________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૩૧ * આત્મા તો મહાપરમેશ્વર પદાર્થ છે. અનંતા કેવળીને પોતાના પેટમાં ગળી જાય એવો મહાન છે. પ્રગટમાં ભલે થોડું હોય પણ અપ્રગટમાં મહાન શક્તિ પડી છે. પ્રગટ નથી એટલે એને આટલી મહાન શક્તિ છે એમ બેસતું નથી. ૫૪૮.
* ભગવાન આત્મા એક-એક રજકણના લેબાસ વિનાનો અને રાગના લેબાસ વગરનો છે, એવી દષ્ટિ વિના ખરેખર (સાદું જીવન હોય તોપણ) સાદું જીવન નથી. ૫૪૯.
* શ્રોતા - અકર્તા છું ત્યાં (એવો વિકલ્પ છે ત્યાં) એણે થોડું તો આલંબન લીધું છે ને? જોઈએ તેટલું નથી લીધું...
પૂજ્ય ગુરુદેવ - આલંબન લીધું જ નથી. જરીએ આલંબન લીધું નથી. ઈ તો ધારણાથી પર્યાયમાં બેઠો વાતો કરે છે. અકર્તા સ્વભાવને અવલંખ્યા વિના પર્યાયમાં ઊભા રહીને આલંબન થતું નથી.
શ્રોતા - એને કાંઈક તો લક્ષમાં આવ્યું છે ને?
પૂજ્ય ગુરુદેવઃ- ના, ઈ તો ધારણામાં ઊભો ઊભો વાતો કરે છે. એમ તો ૧૧ અંગવાળા દ્રવ્યલિંગીએ પણ એવી ધારણા કરી હતી. પ૫૦.
* પૃથક વસ્તુને પૃથક કરવાની તારી તાકાત નથી તો તું નપુંસક છો. પૃથક તો છે જ પરંતુ પૃથક માન્યું નથી. માટે પૃથક માનવામાં વીર્ય જોઈએ છે. પ૫૧.
* તારા ભાવ સિવાય, ભાઈ ! બીજે કયાંય તને મીઠાશ રહી ગઈ તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહિ આવવા દે. ચૈતન્યની મીઠાશમાં પરની મીઠાસ તને વિના કરશે. પપર.
* ભગવાન ઐસા કહતે હૈં કિ ભીખ માંગનેકી તેરી તાકાત નહીં, તેરા સ્વભાવ નહીં. ભગવાન ઐસા કહેવે ઔર તુઝે ઓ જચે ભી નહીં તો તુને ભગવાનકો માના નહીં. પપ૩.
* પોતાના ભગવાન સાથે જીવે તકરાર માંડી છે અને સુખને માટે બીજે બીજે ભટકયા કરે છે. ૫૫૪.
*ઈ નજર કરે કે પરના કાર્ય મારા નહીં, ત્યાં દુઃખ હળવું થઈ જાય છે. પ૫૫.
* આટલું આમ કરું ને આમ કરું ને આટલું વાંચુ ને! કરું ને! એમ જેની દષ્ટિ પડી છે તેને પરમાત્મા હુય વર્તે છે. પપ૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com