ભાવો છે. જાણનક્રિયા અને ત્રિકાળી ધ્રુવદ્રવ્ય એ એક બીજાને સ્પર્શતા નથી, છતાં જાણનક્રિયાનો આધાર આત્મદ્રવ્ય છે. ૪૭૯.
* અંદર જ્ઞાયકદેવનો મહિમા આવે ત્યારે આખા સંસારનો રસ છૂટી જાય છે, અને ત્યારે જ ભગવાન આત્મા સમીપ આવે છે. ભાઈ ! આ તો ભાગવત્ કથા છે, ભાગવત્ કથા ! નિજ જ્ઞાયક ભગવાનને બતાવનારી છે અને વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલી છે માટે આ ભાગવત્ કથા છે. અનંત અગાધ શક્તિઓના ધારક એવા નિજ અભેદ ચૈતન્યસ્વરૂપનો અંદર રસ લાગે તેને સંસારનો રસ છૂટી જાય છે–વિષયની વાસનામાંથી સુખબુદ્ધિ ઊડી જાય છે. અંતરમાં જ્યાં અતીન્દ્રિય આનંદના નાથનો-આનંદસ્વરૂપ નિજ જ્ઞાયક પ્રભુનો-મહિમા આવ્યો, દષ્ટિમાં તેનો સ્વીકાર ને સત્કાર થયો ત્યાં શુભ ભાવનો પણ મહિમા ઊડી જાય છે-જ્ઞાનીને વ્રતાદિના શુભ પરિણામમાં પણ રાગ અને દુઃખ લાગે છે, તેમાંથી સુખની બુદ્ધિ ઊડી જાય છે. ૪૮૦.
* પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના ૧૮માં બોલમાં કહ્યું છે કે આત્મામાં અનંતગુણો હોવા છતાં તે ગુણોના ભેદને આત્મા સ્પર્શતો નથી, કારણ કે ગુણના ભેદને લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. શુદ્ધ નિશ્ચયનયથી એકરૂપ અભેદ સામાન્ય ધ્રુવ દ્રવ્યને લક્ષમાં લેતાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પતા થાય છે. તેથી આત્મા ગુણોના ભેદને સ્પર્શતો નથી એમ કહ્યું છે;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com