________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૦૭ | * ભાઈ ! અમે તો આત્મા છીએ અને આત્મા તો એક સમયની પર્યાયની સમીપમાં પર્યાયથી ભિન્ન, શુભાશુભ રાગથી ભિન્ન, શરીર-વાણી-લક્ષ્મી તથા નામથી પણ ભિન્ન અંદર પાતાળમાં પડેલી જ્ઞાયક વસ્તુ છે. આત્મવસ્તુ પોતાનું ધ્રુવ પરિપૂર્ણ સામર્થ્ય રાખીને સદા રહી છે, તે કાંઈ આખી એક સમયની પર્યાયમાં આવી ગઈ નથી. અરેરે ! તત્ત્વની આવી વાત જીવને કયાંય સાંભળવા ય ન મળે ! જીવન ચાલ્યું જાય છે, મોતનાં નગારાં માથે વાગે છે. એક સમય એવો આવશે કે તારું આ રૂપાળું શરીર ધૂળ-રાખ થઈ જશે.
જિમ તેતર ઉપર બાજ, મચ્છ પર બગલો રે;
તારી કંચનવરણી કાય, ઢળી થશે ઢગલો રે. પહેલાં ચેતવણી આપીને મોત નહિ આવે કે- “હું આવું છું, તૈયારી કર.” શું મોત એવું કહીને આવે છે? દેહ જડ છે, સંયોગી છે, તે તો તેની મુદ્દત પૂરી થતાં છૂટો પડી જ જશે. ૯૦૧.
* શુભ વિકલ્પને ઉત્પન્ન કરવો એ જ એક તો નપુંસકતા છે અને વળી શુભ વિકલ્પ તે જ હું તે તો નપુંસકતાથી પણ નપુંસકતા છે. ૯૦૨.
આ જીવનું અંદર ચિથી રટણ અને ધૂંટણ ઈ અંદર આગળ જવાનો રસ્તો છે. સ્વરૂપ પ્રત્યે એને પ્રેમની જરૂર છે. જ્ઞાન ઓછું-વધતું શ્રેય તેનું કંઈ નહીં. ૯૦૩.
* છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્રના તળીયે એકલા રત્નો જ ભર્યા છે, રેતી નથી, તેમ ભગવાન આત્માના તળમાં-સત્ત્વમાં એકલી ચૈતન્યશક્તિઓરૂપ રત્નો જ ભર્યા છે એના તળમાં રેતી અર્થાત રાગાદિ નથી. ૯૦૪.
* કેવળજ્ઞાનની એક સમયની પર્યાય એવડી છે કે ત્રણકાળ ત્રણલોક તેમાં જણાય છે પણ સામા ય છે માટે કેવળજ્ઞાન છે એમ નથી અને કેવળજ્ઞાન છે માટે લોકાલોક શેય છે એમ નથી. અનંતા કેવળી અને સિદ્ધો પણ જ્ઞય છે. તે શેયને લઈને સાધક જીવને કેવળીનું બહુમાન આવતું નથી. પરંતુ પોતાની કમીને લઈને બહુમાન આવે છે. ૯૦૫.
* પર્યાયનો ફેર ભાંગવા માટે દ્રવ્ય-ગુણમાં ફેર નથી એવી દષ્ટિ કરતાં પર્યાયનો ફેર ભાંગીને પરમાત્મા થાય છે. ૯O6.
* જાલભાઈ કહે છે ને! કે પલોંઠી વાળીને બેસી જા એટલે કે ધ્રુવમાં આસન લગાવીને બેસી જા.... એ વાત સાચી છે. ૯૦૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com