________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૨૦૯
નથી. આમ પહેલાં મિથ્યાત્વ ટાળવાની પ્રતિજ્ઞા થાય છે. ભાઈ! એકવાર નિયમ તો લે, સોગંદ તો લે કે આત્માના પૂર્ણ સ્વભાવ સિવાય બીજું કાંઈ મારે ખપતું નથી. ૯૧૭.
* શ્રોતા:- પ્રભુ! હું સંસા૨ોગથી પીડાતો દર્દી છું, એ રોગને મટાડનાર આપ ડોક્ટર પાસે આવ્યો છું.
પૂજ્ય ગુરુદેવઃ- કોઈ દર્દી જ નથી. હું દર્દી છું એવી માન્યતા છોડી દેવી. હું નિરોગી પ૨માત્મસ્વરૂપ જ છું. ૯૧૮.
* શ્રોતા:- અજ્ઞાની જિજ્ઞાસુજીવ સ્વભાવ ને વિભાવનું ભેદજ્ઞાન કરવા પ્રયત્ન કરે છે પણ સ્વભાવને જોયો નથી તો તેનાથી વિભાવને ભિન્ન કેવી રીતે કરી શકે?
પૂજ્ય ગુરુદેવઃ– જો જિજ્ઞાસુજીવે પહેલાં સ્વભાવને જોયો હોય તો તેને ભેદજ્ઞાન કરાવવાનું કયાં રહ્યું ? જિજ્ઞાસુજીવે પહેલાં અનુમાનથી નક્કી કરવાનું છે કે આ પર તરફના વલણનો ભાવ છે તે વિભાવ છે અને અંદર વલણ કરવું તે સ્વભાવ છે. પ૨ તરફના વલણના ભાવમાં આકુળતા ને દુ:ખ છે અને અંત૨વલણના ભાવમાં શાંતિ છે એમ પહેલાં સ્વભાવને અનુમાનથી નક્કી કરે છે. ૯૧૯.
* હે પ્રભુ! મેં પરને પોતાનું માન્યું અને સ્વને ભૂલી ગયો એ મહા અપરાધની હું નાથ! ક્ષમા કરજો-એમ પોતાના આત્મા પાસે ક્ષમા માગવાની છે. અરે! એને આત્માના હિત માટે ખટક હોવી જોઈએ કે મારું શું થશે ? પૈસા માટે લોકો આફ્રિકા, અમેરિકા આદિ દૂર દૂર જાય છે ને કેટલી મહેનત કરે છે, તો પોતાના આત્મા માટે પણ ગમે તેમ કરીને કરવું જોવે ને! ૯૨૦.
* શ્રોતાઃ- રાગમાંથી લક્ષ ફેરવી સ્વરૂપમાં લક્ષ કેવી રીતે જાય ?
પૂજ્ય ગુરુદેવઃ- કોઈ વેદનાના કાળે બીજી કોઈ મોટી અનુકૂળતાનો પ્રસંગ આવતા રોગમાંથી લક્ષ ફેરવીને આનંદિત થઈ જાય છે ને! તેમ સ્વરૂપનો મહિમા લાવે તો... અપૂર્વ મહિમા આવતાં રાગમાંથી લક્ષ છૂટી સ્વરૂપની રુચિ ને લક્ષ થાય છે. ૯૨૧.
* શ્રોતા:- અરિહંતાદિ પ્રત્યેનો રાગલવ (અંશ) પણ અનર્થ પરંપરાનું મૂળ છે એ વાત જાણતાં આઘાત ન લાગે ?
પૂજ્ય ગુરુદેવઃ- અરે ! અરિહંતાદિ પ્રત્યેનો રાગ છે તે પણ મને બંધનું કારણ છે એમ જાણતાં તો વીર્યની સ્ફૂરણા જાગે છે. વીર્યમાં ઉલ્લાસ આવે છે. આઘાત થતો નથી. ૯૨૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com