________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૨૯
* શ્રોતા:- દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને ગૌણ કરાવવામાં કેમ આવે છે?
પૂજ્ય ગુરુદેવઃ- દ્રવ્યમાં પર્યાય નથી પણ વર્તમાન પ્રગટ પર્યાય છે તે પર્યાય પર્યાયમાં છે. સર્વથા પર્યાય નથી જ તેમ નથી. પર્યાય છે તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, નથી તેમ કહીને, પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યની દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને મુખ્ય કરી, ભૂતાર્થ છે તેનું લક્ષ ને દષ્ટિ કરાવવી છે ને પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણ કરી, પર્યાય નથી, અસત્યાર્થ છે તેમ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. પણ પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ કયાં રહે છે? દ્રવ્ય ને પર્યાય બે થઈને આખું દ્રવ્ય તે પ્રમાણ-જ્ઞાનનો વિષય છે. ૫૩૮.
* અરે પ્રભુ! તારું કદી મરણ જ થતું નથી ને કેમ ડરે છે? અતીન્દ્રિય આનંદમાં જા! પ્રભુ! તારે શરીર જ નથી ને રોગથી કેમ ડરે છે? જન્મ જરા ને રાગ રહિત ભગવાન આત્મા છે ત્યાં જા! –એમ જિનવર, જિનવાણી અને ગુરુ કહે છે. તું જન્મ, જરા, મરણ રહિત પ્રભુ છો ત્યાં દષ્ટિ દે! તારે જન્મ, જરા, મરણ રહિત થવું હોય તો જન્મ, જરા, મરણ રહિત ભગવાન અંદર બિરાજે છે ત્યાં જા! ત્યાં દૃષ્ટિ દઈને ઠર! ૫૩૯.
* સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે શુદ્ધ નિશ્ચયનયથી હું મોહ–રાગ-દ્વેષ રહિત શુદ્ધ છું. એથી સમ્યગ્દષ્ટિને એમ હોતું નથી કે શુભ ને અશુભ બન્ને સરખા છે માટે અશુભ ભલે આવે ? સમ્યગ્દષ્ટિ અશુભથી છૂટવા વાંચન, શ્રવણ, વિચાર ભક્તિ આદિ કરે છે. પ્રયત્નથી પણ અશુભ છોડી શુભ કરો એમ શાસ્ત્રમાં ઉપદેશ આવે છે. શુભ ને અશુભ પરમાર્થ સરખા છે તોપણ પોતાની ભૂમિકા પ્રમાણે અશુભ કરતાં શુભમાં રહેવાનો વિવેક હોય છે અને તેવો વિકલ્પ પણ આવે છે. ૫૪૦.
* અહો ! અનંતકાળમાં આ વાત અમે સાંભળી નથી-એમ પ્રસન્ન ચિત્તથી જ્ઞાનસ્વભાવની વાત અંદરથી સાંભળે, રુચિની ગુલાંટ મારીને સાંભળે તેને ભવિષ્યમાં મુક્તિ થવાની જ છે. અહો ! એને પક્ષ પાકો થઈ ગયો એ ફરશે જ નહિ. તે જરૂર મોક્ષમાં જાય છે. એને તો આ કાળ ને આ યોગ જ વિશેષ ભાસે છે. ૫૪૧. * શ્રોતાઃ- ધર્મ કરવામાં આટલી બધી મહેનત કરવી પડતી હશે ?
પૂજ્ય ગુરુદેવઃ- આમાં મહેનત કર્યાં છે? આ તો સમજણને ફેરવવાની
વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com