________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૧૨૮ ]
અને કેટલું રહેવું ! વિકારનો સંગ પણ કયાં વસ્તુને છે! અસંગ ચૈતન્યને ૫૨નો સંગ નથી અને વિકલ્પનો ય સંગ નથી. ૫૩૪.
* અહો ! સત્ય વાત બાળક કહે તોપણ સ્વીકારવા જેવું છે. સત્ય સ્વીકારવામાં પોતાનું હિત છે ને ! એવું હિત કોણ ન સ્વીકારે? પ૩૫.
* નાના બાળકને ચુંબન કરતો હોય ઈ એને પાપ છે તેમ લાગે છે, પરંતુ ઈ રાગને ચુંબન કરીને રાગને પોતાનો માનીને વર્તે છે ઈ મિથ્યાત્વભાવ જે નરક અને નિગોદના કારણરૂપ મહાન અપરાધ છે ઈ એને પાપરૂપ ભાસતો નથી! ૫૩૬.
* પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિનો જ છે અને તેઓ પરસ્પર વ્યવહા૨નો ઉપદેશ પણ કરે છે, અને જિનવાણીમાં પણ વ્યવહારને શુદ્ઘનયનો હસ્તાવલંબરૂપ જાણી તેનો ઉપદેશ બહુ કર્યો છે; પણ તેનું ફળ સંસાર જ છે. જેમ કે જ્ઞાનથી મોક્ષ થાય છે, ત્યાં નીચલી દશામાં સાથે રાગની મંદતાનો વિકલ્પરૂપ વ્યવહા૨ હોય છે તેથી ક્રિયાથી મોક્ષ થાય છે એમ વ્યવહારથી શાસ્ત્રમાં કહ્યું છે. મુનિને શ્રાવક આહાર આપે છે, આહાર શરીર ટકવામાં નિમિત્ત અને શરીર સંયમમાં નિમિત્ત છે; સંયમથી મુનિ મોક્ષ સાધે છે, તેથી મુનિને આહારદાન દેવાથી શ્રાવકે મુનિને મોક્ષ આપ્યો-એમ ઉપચાર-પરંપરાથી કહેવામાં આવે છે. પૂજા, ભક્તિ, વાત્સલ્ય, પ્રભાવના આદિ શુભરાગ શ્રાવકને પરંપરાએ મોક્ષનું કારણ શાસ્ત્રમાં કહ્યું છે; વ્યવહાર સાધન છે અને નિશ્ચય સાધ્ય છે, એવું કથન શાસ્ત્રમાં આવે છે; કેવળી–શ્રુતકેવળીના પાદમૂલે જ ક્ષાયિક સમ્યગ્દર્શન થવાનું કહ્યું છે. સત્સંગથી જિનવાણીથી, ગુરુથી, જિનપ્રતિમાથી, દેવઋદ્ધિદર્શનથી, નારકીને વેદનાથી સમ્યગ્દર્શન થવાનું શાસ્ત્રમાં કથન આવે છે. વ્યવહારથી નિશ્ચય ધર્મ પ્રગટે છે એમ વ્યવહારને શુદ્ધનયનો હસ્તાવલંબ-સહાયક જાણીને અનેક પ્રકારના વ્યવહારનાં કથનો શાસ્ત્રમાં આવે છે, પણ જો તેને પરમાર્થ માની લે તો તેનું ફળ સંસાર જ છે. કેમ કે જે કોઈ વ્યવહાર છે તે બધો શુભરાગરૂપ હોવાથી તેના આશ્રયથી સંસાર જ ફળે છે. શુદ્ધનયનો પક્ષ તો પ્રાણીઓને કદી આવ્યો નથી ને તેનો ઉપદેશ પણ વિરલ છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ કર્યો છે કે “ હું જીવો ! શુદ્ધનય એક જ ભૂતાર્થ, સત્યાર્થ છે અને તેના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. માટે તમે શુદ્ઘનયને જ અંગીકાર કરો.” ૫૩૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com