________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
* હમણાં તો મોટર-ટ્રેઈન-પ્લેન આદિના અકસ્માતથી કેટલાય માણસો મરી ગયાનું સંભળાય છે. આંખ ખૂલે ને સ્વપ્ન ચાલ્યું જાય તેમ દેહ અને ભવ ક્ષણમાં ચાલ્યો જાય છે. હાર્ટફેઈલ થતાં ક્ષણમાં નાની-નાની ઉંમરમાં ચાલ્યા જાય છે. અરે! આ સં. સા. ૨! નરકમાં અનાજનો દાણો ન મળે, પાણીનો બિંદુ ન મળે ને પ્રતિકૂળતાનો પાર નહિ એવી સ્થિતિમાં અનંતવાર ગયો પણ ત્યાંથી નીકળ્યો ત્યાં બધું ભૂલી ગયો. એનો જરા વિચાર કરે તો એ બધા દુઃખથી છૂટવાનો રસ્તો શોધે. અહા ! આવો માનવભવ મળ્યો છે અને આવું સત્ય સમજવાનો જોગ મળ્યો છે એમાં પોતાના આત્માનું હિત કરી લેવા જેવું છે. પ૭૪.
* કર્મથી તો વિકાર થાય નહીં પણ વિકાર પોતાની યોગ્યતાથી થાય એ યોગ્યતામાં પણ આત્મા વ્યાપતો નથી. જે કારણરૂપ ભગવાન, જેમાંથી કેવળજ્ઞાન આદિ પર્યાયો થાય છે, તેનું વિકારમાં વ્યાપવું અશકય જ છે. પ૭૫.
* આત્માને માટે કાંઈક એની પાછળ પડવું જોઈએ. આનું રટણ કરવું જોઈએ. જાગતાં, ઊંઘતા એનો પ્રયત્ન જોઈએ. એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ. અંદરમાં પરમેશ્વર કેટલો મહાન છે! એને જોવાનું કુતૂહલ જાગે તો જોયા વિના ચેન ન પડે. પ૭૬.
* આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય (આત્મા) અન્ય દ્રવ્યનિમિત્તે થતા વિકારપણે વ્યાપ્ત ન થાય એવો તેનો સ્વભાવ છે, આત્મદ્રવ્યનો સ્વભાવ જ જ્ઞાતા હોવાથી વિભાવના વિકલ્પથી વ્યાપ્ત થતો નથી. પ૭૭.
* ત્રિકાળી ધૃવસ્વભાવ સાર છે, તેના આશ્રયે ધર્મ થાય છે, તેની દૃષ્ટિ કરવાથી ધર્મ થાય છે. એ સિવાય બધું થોથા-વ્યર્થ છે. ન્યાયના ગ્રંથમાં ધર્મી ને ધર્મ બે ભિન્ન છે એમ કહ્યું છે, બન્ને નિરપેક્ષ છે, સત્ છે. અહીં કહે છે કે સમસ્ત નાશવાન ભાવોથી ધર્મી દૂર છે. સંવર અધિકારમાં કહ્યું છે કે વિકારના પ્રદેશ ભિન્ન છે. ચિવિલાસમાં કહ્યું છે કે પર્યાયનું ક્ષેત્ર ને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. પ૭૮.
* જિનસ્વરૂપી ભગવાન આત્મા વીતરાગમૂર્તિ અંદર છે. બધા જીવો જિનસ્વરૂપે અંદર છે, પર્યાયમાં ફેર છે પણ વસ્તુમાં ફેર નથી. રાગની એકતા તોડીને જિનસ્વરૂપને જે દૃષ્ટિમાં લ્ય ને અનુભવે તે અંતરના જૈન છે, વેશમાં જૈનપણું નથી. બહારમાં કપડાં કાઢીને નગ્ન થઈને બેઠા માટે તે જૈનપણું છે કે પંચમહાવ્રત પાળે છે માટે તે જૈનપણું છે એમ નથી. જૈનપણું તો પરમાત્મા એને કહે છે કે વસ્તુ પોતે જિનસ્વરૂપે છે, વીતરાગમૂર્તિ અખંડાનંદનો નાથ પ્રભુ છે એની જેને દષ્ટિ થઈ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com