________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
* જેમ આંખ ૫૨માં કરવા-વૈદવાની કોઈપણ ક્રિયા કરતું નથી, માત્ર પરમાં જે કોઈ ક્રિયા થાય છે તેને જાણે છે; તેમ જ્ઞાન પણ ૫૨ ચીજનું કાંઈ કરતું નથી કે ભોગવતું નથી, જ્ઞાતા-દષ્ટાપણે જગતને શૈયપણે જાણે જ છે. જડને કા૨ણે જડની અવસ્થા થાય છે અને તે અવસ્થાનું વેદન જડમાં થાય છે, આત્મા જડની તે અવસ્થાને કરતો નથી કે જડની તે અવસ્થાને ભોગવતો નથી. ૫૭૦.
* ભગવાન ને ભગવાનની વાણી, શાસ્ત્ર આદિ ભાવેન્દ્રિય દ્વારા ગ્રહવામાં આવતા ઇન્દ્રિયના વિષયો છે, જણાવાયોગ્ય પજ્ઞેયો છે. ભગવાનની વાણીથી કે શાસ્ત્રથી અર્થાત્ ઇન્દ્રિયના વિષયોથી મને લાભ થશે એવી માન્યતા જ મિથ્યા છે. ઇન્દ્રિયના વિષયથી લાભ થશે એમ માનનાર ૫૨જ્ઞેયને તથા જ્ઞાયકને એકરૂપ માને છે. ગ્રાહ્ય-ગ્રાહકલક્ષણ-સંબંધની નિકટતાને લીધે જાણે તેઓ પરસ્પર એકમેક થઈ ગયેલાં હોય એમ દેખાવાથી, ૫૨શેયોનું તથા રાગનું જ્ઞાન થતાં તેના લીધે જ્ઞાન થયું એવી એકતાબુદ્ધિ અજ્ઞાનીને વર્તે છે. જે કોઈ ઇન્દ્રિયના વિષયો છે તથા રાગાદિ છે તે સઘળાય જણાવા લાયક પરશેયો છે-ગ્રાહ્ય છે ને તેને જાણતી જ્ઞાનની પર્યાય તે ગ્રાહક છે, તે બન્ને સર્વથા ભિન્ન છે. પરંતુ જ્યાં સુધી ગ્રાહક એવી જ્ઞાનની પર્યાય ૫૨જ્ઞેયોને જ ગ્રાહ્ય બનાવે છે ત્યાં સુધી અજ્ઞાનીને તે બે વચ્ચે પરસ્પર એકપણું અનુભવાય છે. ૫૭૧.
* પ્રવચનસારમાં ૪૬ તથા ૪૭મી નયમાં એમ કહ્યું છે કે માટીને ઘડો આદિ વાસણની અવસ્થાથી જોવી તે અશુદ્ધનય છે; અને માટીને માટીરૂપ જોવી તે શુદ્ધનય છે. તેમ દ્રવ્યને બંધ-મોક્ષથી જોવું તે અશુદ્ધનય છે અને બંધ-મોક્ષ રહિત એકલા દ્રવ્યને જોવું તે શુદ્ધનય છે. કેમ કે વસ્તુમાં બંધ-મોક્ષ છે જ નહીં, અને તે જ સમ્યગ્દર્શનનો વિષય છે અને તે જ ભૃતાર્થ છે. ૫૭૨.
* ભગવાન નિજ જ્ઞાયક પ્રભુ જે સ્વતઃસિદ્ધ છે તે તો સુગમ જ હોય ને? તેને પ્રાપ્ત કરવામાં ફક્ત દૃષ્ટિનો પલટો થવો જોઈએ. જેને રાગની રુચિ છે તેને આખા સંસારની રુચિ છે. રાગનો કર્તા થયો તેણે ‘આખી દુનિયાનો કર્તા છું' –એમ માન્યું. અહા! તે માન્યતા પરસંગનો આશ્રય કરવાથી થઈ છે. પરસંગનો આશ્રય છોડી પોતે પોતાના અસંગ સ્વરૂપે સ્વતંત્રપણે છૂટો રહી શકે છે. આત્મા અસંગ ચીજ છે તેનો સંગ કરવો; રાગાદિ તો પોતાની મૂળ ચીજમાં છે જ નહિ, માટે તેનો આશ્રય છોડવો. પોતાના અસંગ સ્વભાવને પામવો તેમાં દુષ્કરતા શી? તે તો સુગમ જ હોય ને? ૫૭૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com