________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર રાગની-વિકલ્પની દષ્ટિ છૂટી ગઈ એને જૈન કહે છે. જિનને જાણે તે જૈન છે, જિન એટલે પોતે આત્મા. ૫૭૯.
* અહા! સ્વને ભૂલીને જ્યાં પરમાં નિજ-પરનો ભેદ પડયો, મારા ને તારાનો ભાગ પડયો ત્યાં મિથ્યાત્વનો રાગ-દ્વેષ થાય છે. અને તેવી રીતે હું ભલો ને બીજા બધા ખરાબ એમ માનતા પણ મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. ભાઈ! તને ભ્રમણા થઈ છે. હું જ્ઞાન ને તે જ્ઞેય-એમ માનને ભાઈ! ૫૨૫દાર્થ ચાહે તો દેવશાસ્ત્ર-ગુરુ હો, પંચપરમેષ્ઠિ હો, નિગોદ હો કે શત્રુ હો-બધા આત્માના જ્ઞાનના શૈય છે. પણ આ ઠીક કે આ અઠીક એવું વસ્તુમાં નથી. તેમ જ અહીં સમ્યગ્નાનમાં પણ નથી. છતાં તેં પરિણામમાં ઠીક-અઠીક માની રાગ-દ્વેષ ઊભા કર્યાં છે. ૫૮૦.
* (ગુરુદેવ ૫૨મ વાત્સલ્યભરી પ્રેરણાથી કહે છે કે) હૈ ભાઈ! અત્યારે આત્મજ્ઞાન માટેનો આ અવસર છે. તું આ વાત લક્ષમાં તો લે. માંડ આવા ટાણાં મળ્યા છે તેમાં કરવાનું તો આ એક જ છે. અંદરમાં જરા ધીરો થઈ, બહારના કાર્યોનો રસ છોડી, વિચાર કર તો તને જણાશે કે આત્માનો સ્વભાવ અને રાગ બન્ને એક થઈને રહેવા યોગ્ય નથી પણ જુદા પડવા યોગ્ય છે. ભાઈ ! સમય સમય કરતાં કાળ તો ચાલ્યો જ જાય છે, તેમાં જો તું સ્વભાવ સન્મુખ ન થયો તો તેં શું કર્યું? ગમે તેટલા પ્રયત્ન વડે પણ વિકારથી ભિન્ન ચૈતન્યનો અનુભવ કરવો-તે જ કરવાનું છે. ૫૮૧.
* તીર્થંકર ૫૨માત્મા કહે છે કે અમારી સામે જોતાં-અમારું લક્ષ કરતાં તને રાગ થશે, તે રાગ દુઃખરૂપ છે, તેનું ફળ પણ દુઃખરૂપ છે, એક માત્ર અનાકુળ આનંદનો પિંડ નિજ ચૈતન્યસ્વભાવ છે, તેની દષ્ટિ કરતાં તેનો અનુભવ કરતાં તને આનંદ થશે. માટે તેનો જ અનુભવ કરો. ૫૮૨.
* પરિણામદષ્ટિથી દેખો તો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અનેકાકાર આત્મા છે ખરો. ખરેખર મોક્ષમાર્ગરૂપ પરિણતિ તે આત્માની જ છે, અન્ય નથી, તોપણ વસ્તુસ્વભાવથી દેખતાં આત્મા એકસ્વરૂપ હોવાથી તેને ત્રણરૂપે પરિણમતો કહેવો તે વ્યવહાર છે. ૫૮૩.
* ભાઈ ! તું સતની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, તારી મતિ સવળી થઈને આત્મામાં પરિણમી જશે. સત્તા સંસ્કાર ઊંડા નાખ્યા હશે ને આ ભવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં સત્ પ્રગટશે. સાતમી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com