________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮].
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * આચાર્ય આત્માની વાત કહે છે ત્યારે કોઈ કહે કે અમને કાળ પાકવા દ્યો, કષાયની મંદતા થવા ઘો, કાંઈક વ્યવહાર સુધારવા ધો, ઈ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ફેરવી રહ્યો છે. ૯૦૮.
* આ વાત માટે ઘણો પુરુષાર્થ જોઈએ, ઘણી પાત્રતા જોઈએ, પુણ્યપાપમાંથી સુખબુદ્ધિ ઊડી જવી જોઈએ, સુખબુદ્ધિ કહો કે હિતબુદ્ધિ તે ઊડી જવી જોઈએ. ૯૭૯.
* જેમ આંખમાં કણું ખટક્યા કરે છે તેમ જ્ઞાનીને પર્યાયમાં રાગ થાય છે તે ખટકયા કરે છે. ૯૧).
* જ્ઞાતા-દષ્ટાના અનુભવ વિના અજ્ઞાનીને જે વિકલ્પ આવે છે ઈ એનું કર્તવ્ય” બની જાય છે. ૯૧૧.
* અરે ! એને રૂદન પણ આવ્યા નહીં કે મને મારો વિરહ! ૯૧૨.
* પાંચ પદ શરણરૂપ છે એટલે કે પાંચ પદરૂપ પોતાનો આત્મા જ શરણરૂપ છે. કહ્યું છે ને! કે વર્તમાનમાં સિદ્ધ દશા તો નથી તો સિદ્ધનું ધ્યાન કેમ હોય! જૂઠમૂઠ છે! અરે! અંદરમાં શક્તિરૂપ સિદ્ધ સ્વભાવ તો વર્તમાનમાં મૌજુદ છે અને તેથી તેનું ધ્યાન કરતાં પ્રત્યક્ષ શાન્તિનું વેદન આવે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ જ છે. ૯૧૩.
* જેમ નાના બાળકને કૂતરો કરડવા આવે ત્યાં તરત તે ત્યાંથી દૂર ભાગીને પોતાના મા-બાપ પાસે દોડી જાય છે અને તેને ચોંટી પડે છે. તેમ પોતાનો આત્મા મહાન છે, ઈ મોટો આધાર છે, એને શરણે જા. ૯૧૪.
* ...... ધીરો થઈને જ્ઞાનને જરા વિચારમાં રોક. જેને ભુલવું-મૂકવું છે, છોડવું છે, તેને બધાને ભૂલીને વિચાર કર. ગમે ત્યારે તો પરને તારે છોડવાનું જ છે તો અત્યારે જ એને ભૂલીને તું તને સંભાળ. ૯૧૫.
* કોઈ પણ સમયે કોઈ પણ પ્રસંગે ભગવાનને ભૂલીશ નહીં. તારા ભગવાનને હો! એને સદાય તું દષ્ટિમાં રાખજે. તેમાં લીનતા તે જ મોક્ષનો માર્ગ છે. તેને સદાય તું ભૂલીશ નહીં. તારો ભગવાન શુદ્ધ અસ્તિત્વમાત્રરૂપ છે તેને કોઈ પણ સમયે ભૂલીશ નહીં. ૯૧૬.
* શ્રોતાઃ- આપ પ્રતિજ્ઞા તો કાંઈ કરાવતા નથી ?
પૂજ્ય ગુરુદેવ - પ્રતિજ્ઞા કરી કે પુણ-પાપ મારા નથી, પરની ક્રિયા હું કરી શકતો નથી, હું તો શુદ્ધ ચૈતન્ય છું. સમ્યગ્દર્શન મારી વસ્તુ છે, પુણ-પાપ મારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com