________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ]
[૧૨૭
* શ્રોતાઃ- વાણીના કર્તા નથી તો મુનિઓ ઉપદેશ કેમ આપે છે? પૂજ્ય ગુરુદેવઃ- મુનિઓ ઉપદેશ દેતાં જ નથી. મુનિઓ ઉપદેશને જાણે છે. ભગવાન કહે છે, જિનવર કહે છે એમ શાસ્ત્રોમાં કથનો આવે પણ ભગવાન કહેતાં જ નથી. ભગવાન વાણીને જાણે જ છે. ખરેખર તો સ્વને જ જાણે છે. સ્વપ૨ જાણવું સહજ છે. ૫૨ની અપેક્ષા જ નથી. જાણવાનો સ્વભાવ જ છે. ભગવાન કુંદકુંદાચાર્ય કહે કે હું મારા નિજ વૈભવથી કહીશ તમે પ્રમાણ કરજો. અરે ભગવાન! વાણી તમારી નથી ને? વાણીથી જ્ઞાન થતું નથી ને ? આહાહા! ગજબ વાત છે! અદ્દભુત વાત છે! વસ્તુનું સ્વરૂપ જ અદ્દભુત છે! નિમિત્ત-નૈમિત્તિકના આવા કથનો પણ એક સર્વજ્ઞ સિવાય બીજે કયાંય ન હોય. ૫૨૬.
* તારી સમીપમાં પડયો (એવો તારો આત્મા) તેની ભાવના કરને! દૂર પડયાની ભાવના શું કરે છે? ૫૨૭.
* આત્મામાં પરમેશ્વર થવાનો જ ગુણ છે, પામર થવાનો અને પામર રહેવાનો ગુણ જ નથી. ૫૨૮.
* જે જે થવાનું હશે એ થશે એટલે એનો અર્થ એ થયો કે એનું ધ્યાન રાખવાનું નથી પણ “તારું તું ધ્યાન રાખ.” જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતા કર. ૫૨૯.
* વસ્તુનું સ્વરૂપ જ કોઈ એવું અચિંત્ય છે! તેની દ્રવ્યશક્તિ, ગુણશક્તિ, પર્યાયશક્તિ અચિંત્ય છે! વિકાર કેમ થયો એ પ્રશ્ન જ નથી. એવી જ કોઈ અચિંત્ય વસ્તુની પર્યાયગત યોગ્યતા છે. ૫૩૦.
* એકલું દુ:ખનું વેદન ઈ આત્મા જ નથી, અણાત્મા છે. આહાહા ! સ્ત્રી-પુત્ર આત્મા નહીં, શરીર આત્મા નહીં, પણ પુણ્ય-પાપનું એકલા દુઃખનું વેદન ઈ આત્મા જ નથી, અણાત્મા છે. ૫૩૧.
* રાગની વાત તો કયાંય રહી... પણ પર્યાય તરફનું લક્ષ હટાવે છે ત્યારે અંતરમાં વળાય છે. ૫૩૨.
* શ્રી સમયસાર ગાથા ૭૨માં આસવોનું અશુચિપણું વગેરે જાણીને આસ્રવોથી નિવર્તે છે-એમ જે કહ્યું છે તે નાસ્તિથી થન આવ્યું છે. ખરેખર આસવોને જાણતાં આસ્રવોથી નિવૃત્ત થાય જ નહિ; એ તો પર્યાયનું જ્ઞાન થયું. પર્યાયના જ્ઞાનથી આસ્રવથી નિવૃત્ત થાય જ નહિ. વસ્તુ ચૈતન્યધામ છે તેવી દૃષ્ટિ કરતાં જ આસ્રવથી નિવૃત્ત થાય છે. ૫૩૩.
* અરે ! બહારના સંગમાં કોની સાથે સંબંધ અને કોના ખોટા લગાડવા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com