________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૩૩ * ગ્રાહક એવી જ્ઞાનની પર્યાય પરશેય તરફથી છૂટીને સ્વય એવા નિજ ચૈતન્યતત્ત્વને ગ્રાહ્ય બનાવે છે ત્યારે પોતાની ચૈતન્યશક્તિનું અસંગપણું અનુભવવામાં આવતાં ઇન્દ્રિયના વિષયોથી સર્વથા ભિન્નપણું પ્રગટ થાય છે, તે જ ઇન્દ્રિયના વિષયનું જીતવું છે. પ૬૫.
* માત્ર સંસાર અશરણ ને અનિત્ય છે તેમ માને પણ અંદર ચૈતન્ય ભગવાન અતીન્દ્રિય આનંદ ને પૂરણ શાંતિથી ભરેલો છે તેમ દષ્ટિ કરતો નથી તેને ચૈતન્યની સમીપતા થતી નથી. ખરેખર તો ચૈતન્યની મહિમા પૂર્વક વિભાવોનો મહિમા છૂટી જાય છે. અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ શુભાશુભ રાગથી વિરક્ત થઈ જાય છે. ચૈતન્યની સમીપતા ને શુભાશુભ રાગની વિરક્તી બન્ને એક સાથે થાય છે. પ૬૬.
* જડ-ઇન્દ્રિય, ભાવ-ઇન્દ્રિય તથા તેના વિષયોથી ભિન્ન એક અખંડ જ્ઞાયકને અનુભવવો તેનું નામ પરમાત્માની નિશ્ચયસ્તુતિ છે. અરિહંત પરમાત્માના શરીર દિવ્યવાણી આદિ પુણ્યપ્રકૃતિનું ચિંતવન કે ગુણગાન કરવાથી અરિહંતદેવની નિશ્ચયસ્તુતિ થતી નથી. પરંતુ જેવો નિજ પરમાત્મા છે તેનો તેવો વાસ્તવિક સ્વીકાર કરવો તેનું નામ ઇન્દ્રિયોનું જીતવું છે, તે જ પરમાત્માની સાચી સ્તુતિ છે. પ૬૭.
* રાગ હોવા છતાં જ્ઞાનની પર્યાય રાગની સન્મુખતાથી ખસીને અંદર જ્ઞાયક સન્મુખ ઢળે એટલે બસ! પર્યાયે ત્રિકાળીનો સ્વીકાર કર્યો. પહેલાં પર્યાય પર્યાયનો સ્વીકાર કરતી હતી ત્યાં સુધી મિથ્યાદષ્ટિ હતો ને પર્યાયે દ્રવ્યનો સ્વીકાર કર્યો એટલે સમ્યગ્દષ્ટિ થયો. આ તો અંદરથી આવેલી વસ્તુ છે. દુનિયા ગમે તેમ કહે પણ વસ્તુ છે તે ફરે તેમ નથી. વસ્તુ તો વસ્તુરૂપે જ રહેશે. પ૬૮.
* આત્મ-જિજ્ઞાસુ જીવ પ્રશ્ન કરે છે કે હે પ્રભો! આપે જે અબદ્ધ-અસ્કૃષ્ટ આદિ ભાવવાળો આત્મા કહ્યો તેનો અનુભવ કેમ થઈ શકે? કારણ કે અમને તો બદ્ધ-સ્પષ્ટત, અન્યત્વ, અનિયત્વ, વિશેષત્વ તથા સંયુક્તત્વ એવા ભાવરૂપે જ આત્મા દેખાય છે. ત્યારે આચાર્યદવ કહે છે કે બદ્ધસ્કૃષ્ટાદિ ભાવો ઉપર ઉપર તરતા ભાવો છે, સ્વભાવમાં પ્રવેશ પામતા નથી, વિનાશી છે, તેથી અભૂતાર્થ છે, તે ભાવો પર્યાયમાં જ છે, ત્રિકાળીમાં તેઓ નથી, તેઓ કાયમી નથી, તેથી અસત્યાર્થ હોવાથી ભૂતાર્થ સ્વભાવના આશ્રયે અબદ્ધ-અસ્પષ્ટતાદિ ભાવસ્વરૂપ આત્માની અનુભૂતિ જરૂર થઈ શકે છે. પ૬૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com