________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૧૧ તે સ્વાનુભવ થતાં જીવ સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની કહેવાય છે; બાકી બધાં થોથાં છે. ૯૨૮.
* દેહદેવળમાં જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણશોભાયુક્ત ચૈતન્યદેવ બિરાજે છે. અંદર સમ્યગ્દર્શનમાં તેનો જેને મહિમા આવ્યો તેને બહારના ભપકા-સમવસરણ દેખે તોપણ દષ્ટિમાં તેનો મહિમા ન આવે. સમવસરણ એટલે શ્રી જિનેન્દ્રભગવાનની ધર્મસભા, જ્યાં સો ઇન્દ્રો, રાજાઓ વગેરે મનુષ્યો, સિંહ, વાઘ વગેરે પશુઓ ભગવાનની વાણી સાંભળવા આવે છે, સ્ફટિક વગેરે વિવિધ રત્નોથી બનેલા ગઢ હોય છે, વચ્ચે ત્રણ પીઠિકા, તેના પર ગંધકૂટી, રત્નોનું સિંહાસન ને લાખ પાંખડીનું કમળ હોય છે, ત્યાં અદ્ધર ભગવાન બિરાજે છે; પણ એ તો બહારની શોભા છે. અંદર ભગવાન આત્માનો જેને મહિમા આવ્યો તેને બહારની કોઈ ચીજનો મહિમા આવે નહિ. જેને પોતાના ચૈતન્યનો મહિમા આવ્યો તેને નિજ આત્મામાં સુખબુદ્ધિ થઈ અને રાગ, પુણ્યપરિણામ ને બહારની સર્વ ચીજોમાંથી સુખબુદ્ધિ છૂટી ગઈ. ૯૨૯.
* આ આત્મા અતીન્દ્રિય પૂર્ણ જ્ઞાન, શાંતિ ને આનંદસ્વરૂપ છે, તેનો અનુભવ કરી લે. દયા, દાન, વ્રત, તપ અને ભક્તિ વગેરેના વિકલ્પ આવે, પણ તે કોઈ ધર્મ નથી, તે મોક્ષનું પરંપરા કારણ પણ નથી. “હું નિર્વિકલ્પ સહજ જ્ઞાનાનંદસ્વરૂપ છું' એવું પ્રચુર સ્વસંવેદન-એવો ઉગ્ર સ્વાનુભવ તે મોક્ષનું સાક્ષાત્ કારણ છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક મંદ શુદ્ધિ તે મોક્ષનું પરંપરા કારણ છે. મંદ શુદ્ધિની સાથે જે શુભરાગરૂપ કચાશ છે તેને આરોપથી પરંપરા કારણ કહેવાય છે. અંતર સ્થિરતારૂપ જે શુદ્ધિ વધશે તે વ્રતાદિના વિકલ્પનો અભાવ કરીને થશે, માટે સમ્યગ્દષ્ટિના વ્રતાદિસ્વરૂપ શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે, મિથ્યાષ્ટિના વ્રતાદિસ્વરૂપ રાગને નહિ. ૯૩).
* અરે, પ્રભુ! તેં સચ્ચિદાનંદસ્વરૂપ નિજ જ્ઞાયકતત્ત્વની દષ્ટિ કદી કરી નથી, તેનો આશ્રય લીધો નથી અને પુણ્યભાવથી મારું કલ્યાણ થશે,' એમ તેનો આશ્રય કરીને મિથ્યાત્વભાવનું સેવન કર્યું. મિથ્યાત્વભાવના કારણે ૮૪ લાખ યોનિમાં અનંતવાર અવતાર લીધા. અહા ! નરકનાં એ ભયંકર દુ:ખ ! ભગવાન એમ ફરમાવે છે કે-નરકગતિના એક ક્ષણનાં દુઃખ કરોડ જીભે ને કરોડ ભવે કહી શકાય નહિ; એ તો, તે જીવ પોતે તેને ભોગવે અને કેવળી તેને જાણે. નરકનાં એક ક્ષણનાં દુઃખ રત્નકરંડશ્રાવકાચાર (પં. સદાસુખદાસજીકૃત ટીકા) અને છ ઢાળામાં વર્ણવ્યાં છે. ભાઈ ! તું ઉત્કૃષ્ટ ૩૩ સાગર ને જઘન્ય દસ હજાર વર્ષની તથા એક-એક સમય વધતાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com