________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શ્રતા:- પણ આમાં વિચારની મહેનત કરવી પડે ને?
પૂજ્ય ગુરુદેવઃ- ઈ મહેનત કયાં છે? ઈ તો જ્ઞાનની પર્યાય છે, એમાં મહેનત નથી. ૫૪૨.
* શ્રોતા – બે નયોને જાણવાનું કહ્યું છે ને?
પૂજ્ય ગુરુદેવ - જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જાણવા માટે તો બધા નયો કહ્યા છે, પણ ધર્મરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે તો એકરૂપ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્ય સામાન્યદ્રવ્ય છે તે જ આશ્રય કરવાયોગ્ય છે. જાણવાના વિષયમાં આદરવાપણું માની લેતાં દૃષ્ટિની વિપરીતતા થાય છે. ૫૪૩.
* શ્રોતા - આત્માને ઓળખ્યો ન હોય ને શુભરાગને ઝેર કહેવાથી સ્વછંદી ન થઈ જાય ?
પૂજ્ય ગુરુદેવ - અજ્ઞાની સ્વચ્છંદી જ છે, મિથ્યાત્વ છે તે જ મોટું પાપ ને સ્વચ્છેદ છે. શુભરાગને ઝેર કહીને શુભરાગની રુચિ છોડાવવી છે. શુભરાગ પહેલાં છૂટતો નથી, શુભની રુચિ પહેલાં છૂટે છે. શુભરાગને ઝેર કહીને તેની રુચિ છોડાવવી છે. પ૪૪.
* કેવળજ્ઞાન પૂરું જાણે છે, દ્રવ્યને જાણે છે, પૂર્ણ શુદ્ધ પર્યાય છે તેને પણ જાણે છે છતાં પર્યાય ઉપાદેય નથી, ત્રિકાળી દ્રવ્ય જ એક ઉપાદેય છે. કેવળજ્ઞાન સાધકને તો છે નહિ અને તેનું લક્ષ કરવા જતાં રાગ થાય છે. ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરતાં રાગ તૂટી નિર્વિકલ્પતા થાય છે. તેથી તે જ એક ઉપાદેય છે. આમ છતાં મોક્ષપર્યાય પરમ હિતકર છે, સંવર-નિર્જરા પર્યાય ઉપાદેય છે-તેમ કહ્યું છે તે પ્રગટ કરવા લાયક છે એ અપેક્ષાથી કહ્યું છે. આશ્રય તરીકે આદર કરવા માટે તો ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય એક જ ઉપાદેય છે ને બીજું બધું હેય છે. ૫૪૫.
* શ્રોતા - પર્યાયને નહિ માનવાથી તો એકાન્ત થઈ જાય છે?
પૂજ્ય ગુરુદેવઃ- “પર્યાય નથી જ' એમ નથી. શ્રદ્ધા કરે છે, જાણે છે, સ્થિરતા કરે છે એ પર્યાય જ છે, પણ પર્યાયનો આશ્રય કરવો તે વિપરીતતા છે. ચૈતન્યસામાન્યનો આશ્રય કરવા માટે પર્યાયને ગૌણ કરીને નિષેધ કરવામાં આવે છે પણ તેથી પર્યાય પર્યાયરૂપે સર્વથા છે જ નહીં એમ નથી. ૫૪૬.
* એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે? એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે એનો તને ઘા લાગે છે કાંઈ ? ૫૪૭.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com