________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર વચ્ચેની અસંખ્ય પ્રકારની સ્થિતિએ નરકમાં અનંતવા૨ જન્મ્યો. એ દુ:ખનું ભયાનક વેદન ! અરે ! તેનો વિચાર તેં કયારેય કર્યો નહિ. હવે તો તું, તે ભીષણ દુ:ખનો અંત કરવા, એકવાર સમ્યગ્દર્શન ને સ્વાનુભૂતિ પ્રગટ કર. ૯૩૧.
* અરેરે! જીવ અનંત અનંત કાળથી ભટકે છે. આયુષ્ય પૂરું થતાં જીવ તો આ દેહ છોડીને ચાલ્યો જાય છે. કયાં ગયો તેની કોને ખબર છે? અજાણ્યા દ્રવ્યમાં, અજાણ્યા ક્ષેત્રમાં, અજાણ્યા કાળમાં અને અજાણ્યા ભવમાં તારે જવાનું છે તેની તને ખબર નથી બાપુ! મિથ્યાત્વનો ભાવ છે ત્યાં સુધી એક પછી એક જગ્યાએ જન્મ ધારણ કરવાના છે. અબજોપતિ મરીને બકરીની કૂંખે જાય, ભૂંડ થાય. દુનિયાને તેની કયાં ખબર પડે છે બાપુ! તારી ચીજને ઓળખીને તેનું જો પરિણમન ન કર્યું તો સંસારનો રોગ દૂર નિહ થાય. ૯૩૨.
* ભગવાન શાયક આત્મા સર્વથા અપરિણામી નથી, પ્રમાણદષ્ટિથી જોતાં તે દ્રવ્ય-અપેક્ષાએ અપરિણામી પણ છે અને પર્યાય-અપેક્ષાએ પરિણામી પણ છે. ધ્રુવ સ્વભાવની અપેક્ષાએ આત્મા પલટતો નથી અને વર્તમાન પર્યાયની અપેક્ષાએ આત્મા પલટે છે. પ્રમાણદષ્ટિ જોતાં આત્મા તે બન્ને સ્વરૂપ છે. ૯૩૩.
* બહાર સુખ છે જ નહિ. સુંદર શરીર, સ્ત્રી, લક્ષ્મી વગેરેમાં તો સુખ છે જ નહિ, એ તો કયાંય દૂર રહી ગયાં, પણ અંદર જે પુણ્યના ભાવ થાય તેમાં પણ સુખ નથી. શુદ્ધ બુદ્ધ સુખકંદ પ્રભુ તો અંદર જુદો બિરાજે છે. એ બહારના વિષયોનો જાણનાર અંદર જુદો છે ને જણાય છે તે ચીજ જુદી છે. જુદાનું સુખ જુદી ચીજમાં કયાંથી હોય? આવી વાત છે બાપુ! આ મારગ કોઈ જુદો જ છે. અનંત કાળે આ મોંઘું મનુષ્યપણું મળ્યું; એમાં જો અત્યારે આત્મતિ નહિ કર તો કયારે કરીશ? આવું મનુષ્યપણું ફરી નહિ મળે. આ અવસર ચૂકયો તો ફરી પત્તો નહિ ખાય. પ્રભુ! સુખ અંતરમાં છે; બહારમાં સુખ છે જ નહિ. ૯૩૪.
* શ્રોતાઃ- આમાં કમાણી શું થાય?
પૂજ્ય ગુરુદેવઃ- આમાં કમાણી એ થાય કે ઈ પોતે ત્રણલોકનો નાથ થાય, કેવળજ્ઞાનનો બાદશાહ થાય ઈ કમાણી છે. અરે! શ્રદ્ધા-જ્ઞાન થયા ત્યાં જ ઈ કેવળજ્ઞાનનો બાદશાહ થઈ ગયો. ૯૩૫.
* જેને હું દુ:ખી છું એમ લાગે ઈ સુખ પ્રાપ્ત કરવા તરફ વલણ કરે. ૫૨પદાર્થમાં ઠીકપણું અને અઠીકપણું લાગવું એ જ દુ:ખનું લક્ષણ છે, પોતાની શાંતિ માટે ૫૨નો આશ્રય લેવો પડે એ જ દુ:ખ છે. ૯૩૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com