________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જેમ સ્વભાવ સત છે તેમ રાગ છે તે પણ ઉત્પાદપણે સત છે. રાગપરિણામ પોતાની પર્યાયમાં છે માટે આત્મા તેનો કર્તા છે. નિશ્ચયનયે આત્મા રાગપરિણામનો કર્તા છે, કેમ કે પોતાની પર્યાયમાં રોગ થાય છે. એ રાગનો કર્તા જડકર્મ નથી પણ આત્મા તેનો કર્તા છે. રાગ પોતાથી પોતાની પર્યાયમાં છે-એમ જાણીને સ્વદ્રવ્યના આશ્રયે તેને છોડવો. રાગનો કર્તા પોતે છે ને રાગનો છોડનારો પણ પોતે છે એમ જાણીને ત્રિકાળીના અવલંબને રાગને ટાળી શકાય છે. ૯૨૩.
* કોઈ જીવ વનકેલી કરવા જંગલમાં જાય ને વૈરાગ્ય થઈ જાય, કપડાં ઉતારી મુનિ થઈ જાય ને ધ્યાનમાં બેસે ને કેવળજ્ઞાન પામી જાય. આહાહા ! અંદરમાં પોતે પ્રભુ શક્તિથી ભરેલો છે ને! ક્ષણમાં કેવળજ્ઞાન લેવાની એની તાકાત છે. કોઈને તેનો વૈરી પાણીમાં ડુબાડે ને કેવળ ભે, કોઈને ઘાણીમાં પીલે ને કેવળ લ્ય, કોઈને પર્વત ઉપર ઉછાળે ને કેવળ લ્ય. અંદર પ્રભુત્વ આદિ શક્તિરૂપ સ્વભાવમાં ઉપયોગ એકાગ્ર થયો તે બાહ્ય પ્રતિકૂળતાને દેખતો નથી. ૯૨૪.
* એક બે ઘડી શરીરાદિ મૂર્તિકદ્રવ્યોનો પાડોશી થઈને જ્ઞાયકભાવનો અનુભવ કર. જેમ રાગ ને પુણ્યનો અનુભવ કરે છે એ તો અચેતનનો અનુભવ છે, ચેતનનો અનુભવ નથી. માટે એકવાર મારીને પણ, શરીરાદિનો પાડોશી થઈને, ઘડી બે ઘડી પણ જ્ઞાયકનું લક્ષ કરીશ તો તુરત આત્મા ને રાગની ભિન્નતા થઈ જશે અને જેવું તારું આત્મસ્વરૂપ છે તેવો તને અનુભવ થશે. ૯૨૫.
* જેમ ખોરાક લીધા વિના ચાલે નહિ, તેમ હંમેશા શાસ્ત્ર-સ્વાધ્યાય હોવો જોઈએ. સ્વાધ્યાય એ તો આત્માનો ખોરાક છે. માટે તેનું રટણ લાગવું જોઈએ, તેનું વ્યસન હોવું જોઈએ. ૯૨૬.
* સમયસારજી પ્રથમ હાથમાં આવતાં, કુંદકુંદ આચાર્ય મહાવિદેહમાં બિરાજતાં સીમંધર ભગવાનના સાક્ષાત્ દર્શન કરીને અહીં આવીને શાસ્ત્ર રચેલ છે તેથી તેમના આગમ પરમ માન્ય છે-એ ફૂટનોટ વાંચતાં જ એમ થઈ ગયું કે “આ મારા ઘરની જ વાત છે.” ૯૨૭.
* હે ભવ્ય! તું મોક્ષમાર્ગમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. પ્રભુ! તારી ચીજ અંદર આનંદનું ધામ છે; તારી પ્રભુતાનો પાર નથી. તેની સન્મુખ થઈ સ્વાનુભૂતિ કરવી તે, ધર્મની પ્રથમ શરૂઆત છે. તે વિના દાન, ભક્તિ, પૂજા વગેરે શુભભાવ દુઃખરૂપ છે. જ્ઞાન આનંદ આદિ અનંત પવિત્ર સ્વભાવોથી ભરપૂર એવા નિજ જ્ઞાયકની સન્મુખ દૃષ્ટિ થતાં તેનો અનુભવ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com