________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર૬]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જાણે નહિ તો ધારણાજ્ઞાનમાં પણ ભૂલ છે. સમ્યગ્દષ્ટિને દૃષ્ટિનું જોર બતાવવા આસ્રવ નથી તેમ કહ્યું છે પણ જો આસ્રવ સર્વથા ન હોય તો મુક્તિ હોવી જોઈએ ! કર્તાકર્મ-અધિકારમાં સમ્યગ્દષ્ટિને રાગ થાય છે તેનો કર્તા પુદ્ગલકર્મ છે, આત્મા કર્તા નથી તેમ કહ્યું છે અને પ્રવચનસારમાં જ્ઞાનીને રાગ થાય છે તેનો કર્તા આત્મા છે, રાગનો અધિષ્ઠાતા આત્મા છે તેમ કહ્યું, છતાં એકાન્ત માને કે જ્ઞાની રાગનો કે દુ:ખનો કર્તા કે ભોક્તા નથી તે નવવિવક્ષાને સમજતો નથી. પર૧.
* એક દ્રવ્યની અંદર કોઈપણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. જ્ઞાન શેયને જાણે છે એ તો જ્ઞાનની જાણવાની સ્વચ્છતાનું સામર્થ્ય છે, તોપણ જ્ઞાનને અન્ય દ્રવ્યની સાથે સ્પર્શ હોવાની માન્યતાથી જગત આકુલિત થાય છે. જ્ઞાનમાં વીંછીના ડંખ-કરડ ભાસે ત્યાં વીંછી મને કરડ્યો તેમ માની દુઃખી થાય છે. જ્ઞાન રાગને જાણતા રાગમયપણે પોતાને માની આકુલિત થાય છે. જ્ઞાન રાગને કે અન્ય દ્રવ્યોને અડતું-સ્પર્શતું નથી. જ્ઞાન શેયને જાણે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સામર્થ્ય છે. પર૨.
* બહારના ભગવાનના દર્શનની વાત તો કયાંય રહી ગઈ પરંતુ અહીંના (અંદરના) ભગવાનમાં ય પર્યાયના દર્શન-નવતત્ત્વરૂપ ભેદના દર્શન એ પણ હજુ મિથ્યાદષ્ટિપણું છે. પર૩.
* છ દ્રવ્યસ્વરૂપ લોક તે જ્ઞય અને બાહ્ય છે, તેનાથી ભિન્ન આત્મા જ્ઞાયક અવ્યક્ત છે, તે જ્ઞયના લીધે જ્ઞાયક નથી, પોતાથી જ જ્ઞાયક છે. છતાંયે જરી પણ શેય સાથે સંબંધ કરવા જાય તો તે અજીવ ઠરે છે. પર૪.
* પરની મમતાના ભાવ પણ હજુ જેને પડ્યા છે અને નિર્વિકલ્પ થવા જાય ઈ નિર્વિકલ્પ નહીં થઈ શકે. હજી તો નીતિ આદિના પરિણામ પણ નથી અને નિર્વિકલ્પ થવા જાય તો ઈ નિર્વિકલ્પ નહીં થઈ શકે. આ વાત મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પણ કહી છે. લૌકિક પ્રમાણિકતાના પણ જેને ઠેકાણા ન હોય અને એને ધર્મ થઈ જાય ઈ ત્રણકાળમાં ન બને. અનીતિથી જેને એક પાઈ પણ લેવાના ભાવ છે તેને અનુકૂળતા હોય તો આખી દુનિયાનું રાજ પચાવવાના ભાવ છે.
એક દીવાન રાજના કામ માટે રાતના રાજની મીણબત્તી બાળી કામ કરતો હતો અને જ્યાં પોતાનું કામ કરવાનો વારો આવે ત્યાં તે રાજની મીણબત્તી ઠારી પોતાના ઘરની મીણબત્તી કરે, પોતાના ઘરના માટે રાજની મીણબત્તી ન વપરાય. (આવું તો પહેલાં નીતિમય જીવન હોય.) પ૨૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com