________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨].
[દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર * જ્ઞાનનો સ્વભાવ જગતના પદાર્થોને જાણવાનો છે તેને બદલે તેને કરવામૂકવાનું માને તો અનંતા કષાયખાના માંડવા જેવું મહાન પાપ છે. શેયો છે તેને રચવા જાય તો મોટો ખૂની મહા પાપી કષાયી છે. પપ૭.
* એને રાગનું ને નિમિત્તનું માહાત્મ આવ્યું છે ને કાં તો એક સમયની પ્રગટ પર્યાયનું માહાભ્ય આવ્યું છે પણ વસ્તુ આખી અંદર પડી છે એનું માહાભ્ય આવતું નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને! કે જગતને સૃષ્ટિનો ગુપ્ત ચમત્કાર ભાસતો નથી એટલે કે અંદરમાં આખી શક્તિ પડી છે તે ભાસતી નથી. ૫૫૮.
* શરીરને બાદ કરો, પુણ્ય-પાપને બાદ કરો, અલ્પજ્ઞતાને બાદ કરો, તો બાદ કરતાં કરતાં જે બાકી રહી જાય તે આખો આત્મા છે પ૫૯.
* સૌના પરિણામની જવાબદારી સૌના માથે છે. પ૬).
* ગુરુ કહે છે કે તારામાં તું સમા, ગુરુની પ્રથમ આ આજ્ઞા છે. પ્રથમ દૃષ્ટિ વીતરાગ, જ્ઞાન વીતરાગ, સ્થિરતા વીતરાગ. ત્રણકાળના તીર્થકરોનો આ હુકમ છે. પ૬૧.
* નયપક્ષનો અર્થ જ વિકલ્પની મમતા છે, અભિનિવેષ છે, ત્યાં પકડાઈ ગયો છે, પર્યાયના લક્ષમાં ઉભો છે ઈ રાગમાં પકડાઈ ગયો છે. પ૬ર.
* આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ જ વસ્તુ છે તેમાં રાગ જે અજ્ઞાનસ્વરૂપ છે તે કરવાનું આવતું જ નથી, પણ જ્ઞાનસ્વરૂપમાં કરવાનું જ આવે છે. જ્ઞાનસ્વરૂપમાં ઠરવું એ જ પ્રત્યાખ્યાન છે. આ જ્ઞાનસ્વરૂપમાં ઠરવાની જેને ખબર નથી તેને કઈ ભૂમિકામાં કેટલો રાગ આવે છે તેની ખબર જ હોતી નથી. પ૬૩.
* પ્રભુ! આપ એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણને ત્રણલોક સંબંધી જાણો છો એ આપની સર્વજ્ઞતાનું ચિહ્ન છે. નાનામાં નાનો કાળ એક સમય અને તેમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણ સ્વરૂપ એવા અનંતા પદાર્થો તેને આપ એક સમયમાં જાણો એ જ આપની સર્વજ્ઞતાનું ચિહ્ન છે. અનંતા પદાર્થોના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રણ ભાગ છે એવી આપની વાણી સર્વજ્ઞતાનું ચિહ્ન છે. એક સમયના બે ભાગ ન થાય પણ એક સમયમાં ત્રણલોકના અનંત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રણ ભાગ તેને સર્વજ્ઞ એક સમયમાં જાણી લે. કાળ નાની વસ્તુ મોટી ! ને તે એક એક સમયમાં ત્રણ ત્રણ ભાગવાળી ને એવા અનંતા પદાર્થો તેને એક સમયમાં જાણી લે અને એ સહિત ભૂતકાળના ને ભવિષ્યકાળના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળા અનંતા પદાર્થો તેને સર્વજ્ઞ એક સમયમાં જાણી લે આહાહા ! પ૬૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com