________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૩૭ નરકના નારકીને વેદનાનો પાર નથી પણ અંદરમાંથી પૂર્વસંસ્કાર જાગૃત થતાં સમ્યગ્દર્શન પામી જાય છે. માટે સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ, ભાઈ ઊંડાણથી સના સંસ્કાર નાખ! ઉપર ઉપરથી તો સંસ્કાર અનેકવાર નાખ્યા પણ ઊંડાણથી એકવાર યથાર્થ સંસ્કાર નાખ તો બીજી ગતિમાં પણ સમ્યગ્દર્શન પ્રગટ થશે. પ૮૪.
* દયા, દાન આદિ ભાવોમાં જે રાગ મંદ કર્યો છે તે પુણ્ય છે, દુઃખ છે. તે ભાવમાં સમ્યગ્દષ્ટિને, તેનું સ્વામિત્વ નહીં હોવાથી, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને મિથ્યાદષ્ટિને, રાગનું સ્વામિત્વ હોવાથી, પાપનુબંધી પુણ્ય બંધાય છે. જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે શુભ રાગ પણ દુઃખ છે, સુખસ્વરૂપ તથા સુખનું કારણ તો ભગવાન જ્ઞાયક આત્મા છે, અંદર ભગવાન આત્માની જે આનંદદશા છે તે રાગનું કાર્ય પણ નથી. “આત્મખ્યાતિ” ટીકાના પરિશિષ્ટમાં એક “અકાર્યકારણત્વશક્તિ” કહી છે. તે શક્તિનો ધ્વનિ ૭રમી ગાથાની ટીકામાં રહેલો છે. રાગની દિશા, ભલે તીર્થકરનામકર્મનો શુભ રાગ હો પણ, પર તરફ છે અને વીતરાગભાવની દિશા સ્વ તરફ છે. મોક્ષપાહુડની ૧૬મી ગાથામાં કહ્યું છે કે- “પરવાનો ટુ' પરાશ્રય ભાવથી, ભલે તે શુભભાવ હો, દુર્ગતિ થાય છે. પરમાર્થદષ્ટિએ તો દેવાદિ ચારે ય દુર્ગતિ છે, માત્ર જ્ઞાયકભાવરૂપ પરિણમન તે એક જ સુગતિ છે. અહા! ગજબ વાત છે ને! શ્રી કુંદકુંદાચાર્ય અને ભગવાન પણ એમ કહે છે કે અમે તમારી અપેક્ષાએ પદ્રવ્ય છીએ. અમારા તરફ પણ તમારું લક્ષ જશે, અભિપ્રાયનું વજન જશે તો તમારા ચૈતન્યની દુર્ગતિ-વિભાવ પરિણમન થશે. અરેરે! લોકોને મૂળ તત્ત્વની તો ખબર જ નથી. “સલ્વાસો સુપડું' – પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ નિજ ભગવાન આત્માનું યથાર્થ લક્ષ કરીને જે અનુભૂતિ થઈ તે ચૈતન્યની સુગતિ છે, તેનું ફળ સુગતિ એટલે કે સિદ્ધદશા છે. સિદ્ધદશા સુગતિ છે ને ચાર ગતિ છે તે દુર્ગતિ છે. ૫૮૫.
* મિથ્યાદષ્ટિ જીવ, વિકારનો કર્તા પુદગલકર્મ આદિ નિમિત્ત છે તેમ માને છે. તેને કહે છે કે વિકારનો કર્તા પુદ્ગલકર્મ નથી પણ અજ્ઞાની જીવ પોતે જ વિકારનો કર્તા છે. બીજી બાજુ કહે કે સમ્યગ્દષ્ટિ જીવ વિકારનો કર્તા નથી પણ પુદ્ગલકર્મ તેનો કર્તા છે. ત્યાં સમ્યગ્દષ્ટિ વિકારનો સ્વામી ન હોવાથી અને વિકાર યુગલના લક્ષે થતો હોવાથી પુલકર્મને તેનો કર્તા કહ્યું છે. વળી એમ પણ કહે છે કે સમ્યગ્દષ્ટિ વિકારનો કર્તા પણ છે ત્યાં વિકારનું પરિણમન છે તે પોતાનું છે એથી પર્યાયના દોષનું જ્ઞાન કરાવવા કહ્યું છે. વળી કોઈ શાસ્ત્રમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com