________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
કરવું પડે છે. પરંતુ વ્યવહાર આદરવા યોગ્ય નથી. વ્યવહાર નિશ્ચયને બતાવે છે તોપણ વ્યવહાર વડે નિશ્ચય સાધ્ય ન હોવાથી વ્યવહાર આદરવા લાયક નથી, માત્ર પરમાર્થના પ્રતિપાદન અર્થે સ્થાપવા યોગ્ય છે. ૮૯૭.
* જે જે દ્રવ્યની જે જે કાળે જે જે ક્રિયા થઈ રહી છે તેનો નિમિત્તકર્તા પણ આત્મા નથી. પરદ્રવ્યસ્વરૂપ નોકર્મની ક્રિયામાં તથા જડકર્મની ક્રિયામાં જો આત્માને નિમિત્તકર્તા માનવામાં આવે તો આત્માને પરદ્રવ્યની સર્વ અવસ્થાઓમાં નિત્ય ઉપસ્થિત રહેવું પડે, અર્થાત્ નિત્ય-કર્તૃત્વનો પ્રસંગ આવી પડે. આત્મદ્રવ્ય જો જગતની ક્રિયામાં નિમિત્તકર્તા હોય તો જગતની જે જે ક્રિયા થાય તેમાં આત્માએ નિત્ય ઉપસ્થિત રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. જો દ્રવ્ય નિમિત્તકર્તા હોય તો દરેક ક્રિયામાં દ્રવ્યને નિમિત્તકર્તા તરીકે સદાય હાજર રહેવું પડે. માટે પરદ્રવ્યની ક્રિયાનો આત્મા નિમિત્તકર્તા પણ નથી. ૮૯૮.
* ભગવાન ચૈતન્યદેવ જ્ઞાનાનંદની પૂર્ણતાથી ભરેલો અદ્દભુત જ્ઞાયક પદાર્થ છે. તેમાં રાગ તો નથી પણ અપૂર્ણતા પણ નથી. તે જ્ઞાયક-આત્માની અંદર જવું અને અતીન્દ્રિય આનંદમય આત્મસંપદાની પ્રાપ્તિ કરવી તે જ અમારો-મુનિઓનો વિષય છે. વ્યવહા૨૨ત્નત્રયનો શુભ રાગ એ પણ અમારો વિષય નથી, કેમ કે તે શુભભાવ આસ્રવ છે, બંધનું કારણ છે, ચૈતન્યપ્રભુ અંદર મહા સંપદાથી ભરેલો છે. રૂપિયા, હીરા-માણેક તો આત્માની સંપદા નથી, પણ પુણ્ય પણ સંપદા નથી; એ તો વિપદા-આપદા છે. મુનિરાજ કહે છેઃ પંચ મહાવ્રત પાળવાં તે અમારો વિષય નથી, અંદર આનંદસ્વરૂપમાં ઠરી જવું તે અમારો વિષય-અમારું કર્તવ્ય છે. ૮૯૯.
* જેને જેની જરૂરિયાત લાગે તેને તે જ રુચે છે. ભગવાન આત્માની જેને રુચિ હોય તેને તે જ ગમે છે, સુખરૂપ દેખાય છે, બીજું બધું ડખલરૂપ લાગે છે; વચમાં દેવ-શાસ્ત્ર-ગુરુના મહિમા વગેરેનો શુભ વિકલ્પ આવે, પણ તે દુઃખરૂપ લાગે છે. અંદર આનંદસ્વરૂપની રુચિમાં ભગવાન આત્મા સુખરૂપ લાગે છે. અહા! આવો માર્ગ છે ભાઈ! લોકોએ ધર્મનો માર્ગ ચૂંથી નાખ્યો; કોકે કાંઈકમાં ને કોકે કાંઈકમાં ધર્મ માન્યો. લઈ લો જાવજીવનું બ્રહ્મચર્ય, લૂગડાં છોડો ને થઈ જાઓ નગ્ન; પણ ભાઈ ! એમાં ધૂળે ય ધર્મ નથી. એવું બહારનું નગ્નપણું તો અનંતવાર ધારણ કર્યું. આત્મા કે જેમાં રાગની લાગણીનાં કપડાં પણ નથી એવી ત્રિકાળી જ્ઞાયક ચીજ તેને પહેલાં ઓળખીને-તેનો અનુભવ કરીને જેને નિજ ઘરમાં જવું છે તેને બીજું બધું દુઃખરૂપ લાગે છે. ૯૦૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com