________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
| [ ૧૨૫ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રનો સુકાળ પ્રગટ થાય છે. ધ્રુવસ્વભાવના બળ વિના સાધકપણું કોના બળે પ્રગટ થશે? પ૧૬.
* શુદ્ધ પર્યાય રૂદ્રવ્યની સન્મુખ થાય છે તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહેવાય છે, પણ અભિન્નતાનો અર્થ એ છે કે દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે-શક્તિ છે એ જ્ઞાનપર્યાયમાં આવી જાય છે, પ્રતીતિમાં આવી જાય છે, તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહી છે. પણ એનો અર્થ એ નથી કે અનિત્ય પર્યાય નિત્ય દ્રવ્યની સાથે એકમેક થઈ જાય છે. દ્રવ્ય-પર્યાય બન્નેનું સ્વરૂપ જ ભિન્ન હોવાથી બન્ને ભિન્ન છે. પર્યાય દ્રવ્યનો આશ્રય કરે છે-લક્ષ કરે છે તેથી પર્યાય શુદ્ધ થાય છે, પણ તેથી દ્રવ્ય-પર્યાય એક થઈ જાય છે તેમ નથી, બન્નેના સ્વરૂપ ભિન્ન હોવાથી પર્યાય દ્રવ્યરૂપ થતી નથી અને દ્રવ્ય પર્યાયરૂપ થતું નથી. પ૧૭.
* જે સમયે જડના પરિણામ થાય છે તે જ સમયે જ્ઞાતાના પરિણામ જાણવાના થાય છે એ જ જ્ઞાતાનું વ્યાપ્ય છે, એ જ જ્ઞાનનો પુરુષાર્થ છે. ફેરફાર કરવું તે તો ઊંધો પુરુષાર્થ છે. જ્ઞાતા છે તે, તે જ સમયના પરિણામને જાણે, તે જ જ્ઞાતાનું કાર્ય છે. પ૧૮.
* ભગવાન તું અકારણકાર્ય શક્તિવાળો છો, તે અકારણકાર્ય શક્તિ ઉપર દષ્ટિ પડતાં અકારણકાર્યપણું પર્યાયમાં પ્રગટ થયું એટલે પર્યાયમાં પણ અકર્તા થયો. આહાહા ! જ્ઞાતાદષ્ટા પ્રભુ તું છો, થાય તેને જાણનાર છો, થાય એનો જાણનાર છો. રાગ થાય તે કાળે જ્ઞાન તેને જાણતું પરિણમે છે. જાણનાર... જાણનાર... જાણનાર જ છો. પ૧૯.
* આત્મા વિશ્વનો પ્રકાશક છે. જાણનાર છે. રાગ આવે છે તેનો પણ જાણનાર છે. શું એની શૈલી છે! આહાહા ! શરીર-મન-વાણીને આત્મા કરે નહિ, કરાવે નહિ, કરતાને અનુમોદે નહિ. શુભરાગને પણ આત્મા કરે નહિ, કરાવે નહિ, અનુમોદે નહિ. આહાહા ! આવી વસ્તુસ્થિતિ છે. પ૨૦.
* ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરીને ભૂતાર્થ કહ્યો અને પર્યાયને અભૂતાર્થ કહી એટલે કે પર્યાય નથી એમ કહ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, તેથી પર્યાય સર્વથા નથી જ એમ નથી. પર્યાયમાં જેટલો રાગ છે એટલું દુ:ખ પણ છે. સમ્યગ્દષ્ટિને રાગ કે દુઃખ નથી એમ કહ્યું છે એ તો દષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે અને જેટલો રાગ છે એટલું દુઃખ પણ સાધકને છે તેમ જાણે છે. પર્યાયમાં રાગ છે, દુઃખ છે, તેને જો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com